SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિશેષ • ૧૫૫ નિબંધિકાઓની એક ખાસ ખૂબી એના વિચારોના વળાંકો અને વલણોમાં રહેલી છે. લેખક કોઈ પણ વિષયની ચર્ચા કરે છે, ત્યારે તે તે વિષયને લગતા મુદ્દાઓને એક પછી એક એવી રીતે સ્પર્શે છે અને ઊંડો ઊતરતો જાય છે કે જાણે તે એક ઊંડા જળાશયમાં ઘાટના ઉપરના પગથિયાથી ક્રમે ક્રમે નીચેના સોપાને ઊતરતાં ઊતરતાં તળ સુધી પહોંચવા મથતો ન હોય ! જેમ ડુંગળીના દડા કે કેળના થંભમાં એક પછી એક એમ અનેક પડો ઊખળે જાય છે તેમ નિબંધના વિષયોની ચર્ચામાં તેને સ્પર્શતા અનેક દૃષ્ટિબિન્દુઓ એક પછી એક ઊખળે જાય છે, અને વાચકની રુચિને તાજગી આપ્યા જ કરે છે. વિષયોની પસંદગી રોજિંદા જીવનને ધ્યાનમાં રાખી થયેલી છે, છતાં તે માત્ર સ્થૂળ જીવનને સ્પર્શ નથી કરતાં. જે આંતરજીવનના બળથી સ્થૂળ વ્યવહારુ જીવન સમૃદ્ધ અને સંવાદી બને તે જીવનની ભૂમિકા ઉપર જ ચર્ચાનું મંડાણ થયેલું હોવાથી વાચક સહેજે અંતર્મુખ થવા લલચાઈ જાય છે. જે નિબંધિકાઓ વાંચતાંવેંત જ દઢ પ્રતીતિ ઉપજાવે છે કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં ઊભા થતા અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો તેમ જ તેની ચિત્ત પર પડતી અસરનાં મૂળ કારણોની શોધ કરવા જતાં લેખક અનાયાસે ચિત્તના બંધારણ તેમ જ તેના ક્ષણે ક્ષણે પલટા ખાતા વ્યાપારોને સ્પર્શે છે. પોતાના સ્વાનુભવ અને અંતરનિરીક્ષણના બળ ઉપર જ આવા વસ્તુસ્પર્શી વિચારો ઉદ્ભવી શકે. આમાં કેટલાક નિબંધો તો એવા છે કે જે નિષ્ક્રિયમાં ક્રિયાશક્તિ જગવે અને અધીરાને ધીરો બનાવે, અન્ય પર દોષનો ટોપલો ઠાલવનારને સ્વલક્ષી બનાવી શુદ્ધિ તરફ પ્રેરે. એકંદર આ બધી નિબંધિકાઓ પ્રતિપાદક શૈલીથી લખાયેલી છે અને છતાં નિષેધ કરવા યોગ્ય વસ્તુનો બહુ મીઠાશથી, પણ સચોટ દલીલથી નિષેધ કર્યો છે. હું એમ સમજું છું કે જેઓ આત્મશુદ્ધિ, આત્મબળ અને કર્તવ્યનિષ્ઠા યોગ્ય રીતે પોષવા ઇચ્છતા હોય ને જેઓ શાંતિવાંછુ હોય તેઓ આ નિબંધિકાઓને વિચારપૂર્વક રફતે રફતે પણ વાંચશે તો તેઓ જુદી જ દુનિયા અનુભવશે. ખરી રીતે આ નિબંધાવલી મનનમાધુરી નામને અગર તો વિચાર મુક્તાવલી કે અંતર્મુખ સોપાન–શ્રેણીના નામને પાત્ર છે. નિબંધિનામાં મને પોતાને એટલી બધી વિશેષતાઓ ભાસી છે કે તેનો ઉલ્લેખ અત્રે શક્ય નથી. માત્ર એટલું જ કહી શકાય કે વાચક પોતે જ એને આસ્વાદે.* * શ્રી મોહનલાલ મહેતા સોપાનના પુસ્તક “દીપમંગલની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy