SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ • પરિશીલન ચોકઠું વધારે સખત થયું કે તરત જ તે વર્તુળના આંતરિક કે બહારનાં બળોમાંથી એક નવું તત્ત્વચિંતન પ્રગટે કે જેને લીધે એ સખત ચોકઠું પાછું ઢીલું પડે અને તત્ત્વચિંતનની દોરવણી પ્રમાણે નવેસર રચાય. એ જ રીતે જ્યારે કોઈ વર્તુળમાં બુદ્ધિમૂલક વિચારતો સ્વૈરવિહાર જીવનગત આચરણની ભૂમિકાથી તદન છૂટો પડી જાય ત્યારે એ વર્તુળના આંતરિક કે તેની બહારનાં બળોમાંથી એવી શ્રદ્ધામૂલક ધર્મભાવના પ્રગટે કે તે વિચારના સ્વૈરવિહારને આચાર સાથે યોગ્ય રીતે સાંકળીને જ જંપે. આ રીતે ભારતીય જીવનમાં શ્રદ્ધામૂલક ધર્મ યા આચાર, બુદ્ધિમૂલક તત્ત્વવિચારના પ્રકાશથી અજવાળાતો રહ્યો છે, ગતિ પામતો રહ્યો છે, વિશેષ અને વિશેષ - ઉદાત્ત બુદ્ધિમૂલક તત્ત્વવિચાર, શ્રદ્ધામૂલક ધર્મના પ્રયોગની મદદથી વિશેષ અને વિશેષ યથાર્થતાની કસોટીએ પરખાતો રહ્યો છે. તેથી જ બધી ભારતીય પરંપરાઓમાં વિચાર અને આચાર બંનેનું સંમિલિત સ્થાન અને માન છે. બુદ્ધની વિશિષ્ટતા બુદ્ધના પહેલાં અને બુદ્ધના સમયમાં પણ અનેક ધર્માચાર્યો, તીર્થકરો અને ચિંતક વિદ્વાનો એવા હતા જે પોતપોતાની પરંપરામાં પોતપોતાની રીતે વિચાર અને આચાર બંનેનું સંવાદી મૂલ્ય આંકતા. બુદ્ધે પોતે પણ વિચાર અને આચારનું સંવાદી મૂલ્ય જ કર્યું છે. તો પછી પ્રશ્ન થાય છે કે બીજા કરતાં બુદ્ધની વિશિષ્ટતા શી ? આનો ઉત્તર આપવો એ જ અત્રે પ્રસ્તુત છે. એક વાકયમાં કહેવું હોય તો કહી શકાય કે બુદ્ધની વિશિષ્ટતા મધ્યમપ્રતિપદામાં છે; અર્થાત્ વિચાર અને આચારનાં તમામ ક્ષેત્રોમાં એ બંનેનો મધ્યમમાર્ગી સંવાદ સાધવો એ જ બુદ્ધની વૈયક્તિક સાધના અને સામૂહિક ધર્મપ્રવૃત્તિનું હાર્દ છે. આ કેવી રીતે, તે હવે જરા વિગતે જોઈએ. બીજા વિચારકો તત્ત્વજ્ઞાનની બાબતમાં બુદ્ધે જોયું કે કેટલાક વિચારકો જીવન યા ચિત્ત કે આત્માનું અસ્તિત્વ વર્તમાન દેહના વિલયની સાથે જ વિલય પામે છે, એમ માને છે અને તેઓ પોતાનો આચાર પણ માત્ર વર્તમાન જીવનને સુખી બનાવવાની દૃષ્ટિએ જ યોજે છે અને ઉપદેશે છે. આવા ઈહલોકવાદી ચાવકો ઉપરાંત બુદ્ધે બીજો પણ એક એવો વિચારક વર્ગ જોયો જે આત્માનું અસ્તિત્વમાત્ર વર્તમાનકાળ પૂરતું ન માનતાં શાશ્વતસદા સ્થાયી માનતો અને એ શાશ્વત જીવનને સદા સુખમય બનાવવાની દષ્ટિએ જ આચાર-પ્રણાલિકાઓ યોજતો ને તેનો પ્રચાર કરતો. આ બંને વર્ગના વિચાર અને આચારમાં બુદ્ધને અતિરેક દેખાયો. બુદ્ધે જોયું કે વર્તમાન જીવન એ અનુભવસિદ્ધ સત્ય બીના છે, પણ એનાથી પહેલાં અને પછી જીવનનું કોઈ અનુસંધાન નથી એમ માનવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy