SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસનું મુખ્ય સાધન - ૧૦૫ થયેલ ક્ષિપ્ત અવસ્થાનો ભાર મન ઉપર પડવાથી મનની સ્વાભાવિક સત્ત્વગુણથી ઉત્પન્ન થયેલ વિચા૨શક્તિ નિષ્ક્રિય થઈ જાય છે. આ પ્રમાણે મનની નિષ્ક્રિયતા, જે વિકાસની એકમાત્ર અવરોધક છે, એનું મુખ્ય કારણ રાજસ તથા તામસ ગુણોનો ઉદ્રેક છે. જ્યારે આપણે આપણા જીવનમાં કોઈ જવાબદારીને નથી લેતા અથવા તો લઈને નથી નભાવતા ત્યારે મનના સાત્ત્વિક અંશની જાગૃતિ થવાને બદલે તામસ તથા રાજસ અંશની પ્રબળતા થવા લાગે છે, તથા મનનો સૂક્ષ્મ તથા સાચો વિકાસ રોકાઈ જઈ કેવળ સ્થૂળ વિકાસ રહી જાય છે અને તે પણ સાચી દિશા તરફ નથી હોતો. આ જ કારણથી બિનજવાબદારીનું તત્ત્વ મનુષ્યજાતિ માટે સૌથી વધારે ભયાનક વસ્તુ છે. તે તત્ત્વ ખરેખર મનુષ્યને મનુષ્યત્વના યથાર્થ માર્ગમાંથી ચ્યુત કરી નાખે છે. આ જ કા૨ણે જવાબદારીનું વિકાસમાં અસાધારણ મહત્ત્વ પણ જણાઈ આવેછે. જ્વાબદારી અનેક પ્રકારની હોય છે. કોઈક વખતે તે મોહમાંથી પણ આવે છે. કોઈક યુવક-યુવતીનું જ ઉદાહરણ લો. જે વ્યક્તિ ઉ૫૨ જેનો વિશિષ્ટ મોહ હશે તેની પ્રત્યે તે પોતાને જવાબદા૨ સમજશે, તેની પ્રત્યે જ તે પોતાના કર્તવ્યપાલનનો પ્રયત્ન કરશે. બીજાઓની પ્રત્યે તે ઉપેક્ષા પણ સેવી શકે છે. કોઈક સમયે જવાબદારી સ્નેહ તથા પ્રેમમાંથી આવે છે. માતા પોતાના બચ્ચા પ્રત્યે એ સ્નેહને વશ થઈને કર્તવ્યપાલન કરે છે, પણ બીજાંનાં બચ્ચાંઓ પ્રત્યે કર્તવ્યનો વિચા૨ ભૂલી પણ જાય છે. કોઈક વખત જવાબદારી ભયમાંથી આવે છે, જો કોઈને ભય હોય કે આ જંગલમાં રાત્રે કે દિવસે વાઘ આવે છે તો તે અનેક પ્રકારે જાગ્રત રહી બચવાનું કર્તવ્ય કરશે, પરંતુ ભયનું નિમિત્ત ચાલ્યું જતાં જ તે ફરીથી નિશ્ચિંત થઈ પોતાની તથા બીજાની પ્રત્યેનાં કર્તવ્યોને ભૂલી જશે. એ જ પ્રમાણે લોભવૃત્તિ, પરિગ્રહાકાંક્ષા, ક્રોધભાવના, બદલો લેવાની વૃત્તિ, માન, મત્સર વગેરે અનેક રાજસ તથા તામસ અંશોથી જ્વાબદારી થોડી કે વધારે, એક કે બીજા રૂપમાં ઉત્પન્ન થઈ મનુષ્યના જીવનનું આર્થિક તથા સામાજિક ચક્ર ચલાવે છે, પરંતુ તે ધ્યાન રાખવાનું છે કે અહીંયાં વિકાસના, વિશિષ્ટ વિકાસના તથા પૂર્ણ વિકાસના અસાધારણ તથા મુખ્ય સાધનરૂપે જે જવાબદારીનો સંકેત કરવામાં આવ્યો છે તે જવાબદારી આ બધીયે મર્યાદિત તથા સંકુચિત જવાબદારીથી જુદી તથા પર છે, કારણ કે તે જવાબદારી કોઈ એક આંશિક તથા સંકુચિત ભાવ ઉપર અવલંબિત નથી. તે જવાબદારી બધાની પ્રત્યે, સદાને માટે, બધાં સ્થળોએ, એકસરખી હોય છે; ભલે પછી તે પોતાની પ્રત્યે જોવામાં આવે કે કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રિય તથા આધુનિક પ્રત્યેક વ્યવહારમાં કામમાં લેવાતી હોય. તે જવાબદારી એક એવા ભાવમાંથી ઉત્પન્ન થાય છે કે જે ક્ષણિક નથી, સંકુચિત નથી કે મલિન નથી. તે ભાવ પોતાની જીવનશક્તિનો યથાર્થ અનુભવ કરવાનો છે. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટે છે ત્યારે કયારેય, રોકાતી નથી. સૂતાં-જાગતાં, સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ, તે પોતાના માર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy