________________
સમુલ્લાસ • ૧૧૩ તલસ્પર્શી ઊંડાણ પણ નજરે પડે છે. લેખકનો ગુજરાતી ભાષા ઉપરનો કાબૂ તો અદ્ભુત છે. પ્રત્યેક લખાણમાં ભાષાનું એકસરખું ધોરણ નજરે પડે છે. આવી શિષ્ટ, સુપ્રસન્ન અને વેગીલી ભાષા એ જેવી તેવી સિદ્ધ નથી. લેખનો વિષય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય ત્યાં પણ ભાષા અને શૈલી વાચકને વિચાર-વિહાર સાથે સાહિત્ય-વિહાર પણ કરાવે છે. ‘ઋતુવર્ણન’નો આખો વિભાગ લોકભાષામાં એક નવું પ્રકરણ ઉમેરતો હોય તેમ લાગે છે. સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં ગ્રથિત એવાં ઋતુઓને લગતાં ગદ્ય-પદ્ય વર્ણનો અનેક છે. એ વર્ણનોમાં અમુક માદકતા પણ હોય છે, પરંતુ પ્રસ્તુત ‘ઋતુવર્ણન’ જુદી જ ભૂમિકા ઉપરથી પ્રસવ પામ્યું છે. એમ કોઈ પણ વાચકને લાગ્યા વિના નહિ રહે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રાધ્યાપકો સુધ્ધાંને આ ઋતુવર્ણન' વાંચ્યા પછી કોઈ ઋતુમાં કંટાળો નહિ આવે. દરેક ઋતુની વિશેષતા ધ્યાનમાં આવવા સાથે વાચકને પ્રકૃતિસ્વરૂપ સાથે તાદાત્મ્ય અનુભવવાનો નાદ લાગવાનો. શરદ, વર્ષા અને બહુ તો વસંતનું વર્ણન સૌને રુચે, પણ આજ લગી ધગધગતો ઉનાળો કોને રુચ્યો છે ? જ્યારે આ લેખકે ઉનાળામાં પણ સાચો આનંદ માણ્યો છે અને એ જ આનંદના સંવેદનમાંથી ઉનાળાનું ગદ્યકાવ્ય સરી પડ્યું છે. શિયાળાની કડકડતી ટાઢની ખુમારી લેખકે જે અનુભવી છે તે બીજાઓ પણ અનુભવી શકે, પરંતુ તે કયારે ? જો પ્રકૃતિના એ શીતળ પાસા પ્રત્યે તદ્દન સાહજિક સમભાવ હોય તો જ. લેખકે જુદી જુદી ઋતુઓનાં અનુભવેલ પાસાંઓને કળામય રીતે રજૂ કરી પ્રકૃતિના ગમે તે સ્વરૂપમાંથી પણ સુખ મેળવવાની કળા–ઇન્દ્રિય જાગ્રત કરી છે. મને એમ લાગે છે કે ઋતુવર્ણન'નો આખો વિભાગ અભ્યાસક્રમના ઊંચા ધોરણમાં રાખવા જેવો છે, અગર તો વિદ્યાર્થીઓને વાંચવાની ખાસ ભલામણ કરવા જેવો છે.
‘પ્રવાસવર્ણન’માં કુલ સાત લેખો છે. દરેકને પોતપોતાની આગવી વિશેષતા છે. ગોપનાથનો કિનારો, સમુદ્ર, તોફાની પવન, એકાન્ત શાંતિ એ બધાંના સંવાદમાંથી લેખકના માનસમાં આવિર્ભાવ પામેલું ઊંડું ચિન્તન અને સ્વાસ્થ્ય એ બધું વાંચ્યા પછી મારા જેવાને પણ થઈ આવે છે કે એક વા૨ તો ગોપનાથ જઈએ. વ્યોમવિહાર એ તો સ્વાનુભવ છતાં લેખકે એને અપૂર્વરંગ કહ્યો છે, કારણ કે એ વ્યોમવિહાર દ્વારા લેખક દિવ્યતાના વ્યોમમાં વિચ૨વા મથે છે. માનવદેહ સાથે લાધેલી અનન્યસુલભ શક્તિઓનું ભાન થતાં લેખક એના રસોન્માદમાં કોઈ કલ્પના અને ચિંતનગમ્ય વ્યોમમાં વિહાર કરે છે. જો લેખકમાં કળા, વિજ્ઞાન, સાહિત્ય, ભૌતિક વિદ્યા, પ્રેમ, સેવા, તત્ત્વજ્ઞાન આદિના સંસ્કારો એક૨સે રસાયા ન હોત તો સ્થૂળ વ્યોમવિહારમાંથી ‘અપૂર્વરંગ’ સૂઝત નહિ. મશરૂવાળાને ઊધઈનું જીવન લખતાં કોઈ નવી જ જીવ–પરમાત્મસૃષ્ટિ દેખાઈ છે, તેમ અહીં ‘અપૂર્વરંગ'માં છે. જે લોકો માત્ર ચાલુ જીવનમાં ગોથાં ખાતામાં હોય તેઓને નવો રસ માણવા માટે આ ‘વ્યોમવિહાર' ઉપયોગી છે. નાસિકવાળા લેખમાં બ્રાહ્મણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org