________________
દંપતીજીવનના દસ્તાવેજી પત્રો - ૨૩૩ પછી અંતર શું અકારણ જ ઊભું થયું ? ના, કાર્ય વિના કારણ કેમ થાય ? શ્રી ઇન્દુભાઈ પોતે જ એકરાર કરે છે કે તેમને નવા જમાનાની ચબરાક નારીના સ્વપ્ને કામણ કર્યું હતું. આવા કોઈ ભાવે જ તેમના સહૃદ હૃદયને અય બનાવ્યું, પણ પેલી કુમુદ તો આવા જીવલેણ સંકટ વખતે પણ સ્નિગ્ધ, સુહૃદ અને સદય રહી. એણે પોતાના બંને પત્રોમાં જે ઉદાત્ત અને ઉદાર વૃત્તિ રજૂ કરી છે તેમાં મને પોતાને તો સીતા અને દ્રૌપદીનાં હૃદયનું અજબ મિશ્રણ લાગે છે. તે ઇન્દુભાઈને વીનવે છે, પગે પડે છે, પણ વળી સ્વમાનથી પ્રેરાઈ ઉચ્ચ ભાવનાવશ કોઈ સ્થૂળ દયાની માગણી નથી કરતી. જ્યારે તે લખે છે --
‘તમારી રૂઢિ પ્રમાણે પરણેલી પત્ની તમારી જ છે. કોઈ કાળે, જીવ જતાં, આત્મા ઊડી જતાં બીજાની થવાની નથી જ. ભલે તમે ના ચાહો, ભલે તમે અમારા સ્નેહને તિરસ્કારો, પણ અમારો ધર્મ છે કે તમને ચાહવું. અને તે ખાલી નહિ, આત્માના તાર સંધાય તેવી જ રીતે.’ પહેલો પત્ર)
સંસારના જીવનમાં મેંય બ્રહ્મના ભણકાર સૂણવા પ્રયત્ન કર્યો છે, મારુંયે જ્યાની યોગ-સાધનામાં જીવન જાય. નિર્દય બની હૃદયને કચરું છું. હૃદયમાં ભીનાશ, કોમળતા પ્રભુએ કાં પ્રેરી હશે ? અસ્થિમય એને ન બનાવ્યું ?” (બીજો પત્ર) - ત્યારે તેનું માનસ કેવા ઉચ્ચ આદર્શમાં વિચરતું હશે અને ઇન્દુભાઈને ઝંખતું હશે એની કલ્પના જ કરવી રહે છે.
શરૂઆતમાં કુમુદ શું ભણી હશે, કેવું ભણી હશે, કેવી તૈયારી હશે, વગેરે વિશે મારા જેવો કશું નથી જાણતો, પણ એના બે પત્રો એટલું તો કહી જાય છે કે તેનામાં જેમ સૌકુમાર્ય અને આર્યનારીત્વ અલૌકિક હતું તેમ એનામાં સમજણ, વિવેક, સેવાની ભાવના અને પુરુષાર્થ પણ અદ્ભુત હતાં. જો એ માત્ર સીતા હોત તો મૌનપૂર્વક પૃથ્વીમાં વિલય પામત, પણ એનામાં દ્રૌપદીનું ખમીર પણ હતું. તેથી જ તેણે ખાનદાન કુટુંબના સ્ત્રીસહજ લજ્જાશીલ હૃદયની મર્યાદાઓનું અતિક્રમણ કરી કઠોર પ્રતીત થયેલા પતિને ઉદ્દેશી ક્યારેક વિશ્વની રાજસભામાં સંભળાય એવાં પ્રેમાળ છતાં માર્મિક વેણો દ્રૌપદીની પેઠે ઉચ્ચાર્યાં છે. ખરી રીતે કુમુદના એ આર્ય-ઉદ્ગારો જ્યારે મોડે મોડે પણ શ્રી ઇન્દુભાઈને સંભળાયા ત્યારે તેમનું સંવેદનશીલ હૃદય હચમચી ઊઠ્યું અને એ હૃદય કઠોર મટી કોમળ બન્યું. કોમળતાના એ જ વહેણે તેમની પાસે લગ્નજીવનની વેદના'નું આત્મલક્ષી પ્રકરણ લખાવ્યું. રામે સીતા માટે વલોપાત કર્યો હતો એ તો આપણે પરોક્ષ રીતે વાલ્મીકિની વાણીમાં સાંભળીએ છીએ, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકનો આ વિલાપ આપણા માટે પ્રત્યક્ષ છે; પણ આ આખી કરુણ ઘટનામાં મને જે એક સળંગસૂત્ર સત્ય દેખાય છે તે છે કુમુદની વિવેકી આર્યભાવના. ભલે એ એ જ ભાવનામાં મૂરઝાઈ અને સુકાઈ ગઈ, પણ તે એક સ્મરણીય આદર્શ મૂકતી ગઈ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org