________________
ગીતાધર્મનું પરિશીલન • ૩૭ અલોલુપતાની ચર્ચામાં કાકાએ પ્રથમ અનુભવમાં આવતી અનેકવિધ લોલુપતાનો નિર્દેશ કર્યો છે. અધિકાર કે સ્વાર્થલોલુપતા, સ્વાદલોલુપતા, કામલોલુપતા, એ બધી લોલુપતાઓ કેવી કેવી રીતે બાધક નીવડે છે એ સઘળું તેમણે સામાજિક વ્યવહાર, રાજકારણ અને આહારવિધિમાંથી દાખલાઓ ચૂંટી તદ્દન દીવા જેવું સ્પષ્ટ કર્યું છે. જે લોકો ઉન્માદક વાતાવરણ વચ્ચે રહીને અલોલુપતા સાધવાની હિમાયત કરે છે તેમને કાકાએ અકાટ્ય ઉત્તર આપતાં કહ્યું છે કે છેવટે એવી હિમાયત વામાચાર ભણી જ વાળે. વળી, જેઓ નિર્મળતાના આદર્શની ખાતર સ્ત્રીઓને પડદામાં રાખવાની અને પુરુષોએ પૂતળી સુધ્ધાં ન જોવાની હિમાયત કરે છે તેમનો એકાંત પણ બ્રહ્મચર્યના આદર્શ માટે પોચો જ છે એ પણ કાકાએ યથાર્થ રીતે દર્શાવ્યું છે અને અલોલુપતા વૈયક્તિક કે સામાજિક આરોગ્યમાં કેવું અગત્યનું સ્થાન ભોગવે છે તે સ્થાપિત કર્યું છે.
નાતિમાનિતાની ચર્ચામાં અમાનિત્વનો પણ વિચાર કર્યો છે. એનો અર્થ માન ન કરવું એટલો જ સીધી રીતે થાય છે; જ્યારે નાતિમાનિતાનો અર્થ અતિમાન નહિ, પણ આવશ્યક માન રાખવું જ જોઈએ એવો થાય છે. એક બાજુથી માન ન રાખવાનું કહેવું અને બીજી બાજુથી આવશ્યક માનને સગુણ કહેવો એ બે વચ્ચે દેખીતો વિરોધ છે, પણ એનો ખુલાસો કાકાએ ઠીક ઠીક કર્યો છે. માન ન કરવું એટલે પોતે જે જાણ્યું હોય કે જાણતો હોય તેને જ સંપૂર્ણ માની બીજાના અનુભવને ન અવગણવો. આવી અવગણના જ બધી તકરારનું મૂળ બને છે, પણ આ ચર્ચા કરતાં કાકાએ જે ઉપમા વાપરી છે તે તેમનામાં રમતો કાલિદાસ અને હેમચંદ્રનો આત્મા સૂચવે છે. તદ્દન વ્યવહારુ જીવનમાંથી કેવી સરસ ઉપમા પકડી છે, જે સાંભળતાં જ ચિત્તને ચોંટી જાય છે. અનુભવની માટીમાંથી જ્ઞાનની મૂર્તિ ઘડતી વખતે તે સુકાઈને તરત જ કડક ન બની જાય તેની ખબરદારી માણસે રાખવી જોઈએ. અમાનિત્વનું પાણી વારેવારે છાંટીને ચીકણી માટીને જો નરમ રાખીએ તો જ જ્ઞાનની મૂર્તિનો ઘાટ સુધરતો રહે અને તેનું ઘડતર વધારે ને વધારે સર્વાગ સુંદર કહી શકાય.’
નાતિમાનિતાના બે અર્થો કર્યા છે, તે જીવનના અનુભવમાંથી લીધા છે અને બરાબર સમાજદૃષ્ટિએ ઘટાવ્યા છે. સેવક સામાજિક કલ્યાણ અર્થે કાંઈ પણ કરે ત્યારે સેવકરૂપ હાથાએ એમ ન વિચારવું જોઈએ કે સેવ્ય-સમાજરૂપ ઘંટીએ જ હાથાની આસપાસ, હાથાની મરજી મુજબ, ફરવું ને હાથાએ પોતે સ્થિર રહેવું. એમ સેવક વિચારે તો એના ઉપર અતિમાનિતાનો ભાર એટલો બધો વધે કે છેવટે સમાજની ઘંટી ચાલે જ નહિ અને સેવા પણ થઈ ન શકે. અહીં હાથો અને ઘંટીનું દૃષ્યત કેટલું સચોટ છે ! બીજા અર્થમાં પરિસ્થિતિ ગમે તેવી પ્રતિકૂળ હોય, અર્થાત્ તેના ઉપર કાબૂ જમાવી શકાય એવું ન પણ હોય, ત્યારે પુરુષાર્થ નકામો હણી ન નાખવાની સૂચના છે. સિદ્ધાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org