________________
૨૪ • પરિશીલન ક્ષત્રિયવર્ગનો એક ધર્મ મનાતો આવ્યો છે. અજ્ઞાન, સ્વાર્થ આદિ અનેક દોષોને કારણે એ ધર્મનાં હાનિકારક પરિણામો પણ ઇતિહાસમાં નોંધાયાં છે એ વાત ખરી, છતાં શસ્ત્રયુદ્ધ સિવાય અનેક પ્રસંગોએ કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય રક્ષણ કદી પણ કોઈએ શકય સિદ્ધ કર્યું નથી. ખુદ બૌદ્ધ અને જૈન રાજ્યકર્તાઓએ, અહિંસાનો આત્યંતિક પક્ષપાત ધરાવવા છતાં પણ, સમૂળગો શત્રત્યાગ કરી કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય રક્ષણનો પદાર્થપાઠ સમગ્રભાવે શીખવ્યો નથી. અહિંસાને ઉદાત્ત ધર્મ માનનાર જૈન અને બૌદ્ધ પરંપરાના અનુગામી રાજ્યકર્તાઓએ અહિંસા દ્વારા વ્યાપક રીતે સમાજક્ષણનો દાખલો બેસાડ્યો ન હોય ને તેમણે પોતે પણ રાજ્યરક્ષણમાં શસ્ત્રયુદ્ધનો આશ્રય લીધો હોય, એવી સ્થિતિમાં વર્ણધર્મ તરીકે શસ્ત્રયુદ્ધનો આશ્રય લેનાર બ્રાહ્મણપરંપરા, એક અથવા બીજે કારણે એનાં અનિષ્ટ પરિણામો આવ્યાં છે એટલા જ કારણસર, ધર્મપરામુખ છે એમ તો ન કહી શકાય. સમાજ અને રાષ્ટ્રરક્ષણનો અહિંસા દ્વારા કોયડો ઉકેલવાનો વ્યાપક પ્રયોગ તો આ ચાલુ શતાબ્દીમાં મહાત્માજીએ આદર્યો છે અને તે ગમે તેટલો આદર્શ હોય તોપણ હજી પૂર્ણ રીતે સિદ્ધ થવાનો બાકી છે. એટલે અત્યારની અહિંસાપ્રધાન યુદ્ધની દૃષ્ટિએ શસ્ત્રયુદ્ધની ઐતિહાસિક પરંપરાનું નિરર્થકપણું બતાવી શકાય નહિ. ગીતા એ તો બ્રાહ્મણધર્મની સુનિયત અને બુદ્ધિસિદ્ધ ઐતિહાસિક વર્ણવ્યવસ્થાનું પ્રતિપાદન કરે છે, એટલે તેમાં સિદ્ધ થયેલ તેમ જ વિકાસને અવકાશ હોય એવા બધા જ વર્ણધર્મોને સ્થાન છે. તેથી પ્રાચીન શસ્ત્રયુદ્ધની ક્ષત્રિયધર્મની પરંપરા એમાં આલેખાય અને સાથે સાથે ત્યાર લગીમાં ઉદાત્ત ધર્મ તરીકે સમજાયેલ અને અંશતઃ વ્યક્તિગતપણે આચરાયેલ આધ્યાત્મિક અહિંસા પણ આલેખાય, એમાંય કશો વિરોધ મને દેખાતો નથી. આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે જ્યારે ગાંધીજી અહિંસાના ઉદાત તત્ત્વના વ્યાપક ઉપયોગની શકયતા પોતાના પ્રયોગથી કરી બતાવવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓ એ જ ગીતાને સર્વશ્રેષ્ઠ પુસ્તક માનવા છતાં તેમાંની શસ્ત્રયુદ્ધની પરંપરાને સર્પની કાંચળીની પેઠે ફેંકી દેવા જેવી લેખી તેના પર જરાયે ભાર ન આપતાં ગીતામાંથી જ સર્વ રીતે અહિંસા ફલિત કરે છે. મને લાગે છે કે અસલ વાત તો ગુણદૃષ્ટિ અને ભક્તિની જ છે. ગાંધીજીએ એ દૃષ્ટિથી ગીતાને અવલંબી પોતાનો સપુરુષાર્થ સિદ્ધ કર્યાનું ઉદાહરણ આપણી સામે જ છે. ધમ્મપદ અને ઉત્તરાધ્યયન જેવા માત્ર અહિંસા પ્રતિપાદન ગ્રંથોનો પણ સ્વાર્થ અને ભોગની દૃષ્ટિએ બૌદ્ધ તેમ જ જૈન ભિક્ષુકો ક્યાં ઉપયોગ નથી કરતા?
અહિંસા, પ્રજ્ઞા, મૈત્રી આદિ સાત્ત્વિક ગુણોનો પક્ષપાત એ જ કોસાંબીજીનું મુખ્ય બળ છે, એવી મારી ધારણાને લીધે જ મેં ટીકા કરવામાં તેમણે અખત્યાર કરવા જોઈતા વલણ વિશે સૂચન કર્યું છે. બાકી ક્યારેક જેવાના પ્રત્યે તેવા' થવાની અપરિશોધિત વાસના મારા મનમાં ઉદય પામે છે ત્યારે સી. વી. વૈદ્ય કે ડૉક્ટર મુંજે જેવાને મુંહતોડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org