________________
૨૪ • પરિશીલન હોય છે ત્યાં અનેકની ભિન્ન ભિન્ન શક્તિઓનું સહિયારું સમસ્ત વિદ્યાપ્રવૃત્તિને ઉપકારક નીવડે છે. એટલે આ પ્રશ્ન કેવળ મહાવિદ્યાલયમાં જઈને ઉચ્ચ શિક્ષણ લેનારોઓનો ખ્યાલ કરીને નહિ, પણ આખી પ્રજાના લાભનો વિચાર કરીને ઉકેલવો જોઈએ.
ગુજરાતી ભાષાનું થવાનું હોય છે થાય, એવો નિર્દય મત આ. માંકડ ધરાવતા નથી. એવો મત ધરાવનારા પણ હોઈ શકે અને વસ્તુસ્થિતિને જોયાજાણ્યા વિના અમુક ઈષ્ટ પરિસ્થિતિ કલ્પીને જ વિચારનારા આ પ્રકારના લોકોને સમજાવવું પણ મુશ્કેલ. સુભાગ્યે આ. માંકડ એ કોટિના નથી. એમના લેખ પરથી હું સમજ્યો છું કે ગુજરાતી ભાષાનો વિકાસ એમને ઈષ્ટ છે. એટલે તો પછી શું કરવાથી એ વિકાસ સધાય એનો જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. વિચિત્ર વાત એ છે કે પોતાના લેખમાં એમણે બોધભાષા થવાને પાત્ર દેશવ્યાપી ભાષા, જે સાહિત્યભાષા અને સંસ્કારભાષા બને એવો એમનો આગ્રહ છે, એને વિકસાવવાનો અને સ્વભાષા વિકસાવવાનો ઉપાય જુદો જુદો સૂચવ્યો છે. રાષ્ટ્રભાષા પરત્વે તેઓ કહે છે, “સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જો એ ભાષા વપરાય તો એના ઘડતરને ઘણો જ વેગ મળે.” અને સ્વભાષા પરત્વે તેઓ કહે છે, “આપણે માધ્યમ ગમે તે રાખીએ, પણ પરિભાષા તો સમસ્ત દેશવ્યાપી એક જ હોવી જોઈએ....એટલે પારિભાષિક શબ્દોની સમૃદ્ધિ ગુજરાતીને, ગમે તે માધ્યમ હશે તોપણ... પૂરતા પ્રમાણમાં મળી રહેશે એમાં શંકા નથી. આમ બિનગુજરાતી માધ્યમ ઉચ્ચ શિક્ષણ માટે રાખવાથી, ગુજરાતી ભાષાના વિકાસને ફટકો લાગશે એમ અમને જરાય લાગતું નથી.”
હવે પરિભાષા સમસ્ત દેશવ્યાપી એક હોય એવો તો અમારો પણ આગ્રહ છે અને જો એમ જ હોય અથવા થાય તો તો પછી ઉપર જે ચર્ચા કરી છે તે કારણે આ. માંકડે સૂચવેલા વિકાસના બે માર્ગો પૈકી પહેલા માર્ગનો લાભ સ્વભાષાને મળવો જોઈએ, અર્થાત્ સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં એને માધ્યમ તરીકે પ્રયોજીને એના ઘડતરને વેગ મળે તેમ કરવું જોઈએ, જેથી ઉચ્ચ શિક્ષણ સહેલાઈથી જનતાના થરથરમાં પચવા માંડે અને પરિભાષા એક થવાથી, વળી શાળા-મહાવિદ્યાલયમાં ભણનાર વિદ્યાર્થીને ફરજિયાત બીજી ભાષા તરીકે રાષ્ટ્રભાષાનું શિક્ષણ ઠેઠ સુધી મળતું રહેવાનું તેથી સાંસ્કૃતિક સંપર્કમાં જરાય વિઘ્ન નહિ આવે અને પ્રાન્તીય વિશેષતા દ્વારા રાષ્ટ્રભાષાની સમૃદ્ધિ પણ વધશે. વિદ્યાર્થીના મનોવિકાસને અને પ્રજાના ભાષાવિકાસને નિષ્કારણ હાનિ પહોંચાડ્યા વિના જો પ્રશ્નનો ઉકેલ આણવો હોય તો આ રીતે જ આણી શકાશે.
૨. મેં લખ્યું છે કે સંસ્કૃત બોધભાષા પ્રાચીન કાળમાં નહોતી અને અત્યારે પણ નથી. તેની વિરુદ્ધ આ. માંકડે મુખ્યપણે એમ કહ્યું છે કે પ્રવેશપત્ર, પ્રશ્નપત્ર અને ઉચ્ચ વિષયોના જવાબો સંસ્કૃતમાં જ અત્યારે પણ લખાય છે, તો સંસ્કૃત બોધભાષા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org