________________
૧૪૨૦ પરિશીલન
તૂટ્યું, મહાજનનો મોભો ગયો, શેઠાઈ માત્ર વારસાગત રહી અને મોટે ભાગે તે દલિતો, ગરીબોને અસહાયની વહારે આવવાને બદલે તેમને જ વધારે કચ૨વા લાગી. એ સત્યને જાણે જયભિખ્ખુએ પિછાન્યું ન હોય તેમ એવા અનિષ્ટથી સમાજને બચાવવા માટે તેમણે, હેમુને યુદ્ધમાં જિતાવવા માટે જપ અને મંત્રતંત્રમાં પડેલ ત્યાગવેશધારી જૈન જાતિની ઠીકઠીક સમાલોચના કરી છે અને સૂચવ્યું છે કે જો કોઈ ધર્મમાર્ગ સ્વીકારો તો પછી એને જ રસ્તે ચાલો, અને અધર્મના કાંટા-ઝાંખરાને ધર્મનો આંબો સમજવાની ભૂલ ન કરો, ન બીજાને ભૂલમાં રાખો. મારી દિષ્ટએ માત્ર જૈન પરંપરાને જ નહિ, પણ બધી જ ધર્મપરંપરાઓને એમની ચેતવણી ખાસ ઉપયોગી છે.
જ્યભિખ્ખુ અનેક પ્રસંગે વિશ્લેષણ ઠીક ઠીક કરે છે. હું માનું છું કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય કેમ ન હોય, તેના વાંચનારમાં સત્-અસત્ વચ્ચેનું અંતર કરવા અને પારખવાની વિવેકદૃષ્ટિ વિકસવી જ જોઈએ. જે સાહિત્ય એ કામ ન કરી શકે તે ગમે તેવું હોય છતાં બુદ્ધિ માટે બોજરૂપ જ છે. આ કસોટીએ પણ તેમની નાનીમોટી વાર્તાઓ વાચકને ઉપયોગી થશે એમ મને લાગે છે. દા. ત. પ્રસ્તુત મત્સ્ય-ગલાગલ’ નવલનું પ્રક૨ણ મરીને માળવો લેવાની રીત' જુઓ. એમાં ગાંધીજીના હૃદય-પરિવર્તનનો અથવા એમ કહો કે પ્રાચીન ‘અવેરેણ ય વેરાણી’નો સિદ્ધાંત વ્યક્ત કરવા કરેલું નિરૂપણ વાંચનારમાં વિવેકબુદ્ધિ જાગ્રત કરે છે. એ નિરૂપણ ઉદયન, વાસવદત્તા વગેરે, દિલ સાફ કરી, નિર્ભયપણે, પોતાને હડાહડ વિરોધી માનતા ચંડપ્રકૃતિના પ્રદ્યોત સામે જ્યારે જાય છે ત્યારે બરાબર ઉપયુક્ત સ્થાને આવે છે.
જયભિખ્ખુની વાર્તાઓમાં અનેક વાર દીર્ઘતપસ્વી મહાવીરનું પાત્ર આવે છે. જેને માત્ર પંથષ્ટિએ વિચારવાની ટેવ પડી હોય તે સહેજે એમ માનવા લલચાય કે જયભિખ્ખુની દૃષ્ટિ માત્ર મહાવી૨માં બદ્ધ છે, પણ મને એમના સાહિત્યનો પરિચય એમ કહેવા લલચાવે છે કે તેમણે જન્મસંસ્કાર-પરિચિત નિથનાથ મહાવીરને તો માત્ર અહિંસા અને ક્ષમાના પ્રતીકરૂપે ઉલ્લેખ્યા છે. એ દ્વારા તે બધા જ અહિંસા અને ક્ષમાના અનન્ય ઉપાસક ધર્મવીરોનો આદર્શ રજૂ કરે છે. આપણે વાચકો અને સમાલોચકોએ લેખકના મનની વાત જાણીને જ તેના વિશે અભિપ્રાય બાંધવો જોઈએ, નહિ કે નામ અને પરંપરાને આધારે ! કોઈ કૃષ્ણ કે રામની વાત કરે એટલા માત્રથી એમ માની ન શકાય કે તે રામ કે કૃષ્ણ જેટલો બીજા કોઈનો આદર કરતો નથી. આવી કલ્પના પોતે જ પંથદૃષ્ટિની સૂચક છે.
વાર્તા નાની હોય કે મોટી, લેખક એની જમાવટ અમુક રીતે, અમુક પ્રસંગ લઈ કરે છે, પણ એની સફળતાની ચાવી એના મૂળ વક્તવ્ય વ્યંજનાની સિદ્ધિમાં છે. જો મૂળ વક્તવ્ય વાચકના હૃદય ઉપર વ્યક્ત થાય તો એની સિદ્ધિ કહેવાય. આ દૃષ્ટિએ પણ જયભિખ્ખુની વાર્તાઓ સફ્ળ છે. દા. ત., એક વાર દૃઢપણે કરેલો શુદ્ધ સંકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org