SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ - પરિશીલન આવી. તે સુવર્ણપ્રતિમા જોઈ પોતાના શેઠની દીકરી ત્યાં આવી હોય એવો એને ભાસ થયો અને મોટેથી હાથ ઊંચો કરી બોલી, “અલી એ ! એકલી અહીં આવી બેસતાં તને શરમ નથી આવતી ?”’ એ બ્રાહ્મણો બોલ્યા, “આવી જાતની સુંદર સ્ત્રી પણ કોઈ છે?’ દાસી – “તમારી આ પ્રતિમા જડ છે, પણ અમારી ભદ્રા સૌન્દર્યની જીવંત મૂર્તિ છે. આ પ્રતિમા સાથે એની તુલના કેમ કરી શકાય ?' એ બ્રાહ્મણો કૌશિક બ્રાહ્મણને ઘેર ગયા અને અમે કાશ્યપના બાપ તરફથી એના છોકરા માટે કન્યા શોધવા નીકળ્યા છીએ. અમારી ખાતરી છે કે આપની છોકરી કાશ્યપને પસંદ પડશે” વગેરે સર્વ કહ્યું. કાશ્યપનો બાપ કપિલ બ્રાહ્મણ ઘણો પ્રસિદ્ધ હતો, તેથી આવા કુટુંબમાં પોતાની છોકરી જાય એ કૌશિકને ગમતી વાત હતી. બ્રાહ્મણોનું કહેવું એને પસંદ પડ્યું અને એ પ્રમાણે પરસ્પર કુટુંબોમાં પત્રવ્યવહારથી વિવાહ નક્કી થયો. કાશ્યપની ઉંમર વીસ વર્ષની અને ભદ્રાની સોળ વર્ષની હતી. વિવાહ નક્કી થયાની વાત જાણવામાં આવી કે તરત જ એ બંનેએ એવા આશયના કાગળ લખી મોકલ્યા કે સંસારમાં રહેવાની મારી ઇચ્છા નથી, તેથી લગ્નપાશમાં બદ્ધ થવાથી નકામો ત્રાસ માત્ર થશે. આ બંને કાગળ ભદ્રા તથા કાશ્યપના વાલીઓના હાથમાં આવ્યા અને એમણે એ વાંચીને બારોબર ફાડી નાખ્યા. “કાચી ઉંમરનાં છે; ફાવે તે સારોન૨સો વિચાર મનમાં લઈ બેસે છે.’’ એમ એમને લાગ્યું હોય એમાં નવાઈ નથી. એ રીતે મહાકાશ્યપ અને ભદ્રાને ઇચ્છા ન હોવા છતાં લગ્નપાશમાં બદ્ધ કરવામાં આવ્યાં. એ વખતના રિવાજ પ્રમાણે રાત્રે બંનેને એક જ શયનગૃહમાં અને એક જ પલંગ પર સૂવું પડતું, પરંતુ બંનેની વચમાં બે ફૂલના હાર મૂકી ભદ્રા કાશ્યપને કહેતી, જેના પુષ્પનો હાર કરમાઈ જાય તેના મનમાં કામવિકાર ઉત્પન્ન થયો એમ સમજવું.’’ જ્યાં સુધી મહાકાશ્યપના પિતા જીવતા હતા ત્યાં સુધી એ કે ભદ્રા ઘર છોડી શકે તેમ ન હતું, પણ તે ઘરમાં રહેવાથી એમના અખંડ બ્રહ્મચર્યમાં અને ઉદાત્ત પ્રેમમાં કદી પણ ખલેલ પડી નહિ. જ્યારે મહાકાશ્યપનાં માબાપ મરણ પામ્યાં ત્યારે તેણે ભદ્રાને કહ્યું, “તેં પોતાને ઘેરથી આણેલું દ્રવ્ય તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી તારું છે.” — ભદ્રા પણ આપ ક્યાં જાઓ છો ? કાશ્યપ હું હવે પ્રવ્રજ્યા લેવાનો છું. ભદ્રા આપનો આ વિચાર મને પણ પસંદ છે. હું પણ આપની પાછળ આવું - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy