SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અનધિકાર ચેઝ • ૧૩૭ એવી રીતે ઉઠાવ પામતું નથી, અને કોઈ તત્ત્વ ખટકે એવું હોય તો તે તેમાંથી દૂર થવા પામતું પણ નથી. કેટલીક જૈન કથાઓની બાબતમાં કાંઈક આવું જ બન્યું હોય તેમ મને લાગે છે. જૈન સાહિત્યમાં કેટલીક કથાઓ એવી આકર્ષક અને માનવતાના ઉત્કર્ષની દૃષ્ટિએ ઉપયોગી તત્ત્વ ધરાવતી છે કે જો તે સુયોગ્ય લેખકની કળાના નવનવ સંસ્કાર પામતી રહે તો, કયારેય પણ વાસી ન થાય અને સદાય પ્રજાને દીપિકાની ગરજ સારતી રહે. કુશળ લેખક પોતાના અનુભવનાં નાનાવિધ પાસાંઓને પૌરાણિક, ઐતિહાસિક કે કલ્પિતઅકલ્પિત મિશ્ર પાત્રોના આલેખન દ્વારા એવી ઉઠાવદાર કળાથી તેમ જ રસસંભૂત છટાથી રજૂ કરે છે કે જેથી વાંચનાર-સાંભળનાર વર્ગની જિજ્ઞાસા કુંઠિત થવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલે અને જેના રસાસ્વાદ દ્વારા વાચક કે શ્રોતાને ન થાય શ્રમનો અનુભવ કે ન રહે સમય વીત્યાનું ભાન ! વાર્તા-સામાન્યનું મારી દૃષ્ટિએ આ લક્ષણ છે, જે નાની કે મોટી બધી નવલ કે નવલિકાઓને આવરે છે. હું પોતે તો એ લક્ષણમાં એટલું પણ ગર્ભિત રીતે સમાયેલું માની જ લઉં છું કે લેખકની કળા વાચક અને શ્રોતામાં વિવેક તેમ જ સાહસ પ્રગટાવે તેવી જ હોય. એવી કળા વિનાનાં લખાણો છેવટે વાચક કે શ્રોતાને ઊર્ધ્વગામી ન બનાવતાં નીચે જ પાડે છે – એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. ગુજરાતી ભાષામાં નવલ-નવલિકાઓનું સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં રચાયું છે, અને હજી રચાયે જાય છે. એણે વાચકોનો ચાહ પણ ઠીક ઠીક મેળવ્યો છે. કેવળ પ્રાચીન સાહિત્યનાં પાત્રોનાં આલંબનવાળું જે નવલ-નવલિકા સાહિત્ય અત્યાર લગીમાં પ્રસિદ્ધ થયું છે, તેમાં જૈન કથા-સાહિત્યને આધારે નવલ-નવલિકાઓનું રુચિર સર્જન કર્યું હોય તે તમારી જાણ મુજબ એકમાત્ર “સુશીલે કર્યું છે, અને તેમની તે કૃતિ તે અર્પણ નામક નવલિકાઓનો સંગ્રહ. ત્યારબાદ જૈન કથા-સાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની, નાનીમોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષે એવા સંસ્કારોવાળું કથાસંવિધાન કરનાર, હું જાણું છું, ત્યાં સુધી, “જ્યભિખ્ખું' એ એક જ છે. જયભિખુ ભણતરની ચાલ ડાકોરી છાપ પ્રમાણે તો નથી ભયા એમ જ એક રીતે કહી શકાય. નથી એમણે સ્કૂલનું ભણતર પૂરું કર્યું કે નથી કૉલેજમાં પગ મૂક્યો. શાસ્ત્રોની કે સંસ્કૃત-પ્રાકૃતની જૂની પંડિતાઈના અખાડામાં પણ તેમણે બહુ કુસ્તી કરી નથી અને છતાંય તેમણે વિવિધ પ્રકારનું જેટલા પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય રચ્યું છે, તે જોતાં તેમની શક્તિ અને સાધના પ્રત્યે ગુણાનુરાગમૂલક સમ્માનવૃત્તિ કોઈને પણ થયા વિના ન રહે, એમ હું સ્વાનુભવથી માનું છું. તેમનાં લખાણોની યાદી તો બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy