________________
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા : ૨૫ ઉત્તર આપવા કોશાંબીજીની સમર્થ લેખિની યાદ આવી જાય છે. ૧૯૩૬ ના ચોમાસામાં પંડિત મદનમોહન માલવીયના પ્રમુખપદે હિન્દુ યુનિવર્સિટીમાં પહેલી વાર જ મું જેને સાંભળવાની તક મળી. તેમના આખા ભાષણનો ધ્વનિ એક જ હતો અને તે એ કે હિન્દુસ્તાનમાં હિન્દુઓની પડતી માત્ર અહિંસા અને બૌદ્ધ ધર્મને લીધે જ થયેલી છે. આવા મતલબના લખાણ અને ભાષણ કરનાર કાંઈ માત્ર મુંજે જ નથી, પણ વિદ્વાન અને પ્રોફેસર કહેવાતા અનેક માણસો જ્યાંત્યાં આવા પ્રલાપો કરે છે. મુંજને સાંભળતી વખતે મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવ્યા. તેમાંથી પહેલો પ્રશ્ન એ હતો કે જો આ વખતે ડો. ધ્રુવ જેવો પ્રમુખ હોત તો એ વિષપ્રચારનો કાંઈક પ્રતિકાર કરત. બીજો પ્રશ્ન મનમાં એ થયો કે મુંજે જ્યારે અહિંસાને જ હિન્દુઓની પડતીનું કારણ માની બોદ્ધોને વગોવે છે ત્યારે તેમની સામે બૌદ્ધો તો કોઈ છે જ નહિ અને અહિંસાના પ્રબળ સમર્થક જેનો તેમની સામે છતાં તેમને ખુલ્લી રીતે કાં નહિ વગોવતા હોય ? આ પ્રશ્નનો ઉત્તર તો તે જ વખતે મનમાં મળી ગયો. તે સાચો હોય કે ખોટો એ કહી ન શકું, પણ ઉત્તર એ ફુર્યો કે હિન્દુ મહાસભાના મુંજ જેવા સૂત્રધારો દેશમાં જ્યાંત્યાં થોડો પણ મોભો ધરાવનાર જૈનો પાસેથી આર્થિક અને બીજી અનેક પ્રકારની મદદ મેળવવાની લાલચથી જ જૈનોને ખુલ્લંખુલ્લા ચીડવતાં ડરે છે. તેવા બૌદ્ધો આ દેશમાં નથી અને ક્યાંક હોય તોય હિન્દુ મહાસભાને આર્થિક અને બીજી મદદ જૈનો પેઠે કરવાની આશા નથી. તેથી જ મુંજે અહિંસા અને બૌદ્ધોનું નામ લઈ મુસલમાન વગેરે પરદેશી જાતિઓથી થયેલા હિંદુ પરાજયનો રોષ અહિંસા પ્રત્યે ઠાલવે છે. એ જ વખતે મનમાં એમ પણ થઈ આવ્યું કે કોશાબીજી ઘણી વાર બ્રાહ્મણ વર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિ ઉપર પુણ્યપ્રકોપ ઠાલવે છે તે મુંજે જેવા માંધ અને મિથ્યા અભિમાની વાસ્તે યોગ્ય બદલો હશે શું?
છેવટે કોસબીજીએ ગાંધીજીના વલણ વિશે ટીકા કરતાં જે કહ્યું છે તે બાબત કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. ગાંધીજી જમીનદારોને જનતાપાલક થવાનું અને રાજાઓને રામરાજ્ય કરવાનું કહે છે. ગાંધીજીના જનતાપાલક અને રામરાજ્ય એ બે શબ્દોનો અર્થ કેવો હોવો જોઈએ ને ગાંધીજીના મુખમાં કેવો શોભે તેનો ખુલાસો કોસાંબીજીએ કરેલો છે. ગાંધીજીના પ્રથમથી આજ લગીનાં લખાણો ધ્યાનપૂર્વક સાંભળી લેવાની મારી વૃત્તિ રહી છે. કોસાંબીજીએ ઉક્ત બે શબ્દોનો અર્થ જે પ્રકારનો ગાંધીજીના મુખમાં શોભવાની વાત કહી છે તે જ પ્રકારના અર્થવાળો ખુલાસો તો ગાંધીજીનાં લખાણોમાં જોનારને અનેક સ્થળે મળી આવે તેમ છે. ગાંધીજીમાં પ્રજ્ઞાની ઊણપ હોવાની વાત તો, હું ધારું છું, ભાગ્યે જ કોઈ સ્વીકારશે. સત્ય અને તજ્જન્ય પ્રજ્ઞા ગાંધીજીમાં સહજ છે. એ ન હોત તો તેમનામાં અહિંસા જ ન હોત, અને હોત તોય તે અહિંસા જગતનું ધ્યાન ન ખેંચત, વિશ્વવ્યાપી અસર પેદા ન કરત. એ સ્વતસિદ્ધ પ્રજ્ઞા સામે બીજી કહેવાતી પ્રજ્ઞાઓ કેવી હતપ્રભ થઈ જાય છે એ તો ગાંધીજીના જીવનનો હરેક અભ્યાસી જોઈ
શકશે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org