SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ખરો કેળવણીકાર • ૧૨૩ છે, અને બહુ તો બીજાનું જોઈ જોઈ કેટલોક ઉપરનો ફેરફાર કરે છે. એવા કેળવણીકારોમાં ધરમૂળથી ફેરફાર કરવાની સૂઝ ભાગ્યે જ હોય છે અને કાંઈક હોય તોય તેઓ એક કે બીજે કારણે કેળવણીના ખોખામાં, એની પદ્ધતિમાં અને એના સ્વરૂપમાં મૌલિક ફેરફાર કરવાની હિંમત ભાગ્યે જ દાખવી શકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે મોટા મનાતા કેટલાય કેળવણીકારો ચાલુ પદ્ધતિની ટીકા પોતે જ કરતા. હોય છે અને કેળવણીખાતાના કેટલાય અગ્રણીઓ ચાલુ પદ્ધતિની ત્રુટિઓ વર્ણવે છે, છતાં તેમાંનો કોઈ નવો માર્ગ શોધતો કે સ્થાપતો નથી. અને એ જ આડંબરી, ખર્ચાળ, તોતિંગ તંત્રોની ગુલામી ચાલુ રહે છે ! સાચા કેળવણીકારનું કાઠું જુદું જ હોય છે. તેને જ્યારે અને જે ક્ષણે પોતાના તંત્રમાં ખામી અને એબ દેખાય ત્યારે અને તે જ ક્ષણે એ અકળાઈ ઊઠે છે અને તેમાંથી કોઈક ને કોઈક નવો માર્ગ શોધ્યા વિના એ જંપતો જ નથી. એવો કેળવણીકાર કોઈ એક જ ચીલાનો કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે અને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટ્ટાર ઊભવાની પ્રેરણા આપ્યા જ કરે છે. આવો જે કોઈ કેળવણીકાર હોય તેને સાચા કેળવણીકાર તરીકે ઓળખીએ એ આવશ્યક છે. અને એ જે નવા ચીલાઓ પાડે તે લાંબા વખત લગી બહુ ઉપયોગી પણ રહે છે. આ સ્થળે વયોવૃદ્ધ અને વિદ્યાવૃદ્ધ પ્રા. બ. ક. ઠા.ના પંચોતેરમે' નામના વ્યાખ્યાનસંગ્રહમાંથી થોડીક અતિમહત્ત્વની પંક્તિઓ ઉતારું છું, જે મારા વક્તવ્યનું સ્પષ્ટ ભાષ્ય બની રહે છે. પેઢી ઉપર પેઢી, ન જાને કેટકેટલી, જૂની ઘરેડોને વળગી રહેવામાં શ્રેયસ્સર્વસ્વ માને-મનાવે છે, જન્મે છે, નવી પેઢીને ઉછેરે છે, નથી ઉછેરતી ને પોતે મરી જાય છે, જન્મે છે ને મરે છે, પરંતુ એમાં કોઈ કોઈ બુદ્ધિપ્રધાન જીવ પોતાની બંડખોર વિચારણામાં શ્રદ્ધાએ કૂદી પરંપરાપૂત ઘરેડમાંથી નીકળી જાય છે, અવર્ણનીય દુઃખો અને કો વેઠતો વેઠતો પણ નવી કેડી પાડે છે, અને તેની પાછળ આવતા જનોને પગલે પગલે એવી નવી કેડીની પણ પરંપરા બંધાય છે, અને મોટી ઘરેડ બની રહે છે. બુદ્ધિપ્રધાન બંડખોરો આવી અવનવી ઘરેડો ઉપજાવતા જાય છે. તેનું નામ જ માનવી કારવાનનો પ્રગતિપંથ. જો ઉપરની વિચારસરણીમાં તથ્થાંશ હોય તો ખરા કેળવણીકારની કોટિમાં કોને કોને મૂકવા, વળી એ ગણતરીમાં નાનાભાઈનું કાંઈ સ્થાન ખરું કે નહિ તેનો નિર્ણય કેળવણીકારો અને સ્વતંત્ર વિચારકો પોતે જ કરે. ઘડતર અને ચણતરના મથાળાથી ક્રમે ક્રમે પ્રસિદ્ધ થતી લેખમાળા જોકે તે જ વખતે મેં રસપૂર્વક સાંભળેલી, પણ આ વખતના જ તેના સળંગ શ્રવણે અને તે ઉપર વિચાર કરવાની મળેલી તકે મને અનેક રીતે ઊંડાણથી વિચાર કરતો કરી મૂક્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy