SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ - પરિશીલન કે કાકાસાહેબ હિન્દી અને ગુજરાતી સાહિત્યને તેમ જ તે ભાષાઓને કેટલું તેજ અર્પ રહ્યા છે. ભાષા અને સાહિત્યની સમૃદ્ધિનો એક અર્થ એ છે કે તેનું કલેવર એટલું બધું વિશાળ તેમજ ઉન્નત કરવું કે જેથી તેમાં અણખેડાયેલા વિચારો ખેડાવા લાગે, અર્ધાપર્ધા ખેડાયેલા વિચારો વધારે સારી રીતે ખેડાય અને એકંદર વિષયોની વિવિધતા અને વિચારની સૂક્ષ્મતાનું ધોરણ ઊંચે આવે. કાકાસાહેબે ગુજરાતી, હિન્દી અને મરાઠી એ ત્રણે ભાષાની અને સાહિત્યની સમૃદ્ધિ આ દૃષ્ટિએ પણ વધારી છે. કાકાસાહેબે આ રીતે પણ સંકુચિત ભાષાવાદ અને પ્રાંતીયવાદને પોતાના વર્તન-વ્યવહારથી જ ફટકો માર્યો છે. તેમને હરકોઈ પોતાના પ્રાંતીય તરીકે જ ઓળખે છે. આ કાંઈ નાનીસૂની સિદ્ધિ નથી. . ગોટલી કેટલી નાની અને તેમાંથી ઊગતું, ફાલતું-ફૂલતું આંબાનું ઝાડ કેટલું મોટું ! આ બે વચ્ચેનું અંતર જોનાર જો સ્થૂળદૃષ્ટિ હોય તો એ કેવી રીતે સમજી શકે કે ગોટલીમાં જ એવડો મોટો અને વિશાળ આંબો છુપાયેલો હતો? પણ સ્થૂળદષ્ટિને માટે જે વસ્તુ દુર્ગમ તે જ સૂક્ષ્મદષ્ટિને માટે સુગમ હોય છે. ગોટલી યોગ્ય ભૂમિમાં કોહી, હવા-પાણીપ્રકાશનું બળ પામી, ફણગો કાઢે છે. તેમાંથી મોટું થડ અને શાખા, પ્રશાખા, પ્રતિશાખા, પત્ર, મંજરીનો મોટો ફાલ વિસ્તરે છે. એ જ ફાલમાંથી રસના-તર્પક અને નેત્ર-મોહક મધુર આપ્રફળ પાકે છે. - આ રોજની દશ્યમાન ભૌતિક અને વાનસ્પતિક પ્રક્રિયા કે સૃષ્ટિ છે, જેને સમજતાં અને સમજાવતાં બહુ મહેનત નથી પડતી, પણ આ જ દાખલાને અનુસરતી માનસિક તેમ જ આધ્યાત્મિક પ્રક્રિયા કે સૃષ્ટિને સમજવા–સમજાવવાનું કામ એટલું સહેલું નથી. તેમ છતાં વિશ્વમાં કેટલીક વિભૂતિઓ એવી મળી આવે છે કે જેનાં ઉદાહરણોથી આવી સૂક્ષ્મ પ્રક્રિયા પણ કાંઈક સહેલાઈથી સમજી શકાય. મને લાગે છે, કાકા આવી એક વિભૂતિ છે અને એ વિભૂતિ-તત્ત્વનું દર્શન તેમનાં બીજાં સેંકડો લખાણોમાં થાય છે તે કરતાં કાંઈક જુદી રીતે અને કાંઈક અકસ્ય રીતે પ્રસ્તુત લખાણોમાં થાય છે. છેક શૈશવકાળમાં બનેલી નાનીમોટી ઘટનાઓ કોને યાદ રહે છે ? પણ આપણે પ્રસ્તુત ધર્માનુભવનાં લખાણોમાં જોઈએ છીએ કે કાકાના શિશુમાનસ ઉપર તે વખતની ઘટનાઓની છાપ એવી સચોટપણે ઊઠી છે કે તે છાપ ઉપર આગલાં વર્ષોમાં અને વિકસતી બુદ્ધિ તેમ જ પ્રજ્ઞાના કાળમાં તેઓ બહુ મુક્તપણે વિચાર કરી શક્યા છે. છેક શૈશવકાળ કે જ્યારે તેઓ નિશાળે પણ બેઠા ન હતા ત્યારે પૂરું બોલતાં પણ ભાગ્યે જ જાણતા ત્યારે તેમણે જે જે જોયું, સાંભળ્યું અને તત્કાલીન શક્તિ પ્રમાણે જે કાલાઘેલા તર્કો અને પ્રશ્નો કર્યા અધૂરાં કે સાચાંખોટાં જે અનુમાનો તારવ્યાં તે બધાંની છાપો તેમના સ્મૃતિભંડારમાં સંઘરાતી ગઈ અને ઉત્તરોત્તર તે જ છાપો ઉપર તેઓ પોતે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy