________________
૧૮૦ • પરિશીલન જ દૃષ્ટિબિંદુ હતું તે વીરના વારસદારો આપણે ન સમજી શક્યા કે ન તેને વ્યવહારમાં સાચવવા મથ્યા. બન્યું એમ કે માત્ર ધર્મક્ષેત્ર જ નહિ, પણ કર્મ અને સમાજક્ષેત્રે પણ આપણે પાછા પુરાણા સનાતન ધર્મની ઊંચનીચની ભાવનામાં જ સંડોવાયા. યોગ્યતાને વધારવા અને ફેલાવવાના પ્રયત્ન દ્વારા જે દલિત અને પતિત જાતિઓનો ઉદ્ધાર કરવાનું કામ મહાવીરે વારસદારોને સોંપ્યું હતું, તે કામ કરવાને બદલે વારસદારો પાછા અમે ચડિયાતા ને તમે ઊતરતા, એ જ ભાવનાના વમળમાં પડી ગયા. એમણે બ્રાહ્મણોને વળતો જવાબ આપ્યો કે બ્રાહ્મણ જાતિ ઉચ્ચ નથી. બ્રાહ્મણ જાતિના સદ્ગણોને અપનાવ્યા સિવાય એને ઊતરતી માનવા-મનાવવાનું કામ એક બાજુ ચાલુ રહ્યું. બીજી બાજુ પ્રથમના દલિત અને પતિતોને વ્યવહારમાં નીચ માનવા-મનાવવાનું પણ ચાલુ રહ્યું, સ્થિતિ ત્યાં લગી આવી કે જૈનસમાજ માત્ર સ્થાનભેદે ઉત્પન્ન થયેલા ઓસવાલ, પોરવાલ, શ્રીમાલ આદિ અનેક જાતિ-ઉપજાતિઓના ભાગલામાં વહેંચાઈ ગયો અને નાના નાના ગોળમાં વહેંચાઈ ક્ષીણવીર્ય થવા લાગ્યો. વિસા દસાને ઊતરતા ગણે, દસા પાંચાને અને પાંચા અઢાઇયાને. સંસ્કાર, ઉમર અને બીજી બધી યોગ્યતા હોવા છતાં એક જાતનો બીજી જાત સાથે અને એક ગોળનો બીજા ગોળ સાથે લગ્નવ્યવહાર ટૂંકાયો. લગ્ન અને બીજી જરૂરી બાબતોમાં જૈન સમાજ બીજા સમાજો સાથે છૂટાછેડા કર્યે જતો હતો, અને વધારામાં તે અંદરોઅંદર પણ સંબંધ પોષવાને બદલે તોડવા લાગ્યો. સંકુચિતપણાનું ઝેર માત્ર લગ્નસંબંધના વિચ્છેદ સુધી જ ન અટક્યું, પણ તેણે ધર્મક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો, શ્વેતાંબર અને દિગંબરોના લગ્નસંબંધો વિચ્છન્ન થયા અને દિગંબર ફિરકામાં તો આ વિશે એટલે સુધી અસર કરી છે કે તે સમાજનો પ્રતિષ્ઠિત પંડિતવર્ગ દિગંબર દસાભાઈઓનો પૂજા-અધિકાર પણ કબૂલતો નથી. દસા કોમનો દિગંબર ગમે તેવો સંસ્કારી કે વિદ્વાન હોય, પણ તે સર્વસામાન્ય મંદિરોમાં પૂજા-અધિકાર મેળવી શકતો નથી; એટલું જ નહિ, પણ જો તેણે કયાંય એવે સ્થાને પૂજા કરી, તો તેને બીજા વર્ગ દ્વારા કોર્ટે ઘસડવાના દાખલાઓ પણ આજે બને છે. એ અનેકાંતે સગુણોને જ એકમાત્ર નિરભિમાન ઉચ્ચતાની કસોટી કહેલ, તે જ અનેકાંત નિદ્માણ થતાં આજે ભાઈઓમાં ન સંધાય એવા ભાગલા પાડી રહ્યો છે.
છેલ્લે રાષ્ટ્રીયતાનો પ્રદેશ ઉપસ્થિત થાય છે. જૈન સમાજનો ત્યાગીવર્ગ આપમેળે દીર્ઘદૃષ્ટિપૂર્વક ક્યારે પણ રાષ્ટ્રભાવના પોષતો રહ્યો હોય એમ ઇતિહાસ જોતાં જણાતું નથી. અલબત્ત, કોઈ પરાક્રમી અને સમજદાર નરરત્નો સમાજમાં પાકે અને તેઓ મુખ્યપણે પોતાની સૂઝથી રાષ્ટ્રોદ્ધારનું કામ કરે ને તેમાં જશ મેળવે, તો પાછળથી જેન ત્યાગી અને વિદ્વાન વર્ગ પણ તેના રાષ્ટ્રકાર્યની યશોગાથા ગાય અને પ્રશસ્તિ રચે. ભામાશાહ પ્રતાપને મદદ કરે ત્યાર બાદ તેની યશોગાથા આજ સુધી પણ ગવાતી આપણે સાંભળીએ છીએ. જોવાનું એ છે કે આ રાષ્ટ્રકાર્યની પ્રશંસા સ્વવિચાપ્રેરિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org