Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
Catalog link: https://jainqq.org/explore/022118/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ महामहोपाध्यायश्रीमद्यशोविजयजीविरचित वात्रिंशद्वात्रिंशिकाप्रकरणम् । भाग-४ (२४ थी ३२ बत्रीशी) : परिशीलन : पू.आ.भ.श्री.वि. चन्द्रगुप्तसू.म. -: प्रकाशक: श्री अनेकान्त प्रकाशन जैन रीलिजीयस ट्रस्ट आर्थिक सहकार: श्री साळवीना आदीश्वर भगवान जैन देरासर ट्रस्ट छापरीया शेरी, महीधरपुरा, सुरत-३. Page #2 -------------------------------------------------------------------------- ________________ न्यायविशारद महामहोपाध्यायश्रीमद्यशोविजयजीविरचित द्वात्रिंशद्वार्निशिकाप्रकरणम् चतुर्थ भाग [२४ थी ३२ बत्रीशी] }¢ પરિશીલન ક પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ.મ.સા.ના પટ્ટીલંકાર પૂ. પરમશાસનપ્રભાવક આ.ભ.શ્રી વિ. મુક્તિચન્દ્ર સુ.મ.સા.ના શિષ્ય પૂ. પરમસમતાનિષ્ઠ આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા.ના શિષ્ય પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.સા. # પ્રકાશન શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલિજીયસ ટ્રસ્ટ * આર્થિક સહકાર , શ્રી સાળવીના આદીશ્વર ભગવાન જૈન દેરાસર ટ્રસ્ટ છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩. Page #3 -------------------------------------------------------------------------- ________________ द्वात्रिंशद्द्द्वात्रिंशिकाप्रकरणम् - चतुर्थ भाग ♦ આવૃત્તિ : પ્રથમ * નકલ : ૫૦૦ ♦ મૂલ્ય : રૂા. ૮૦૦/- (સેટના : ભાગ-૧ થી ૪) • પ્રાપ્તિ સ્થાન : * મુદ્રક : મુકુંદભાઇ આર. શાહ ૫, નવરત્ન ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, • જતીનભાઇ હેમચંદ શાહ pene ‘કોમલ’ છાપરીયાશેરી, મહીધરપુરા, સુરત-૩૯૫ ૦૦૩. · • પ્રમોદભાઇ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રો રોડ, મલાડ (ઇસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૯૭. • વિજયકરભાઇ કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. સૂર્યકાંતભાઇ ચતુરલાલ શાહ C/o. પંકજ એજન્સીઝ : ૨૨, સાઇવિહાર, ‘ગુરુદેવ’ હોટલની ઉપર, મુ.પો. કલ્યાણ (જિ. ઠાણે) ૪૨૧ ૪૦૧. • સૂચના : આ પુસ્તક જ્ઞાનખાતાની રકમના ઉપયોગથી છપાયેલું હોવાથી તેની સંપૂર્ણ કિંમત અથવા યોગ્ય નકરો જ્ઞાનખાતામાં આપીને આ પુસ્તકનો ઉપયોગ કરવા શ્રાવકોને ભલામણ છે. Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-1. PH. (079) (O) 22172271 (R) 29297929 (M) 98253 47620 Page #4 -------------------------------------------------------------------------- ________________ | પરિશીલનની પૂર્વે આ પૂર્વેની બત્રીશીમાં અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે એ જણાવ્યું છે. કુતકનિવૃત્તિથી સ્થિરાદિ છેલ્લી ચાર દષ્ટિઓની પ્રાપ્તિ થાય છે. એ ચાર સદ્દષ્ટિઓનું અહીં વર્ણન કર્યું છે. “યોગદષ્ટિ સમુચ્ચય'ના આધારે ખૂબ જ સંક્ષેપથી વર્ણવેલું એ સ્વરૂપ ખૂબ જ ધ્યાનથી સમજી લેવું જોઇએ. - સૂક્ષ્મ બોધને લઈને વેદસંવેદ્યપદની પ્રાપ્તિના કારણે સદ્દષ્ટિઓની પ્રાપ્તિ થાય છે. પહેલા સાત શ્લોકોથી સ્થિરાદષ્ટિનું વર્ણન કરાયું છે. રત્નપ્રભાજેવો અહીં બોધ હોય છે. પ્રત્યાહારસ્વરૂપ યોગનું અંગ હોય છે. ભ્રમાત્મક દોષનો અભાવ હોય છે અને સૂક્ષ્મબોધ સ્વરૂપ ગુણની અહીં પ્રાપ્તિ થતી હોય છે. અન્યદર્શનાનુસાર ઇન્દ્રિયોના પ્રત્યાહારનું વર્ણન અહીં વિસ્તારથી કરાયું છે. વિષયોના વિકારથી રહિત એવી ઇન્દ્રિયોની અવસ્થાવિશેષ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે. સમગ્ર ભવચેષ્ટા અહીં લજ્જા માટે થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્મતત્ત્વને છોડીને અન્ય સઘળું ય ઉપપ્લવ સ્વરૂપ જણાય છે. સર્પની ફણાના વિસ્તાર જેવો ઇન્દ્રિય અને પદાર્થ (વિષય) જન્ય સુખનો સંબંધ જણાય છે. તેથી આત્મધર્મથી ભિન્ન એવા પુણ્ય અને પાપના ફળમાં કોઈ ફરક જ જણાતો નથી. આ એક અદ્ભુત સિદ્ધિ અહીં પ્રાપ્ત થાય છે. ધર્મથી પણ પ્રાપ્ત થયેલા પાંચ ઇન્દ્રિયના વિષયોનો ભોગ ચંદનના કાષ્ઠથી ઉત્પન્ન થયેલા અગ્નિની જેમ અનર્થભૂત લાગે છે... ઇત્યાદિનું ખૂબ જ સ્પષ્ટ વર્ણન છે. શ્લોક નં. આઠથી સોળ સુધીના શ્લોકો દ્વારા કાંતાદૃષ્ટિનું વર્ણન અહીં કરાયું છે. તારાની આભા જેવો અહીં બોધ હોય છે. યોગા ધારણાની અહીં પ્રાપ્તિ થાય છે. અન્યમુદ્ નામનો દોષ આ દૃષ્ટિમાં હોતો નથી અને મીમાંસા નામના ગુણનો અહીં આવિર્ભાવ થાય છે. શરીરના કોઈ એક દેશાદિને વિશે જે ચિત્તની એકાગ્રતા છે, તેને ધારણા કહેવાય છે. ચિત્તની સ્થિરતાનો ‘અહીં પ્રકર્ષ હોવાથી ધ્યેયાતિરિક્ત વિષયનો અહીં પ્રતિભાસ જ ન હોવાના કારણે અન્યમુદ્ર નામનો દોષ નથી રહેતો. વિશિષ્ટ કોટિનો બોધ હોવાથી શ્રતધર્મમાં જ મન લીન હોય છે. વિષયોપભોગની પ્રવૃત્તિ તેથી ભવનું કારણ બનતી નથી. ભોગોને અતાત્ત્વિક માનતા હોવાથી મોક્ષમાર્ગની સાધનામાં કોઈ અંતરાય નડતો નથી. આથી જ બળવાળી ધર્મશક્તિને ભોગશક્તિ હણતી નથી... ઇત્યાદિ વિષયનું વર્ણન અહીં સરસ છે. અંતે સદસની વિચારણા સ્વરૂપ મીમાંસા હોવાથી કાંતાદૃષ્ટિમાં અસમંજસ એવી પ્રવૃત્તિ હોતી નથી - એ જણાવીને આ દૃષ્ટિની એક અદ્ભુત સિદ્ધિ દર્શાવી છે. અજ્ઞાનના કારણે થનારી અસમંજસ પ્રવૃત્તિના નાશ માટે જ્ઞાન વિના બીજો કોઈ જ ઉપાય નથી. સદ્દષ્ટિ બત્રીશીઃ એક પરિશીલન Page #5 -------------------------------------------------------------------------- ________________ યોગાંગ ધ્યાનના સારવાળી અને ગુ નામના દોષથી રહિત એવી સાતમી પ્રભાષ્ટિનું વર્ણન સત્તરમા શ્લોકથી પચ્ચીસમા શ્લોક સુધીના નવ શ્લોકોથી કરાયું છે. મુખ્યપણે સ–વૃત્તિપદ સ્વરૂપ અસલાનુષ્ઠાનનો અહીં અચિન્હે પ્રભાવ છે. આ અસલાનુષ્ઠાનને પ્રશાંતવાહિતા વિભાગપરિક્ષય... ઇત્યાદિ સ્વરૂપે અન્યદાર્શનિકો જે રીતે સ્વીકારે છે તેનું વર્ણન પણ અહીં કર્યું છે, જે ખૂબ જ સ્વસ્થચિત્તે વિચારવા જેવું છે. છેલ્લા સાત શ્લોકોથી પરા નામની આઠમી દૃષ્ટિનું નિરૂપણ છે, આસદોષથી રહિત અને સમાધિપૂર્ણ આ દૃષ્ટિની વિશેષતા નિરાચારપદને લઇને છે. ઇત્યાદિ વિષયોનું નિરૂપણ પરિશીલનીય છે. અંતે આ બત્રીશીનું પરિશીલન કરી આપણે સૌ પરમાનંદમંદિરે પ્રયાણ કરવા સમર્થ બનીએ એ જ એકની એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ મલાડ - રત્નપુરી કા.વ. ૫ : ગુરુવાર સદ્દષ્ટિ બત્રીશી Page #6 -------------------------------------------------------------------------- ________________ [अथ सदृष्टिद्वात्रिंशिका प्रारभ्यते । अनन्तरमवेद्यसंवेद्यपदजयात् कुतर्कनिवृत्तिर्भवति, सैव च विधेयेत्युक्तम्, अथ तत्फलीभूताः सदृष्टीविवेचयन्नाह આ પૂર્વે અવેદ્યસંવેદ્યપદને જીતવાથી કુતર્કગ્રહની નિવૃત્તિ થાય છે - એ જણાવ્યું અને તેથી કુતર્કગ્રહની નિવૃત્તિ જ કરવી જોઈએ એમ જણાવ્યું. હવે તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થનારી સદ્દષ્ટિઓનું વર્ણન કરાય છે– प्रत्याहारः स्थिरायां स्याद्, दर्शनं नित्यमभ्रमम् । तथा निरतिचारायां, सूक्ष्मबोधसमन्वितम् ॥२४-१॥ प्रत्याहार इति-स्थिरायां दृष्टौ प्रत्याहारः स्याद् वक्ष्यमाणलक्षणः । तथा निरतिचारायां दर्शनं नित्यमप्रतिपाति, सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुत्कोपाद्यनवबोधकल्पमपि भवति, तथातिचारभावाद्, रलप्रभायामिव धूल्यादेरुपद्रवः । अभ्रमं भ्रमरहितं । तथा सूक्ष्मबोधेन समन्वितम् ।।२४-१।। સ્થિરાદૃષ્ટિમાં પ્રત્યાહાર પ્રાપ્ત થાય છે. નિરતિચાર સ્થિરાદષ્ટિમાં અપ્રતિપાતી દર્શન હોય છે અને તે ભ્રમથી રહિત તેમ જ સૂક્ષ્મ બોધથી યુક્ત હોય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પાંચમી સ્થિરાદષ્ટિમાં યોગનાં આઠ અંગમાંના પાંચમા પ્રત્યાહાર નામના અંગની પ્રાપ્તિ થાય છે, જેનું સ્વરૂપ હવે પછીના શ્લોકથી જણાવાય છે. નિરતિચાર આ સ્થિરાદષ્ટિમાં દર્શન(બોધ) નિત્ય અર્થાતુ અપ્રતિપાતી હોય છે. સાતિચાર આ દૃષ્ટિમાં તેવા પ્રકારના અતિચારના સદ્ભાવના કારણે એ બોધ અનવબોધ જેવો પણ હોય છે. આંખના પડળના ઉપદ્રવ તકલીફ) જેમના નાશ પામ્યા છે; એવા લોકોનો એ ઉપદ્રવ ફરી પાછો પ્રકોપ પામે તો તે લોકોની નજરમાં જેમ ફરક પડે છે; તેમ અહીં પણ અતિચાર(શંકા, કાંક્ષા, વિતિગિચ્છાદિ)ના કારણે બોધ, અનવબોધ જેવો બને છે. રત્નની પ્રજાને જેમ ધૂળનો ઉપદ્રવ લાગવાથી તે મલિન થાય છે, તેમ અહીં અતિચારના કારણે બોધમાં માલિન્ક આવે છે. આ બોધ-દર્શન ભ્રમ-ભ્રાંતિરહિત હોય છે. કારણ કે ખેદ ઉગ ક્ષેપ વગેરે યોગબાધક દોષોમાંથી ભ્રાંતિ નામનો પાંચમો દોષ આ દૃષ્ટિમાં હોતો નથી અને આ દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થતી હોવાથી સૂક્ષ્મબોધ પણ પ્રાપ્ત થાય છે. તેથી આ દૃષ્ટિમાં સૂક્ષ્મબોધથી યુક્ત દર્શન હોય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું. ર૪-૧૫ આ દૃષ્ટિમાં પ્રાપ્ત એવા પ્રત્યાહારનું નિરૂપણ કરાય છે– विषयासम्प्रयोगेऽन्तःस्वरूपानुकृतिः किल । प्रत्याहारो हृषीकाणामेतदायत्तताफलः ॥२४-२॥ એક પરિશીલન Page #7 -------------------------------------------------------------------------- ________________ विषयेति-विषयाणां चक्षुरादिग्राह्याणां रूपादीनामसम्प्रयोगे तद्ग्रहणाभिमुख्यत्यागेन स्वरूपमात्रावस्थाने सति । अन्तः स्वरूपानुकृतिश्चित्तनिरोधनिरोध्यतासम्पत्तिः किल । हृषीकाणां चक्षुरादीनामिन्द्रियाणां પ્રત્યાહાર: । યત ઉત્ત—“વિષયાસમ્પ્રયોને વિત્ત(સ્વ)સ્વરૂપાનુાર વૅન્દ્રિયાળાં પ્રત્યાહાર:” કૃતિ [૨-૧૪] कीदृशोऽयमित्याह - एतदायत्तताफल इन्द्रियवशीकरणैकफलः । अभ्यस्यमाने हि प्रत्याहारे तथायत्तानीन्द्रियाणि भवन्ति यथा बाह्यविषयाभिमुखतां नीयमानान्यपि न यान्तीति । तदुक्तं - " ततः परमा वश्यतेન્દ્રિયાળમિતિ” [૨-૧૯] ||૨૪-૨|| “વિષયોના અસંપ્રયોગમાં(વિષયોના ગ્રહણમાં તત્પરતાના અભાવમાં) ઇન્દ્રિયોના; ચિત્તસ્વરૂપને ધારણ કરવા સ્વરૂપ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે, જેનું ફળ ઇન્દ્રિયોની સ્વાયત્તતા (સ્વાધીનતા) છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો સામાન્યાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે યોગનાં આઠ યમાદિ અંગોમાં પ્રત્યાહાર પાંચમું અંગ છે. એની પૂર્વેનું ચોથું અંગ પ્રાણાયામ છે. પ્રાણાયામથી યોગીનું ચિત્ત નિરુદ્ધ-સ્થિર બને છે. એવું ચિત્ત વિષયને ગ્રહણ કરતું નથી. તેથી ચિત્તને અનુસરનારી ઇન્દ્રિયો પણ વિષયોનું ગ્રહણ કરતી નથી. ઇન્દ્રિયોનો સ્વભાવ ચિત્તને અનુસરવાનો છે. એને લઇને તે સ્વયં વિષયગ્રહણમાં પ્રવર્ત્તતી નથી. પ્રાણાયામના કારણે ચિત્ત નિરુદ્ધ થવાથી તેનો વિષયની સાથે સંપ્રયોગ થતો નથી. તેથી વિષયોની સાથે ઇન્દ્રિયોનો પણ સંપ્રયોગ થતો નથી. આથી સમજી શકાશે કે; વિષય રૂપ રસ વગેરે ચક્ષુ... વગેરેથી ગ્રાહ્ય હોવા છતાં ચક્ષુરાદિ ઇન્દ્રિયો વિષયગ્રહણમાં જ્યારે અભિમુખતા(તત્પરતા)નો ત્યાગ કરી પોતાના સ્વરૂપમાં જ અવસ્થિત હોય છે; ત્યારે ચિત્તના નિરોધથી નિરુધ્ય(ચિત્ત)ની સંપત્તિ (પ્રાપ્તિ) અર્થાત્ ચિત્તસ્વરૂપજેવી અવસ્થા પ્રાપ્ત થાય છે; તે અવસ્થાવિશેષ જ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે. પાતંજલયોગસૂત્રમાં (૨-૫૪માં) પણ પ્રત્યાહારનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે – “ઇન્દ્રિયોનો પોતપોતાના વિષયમાં અસંપ્રયોગ(સન્નિકર્ષનો અભાવ) હોતે છતે નિરુદ્ધ ચિત્તના જેવી ઇન્દ્રિયોની જે અવસ્થા છે તેને ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કહેવાય છે. આ પ્રત્યાહારથી ઇન્દ્રિયો વશ થાય છે. અર્થાત્ આપણને ઇન્દ્રિયો આધીન બને છે. પ્રત્યાહારના અભ્યાસથી યોગીને એવી રીતે ઇન્દ્રિયો આધીન બને છે કે જેથી બાહ્ય વિષયો તરફ ઇન્દ્રિયોને લઇ જવામાં આવે તોપણ બાહ્યવિષયોને અભિમુખ ઇન્દ્રિયો જતી નથી. પાતંજલયોગસૂત્રમાં (૨-૫૫) એ પ્રમાણે જણાવ્યું છે કે - ઉપર જણાવેલા પ્રત્યાહારથી ઇન્દ્રિયોની પરમવશ્યતા-સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. યોગીજનને ઇન્દ્રિયો સ્વાધીન હોય છે. ગમે તેવા સારા પણ વિષયો હોય તોય યોગીઓની ઇન્દ્રિયો યોગીજનોની ઇચ્છા હોય તો જ વિષયગ્રહણમાં પ્રવર્તતી હોય છે. સ્થિરાદૃષ્ટિની આ એક અદ્ભુત સિદ્ધિ છે. ગ્રંથકાર પરમર્ષિએ સ્થિરાઇષ્ટિની સજ્ઝાયમાં આ પ્રત્યાહારનું વર્ણન કરતી વખતે સદ્દષ્ટિ બત્રીશી ૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ ફરમાવેલ વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે તે છતાં પ્રત્યાહારો રે' આ પંક્તિ નિરંતર સ્મરણીય છે. અત્યંત સંક્ષેપમાં વર્ણવેલું પ્રત્યાહારનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે. [૨૪-રા પ્રત્યાહારથી પ્રાપ્ત થનારા ફળને વર્ણવાય છે– अतो ग्रन्थिविभेदेन, विवेकोपेतचेतसाम् । त्रपायै भवचेष्टा स्याद्, बालक्रीडोपमाखिला ॥२४-३॥ अत इति-अतः प्रत्याहारात् । ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसां भवचेष्टाऽखिला चक्रवर्त्यादिसुखरूपापि बालक्रीडोपमा बालधूलिगृहक्रीडातुल्या, प्रकृत्यसुन्दरत्वास्थिरत्वाभ्यां त्रपायै स्यात् ।।२४-३।। આ પ્રત્યાહારથી ગ્રંથિભેદ થવાના કારણે વિવેક્યુક્ત ચિત્તવાળા આત્માઓ માટે સમગ્ર ભવચેષ્ટા બાળકોની ધૂલીક્રીડાની જેમ લજ્જાનું કારણ બને છે.” – આ પ્રમાણે ત્રીજા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે આ સ્થિરાદષ્ટિમાં ઇન્દ્રિયોનો પ્રત્યાહાર પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી વિષયો તરફ ખેંચાતું મન, આ પૂર્વે પ્રાણાયામથી સ્થિર બને છે; જેથી વિષયગ્રહણમાં પહેલાંની જેમ પ્રવર્તતું નથી. તેથી મનને આધીન બની સારાનરસા વિષયોને ગ્રહણ કરવાદિમાં પ્રવર્તતી ઇન્દ્રિયો પણ હવે આ પ્રત્યાહારના કારણે વિષયાભિમુખ બનતી નથી. આ રીતે સુખ-દુઃખાદિની પ્રત્યેની તીવ્ર રાગ-દ્વેષાદિની પરિણતિ અત્યંત મંદ પડે છે, જે ગ્રંથિ(તીવ્ર રાગાદિનો પરિણામ)ના ભેદનું મુખ્ય કારણ છે. ગ્રંથિભેદ થવાથી યોગીનું ચિત્ત વિવેકી બને છે. અત્યાર સુધી ઇન્દ્રિયોની વિષયગ્રહણની પ્રવૃત્તિ ઉપાદેય જણાતી હતી. પરંતુ હવે હેયોપાદેયનો વિવેક પ્રાપ્ત થવાથી તે હેય જણાય છે. બાળકોની ધૂળમાં રમવાની ક્રિયા જેમ અસાર તુચ્છ અને નિરર્થક જણાય છે, તેમ ચક્રવર્યાદિના સુખ ભોગવવાની પણ ભવચેષ્ટા અસાર તુચ્છ નિરર્થક અને મહાપાયનું કારણ જણાય છે. એ ક્રીડા કરતી વખતે સ્વભાવથી જ તે અસુંદર અને અસ્થિર(ક્ષણસ્થાયિની) હોવાથી(જણાતી હોવાથી) આ દૃષ્ટિમાં લજ્જાનું કારણ લાગે છે. એવી ક્રિીડા, કર્મયોગે કરવી પડતી હોવા છતાં તે વખતે લજ્જા અનુભવાય છે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. સૂક્ષ્મબોધ અને ઇન્દ્રિયોનો પ્રત્યાહાર આ બેનો સુમેળ આ સ્થિરાદષ્ટિમાં જોવા મળે છે. સૂક્ષ્મબોધનું અપ્રતિમ સામર્થ્ય ઇન્દ્રિયોને વિષયવિકારથી દૂર રાખે છે – એ સમજી શકાય છે. ૨૪-૩ સ્થિરાદષ્ટિમાં મુમુક્ષુ આત્માઓ શરીર ઘર ધન વગેરે બાહ્યભાવોને મૃગજળ, આકાશમાં રહેલા ગંધર્વનગરાદિ અને સ્વપ્ન વગેરેની જેમ અતાત્ત્વિક જુએ છે. સૂક્ષ્મ બોધના કારણે બાહ્ય ભાવોને અસાર તુચ્છ અને હેય વગેરે સ્વરૂપે જાણીને તેને અતાત્વિક માને છે. સમ્યગુ રૂપે પરિણામ પામેલા જ્ઞાનથી બાહ્યભાવો અવાસ્તવિક છે – એ સમજાય છે. આ રીતે બાહ્યભાવો જો અતાત્ત્વિક છે તો સ્થિરાદષ્ટિમાં તાત્ત્વિક શું છે? – એવી જિજ્ઞાસામાં તત્ત્વ જણાવાય છે– એક પરિશીલન Page #9 -------------------------------------------------------------------------- ________________ तत्त्वमत्र परंज्योतिस्विभावकमूर्तिकम् । વિવેક તમારૂઢા, શેષ: પુનરુપત્તવઃ ર૪-૪|| तत्त्वमिति-अत्र स्थिरायां ज्ञस्वभाव एका मूर्तिर्यस्य तत्तथा । ज्ञानादिगुणभेदस्यापि व्यावहारिकत्वात् । परंज्योतिरात्मरूपं तत्त्वं परमार्थसत् । शेषः पुनर्भवप्रपञ्चो विकल्पलक्षणं तल्पमारूढ उपप्लवो भ्रमविषयः, परिदृश्यमानरूपस्याभावात् ।।२४-४।। “જ્ઞસ્વભાવસ્વરૂપ પરમજ્યોતિરૂપ આત્મતત્ત્વ, આ દૃષ્ટિમાં પારમાર્થિક રૂપે જણાય છે. બીજો બધો, વિકલ્પમાં (વિકલ્પાત્મક તલ્પ-શયામાં) આરૂઢ ઉપપ્લવ(ભ્રમ) છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માનો જ્ઞસ્વભાવ (જાણવાનો સ્વભાવ) છે, તે સ્વરૂપ જ આત્મતત્ત્વ છે. પરમજ્યોતિસ્વરૂપ આત્મતત્ત્વ(જ્ઞાનસ્વરૂપ) જ પારમાર્થિક તત્ત્વ છે. આત્માના જ્ઞાન દર્શન... વગેરે ગુણોમાં જે ભેદ છે તે વ્યવહારનયને આશ્રયીને છે. વસ્તુતઃ નિશ્ચયનયના અભિપ્રાય પરમજ્યોતિ સ્વરૂપ આત્મતત્ત્વ(જ્ઞાતાસ્વભાવ) પરમાર્થથી સત્ છે. એ રૂપને છોડીને બાકી બધો ભવપ્રપંચ વિકલ્પાત્મક શધ્યારૂઢ હોવાથી ભ્રમ છે. કારણ કે તેમાં જેવું જણાય છે તેવું સ્વરૂપ નથી. મનના વિકલ્પથી કલ્પેલું સારું-નરસું અને ઇષ્ટઅનિષ્ટ... વગેરે સ્વરૂપ પારમાર્થિક નથી. પરંતુ મન કલ્પિત છે. ૨૪-૪ો. સ્થિરાદષ્ટિમાં પરમજયોતિસ્વરૂપ આત્મતત્ત્વને છોડીને બાકીનો બધો ભવપ્રપંચ ઉપપ્તવસ્વરૂપ ભાસે છે... એ જણાવીને તદંતર્ગત ભોગની ભયંકરતા હવે જણાવાય છે भवभोगिफणाभोगो, भोगोऽस्यामवभासते । ___ फलं हानात्मधर्मत्वात्, तुल्यं यत्पुण्यपापयोः ॥२४-५॥ भवेति-अस्यां स्थिरायां । भोग इन्द्रियार्थसुखसम्बन्धः । भवभोगिफणाभोगः संसारसर्पफणाटोपोऽवभासते, बहुदुःखहेतुत्वात् । नानुपहत्य भूतानि भोगः सम्भवति, ततश्च पापं, ततो दारुणदुःखपरम्परेति । धर्मप्रभवत्वादोगो न दुःखदो भविष्यतीत्यत्राह-यद्यस्मात् पुण्यपापयोर्द्वयोर्हि फलमनात्मधर्मत्वात्तुल्यं । व्यवहारतः सुशीलत्वकुशीलत्वाभ्यां द्वयोर्विभेदेऽपि निश्चयतः संसारप्रवेशकत्वेन कुशीलत्वाविशेषात् ।।२४-५।। આશય એ છે કે અનાદિકાળની સંસાસુખની આસક્તિને લઈને ભવપ્રપંચ અત્યાર સુધી તત્ત્વસ્વરૂપ જણાતો હતો. એમાં પણ અત્યાર સુધીની અજ્ઞાનદશા મુખ્ય કારણ હતી. સ્થિરાદષ્ટિમાં સૂક્ષ્મબોધ પ્રાપ્ત થવાથી એ અજ્ઞાનદશાનો વિગમ થાય છે. તેથી સમગ્ર ભવપ્રપંચ ઉપપ્લવસ્વરૂપ જણાય છે. એ ભવપ્રપંચના મૂળભૂત ભોગનું સ્વરૂપ આ દૃષ્ટિમાં જેવું જણાય છે તે જણાવવા આ પાંચમો શ્લોક છે, જેનો અક્ષરાર્થ: “આ સ્થિરાદૃષ્ટિમાં વિષયોનો ભોગ, સંસારસ્વરૂપ સર્પની ફણાના વિસ્તાર જેવો ભયંકર ભાસે છે. કારણ કે આત્માનો ધર્મ ન હોવાથી પુણ્ય અને પાપનું ફળ સમાન જ છે.” - આ પ્રમાણે છે. સદ્દષ્ટિ બત્રીશી Page #10 -------------------------------------------------------------------------- ________________ કહેવાનો આશય સ્પષ્ટ છે કે ઇન્દ્રિયોના વિષય રૂપાદિ-જન્ય સુખોનો સંબંધ થવા સ્વરૂપ સુખનો ભોગ છે. અત્યાર સુધી અત્યંત સુંદર જણાતો એ વિષયજન્યસુખનો ભોગ આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલા સૂક્ષ્મબોધાદિના કારણે ભવસ્વરૂપ સર્પની ફણાના વિસ્તારની જેમ ભયંકર ભાસે છે. કારણ કે વિષયજન્ય સુખોનો ઉપભોગ ઘણાં જ દુઃખોનું કારણ છે. પ્રાણીઓને દુઃખ પહોંચાડ્યા વિના ઇન્દ્રિયાર્થ - સુખનો ભોગ શક્ય જ નથી. તેથી તેના ભોગથી પાપનો બંધ થાય છે અને તેના કારણે ભયંકર દુઃખોની પરંપરા પ્રાપ્ત થાય છે. યદ્યપિ ધર્મથી પુણ્ય બંધાય છે અને તેથી સુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે ધર્મથી પ્રાપ્ત થયેલા સુખભોગથી દુઃખ પ્રાપ્ત થતું નથી, પરંતુ પુણ્ય અને પાપ બંન્નેનું ફળ (સુખ અને દુઃખ.. વગેરે) આત્માનો ધર્મ ન હોવાથી સમાન જ છે. વ્યવહારથી સુશીલત્વ(સુંદરશીલ) અને કુશીલત્વના કારણે પુણ્ય અને પાપમાં ભિન્નતા હોવા છતાં નિશ્ચયથી તો પુણ્ય અને પાપ બંન્ને સંસારમાં જ પ્રવેશ કરાવનાર હોવાથી એકસરખાં જ છે. કારણ કે બંન્નેમાં સંસારપ્રવેશકત્વસ્વરૂપ કુશીલત્વ સમાન જ છે. આશય સમજી શકાય છે કે જે સંસારમાપક છે, તેમાં કુશીલત્વ મનાય છે અને જે સંસારમોચક છે, તેમાં સુશીલત્વ મનાય છે – એ પ્રમાણે નિશ્ચયનયનો અભિપ્રાય છે. વ્યવહારનયથી તો લૌકિક-વ્યવહારને અનુસરી સુશીલત્યાદિને લઈને પુણ્ય અને પાપમાં તુલ્યતા નથી. ૨૪-પી. ધર્મથી ઉત્પન્ન થયેલા ભોગોને અસુંદર નહિ માનવા જોઇએ. કારણ કે ધર્મથી તે પ્રાપ્ત થયેલો હોવાથી સુંદર છે – આ શંકાનું સમાધાન કરાય છે– धर्मादपि भवन् भोगः, प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥२४-६॥ धर्मादिति-धर्मादपि भवन भोगो देवलोकादौ । प्रायो बाहुल्येन । अनर्थाय देहिनां तथाप्रमादविधानात् । प्रायोग्रहणं शुद्धधर्माक्षेपिभोगनिरासार्थं, तस्य प्रमादबीजत्वायोगाद्; अत्यन्तानवद्यतीर्थकरादिफलशुद्धेः पुण्य(पुष्प)शुद्धयादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति । सामान्यतो दृष्टान्तमाह-चन्दनादपि तथाशीतप्रकृतेः सम्भूतो दहत्येव हुताशनः । दहनस्य दाहस्वभावापरावृत्तेः । प्राय एतदेवं, न दहत्यपि कश्चित्सत्यमन्त्राभिसंस्कृताद्दाहासिद्धेः सकललोकसिद्धत्वादिति वदन्ति । युक्तं चैतन्निश्चयतो येनांशेन ज्ञानादिकं तेनांशेनाबन्धनमेव, येन च प्रमादादिकं तेन बन्धनमेव । सम्यक्त्वादीनां तीर्थकरनामकर्मादिबन्धकत्वस्यापि तदविनाभूतयोगकषायगतस्योपचारेणैव सम्भवाद् । इन्द्रियार्थसम्बन्धादिकं तूदासीनमेવેત્યચત્ર વિતર: ૨૪-દ્દા “ધર્મના કારણે પણ દેવલોકાદિમાં પ્રાપ્ત થયેલા ભોગો(ઇન્દ્રિયાર્થસુખભોગો) બહુલતયા પ્રાણીઓને અનર્થ માટે થાય છે. ચંદનથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે છે જ.” - આ પ્રમાણે એક પરિશીલન Page #11 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ધર્મથી પણ પ્રાપ્ત થયેલ ઇન્દ્રિયાર્થવિષયસુખનો ભોગ અનર્થ માટે થાય છે. ધર્મની આરાધનાથી બંધાયેલા પુણ્યયોગે દેવલોકાદિમાં આત્માને વિષયજન્ય સુખોના ઉપભોગની પ્રાપ્તિ થાય છે. પરંતુ તે વખતે તેવા પ્રકા૨નો પ્રમાદ કરવાથી બહુલતયા આત્માને અનર્થની પ્રાપ્તિ થાય છે. શ્લોકમાં ‘પ્રાયોડનર્ણય’ અહીં જે ‘વસ્’ પદનું ઉપાદાન કર્યું છે, તેનું કારણ એ છે કે કોઇ વાર શુદ્ધધર્મને પ્રાપ્ત કરાવનાર ભોગો તેવા પ્રકારના પ્રમાદનું કારણ બનતા નથી. તેથી તેના નિવારણ માટે ‘પ્રાયમ્' પદનું ઉપાદાન કર્યું છે. અત્યંત અનવદ્ય (ચોક્કસ જ મોક્ષમાં અબાધક) એવા શ્રીતીર્થંકરપદની પ્રાપ્તિ સ્વરૂપ ફળની સિદ્ધિ થવાથી તેવા પ્રકારના પુણ્યની શુદ્ધિના વિષયમાં આગમનો પક્ષપાત કરવાથી ધર્મ જ જેમાં સારભૂત છે એવા ચિત્તની ઉપપત્તિ થાય છે. પુણ્ય અને શુદ્ધિને ઉદ્દેશીને આગમમૂલક ક્રિયાનો આગ્રહ રાખવાથી ચિત્તમાં ધર્મનું જ પ્રાધાન્ય રહે છે. ત્યાં ભોગસુખનું પ્રાધાન્ય રહેતું નથી, જેથી તે ધર્મથી પ્રાપ્ત થયેલા ભોગો મોક્ષબાધક બનતા નથી. બાકી તો ધર્મથી પણ પ્રાપ્ત થયેલા ભોગો પ્રાણીઓને અનર્થ માટે જ થાય છે. આ વાતને દૃષ્ટાંતથી સમજાવતાં શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવ્યું છે કે ચંદનથી પણ અર્થાત્ સ્વભાવથી જ તેવા પ્રકારના શીતસ્વભાવવાળા ચંદનથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે છે જ. કારણ કે અગ્નિનો દાહક સ્વભાવ છે. એ દાહક સ્વભાવની પરાવૃત્તિ(ફેરફાર) શક્ય બનતી નથી. કોઇ વાર મંત્રાદિથી અધિષ્ઠિત અગ્નિ નથી પણ બાળતો – આ વાત સર્વલોકપ્રસિદ્ધ છે. આ પ્રમાણે પૂર્વાચાર્યભગવંતો જણાવે છે - એ યુક્ત છે. કારણ કે જે અંશમાં જ્ઞાનાદિ છે તે અંશે નિશ્ચયનયની અપેક્ષાએ બંધન નથી. જેટલા અંશમાં પ્રમાદાદિ છે તેટલા અંશે બંધન છે જ. આથી સમજી શકાશે કે શ્રી તીર્થંકરનામકર્મ અને આહારકશરીરનામકર્મ વગેરેના બંધના કારણ તરીકે અનુક્રમે સમ્યક્ત્વ અને સંયમ(સર્વવિરતિ) વગેરેને જે વર્ણવાય છે, તે ઉપચારથી જણાવાય છે. શ્રી તીર્થંકર-નામકર્મ વગેરેના બંધના કારણ વસ્તુતઃ સમ્યક્ત્વની સાથે અવશ્ય રહેલા યોગ(મનોયોગાદિ) અને કષાય છે. તેની સાથે નિયમે કરી રહેલા સમ્યક્ત્વાદિમાં તો, તેમાં(યોગાદિમાં) રહેલી તેવા પ્રકારની(શ્રી તીર્થંકરનામકર્માદિની) બંધકા૨ણતાનો ઉપચાર કરાય છે. આ રીતે સ્પષ્ટપણે સમજી શકાશે કે સ્થિરાદૃષ્ટિમાં સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થઇ હોવાથી ઇન્દ્રિય અને તેનાથી ગ્રહણ કરાતા વિષયોનો સંબંધ વગેરે બાહ્ય નિમિત્તો કર્મબંધની પ્રત્યે કારણ બનતાં નથી. પરંતુ તે ઉદાસીન જ રહે છે... આથી વિશેષ આ વિષયનું વર્ણન ગ્રંથકાર પરમર્ષિએ વિસ્તારથી અન્યત્ર કર્યું છે. જિજ્ઞાસુએ તે માટે ‘અધ્યાત્મસાર’ વગેરે ગ્રંથોનું અધ્યયન કરી લેવું જોઇએ. ।।૨૪-૬।। ઉપર જણાવ્યા મુજબ સ્થિરાદૃષ્ટિમાં ભોગજન્યસુખો અસાર પ્રતીત થાય છે... એ જણાવ્યું; પરંતુ ભોગજન્ય સુખના ઉપભોગથી ભોગેચ્છાની નિવૃત્તિ થાય છે, જે યોગની પ્રાપ્તિનો ઉપાય છે તેથી ભોગને અસાર માનવા જોઇએ નહિ - આ શંકાનું સમાધાન કરાય છે— સદ્દષ્ટિ બત્રીશી ८ Page #12 -------------------------------------------------------------------------- ________________ स्कन्धात् स्कन्धान्तरारोपे, भारस्येव न तात्त्विकी । इच्छाया विरति अँगात्, तत्संस्कारानतिक्रमात् ॥२४-७॥ स्कन्धादिति-स्कन्धात् स्कन्धान्तरारोपे भारस्येव भोगादिच्छाया विरतिर्न तात्त्विकी । तत्संस्कारस्य कर्मबन्धजनितानिष्टभोगसंस्कारस्यानतिक्रमात् । तदतिक्रमो हि प्रतिपक्षभावनया तत्तनूकरणेन स्यात् । न तु विच्छेदेन प्रसुप्ततामात्रेण वेति । इत्थं भोगासारताविभावनेन स्थिरायां स्थैर्यमुपजायते । सत्यामस्यामपरैरपि योगाचार्यरलौल्यादयो गुणाः प्रोच्यन्ते । यथोक्तम्-“अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ।।१।। मैत्र्यादियुक्तं विषयेषु चेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभो, जनप्रियत्वं च तथा परं स्यात् ।।२।। दोषव्यपायः परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भराधीनिष्पन्नयोगस्य तु चिह्नमेतद् ॥३॥” इति । इहाप्येतदकृत्रिमं गुणजातमित एवारभ्य विज्ञेयम् ॥२४-७।। “ભોગસુખના ઉપભોગથી થનારી ઇચ્છાનિવૃત્તિ, એક ખભા ઉપરથી બીજા ખભા ઉપર મૂકવાના કારણે થનારી ભારની નિવૃત્તિની જેમ તાત્ત્વિક નથી. કારણ કે ત્યાં ભોગજન્ય સુખના સંસ્કારોનું અતિક્રમણ થયેલું નથી. આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિષયોના ભોગથી ઇચ્છાની(વિષયેચ્છાની) નિવૃત્તિ થાય છે, પરંતુ તે તાત્ત્વિક નથી. કારણ કે તે વખતે કર્મબંધના કારણે ઉત્પન્ન થયેલા ભોગના સંસ્કારો (વાસના-આસક્તિ... વગેરે સ્વરૂપ સંસ્કારો) પડેલા જ છે, તે ગયા નથી. તેવા પ્રકારના સંસ્કારો તો ત્યારે જાય છે કે જ્યારે તેનાથી વિપરીત સંસ્કારોની (ભોગની અસારતાદિની) ભાવનાથી તે સંસ્કારોને અત્યંત મંદ બનાવવામાં આવે. ઇચ્છાનો વિચ્છેદ થવાથી અથવા તો માત્ર સંસ્કારના તિરોધાનથી સંસ્કારનો અતિક્રમ (સર્વથા અપગમ) થતો નથી. સંસ્કારની વિદ્યમાન અવસ્થામાં ભોગથી ભોગની ઇચ્છાની જે વિરતિ-નિવૃત્તિ થાય છે, તે તાત્ત્વિક નથી. એક ખભા ઉપર મુકાયેલા ભારને બીજા ખભા ઉપર મૂકવામાં આવે તેથી ભારનો અપગમ વસ્તુતઃ થતો નથી. સામાન્ય રાહત થયેલી જણાય ખરી, પણ તે વાસ્તવિક નથી. બસ ! આવી જ અવસ્થા ભોગથી થનારી ઈચ્છાનિવૃત્તિની છે. આ રીતે સ્થિરાદષ્ટિમાં ભોગની અસારતાનું વિભાવન કરવાથી સ્થિરાદષ્ટિમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. એવી સ્થિરતા પ્રાપ્ત થવાથી યોગીને અલૌલ્ય (લોલુપતાનો અભાવ) વગેરે ગુણો પ્રાપ્ત થાય છે - એમ યોગાચાર્યો કહે છે. અલૌલ્ય, આરોગ્ય, અનિષ્ફરતા, શુભગંધ, અલ્પમૂત્રપુરીષ, કાંતિ, પ્રસાદ અને સ્વરની સૌમ્યતાઃ આ યોગની પ્રવૃત્તિનાં પ્રથમ ચિહ્નો છે. તે તે વિષયોમાં મૈત્રી વગેરેથી વાસિત ચિત્ત, પ્રભાવવંતું ચિત્ત, વૈર્યવાળું ચિત્ત, શીતોષ્ણાદિ કંકોથી અપરાભવ, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ તેમ જ જનપ્રિયત્ન યોગીઓને હોય છે. દોષોનો વિગમ, એક પરિશીલન Page #13 -------------------------------------------------------------------------- ________________ પરમ તૃમિ, ઔચિત્યપૂર્ણ વ્યવહાર શ્રેષ્ઠ કોટિની સમતા; વૈરાદિનો નાશ અને ઋતંભરા પ્રજ્ઞા : આ નિષ્પન્નયોગનાં ચિહ્નો છે – આ પ્રમાણે યોગાચાર્યોએ જણાવ્યું છે. ઇન્દ્રિયોની ચપળતાને લોલુપતા કહેવાય છે. વિષયોની પાછળ દોડતી ઇન્દ્રિયો વિષયોની લોલુપતાને જણાવે છે. યોગીજનોમાં એવી લોલુપતા હોતી નથી. તેમનું શરીર રોગરહિત હોય છે. મન નિષ્ફર હોતું નથી. શરીર સુગંધી હોય છે. લઘુનીતિ અને વડીનીતિ અલ્પ હોય છે. શરીરની કાંતિ અને પ્રસન્નતા સુંદર હોય છે. સ્વરમાં સૌમ્યતા હોય છે. આ બધા ગુણો, યોગીઓના યોગની શરૂઆતમાં હોય છે. સર્વ જીવાદિના વિષયમાં એ યોગીઓનું ચિત્ત મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત હોય છે. વિશિષ્ટ પુણ્યથી પ્રભાવવંતું અને ગમે તેવા દુઃખના પ્રસંગમાં વૈર્યવાળું ચિત્ત હોય છે. શીત-ઉષ્ણ, સુખ-દુઃખ કે માન-અપમાન.... ઇત્યાદિ વંદોમાં તેઓ પરાભવ પામતા નથી. યોગની સાધનામાં અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ સહજ રીતે તેમને થાય છે અને યોગના પ્રભાવે તેઓ લોકોમાં પ્રિય થતા હોય છે. તેમ જ યોગની સિદ્ધિ થવાથી તેઓના દોષો ક્ષીણ થાય છે; તેઓને પરમ તૃપ્તિ, ઔચિત્યપૂર્ણ યોગ અને અદ્ભુત સમતા પ્રાપ્ત થાય છે. તેમના વૈર-વિરોધાદિ નાશ પામે છે અને તેઓને ઋતંભરા પ્રજ્ઞા પ્રતિભજ્ઞાન) પ્રાપ્ત થાય છે.... આ બધાં લક્ષણો સિદ્ધ થયેલા યોગનાં છે. યોગાચાર્યોએ જણાવેલા એ ગુણો અહીં પણ સ્થિરાદષ્ટિની પ્રાપ્તિ પછી સહજ રીતે જ શરૂ થાય છે. યોગાચાર્યોએ જણાવેલા અલૌલ્ય વગેરે ગુણોનું વિસ્તારથી વર્ણન “યોગદષ્ટિ એક પરિશીલન”માં આ પૂર્વે કર્યું છે. જિજ્ઞાસુએ તે ત્યાંથી જાણી લેવું જોઈએ. ર૪-૭ll હવે છઠ્ઠી કાંતાદૃષ્ટિનું વર્ણન કરાય છે– धारणा प्रीतयेऽन्येषां, कान्तायां नित्यदर्शनम् । नान्यमुत् स्थिरभावेन, मीमांसा च हितोदया ॥२४-८॥ धारणेति-कान्तायामुक्तरीत्या नित्यदर्शनं । तथा धारणा वक्ष्यमाणलक्षणा । अन्येषां प्रीतये भवति । तथा स्थिरभावेन नान्यमुद् नान्यत्र हर्षस्तदा तत्प्रतिभासाभावात् । हितोदया सम्यग्ज्ञानफला मीमांसा च સદ્ધિવાભિજા ભવતિ ર૪-૮ કાંતાદેષ્ટિમાં દર્શન નિત્ય હોય છે; અન્ય જનોને પ્રીતિ ઊપજે એવી ધારણા પ્રાપ્ત થાય છે. સ્થિરતાની પ્રાપ્તિ થયેલી હોવાથી અન્યમુદ્ નામનો દોષ નડતો નથી. તેમ જ હિતના ઉદયવાળી મીમાંસા પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સ્થિરાદષ્ટિમાં સૂક્ષ્મ બોધની પ્રાપ્તિ થવાથી ઉત્તરોત્તર સ્થિરતા વધતી હોવાથી કાંતાદૃષ્ટિમાં દર્શન નિત્ય હોય છે. તારાઓની પ્રભા જેવું એ દર્શન(બોધ) ક્યારે પણ મંદ બનતું નથી, સતત પ્રકાશે છે. કાંતાદૃષ્ટિમાં યોગનાં આઠ યમાદિ અંગોમાંથી છઠ્ઠા ધારણા ૧૦ સદ્દષ્ટિ બત્રીશી Page #14 -------------------------------------------------------------------------- ________________ નામના યોગાંગની પ્રાપ્તિ થાય છે. ધારણાનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. આ ધારણા સામાન્યથી અન્ય જનો માટે પ્રીતિનું કારણ બને છે. આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલી સ્થિરતાને લઈને યોગના બાધક એવા દોષોમાંથી “અન્યમુદ્દ’ નામના દોષનો અભાવ થાય છે. યોગ અને તેના સાધનને છોડીને અન્યત્ર હર્ષ થતો નથી. કારણ કે આ દૃષ્ટિમાં એ અતત્ત્વભૂતનો પ્રતિભાસ થતો નથી. આશય એ છે કે કાંતાદૃષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયેલી હોવાથી મોક્ષસાધક તત્ત્વને જ તત્ત્વસ્વરૂપે પ્રતીત કરાય છે. એને છોડીને અન્ય સઘળું યે અતત્ત્વસ્વરૂપ પ્રતીત થતું હોવાથી સાધકને એ બધું યાદ જ આવતું નથી, જેથી અન્યત્ર હર્ષઆનંદ થવાનો પ્રસંગ આવતો નથી. તેમ જ અન્યદર્શનોના શ્રવણાદિમાં પણ ચિત્ત જતું નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગને છોડીને અન્યત્ર તત્ત્વનો પ્રતિભાસ થતો ન હોવાથી “અન્યમુદ્ દોષ રહેતો નથી. શ્રી ષોડશક એક પરિશીલન... વગેરેમાં અન્યમુદ્દ વગેરે દોષોનું નિરૂપણ વિસ્તારથી કર્યું છે. જિજ્ઞાસુઓએ એનું અનુસંધાન કરી લેવું જોઇએ. અદ્વેષાદિ આઠ ગુણોમાંથી મીમાંસાગુણની પ્રાપ્તિ આ દષ્ટિમાં થાય છે. સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત થયેલા સૂક્ષ્મ બોધના સામર્થ્યથી સવિચારાત્મક મીમાંસાની પ્રાપ્તિ થાય છે, જેનું ફળ સમ્યજ્ઞાન છે. તત્ત્વની પ્રાપ્તિ માટે મીમાંસા, એક મહત્ત્વનું સાધન છે. તત્ત્વનો બોધ(જ્ઞાન) પામ્યા પછી સદસની વિચારણા કરવામાં આવે નહિ તો તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય. સદસની વિચારણા કરવાનું ખરેખર જ આવશ્યક હોવા છતાં આજે એની આવશ્યકતા આપણને જણાતી નથી. તત્ત્વની પ્રતિપત્તિ માટે એ મીમાંસા કર્યા વિના ચાલે એવું નથી. સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત થયેલો બોધ જેમ જેમ વધવા માંડે તેમ તેમ આ સંસારનો ઉચ્છેદ કઈ રીતે થાય ઈત્યાદિની ચિંતા સ્વરૂપ સવિચારણા(મીમાંસા) પણ વધતી જાય છે. અંતે એથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્માને સર્વવિરતિસ્વરૂપ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. ૨૪-૮ll ધારણાનું સ્વરૂપ વર્ણવાય છે– देशबन्धो हि चित्तस्य, धारणा तत्र सुस्थितः । प्रियो भवति भूतानां, धर्मकागमनास्तथा ॥२४-९॥ देशेति-देशे नाभिचक्रनासाग्रादौ बन्धो विषयान्तरपरिहारेण स्थिरीकरणात्मा हि चित्तस्य धारणा | यदाह-“देशबन्धश्चित्तस्य धारणा” ३-१ । तत्र धारणायां । सुस्थितो मैत्र्यादिचित्तपरिकर्मवासितान्तःकरणतया, स्वभ्यस्तयमनियमतया, जितासनत्वेन परिहृतप्राणविक्षेपतया, प्रत्याहृतेन्द्रियग्रामत्वेन ऋजुकायतया, जितद्वन्द्वतया, सम्प्रज्ञाताभ्यासाविष्टतया च सम्यग्व्यवस्थितः । भूतानां जगल्लोकानां प्रियो भवति । तथा धर्मकाग्रमना भवति ।।२४-९।। એક પરિશીલન Page #15 -------------------------------------------------------------------------- ________________ “શરીરના એક દેશ(નાભિ વગેરે)માં ચિત્તને બાંધી રાખવા સ્વરૂપ ધારણા છે. તે ધારણામાં સારી રીતે સ્થિરતાને પામેલા યોગી પ્રાણીઓને પ્રિય બને છે અને ધર્મમાં જ લાગેલા મનવાળા બને છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે નાભિચક્ર (નાભિમંડલનાભિ), નાસિકાનો અગ્રભાગ અને હૃદયકમલ વગેરે શરીરના એક દેશ ઉપર અથવા બાહ્ય દેવાદિવિષય ઉપર ચિત્તને સ્થિર કરવા સ્વરૂપ ધારણા છે. અત્યાર સુધી અપ્રશસ્ત એવા સ્ત્રી વગેરે પદાર્થોમાં ચિત્ત એકાગ્ર હતું. એ અપ્રશસ્ત વિષયોનો પરિહાર(ત્યાગ) કરી શરીરના તે તે દેશાદિને વિશે ચિત્ત જ્યારે સ્થિર બને છે, ત્યારે ચિત્તને ધારણાની પ્રાપ્તિ થાય છે. યોગસૂત્ર(૩-૧)માં પણ જણાવ્યું છે કે – દેવવિશેષની સાથે જે ચિત્તનો સંબંધ છે, તેને ધારણા કહેવાય છે. આ ધારણામાં યોગી સુસ્થિત હોય છે. કારણ કે તેમનું અંતઃકરણ મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યચ્ય... ઇત્યાદિ સુપ્રસિદ્ધ ભાવનાઓથી વાસિત હોય છે. પાંચ યમ(અહિંસાદિ) અને શૌચ સંતોષ તપ સ્વાધ્યાય તથા ઈશ્વરનું પ્રણિધાન સ્વરૂપ પાંચ નિયમો સારી રીતે અભ્યસ્ત થયેલા હોય છે. પદ્માસનાદિ આસનોને જીતનારા હોવાથી (અર્થાત્ આસન સિદ્ધ થવાથી) યોગી શ્વાસ-પ્રશ્વાસના વિક્ષેપને દૂર કરે છે. ઇન્દ્રિયોને વિષયવિકારોથી દૂર રાખવાના કારણે સહજ રીતે જ યોગીઓનું શરીર સરળ હોય છે. શીત-ઉષ્ણ, હર્ષ-વિષાદ અને માનાપમાન ઇત્યાદિ કંકોને યોગી જીતી લે છે અને સંપ્રજ્ઞાતયોગના અભ્યાસમાં તત્પર હોય છે. તેથી યોગીજનો ધારણામાં સુસ્થિત હોય છે. આથી તેઓ સર્વ લોકોને પ્રિય બને છે તેમ જ એકાગ્રમનથી ધર્મ કરનારા તેઓ બને છે. ર૪-લા. ધારણામાં યોગી ધર્મને વિશે એકાગ્રમનવાળા બને છે - એનું કારણ જણાવાય છે– अस्यामाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः । श्रुतधर्मे मनोयोगाच्चेष्टाशुद्धे यथोदितम् ॥२४-१०॥ अस्यामिति-अस्यां कान्तायां । कायचेष्टाया अन्यपरत्वेऽपि । श्रुतधर्मे आगमे । मनोयोगान्नित्यं मनःसम्बन्धाद् । आक्षेपकज्ञानान्नित्यप्रतिबन्धरूपचित्ताक्षेपकारिज्ञानात् । न भोगा इन्द्रियार्थसम्बन्धा भवहेतवो भवन्ति । चेष्टायाः प्रवृत्तेः शुद्ध मनोनैर्मल्यात् । यथोदितं हरिभद्रसूरिभिर्योगदृष्टिसमुच्चये ॥२४-१०॥ “કાંતાદૃષ્ટિમાં ચિત્તાક્ષેપક જ્ઞાનના કારણે શ્રતધર્મ-આગમમાં નિત્ય મનનો સંબંધ હોવાથી પ્રવૃત્તિની શુદ્ધિને લઇને ભોગો ભવના હેતુ બનતા નથી. જેમ કહ્યું છે કે જે શ્લો.નં. ૧૧માં જણાવાશે) - આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં આ દષ્ટિને પામેલા યોગીને આનંદ આવતો નથી. સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત કરેલા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના પ્રભાવે એ યોગીઓનું ચિત્ત આ દૃષ્ટિને લઇને મોક્ષ અને તેનાં પ્રાપ્ત-અપ્રાપ્ત સાધનોમાં જ લાગી રહે છે. ૧૨ સદ્દષ્ટિ બત્રીશી Page #16 -------------------------------------------------------------------------- ________________ તે તે કર્મના ઉદયે કાયાની અવિરતિપ્રત્યયિક ક્રિયા કરતા હોય ત્યારે પણ આ દૃષ્ટિમાં રહેલા યોગીઓનું ચિત્ત આગમમાં જ લીન હોય છે. ચિત્તને પકડી રાખનાર આક્ષેપક જ્ઞાનના કારણે, પાંચેય ઇન્દ્રિયોના તે તે વિષયોનો ભોગ ભવનું કારણ બનતો નથી. કારણ કે તે વખતે ચેષ્ટા-પ્રવૃત્તિની શુદ્ધિ હોય છે, જે મનની નિર્મળતાથી થાય છે. પ્રાપ્ત થયેલાં સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરી અપ્રાપ્ત સાધનોને પ્રાપ્ત કરવાનું કાર્ય આ દૃષ્ટિમાં સરસ રીતે થાય છે. સાધન સાધનાંતરને લાવી ન આપે તો પ્રાપ્ત સાધન સિદ્ધિનાં કારણ નહીં બને. આ દૃષ્ટિમાં સાધનનો ઉપયોગ કરી અપ્રાપ્ત સાધનની પ્રાપ્તિ માટે યોગી પૂર્ણપણે પ્રયત્નશીલ હોય છે. આ દૃષ્ટિની એ એક અદ્ભુત સિદ્ધિ છે. મળેલાં સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરી ન શકવાના કા૨ણે ઘણાખરા સાધકો સાધનામાર્ગથી વિચલિત બન્યા છે... ઇત્યાદિ અહીં યાદ રાખવું. ।।૨૪-૧૦ના ઉ૫૨ જણાવેલી વાતનું સમર્થન કરાય છે. આશય એ છે કે દશમા શ્લોકમાં ચોવિતમ્ – આ પદથી ‘જેમ કે કહ્યું છે' - એ પ્રમાણે જણાવ્યું હતું, તે હવે જણાવાય છે— मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । તન્મધ્યેન પ્રયાત્યેવ, થથા વ્યાયાતવર્જિતઃ ।।૨૪-૧૧|| मायाम्भ इति–मायाम्भस्तत्त्वतो मायाम्भस्त्वेनैव पश्यन्ननुद्विग्नः । ततो मायाम्भसो द्रुतं शीघ्रं । तन्मध्येन मायाम्भोमध्येन प्रयात्येव, न न प्रयाति । यथेत्युदाहरणोपन्यासार्थः । व्याघातवर्जितो मायाम्भसस्तत्त्वेन व्याघातासमर्थत्वात् ।।२४-११।। યોગદૃષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૬૫) પૂ.આ.ભ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ ફરમાવ્યું છે કે – “જેમ વૃક્ષની છાયામાં જણાતા પાણીને જેઓ પાણીનો આભાસ સમજે છે – એ પાણી વાસ્તવિક રીતે પાણી નથી એમ માને છે, તેઓ તેમાંથી કોઇ પણ પ્રકારના વિઘ્ન વિના ઉદ્વેગથી રહિતપણે તરત જ નીકળી જાય છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે મૃગજળને જે મૃગજળ સ્વરૂપે જ જાણે છે તે ઉદ્વેગ પામ્યા વિના અવરોધરહિતપણે તે મૃગજળમાંથી જલદીથી નીકળી જાય છે. કારણ કે માયાપાણી વાસ્તવિક રીતે પ્રયાણમાં અવરોધ કરવા સમર્થ જ નથી. આ પ્રમાણે આ શ્લોકથી દૃષ્ટાંતનું વર્ણન કર્યું છે. તેનો ઉપનય હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૨૪-૧૧ ઉપર જણાવ્યા મુજબ દૃષ્ટાંતનું વર્ણન કરીને હવે તેનો ઉપનય જણાવાય છે— એક પરિશીલન भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि सङ्गः सन् प्रयात्येव परं पदम् ॥२४-१२॥ ૧૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ भोगानिति-भोगानिन्द्रियार्थसम्बन्धान स्वरूपतः पश्यन् समारोपमन्तरेण । तथा तेनैव प्रकारेण । मायोदकोपमानसारान् भुञ्जानोऽपि हि कर्माक्षिप्तानसङ्गः सन् प्रयात्येव परं पदं तथाऽनभिष्वङ्गતથાડપરવશમાવત્ રિ૪-૧૨|| “તેમ જ પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગને સ્વરૂપથી અસાર તરીકે જાણનારા યોગી મૃગજળ જેવા એ ભોગોને ભોગવતો હોવા છતાં તેમાં આસક્ત બન્યા વિના પરમ પદને પ્રાપ્ત કરે જ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ઇન્દ્રિય અને રૂપાદિ અર્થના સંબંધ (ગ્રહણ) સ્વરૂપ ભોગોને જેઓ વાસ્તવિક રીતે મૃગજળ જેવા અસાર જાણે છે તેઓ તે કર્મથી આક્ષિપ્ત (ખેંચાઇને આવેલા) ભોગોને ભોગવતા હોવા છતાં તેમાં આસક્ત બનતા નથી. તેથી આ દૃષ્ટિને પ્રાપ્ત કરેલા યોગીજનો પાંચેય ઇન્દ્રિયોના વિષયસુખોને પરમાર્થથી અસાર માનતા હોવાથી તેમાં અભિવૃંગ-રાગ કર્યા વિના પરમપદે જાય છે જ. કારણ કે તેઓને વિષયોપભોગમાં અભિવૃંગ ન હોવાથી પરવશતા નથી. આથી કોઇ પણ પ્રકારના અવરોધ વિના તેઓ પરમપદે જાય છે. આ છઠ્ઠી દષ્ટિમાં એ એક અદ્ભુત સિદ્ધિ છે કે ભોગની પણ પ્રવૃત્તિ મોક્ષ પ્રત્યેના પ્રયાણનો અવરોધ કરનારી બનતી નથી. ૨૪-૧રો. ઉપર જણાવેલી વાતનું વ્યતિરેકમુખે સમર્થન કરાય છે– भोगतत्त्वस्य तु पुन, न भवोदधिलङ्यनम् । માયો કૃઢાવેશસ્તેન યાદ : wથા ર૪-૧રૂા भोगेति-भोगतत्त्वस्य तु भोगं परमार्थतया पश्यतस्तु न भवोदधिलङ्घनं । मायोदकदृढावेशस्तथाविपर्यासात् । तेन यातीह कः पथा यत्र मायायामुदकबुद्धिः ।।२४-१३।। વિષયના ભોગને જે પારમાર્થિક માને છે તેને ભવસમુદ્રથી તરવાનું શક્ય બનતું નથી. મૃગજળને જેણે વાસ્તવિક જળ માન્યું છે કે, તે માર્ગથી કઈ રીતે જાય ?” કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા પ્રમાણે બારમા શ્લોકથી એ જણાવ્યું છે કે ભોગને પારમાર્થિક રીતે અતત્ત્વ સ્વરૂપ જેઓ માને છે તેઓ ભોગની પ્રવૃત્તિમાંથી પણ અવરોધ વિના પરમપદે જાય છે જ. એના વ્યતિરેક-અભાવ સ્વરૂપે આ શ્લોકથી પૂર્વોક્ત વાતનું જ સમર્થન કરાય છે. જેઓ પૂર્વે જણાવ્યા મુજબ ભોગને અતત્ત્વસ્વરૂપ માનતા નથી પરંતુ ભોગોને સ્વરૂપથી (વાસ્તવિક રીતે) તત્ત્વસ્વરૂપ જ માને છે તેઓ ભવસમુદ્રનું ઉલ્લંઘન કરી શકતા નથી. આ વાત શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંત દ્વારા સમજાવી છે. એનો આશય એ છે કે જે માર્ગમાં મૃગજળ છે; તે મૃગજળને જે માણસ પરમાર્થથી જળ જ માને છે, એવો કયો તે માણસ છે કે તે માર્ગે જાય? અર્થાત્ એવો કોઈ પણ તે માર્ગે જાય જ નહિ. કારણ કે માયાપાણીમાં તેને વાસ્તવિક પાણીનું જ્ઞાન થયું છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. l/૨૪-૧૩ સદ્દષ્ટિ બત્રીશી ૧૪. Page #18 -------------------------------------------------------------------------- ________________ ભોગને પારમાર્થિક તત્ત્વસ્વરૂપ માનનારને ભવસમુદ્રને તરવાનું અશક્ય છે એનું કારણ જે છે તે જણાવાય છે– स तत्रैव भवो(यो)द्विग्नो, यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा, भोगजम्बालमोहितः ॥२४-१४॥ स इति-स मायायामुदकसमावेशः । तत्रैव पथि । भवोद्विग्नः सन् । यथेत्युदाहरणोपन्यासार्थः । तिष्ठत्यसंशयं तिष्ठत्येव जलबुद्धिसमावेशात् । मोक्षमार्गेऽपि हि ज्ञानादिलक्षणे तिष्ठत्यसंशयं । મોનસ્વાતમોદિતો મોનિવનવિપ્રમોહિત ત્યર્થ: ર૪-૧૪. જેને માયાપાણીમાં પાણીનો દઢ આવેલ છે તે ભવમાં(ભયથી) ઉદ્વેગ પામેલો, જેમ ત્યાં ઊભો જ રહે છે તેમ ભોગરૂપ કાદવમાં મોહ પામેલો તે, મોક્ષમાર્ગમાં પણ ઊભો જ રહે છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સમજી શકાય છે કે માયાપાણી હોવા છતાં જેને તેમાં “એ પાણી જ છે' એવો ચોક્કસ નિર્ણય છે, એ તે માર્ગમાં ઊભો રહી જ જાય છે; પરંતુ સહેજ પણ આગળ જતો નથી. કારણ કે માયા પાણીમાં તેને જલની બુદ્ધિ થયેલી છે. આગળ પાણી છે જ એમ માનનાર આગળ જાય જ નહિ – એ સમજી શકાય છે. આવી જ રીતે ભોગના કારણભૂત શરીર, વિષયો અને ઇન્દ્રિયો વગેરેના પ્રપંચ(માયા)થી મોહ પામેલા સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગે જતા જ નથી, જ્યાં છે ત્યાં જ ઊભા રહે છે. કારણ કે તેમને ભોગ પારમાર્થિક જણાય છે, મોક્ષમાર્ગ પારમાર્થિક જણાતો નથી. ર૪-૧૪ આ રીતે ગ્લો.નં. ૧૧ થી ૧૪ સુધીના ચાર શ્લોકોથી અક્ષરશઃ યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક નંબર ૧૬૫ થી ૧૬૮ સુધીના ચાર શ્લોકોમાં જણાવેલી વાતનું વર્ણન કર્યું. એથી સમજી શકાય છે કે ભોગને પારમાર્થિક ન માનવાના કારણે કાંતાદષ્ટિમાં મોક્ષમાર્ગમાં ચોક્કસપણે દઢતાપૂર્વક ગમન થાય છે. પરંતુ ભોગની પ્રવૃત્તિ ચાલતી હોવાથી તે ધર્મનો બાધ કરનારી તો બને જ ને ? આ શંકાનું હવે સમાધાન કરાય છે– धर्मशक्तिं न हन्त्यस्यां, भोगशक्ति बलीयसीम् । हन्ति दीपापहो वायुलन्तं न दवानलम् ॥२४-१५॥ धर्मशक्तिमिति-अस्यां कान्तायां । कर्माक्षिप्तत्वेन निर्बला भोगशक्तिः । अनवरतस्वरसप्रवृत्तत्वेन बलीयसी धर्मशक्तिं न हन्ति । विरोधिनोऽपि निर्बलस्याकिञ्चित्करत्वाद् । अत्र दृष्टान्तमाह-दीपापहो दीपविनाशको वायुर्व्वलन्तं दवानलं न हन्ति । प्रत्युत बलीयसस्तस्य सहायतामेवालम्बते । इत्थमत्र धर्मशक्तेरपि बलीयस्या अवश्यभोग्यकर्मक्षये भोगशक्तिः सहायतामेवालम्बते न तु निर्बलत्वेन तां विरुणद्धीति । यद्यपि स्थिरायामपि ज्ञानापेक्षया भोगानामकिञ्चित्करत्वमेव, तथापि तदां(द)शे प्रमादसहकारित्वमपि तेषां । એક પરિશીલન ૧૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ कान्तायां तु धारणया ज्ञानोत्कर्षान्न तथात्वमपि तेषां । गृहिणोऽप्येवंविधदशायामुपचारतो यतिभाव एव । चारित्रमोहोदयमात्रात्केवलं न संयमस्थानलाभः । न तु तद्विरोधिपरिणामलेशतोऽपीत्याचार्याणामाशयः //ર૪-૧૧ી. આ કાંતાદૃષ્ટિમાં બલવતી એવી ધર્મશક્તિને ભોગશક્તિ હણતી નથી. કારણ કે દીપકને દૂર કરનાર વાયુ બળતા એવા દાવાનળને દૂર કરતો નથી.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ છઠ્ઠી કાંતાદૃષ્ટિમાં પૂર્વે જણાવ્યા મુજબ ભોગોને અતત્ત્વ સ્વરૂપ ચોક્કસપણે જાણી લીધેલા હોવાથી તેમાં સ્વારસિક પ્રવૃત્તિ થતી નથી. તેવા પ્રકારના સુનિકાચિત કર્મના યોગે આવી પડેલી એ ભોગની પ્રવૃત્તિ હોય છે. એ કર્માલિત હોવાથી નિર્બળ હોય છે. એની અપેક્ષાએ ધર્મની શક્તિ સ્વાભાવિક હોવાથી અત્યંત પ્રબળ છે. કારણ કે આ દૃષ્ટિને પામેલા પુણ્યાત્માઓ માયાપાણીની જેમ ભોગને ચોક્કસપણે પારમાર્થિક નથી જ માનતા. તેથી નિરંતર સ્વભાવથી જ પ્રવર્તતી પ્રબળ ધર્મશક્તિને હણવાનું સામર્થ્ય તદ્દન જ નિર્બળ પરવશ એવી ભોગશક્તિમાં સહેજ પણ નથી. આ વાતનું સમર્થન શ્લોકના ઉત્તરાદ્ધ દ્વારા દૃષ્ટાંતથી કરાય છે. જેનો આશય સ્પષ્ટ છે કે દીપકને દૂર કરનાર પવન દાવાનળને બુઝવવા સમર્થ ન જ બને. કારણ કે ગમે તેટલો વિરોધી હોય તો ય નિર્બળ હોય તો તે કશું જ કરી શકે નહિ. ઉપરથી તે બળવાન હોવાથી દાવાનલાદિની પ્રત્યે સહાયક બને છે. આ રીતે અહીં પણ બલવતી ધર્મશતિને અવશ્યભોગ્ય કર્મનો ક્ષય કરવામાં ભોગશક્તિ સહાય કરે છે. ભોગશક્તિ નિર્બળ હોવાથી ધર્મશક્તિને રોકતી નથી. યદ્યપિ સ્થિરાદષ્ટિમાં પણ જ્ઞાન હોવાથી ભોગોની પ્રવૃત્તિ અકિંચિત્કર છે, તોપણ સ્થિરાદૃષ્ટિમાં ભોગની પ્રવૃત્તિમાં પ્રમાદ પણ સહકારિતારણ છે. કાંતાદષ્ટિમાં ધારણાના કારણે જ્ઞાનનો ઉત્કર્ષ થતો હોય છે. તેથી ભોગોમાં પ્રમાદનું સહકારિત્વ હોતું નથી. ગૃહસ્થોને પણ આ દષ્ટિમાં ઉપચારથી સાધુપણું હોય છે. ભવિષ્યમાં ખૂબ જ નજીકના કાળમાં ગૃહસ્થોની આ સ્થિતિ સાધુત્વનું કારણ બને છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરાય છે. ગૃહસ્થોને આ કાંતાદૃષ્ટિમાં ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી સંયમસ્થાનોનો લાભ થતો નથી. પરંતુ ક્યારે પણ ચારિત્રવિરોધી પરિણામ સહેજ પણ થતો નથી. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનો આશય છે. ૨૪-૧પ. છઠ્ઠી દષ્ટિમાં પ્રાપ્ત થયેલી મીમાંસાનું ફળ વર્ણવાય છે मीमांसा दीपिका चास्यां, मोहध्वान्तविनाशिनी । तत्त्वालोकेन तेन स्यान कदाप्यसमञ्जसम् ॥२४-१६॥ ૧૬ સદ્દષ્ટિ બત્રીશી Page #20 -------------------------------------------------------------------------- ________________ मीमांसेति-मीमांसा सद्विचारणा दीपिका चास्यां कान्तायां । मोहध्वान्तविनाशिनी अज्ञानतिमिरापहारिणी तत्त्वालोकेन परमार्थप्रकाशेन । तेन कारणेन । न कदाप्यसमञ्जसं स्याद् । अज्ञाननिमित्तको દિ તાવ રૂતિ ર૪-૧દ્દા “મોહસ્વરૂપ અંધકારનો વિનાશ કરનારી દીપિકા સમાન મીમાંસા કાંતાદૃષ્ટિમાં હોવાથી તેના તત્ત્વપ્રકાશના કારણે ક્યારે પણ અસમંજસ પ્રવૃત્તિ થતી નથી.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે. મીમાંસા સદ્દવિચારસ્વરૂપ છે, જે અજ્ઞાનતિમિરનો વિનાશ કરતી હોવાથી દીપિકાસ્વરૂપ છે. તે દીપિકાના પરમાર્થ પ્રકાશથી ક્યારે પણ અસમંજસ (અવિચારી) કૃત્ય થતું નથી. કારણ કે એનું નિમિત્ત અજ્ઞાન છે. પરંતુ એનો વિનાશ તો મીમાંસાથી થયો છે. તેથી ક્યારે પણ અવિચારી પ્રવૃત્તિ થતી નથી. ૨૪-૧૬ll હવે સાતમી પ્રભાષ્ટિનું વર્ણન કરાય છે– ध्यानसारा प्रभा तत्त्वप्रतिपत्तियुता रुजा । वर्जिता च विनिर्दिष्टा, सत्प्रवृत्तिपदावहा ॥२४-१७॥ ध्यानेति-ध्यानेन सारा रुचिरा प्रभा । तत्त्वप्रतिपत्त्या यथास्थितात्मानुभवलक्षणया युता । रुजा वर्जिता । वक्ष्यमाणलक्षणसत्प्रवृत्तिपदावहा च विनिर्दिष्टा ॥२४-१७॥ ધ્યાનના સારવાળી પ્રભાષ્ટિ છે, જે તત્ત્વમતિપત્તિથી યુક્ત હોય છે, ગુદોષથી રહિત હોય છે અને સત્યવૃત્તિપદને વહન કરનારી જણાવાઈ છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે આ સાતમી દષ્ટિ યોગના અંગભૂત ધ્યાનથી મનને હરનારી છે. અર્થાત્ પ્રિય બને છે. વાસ્તવિક સ્વરૂપના અનુભવ સ્વરૂપ તત્ત્વમતિપત્તિ નામના યોગગુણની અહીં પ્રાપ્તિ થાય છે. “આ આમ જ છે'... ઇત્યાદિ પ્રકારના દઢ નિર્ણયને તત્ત્વપ્રતિપત્તિ કહેવાય છે. આ પૂર્વે પ્રાપ્ત થયેલી તત્ત્વમીમાંસાના કારણે જ્ઞાનના વિષયનો દઢ નિર્ણય થવાથી તે તે વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કારણ, જ્ઞાન બનતું હોય છે. જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિ: આ ત્રણનો સંવાદ જ વસ્તુતઃ તત્ત્વપ્રતિપત્તિ છે. એ સંવાદ આ દૃષ્ટિમાં પહેલી વાર જ જોવા મળે છે. આ પૂર્વે જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિ આ ત્રણનો સમાગમ થયો ન હતો, જે આ દૃષ્ટિમાં થાય છે. તેથી મુમુક્ષુને સહજ રીતે જ જ્ઞાનાદિના વિષયમાં આદરાતિશય પ્રગટે છે. એને લઈને મુમુક્ષુ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ અખંડિતપણે અનુષ્ઠાન કરવા સમર્થ બને છે. તેથી તે તે અનુષ્ઠાનમાં કોઈ પણ પ્રકારની સ્કૂલના થતી નથી. એવી સ્કૂલના સ્વરૂપ દોષને અનુષ્ઠાનનો રોગ કહેવાય છે, જે રુ નામના દોષસ્વરૂપે અહીં યોગમાર્ગમાં પ્રસિદ્ધ છે. આ સાતમી દષ્ટિમાં એ રુગુ દોષનો અભાવ હોય છે. એ રુદોષથી અનુષ્ઠાનસામાન્યનો ઉચ્છેદ થતો નથી. પરંતુ નિરતિચાર એક પરિશીલન ૧૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનનો નાશ થતો હોય છે. તેથી સાતિચાર અનુષ્ઠાન હોવા છતાં વિવક્ષિત ફળની પ્રાપ્તિ થતી નથી. સાતમી દૃષ્ટિમાં એવી અવસ્થા હોતી નથી. આ દૃષ્ટિ સત્યવૃત્તિપદ(અસંગાનુષ્ઠાન)ને પ્રાપ્ત કરાવનારી છે. સમ્પ્રવૃત્તિપદનું સ્વરૂપ હવે પછી જણાવાશે. ર૪-૧ળી, ધ્યાનનું સ્વરૂપ વર્ણવાય છે– चित्तस्य धारणादेशे, प्रत्ययस्यैकतानता । ध्यानं ततः सुखं सारमात्मायत्तं प्रवर्त्तते ॥२४-१८॥ चित्तस्येति-चित्तस्य मनसो धारणादेशे धारणाविषये। प्रत्ययस्यैकतानता विसशपरिणामपरिहारेण सशपरिणामधाराबन्धो ध्यानं । यदाह-“तत्र प्रत्ययैकतानता ध्यानम्” इति [३-२] । ततस्तस्मात् सुखं सारमुत्कृष्टम् । आत्मायत्तं परानधीनं प्रवर्तते ।।२४-१८॥ ધારણાના વિષયમાં; મનની જ્ઞાનસંબંધી જે એકાગ્રતા છે તેને ધ્યાન કહેવાય છે. તેથી સારભૂત સ્વાધીન એવું સુખ પ્રવર્તે છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સૂર્યની પ્રભા જેવી પ્રભા છે જેની એવા બોધવાળી આ દૃષ્ટિમાં ધ્યાનસ્વરૂપ યોગના અંગની પ્રાપ્તિ થાય છે. ચિત્તની ધારણાના વિષયમાં જે પ્રત્યર્થકતાનતા છે, તેને ધ્યાન કહેવાય છે. જે વિષયની ધારણા છે તેનાથી વિસદશ એવા પરિણામનો પરિહાર કરીને સદેશ પરિણામની ધારામાં જે ચિત્ત લાગી રહે છે, તેને પ્રત્યાયની(જ્ઞાનની) એકતાનતા(એકાગ્રતા) કહેવાય છે. પાતંજલયોગસૂત્રમાં આ અંગે જણાવ્યું છે કે “તત્ર પ્રત્યર્થતાના ધ્યાન રૂરા. અર્થાત્ ધારણાના તે તે વિષયમાં જે ધ્યેયાકાર ચિત્તની એકાગ્રતા, તેને ધ્યાન કહેવાય છે. જે વિષયમાં ધારણા વડે ચિત્તવૃત્તિ લગાડેલી હોય તે વિષયમાં વિજાતીયવૃત્તિપ્રવાહથી રહિત સજાતીય વૃત્તિનો નિરંતર પ્રવાહ કરી દેવા સ્વરૂપ ધ્યાન છે. આશય એ છે કે જેનું ધ્યાન કરાય છે તે વિષયક જ ચિત્તવૃત્તિનો પ્રવાહ રહે, પણ અન્યવિષયકચિત્તવૃત્તિનો પ્રવાહ રહેવો ના જોઈએ. આને જ વિજાતીય પ્રત્યયથી રહિત સજાતીયપ્રત્યયપ્રવાહ કહેવાય છે. સામાન્યથી ધારણાના વિષયમાં જ્ઞાનની જે એકતાનતા છે, તેને ધ્યાન કહેવાય છે. સ્થૂલદષ્ટિએ ધ્યાન અને ધારણા : એ બંન્નેમાં રહેલા ભેદને સમજવો હોય તો મૂળભૂત વિષયમાં ચિત્તની એકાગ્રતા - એ ધારણા છે અને એના વ્યાપ્યભૂત અવાંતર એક વિષયમાં ચિત્તની એકાગ્રતા - એ ધ્યાન છે. ધારણામાં મૂળવિષયની આસપાસ જ ચિત્ત ફરતું રહે છે. જ્યારે ધ્યાન વખતે તે વિષયના એકદેશભૂત વિષયમાં જ ચિત્ત સ્થિર બને છે... ઇત્યાદિ યોગના જ્ઞાતાઓ પાસેથી સમજી લેવું જોઇએ. આ ધ્યાનથી પરમ ઉત્કૃષ્ટ એવા સુખની પ્રાપ્તિ થાય છે; જે આત્માયત્ત (સ્વાધીન) હોય છે, બીજાને આધીન હોતું નથી. ર૪-૧૮ ૧૮ સદ્દષ્ટિ બત્રીશી Page #22 -------------------------------------------------------------------------- ________________ સુખ અને દુઃખનું સ્વરૂપ જણાવાય છે सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् ।। एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥२४-१९॥ सर्वमिति-सर्वं परवशं पराधीनं दुःखं, तल्लक्षणयोगात् । सर्वमात्मवशमपराधीनं सुखम् । अत एव हेतोः । एतदुक्तं मुनिना । सङ्क्षपेण समासेन । लक्षणं स्वरूपं सुखदुःखयोः । इत्थं च ध्यानजमेव तत्त्वतः सुखं, न तु पुण्योदयभवमपीत्यावेदितं भवति । तदाह-“पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । ततश्च કુ વૈતવૃધ્યાનનું તાત્ત્વિવં સુહમ્ IIછા” |ર૪-૧૧// પરાધીન બધું દુઃખ છે અને સ્વાધીન બધું સુખ છે – આ પ્રમાણે સંક્ષેપથી સુખ અને દુઃખનું સ્વરૂપ મુનિઓએ જણાવ્યું છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય આમ તો ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે. પરંતુ એને શ્રદ્ધેય બનાવવાનું ખૂબ જ કઠિન છે. ગ્રંથકારપરમર્ષિએ જણાવેલી એ વાતનો વિચાર કરીએ તો ન સમજી શકાય એવી એ વાત નથી. સંસારમાં પાપના ઉદયથી પ્રાપ્ત થતું દુઃખ તો દુઃખ છે જ. પરંતુ પુણ્યથી પ્રાપ્ત થતું સુખ પણ દુઃખ સ્વરૂપ જ છે. કારણ કે તે દુઃખની જેમ જ કર્મના ઉદયથી પ્રાપ્ત થતું હોય છે. આત્મા અને તેના ગુણોને છોડીને અન્ય શરીર વગેરે સઘળા ય પદાર્થો પર છે. સંસારનું કોઈ પણ સુખ એ પરપદાર્થને આધીન છે, તેથી તે દુઃખસ્વરૂપ છે. પરપદાર્થની અપેક્ષા એ મોટામાં મોટું દુઃખ છે. કર્મજન્ય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખો પણ દુઃખનાં કારણ હોવાથી દુઃખસ્વરૂપ છે. આથી સમજી શકાશે કે ધ્યાનના કારણે ઉત્પન્ન થનારું સુખ જ વાસ્તવિક સુખ છે. કારણ કે તે સ્વાધીન(આત્મવશ) છે. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારું કોઈ પણ સુખ પરાધીન હોવાથી દુઃખસ્વરૂપ જ છે. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારું સુખ વસ્તુતઃ સુખ જ નથી. કારણ કે તેમાં સુખનું લક્ષણ નથી. પરંતુ તેમાં દુઃખનું લક્ષણ છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લોક નં.૧૭૩) એ પ્રમાણે જણાવ્યું છે કે – પુણ્યના ઉદયથી પ્રાપ્ત સુખ પણ પરવશ છે – એ નિશ્ચિત છે. કારણ કે પુણ્ય આત્માદિથી પર છે. તેથી પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ દુઃખરૂપ જ છે. કારણ કે પરવશતા સ્વરૂપ દુઃખનું લક્ષણ એ સુખમાં સંગત થાય છે. આ રીતે ધ્યાનથી ઉત્પન્ન થયેલું સુખ જ તાત્ત્વિક સુખ છે- એ સ્પષ્ટ છે. અહીં યોગદષ્ટિસમુચ્ચયના શ્લો.નં. ૧૭૩માં ચોથું પદ ધ્યાન તત્તિ સુહમ્ આ પ્રમાણે છે. તેના સ્થાને એ ગ્રંથમાં તzસનિયોતિ: આ પ્રમાણે પાઠ છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે. ર૪-૧લા આત્મવશ સુખ હોવાથી મહાત્માઓને તે નિરંતર હોય છે, તે જણાવાય છે એક પરિશીલન Page #23 -------------------------------------------------------------------------- ________________ ध्यानं च विमले बोधे, सदैव हि महात्मनाम् । સવા પ્રકૃમરોડા, છાશો અને વિધોર૪-૨૦નો. ध्यानं चेति-विमले बोधे च सति महात्मनां सदैव हि ध्यानं भवति । तस्य तन्नियतत्वात् । दृष्टान्तमाह-अनभ्रेऽभ्ररहिते गगने विधोरुदितस्य प्रकाशः सदा प्रसृमरो भवति, तथावस्थास्वाभाव्यादिति ર૪-૨૦|| નિર્મળ બોધ હોતે છતે મહાત્માઓને સદાને માટે ધ્યાન હોય છે; મેઘથી રહિત આકાશમાં સદાને માટે ચંદ્રમાનો પ્રકાશ પ્રસરતો હોય છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે આ સાતમી દષ્ટિમાં સદાને માટે નિર્મળ બોધ હોવાથી ધ્યાન પણ સદાને માટે હોય છે. કારણ કે નિર્મળબોધનિયત જ ધ્યાન હોય છે. નિર્મળ બોધથી પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ થવાથી તેને પ્રગટ કરવા માટે મુમુક્ષુ આત્માઓનું મન માત્ર મોક્ષમાં લાગ્યું હોય છે. એ રીતે ચિત્ત મોક્ષમાં સ્થિર બનતું હોવાથી અહીં સદાને માટે ધ્યાન હોય છે, તેથી જ ધ્યાનથી જન્ય એવું સ્વાધીન સુખ આ દૃષ્ટિમાં નિરંતર હોય છે. એ સુખના કારણે ગમે તેવી પ્રવૃત્તિથી પણ ધ્યાનનો વિચ્છેદ થતો નથી. સ્પષ્ટ ક્ષયોપશમના કારણે ઉત્પન્ન થયેલા નિર્મળ બોધના પ્રભાવે તાત્ત્વિક સુખનો અનુભવ થવાથી અતાત્વિક સુખમાં રતિ થતી નથી. કર્મયોગે પ્રાપ્ત થયેલા વિષમ સંયોગોને પણ મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ બનાવવાની કુશળતા આ દૃષ્ટિમાં પ્રાપ્ત થતી હોય છે, જે નિર્મળ બોધની જ વિશેષતા છે. આ વાતને દષ્ટાંતથી ખૂબ જ સ્પષ્ટપણે આ શ્લોકના ઉત્તરાર્ધથી સમજાવી છે. મેઘથી રહિત આકાશમાં ચંદ્રમાનો પ્રકાશ પ્રસરતો હોય છે, તેમ આ દષ્ટિમાં પ્રાપ્ત થયેલા સરળ-નિર્મળ બોધથી સદાને માટે ધ્યાન હોય છે. તેવા પ્રકારના સ્વભાવથી જ એવી અવસ્થા આ દૃષ્ટિમાં હોય છે. ૨૪-૨૦ના પૂર્વોક્ત સમ્પ્રવૃત્તિપદનું સ્વરૂપ વર્ણવાય છે सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसज्ञितम् । संस्कारतः स्वरसतः, प्रवृत्त्या मोक्षकारणम् ॥२४-२१॥ सदिति-सत्प्रवृत्तिपदं चेह प्रभायामसङ्गानुष्ठानसज्ज्ञितं भवति । संस्कारतः प्राच्यप्रयलजात् स्वरसत इच्छानरपेक्ष्येण । प्रवृत्त्या प्रकृष्टवृत्त्या । मोक्षकारणं । यथा दृढदण्डनोदनानन्तरमुत्तरश्चक्रभ्रमिसन्तानस्तत्संस्कारानुवेधादेव भवति, तथा प्रथमाभ्यासाद्ध्यानानन्तरं तत्संस्कारानुवेधादेव तत्सदृशपरिणामप्रवाहोऽसङ्गानुष्ठनसञ्ज्ञां लभत इति भावार्थः ।।२४-२१।। “આ પ્રભાષ્ટિમાં અસંગાનુષ્ઠાન-સંજ્ઞાવાળું સત્યવૃત્તિપદ; પૂર્વપ્રયત્નથી સ્વભાવે પ્રવૃત્તિ થતી હોવાથી મોક્ષનું કારણ બને છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. સદ્દષ્ટિ બત્રીશી Page #24 -------------------------------------------------------------------------- ________________ એનું તાત્પર્ય એ છે કે આ સાતમી પ્રભાષ્ટિમાં સ–વૃત્તિપદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પૂર્વે (શ્લો.નં. ૧૭માં) જણાવ્યું હતું. એ સત્યવૃત્તિપદનું સ્વરૂપ આ શ્લોકથી જણાવાય છે. “અસંગાનુષ્ઠાન' આ નામવાળું સત્યવૃત્તિપદ છે. એ અસંગાનુષ્ઠાન અર્થાત્ સત્યવૃત્તિપદ સંસ્કારના કારણે સ્વરસતઃ થતી પ્રવૃત્તિથી મોક્ષનું કારણ બને છે. આ પૂર્વેના પ્રયત્નથી તે તે પ્રવૃત્તિને અનુકૂળ એવા સંસ્કાર ઉત્પન્ન થાય છે અને તે તે પ્રવૃત્તિને કરવાની ઇચ્છા વિનાસ્વભાવથી જે પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિ સંસ્કારથી અને સ્વરસ(સ્વભાવ)થી થાય છે. આવી પ્રવૃત્તિ પ્રકૃષ્ટવૃત્તિ સ્વરૂપ હોય છે. એને લઈને આ દૃષ્ટિમાં થતું અસંગાનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે. આશય એ છે કે દઢ એવા દંડથી ચક્રનું જે ભ્રમણ થાય છે, તે પ્રારંભિક ભ્રમણ દઢ દંડના પ્રયોગથી થયેલું હોય છે. પરંતુ પછી જે ચક્રનું ભ્રમણ થાય છે તે ચક્રમાં ઉત્પન્ન થયેલા વેગ નામના સંસ્કારથી થાય છે. અર્થાત્ ચક્રભ્રમણની પરંપરા તેના વેગાખ્ય સંસ્કારના અનુવેધથી, સ્વભાવથી જ થાય છે. તેવી જ રીતે અહીં પણ શરૂઆતમાં અભ્યાસથી ધ્યાન પછી તેના સંસ્કારને લઈને સહજપણે જ ધ્યાનના પરિણામ જેવા પરિણામનો એક પ્રવાહ ચાલે છે, જેને અસંગાનુષ્ઠાન કહેવાય છે. અહીં સાતમા ગુણસ્થાનકનો પ્રકર્ષ હોય છે... ઇત્યાદિ સમજી લેવું. ૨૪-૨૧TI આ અસંગાનુષ્ઠાનનું વર્ણન અન્યદર્શનકારોએ જે રીતે કર્યું છે, તેનું વર્ણન કરાય છે– प्रशान्तवाहितासङ्ख, विसभागपरिक्षयः । વિવર્ત છુવાàતિ, યોજિમ તે હવે ર૪-રરા प्रशान्तेति-प्रशान्तवाहितासझं साङ्ख्यानां । विसभागपरिक्षयो बौद्धानां । शिववर्त्म शैवानां । धुवाध्वा महावतिकानाम् । इत्येवं हि योगिभिरदोऽसङ्गानुष्ठानं गीयते ॥२४-२२।।। “આ અસંગાનુષ્ઠાનને પ્રશાંતવાહિતા, વિસભાગપરિક્ષય, શિવ અને ધ્રુવાધ્યા નામથી યોગીજનો વર્ણવે છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે – સાંખ્યદર્શનના જાણકારો અસંગાનુષ્ઠાનને, “પ્રશાંતવાહિતા'ના નામથી વર્ણવે છે. બૌદ્ધો તેને “ વિભાગના પરિક્ષય' રૂપે જણાવે છે. શવો તેને શિવવત્મ કહે છે અને મહાવ્રતિકો તેને “ધ્રુવાધ્વા' તરીકે જણાવે છે. વિષયકષાયની પરિણતિના અભાવને “પ્રશાંતવાહિતા' કહેવાય છે. વિષયકષાયની પરિણતિને ઉત્પન્ન કરનારા સંસ્કારોના અભાવને “વિસભાગપરિક્ષય' કહેવાય છે. અવ્યવહિત (વ્યવધાનરહિત-સાક્ષાતુ) મોક્ષમાર્ગને શિવવર્લ્સ અને યુવાધ્વા કહેવાય છે. સામાન્યથી આ બધી અવસ્થાઓ સામર્થ્યયોગની સમીપની છે. અન્યત્ર વર્ણવેલી અમૃતાનુષ્ઠાનની અવસ્થામાં અને અહીં વર્ણવેલી અસંગાનુષ્ઠાનની અવસ્થામાં ખાસ ફરક નથી. અનુષ્ઠાનના સતત અભ્યાસથી પડેલા દઢતર સંસ્કારના કારણે આત્મસાત્ થયેલું આ અસંગાનુષ્ઠાન ભાવપ્રકર્ષથી પૂર્ણ હોય છે. એક પરિશીલન ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ મોક્ષના નિર્મળ પરિણામ સ્વરૂપ આત્મતત્ત્વ જ વસ્તુતઃ અસંગાવસ્થા છે. વસ્તુ સારામાં સારી અને રાગ સહેજ પણ નહીં - આ એક અદ્ભુત સિદ્ધિ છે. પ્રભાષ્ટિની આ પ્રભા આપણા આત્મતત્ત્વને પ્રગટ કરનારી છે. ર૪- સાંખ્યદર્શનપ્રસિદ્ધ પ્રશાંતવાહિતાનું સ્વરૂપ વગેરે જણાવાય છે प्रशान्तवाहिता वृत्तेः, संस्कारात् स्यान्निरोधजात् । प्रादुर्भावतिरोभावौ, तद्व्युत्थानजयोरयम् ॥२४-२३॥ प्रशान्तेति-प्रशान्तवाहिता परिहृतविक्षेपतया सदृशप्रवाहपरिणामिता । वृत्तवृत्तिमयस्य चित्तस्य निरोधजात् संस्कारात् स्यात् । तदाह-“तस्य प्रशान्तवाहिता संस्कारात्” [३-१०] । कोऽयं निरोध एवेत्यत आह-तद्व्युत्थानजयोर्निरोधजव्युत्थानजयोः संस्कारयोः प्रादुर्भावतिरोभावौ वर्तमानाध्वाभिव्यक्तिकार्यकरणासामर्थ्यावस्थानलक्षणौ अयं निरोधः । चलत्वेऽपि गुणवृत्तस्योक्तोभयक्षयवृत्तित्वान्वयेन चित्तस्य तथाविधस्थैर्यमादाय निरोधपरिणामशब्दव्यवहारात् । तदुक्तं-“व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ નિરોધક્ષવિત્તાન્તો નિરોધપરિણામ” તિ [39] ર૪-રરૂા. વૃત્તિના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી પ્રશાંતવાહિતાની પ્રાપ્તિ થાય છે. નિરોધથી જન્ય સંસ્કારનો આવિર્ભાવ અને વ્યથાનથી જન્ય સંસ્કારનો જે તિરોભાવ છે, તે અહીં વૃત્તિઓનો નિરોધ છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે વિક્ષેપનો પરિહાર કરવા વડે ચિત્તનો જે એકાકાર નિરંતર ચાલતો પ્રવાહ સ્વરૂપ પરિણામ છે, તેને પ્રશાંતવાહિતા કહેવાય છે. આ પ્રશાંતવાહિતાનું સ્વરૂપ સમજવા માટે એ સમજી લેવું જોઇએ કે એક જ ચિત્ત; સત્ત્વ રજસ્ અને તમન્ ગુણને લઇને સાત્ત્વિક રાજસ અને તામસ : આ પ્રકારથી ત્રણ પ્રકારનું છે. તત્ત્વજ્ઞાન, પ્રસન્નતા, પ્રીતિ, ઉત્સાહ, લઘુતા(હળવું), દયા, ક્ષમા, ધૈર્ય અને વિવેક વગેરે ધર્મથી યુક્ત ચિત્ત સાત્ત્વિક કહેવાય છે. ઉદ્યોગશીલતા, પરિતાપ ચિંતાવિશેષ), શોક, લોભ અને ઈર્ષ્યા વગેરે ધર્મથી યુક્ત ચિત્ત રાજસ કહેવાય છે તેમ જ અનુઘમશીલતા, વિહ્વળતા, અજ્ઞાનતા, જડતા, દૈન્ય, આળસ અને ભય વગેરે ધર્મથી યુક્ત ચિત્ત તામસ કહેવાય છે. આ રીતે સત્ત્વ રજસ અને તમસ્ ગુણને લઇને ચિત્ત ત્રિગુણાત્મક છે. એમાં સત્ત્વગુણની ન્યૂનતા હોય અને રજોગુણ તથા તમોગુણની સમાનતા હોય ત્યારે શબ્દાદિ વિષયોને તેમ જ અણિમાદિ ઐશ્વર્યને પ્રિય માની તેમાં જ ચિત્ત આસક્ત બને છે, એ ચિત્ત લિપ્ત કહેવાય છે. જ્યારે સત્ત્વ અને રજોગુણનો અભિભવ કરીને તમોગુણનો પ્રસાર થાય છે, ત્યારે અજ્ઞાન અવૈરાગ્ય અને નિદ્રા વગેરે અવસ્થાપન્ન ચિત્તને મૂઢ કહેવાય છે. જ્યારે તમોગુણની પ્રક્ષીણતાથી સત્ત્વગુણનો વિકાસ થાય છે. ત્યારે રજોગુણના લેશથી યુક્ત ચિત્ત ધર્મ, વૈરાગ્યાદિમાં પ્રવૃત્તિશીલ બને છે. એવા - રે રે સદ્દષ્ટિ બત્રીશી Page #26 -------------------------------------------------------------------------- ________________ ચિત્તને વિક્ષિપ્ત ચિત્ત કહેવાય છે. માત્ર સત્ત્વગુણમાં જ પ્રાધાન્યનો અનુભવ કરનારું સ્વભાવસ્થિત ચિત્ત પરપ્રસંખ્યાન સ્વરૂપ છે અને ચિત્તની સર્વવૃત્તિઓનો નિરોધ થવાથી ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. ઉપર જણાવેલા ક્ષિપ્ત મૂઢ અને વિક્ષિપ્ત ચિત્તની ભૂમિઓનું જે વ્યુત્થાન છે અને નિરુદ્ધ ચિત્તની ભૂમિ સ્વરૂપ જે નિરોધ છે, તેના સંસ્કારનો અનુક્રમે જે તિરોભાવ અને પ્રાદુર્ભાવ છે; તે અહીં નિરોધસ્વરૂપ પરિણામ છે. વર્તમાન માર્ગની અભિવ્યક્તિ એ અહીં પ્રાદુર્ભાવ છે અને પોતાનું કાર્ય કરવાના સામર્થ્યનો અભાવ : એ અહીં સંસ્કારનો તિરોભાવ છે. ચિત્તની વૃત્તિઓ અને ચિત્ત એ બંન્ને અભિન્ન હોવાથી વૃત્તિઓનો નિરોધ હોવા છતાં વૃત્તિમય ચિત્તના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી પ્રશાંતવાહિતાની પ્રાપ્તિ થાય છે - એમ વર્ણવ્યું છે. પાતંજલયોગસૂત્ર(૩-૧૦)માં એ પ્રમાણે વર્ણવતાં જણાવ્યું છે કે “નિરોધજન્ય સંસ્કારથી ચિત્તની પ્રશાંતવાહિતાનો લાભ થાય છે. આ નિરોધ શું છે? એવી શંકાનું સમાધાન શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવ્યું છે, જેનો આશય ઉપર જણાવ્યો છે. વ્યુત્થાન-સંસ્કારોની અતીત અવસ્થા (સ્વકાર્ય કરવાની અસમર્થતા) અને નિરોધસંસ્કારની વર્તમાનતા સ્વરૂપ ચિત્તનો નિરોધ - પરિણામ છે. ક્ષણે ક્ષણે ત્રિગુણાત્મક ચિત્તની ચંચળતા હોવા છતાં પૂર્વાપર ક્ષણમાંના પરિણામોના અભાવમાં પણ બન્ને ક્ષણોમાં ચિત્તનો સંબંધ હોય છે જ. આવા પ્રકારની ચિત્તની સ્થિરતાને લઈને ચિત્તના નિરોધ - પરિણામનો વ્યવહાર થાય છે. ક્ષણે ક્ષણે જે ચિત્તમાંથી વ્યુત્થાન - સંસ્કારોનું નિર્ગમન અને નિરોધજન્ય સંસ્કારોનો પ્રવેશ છે; તે સ્વરૂપ અહીં ચિત્તનો નિરોધ - પરિણામ છે. આ વાતને જણાવતાં પાતંજલયોગસૂત્ર(૩-૯)માં જણાવ્યું છે કે – વ્યુત્થાન અને નિરોધના સંસ્કારોનો અનુક્રમે જે અભિભવ અને પ્રાદુર્ભાવ છે, તેને નિરોધસ્વરૂપ ચિત્તસંબંધાત્મક નિરોધપરિણામ કહેવાય છે...ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. આ સ્થાને સાતમા ગુણસ્થાનકની અને સામર્થ્યયોગની અવસ્થાનું અનુસંધાન કરવાથી ઉપર્યુક્ત પદાર્થને સમજવાની થોડી અનુકૂળતા થશે. ll૨૪-૨૩ નિરોધ પરિણામનું વર્ણન કરીને પ્રસંગથી સમાધિ-પરિણામનું વર્ણન કરાય છે– सर्वार्थतैकाग्रतयोः, समाधिस्तु क्षयोदयौ । तुल्यावेकाग्रता शान्तोदितौ च प्रत्ययाविह ॥२४-२४॥ सर्वार्थतेति-सर्वार्थता चलत्वान्नानाविधार्थग्रहणं । चित्तस्य विक्षेपो धर्म एकाग्रता एकस्मिन्नेवालम्बने सदृशपरिणामिता तयोः । क्षयोदयौ तु अत्यन्ताभिभवाभिव्यक्तिलक्षणौ समाधिरुद्रिक्तसत्त्वचित्तान्वयितयाऽवस्थितः समाधिपरिणामोऽभिधीयते । यदुक्तं-“सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः” इति [३-११] । पूर्वत्र विक्षेपस्याभिभवमात्रम्, इह त्वत्यन्ताभिभवोऽनुत्पत्तिरूपोऽतीताध्वप्रवेश એક પરિશીલન Page #27 -------------------------------------------------------------------------- ________________ इत्यनयोर्भेदः । इहाधिकृतदर्शने तुल्यावेकरूपालम्बनत्वेन सदृशौ । शान्तोदितौ अतीताध्वप्रविष्टवर्तमानाध्वस्फुरितलक्षणौ च प्रत्ययौ एकाग्रता उच्यते समाहितचित्तान्वयिनी । तदुक्तं-“शान्तोदितौ हि तु(तौ तु)ल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः” [३-१२] । न चैवमन्वयव्यतिरेकवस्त्वसम्भवः, यतोऽन्यत्रापि धर्मलक्षणावस्थापरिणामा दृश्यन्ते, तत्र धर्मिणः पूर्वधर्मनिवृत्तावुत्तरधर्मापत्तिधर्मपरिणामः । यथा मृल्लक्षणस्य धर्मिणः पिण्डरूपधर्मपरित्यागेन घटरूप धर्मान्तरस्वीकारः । लक्षणपरिणामश्च यथा तस्यैव घटस्यानागताध्वपरित्यागेन वर्तमानाध्वस्वीकारः, तत्परित्यागेन वाऽतीताध्वपरिग्रहः । अवस्थापरिणामश्च यथा तस्य घटस्य प्रथमद्वितीययोः क्षणयोः सदृशयोरन्वयित्वेन चलगुणवृत्तीनां गुणपरिणामनं धर्मीव शान्तोदितेषु शक्तिरूपेण स्थितेषु सर्वत्र सर्वात्मकत्वव्यपदेशेषु धर्मेषु कथचिदिन्नेष्वन्वयी दृश्यते । यथा पिण्डघटादिषु मृदेव प्रतिक्षणमन्यान्यत्वाद्विपरिणामान्यत्वं । तत्र केचित्परिणामाः प्रत्यक्षेणैवोपलक्ष्यन्ते यथा सुखादयः संस्थानादयो वा । केचिच्चानुमानगम्या यथा कर्मसंस्कारशक्तिप्रभृतयः । धर्मिणश्च भिन्नाभिन्नरूपतया सर्वत्रानुगम इति न काचिदनुपपत्तिः । तदिदमुक्तम्-“एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः રૂિ-રૂ] શાન્તોહિતાવ્યપદ્દેશ્યધર્માનુપાતી ઘર્મી [૩-૧૪] “માન્યત્વે રિમાન્યત્વે રિતિ [૩-૧૧]" ર૪-૨૪ll. સર્વાર્થતા અને એકાગ્રતાનો અનુક્રમે ક્ષય અને ઉદય સ્વરૂપ સમાધિ-પરિણામ છે. આ દર્શનમાં એકસરખા શાંત અને ઉદિત જે પ્રત્યયો છે તેને એકાગ્રતા કહેવાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે ચિત્ત ચંચળ હોવાથી અનેક પ્રકારના અર્થનું ગ્રહણ કરવા સ્વરૂપ તેની સર્વાર્થતા છે, જે ચિત્તનો વિક્ષેપ સ્વરૂપ ધર્મ છે અને કોઈ એક જ આલંબનમાં નિશ્ચલ વૃત્તિપ્રવાહે સ્થિરતા પ્રાપ્ત કરવાથી આલંબનમાં સમાન પરિણામ સ્વરૂપ એકાગ્રતા ચિત્તધર્મ છે. આમાંના સર્વાર્થતાધર્મનો અત્યંત અભિભવ(તિરોધાન), સર્વાર્થતાના ક્ષય સ્વરૂપ છે અને એકાગ્રતાની અભિવ્યક્તિ સ્વરૂપ એકાગ્રતાનો ઉદય છે. આવા ક્ષય અને ઉદયને સમાધિ કહેવાય છે, જેને ઉદ્રિક્ત સત્ત્વથી યુક્ત ચિત્તના સંબંધી રૂપે અવસ્થિત સમાધિ-પરિણામ કહેવાય છે. આ વાતને જણાવતાં પાતંજલ યોગસૂત્રમાં જણાવ્યું છે “સર્વાર્થર્તિપ્રતિયોઃ ક્ષયોથી વિત્તી સમથિરિણામઃ” રૂ-૧૧ એનો અર્થ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે ચિત્તની સર્વાર્થતા (વિક્ષિપ્તતા) અને એકાગ્રતાનો અનુક્રમે નાશ અને પ્રાદુર્ભાવ થવો એ સમાધિપરિણામ કહેવાય છે. પૂર્વે વર્ણવેલા નિરોધ-પરિણામમાં અને અહીંના સમાધિ-પરિણામમાં એ વિશેષતા છે કે નિરોધ-પરિણામમાં વિક્ષેપનો અભિભવ માત્ર હોય છે અને અહીં સમાધિપરિણામમાં તેનો વિક્ષેપનો) ક્ષય હોય છે. અર્થાત પૂર્વે નિરોધ-પરિણામ સ્થળે વિક્ષેપનો માત્ર અભિભવ હતો (તિરોધાન હતું), અહીં સમાધિ-પરિણામમાં વિક્ષેપનો અત્યંત ક્ષય થવાથી તેની ઉત્પત્તિ જ થતી નથી, જેથી તેનો અતીતમાર્ગમાં પ્રવેશ થાય છે અર્થાત્ તેનો ક્ષય થાય છે. સદ્દષ્ટિ બત્રીશી Page #28 -------------------------------------------------------------------------- ________________ આ પાતંજલદર્શનમાં એક સ્વરૂપવાળા આલંબનના કારણે એકસરખા શાંત અને ઉદિત પ્રત્યયને એકાગ્રતા કહેવાય છે. અતીતાણ્ડપ્રવિષ્ટ પ્રત્યય શાંતપ્રત્યય છે અને વર્તમાનમાર્ગપ્રવિષ્ટ (સ્ફરિત) પ્રત્યય ઉદિતપ્રત્યય છે. અર્થાત્ ઉપર જણાવ્યા મુજબ વિક્ષિપ્તતાધર્મનો ક્ષય થવાથી શાંતપ્રત્યય અને ઉદિતપ્રત્યય : બંન્ને એકસરખા થઈ જાય છે; તેને એકાગ્રતા કહેવાય છે, જે સમાધિયુક્ત ચિત્તનો ધર્મ છે. એ પ્રમાણે યોગસૂત્ર(૩-૧૨)માં જણાવ્યું છે. એનો આશય એ છે કે વિક્ષિપ્તતાધર્મનો ક્ષય થવાથી; જે ભૂત-વર્તમાન (શાંત-ઉદિત) પ્રત્યયો એકસરખા થઈ જાય તેને ચિત્તની એકાગ્રતા કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમાધિસ્વરૂપ પરિણામ સ્થળે એ પૂર્વે સમાધિયુક્ત ચિત્તનો જે પ્રત્યય ઉદિત થઈ શાંત થયો હતો તેના જેવો જ એવો પ્રત્યય પાછળથી ઉત્પન્ન થાય છે, તેનાથી તે પ્રત્યય જુદો નથી. એ બંન્ને પ્રત્યયો વખતે ચિત્તસ્વરૂપ ધર્મી અનુગત હોય છે.. ઇત્યાદિ ભણાવનાર પાસેથી જાણી લેવું જોઈએ. “આ રીતે શાંત અને ઉદિત પ્રત્યય સ્વરૂપ એકાગ્રતા માનવાથી ચિત્તમાં અન્વય(સંબંધ, ઉદિત પ્રત્યયનો સદ્ભાવ) અને વ્યતિરેક(અભાવ-સંબંધાભાવ, શાંત પ્રત્યય) - આ વિરુદ્ધ ધર્મોનો એક ચિત્તમાં સમાવેશ સંભવિત નથી.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે લોકમાં પણ ધર્મસ્વરૂપ અવસ્થાઓના પરિણામો દૃષ્ટિગોચર થાય છે. કહેવાનો આશય એ છે કે - માટી(કૃત્તિકા)સ્વરૂપ ધર્મી, પોતાના પિંડસ્વરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટસ્વરૂપ ધર્માતરનો(બીજા ધર્મનો) સ્વીકાર કરે છે. આ રીતે એક જ ધર્મીમાં ધર્મપરિણામ જોવા મળે છે. લક્ષણપરિણામ એ છે કે જેમ તે જ ઘટ, અનાગતાધ્વનો (ભવિષ્યદવસ્થાનો) પરિત્યાગ કરીને વર્તમાનાધ્વનો (વર્તમાનાવસ્થાનો) સ્વીકાર કરે છે અથવા વર્તમાનાધ્વનો પરિત્યાગ કરીને અતીતાધ્વનો સ્વીકાર કરે છે અને અવસ્થાપરિણામ, તે ઘટનો જ પ્રથમ અને દ્વિતીય ક્ષણનો જે પરિણામ છે (જે પ્રાચીન અને અર્વાચીન અવસ્થા સ્વરૂપ છે) તે બંન્ને સમાન ક્ષણમાંના સંબંધ સ્વરૂપ છે. ચંચળ એવી સત્ત્વ, રજસ્ અને તમ સ્વરૂપ ગુણોની વૃત્તિઓનું ગુણપરિણમન (ધર્મસ્વરૂપે પરિણમન), શાંત અને ઉદિત એવા શક્તિસ્વરૂપે બધે રહેલા ધર્મ હોતે છતે સર્વાત્મકત્વની જેમજેનો વ્યપદેશ થતો નથી એવા તે ધર્મો ધર્મીથી કથંચિ ભિન્ન હોવાથી તેનાથી સંબદ્ધ ધર્મીની જેમ દેખાય છે. આશય એ છે કે સર્વત્ર ધર્મો શક્તિસ્વરૂપે તે તે ધર્મીમાં રહેલા છે. વસ્તુનું સ્વરૂપ એ રીતે સર્વાત્મક છે. પરંતુ તેનો વ્યપદેશ-વ્યવહાર થતો ન હોવાથી તે ધર્મોને અવ્યપદેશ(અવ્યપદેશ્ય) કહેવાય છે. તે તે ધર્મો જયારે પણ પરિણામ પામે છે ત્યારે ધર્મીનો સંબંધ હોય છે. કથંચિ ભિન્ન ધર્મો હોય ત્યારે તેનું વિપરિણમન ધર્મી જેવું દેખાય છે. દા.ત. માટીનો પિંડ અને ઘટાદિમાં માટી, પ્રત્યેક ક્ષણે અન્ય અન્ય સ્વરૂપે રહેલી હોવાથી તે સ્વરૂપ જ ધર્મોના વિપરિણામોમાં ભેદ છે. એ પરિણામોમાં કેટલાક પરિણામો પ્રત્યક્ષપ્રમાણથી જ જણાય છે. દા.ત. સુખ, દુઃખ વગેરે પરિણામો અને સંસ્થાન વગેરે પરિણામો. કેટલાંક કર્મ સંસ્કાર અને શક્તિ સ્વરૂપ એક પરિશીલન ૨૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ પરિણામો અનુમાનથી ગમ્યમાન છે. એ પરિણામો જેના છે તે ધર્મો, પરિણામથી કથંચિદ્ ભિન્નાભિન્નરૂપે તે તે પરિણામોમાં સર્વત્ર અનુગત(સંબદ્ધ) છે; તેથી કોઇ દોષ નથી. આ વિષયમાં પાતંજલયોગસૂત્રમાં (૩-૧૩, ૧૪, ૧૫) જણાવ્યું છે કે - “ચિત્તની પરિણતિનું કથન કરવાથી ભૂત(પૃથ્યાદિ) અને ઇન્દ્રિયોના ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામોનું નિરૂપણ કરાયું છે.” (૩-૧૩) આશય એ છે કે ધર્મી વિદ્યમાન હોવા છતાં પૂર્વ ધર્મના તિરોભાવપૂર્વક બીજા ધર્મનો જે પ્રાદુર્ભાવ, તેને ધર્મપરિણામ કહેવાય છે. વિદ્યમાન ધર્મોના અનાગતાદિ કાલનો ત્યાગ કરવા પૂર્વક વર્તમાનકાલતાદિનો લાભ થવા સ્વરૂપ લક્ષણપરિણામ છે અને વિવક્ષિત વર્તમાન ધર્મની પ્રબળતા અને તેનાથી અન્ય ધર્મની વર્તમાનમાં જે દુર્બળતા હોય છે તેને અવસ્થાપરિણામ કહેવાય છે. ચિત્તના વ્યુત્થાન અને નિરોધસ્વરૂપ ધર્મને આશ્રયીને ચિત્તના ધર્મપરિણામાદિ ત્રણનું નિરૂપણ કરવાથી પૃથ્યાદિ ભૂતો અને ઇન્દ્રિયોના પણ તે તે પરિણામોનું નિરૂપણ થયેલું છે જ. કારણ કે એ સમજવાનું સહેલું છે. વસ્તુમાત્રની ત્રિગુણાત્મકતાનું પરિભાવન કરવાથી એ સમજી શકાય છે. ,, ધર્મપરિણામાદિ જે ધર્મીના છે તેનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે “શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મના અનુપાતીને(સંબંધીને) ધર્મી કહેવાય છે.” આશય એ છે કે વસ્તુમાત્રમાં ભૂત વર્તમાન અને ભવિષ્યદ્ ધર્મો હોય છે. મૃત્તિકાની વર્તમાન પિંડાવસ્થા વખતે ચૂર્ણાવસ્થા અતીત(ભૂત-શાંત)રૂપે હોય છે અને ઘટાવસ્થા અનાગત(અવ્યપદેશ્ય-ભવિષ્યદ્)સ્વરૂપે હોય છે, જ્યારે પિંડાવસ્થા ઉદિત છે. આ રીતે મૃત્તિકા સ્વ-સ્વરૂપે સર્વત્ર વિદ્યમાન હોવાથી તેને ધર્મી કહેવાય છે. (૩-૧૪) આ રીતે એક ધર્મીના અનેક ધર્મો (પરિણામ) હોય છે. તેનું કારણ જણાવતાં વર્ણવાયું છે કે, “પરિણામોના ભેદમાં ક્રમનો ભેદ કારણ છે.” (૩-૧૫) આશય સ્પષ્ટ છે કે પ્રથમ માટીનો ચૂર્ણસ્વરૂપે પરિણામ થાય છે. ત્યાર પછી પિંડસ્વરૂપ પરિણામ થાય છે અને ત્યાર પછી ઘટસ્વરૂપે પરિણામ થાય છે. ઘટનો નાશ થાય એટલે અનુક્રમે ઠીકરા અને કણસ્વરૂપ પરિણામ વગેરે પરિણામ થાય છે. આ રીતે ક્રમવિશેષના કારણે તે તે પરિણામોમાં ભેદ જોવા મળે છે, જે સર્વજનસિદ્ધ છે. ઇત્યાદિ પાતંજલયોગસૂત્રના જાણકારો પાસેથી વ્યવસ્થિત રીતે સમજી લેવું જોઇએ. અહીં તો પ્રકૃતોપયોગી અંશનું જ વર્ણન કર્યું છે, જે ગ્રંથના પરમાર્થને સમજાવવા માટે પૂરતું છે. ૨૪-૨૪૫ આ પ્રભાદૃષ્ટિને જે કા૨ણે સત્પ્રવૃત્તિપદાવહા કહેવાય છે, તે કારણનું વર્ણન કરાય છે— ૨૬ अस्यां व्यवस्थितो योगी, त्र्यं निष्पादयत्यदः । તતોય વિનિર્વિષ્ટા, સત્પ્રવૃત્તિષવાવા ||૨૪-૨૫|| સદ્દષ્ટિ બત્રીશી Page #30 -------------------------------------------------------------------------- ________________ अस्यामिति-अस्यां प्रभायां व्यवस्थितो योगी त्रयमदो निरोधसमाध्येकाग्रतालक्षणं निष्पादयति साधयति । ततश्चेयं प्रभा सत्प्रवृत्तिपदावहा विनिर्दिष्टा, सर्वैः प्रकारैः प्रशान्तवाहिताया एव सिद्धेः ।।२४-२५।। “શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ધ્યાનસારા પ્રમા.. આ (૧૭) શ્લોકમાં પ્રભાષ્ટિને સત્યવૃત્તિપદાવહા' સ્વરૂપે વર્ણવી છે. એનું જ કારણ છે તે જણાવવા માટે આ શ્લોક છે. આ સાતમી પ્રભાષ્ટિમાં રહેલા યોગી નિરોધ, સમાધિ અને એકાગ્રતા : આ ત્રણને સાધે છે. તેથી આ દષ્ટિને સત્યવૃત્તિપદને વહન કરનારી કહેવાય છે. કારણ કે નિરોધાદિની સાધનાથી બધી રીતે પ્રશાંતવાહિતાની (જુઓ ગ્લો.નં. ૨૨) જ સિદ્ધિ થાય છે, જે અસંગાનુષ્ઠાન સ્વરૂપ છે... ઈત્યાદિ આ પૂર્વે જણાવ્યું છે. ૨૪-૨પા. હવે આઠમી પરાદષ્ટિનું વર્ણન કરાય છે– समाधिनिष्ठा तु परा, तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च, तदुत्तीर्णाशयेति च ॥२४-२६॥ समाधीति-परा तु दृष्टिः समाधिनिष्ठ वक्ष्यमाणलक्षणसमाध्यासक्ता । तदासङ्गेन समाध्यासङ्गेन विवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च सर्वाङ्गीणैकत्वपरिणतप्रवृत्तिश्च चन्दनगन्धन्यायेन । तदुत्तीर्णाशयेति च सर्वथा विशुद्धया प्रवृत्तिवासकचित्ताभावेन ।।२४-२६।। “સમાધિથી યુક્ત અને સમાધિના આસંગથી રહિત પરાદષ્ટિ છે. તેમાં પ્રવૃત્તિ આત્મસાતુ થયેલી હોય છે. તેમ જ કોઈ પ્રવૃત્તિ કરવાના આશયથી એ ઉત્તીર્ણ(રહિત) હોય છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે યમ-નિયમાદિ આઠ યોગનાં અંગોમાંથી છેલ્લા આઠમા “સમાધિ અંગની પ્રાપ્તિ થાય છે, તેથી આ પરાષ્ટિ સમાધિનિષ્ઠ (સમાધિથી આસક્ત-વ્યાપ્ત) કહેવાય છે. હવે પછી સમાધિનું સ્વરૂપ વર્ણવાશે. ખેદ, ઉદ્વેગાદિ યોગબાધક આઠ દોષોમાંનો આસંગ નામનો આઠમો દોષ પણ આ દૃષ્ટિમાં ન હોવાથી સમાધિ; આસંગથી રહિત હોય છે. પ્રાપ્ત થયેલા તે તે ગુણસ્થાનકને જ સારા માનવાથી ઉત્તરોત્તર ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાનું અશક્ય બનાવવાનું કાર્ય આસંગદોષ કરે છે. “આ જ અનુષ્ઠાન સરસ છે. આવા પ્રકારની બુદ્ધિને આસંગ-અભિવંગ કહેવાય છે. આવી બુદ્ધિના કારણે બહુ બહુ તો તે અનુષ્ઠાન સુરક્ષિત રહે છે. પરંતુ તેથી ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી. આ સ્થિતિમાં સાધકને ઈષ્ટ સ્થાને પહોંચવાનું શક્ય બનતું નથી. તેથી એક રીતે વિચારીએ તો પૂર્વે કરેલી સાધના નિરર્થક બની જાય છે. પ્રવૃત્તિની સાર્થકતા ઈષ્ટની પ્રાપ્તિથી છે, અધવચ્ચે અટકી જવામાં નથી – એ વાતને આ દૃષ્ટિમાં સારી રીતે સમજી શકાય છે. આ દષ્ટિમાં આસંગદોષથી રહિત પ્રવૃત્તિ હોવાથી તે આત્મસાતુ થયેલી હોય છે. ચંદનનો ગંધ જેમ એકરૂપ થયેલો હોય છે તેમ અહીં આત્માની સાથે પરિણામની સાથે) બધી રીતે એકરૂપ એક પરિશીલન ૨૭. Page #31 -------------------------------------------------------------------------- ________________ થયેલી પ્રવૃત્તિ હોય છે. સર્વથા વિશુદ્ધ(ઇચ્છામાત્રથી રહિત) હોવાથી “એ પ્રવૃત્તિ કરવી છે... ઇત્યાદિ સ્વરૂપ અધ્યવસાય પણ હોતો નથી. તેથી પ્રવૃત્તિવાસક(પ્રયોજક) એવા ચિત્તનો અભાવ હોય છે. તેને લઈને અહીં પ્રવૃત્તિ, પ્રવૃત્તિના આશયથી ઉત્તીર્ણ(રહિત) હોય છે.. ઇત્યાદિ સ્પષ્ટ છે. ll૨૪-૨૬ll સમાધિસ્વરૂપ યોગાંગનું નિરૂપણ કરાય છે स्वरूपमात्रनिर्भासं, समाधि ानमेव हि । विभागमनतिक्रम्य, परे ध्यानफलं विदुः ॥२४-२७॥ स्वरूपेति-स्वरूपमात्रस्य ध्येयस्वरूपमात्रस्य निर्भासो यत्र तत्तथा । अर्थाकारसमावेशेन भूतार्थरूपतया न्यग्भूतज्ञानस्वरूपतया च ज्ञानस्वरूपशून्यतापत्ते ानमेव हि समाधिः । तदुक्तं-“तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः” इति [३-३] । विभागमष्टाङ्गो योग इति प्रसिद्धमनतिक्रम्यानुल्लङ्घ्य परे ध्यानफलं समाधिरिति विदुः ।।२४-२७।। સ્વરૂપમાત્રનો નિર્માસ જેમાં છે એવા ધ્યાનને જ સમાધિ કહેવાય છે. અષ્ટાંગ યોગ છે – આ પ્રમાણેના યોગના વિભાગને આશ્રયીને ધ્યાનના ફળને કેટલાક વિદ્વાનો સમાધિ કહે છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ધ્યાનવિશેષ જ સમાધિ છે અને જ્ઞાનવિશેષ સ્વરૂપ ધ્યાન છે. ગ્રાહ્ય(જ્ઞાનના વિષયો અર્થના ગ્રહણથી ભૂતાર્થ (વિષયાકાર) સ્વરૂપ જે જ્ઞાનસ્વરૂપ છે તે સ્વરૂપવિશેષ ધ્યાન છે. ધ્યાનમાં જ્ઞાન અને શેય(ધ્યેય)નો પ્રતિભાસ હોય છે; પરંતુ જયારે અભ્યાસથી જ્ઞાનનું સ્વરૂપ તિરોહિત થવાથી માત્ર ધ્યેયનો જ પ્રતિભાસ થાય છે, ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે. અર્થાત્ ધ્યાન જ જ્યારે અભ્યાસથી પોતાના ધ્યાનાકારને છોડીને માત્ર ધ્યેયસ્વરૂપે પ્રકાશિત થાય છે, ત્યારે તે ધ્યાનને સમાધિ કહેવાય છે. આથી સમજી શકાય છે કે ધ્યાનમાં ધ્યેય તથા ધ્યાનનું ભાન હોય છે અને સમાધિમાં માત્ર ધ્યેયનો જ નિર્માસ હોય છે. અર્થાતુ ધ્યેયના સ્વરૂપમાં અનુગત થયેલા ધ્યાનનું ધ્યેયસ્વરૂપે ભાન થાય છે. આ વાતને જણાવતાં યોગસૂત્રમાં (૩-૩માં) જણાવ્યું છે કે, “તે પૂર્વે વર્ણવેલું, અર્થ(પ્લેય)માત્રના નિર્માસન કરનારું અને પોતાના ધ્યાનાકારસ્વરૂપથી શૂન્ય એવું જે ધ્યાન છે – તેને સમાધિ કહેવાય છે. ઉપર જણાવ્યા મુજબ ધ્યાનવિશેષને સમાધિસ્વરૂપે વર્ણવવાથી અષ્ટાંગ યોગના વિભાગનું અતિક્રમણ થાય છે. કારણ કે સમાધિને ધ્યાનવિશેષસ્વરૂપ વર્ણવવાથી યોગનાં અંગ સાત જ થાય છે. તેથી યોગના વિભાગનું અતિક્રમણ ન થાય એ માટે કેટલાક બીજા યોગના જાણકારો ધ્યાનના ફળ સ્વરૂપે સમાધિને વર્ણવે છે, જે સમતાદિ સ્વરૂપ છે.. ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. // ૨૪-૨થી ૨૮ સદ્દષ્ટિ બત્રીશી Page #32 -------------------------------------------------------------------------- ________________ સમાધિ, ધ્યાનવિશેષસ્વરૂપ હોવાથી પ્રભાષ્ટિમાં અને પરાષ્ટિમાં ખાસ ફરક હોય એવું ના લાગે, તેથી પ્રભા દૃષ્ટિમાં અને પરાષ્ટિમાં જે વિશેષતા છે – તે જણાવાય છે निराचारपदो हास्यामतः स्यान्नातिचारभाक् । चेष्टा चास्याखिला भुक्तभोजनाभाववन्मता ॥२४-२८॥ निराचारेति-अस्यां दृष्टौ योगी नातिचारभाक् स्यात् तन्निबन्धनाभावाद् । अतो निराचारपदः प्रतिक्रमाद्यभावात् । चेष्टा चास्यैतदृष्टिमतोऽखिला भुक्तभोजनाभाववन्मता आचारजेयकर्माभावात् तस्य भुक्तप्रायत्वात्सिद्धत्वेन तदिच्छाविघटनात् ।।२४-२८।। આ દૃષ્ટિમાં યોગીને અતિચારનો સંભવ નથી, તેથી અહીં યોગીને કોઈ વિશેષ આચાર હોતા નથી. આ દૃષ્ટિમાં યોગીની બધી જ ચેષ્ટા ભક્તના ભોજનના અભાવ જેવી મનાય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પરાષ્ટિમાં, અતિચારના નિમિત્તભૂત સંજવલનના કષાયો નાશોન્મુખ હોવાથી અતિચાર લાગતા નથી. આઠમા ગુણસ્થાનાદિમાં પ્રાપ્ત આ દૃષ્ટિમાં યોગીઓ અતિચારથી રહિત હોય છે. આ રીતે અહીં પરાષ્ટિમાં અતિચારનો સંભવ જ ન હોવાથી પ્રતિક્રમણાદિસ્વરૂપ આચાર પણ હોતા નથી, તેથી અહીં નિરાચારપદના યોગી હોય છે. આમ છતાં અહીં જે કોઇ હિતકારિણી અને અહિતપરિહારિણી ચેષ્ટા દેખાય છે તે ભક્તના ભોજનાભાવ જેવી મનાય છે. જેણે જમી લીધું છે તે જેમ ભોજન કરતો નથી, તેમ અહીં પણ તેવા પ્રકારની ચેષ્ટા હોવા છતાં તે નથી એમ જ મનાય છે. કારણ કે જ્ઞાનાદિ આચારથી ખપાવવા યોગ્ય કર્મોનો અહીં અભાવ છે. લગભગ અહીં કર્મો ક્ષીણ થયેલાં હોય છે. તેથી જમી લીધેલા માણસોને જેમ જમવાની જરૂર નથી હોતી તેમ અહીં મુક્તપ્રાય(જમી લીધેલાની જેમ) યોગી હોવાથી તેમને આચારથી કોઈ ફળવિશેષની સિદ્ધિ થતી નથી. કારણ કે ભોજન કરી લીધેલું હોવાથી તેની ઇચ્છા જેમ નાશ પામે છે અને તેથી તેને ભોજનનું કોઈ પ્રયોજન રહેતું નથી તેમ જ અહીં પણ પૂર્વ કાળે કરેલા આચારથી કર્મોનો લગભગ નાશ થયો હોવાથી યોગીને આચારનું કોઈ પ્રયોજન નથી. ૨૪-૨૮, कथं तर्हि भिक्षाटनाद्याचारोऽत्रेत्यत आह ઉપર જણાવ્યા મુજબ આઠમી દષ્ટિમાં આચારનું પ્રયોજન ન હોય તો પછી ભિક્ષાટન વગેરે આચાર અહીં કેમ હોય છે. આ શંકાનું સમાધાન કરાય છે रत्नशिक्षादृगन्या हि, तन्नियोजनदृग् यथा । फलभेदात् तथाचारक्रियाप्यस्य विभिद्यते ॥२४-२९॥ એક પરિશીલન Page #33 -------------------------------------------------------------------------- ________________ रलेति-रलशिक्षादृशोऽन्या हि यथा शिक्षितस्य सतस्तन्नियोजनक्, तथाचारक्रियाप्यस्य भिक्षाटनादिलक्षणा फलभेदाद्विभिद्यते । पूर्वं हि साम्परायिककर्मक्षयः फलम्, इदानीं तु भवोपग्राहिकर्मक्षय રૂતિ ર૪-૨I “રત્નનો અભ્યાસ કરનાર માણસની રત્ન જોવાની દૃષ્ટિથી જેમ રત્નની પરીક્ષામાં નિપુણ માણસની દૃષ્ટિમાં ભેદ હોય છે, તેમ અહીં પણ ફળના ભેદના કારણે ભિક્ષાટનાદિની ક્રિયા પૂર્વેની એ ક્રિયાથી જુદી છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રત્નોનું જ્ઞાન મેળવવાની જેમને ઇચ્છા હોય છે, તેવા લોકો જ્યારે તેનો અભ્યાસ કરતા હોય ત્યારે રત્નને જોવાની દૃષ્ટિ કરતાં; રત્નનો વ્યાપાર કરતી વખતે જે દૃષ્ટિ હોય છે, તેમાં ફરક હોય છે. અભ્યાસકાળમાં સાચા-ખોટાનો ભેદ પારખવાનું તાત્પર્ય હોય છે અને રત્નના નિયોજન (વ્યાપાર) કાળમાં તેના મૂલ્યને પારખવાનું તાત્પર્ય હોય છે. એમ અહીં આઠમી દૃષ્ટિ પ્રાપ્ત થવાની પૂર્વેની અને આઠમી દૃષ્ટિ પ્રાપ્ત થયા પછીની ભિક્ષાટનાદિની ક્રિયામાં પણ ભેદ છે. કારણ કે આ દૃષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે ભિક્ષાટનાદિની ક્રિયાથી કષાયપ્રત્યયિક બદ્ધ કર્મોનો(ઘાતી કર્મોનો) ક્ષય થતો હતો અને હવે આ દષ્ટિ પ્રાપ્ત થયા પછી ભવોપાહી (અઘાતી) કર્મોનો ક્ષય થાય છે. આ રીતે ફળની વિશેષતાના કારણે તે તે ભિક્ષાટનાદિની ક્રિયામાં વિશેષતા છે... ઇત્યાદિ યોગદષ્ટિ એક પરિશીલનથી બરાબર સમજી લેવું. ૨૪-૨ શિક્ષાચા... ઈત્યાદિ શ્લોકથી વર્ણવેલા આશયને સ્પષ્ટ કરાય છે– कृतकृत्यो यथा रननियोगाद्रनविद् भवेत् । તથા થર્મચાવિનિયોગાત્મહામુનિઃ ર૪-રૂ. कृतकृत्य इति-यथा रलस्य नियोगाच्छुद्धदृष्ट्या यथेच्छव्यापाराद्वणिग्रनवाणिज्यकारी कृतकृत्यो भवेत् । तथायमधिकृतदृष्टिस्थो धर्मसंन्यासविनियोगाद् द्वितीयापूर्वकरणे महामुनिः कृतकृत्यो भवति ॥२४-३०॥ “જેમ રત્નના જાણકાર રત્નના નિયોગથી કૃતકૃત્ય થાય છે, તેમ આ પરાષ્ટિમાં રહેલા મહામુનિ ધર્મસશ્વાસયોગના વિનિયોગથી કૃતકૃત્ય થાય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે રત્નની જાતિ, તેના સામર્થ્ય અને તેના મૂલ્ય આદિના જાણકારો જેમ પોતાની ઇચ્છા મુજબ વ્યાપાર કરવાથી કૃતકૃત્ય બને છે; અર્થાત્ ભવિષ્યમાં એવી કોઈ અપેક્ષા રહેતી નથી તેમ અહીં પણ બીજા અપૂર્વકરણે (આઠમા ગુણસ્થાનકે) રહેલા મહામુનિઓ પણ ધર્મસળ્યાસયોગના વિનિયોગથી (પ્રયોગ-વ્યાપારથી) કૃતકૃત્ય થાય છે. કારણ કે ત્યાર પછી તેઓશ્રીને કોઈ પણ કાર્ય કરવાનું રહેતું નથી. ક્ષમાદિ ક્ષયોપશમભાવના ધર્મોનો સર્વથા ત્યાગ જેમાં છે, તેને ધર્મસયાસયોગ કહેવાય છે, જે સામર્થ્યયોગ દરમ્યાન હોય છે. ૩૦ સદ્દષ્ટિ બત્રીશી Page #34 -------------------------------------------------------------------------- ________________ બારમા ગુણસ્થાનકના અંતે યોગી ક્ષયોપશમભાવના સઘળા ય ધર્મોનો ત્યાગ કરી કૃતકૃત્ય બને છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. //ર૪-૩ના ધર્મસત્યાસયોગથી પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કરાય છે– केवलश्रियमासाद्य, सर्वलब्धिफलान्विताम् । परम्परार्थं सम्पाद्य, ततो योगान्तमश्नुते ॥२४-३१॥ केवलेति-केवलश्रियं केवलज्ञानलक्ष्मीमासाद्य प्राप्य सर्वलब्धिफलान्वितां सर्वोत्सुक्यनिवृत्त्या परम्परार्थं यथाभव्यं सम्यक्त्वादिलक्षणं सम्पाद्य ततो योगान्तं योगपर्यन्तमश्नुते प्राप्नोति ॥२४-३१।। “ત્યાર બાદ સર્વ પ્રકારની લબ્ધિઓથી યુક્ત એવી કૈવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરી અને બીજા જીવોને શ્રેષ્ઠ અર્થને પ્રાપ્ત કરાવીને યોગની પૂર્ણતાને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે ધર્મસભ્યાસયોગના પ્રયોગથી યોગીજનો સર્વ પ્રકારની લબ્ધિઓથી યુક્ત એવી કેવલજ્ઞાનસ્વરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. કોઈ પણ પ્રકારની ઉત્સુકતાનો આઠમી દૃષ્ટિમાં અભાવ હોવાથી દરેક પ્રકારની લબ્ધિઓ પ્રગટે છે. પરંતુ વૈરાગ્યાદિ ગુણોને લઇને સર્વથા ઔસુજ્યથી પરિવર્જિત યોગીજનો માત્ર આત્મરમણતામાં લીન હોય છે, તેથી કૈવલ્યાવસ્થાને તેઓ પ્રાપ્ત કરે છે. આમ છતાં તેઓશ્રી દેશના દ્વારા બીજાઓને તેમની યોગ્યતા મુજબ શ્રેષ્ઠ એવાં સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ આદિ સ્વરૂપ પરાર્થને પ્રાપ્ત કરાવે છે અને ત્યાર બાદ યોગાંતને (શૈલેશી અવસ્થાને) તેઓશ્રી પ્રાપ્ત કરે છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૪-૩૧ શૈલેશી અવસ્થાનું (યોગાતનું) ફળ વર્ણવાય છે तत्रायोगाद् योगमुख्याद्, भवोपग्राहिकर्मणाम् । ક્ષય કૃત્વા પ્રત્યુવૈદ, પરમાનન્દન્દિરમ્ //ર૪-રૂરી तत्रेति-तत्र योगान्ते शैलेश्यवस्थायाम् । अयोगादव्यापाराद् योगमुख्याद् भवोपग्राहिणां कर्मणां क्षयं શ્રા કણ્વન્તવાન્ત પરમાનન્દન્દિરં પ્રયાતિ //ર૪-રૂરી “યોગાતે મનોયોગાદિના અભાવ સ્વરૂપ (નિરોધ સ્વરૂપ) સર્વોત્કૃષ્ટ યોગથી ભવોપગ્રાહિ કર્મોનો ક્ષય કરી લોકના અંતે રહેલા પરમાનંદના આશ્રયભૂત મોક્ષે યોગીજનો પ્રયાણ કરે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્યર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. શૈલેશી અવસ્થામાં સર્વોત્કૃષ્ટ યોગની પ્રાપ્તિ થાય છે, જે મન વચન અને કાયાના વ્યાપારના નિરોધ રૂપ છે. યોગના અંતે મનોયોગાદિનો કોઈ વ્યાપાર (પ્રયોગ-ઉપયોગ) હોતો નથી, તેથી અયોગસ્વરૂપ સર્વોત્કૃષ્ટ યોગની પ્રાપ્તિથી ભવોપગ્રાહિ (આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય) - ચાર અઘાતિ કર્મોનો ક્ષય થાય છે અને તેથી સર્વથા કર્મથી રહિત એવા યોગી લોકાકાશના અંતભાગમાં એક પરિશીલન Page #35 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદના મંદિરભૂત મોક્ષને પ્રાપ્ત કરે છે. અંતે આ બત્રીશીના પરિશીલનાદિથી આપણે સૌ પરમાનંદના મંદિરે પ્રયાણ કરીએ એ જ એક શુભાભિલાષા. ર૪-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां सदृष्टिद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता । ૩૨ સદ્દષ્ટિ બત્રીશી Page #36 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માએ આ અનંતદુઃખમય સંસારના ઉચ્છેદ માટે જે ઉપાયો છે, તેનું નિરૂપણ કરવા પૂર્વે આ સંસારના મૂળ તરીકે ક્લેશોને વર્ણવ્યા છે. એ મુજબ મોક્ષપ્રરૂપક તે તે જૈનેતર દર્શનોએ પણ સંસારના મૂળ તરીકે ક્લેશોનું વર્ણન કર્યું છે. પરંતુ તે તે દર્શનો તેના વાસ્તવિક સ્વરૂપને વર્ણવી શક્યાં નથી – એ આ બત્રીશીના પરિશીલનથી સમજી શકાય છે. આ પૂર્વેની ચોવીસમી બત્રીશીમાં સ્થિરાદિ ચાર દૃષ્ટિઓનું વર્ણન કર્યા પછી એની મોક્ષપ્રાપકતા ક્લેશહાનિના ઉપાય સ્વરૂપે જ છે – એ વાત જણાવવા સાથે આ બત્રીશીનો પ્રારંભ છે. પ્રથમ શ્લોકમાં ક્લેશ હાનિના ઉપાય તરીકે જ્ઞાન અને સદનુષ્ઠાનને વર્ણવ્યું છે. આ વિષયમાં અન્યદર્શનોની જે માન્યતા છે, તે જણાવવા પૂર્વક તેના નિરાકરણના નિરૂપણનો પ્રારંભ બીજા શ્લોકથી કર્યો છે. અગિયારમા શ્લોક સુધીના શ્લોકોથી બૌદ્ધોની માન્યતાનું નિરાકરણ કરાયું છે. બૌદ્ધોની માન્યતાનુસાર આત્મદર્શન ક્લેશસ્વરૂપ છે. આત્મદર્શનના કારણે “હું અને મારું આ અધ્યવસાય પ્રવર્તે છે, જે મમત્વબંધન સંસારનું કારણ છે. એનો ઉચ્છદ, સર્વત્ર નૈરાભ્યદર્શનથી થાય છે. આત્મદર્શનથી તૃષ્ણા પેદા થાય છે, જે જન્મનું કારણ છે. આત્મદર્શનના વિષય પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય છે. આત્માના પ્રેમ વિના સુખનાં સાધનોમાં કોઈ દોડતું નથી. તેથી સર્વત્ર નિરાભ્યદર્શનથી ક્લેશોની હાનિ થાય છે... ઇત્યાદિ બૌદ્ધોની માન્યતાનું નિરૂપણ કરીને છઠ્ઠા શ્લોકથી તેમાં દોષ જણાવાય છે. આત્માનો સર્વથા અભાવ માનવાથી અથવા તો તેને એકાંતે ક્ષણિક માનવાથી નિરાભ્યદર્શન સશત થતું નથી. તેમ જ ક્ષણિક આત્માના જુદા જુદા સ્વભાવ માનવામાં આવે તોપણ નૈરાભ્યદર્શન સશત થતું નથી... ઇત્યાદિ સ્પષ્ટપણે જણાવીને છ શ્લોકોથી બૌદ્ધોની માન્યતાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આત્મદર્શનના કારણે સ્નેહ થતો નથી. પરંતુ કર્મના ઉદયથી સ્નેહ થાય છે... ઇત્યાદિ અહીં યાદ રાખવા જેવું છે. બારમા શ્લોકથી સાખ્યદર્શનની માન્યતાના નિરાકરણની શરૂઆત કરાઈ છે. અવિદ્યાદિ પાંચ ક્લેશોનો ઉચ્છેદ વિવેકખ્યાતિથી થાય છે. સાત પ્રકારની પ્રાંતભૂપ્રજ્ઞા સ્વરૂપ તેની અવસ્થાઓનું વર્ણન સરસ છે. સઘળા ય ક્લેશોનું મૂળ અવિદ્યા છે. પ્રસુતાદિ ચાર પ્રકારના દરેક ક્લેશો છે. પ્રસુતાદિ અવસ્થાઓનું વર્ણન પણ વિસ્તારથી કરાયું છે. ત્રેવીસમા શ્લોક સુધી સાવોની માન્યતાને અનુસરી પાતઋલોના મતનું નિરૂપણ કરાયું છે. ત્યાર બાદ ચોવીસથી છવ્વીસ સુધીના ત્રણ શ્લોકોથી પાતYલોની માન્યતામાં જે દોષો છે તેનું વર્ણન કર્યું છે. સર્વથા અપરિણામી કૂટસ્થ નિત્ય એવા પુરુષને માનવાથી તેમના મતમાં બદ્ધાદિ અવસ્થાઓ વાસ્તવિક નથી, પરંતુ ઔપચારિક છે... ઇત્યાદિનું વર્ણન, ધ્યાનથી અધ્યયન કરવા યોગ્ય છે. એનો એક પરિશીલન ૨૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરવાથી સમજી શકાશે કે આગ્રહપૂર્ણ મનની દશા આત્માને સાચી દિશાથી દૂર રાખે છે. બુદ્ધિને નિરર્થક બનાવવાનું કાર્ય, આગ્રહપૂર્ણ મનોદશાનું છે. સમર્થોને પણ ઉપહાસપાત્ર બનાવીને આગ્રહદશાએ માર્ગથી દૂર રાખ્યા છે. સત્તાવીસમા શ્લોકમાં પ્રખરતાર્કિક નૈયાયિકાદિની માન્યતાનું વર્ણન છે. દુઃખધ્વંસવિશેષસ્વરૂપ મોક્ષ હોવાથી તેમના મતે ચરમદુઃખ ક્લેશ છે. ચરમત્વના સ્વરૂપનું વર્ણન શક્ય નથી - એ જણાવવા સાથે અઠ્ઠાવીસમા વગેરે ત્રણ શ્લોકોથી નૈયાયિકાદિ તાર્કિકોની વાતનું નિરાકરણ કર્યું છે. અંતે છેલ્લા ત્રણ શ્લોકોથી પોતાની (સ્વદર્શનની) માન્યતાનું નિરૂપણ છે. અશુભવિપાકવાળાં પાપકર્મી સ્વરૂપ ક્લેશોનો સર્વથા નાશ, જ્ઞાનક્રિયાના સમુદાય સ્વરૂપ યોગથી થાય છે. માત્ર નિરુપક્રમ કર્મોનો નાશ ભોગથી થાય છે. નામુ ક્ષીય કર્મ... ઇત્યાદિ વચન પણ નિરુપક્રમ કર્મોને લીધે છે. આ રીતે માત્ર બે-ત્રણ શ્લોકથી સ્વમતને જણાવવા માટે બાકીના શ્લોકોથી પરમતનું નિરાકરણ જ મુખ્યપણે આ બત્રીશીમાં કરાયું છે. પરમતના નિરાકરણ વિના સ્વમતનું વ્યવસ્થાપન શક્ય નથી.. ઇત્યાદિ વિચારવું જોઇએ. અંતે આ બત્રીશીના અધ્યયનથી વાસ્તવિક ક્લેશ હાનિના ઉપાયને જાણવાપૂર્વક આરાધી નિરુપમ એવા અનંત સ્થાનને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ કલ્યાણ - સંસ્કારધામ વિ.સં. ૨૦૬૧, પો.સુ.-૭ : રવિવાર ૩૪ ક્લેશતાનોપાય બત્રીશી Page #38 -------------------------------------------------------------------------- ________________ | अथ प्रारभ्यते क्लेशहानोपायद्वात्रिंशिका ।। सदृष्टिनिरूपणानन्तरं ज्ञानक्रियामिश्रतयैवैताः क्लेशहानोपायभूता भवन्ति नान्यथेति विवेचयन्नाह સ્થિરાદિ સદ્દષ્ટિઓના નિરૂપણ પછી હવે જ્ઞાન અને ક્રિયાને આશ્રયીને જ આ સદ્દષ્ટિઓ ક્લેશ હાનિના ઉપાય સ્વરૂપ બને છે. અન્યથા જ્ઞાનક્રિયાના અભાવે એ દષ્ટિઓથી ક્લેશની હાનિ થતી નથી, એ વિસ્તારથી જણાવાય છે– ज्ञानं च सदनुष्ठानं, सम्यक् सिद्धान्तवेदिनः । क्लेशानां कर्मरूपाणां, हानोपायं प्रचक्षते ॥२५-१॥ ज्ञानं चेति-सज्ज्ञानं सदनुष्ठानं च सम्यगवैपरीत्येन सिद्धान्तवेदिनः कर्मरूपाणां क्लेशानां हानोपायं त्यागसामग्री प्रचक्षते प्रकथयन्ति “संजोगसिद्धीइ फलं वयंति” इत्यादिग्रन्थेन ।।२५-१॥ સમ્યગુ રીતે સિદ્ધાંતના જાણકારો જ્ઞાન અને સદનુષ્ઠાનને કર્મસ્વરૂપ ક્લેશોની હાનિના ઉપાય તરીકે જણાવે છે.” – આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સદ્જ્ઞાન એટલે સૂક્ષ્મબોધ. એ સૂક્ષ્મબોધ સ્વરૂપ જ્ઞાન અને સદ્ અનુષ્ઠાનને, અવિપરીતપણે - યથાર્થપણે સિદ્ધાંતના જાણકારો કર્મસ્વરૂપ ક્લેશને દૂર કરવાના ઉપાય તરીકે અર્થાત તેના ત્યાગ માટેની સામગ્રી તરીકે વર્ણવે છે. “દય ના વિચારી દયા સન્નાઇનો વિજયા | પાસંતો પત્તો કgો થાવાળો अ अंधओ ॥१०१॥ संजोगसिद्धीइ फलं वयंति न हु एगचकूण रहो पयाइ । अंधो य पंगू य वणे સમવ્યા તે સંપત્તા નારં વિટ્ટા ૧૦રા..” ઇત્યાદિ ગ્રંથથી ઉપર જણાવેલી વાત જણાવી છે. આવશ્યકસૂત્રની નિયુક્તિની એ ગાથામાં જણાવ્યું છે કે ક્રિયા વગરનું જ્ઞાન નકામું છે અને જ્ઞાન વગરની ક્રિયા નકામી છે. કારણ કે દેખતો પાંગળો બળી ગયો અને દોડતો અંધ માણસ બળી ગયો. એકની પાસે જ્ઞાન હોવા છતાં ક્રિયા ન હતી અને બીજાની પાસે ક્રિયા હોવા છતાં જ્ઞાન ન હતું. જ્યારે બંન્નેનો સંયોગ થયો ત્યારે ફળની પ્રાપ્તિ થાય છે, એમ વર્ણવાય છે. કારણ કે એક ચક્ર વડે રથ ચાલતો નથી. અંધ અને પંગુ બંન્ને વનમાં ગયા. ત્યાં આગ લાગી. આંધળાના ખભે પાંગળો બેસીને આંધળાને માર્ગ બતાવે છે અને આંધળો એ મુજબ ચાલે છે. જેથી તે બંન્ને નગરમાં પહોંચ્યા. આ રીતે જ્ઞાન અને સદનુષ્ઠાન બંન્નેનો યોગ થયે છતે કર્મસ્વરૂપ ક્લેશો દૂર થાય છે. તેથી તાદશ ક્લેશોના ત્યાગ માટેની સામગ્રી તરીકે; સ્થિરાદિ દષ્ટિ વખતના સજ્ઞાનને અને પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ : આ પાંચ આશયથી સહિત અનુષ્ઠાનને (સદનુષ્ઠાનને) સિદ્ધાંતના જાણકારો વર્ણવે છે. પ્રણિધાનાદિ પાંચ આશયનું વર્ણન યોગવિંશિકા એક પરિશીલન' ઇત્યાદિમાં કર્યું છે... જિજ્ઞાસુઓએ તે ત્યાંથી જાણી લેવું. ૨૫- એક પરિશીલન ૩૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ અન્યદર્શનકારોના મતે જે ક્લેશ હાનિનો ઉપાય મનાય છે, તે જણાવાય છે– नैरात्म्यदर्शनादन्ये, निबन्धनवियोगतः । क्लेशप्रहाणमिच्छन्ति, सर्वथा तर्कवादिनः ॥२५-२॥ नैरात्म्येति-रात्म्यदर्शनात सर्वत्रैवात्माभावावलोकनाद् । अन्ये बौद्धा निबन्धनवियोगतो निमित्तविरहात् । क्लेशप्रहाणं तृष्णाहानिलक्षणमिच्छन्ति । सर्वथा सर्वेः प्रकारैस्तर्कवादिनः, न तु शास्त्रानुसारिणः વાર-૨ “સર્વથા તર્કવાદી એવા બૌદ્ધો નૈરાભ્યદર્શનથી નિમિત્તના વિયોગે ક્લેશની હાનિ થાય છે – એમ માને છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વથા તર્ક - ન્યાયવાદી એવા બૌદ્ધો શાસ્ત્રને માનતા નથી. તેમનું એ કહેવું છે કે બધે જ આત્માનો અભાવ જણાતો હોવાથી ક્લેશની હાનિ થાય છે. કારણ કે તૃષ્ણા સ્વરૂપ ક્લેશના નિમિત્તનો ત્યારે વિરહ હોય છે. તૃષ્ણાનું નિમિત્ત આત્મીય બુદ્ધિ છે. નૈરાભ્યદર્શનથી તેનો અભાવ થાય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૫-રા ()ત વ માં પુરઋતુમાદુ:બૌદ્ધો જ પોતાની માન્યતાનું સમર્થન કરતાં જણાવે છે– समाधिराज एतच्च, तदेतत्तत्त्वदर्शनम् । आग्रहच्छेदकार्यतत्तदेतदमृतं परम् ॥२५-३॥ समाधिराज इति-समाधिराजः सर्वयोगाग्रेसरत्वाद् । एतच्च नैरात्म्यदर्शनं । तदेतत्तत्त्वदर्शनं परमार्थावलोकनतः । आग्रहच्छेदकारि मूर्छाविच्छेदकम् । एतत्तदेतदमृतं पीयूषं परं भावरूपम् ।।२५-३।। આ નૈરાભ્યદર્શન સર્વ સમાધિઓમાં રાજાસમાન શ્રેષ્ઠ છે. તેથી આ નૈરાભ્યદર્શન જ તત્ત્વદર્શન છે. તેમ જ આ તત્ત્વદર્શન આગ્રહનો ઉચ્છેદ કરનાર હોવાથી શ્રેષ્ઠ અમૃત છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જયારે આત્માના અભાવનું દર્શન થાય છે ત્યારે સર્વથા કર્મક્લેશોનો નાશ થાય છે, જે સમાધિ(યોગ)નું અંતિમ ફળ છે. તેથી આ સમાધિ સર્વસમાધિઓમાં રાજાસમાન હોવાથી શ્રેષ્ઠ છે. સર્વયોગમાં અગ્રેસર એવું આ નૈરામ્યદર્શન જ પરમાર્થદર્શન સ્વરૂપ છે. એ પછી કશું જ જોવાનું રહેતું નથી. પારમાર્થિક તત્ત્વદર્શનથી “હું અને મારું' આ પ્રમાણેના અધ્યવસાય સ્વરૂપ મૂચ્છનો ઉચ્છેદ થાય છે. જયાં આત્માનું જ દર્શન ન હોય ત્યાં મૂચ્છનો સંભવ રહેતો નથી. સર્વત્ર આત્માના અભાવનું દર્શન થવાથી આત્મત્વ અને આત્મીયત્વની બુદ્ધિનો ઉચ્છેદ થાય છે. તેથી મમત્વમૂલક સંસારનો ઉચ્છેદ થવાથી આ નૈરાભ્યદર્શન ભાવસ્વરૂપ અમૃત છે. ૨૫-૩ ક્લેશતાનોપાય બત્રીશી ૩૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે– जन्मयोनिर्यतस्तृष्णा, धुवा सा चात्मदर्शने । तदभावे च नेयं स्याद्, बीजाभाव इवाङ्कुरः ॥२५-४॥ जन्मेति-यद्यस्मात्तृष्णा लोभलक्षणा जन्मयोनिः पुनर्भवहेतुः । धुवा निश्चिता । सा च तृष्णा आत्मदर्शनेऽहमस्मीति निरीक्षणरूपे । तदभावे आत्मदर्शनाभावे च । नेयं तृष्णा स्याद् । अङ्कुर इव बीजाभावे ||ર-૪. નૈરાભ્યદર્શનથી તૃષ્ણા(મૂચ્છ-આગ્રહ)નો વિચ્છેદ થાય છે. “કારણ કે તૃષ્ણા જન્મનું કારણ છે; આત્મદર્શન હોતે છતે તેતૃષ્ણા) ચોક્કસ હોય છે. આત્મદર્શનના અભાવમાં તે થતી નથી. બીજના અભાવમાં જેમ અંકુરનો સંભવ નથી હોતો.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે તૃષ્ણા લોભસ્વરૂપ છે, જે પુનર્ભવસ્વરૂપ જન્મનું કારણ છે અને “હું છું...” ઇત્યાદિ આકારનું નિરીક્ષણ(આત્મદર્શન) હોય ત્યારે તાદશ તૃષ્ણા નિશ્ચિતપણે હોય છે. બીજ હોય તો અંકુરનો ઉદ્દભવ થવાનો જ છે. તેવી રીતે આત્મદર્શનથી તૃષ્ણા થવાની જ છે. પરંતુ સર્વત્ર આત્માના અભાવનું દર્શન થવાથી બીજના અભાવમાં જેમ અંકુરનો અભાવ થાય છે; તેમ લોભસ્વરૂપ તૃષ્ણાનો અભાવ થાય છે. બૌદ્ધો આત્માને માનતા નથી. આત્મદર્શન જ લોભાદિ દ્વારા જન્મનું કારણ બને છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધય છે. અથવા અધ્યાપક પાસેથી એ સમજવા યોગ્ય છે. અહીં તો સામાન્યથી ગ્રંથના તાત્પર્યને સ્પષ્ટ કરવાનું હોવાથી બૌદ્ધોની માન્યતાને વિસ્તારથી જણાવી નથી. ૨૫-૪ આત્મદર્શનમાં જે દોષ છે તે જણાવાય છે. અર્થાત્ નૈરાગ્યદર્શનના અભાવમાં જે દોષ છે, તે જણાવાય છે– न हपश्यन्नहमिति, स्निहात्यात्मनि कश्चन । न चात्मनि विना प्रेम्णा, सुखहेतुषु धावति ॥२५-५॥ न हीति-न नैव । हिर्यस्माद् । अपश्यन्ननिरीक्षमाणोऽहमित्युल्लेखेन । निह्यति स्नेहवान् भवति । आत्मनि विषयभूते । कश्चन बुद्धिमान् । न चात्मनि प्रेम्णा विना । सुखहेतुषु धावति प्रवर्तते कश्चन । तस्मादात्मदर्शनस्य वैराग्यप्रतिपन्थित्वान्नैरात्म्यदर्शनमेव मुक्तिहेतुरिति सिद्धम् ॥२५-५।। આત્મદર્શને જ તૃષ્ણા થાય છે. “કારણ કે હું ઇત્યાદિ ઉલ્લેખથી નહિ જોનારને આત્માના વિષયમાં સ્નેહ થતો નથી અને આત્માના વિષયમાં પ્રેમ વિના સુખના કારણભૂત વિષયોમાં કોઈ દોડતું નથી.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે; “હું છું..” ઇત્યાઘાકારક અહમૂના ઉલ્લેખથી કોઈ પણ વસ્તુને નહિ જોનારા અર્થાત્ જ્ઞાનના વિષયમાં એક પરિશીલન ૩૭. Page #41 -------------------------------------------------------------------------- ________________ આત્મત્વને નહીં જોનારા બુદ્ધિમાનને, આત્માના વિષયમાં સ્નેહ ઉત્પન્ન થતો નથી. તેમજ આત્માના વિષયમાં પ્રેમ ન હોય તો કોઈ પણ; સુખના હેતુ એવા રૂપાદિને વિશે દોડતું-પ્રવર્તતું નથી. આથી સમજી શકાશે કે આત્મદર્શન વૈરાગ્યનું વિરોધી હોવાથી મુક્તિનો હેતુ નૈરામ્ય (આત્માભાવ) દર્શન જ છે. સ્થિર એવો આત્મા હોય અને તેથી તેમાં પ્રેમ હોય તો વૈરાગ્યનો સંભવ જ નથી. એ સ્થિતિમાં રાગવાળો આત્મા હોવાથી તે ક્યારે ય મુક્ત નહીં થાય. આથી આત્મદર્શન કરનારા માટે મુક્તિનો ત્યાગ જ અવશિષ્ટ છે. કારણ કે આત્મદર્શન સ્વરૂપ વજપાતથી મુક્તિ ઉપહત બને છે... ઇત્યાદિ બૌદ્ધોની માન્યતા છે. ૨૫-૫ एतद्रूषयति નૈરાશ્યદર્શનથી ઉપર જણાવ્યા મુજબ ક્લેશની હાનિ થાય છે... ઇત્યાદિ બૌદ્ધોની માન્યતાનું નિરાકરણ કરાય છે नैरात्म्याऽयोगतो नैतदभावक्षणिकत्वयोः । आद्यपक्षेऽविचार्यत्वाद्, धर्माणां धर्मिणं विना ॥२५-६॥ नैरात्म्येति-एतदन्येषां मतं न युक्तम् । अभावक्षणिकत्वयोरादात्मना विकल्पमानयोः सतो:रात्म्यायोगतः । आद्यपक्षे आत्मनोऽभावपक्षे धर्मिणमात्मानं विना धर्माणां सदनुष्ठानमोक्षादीनामविचार्यत्वाद्विचारायोग्यत्वात् । न हि वन्ध्यासुताभावे तद्गतान् सुरूपकुरूपत्वादीन् विशेषांश्चिन्तयितुमारभते कश्चिदिति |રક-દા. “આત્માનો અભાવ છે કે આત્માનું ક્ષણિકત્વ છે : આ બે વિકલ્પો આત્માને આશ્રયીને કરવામાં આવે તો બંન્ને વિકલ્પમાં નૈરામ્ય સંગત ન હોવાથી તેના દર્શનથી મુક્તિ થાય છે એવી બૌદ્ધોની માન્યતા યુક્ત નથી. પ્રથમ વિકલ્પમાં તો ધર્મી વિના ધર્મની વિચારણા જ શક્ય નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો ભાવ એ છે કે નૈરાભ્યદર્શનથી મુક્તિ થાય છે એ ત્યારે કહી શકાય કે જ્યારે નૈરાભ્ય સંગત હોય. બૌદ્ધોને પૂછવું જોઈએ કે આત્માનો સર્વથા અભાવ છે તેથી નૈરાભ્ય છે? કે આત્મા ક્ષણિક છે માટે નૈરામ્ય છે? બંન્ને પક્ષમાં નૈરાભ્ય ઉપપન્ન નથી. આત્માનો અભાવ છે આ પ્રથમ પક્ષ(વિકલ્પ)નો સ્વીકાર કરાય તો ધર્મી આત્માનો જ જ્યાં અભાવ હોય; ત્યાં તેના સદનુષ્ઠાન અને મોક્ષ વગેરે ધર્મોનો વિચાર કરવાનું જ કઈ રીતે શક્ય બને ? કારણ કે વંધ્યાનો પુત્ર ન હોવાથી તે સુંદર રૂપવાળો છે કે ખરાબ રૂપવાળો છે... ઇત્યાદિ ધર્મ સ્વરૂપ તેના વિશેષની વિચારણા કરવાની શરૂઆત કોઈ કરતું નથી... એ સ્પષ્ટ છે. જો આત્મા જ ન હોય તો તેના નિરીક્ષણથી તૃષ્ણા થાય છે અને આત્માના અભાવના દર્શનથી મુક્તિ થાય છે... ઈત્યાદિ કથન તદ્દન અયુક્ત છે. ૨૫-દી ક્લેશણાનોપાય બત્રીશી Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્માના અભાવના કારણે નૈરાભ્ય છે : આ પ્રથમ વિકલ્પમાં દૂષણાંતર જણાવીને જ્ઞાનાદ્વૈતવાદીના મતમાં પણ દોષ જણાવાય છે– वक्त्राद्यभावतश्चैव, कुमारीसुतबुद्धिवत् । विकल्पस्याप्यशक्यत्वाद्, वक्तुं वस्तु विना स्थितम् ॥२५-७॥ वक्त्रादीति-वक्त्रादीनां नैरात्म्यप्रतिपादकतद्रष्ट्रादीनामभावतश्चैव । आद्यपक्षे नैरात्म्यायोगतो नैतदिति सम्बन्धः । ज्ञानवादिमते त्वाह-कुमारीसुतबुद्धिवदकृतविवाहस्त्रीपुत्रज्ञानवत् । विकल्पस्यापि प्रतिपादकादिगतस्य स्थितं वस्तु विना वक्तुमशक्यत्वात् । कुमारीसुतबुद्धिरपि हि प्रसिद्धयोः कुमारीसुतपदार्थयोः सम्बन्धमेवारोपितमवगाहते । प्रकृते त्वात्मन एवाभावात्तत्प्रतिपादकादिव्यपदेशो निर्मूल एव । क्वचित्प्रमितस्यैव क्वचिदारोप्यत्वाद् । इत्थं च-“यथा कुमारी स्वप्नान्तरेऽस्मिन् जातं च पुत्रं विगतं च पश्येत् । जाते च हृष्टाऽपगते विषण्णा तथोपमान् जानत सर्वधर्मान् ।।१।।” इत्यादि परेषां शास्त्रमपि संसारासारतार्थवादमात्रपरतयैवोपयुज्यते इति द्रष्टव्यम् ।।२५-७।।। “વક્તાદિનો અભાવ હોવાથી પ્રથમ વિકલ્પમાં નૈરાભ્ય સંગત નથી. વસ્તુની સ્થિતિ વિના કુમારીના પુત્રની બુદ્ધિની જેમ વિકલ્પનું નિર્વચન પણ (પ્રથમ પક્ષમાં) શક્ય નથી.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો સામાન્ય અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે સર્વથા આત્માનો અભાવ માનનારા બૌદ્ધોના મતમાં નૈરાજ્યનું પ્રતિપાદન કરનાર, નૈરાજ્યના જ્ઞાતા અને તેના જોનારાનો અભાવ હોવાથી નૈરામ્ય સંગત નથી. કારણ કે તાદેશ વક્તા જ્ઞાતા કે દ્રષ્ટા ચેતન આત્મા હોય છે. જયાં તેનો જ અભાવ હોય ત્યાં તાદશ નૈરાભ્યપ્રતિપાદક વગેરે ન હોવાથી તેની સિદ્ધિ સંગત નથી. આત્માના અભાવપક્ષમાં તાદશ વક્તાદિના અભાવનો પ્રસંગ હોવાથી નૈરાભ્ય સંગત નથી – એ સમજી શકાય છે. જ્ઞાનાતવાદીના મતમાં જ્ઞાનને છોડીને બીજા કોઇ પદાર્થો સત્ નથી. બાહ્ય ઘટપટાદિ પદાર્થો જ્ઞાનના જ આકારવિશેષ છે. સ્વપ્રમાં જણાતા પદાર્થોની જેમ ઘટપટાદિ જણાતા અર્થો અસત્ છે. તેથી સર્વત્ર ભ્રમાત્મક પ્રતીતિને લઇને વ્યવહાર ચાલે છે. એવી રીતે નૈરામ્યપ્રતિપાદકાદિનો વ્યવહાર પણ ભ્રમાત્મક ઉપપન્ન છે. એના અનુસંધાનમાં મારીસુત ઈત્યાદિ પદોથી જ્ઞાનાદ્વૈતવાદીના મતની અયુક્તતા જણાવાય છે. આશય એ છે કે જેનો વિવાહ થયો નથી એવી સ્ત્રીને થનારી પુત્રબુદ્ધિની જેમ વિકલ્પ પણ અર્થાત્ નૈરાશ્ય-પ્રતિપાદકાદિસંબંધી વિકલ્પ પણ વસ્તુની સ્થિતિ વિના કહી શકાય એમ નથી. કારણ કે કુમારીને સ્વપ્રાવસ્થામાં પોતાને પુત્રની પ્રાપ્તિ થઈ ઇત્યાદિ જે બુદ્ધિ થાય છે તે પણ કુમારી અને પુત્રઃ આ બંન્ને જે પ્રસિદ્ધ પદાર્થો છે, તે બંન્નેના સંબંધનો આરોપ કરવાથી થાય છે. અર્થાત્ પ્રસિદ્ધ પદાર્થોના સંબંધનો અન્યત્ર આરોપ કરીને ભ્રમાત્મક બુદ્ધિ થતી હોય એક પરિશીલન Page #43 -------------------------------------------------------------------------- ________________ છે. અહીં જ્ઞાનાતમતમાં તો આત્માનો સર્વથા અભાવ હોવાથી સર્વથા અપ્રસિદ્ધમાં નૈરાભ્યપ્રતિપાદકાદિનો વ્યપદેશ(વ્યવહાર-આરોપ) સાવ જ અસંગત છે. કારણ કે કોઈ એક સ્થાને યથાર્થ જ્ઞાનનો વિષય થયો હોય તેનો જ અન્યત્ર આરોપ થાય છે. સર્વથા અપ્રસિદ્ધમાં આરોપ થતો નથી. આથી જ બીજા લોકોના શાસ્ત્રમાં જે જણાવ્યું છે કે - “જેમ કુમારી સ્વપ્રમાં પુત્રને જન્મેલો જોઇને આનંદ પામે છે અને બીજા સ્વપ્રમાં તેને મરેલો જોઈને વિષાદ પામે છે, તેમ બધા જ ધર્મોને કાલ્પનિક જાણવા”... તે વગેરે સંસારની અસારતાને જણાવવા માટે જ વર્ણવ્યું છે. સર્વથા વસ્તુમાત્રના અભાવને જણાવવા માટે કહ્યું નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ અપ્રસિદ્ધમાં આરોપ થતો નથી. આરોપ માટે પણ વસ્તુને પ્રસિદ્ધ કર્યા વિના ચાલે એવું નથી... ઇત્યાદિ વિચારવું જોઈએ. ૨૫-છા. પ્રથમ વિકલ્પમાં નૈરામ્યનો અયોગ છે તે જણાવીને બીજા વિકલ્પમાં પણ તેનો અયોગ છે – એ જણાવાય છે– द्वितीयेऽपि क्षणादूर्वा, नाशादन्याप्रसिद्धितः । अन्यथोत्तरकार्याङ्गभावाविच्छेदतोऽन्वयात् ॥२५-८॥ __ द्वितीयेऽपीति-द्वितीयेऽपि पक्षे नैरात्म्यायोगतो नैतदिति सम्बन्धः । क्षणादूर्ध्वं क्षणिकस्यात्मनो नाशादन्यस्यानन्तरक्षणस्याप्रसिद्धित आत्माश्रयानुष्ठानफलाद्यनुपपत्तेः । अन्यथा भावादेव भावाभ्युपगमे, उत्तरकार्यं प्रत्यङ्गभावेन परिणामिभावेनाविच्छेदतोऽन्वयात् पूर्वक्षणस्यैव कथञ्चिदभावीभूतस्य तथापरिणमने क्षणद्वयानुवृत्तिधौव्यात् । सर्वथाऽसतः खरविषाणादेरिवोत्तरभावपरिणमनशक्त्यभावात्सदृशक्षणान्तरसामग्रीसम्पत्तेरतियोग्यतावच्छिन्नशक्त्यैवोपपत्तेरिति ।।२५-८।। બીજા વિકલ્પમાં પણ નૈરાભ્ય સંગત નથી. કારણ કે ક્ષણિક એવા આત્માનો અનંતરક્ષણમાં તરત જ સર્વથા નાશ થતો હોવાથી ત્યાર પછી અનંતર ક્ષણ સ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ નથી. અન્યથા પૂર્વેક્ષણથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ થાય છે એમ માનવામાં આવે તો તે સ્વરૂપે (કાર્યરૂપે) કારણક્ષણનો અન્વય(સંબંધ) વિદ્યમાન હોવાથી સર્વથા ક્ષય નહિ મનાય.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. માત્ર શબ્દશઃ શ્લોકાર્ધ - “બીજા પક્ષમાં પણ એક ક્ષણ પછી આત્માનો નાશ થવાથી અન્ય ક્ષણની અપ્રસિદ્ધિના કારણે નૈરાભ્ય સંગત નથી. અન્યથા ઉત્તરાણ સ્વરૂપ કાર્યના અંગ તરીકે પૂર્વેક્ષણનો સંબંધ હોવાથી બેક્ષણવૃત્તિના કારણે સ્થિરતાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે છે. કહેવાનો આશય એ છે કે “મૈરાભ્યાડો તો.' ઇત્યાદિ શ્લોકમાં જણાવ્યા મુજબ “આત્મા ક્ષણિક છે, તેથી નૈરાભ્ય છે' - આ બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો તે પક્ષમાં પણ નૈરામ્ય સંગત નથી. કારણ કે ક્ષણ પછી ક્ષણિક એવા આત્માનો નાશ થવાથી અને બીજા એવા અનંત ૪૦ ક્લેશતાનોપાય બત્રીશી Page #44 -------------------------------------------------------------------------- ________________ રક્ષણની પ્રસિદ્ધિ ન હોવાથી આત્માને આશ્રયીને કરેલા અનુષ્ઠાનના ફળની અનુપત્તિ થાય છે. સર્વથા વિનાશ થતો હોવાથી અનંતર ક્ષણની સાથે તેની પૂર્વેના ક્ષણનો કોઈ જ સંબંધ રહેતો નથી. બંન્ને ક્ષણો સર્વથા ભિન્ન જ છે. અન્યથા, ભાવથી જ ભાવની અર્થાત્ પૂર્વેક્ષણથી જ ઉત્તરક્ષણની ઉત્પત્તિ થાય છે – એમ માનવામાં આવે તો પૂર્વેક્ષણ ઉત્તરક્ષણનું અંગ હોવાથી પૂર્વેક્ષણ જ ઉત્તરક્ષણમાં પરિણત છે અર્થાત્ પૂર્વેક્ષણ ઉત્તરક્ષણ સ્વરૂપે (પરિણામીભાવે) વિદ્યમાન છે – એમ માનવું જોઈએ અને તેથી પૂર્વેક્ષણ જ કથંચિકારણરૂપે) અભાવરૂપે થઇને ઉત્તરક્ષણસ્વરૂપે પરિણામ પામેલો હોવાથી પૂર્વેક્ષણસ્વરૂપ પદાર્થની સ્થિતિ બે ક્ષણ માટે હોવાના કારણે ધ્રૌવ્ય(સ્થિરત્વ) સિદ્ધ થશે, જે ક્ષણિકવાદીને અનિષ્ટ છે. સર્વથા અસહ્યી સરૂપ પરિણામ થાય છે – એ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે સર્વથા અસત્ એવા ખરવિષાણ(ગધેડાના શિંગડા)માં ઉત્તરક્ષણસ્વરૂપ ભાવમાં પરિણમવાની શક્તિ નથી. સમાન ક્ષણાંતરની સામગ્રીમાં અત્યંત યોગ્યતાવિશિષ્ટ જે શક્તિ છે તેનાથી જ પૂર્વેક્ષણ ઉત્તરક્ષણમાં પરિણમે છે, જે વસ્તુની સ્થિરતા વિના શક્ય નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. ર૫-૮ किं च क्षणिको ह्यात्माभ्युपगम्यमानः स्वनिवृत्तिस्वभावः स्यात्, उतान्यजननस्वभावः, उताहो उभयस्वभावः ? इति त्रयी गतिः, तत्राद्यपक्षे आह આત્માને સર્વથા ક્ષણિક માનનારના મનમાં પ્રકારોતરથી દોષ જણાવાય છે – હિંદ ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે ક્ષણિક આત્માને સ્વીકારીએ તો પોતાની મેળે નિવૃત્તિના સ્વભાવવાળો તે છે, તેથી તે ક્ષણિક છે કે પછી બીજાને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો હોવાથી તે ક્ષણિક છે; કે પછી બંન્ને સ્વભાવવાળો હોવાથી તે ક્ષણિક છે - આ ત્રણ પક્ષ-વિકલ્પ છે. તેમાંથી પ્રથમ અને દ્વિતીય પક્ષમાં જે દોષ છે તે જણાવાય છે– स्वनिवृत्तिस्वभावत्वे, न क्षणस्यापरोदयः । अन्यजन्मस्वभावत्वे, स्वनिवृत्तिरसङ्गता ॥२५-९॥ स्वनिवृत्तीति-स्वनिवृत्तिस्वभावत्वे क्षणस्यात्मक्षणस्य अभ्युपगम्यमाने । नापरोदयः सदृशोत्तरक्षणोत्पादः स्यात् । पूर्वक्षणस्योत्तरक्षणजननास्वभावत्वात् । द्वितीये त्वाह-अन्यजन्मस्वभावत्वे सदृशापरक्षणोत्पादकस्वभावत्वे स्वनिवृत्तिरसङ्गता, तदजननस्वभावत्वादेव ।।२५-९।। “આત્મસ્વરૂપ ક્ષણનો સ્વનિવૃત્તિ સ્વભાવ હોય તો પોતાની જેવા બીજા ક્ષણની ઉત્પત્તિ નહીં થાય. આત્મસ્વરૂપ ક્ષણનો અન્યક્ષણને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય તો પોતાની નિવૃત્તિ અસંગત છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો ભાવ સ્પષ્ટ છે કે પોતાની નિવૃત્તિના સ્વભાવવાળા આત્મસ્વરૂપ ક્ષણનો સ્વીકાર કરવામાં આવે તો સ્વસદશ બીજા ક્ષણની એક પરિશીલન ૪૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ નહિ થાય; કારણ કે આત્મસ્વરૂપ ક્ષણનો, સ્વસદશ ક્ષણાંતરને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી. તેથી પ્રથમ પક્ષમાં દોષ છે. બીજા પક્ષમાં દોષનું ઉદ્દભાવન, શ્લોકના ઉત્તરાર્ધથી કરાય છે. આશય એ છે કે આત્મસ્વરૂપ ક્ષણનો બીજા સ્વસદશ ક્ષણને ઉત્પન્ન કરવાનો સ્વભાવ સ્વીકારવામાં આવે તો સ્વસદશ ક્ષણાંતરની ઉત્પત્તિ થાય તો પણ પોતાની નિવૃત્તિ સંગત નહીં થાય. કારણ કે પોતાની નિવૃત્તિ કરવાનો સ્વભાવ નથી. સ્વભાવ ન હોય તો વિવક્ષિત કાર્ય ન થાય.. એ સ્પષ્ટ છે. ૨૫-લા तृतीये त्वाहત્રીજા પક્ષમાં દૂષણ જણાવાય છે उभयैकस्वभावत्वे, न विरुद्धोऽन्वयोऽपि हि । ન ચ તસ્કેતુ: નૈદિ:, વિખ્ત વયોવઃ ર૧-૧૦ उभयेति-उभयैकस्वभावत्वे स्वनिवृत्तिसदृशापरक्षणोभयजननैकस्वभावत्वेऽन्वयोऽपि हि न विरुद्धः। यदेव किञ्चिन्निवर्तते तदेवापरक्षणजननस्वभावमितिशब्दार्थान्यथानुपपत्त्यैवान्वयसिद्धेरुक्तोभयैकस्वभावत्ववत्पूर्वापरकालसम्बन्धैकस्वभावत्वस्याप्यविरोधाद् । इत्थमेव प्रत्यभिज्ञाक्रियाफलसामानाधिकरण्यादीनां निरुपचरितानामुपपत्तेरिति निर्लोठितमन्यत्र । न च तद्धेतुक आत्मदर्शनहेतुकः स्नेहः किं तु कर्मोदयोद्भवो मोहनीयकर्मोदयनिमित्तकः । अतो नायमात्मदर्शनापराध इति भावः ॥२५-१०॥ “ઉભય (સ્વનિવૃત્તિ અને સ્વસદશાપરક્ષણજનનોભય) એક સ્વભાવવાળો આત્મસ્વરૂપ ક્ષણ માનવામાં આવે તો તાદેશાત્માનો પૂર્વાપર ક્ષણની સાથે સંબંધ વિરુદ્ધ નથી. તેમ જ નેહ, આત્મદર્શનના કારણે નથી. પરંતુ કર્મના ઉદયથી તે થાય છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે આત્મસ્વરૂપ ક્ષણને સ્વનિવૃત્તિ અને પોતાના જેવા બીજા ક્ષણને ઉત્પન્ન કરવાના ઉભય એક સ્વભાવવાળો માનીએ તો આત્માનો પૂર્વાપરકાળની સાથેનો સંબંધ પણ ઘટી શકે છે. જે કોઈ નિવૃત્ત થાય છે તે જ બીજા ક્ષણને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે. આ પ્રમાણેના શબ્દાર્થની અન્યથાનુપપત્તિથી જ તાદેશાત્માનો પૂર્વાપર ક્ષણની સાથેના અન્વયસંબંધની સિદ્ધિ થાય છે. જો એ રીતે પૂર્વાપર ક્ષણની સાથે અન્વય ન માનીએ તો જે પોતે જ નષ્ટ થાય છે, તે બીજાને ઉત્પન્ન કઈ રીતે કરે? બીજાને ઉત્પન્ન કરવા માટે તેનો બીજા ક્ષણમાં સંબંધ માન્યા વિના ચાલે એવું નથી. પૂર્વ અને અપર: આ બે ક્ષણની સાથે એક જ આત્માનો સંબંધ કઈ રીતે થાય?' - આવી શંકા બૌદ્ધ ના કરવી જોઇએ. કારણ કે અભાવસ્વરૂપ સ્વનિવૃત્તિ અને સ્વસદેશ અપરક્ષણસ્વરૂપ ભાવ - આ બંન્ને પરસ્પર વિરોધી એવા બેને ઉત્પન્ન કરવાનો એક સ્વભાવ જો આત્મામાં માની શકાય છે, તો તેની જેમ પૂર્વકાળ અને અપરકાળ : બંન્નેની સાથે એક સંબંધ રાખવાનો સ્વભાવ પણ આત્મામાં માની શકાય છે. ૪૨ ક્લેશતાનોપાય બત્રીશી Page #46 -------------------------------------------------------------------------- ________________ આ રીતે માનવાથી જ વાસ્તવિક રીતે પ્રત્યભિજ્ઞા તેમ જ ક્રિયા અને ફળનું સામાનાધિકરણ્ય વગેરે સંગત થાય છે. પૂર્વે જોયેલા પદાર્થનું વર્તમાનમાં સન્મુખવર્તી પદાર્થમાં જે અભેદરૂપે જ્ઞાન થાય છે તેને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. “તે આ દેવદત્ત છે જેને મેં કાશીમાં જોયો હતો..” ઈત્યાદિ સ્વરૂપવાળા જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. વસ્તુ જો એક ક્ષણમાં જ નષ્ટ થવાની હોય તો પ્રત્યભિજ્ઞાત્મક જ્ઞાન શક્ય નથી. એ પ્રત્યભિજ્ઞા વસ્તુની સ્થિરતાથી જ શક્ય છે. તેમ જ ધર્મક્રિયા કર્યા પછી તેનું અષ્ટાદિ ફળ ધર્મક્રિયાને કરનારાને જ પ્રાપ્ત થતું હોય છે. એક કાર્ય કરે અને તેનું ફળ બીજાને મળે – એવું બનતું નથી. તેથી ક્રિયા અને ફલ એક અધિકરણમાં જ હોય છે. ક્રિયા અને ફળની એકાધિકરણમાં જે સ્થિતિ છે, તેને તેનું સામાનાધિકરણ્ય કહેવાય છે. ક્રિયા કરનાર એક ક્ષણમાં જ નાશ પામે તો તેને ફળની પ્રાપ્તિ જ નહીં થાય. તેથી ક્રિયા અને ફળના ઐકાધિકરણ્યને ઉપપન્ન કરવા માટે વસ્તુને સ્થિર માનવી જોઇએ... ઇત્યાદિ સ્યાદ્વાદ કલ્પલતા' વગેરે ગ્રંથોમાં વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. જન્મનિર્યતÚI... (ર૯-૪) ઇત્યાદિ શ્લોકથી જે જણાવેલ કે આત્મદર્શનથી તૃષ્ણા થાય છે, તેનું નિરાકરણ આ શ્લોકના ઉત્તરાદ્ધથી કરાય છે. એનો આશય સ્પષ્ટ છે કે સ્નેહ(તૃષ્ણા) આત્મદર્શનના કારણે થતો નથી. પરંતુ મોહનીયકર્મના ઉદયથી થાય છે. તેથી સ્નેહ થવો એ અપરાધ આત્મદર્શનનો નથી, પણ મોહનીયકર્મનો છે. ll૨૫-૧ના ननु यद्यप्यात्मदर्शनमात्रनिमित्तको न स्नेहः, क्षणिकस्याप्यात्मनः स्वसंवेदनप्रत्यक्षेण समवलोकनात्तदुद्रवप्रसङ्गात्, किं तु धुवात्मदर्शनतो नियत एव नेहोद्भवस्तद्गतागामिकालसुखदुःखावाप्तिपरिहारचिन्तावश्यकत्वादित्यत्राह યદ્યપિ આત્મદર્શનમાત્રથી સ્નેહ થતો નથી. કારણ કે તેમ માનવામાં આવે તો ક્ષણિક આત્માનું પણ સ્વસંવેદનાત્મક પ્રત્યક્ષ તો થાય છે. તેથી આત્મદર્શનમાત્રને સ્નેહનું કારણ માનીએ તો ક્ષણિકાત્માને માનનારને પણ સ્નેહના ઉદ્દભવનો પ્રસંગ આવે છે. પરંતુ ધ્રુવ (સ્થિરનિત્ય) આત્મદર્શનથી ચોક્કસ જ સ્નેહ થાય છે. કારણ કે સ્થિર હોવાના કારણે ભવિષ્યકાળમાં તેને સુખ મળી રહે અને દુઃખ આવે નહિ.. ઇત્યાદિની ચિંતા અવશ્ય થાય છે. પણ બીજા ક્ષણે જ જેનો નાશ થવાનો છે તે ક્ષણિક આત્માને આશ્રયીને તેવી ચિંતા થતી નથી. તેથી માત્ર આત્મદર્શન સ્નેહનું કારણ નથી. પરંતુ ધ્રુવ એવા આત્માનું દર્શન સ્નેહનું કારણ છે. આ પ્રમાણે માનનારા બૌદ્ધોની શંકાનું સમાધાન કરાય છે– ध्वेक्षणेऽपि न प्रेम, निवृत्तमनुपप्लवात् । ग्राहाकार इव ज्ञानेऽन्यथा तत्राऽपि तद्भवेत् ॥२५-११॥ એક પરિશીલન Page #47 -------------------------------------------------------------------------- ________________ धुवेक्षणेऽपीति-धुवेक्षणेऽपि धुवात्मदर्शनेऽपि न प्रेम समुत्पत्तुमुत्सहते । निवृत्तमुपरतम् । उपप्लवात् सङ्क्लेशक्षयाद् विसभागपरिक्षयाभिधानात् । ज्ञाने ग्राह्याकार इव भवन्मते । उपप्लववशाद्धि तत्र तदवभासस्तदभावे तु तन्निवृत्तिरिति । तथा च सिद्धान्तो वः-“ग्राह्यं न तस्य ग्रहणं न तेन, ज्ञानान्तरग्राह्यतयापि शून्यम् । तथापि च ज्ञानमयः प्रकाशः, प्रत्यक्षरूपस्य तथाविरासीद् ।।१।।” इति । अन्यथोपप्लवं विनापि धुवात्मदर्शनेन प्रेमोत्पत्त्यभ्युपगमे तत्रापि त्वन्मतप्रसिद्धात्मन्यपि तत्प्रेम भवेद्, आत्मदर्शनमात्रस्यैव लाघवेन प्रेमहेतुत्वाद्, धुवत्वभावनमेव मोहादिति तु स्ववासनामात्रमिति न किञ्चिदेतत् ॥२५-११॥ “ધુવાત્મદર્શનમાં પણ સ્નેહ થતો નથી. કારણ કે ઉપપ્લવના અભાવના કારણે જ્ઞાનમાં ગ્રાહ્યાકારની જેમ સ્નેહવિરામ પામે છે. અન્યથા ક્ષણિક આત્મવાદીને પણ તે પ્રસંગ આવે છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ધ્રુવ (સ્થિર-નિત્ય) એવા આત્મદર્શનમાત્રથી પ્રેમ ઉત્પન્ન થવાના ઉત્સાહવાળો નથી. કારણ કે જેને બૌદ્ધો વિસભાગ કહે છે, તેના પરિક્ષય સ્વરૂપ સંક્લેશક્ષય થવાથી અર્થાત્ સંક્લેશસ્વરૂપ ઉપપ્લવનો અભાવ થવાથી ધૃવાત્મદર્શનમાં પણ સ્નેહ થતો નથી. તમારા મતમાં બૌદ્ધમતમાં) વિભાગનો ક્ષય થવાથી જ્ઞાનમાં બાહ્ય ઘટ-પટાદિ સ્વરૂપ ગ્રાહ્યાકાર જેમ નિવૃત્ત થાય છે, કારણ કે ઉપપ્લવ(વિસભાગક્લેશ)ના કારણે જ્ઞાનમાં ગ્રાહ્યાકારનો અવભાસ થાય છે અને વિસભાગ-ઉપપ્લવના અભાવમાં ગ્રાહ્યાકારની પણ નિવૃત્તિ થાય છે તેમ ઉપપ્લવના અભાવથી સ્નેહની પણ નિવૃત્તિ થાય છે. બૌદ્ધોએ આ વિષયમાં જણાવ્યું છે કે - “શુદ્ધજ્ઞાનનું કોઈ ગ્રાહ્ય (વટાદિ વિષય) નથી. તે જ્ઞાનથી કોઈનું ગ્રહણ થતું નથી. તેમ જ આ શુદ્ધ જ્ઞાન, બીજા કોઈ જ્ઞાનનું ગ્રાહ્ય ન હોવાથી જ્ઞાનાંતરગ્રાહ્યતાથી શૂન્ય છે. તોપણ પ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાનમય પ્રકાશ વિદ્યમાન હોવાથી શૂન્યવાદ (સર્વથા શૂન્યવાદ) નથી...” આથી સમજી શકાશે કે વિભાગનો ક્ષય થવાથી જ્ઞાન હોવા છતાં ગ્રાહ્યાકાર જેમ હોતો નથી; તેમ ધૃવાત્મદર્શન હોવા છતાં ઉપપ્લવના અભાવના કારણે સ્નેહ થતો નથી. અન્યથા ઉપપ્લવ ન હોય તોય પૃવાત્મદર્શનથી પ્રેમ થાય છે – એમ માનવામાં આવે તો ત્યાં તમારા મતમાં (બૌદ્ધાભિમતમાં) પ્રસિદ્ધ એવા આત્મામાં પણ પ્રેમની ઉત્પત્તિનો પ્રસંગ આવશે. યદ્યપિ બૌદ્ધો આત્માને ધ્રુવ માનતા ન હોવાથી ધૃવાત્મદર્શનથી પ્રેમની ઉત્પત્તિનો પ્રસંગ તેમને નથી. પરંતુ સ્નેહની પ્રત્યે કૃવાત્મદર્શનને કારણે માનવાની અપેક્ષાએ આત્મદર્શનને કારણ માનવામાં લાઘવ છે અને તેથી પ્રેમની ઉત્પત્તિની પ્રત્યે આત્મદર્શનને કારણ માનવાનું ઉચિત હોવાથી બૌદ્ધોને પણ આત્મદર્શનથી સ્નેહોત્પત્તિનો પ્રસંગ અનિવાર્ય છે. યદ્યપિ આત્મદર્શનમાત્રથી પ્રેમની ઉત્પત્તિ થતી નથી. તેની સાથે મોહ હોવાથી તે થાય છે. આત્મા ક્ષણિક હોવા છતાં તેમાં ધૃવત્વની ભાવના મોહથી જ થાય છે. તેથી ધૃવાત્મદર્શનમાં અવશ્ય સ્નેહની ઉત્પત્તિ થાય છે. ક્ષણિકાત્મવાદીને તો એવો મોહ ન હોવાથી તેમને પ્રેમોત્પત્તિનો પ્રસંગ આવતો નથી. પરંતુ “મોહથી આત્માના ધૃવત્વનું ભાન કરાય છે.” - આ વાત બૌદ્ધો પોતાની વાસનાથી કરે છે, ક્લેશતાનોપાય બત્રીશી Page #48 -------------------------------------------------------------------------- ________________ પણ એ વાત અયુક્ત છે. આત્માનું કૃવત્વ વાસ્તવિક છે.. ઇત્યાદિ વિચારવાથી સમજાશે કે બૌદ્ધોની વાત ધ્યાનમાં લેવા જેવી નથી. ૨૫-૧૧ પાતંજલોની માન્યતાનુસાર ક્લેશ હાનિના ઉપાય જણાવાય છે– विवेकख्यातिरुच्छेत्री, क्लेशानामनुपप्लवा । સપ્તધા પ્રાન્તમૈજ્ઞા, વાર્થચિત્તવિમુક્ટિમિઃ ર૧-૧૨ા विवेकेति-विवेकख्यातिः प्रतिपक्षभावनाबलादविद्यापविलये विनिवृत्तज्ञातृत्वकर्तृत्वाभिमानाया रजस्तमोमलानभिभूताया बुद्धेरन्तर्मुखायाश्चिच्छायासङ्क्रान्तिरनुपप्लवान्तरान्तराव्युत्थानरहिता क्लेशानामुच्छेत्री । यदाह-“विवेकख्यातिरविप्लवा हानोपायः” [२-२६] । सा च सप्तधा सप्तप्रकारैः प्रान्तभूप्रज्ञा सकलसालम्बनसमाधिपर्यन्तभूमिधीभवति । कार्यचित्तविमुक्तिभिश्चतुस्त्रिप्रकाराभिः । तत्र न मे ज्ञातव्यं किञ्चिदस्ति, क्षीणा मे क्लेशाः, न मे क्षेतव्यं किञ्चिदस्ति, अधिगतं(ता)मया हानप्राप्तविवेकख्यातिरिति कार्यविषयनिर्मलज्ञानरूपाश्चतस्रः कार्यविमुक्तयः । चरितार्था मे बुद्धिगुणाः कृताधिकारा मोहबीजाभावात् कुतोऽमीषां प्ररोहः, सात्मीभूतश्च मे समाधिरिति, स्वरूपप्रतिष्ठोऽहमिति गुणविषयज्ञानरूपास्तिस्रश्चित्तવિમુpય રૂતિ તાવમુë–“ત સપ્તધા પ્રાન્તમૂ(નિ.)ષષેતિ” રિ-ર૭] I/ર૦-૧ર “ઉપપ્લવથી રહિત એવી વિવેકખ્યાતિ ફ્લેશોનો ઉચ્છેદ કરનારી છે. કાર્યવિમુક્તિ અને ચિત્તવિમુક્તિ(ચાર અને ત્રણ પ્રકારની)ના ભેદથી તે વિવેકખ્યાતિ સાત પ્રકારની ઉત્તમ અવસ્થાવાળી બુદ્ધિ સ્વરૂપ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પાતંજલયોગસૂત્રમાં જણાવ્યા મુજબ અવિદ્યાદિસ્વરૂપ ક્લેશોનો ઉચ્છેદ, ઉપપ્લવથી રહિત એવી વિવેકખ્યાતિથી થાય છે. અવિદ્યાની પ્રતિપક્ષ(વિરુદ્ધ) ભાવનાથી અવિદ્યાનો પ્રલય થયે છતે; હું જાણું છું, હું કરું છું... ઇત્યાદિ પ્રકારનું અભિમાન(જ્ઞાતૃત્વ-કર્તુત્વાભિમાન) નિવૃત્ત થાય છે. આવી નિવૃત્તાભિમાનવાળી બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી અભિભૂત નથી હોતી. તેથી તાદશ બાહ્યવિષયોથી પરામુખ એવી અંતર્મુખ બુદ્ધિમાં પુરુષનું ચિતૂપ સંક્રાંત થાય છે. આ ચિચ્છાયાની સંક્રાંતિને વિવેકખ્યાતિ કહેવાય છે. વચ્ચે વચ્ચે જ્યારે વ્યુત્થાન અર્થાત્ મિથ્યાજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય ત્યારે તે વિવેકખ્યાતિ, ઉપપ્લવવાળી કહેવાય છે. તેનાથી ભિન્ન, ઉપપ્લવથી રહિત એવી વિવેકખ્યાતિ અવિદ્યાદિ ક્લેશોનો ઉચ્છેદ કરનારી છે. આ પ્રમાણે પાતંજલ યોગસૂત્રમાં(૨-૨૬માં) જણાવ્યું છે કે “વિપ્લવ-મિથ્યાજ્ઞાનથી રહિત એવી વિવેકખ્યાતિ, અવિદ્યાદિ ક્લેશની હાનિનો ઉપાય છે.” આ વિવેકખ્યાતિ, સાત પ્રકારથી પ્રાંતભૂપ્રજ્ઞા સ્વરૂપ બને છે. સકલ સાલંબનસમાધિની છેલ્લી અવસ્થાપન્ન બુદ્ધિસ્વરૂપ પ્રાંતભૂપ્રજ્ઞા છે. એના કાર્યવિમુક્તિને લઈને અને ચિત્તવિમુક્તિને લઈને અનુક્રમે ચાર અને ત્રણ પ્રકાર હોવાથી તે સાત પ્રકારની છે. વિવેકખ્યાતિને પ્રાપ્ત કરેલા એક પરિશીલન ૪૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ યોગીઓને આ સાત પ્રકારની પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. સકલ કાર્યો જેમાં સમાપ્ત થાય છે તે પ્રજ્ઞાને કાર્યવિમુક્તિ પ્રજ્ઞા કહેવાય છે. સામાન્યથી પ્રજ્ઞાના પોતાના ચાર પ્રકારનાં કાર્ય હોવાથી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા ચાર પ્રકારની છે. એમાં “ર જે જ્ઞાતવ્ય વિઝિતિ'... ઇત્યાકારક પ્રજ્ઞા પ્રથમ પ્રકારની છે. સમગ્ર સંસારમાં સઘળા ય હેય પદાર્થોને મેં જાણી લીધા છે; હવે કોઈ પણ હેય મારે જાણવા યોગ્ય રહ્યા નથી. આવી પ્રજ્ઞા વિવેકખ્યાતિપ્રાપ્ત યોગીને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી “મારા અવિદ્યાદિ સર્વ ક્લેશો ક્ષીણ થયા છે, હવે મારા માટે ક્ષય કરવા યોગ્ય કોઈ ક્લેશ નથી.' - આવા પ્રકારની બીજી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. જેનું સ્વરૂપ સ્પષ્ટ છે કે “ક્ષીપા ને વત્તેશા ન મે ક્ષેતવ્ય વિઝિતિ આવા પ્રકારની જે બુદ્ધિ છે, તેને બીજી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા કહેવાય છે. ગાય મથા દ્વાન (જ્ઞાનમ)' અર્થાત મેં કૈવલ્યસ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે - આવા પ્રકારની ત્રીજી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા છે અને પ્રાપ્ત વિવેણ્યતિઃ' અર્થાત્ ઍવિવેકખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે... આવા પ્રકારની જે બુદ્ધિ છે, તે ચોથી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા છે. અન્યત્ર “સાક્ષાત નિરોથHથના દાન” અને “માવિત વિવેવસ્થાતિરૂપી દાનોપાયઃ'... ઇત્યાદિરૂપે ત્રીજી અને ચોથી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા વર્ણવી છે. કાર્યવિષયક નિર્મળ જ્ઞાનસ્વરૂપ એ ચારે ય પ્રજ્ઞા છે. “રિતાર્યા ને શુદ્ધિ, શુ હતાિરા મોદીનામાનું કુત્તોડનીષાં રોદ' અર્થાતું મારી બુદ્ધિ ચરિતાર્થ થઈ છે, કોઈ પણ કાર્ય કરવાનું હવે રહેતું નથી. સત્ત્વ, રજ અને તમો ગુણોનો અધિકાર પૂર્ણ થયો છે. મોહનું બીજ ન હોવાથી એનો પ્રરોહ ક્યાંથી થાય? અથતુ ન જ થાય... આવા પ્રકારની પ્રજ્ઞા પાંચમી છે. “સાત્મીમૂત ને સમાધિઃ' અર્થાત્ મને સમાધિ આત્મસાત્ થઈ છે - આવા પ્રકારની છઠ્ઠી પ્રજ્ઞા છે. અને “સ્વપતિશ્કેડ અર્થાત્ મેં મારું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું છે; હું મારા સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત થયો છું – આવા પ્રકારની સાતમી પ્રજ્ઞા છે. આ છેલ્લી ત્રણ પ્રજ્ઞાઓ ગુણવિષયક જ્ઞાનસ્વરૂપ છે, જેને ચિત્તવિમુક્તિ પ્રજ્ઞા કહેવાય છે. આ પ્રજ્ઞાનું વર્ણન પાતંજલયોગસૂત્રમાં “તી સણથા પ્રજ્વઃિ પ્રજ્ઞા” (રાળા) આ સૂત્રથી કરાયું છે. જેનો આશય સમજી શકાય છે કે ઉત્પન્ન થઈ છે વિવેકખ્યાતિ જેને એવા યોગીની પ્રજ્ઞા; વિષયને આશ્રયીને સાત પ્રકારની ઉત્કૃષ્ટ અવસ્થારૂપ છે... ઇત્યાદિ ઉપર જણાવ્યું છે. ll૧૫-૧રી. વિવેકખ્યાતિથી અવિદ્યાદિ ક્લેશોનો ઉચ્છેદ કઈ રીતે થાય છે તે જણાવાય છે– बलानश्यत्यविद्यास्या, उत्तरेषामियं पुनः । प्रसुप्ततनुविच्छिनोदाराणां क्षेत्रमिष्यते ॥२५-१३॥ बलादिति-अस्या विवेकख्यातेर्बलादविद्या नश्यति । इयमविद्या पुनरुत्तरेषामस्मितादीनां क्लेशानां प्रसुप्ततनुविच्छिन्नोदाराणां क्षेत्रमिष्यते । तदुक्तम्-“अविद्याक्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणामिति” રિ-૪] ર૦-૧રૂા. ક્લેશતાનોપાય બત્રીશી ૪૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ “આ વિવેકખ્યાતિના બળે અવિદ્યા નાશ પામે છે. આ અવિઘા, પ્રસુત તનું વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતા વગેરે ક્લેશોનું ઉદ્ભવસ્થાન છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ - આ પાંચ ક્લેશ છે. એમાં અવિદ્યા, અસ્મિતાદિ ચારનું ઉત્પત્તિસ્થાન છે. અવિદ્યાને લઈને અસ્મિતાદિની ઉત્પત્તિ થાય છે. અવિદ્યાના અભાવમાં અસ્મિતાદિનો પણ અભાવ હોય છે. અવિદ્યા મિથ્યાજ્ઞાન સ્વરૂપ છે. તેનાથી અસ્મિતાદિ ક્લેશની ઉત્પત્તિ થાય છે. એ બધાનું સ્વરૂપ હવે પછી જણાવાશે. (જુઓ શ્લો.નં. ૧૮ થી ૨૦). અવિદ્યા જેનું મૂળ છે એવા અસ્મિતાદિ ચાર ક્લેશોના પ્રમુખ તનુ વિચ્છિન્ન અને ઉદારઃ આ ચાર ભેદ છે. તેનું પણ સ્વરૂપ હવે પછીના શ્લોકથી જણાવાય છે. આ વાત, યોગસૂત્ર(૨-૪)માં જણાવી છે. એનો આશય સ્પષ્ટ છે કે પ્રસુપ્ત તનુ વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતાદિ ક્લેશોનું ઉત્પત્તિસ્થાન અવિદ્યા છે. ૨૫-૧૩ પ્રસુત ક્લેશનું સ્વરૂપ જણાવાય છે स्वकार्य नारभन्ते ये, चित्तभूमौ स्थिता अपि । विना प्रबोधकबलं, ते प्रसुप्ताः शिशोरिव ॥२५-१४॥ स्वकार्यमिति-ये क्लेशाश्चित्तभूमौ स्थिता अपि स्वकार्यं नारभन्ते । विना प्रबोधकस्योद्बोधकस्य बलमुद्रेकं । ते क्लेशाः प्रसुप्ताः शिशोरिव बालकस्येव ।।२५-१४।। “જે ક્લેશો, ચિત્તસ્વરૂપ ભૂમિમાં રહેલા હોવા છતાં તેને જગાડનારા બળ વિના પોતાના કાર્યનો આરંભ કરતા નથી, તે ક્લેશો બાળકની જેમ પ્રસ્તુત કહેવાય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બાળકો સૂતેલાં હોય તો જેમ તેઓ કોઈ કાર્ય કરતા નથી પણ તેમને કોઈ જગાડે તો તેઓ પોતાનું કાર્ય કરે છે, તેમ ચિત્તમાં જોશો રહેલા હોવા છતાં તે ક્લેશો ઉબોધકના બળ વિના પોતાનું કાર્ય કરતા નથી, તેથી તે ક્લેશોને પ્રસુપ્ત કહેવાય છે. સામાન્ય રીતે તત્ત્વમાં લીન બનેલા યોગીઓના ક્લેશો પ્રસુત હોય છે. તત્ત્વમાં લીન હોવાથી એ યોગીની ચિત્તપરિણતિ વિષયથી(રૂપાદિથી) વિમુખ હોય છે. તેથી ચિત્તમાં રહેલા લેશોને કોઈ ઉબોધક બળ પ્રાપ્ત થતું નથી. વિષયોને પ્રાપ્ત કરીને ચિત્તમાં વિદ્યમાન ક્લેશો કાર્ય કરે છે... ઇત્યાદિ સમજી શકાય છે. અપ્રશસ્ત વિષયોની પ્રવૃત્તિ સંક્લેશની ઉદ્ધોધક બનતી હોય છે. ર૫-૧૪ll તનું ક્લેશનું સ્વરૂપ વર્ણવાય છે– भावनात्प्रतिपक्षस्य शिथिलीकृतशक्तयः । तनवोऽतिबलापेक्षा, योगाभ्यासवतो यथा ॥२५-१५॥ એક પરિશીલન ૪૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ भावनादिति-भावनादभ्यासात् । प्रतिपक्षस्य स्वविरोधपरिणामलक्षणस्य । शिथिलीकृता कार्यसम्पादनं प्रति शक्तिर्येषां ते तथा । तनवो वासनावरोधतया चेतस्यवस्थिताः, न तु बालस्येवानवरुद्धवासनात्मना । अतिबलापेक्षाः स्वकार्यारम्भे प्रभूतसामग्रीसापेक्षाः, न तूद्बोधकमात्रापेक्षाः । योगाभ्यासवतो यथा रागादयः क्लेशाः ।।२५-१५॥ વિરુદ્ધ પરિણામના અભ્યાસથી જેની કાર્ય કરવાની શક્તિ શિથિલ કરાઈ છે એવા, યોગાભ્યાસવાળા યોગીના જેવા ક્લેશોને તનુ કહેવાય છે, જેને પોતાનું કાર્ય કરવામાં ઘણા બળની અપેક્ષા હોય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જેમને યોગનો અભ્યાસ છે એવા યોગીના રાગાદિની જેમ જે ક્લેશો પોતાનું કાર્ય કરવા માટે શિથિલ શક્તિવાળા છે તે ક્લેશોને “તનુ' ક્લેશો કહેવાય છે. ક્લેશોની તનતા, સ્વવિરોધી(ક્લેશવિરોધી સમાધિ) પરિણામના અભ્યાસથી ક્લેશોની પોતાની કાર્ય કરવાની શક્તિ શિથિલ થવાથી થાય છે. આ ક્લેશો, પોતાના કાર્ય કરવાના સંસ્કારનો અવરોધ થવાથી ચિત્તમાં, કાર્ય કર્યા વિના રહેતા હોય છે. આમ તો બાળકની જેમ સુપ્ત ક્લેશો પણ પોતાનું કાર્ય કર્યા વિના ચિત્તમાં રહેતા હોય છે. પરંતુ ત્યાં સુપ્ત ક્લેશોને પ્રબોધક કોઈ બળ પ્રાપ્ત થતું ન હોવાથી તે કાર્ય કરતા નથી, તેમના સંસ્કાર અવરુદ્ધ હોતા નથી. તનુ ક્લેશોને તો પ્રબોધક બળ પ્રાપ્ત થયેલું હોવાથી અર્થાત તે તનુ ક્લેશો પ્રબુદ્ધ જ હોવાથી એ બંન્નેમાં ફરક છે. આ તનુભૂત ક્લેશોને પોતાનું કાર્ય કરવા માટે ઘણા બળની અપેક્ષા છે. માત્ર પ્રબોધક બળથી કામ સરતું નથી. શક્તિ શિથિલ થઈ હોવાથી પોતાનું કાર્ય કરવા માટે અધિક બળની અપેક્ષા રહે - એ સમજી શકાય છે. યોગના અભ્યાસીના રાગાદિ ક્લેશો જેમ કાર્યરત નથી તેમ આ તનુશો પણ પોતાના કાર્યની પ્રત્યે શિથિલ છે. ર૫-૧પી. વિચ્છિન્ન ક્લેશોનું નિરૂપણ કરાય છે अन्येनोच्चैर्बलवताभिभूतस्वीयशक्तयः । तिष्ठन्तो हन्त विच्छिन्ना, रागो द्वेषोदये यथा ॥२५-१६॥ अन्येनेति-अन्येन स्वातिरिक्तेन । उच्चैर्बलवता अतिशयितबलेन क्लेशेन । अभिभूतस्वीयशक्तयस्तिष्ठन्तो हन्त विच्छिन्नाः क्लेशा उच्यन्ते । यथा रागो द्वेषोदये । न हि रागद्वेषयोः परस्परविरुद्धयोर्युઅપમવોડતીતિ રિલ-૧દ્દા બીજા અત્યંત બળવાન એવા ક્લેશના કારણે જે ક્લેશોની શક્તિ અભિભૂત થઈ છે એવા, ચિત્તમાં રહેલા ક્લેશોને વિચ્છિન્ન કહેવાય છે. જેમ રાગના ઉદયમાં દ્વેષ વિચ્છિન્ન કહેવાય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. રાગાદિથી અન્ય દ્વેષાદિસ્વરૂપ અત્યંત બળવાન(ઉત્કટ) ક્લેશ હોય તો રાગાદિ ક્લેશની શક્તિ અભિભૂત ક્લેશતાનોપાય બત્રીશી ४८ Page #52 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અર્થાતુ એ વખતે રાગાદિ પોતાનું કાર્ય કરવા માટે સમર્થ થતા નથી. કારણ કે રાગના ઉદયે દ્વેષનો ઉદય થતો નથી અને દ્વેષના ઉદયે રાગનો ઉદય થતો નથી. પરસ્પર વિરુદ્ધ એવા રાગદ્વેષનો ઉદય એક સાથે થતો નથી. આ રીતે બીજા પણ સંક્લેશના વિષયમાં થતું હોય છે. આ ક્લેશો પ્રસુત નથી તેમ જ તનુ પણ નથી. પ્રબુદ્ધ અને પ્રબળ હોવા છતાં સ્વવિરોધી ક્લેશની અત્યંત પ્રબળતાને કારણે પોતાનું સામર્થ્ય અભિભૂત થાય છે - આ રીતે ત્રણેય ક્લેશોમાં જે ભેદ છે - તે સમજી શકાય છે. ૨૫-૧૬ll ઉદારક્લેશનું સ્વરૂપ વર્ણવાય છે सर्वेषां सन्निधिं प्राप्ता, उदाराः सहकारिणाम् । निवर्तयन्तः स्वं कार्य, यथा व्युत्थानवर्तिनः ॥२५-१७॥ सर्वेषामिति-सर्वेषां सहकारिणां सन्निधिं सन्निकर्ष प्राप्ताः स्वं कार्य निर्वर्तयन्त उदारा उच्यन्ते । यथा व्युत्थानवर्तिनो योगप्रतिपन्थिदशावस्थिताः ।।२५-१७।। “શ્લોકાર્થ સ્પષ્ટ છે કે સકલ સહકારી કારણોના સાન્નિધ્યને પામેલા અને વ્યુત્થાનવર્સી દોષોની જેમ પોતાના કાર્યને કરનારા એવા ક્લેશોને “ઉદાર' કહેવાય છે.” - આ પ્રમાણે સત્તરમાં શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યુત્થાન નામનો દોષ હોય ત્યારે જેમ દોષો પોતાની પ્રવૃત્તિ કરવાની શરૂઆત કરી દે છે, તેમ જે લેશોને પોતાનું કાર્ય કરવા માટે સકલ સહકારીકારણોનો યોગ પ્રાપ્ત થવાથી તે પોતાનું કાર્ય કરી લે છે તેવા ક્લેશોને ઉદાર કહેવાય છે. આમ પણ “ઉદાર' શબ્દથી જ ક્લેશોની ઉત્કટ અવસ્થા જણાય છે. જે સ્વકાર્ય પૂર્ણપણે કરે છે તેને ઉદાર-પ્રશસ્ય કહેવાય છે. ક્લેશોની પ્રસુતાદિ ચારે ય અવસ્થા હેય કોટિની છે. પાંચમી દગ્ધાવસ્થા (ક્ષયાવસ્થા) ઉપાદેય છે.. ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૫-૧૭ પાંચ ક્લેશોનું વર્ણન કરાય છે– अविद्या चास्मिता चैव, रागद्वेषौ तथापरौ । पञ्चमोऽभिनिवेशश्च, क्लेशा एते प्रकीर्तिताः ॥२५-१८॥ अविद्या चेति-क्लेशानां विभागोऽयं । तदुक्तम्-“अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः क्लेशा इति" રિ-૩] ર૧-૦૮. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને પાંચમો અભિનિવેશ: આ પાંચ ક્લેશ જણાવાયા છે.” - આ પ્રમાણે આ અઢારમા શ્લોકથી ક્લેશોનો વિભાગ(નામમાત્રથી વર્ણન) કરાયો છે. પાતંજલયોગસૂત્રમાં(૨-૩માં) એ પ્રમાણે જણાવ્યું છે. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ - આ પાંચ ક્લેશ છે, જેનું સ્વરૂપ આગળ વર્ણવાશે. ૨૫-૧૮ એક પરિશીલન ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યાદિ ચાર ક્લેશોનું સ્વરૂપ વર્ણવાય છે– विपर्यासात्मिकाविद्यास्मिता दृग्दर्शनकता । रागस्तृष्णा सुखोपाये द्वेषो दुःखाङ्गनिन्दनम् ॥२५-१९॥ विपर्यासात्मिकेति-विपर्यासोऽतस्मिंस्तद्ग्रहस्तदात्मिकाऽविद्या । यथाऽनित्येषु घटादिषु नित्यत्वस्य, अशुचिषु कायादिषु शुचित्वस्य, दुःखेषु विषयेषु सुखरूपस्य, अनात्मनि च शरीरादावात्मत्वस्य अभिमानः । तदुक्तम्-“अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्येति” [२-५] । दृग्दर्शनयोः पुरुषरजस्तमोऽनभिभूतसात्त्विकपरिणामयोः भोक्तभोग्यत्वेनावस्थितयोरेकताऽस्मिता । तदुक्तं-“दृग्दर्शनशक्त्योरेकात्मतैवास्मिता” [२-६] । सुखोपाये सुखसाधने तृष्णा सुखज्ञस्य सुखानुस्मृतिपूर्वो लोभपरिणामो रागः । तदुक्तं-“सुखानुशयी रागः” इति [२-७] । दुःखाङ्गानां दुःखकारणानां निन्दनं दुःखाभिज्ञस्य તવનુસ્મૃતિપૂર્વ વિપર્દિની ઉષ: I યત ૩ “કુવાનુશથી ડેષ:” રૂતિ રિ-૮] રિ-93/ વિપર્યાસસ્વરૂપ અવિદ્યા છે. દર્-દર્શનની(પુરુષબુદ્ધિની) એકતા સ્વરૂપ અસ્મિતા છે. સુખના ઉપાયોની તૃષ્ણા સ્વરૂપ રાગ છે અને દુઃખનાં કારણોની નિંદા કરવા સ્વરૂપ દ્વેષ છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવિદ્યાસ્વરૂપ ક્લેશ વિપર્યાસાત્મક છે. અતમાં તો જે ગ્રહ છે તેને વિપર્યાસ કહેવાય છે. જે, તે નથી તેને તે જાણવું.. ઇત્યાદિ સ્વરૂપ વિપર્યાસ(મિથ્યાજ્ઞાન-ભ્રમ), અવિદ્યાનું સ્વરૂપ છે. જેમ અનિત્ય એવા ઘટાદિમાં નિત્યત્વનો જે ગ્રહ થાય છે, અશુચિ એવી કાયામાં શુચિપણાનો જે ગ્રહ થાય છે, દુઃખસ્વરૂપ વિષયોમાં(રૂપાદિમાં) સુખરૂપતાનો જે ગ્રહ થાય છે અને અનાત્મ(આત્માથી ભિન્ન)ભૂત શરીરાદિમાં આત્મત્વનું જે અભિમાન થાય છે, તે બધો ગ્રહ વિપર્યાસ છે; તેમ તાદશ કોઈ પણ પ્રકારનો વિપર્યાસ અવિદ્યાસ્વરૂપ છે. આ વસ્તુને જણાવતાં પાતંજલ યોગસૂત્રમાં(૨-૫માં) જણાવ્યું છે કે “અનિત્ય, અશુચિ, દુઃખ અને અનાત્મમાં અનુક્રમે નિત્ય શુચિ સુખ અને આત્મ સ્વરૂપનો જે ગ્રહ થાય છે, તે અવિદ્યા છે. ઘટાદિની અનિત્યતા, શરીરની અપવિત્રતા, વિષયોની દુઃખરૂપતા અને શરીરની અનાત્મતા સર્વાનુભવસિદ્ધ છે. મોહાધીન આત્માઓ તેમાં(ઘટાદિમાં) વિપરીત ગ્રહ કરે છે, જે અવિદ્યાનું સ્વરૂપ છે. દે અને દર્શનની એકતા એ અસ્મિતાસ્વરૂપ છે. દેગુ એટલે દ્રષ્ટા-પુરુષ (દશક્તિ) અને દર્શન એટલે દર્શનશક્તિ-રજોગુણ અને તમોગુણથી અભિભૂત ન થયેલ સાત્ત્વિક પરિણામ છે જેનો એવી બુદ્ધિ સત્ત્વગુણની પ્રધાનતાવાળું અંતઃકરણતત્ત્વ)ની એકતા સ્વરૂપ અસ્મિતા છે. આશય એ છે કે પુરુષતત્ત્વ અને બુદ્ધિતત્ત્વ તદ્દન જ ભિન્ન હોવા છતાં અવિદ્યાને કારણે એ બંન્નેમાં એકતા જેવો “હું કર્તા છું, ભોક્તા છું...' ઇત્યાદિ ગ્રહ થાય છે તે અસ્મિતા છે. વિવેકખ્યાતિની પ્રાપ્તિ પછી તેનો નાશ થાય છે. અસ્મિતાના કારણે જ પુરુષ પોતાને કર્તા અને ભોક્તા માને ક્લેશતાનોપાય બત્રીશી ૫o Page #54 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી અનુક્રમે પુરુષ અને બુદ્ધિ ભોક્તા અને ભોગ્ય સ્વરૂપે અવસ્થિત છે. એ બંન્નેની એકતા અસ્મિતા છે.. ઇત્યાદિ સમજી લેવું જોઈએ. પાતંજલયોગસૂત્ર(૨-૬)માં જણાવ્યું છે કે દગુદર્શનશક્તિઓની એકતા જેવો પરિણામ અસ્મિતા છે. સુખના જાણકારનો સુખના અનુસ્મરણપૂર્વકનો સુખના સાધનને વિશે જે તૃષ્ણાસ્વરૂપ લોભનો પરિણામ છે, તેને રાગ કહેવાય છે; જે સર્વવિદિત છે. એનું સ્વરૂપ વર્ણવતાં પાતંજલયોગસૂત્ર(૨-૭)માં જણાવ્યું છે કે સુખના અનુભવ પછી અંતઃકરણમાં રહેલો અભિલાષા-સ્વરૂપ જે પરિણામ છે; તેને રાગ કહેવાય છે. દુઃખના જાણકારનો દુઃખના સ્મરણપૂર્વકનો દુઃખના સાધનને વિશે જે નિંદાત્મક પરિણામ છે, તેને દ્વેષ કહેવાય છે, જેનું સ્વરૂપ વર્ણવતાં પાતંજલયોગસૂત્રમાં(૨-૮માં) જણાવ્યું છે કે દુઃખભોગની પછી અંતઃકરણમાં રહેલો જે દુઃખવિષયક ક્રોધ છે, તેને દ્વેષ કહેવાય છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધાય છે. ર૫-૧લા હવે અભિનિવેશક્લેશનું સ્વરૂપ વર્ણવાય છે– विदुषोऽपि तथारूढः, सदा स्वरसवृत्तिकः । शरीराद्यवियोगस्याभिनिवेशोऽभिलाषतः ॥२५-२०।। विदुषोऽपीति-विदुषोऽपि पण्डितस्यापि तथारूढः पूर्वजन्मानुभूतमरणदुःखाभाववासनाबलादयः समुपजायमानः । शरीरादीनामवियोगस्याभिलाषतः शरीरादिवियोगो मे मा भूदित्येवंलक्षणादभिनिवेशो भवति । सदा निरन्तरं स्वरसवृत्तिकोऽनिच्छाधीनप्रवृत्तिकः । तदुक्तं-“स्वरसवाही विदुषोऽपि तथारूढोડિિનવેશ:” તિ રિ-૧] આરિ-૨૦|| “શરીરાદિના અવિયોગની અભિલાષાના કારણે વિદ્વાનોને પણ તેવા પ્રકારનો અનાદિકાળના અભ્યાસવાળો સદાને માટે અભિનિવેશ હોય છે." - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વજન્મોમાં અનુભવેલા મરણના દુઃખના અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારના બળથી ભયસ્વરૂપ અભિનિવેશ ઉત્પન્ન થાય છે. વિદ્વાન જાણે છે કે શરીરાદિ અનિત્ય છે, અવશ્ય જવાનું છે, રહેવાનું નથી. આમ છતાં મૂર્ખની જેમ તેને થાય છે કે “મને શરીરાદિનો વિયોગ ન થાય.” આવા અધ્યવસાયનું મુખ્ય કારણ પૂર્વના તાદશ સંસ્કારો છે, જેથી ભયસ્વરૂપ એ અભિલાષ જન્મે છે. આવા સંયોગોમાં અનંતજ્ઞાનીઓ એને સમજાવે છે કે એ અભિલાષ ખોટો છે. શરીરાદિ આત્માથી ભિન્ન છે. આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. એના વિયોગથી આત્માને કોઈ નુકસાન નથી... વગેરે સમજાવે તોય શરીરાદિના અવિયોગનો અભિનિવેશ જતો નથી. એ સદાને માટે નિરંતર સ્વરસવાહી(સ્વાભાવિક) છે. ઈચ્છા ન હોવા છતાં અનાદિકાલીન કુસંસ્કારોથી એ અભિનિવેશ થયા જ કરે છે. એ પ્રમાણે જણાવતાં પાતંજલયોગસૂત્રમાં (૨ એક પરિશીલન Page #55 -------------------------------------------------------------------------- ________________ ૯માં) કહ્યું છે કે “મૂર્ખની જેમ વિદ્વાનને પણ સ્વરસવાહી અભિનિવેશ હોય છે. એનો આશય ઉપર જણાવ્યો છે. ર૫-૨૦ના ક્લેશોનું કાર્ય જણાવાય છે– एभ्यः कर्माशयो दृष्टादृष्टजन्मानुभूतिभाक् । तद्विपाकश्च जात्यायु गाख्यः सम्प्रवर्तते ॥२५-२१॥ एभ्य इति - एभ्य उक्तेभ्योऽविद्यादिभ्यः क्लेशेभ्यः कर्माशयो भवति । दृष्टादृष्टजन्मनोरनुभूतिं भजति यः स तथा । तद्विपाकः कर्मविपाकश्च जात्यायुर्भागाख्यः सम्प्रवर्तते निरूपिततत्त्वमेतत् ॥२५-२१॥ “આ ક્લેશથી કર્ભાશય(શુભાશુભ કર્મ) થાય છે, જે આ જન્મદિષ્ટ જન્મ) કે પરજન્મમાં (અદષ્ટ જન્મમાં) અનુભવાય છે અને તેના વિપાકસ્વરૂપે જન્મ, આયુષ્ય(જીવન) અને ભોગ પ્રવર્તે છે અર્થાત્ તે સ્વરૂપ કર્મવિપાક પ્રવર્તે છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવેલા અવિદ્યાદિ ક્લેશોથી કર્ભાશય ઉત્પન્ન થાય છે, જે આ જન્મ કે પરજન્મમાં અનુભવનો વિષય બને છે તેમ જ જન્મ આયુષ્ય અને ભોગ (વિષયોપભોગ) - ઇજિન્ય સુખાદિના ભોગ સ્વરૂપ કર્મવિપાક પ્રવર્તે છે. આ પૂર્વે સોળમી બત્રીશીમાં એ બધું વર્ણવ્યું છે. એનું અનુસંધાન અહીં કરવું જોઇએ. ર૫-૨૧ ક્લેશના કારણે પ્રવર્તતા કર્મવિપાકની અનિષ્ટતા જણાવાય છે. (ક્લેશથી કર્મવિપાક પ્રવર્તે છે તેથી શું થયું? – આ શંકાનું સમાધાન કરાય છે.) परिणामाच्च तापाच्च, संस्काराद् द्विविधोऽप्ययम् । गुणवृत्तिविरोधाच्च, हन्त दुःखमयः स्मृतः ॥२५-२२॥ परिणामाच्चेति-अयं कर्मविपाको दुःखाह्रादफलत्वेन द्विविधोऽपि ‘ते ह्रादपरितापफला' [२-१४] (पुण्यापुण्यहेतुत्वात्) इत्यत्र तच्छब्दपरामृष्टानां जात्यायु गानां द्वैविध्यश्रवणात् । परिणामाच्च यथोत्तरं गर्दाभिवृद्धेस्तदप्राप्तिकृतदुःखापरिहारलक्षणाद् दुःखान्तरजननलक्षणाच्च । तापाच्च उपभुज्यमानेषु सुखसाधनेषु सुखानुभवकालेऽपि सदावस्थिततत्प्रतिपन्थिद्वेषलक्षणात् । संस्काराच्च अभिमतानभिमतविषयसन्निधाने सुखदुःखसंविदोरुपजायमानयोः स्वक्षेत्रे तथाविधसंस्कारतथाविधानुभवपरम्परया संस्कारानुच्छेदलक्षणात् । गुणवृत्तिविरोधाच्च गुणानां सत्त्वरजस्तमसां, वृत्तीनां सुखदुःखमोहरूपाणां, परस्पराभिभाव्याभिभावकत्वेन विरुद्धानां जायमानानां सर्वत्रैव दुःखानुवेधाच्चेत्यर्थः । हन्त दुःखमयो दुःखैकस्वभावः स्मृतः । તકુ¢–“પરિણામતાપસંwારકુવૈfખવૃત્તિવિરોધાળ કુવમેવ સર્વ વિનિઃ ” રૂતિ રિ-૧૧] Iર-રરા બંન્નેય પ્રકારના શુભાશુભ) કર્મવિપાક, પરિણામના કારણે, તાપને લઇને, સંસ્કારને લીધે તેમ જ ગુણવૃત્તિના વિરોધે દુઃખમય મનાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો ૫૨ ક્લેશતાનોપાય બત્રીશી Page #56 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે અવિદ્યાદિ ક્લેશના કારણે જે કર્મવિપાક શુભ કે અશુભ રૂપે પ્રવર્તે છે; તે, પરિણામાદિના કારણે યોગીજનો માટે દુઃખમય છે. પાતંજલયોગસૂત્ર(૨-૧૪)માં જણાવ્યું છે કે – “તે ફ્લાવરિતાપના: પુષ્પાપુષ્યદેતુત્વા, અર્થાત્ તે જાતિ આયુષ્ય અને ભોગ; પુણ્ય અને અપુણ્યના કારણે હોવાથી આહલાદ અને પરિતાપના ફળવાળા છે. એ મુજબ સૂત્રના ત પદથી જાતિ આયુષ્ય અને ભોગનું ગ્રહણ હોવાથી તેના આલાદ અને પરિતાપ સ્વરૂપ ફળને આશ્રયીને બે ભેદ છે. એ બંન્નેય પ્રકારના કર્ભાશયો, ઉપર જણાવ્યા મુજબ પરિણામાદિને લીધે દુઃખમય છે. વિષયોના ભોગથી તેની આસક્તિ વધતી હોય છે, જેથી તે મુજબ વિષયોની પ્રાપ્તિ ન થાય તો તેને લીધે જે દુઃખ થાય છે તેને દૂર કરવાનું શક્ય બનતું નથી. જો વિષયની પ્રાપ્તિ થઈ જાય તો તેના જેવા બીજા ચઢિયાતા વિષયો પ્રાપ્ત કરવાની ઇચ્છાદિથી બીજા દુ:ખની પ્રાપ્તિ થાય છે. આ રીતે દુઃખના અપરિહાર સ્વરૂપ પરિણામના કારણે અને દુઃખાંતરને ઉત્પન્ન કરવા સ્વરૂપ પરિણામના કારણે કર્મવિપાક(શુભકર્મવિપાક પણ) દુઃખમય છે. સુખનાં સાધનોના ઉપભોગથી સુખના અનુભવ વખતે પણ કાયમ માટે તેના વિરોધી તત્ત્વ પ્રત્યે દ્વેષ હોવાથી તાદશ કર્મવિપાક દ્વેષસ્વરૂપ તાપથી દુઃખમય છે. સુખાનુભવકાળમાં પણ તેમાં વિઘ્નરૂપ થનારાદિને વિશે દ્વેષ તો હોય છે જ. એકલો રાગ હોય અને દ્વેષ ન હોય એવું બનતું નથી. સુખાનુભવકાળમાં પણ તેના વિષયોનો નાશ થવાના ભયથી દુઃખ તો પડેલું જ છે. તદુપરાંત તેવા પ્રકારના સુખાનુભવમાં “હું પાપી છું, મને ધિક્કાર છે...' ઇત્યાદિ સ્વરૂપ અનુતાપ પણ હોય છે. આથી સમજી શકાય છે કે તાપનાદ્વિષના) કારણે કર્મવિપાક દુઃખમય છે. સંસ્કારથી પણ તાદશ કર્મવિપાક દુઃખમય છે. કારણ કે અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોના સંનિધાનમાં અનુક્રમે સુખનું સંવેદન અને દુઃખનું સંવેદન થશે, તેથી પાછા સુખાદિવિષયક સંસ્કાર અને સુખાદિવિષયક અનુભવની પરંપરા ચાલ્યા જ કરશે, જેથી સંસ્કારનો ઉચ્છેદ જ નહીં થાય અને તેથી ભવભ્રમણનો અંત જ નહીં થાય. આ રીતે સંસ્કારના કારણે પણ કર્મવિપાક દુઃખમય છે. ગુણવૃત્તિવિરોધના કારણે પણ કર્મવિપાક દુઃખમય છે. સત્ત્વ રજસ્ અને તમન્ ગુણોની વૃત્તિઓ અનુક્રમે સુખ, દુઃખ અને મોહ સ્વરૂપ છે. તે તે ગુણોના પ્રાધાન્યના કારણે તેનાથી અન્યગુણો અભિભૂત(અપ્રધાન-ગૌણ) બને છે. તેથી સુખાદિ સ્વરૂપ કાર્ય, કોઈ એક ગુણને લઈને થતું ન હોવાથી ત્રિગુણાત્મક છે. પરસ્પર અભિભાવ્ય-અભિભાવક(અપ્રધાન-પ્રધાન) સ્વરૂપે બધી વૃત્તિઓ થતી હોવાથી વિરોધવાળી છે. તેથી બધામાં દુઃખનો અનુવેધ તો છે જ. આ રીતે ગુણવૃત્તિવિરોધને લઈને પણ કર્મવિપાક, દુઃખમય અર્થાત્ દુઃખૈકસ્વભાવવાળો છે. પાતંજલ યોગસૂત્ર(૨-૧૫)માં એ વાતને જણાવતાં કહ્યું છે કે – “પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિવિરોધને લઈને વિવેકી(મુમુક્ષુ) માટે બધું જ દુઃખરૂપ છે. ર૫-૨૨ા. એક પરિશીલન Page #57 -------------------------------------------------------------------------- ________________ પાતંજલદર્શનના મતે ક્લેશ હાનિના ઉપાયના નિરૂપણનું સમાપન કરાય છે इत्थं दृग्दृश्ययोगात्माऽऽविद्यको भवविप्लवः । નાશાથત્યવિદાયા, તિ પતિના નપુ: રપ-રફી इत्थमिति-इत्थं दुःखरूपो दृग्दृश्ययोः पुरुषबुद्धितत्त्वयोर्योगो विवेकाख्यातिपूर्वकः संयोग आत्मा कारणं यस्य स तथा । आविद्यकोऽविद्यारचितो भवविप्लवः संसारप्रपञ्चोऽविद्याया नाशानश्यति । अविद्यानाशात्स्वकार्यग्दृश्यसंयोगनाशे तत्कार्यभवप्रपञ्चनाशोपपत्तेरिति पातञ्जला जगुर्भणितवन्तः ।।२५-२३।। “આ પ્રમાણે પુરુષ અને બુદ્ધિના યોગ સ્વરૂપ ભવપ્રપંચ, અવિદ્યાના કારણે છે. અવિઘાના નાશથી તેનો નાશ થાય છે - એમ પાતંજલીએ કહ્યું છે.” - આ પ્રમાણે ત્રેવીસમાં શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ પ્રમાણે સમગ્ર સંસાર દુઃખસ્વરૂપ છે, જેનું કારણ વિવેક-અખ્યાતિપૂર્વકનો પુરુષ અને બુદ્ધિતત્ત્વનો સંયોગ છે. એ સંસારપ્રપંચ અવિદ્યાથી નિર્મિત છે, જેનો નાશ; અવિદ્યાના નાશથી થાય છે. અવિદ્યાનો નાશ થયે છતે અવિદ્યાના કાર્યભૂત દગુદશ્યસંયોગનો નાશ થાય છે અને તેથી તાદશ સંયોગના કાર્ય સ્વરૂપ ભવપ્રપંચનો નાશ ઉપપન્ન બને છે – એમ પાતંજલો કહે છે. પુરુષ અને બુદ્ધિતત્ત્વમાં સર્વથા ભેદ હોવા છતાં તેમાં અભેદનો જે ગ્રહ છે તેને વિવેકાખ્યાતિ(વિવેક-અખ્યાતિ) કહેવાય છે... ઈત્યાદિ વિચારવું જોઇએ. ૨૫-૨૩ પાતંજલોની માન્યતામાં દોષ જણાવાય છે– नैतत् साध्वपुमर्थत्वात्, पुंसः कैवल्यसंस्थितेः । क्लेशाभावेन संयोगाजन्मोच्छेदो हि गीयते ॥२५-२४॥ नैतदिति-न एतत् पातञ्जलमतं साधु न्याय्यं, पुंसः कैवल्यसंस्थितेः सदातनत्वेनापुमर्थत्वात् पुरुषप्रयत्नासाध्यत्वात् । हि यतः क्लेशाभावेन संयोगस्याविद्यकस्य स्वयमेव निवृत्तस्याजन्मानुत्पाद उच्छेदो गीयते । तदेव च पुरुषस्य कैवल्यं व्यपदिश्यत इति न पुनर्मूर्तद्रव्यवत्संयोगपरित्यागोऽस्य युज्यते, कूटस्थत्वहानिપ્રસરિતિ દિ પરસિદ્ધાન્ત: | તલુ–“તવમાવલિંયTમાવો ફાતિ” રિ-રર-૨૪ “આ પતંજલિએ જણાવેલ સિદ્ધાંત યુક્ત નથી. કારણ કે પુરુષની કૈવલ્યાવસ્થા સદા માટે હોવાથી તે પુરુષાર્થનો વિષય નથી. ક્લેશનો અભાવ હોવાથી સંયોગનો અજન્મ જ ઉચ્છેદ કહેવાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાતંજલીના મતે અનાદિકાળથી પુરુષ પોતાના શુદ્ધ સ્વરૂપ-કૈવલ્યમાં સંસ્થિત છે. તેથી તે સ્વભાવસિદ્ધ અવસ્થા પ્રયત્નથી સાધ્ય નથી. કારણ કે પુરુષમાં ક્લેશનો અભાવ નિસર્ગથી જ હોવાથી અવિદ્યાથી ઉત્પન્ન થનારો જે બુદ્ધિનો સંયોગ છે તે સ્વયં જ નિવૃત્ત હોય છે, તેની ૫૪ ક્લેશતાનોપાય બત્રીશી Page #58 -------------------------------------------------------------------------- ________________ અનુત્પત્તિ સ્વરૂપ જ તેનો ઉચ્છેદ કહેવાય છે. એ સંયોગની અનુત્પત્તિ સ્વરૂપ જ પુરુષનું કૈવલ્ય વર્ણવાય છે. તેથી મૂર્ત ઘટાદિ દ્રવ્યોની જેમ સંયોગનો પરિત્યાગ પુરુષમાં ઉચિત નથી. કારણ કે “પુરુષનો બુદ્ધિની સાથે સંયોગ, અવિદ્યાના કારણે થાય છે અને વિવેકખ્યાતિના કારણે તેનો પરિત્યાગ થાય છે. - આમ માનવાથી પુરુષના કૂટસ્થત્વની હાનિ થવાનો પ્રસંગ આવશે. આ પ્રમાણે પાતંજલોની માન્યતા છે. નાશ ન પામે અને ઉત્પન્ન ન થાય એવી સ્થિરેકસ્વભાવવત્ વસ્તુને કૂટસ્થ કહેવાય છે, જેમાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ પરિવર્તન મનાતું નથી. આ વાતને જણાવતાં પાતંજલયોગસૂત્ર(૨-૨૫)માં કહ્યું છે કે “પૂર્વે વર્ણવેલી અવિદ્યાના અભાવથી પુરુષ અને બુદ્ધિના સંયોગનો અભાવ હોય છે, તેને હાન કહેવાય છે. તે હાન જ જ્ઞાનસ્વરૂપ પુરુષનો કૈવલ્યસ્વરૂપ મોક્ષ છે.” વગેરે અન્યત્ર અનુસંધય છે. રપ-૨૪, તવાહિં– ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે. આશય એ છે કે પાતંજલીના મતે પુરુષાર્થ સંગત થતો નથી... વગેરે જે જણાવ્યું છે, તેનું કારણ જણાવાય છે तात्त्विको नात्मनो योगो, होकान्तापरिणामिनः । कल्पनामात्रमेवं च, क्लेशास्तद्धानमप्यहो ॥२५-२५॥ तात्त्विक इति-तात्त्विकः पारमार्थिको नात्मनो हि योगः सम्बन्ध एकान्तापरिणामिनः सतो युज्यते । एवं चाहो इत्याश्चर्ये क्लेशास्तद्धानमपि कल्पनामात्रम् । उपचरितस्य भवप्रपञ्चस्य प्रकृतिगतत्वं विनापि अविद्यामात्रनिर्मितत्वेन बौद्धनयेन वेदान्तिनयेनापि च वक्तुं शक्यत्वाद्, मुख्यार्थस्य च भवन्मतनीत्याद्याप्यસિદ્ધત્વાહિત્ય: રિલ-૨૧| પરમાર્થથી, એકાંતે અપરિણામી એવા આત્માનો બુદ્ધિની સાથે યોગ(સંબંધ) ઘટતો નથી અને તેથી ક્લેશો અને તેની હાનિ માત્ર કલ્પના છે.” - આ પ્રમાણે પચ્ચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે આત્માને સર્વથા અપરિણામી માનવાના કારણે તાત્વિક રીતે આત્માની સાથે બુદ્ધિનો સંબંધ સંગત થતો નથી. કારણ કે આત્મા પરિણમનશીલ નથી. તેથી તાદશ સંબંધના કારણ તરીકે અવિદ્યાદિ ક્લેશની કલ્પના અને તેની વિવેકખ્યાતિથી હાનિની કલ્પના પણ કલ્પનામાત્ર છે, વાસ્તવિક નથી – એ આશ્ચર્યની વાત છે. યદ્યપિ બુદ્ધિના ઔપચારિક સંબંધાદિ આત્મામાં(પુરુષમાં) થઈ શકે છે પરંતુ આ રીતે ઔપચારિક ભવપ્રપંચ તો, પ્રકૃતિમાં એ માન્યા વિના પણ અવિદ્યામાત્રના કારણે બૌદ્ધ અને વેદાંતના મત મુજબ વર્ણવી શકાય છે. પ્રકૃતિ જડ હોવાથી અને પુરુષ અપરિણામી હોવાથી પ્રકૃતિમાં ભવપ્રપંચનો સંભવ નથી. તેથી તેના પ્રપંચનો ઉપચાર, પુરુષમાં સંભવિત નથી. અન્યત્ર પ્રસિદ્ધનો અન્યત્ર ઉપચાર કરાય છે. અપ્રસિદ્ધનો ઉપચાર કરાતો નથી. આ રીતે એક પરિશીલન ૫૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક રીતે પાતંજલ-મતમાં ભવપ્રપંચ જ અસિદ્ધ છે. તેથી સંસાર, તેનાં કારણ તેમ જ સંસારનો ઉચ્છેદ અને તેનાં કારણ બધું જ પાતંજલીના મતમાં કાલ્પનિક બને છે... ઇત્યાદિ વ્યવસ્થિત રીતે સમજી લેવું જોઇએ. ૨૫-૨પા काल्पनिकत्वेनैवैतन्मतम्, अन्यदपीत्थं दूषयन्नाहકાલ્પનિક જ હોવાથી પાતંજલમતને અને બીજા મતને પણ આ રીતે દૂષિત જણાવાય છે– नृपस्येवाभिधानाद् यः सातबन्धः प्रकीर्तितः । अहिशङ्काविषज्ञानाच्चेतरोऽसौ निरर्थकः ॥२५-२६॥ नृपस्येति-नृपस्येव तथाविधनरपतेरिवाभिधानाद्राजायमिति भणनरूपाद्यः सातबन्धः सुखसम्बन्धरूपः प्रकीर्तितः । नित्येऽप्यात्मनि परैः । अहिनाऽदष्टस्यापि तथाविधप्रघट्टकवशादहिशङ्काविषज्ञानाच्चेतरोऽसातबन्धः, असौ निरर्थकः कल्पनामात्रस्यार्थासाधकत्वादेव । अथ प्रकृतौ कर्तृत्वभोक्तृत्वाभिमानोपवर्णनमात्रमेतत्, तन्निरासार्थमेव च सकलशास्त्रार्थोपयोग इति को दोषः ? तत्त्वार्थसिद्ध्यर्थमुपचाराश्रयणस्यापि अदुष्टत्वादिति चेन्न, तत्त्वार्थस्यैवात्मनश्चिद्रूपत्वे मुक्त्यवस्थायां विषयपरिच्छेदकत्वस्याप्यापत्तेः, ज्ञानस्य ज्ञानत्ववत्सविषयकत्वस्यापि स्वभावत्वादन्तःकरणाभावेऽर्थपरिच्छेदाभावस्य च निरावरणज्ञाने तस्याहेतुत्वेन वक्तुमशक्यत्वाद्, दिदृक्षाभावेऽपि दर्शनानिवृत्तेः, प्राकृताप्राकृतज्ञानयोः सविषयकत्वाविषयकत्वस्वभावभेदकल्पनस्य चान्याय्यत्वाद् । आत्मचैतन्येऽविषयकत्वस्वभाव्यवत्सविषयकत्वस्वाभाव्यकल्पने बाधकाभावात् । किं च विवेकाख्यातिरूपसंयोगाभावोऽपि विवेकख्यातिरूप एवेति विषयग्राहकचैतन्यस्य स्वतन्त्रनीत्यैवोपपत्ते मुक्तावपि निर्विषयचिन्मात्रतत्त्वार्थासिद्धिः । तदुक्तं हरिभद्राचार्यः-“आत्मदर्शनतश्च स्यान्मुक्तिर्यत्तन्त्रनीतितः । तदस्य ज्ञानसद्धावस्तन्त्रयुक्त्यैव साधितः ।।१।। [योगबिन्दु ४-५६]” इति । ननु विवेकख्यातिरपि अन्तःकरणधर्म एव, तस्मिंश्च प्रकृतौ प्रविलीने न तद्धर्मस्थित्यवकाशः, न चैवं संयोगोन्मज्जनप्रसङ्गः, परेषां घटविलयदशायां घटप्रागभावानुन्मज्जनवदुपपत्तेः, इत्थं च प्रकृतेरेव तत्त्वतः संयोगहानम्, आत्मनस्तूपचारादिति नास्माकमयमुपालम्भः शोभत इति चेन्न, उपचारस्यापि सम्बन्धाविनाभावस्याश्रयणे चिन्मात्रधर्मकत्वत्यागात्सर्वज्ञत्वस्वभावपरित्यागस्य स्ववासनामात्रविजृम्भितत्वादित्याचार्याणामाशयात् ।।२५-२६।। રાજાની જેમ કહેવાથી શાતાવેદનીયકર્મનો બંધ અને સર્પની આશંકાથી થયેલા વિષજ્ઞાનથી અશાતાનો બંધ કહેવાય છે, એ નિરર્થક છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે કોઈને “આ રાજા છે' - આ પ્રમાણે કહેવાથી તેને જેમ સુખના સંબંધ સ્વરૂપ શાતાવેદનીયનો બંધ થાય છે તેમ સર્વથા (એકાંતે) નિત્ય આત્માને પણ સુખ થાય છે. તેમ જ સર્પ કરડ્યો ન હોવા છતાં સામાન્ય બીજા કોઈ જંતુવિશેષના કરડવાના પ્રસંગે સર્પ કરડવાની આશંકાથી વિષની બાધાના જ્ઞાનને લઈને દુઃખના સંબંધ સ્વરૂપ ૫૬ ક્લેશણાનોપાય બત્રીશી Page #60 -------------------------------------------------------------------------- ________________ અશાતાવેદનીયનો બંધ થાય છે – આ પ્રમાણે પાતંજલો દ્વારા અને સાંખ્યો દ્વારા જે કહેવાય છે, એ નિરર્થક છે. કારણ કે કલ્પનામાત્રથી અર્થની સિદ્ધિ થતી જ નથી. યદ્યપિ ઉપર જણાવેલા ઉદાહરણથી કોઈ અર્થની સિદ્ધિ કરવાની નથી. “ચેતન એવી હું કરું છું...” ઇત્યાદિ સ્વરૂપ, પ્રકૃતિમાં જે અભિમાન છે તે જણાવવા માત્રનો જ એ ઉદાહરણનો આશય છે. એ અભિમાનની નિવૃત્તિ કરવા માટે જ સકળ શાસ્ત્રોના અર્થનો ઉપયોગ છે. તત્ત્વાર્થની સિદ્ધિ(નિશ્ચય) માટે ઉપચારનો આશ્રય કરવામાં કોઈ દોષ નથી. કારણ કે ઔપચારિક દષ્ટાંતનો આશ્રય લઇને પારમાર્થિક વસ્તુની સિદ્ધિ થવામાં કોઈ દોષ નથી. પરંતુ આ પ્રમાણે માનવાનું ઉચિત નથી. કારણ કે તત્ત્વસ્વરૂપ અર્થ તો ચિસ્વરૂપ આત્મા છે. એ જેમ સંસારમાં વિષયનો પરિચ્છેદ કરે છે, તેમ મુક્તાવસ્થામાં પણ તેને વિષયનો પરિચ્છેદ કરનાર તરીકે માનવાનો પ્રસંગ આવશે. કારણ કે જ્ઞાનત્વની જેમ સવિષયકત્વ(વિષયને ગ્રહણ કરવું તે) પણ જ્ઞાનનો સ્વભાવ છે. યદ્યપિ મુક્તાવસ્થામાં અંતઃકરણ ન હોવાથી જ્ઞાન હોવા છતાં વિષયનો પરિચ્છેદ થતો નથી. આ પ્રમાણે કહી શકાય છે; પરંતુ નિરાવરણ જ્ઞાનમાં અંતઃકરણ હેતુ ન હોવાથી; મુક્તાવસ્થામાં વિષયપરિચ્છેદ, અંત:કરણ ન હોવાથી થતો નથી – એ પ્રમાણે કહી શકાય એવું નથી. “દિક્ષા(જોવાની ઇચ્છા) ન હોવાથી મુક્તાવસ્થામાં વિષયપરિચ્છેદ થતો નથી.' એ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે દિક્ષાના અભાવમાં પણ નિરાવરણ જ્ઞાનથી વિષયનું દર્શન થયા વિના નહીં રહે. બદ્ધાવસ્થામાં પ્રકૃતિજન્ય જ્ઞાન, સવિષયકત્વસ્વભાવવાળું હોય છે અને મુક્તાવસ્થામાં જ્ઞાન, પ્રકૃતિજન્ય ન હોવાથી નિર્વિષયકત્વસ્વભાવવાળું હોય છે – આ પ્રમાણે જ્ઞાનના સ્વભાવભેદ માનવાનું યુક્ત નથી. કારણ કે આ રીતે ક્રમિક બે સ્વભાવની કલ્પનાથી આત્માના કૂટસ્થત્વની હાનિ થાય છે. “તેથી જ્ઞાનનો અવિષયત્વ(નિર્વિષયકત્વ) એક સ્વભાવ જ માનવો જોઈએ” – આ કહેવું યુક્ત નથી. કારણ કે આત્માના ચૈતન્યમાં અવિષયકત્વસ્વભાવની જેમ સવિષયકત્વસ્વભાવની કલ્પના કરવામાં પણ કોઈ બાધક નથી.. ઈત્યાદિ વિચારવું. યદ્યપિ આત્માના કૌટશ્યની(અપરિણામિતાની) હાનિ થાય છે. તેથી તે બાધક હોવાથી આત્મચૈતન્યમાં નિર્વિષયકત્વ એક સ્વભાવ જ મનાય છે. પરંતુ તાદશ નિર્વિષયકત્વસ્વભાવ માની શકાય એમ નથી. તે હિં ર... ઇત્યાદિ ગ્રંથથી જણાવાય છે. કહેવાનો આશય એ છે કે વિવેક - અખ્યાતિસ્વરૂપ પ્રકૃતિ(બુદ્ધિ) - પુરુષનો સંયોગ છે.(સંસાર છે.) તે સંયોગનો અભાવ (વિવેક-અખ્યાતિનો અભાવ) મોક્ષ છે, જે વિવેકખ્યાતિસ્વરૂપ છે. પુરુષમાં જે પ્રકૃતિનો ભેદ છે, તે વિવેક છે. તેનું જ્ઞાન(ખ્યાતિ) વિવેકખ્યાતિ છે. આ રીતે વિવેકખ્યાતિમાં(મોક્ષાવસ્થામાં) ભેદના પ્રતિયોગી(જેનો ભેદ છે તે) સ્વરૂપે પ્રકૃતિ વગેરે તત્ત્વોનું જ્ઞાન છે. તેથી પોતાના(પાતંજલાદિના) સિદ્ધાંતથી જ વિષયને ગ્રહણ કરનાર એક પરિશીલન ૫૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યની સિદ્ધિ હોવાથી મોક્ષાવસ્થામાં પણ નિર્વિષયક ચૈતન્યમાત્ર તત્ત્વાર્થની સિદ્ધિ થતી નથી. આથી જ એ પ્રમાણે જણાવતાં પૂ.આ.ભ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ યોગબિંદુમાં(૪૫૭) ફરમાવ્યું છે કે - “આત્મદર્શનથી જ મુક્તિ થાય છે. આ પ્રમાણે જે શાસ્ત્ર-સિદ્ધાંતથી સિદ્ધ થાય છે, તે કારણે મોક્ષદશામાં તે શાસ્ત્રનીતિથી જ વિષયને ગ્રહણ(પ્રત્યાદિને ગ્રહણ) કરનાર જ્ઞાનનો સદ્ભાવ સિદ્ધ થાય છે.' યદ્યપિ વિવેકખ્યાતિ પણ સાંખ્યાદિના મતે અંતઃકરણનો ધર્મ હોવાથી એ અંતઃકરણ પ્રકૃતિમાં વિલીન થયે છતે મુક્તાવસ્થામાં વિવેકખ્યાતિસ્વરૂપ ધર્મની સ્થિતિ રહેતી નથી. ધર્મી ન હોય તો ધર્મ પણ ન હોય - એ સમજી શકાય છે. “આ રીતે વિવેકખ્યાતિનો અભાવ માનવામાં આવે તો; સંયોગાભાવનો અભાવ થવાથી જેમ સંયોગ થાય છે તેમ વિવેકાખ્યાતિ-પ્રકૃતિ પુરુષનો સંયોગ થશે” - આ પ્રમાણે કહેવું બરાબર નથી. કારણ કે નૈયાયિકોના મતમાં જેમ ઘટાદિની ઉત્પત્તિ થવાથી ઘટાદિનો પ્રાગભાવ(ઉત્પત્તિ પૂર્વેનો અભાવ) નાશ પામે છે અને જ્યારે એ ઘટનો નાશ થાય છે, ત્યારે ઘટાદિના પ્રાગભાવનું ઉન્મજ્જન(પાછી ઉત્પત્તિ) થતું નથી. તેમ અંતઃકરણના વિલય પછી વિવેકાખ્યાતિનું ઉન્મજ્જન થતું નથી. આથી સમજી શકાશે કે પ્રકૃતિના જ સંયોગની તત્ત્વતઃ હાનિ થાય છે. આત્મામાં તો ઉપચારથી જ તે જણાવાય છે. તેથી “મોક્ષમાં વિવેકખ્યાતિ હોવાથી આત્મચૈતન્યમાં સવિષયકત્વ સિદ્ધ જ છે' - આવો જે ઉપાલંભ પૂ. આચાર્યભગવંતશ્રીએ સાંખ્યાદિને આપ્યો છે તે ઉચિત નથી. પરંતુ ઉપચાર પણ ત્યાં કરાય છે કે જયાં જેમાં જેમાંનો ઉપચાર કરવાનો હોય છે, ત્યાં તે બંન્નેનો તાત્ત્વિક સંબંધ હોય. અન્યથા એવો તાત્વિક સંબંધ ન હોય તો ય ઉપચાર કરવામાં આવે તો ગમે તેનો ગમે તેમાં ઉપચાર કરી શકાશે. પ્રકૃતિની વિવેકખ્યાતિનો ઉપચાર પુરુષમાં કરાય છે, પરંતુ પ્રકૃતિની સાથે કોઈ જ તાત્ત્વિક સંબંધ નથી અને તેથી વિવેકખ્યાતિ (સંયોગોચ્છેદ) વગેરેની સાથે પણ કોઈ તાત્ત્વિક સંબંધ નથી. ઉપચાર વ્યાપ્ય છે અને વિવેકખ્યાતિનો સંબંધ (તાત્ત્વિક સંબંધો વ્યાપક છે. વ્યાપકનો અભાવ હોય ત્યાં વ્યાખનું અસ્તિત્વ (વન્યભાવના અધિકરણમાં ધૂમ ન હોય) ન હોય. આથી સ્પષ્ટ છે કે ઉપચારને કરવા માટે તેના વ્યાપક સ્વરૂપે સંબંધને પણ તાત્વિકસ્વરૂપે માનવો પડશે અને તેથી “આત્મામાં (પુરુષમાં) માત્ર ચૈતન્ય છે' - આ માન્યતાનો ત્યાગ કરવાનો પ્રસંગ આવશે. કારણ કે આત્મામાં પ્રકૃતિગત વિવેકખ્યાતિનો સંબંધ પણ છે. “આ રીતે પ્રકૃતિગત વિવેકખ્યાતિનો - (પ્રકૃતિપુરુષના સંયોગાભાવનો) પુરુષમાં ઉપચાર કરવા માટે તાત્ત્વિક સંબંધ માની લઈએ તો પુરુષના કૂટસ્થત્યાદિ સિદ્ધાંતની હાનિ થાય છે. તેથી તાદશ સંબંધ નથી મનાતો” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ, કારણ કે મુક્તાવસ્થામાં સર્વજ્ઞત્વસ્વભાવનો પરિત્યાગ થાય છે... ઇત્યાદિ કથન પોતાના તેવા પ્રકારના સંસ્કારનો વિલાસ છે. વસ્તુસ્થિતિ જોઈને એ કથન કર્યું નથી... આ ૫૮ ક્લેશતાનોપાય બત્રીશી Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે યોગબિંદુકાર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો આશય હોવાથી તેઓશ્રીએ આપેલો ઉપાલંભ ઉચિત જ છે... ઇત્યાદિ યોગબિંદુ વગેરેથી જાણી લેવું જોઈએ. ૨૫-૨૬ll આ રીતે પાતંજલાદિને અભિમત ક્લેશ હાનિના ઉપાયનું નિરાકરણ કરીને હવે નિયાયિકાદિ તાર્કિકાભિમત તેનું (ક્લેશ હાનિના ઉપાયનું) નિરાકરણ કરવા માટે તેમના મતનું નિરૂપણ કરાય છે– पुरुषार्थाय दुःखेऽपि, प्रवृत्तेर्ज्ञानदीपतः । દાનં ઘરમકુવચ, વલ્તશતિ તુ તા . ર૦-ર૭ી पुरुषार्थायेति-ज्ञानदीपतस्तत्त्वज्ञानप्रदीपादज्ञानध्वान्तनाशात् पुरुषार्थाय पुरुषार्थनिमित्तं दुःखेऽपि प्रवृत्तेः, राजसेवादौ तथादर्शनात् । चरमदुःखस्य क्लेशस्य स्वयमुत्पादितस्य हानमिति तु तार्किका नैयायिकाः । अतीतस्य स्वत एवोपरतत्वाद्, अनागतस्य हातुमशक्यत्वाद्, वर्तमानस्यापि विरोधिगुणप्रादुर्भावेनैव नाशात् । चरमदुःखमुत्पाद्य तन्नाशस्यैव पुरुषार्थकत्वादिति भावः ॥२५-२७॥ “જ્ઞાનદીપકથી પુરુષાર્થ માટે દુઃખમાં પણ પ્રવૃત્તિ થતી હોવાથી ચરમદુઃખસ્વરૂપ ક્લેશની હાનિ થાય છે : એમ તાર્કિકો કહે છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રમાણ પ્રમેય સંશય પ્રયોજન. વગેરે પદાર્થોના તત્ત્વજ્ઞાન સ્વરૂપ દીપકથી અજ્ઞાનસ્વરૂપ અંધકારનો નાશ થવાથી, પોતે ઉત્પન્ન કરેલા ચરમદુઃખસ્વરૂપ ક્લેશની હાનિ થાય છે – એમ તાર્કિકો કહે છે. “દુઃખ તો કોણ ઉત્પન્ન કરે?' આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે રાજાની નોકરી વગેરે દુઃખો, અર્થ અને કામાદિ પુરુષાર્થ માટે ઊભા કરાતાં દેખાય જ છે. અતીતકાળનાં દુઃખો તો પોતે જ નષ્ટ થયેલાં છે. અનાગતદુઃખોનો ત્યાગ શક્ય નથી. વર્તમાનદુઃખનો નાશ તો તેના વિરોધી ગુણના પ્રાદુર્ભાવથી જ થઈ જાય છે. આથી ચરમદુઃખને જાતે ઉત્પન્ન કરીને તેના નાશ માટે જ ખરેખર પુરુષાર્થ કરવો જોઇએ... આ પ્રમાણે નૈયાયિકાદિ તાર્કિકોના કથનનું તાત્પર્ય છે. ર૫-૨થા एतदपि मतं दूषयतिતાર્કિકોના મતમાં દૂષણ જણાવાય છે– बूते हन्त विना कश्चिददोऽपि न मदोद्धतम् । सुखं विना न दुःखार्थं, कृतकृत्यस्य हि श्रमः ॥२५-२८॥ बूत इति-अदोऽपि वचनं मदोद्धतं विना । कश्चिदित्यनन्तरमपेर्गम्यमानत्वात् कश्चिदपि न बूते । हि यतः कृतकृत्यस्य सुखं विना स्वसुखातिशयितसुखं विना दुःखार्थं श्रमो नास्ति । राजसेवादावपि हि એક પરિશીલન ૫૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ सुखार्थं प्रवृत्तिदृश्यते । कटुकौषधपानादावपि आगामिसुखाशयैव । अन्यथा विवेकिनो दुःखजिहा सोमरणादावपि प्रवृत्त्यापत्तेः, न च मोक्षे सुखमिष्यते भवद्भिरिति व्यर्थः सर्वः प्रयासः ॥२५-२८॥ મદ(અહંકાર)થી ઉદ્ધત વ્યાપ્ત) થયેલા માણસ વિના બીજો કોઈ પણ આહપૂર્વે જણાવેલું) વચન બોલે નહીં. કારણ કે સુખ વિના દુઃખ માટે કોઈ કૃતાર્થ માણસ પરિશ્રમ કરતો નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ છે કે દુઃખને ઉત્પન્ન કરીને તેના નાશ માટે પુરુષાર્થ કરવાનું જે વચન છે, તે મદોન્મત્તને છોડીને બીજો કોઈ જ બોલે નહીં. કારણ કે જે થોડુંઘણું પણ દુઃખ ઉત્પન્ન કરાય છે, તે સુખ માટે ઉત્પન્ન કરાય છે. રાજાની સેવા વગેરેમાં પણ જે દુઃખ ભોગવાય છે તે અર્થસાધ્ય સુખ માટે છે અને અનિષ્ટ કડવા વગેરે ઔષધપાનાદિમાં પણ જે દુઃખો ભોગવાય છે તે પણ આરોગ્યસાધ્ય આગામી કાળના સુખ માટે છે. જો સુખના અર્થે દુઃખની પ્રવૃત્તિ ન હોય તો વિવેકીજન દુઃખથી મુક્ત બનવા મરણાદિમાં પણ પ્રવૃત્તિ કરે. “અમારે ત્યાં(નૈયાયિકાદિના મતમાં) પણ મોક્ષના સુખ માટે મુમુક્ષુ ચરમદુઃખને ઉત્પન્ન કરશે.' - આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે તમારે ત્યાં(નૈયાયિકાદિના મતમાં) મોક્ષમાં સુખ મનાતું નથી. તેથી સઘળો પ્રયાસ વ્યર્થ છે. ૨૫-૨૮. किं च चरमदुःखत्वं तत्त्वज्ञानजन्यतावच्छेदकमपि न सम्भवतीत्याह દુઃખાત્યન્તાભાવસ્વરૂપ જ મોક્ષમાં સુખ છે, તેને પ્રાપ્ત કરવા માટે તત્ત્વજ્ઞાનથી ચરમદુઃખને ઉત્પન્ન કરી શકાય છે.' - આ વાતનું નિરાકરણ વિદ ... ઈત્યાદિ ગ્રંથથી કરાય છે. અર્થાત્ તત્ત્વજ્ઞાનથી ચરમદુઃખ જન્ય નહીં બની શકે. કારણ કે તત્ત્વજ્ઞાનનિષ્ઠજનકતાનિરૂપિતજન્યતાવચ્છેદક ચરમદુઃખત્વને માની શકાશે નહિ... ઈત્યાદિ જણાવાય છે– चरमत्वं च दुःखत्वव्याप्या जाति न जातितः । तच्छरीरप्रयोज्यातः, साङ्कर्यान्नान्यदर्थवत् ॥२५-२९॥ चरमत्वं चेति-चरमत्वं च दुःखत्वव्याप्या जाति न तच्छरीरप्रयोज्या, अतो जातितः साङ्कर्याद् मैत्रीयचरमदुःखचैत्राचरमदुःखवर्तिन्योस्तयोश्चैत्रचरमदुःख एव समावेशात् । चैत्रशरीरप्रयोज्यजातिव्याप्यायाश्चैत्रचरमसुखदुःखादिनिष्ठाया भिन्नाया एव चरमत्वजातेरुपगमे तु सुखत्वादिनैव साङ्कर्याद् । अन्यत्समानाधिकरणदुःखप्रागभावासमानकालीनत्वलक्षणं चरमत्वं नार्थवत्, न तत्त्वज्ञानजन्यतावच्छेदकमर्थादेव समाजात्तदुपपत्तेः । कार्यवृत्तियावद्धर्माणां कार्यतावच्छेदकत्वे चैत्रावलोकितमैत्रनिर्मितघटत्वादेरपि तथात्वप्रसङ्गात् । तथा च नियतितत्त्वाश्रयणापत्तेरिति दिक् ।।२५-२९॥ “ચમત્વ દુઃખત્વની વ્યાપ્ય જાતિ નથી. કારણ કે તશરીરપ્રયોજય એવી જાતિને લીધે સાંકર્યું આવે છે. ચમત્વને બીજા કોઈ સ્વરૂપે માનવાનું અર્થહીન છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નૈયાયિકાદિની માન્યતાનુસાર ૬૦ ક્લેશણાનોપાય બત્રીશી Page #64 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનથી જન્ય ચરમદુઃખ છે. જનકતા તત્ત્વજ્ઞાનમાં છે અને જન્યતા ચરમદુઃખમાં છે. અનુક્રમે તેના અવચ્છેદક તત્ત્વજ્ઞાનત્વ અને ચરમદુઃખત્વ(ચરમ7) છે. જનકતાદિના ગૌણ સમનિયત ધર્મને જનકતાદિના અવચ્છેદક કહેવાય છે, જે લઘુભૂત અનતિપ્રસક્ત ધર્મ સ્વરૂપ હોય છે. એ ધર્મો બહુલતયા જાતિસ્વરૂપ હોય છે. અહીં તત્ત્વજ્ઞાનનિષ્ઠજનકતાનિરૂપિતજન્યતા ચરમદુઃખમાં છે અને જન્મતાવચ્છેદક તરીકે ચરમદુઃખત્વને અર્થાતુ ચમત્વને વર્ણવાય છે. પરંતુ ચમત્વને, તે દુઃખત્વ-વ્યાપ્ય (દુઃખત્વના અધિકરણની અપેક્ષાએ અલ્પ અધિકરણમાં રહેનાર) જાતિ ન હોવાથી, જન્યતાવચ્છેદક માની શકાશે નહિ. કારણ કે તશરીર-પ્રયોજય જાતિને આશ્રયીને સાંકર્ય નામનો દોષ આવે છે. પરસ્પરના અભાવનું સામાનાધિકરણ્ય(તાદેશ અભાવવધ્રાં વૃત્તિ) હોય અને પરસ્પરનું સામાનાધિકરણ્ય(અર્થાત્ એકાધિકરણમાં ઉભય વૃત્તિ) હોય ત્યારે સાંકર્યઆવે છે. ભૂતત્વાભાવના અધિકરણ મનમાં મૂર્તિત્વ વૃત્તિ છે અને મૂર્તત્વાભાવના અધિકરણ આકાશમાં ભૂતત્વ વૃત્તિ છે અને એકાધિકરણ પૃથ્વી વગેરેમાં ભૂતત્વ અને મૂર્તત્વઃ બંન્ને વૃત્તિ છે. (રહે છે.) સામાન્યથી એકબીજાને છોડીને રહેતા હોય અને બંન્ને સાથે રહેતા હોય ત્યાં સાંર્ય મનાય છે. સાંકર્યસ્થળે બંન્ને જાતિ મનાતી નથી. બેમાંથી કોઈ એક પ્રમાણસિદ્ધ જાતિ મનાય છે.. ઇત્યાદિ અધ્યાપક પાસે બરાબર સમજી લેવું. પ્રકૃતિ સ્થળે મૈત્રના ચરમ સુખમાં દુઃખત્વને છોડીને ચરમ– વૃત્તિ છે અને ચૈત્રના અચરમ દુઃખમાં ચમત્વને છોડીને દુઃખત્વ વૃત્તિ છે. તેમ જ ચૈત્રના ચરમદુઃખમાં ચમત્વ અને દુઃખત્વઃ બંન્ને વૃત્તિ છે. તેથી ચમત્વ જાતિ નથી. યદ્યપિ ચૈત્રાદિ તે તે વ્યક્તિના શરીરમાં રહેનારા ચરમ સુખ-દુઃખાદિમાં રહેનારી ચરમત્વ જાતિઓ જુદી જુદી હોવાથી ઉપર જણાવ્યા મુજબ સાંકર્યઆવતું નથી. પરંતુ એવી ચરમત અનેક જાતિઓ માનવાથી સુખત્વાદિ જાતિને લીધે સાંકર્ય સ્પષ્ટ છે. કારણ કે ચૈત્રસબંધી અચરમ સુખમાં અને દુઃખમાં અનુક્રમે ચમત્વ અને સુખત્વ નથી અને ચૈત્રના ચરમસુખમાં ચરમત્વ તેમ જ સુખત્વઃ બંન્ને છે. તેથી ચમત્વને જાતિ માનવાનું શક્ય નથી. યદ્યપિ ચમત્વ, જાતિસ્વરૂપ ન હોય તો ય “સ્વસમાનાધિકરણદુઃખમાગભાવાસમાનકાલીનત્વ સ્વરૂપ બીજું ચરમત્વ માની શકાય છે. પોતાના(ચરમ દુઃખના) અધિકરણમાં રહેનાર દુઃખપ્રાગભાવના કાળમાં જે દુઃખ હોતું નથી, તે દુઃખમાં ચમત્વ છે. જે દુઃખની ઉત્પત્તિ થયા પછી ભવિષ્યમાં દુઃખની ઉત્પત્તિ થવાની નથી તે દુઃખ, સમાનાધિકરણ(સ્વસમાનાધિકરણ) દુઃખપ્રાગભાવાસમાનકાલીન છે અને એમાં સમાનાધિકરણદુઃખપ્રાગભાવાસમાનકાલીનત્વ સ્વરૂપ ચરમત રહે છે, જે તત્ત્વજ્ઞાનનિષ્ઠજનકતાનિરૂપિતજન્યતા(ચરમદુઃખનિષ્ઠજન્યતા)નું અવચ્છેદક છે – એમ માની શકાય છે. પરંતુ એ કહેવાનું ઉચિત નથી. કારણ કે આવા ચરમત્વને તાદશ જન્યતાવચ્છેદક માનવાની જરૂર નથી. જે દુઃખ ઉત્પન્ન થયા પછી દુઃખપ્રાગભાવના એક પરિશીલન Page #65 -------------------------------------------------------------------------- ________________ અભાવે બીજું દુઃખ ઉત્પન્ન થતું નથી તે દુઃખ આપોઆપ જ ચરમ(છેલ્લે) થઈ જાય છે. અર્થાત્, એ માટે તત્ત્વજ્ઞાનને ચરમદુઃખના જનક માની તેનાથી ચરમદુઃખને જન્ય માનવાની જરૂર નથી. ચરમદુઃખ તો તેની મેળે કારણસામગ્રીથી જ થઈ શકે છે. યદ્યપિ પોતાની કારણસામગ્રીથી ચરમદુઃખની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વે તત્ત્વજ્ઞાન વૃત્તિ હોવાથી તત્ત્વજ્ઞાનજન્યત્વ પણ ચરમદુઃખમાં માનવું જોઇએ, પરંતુ એ રીતે તો કાર્ય-ઘટાદિમાં જેટલા ધર્મો છે તે બધાને જ કાર્યતાવચ્છેદક માનવાનો પ્રસંગ આવશે. કોઈ ઘટ ચૈત્રથી જોવાયેલ (ચત્રાવલોકિત) હોય તેમ જ તે મૈત્રથી બનાવેલ હોય (મૈત્રનિર્મિત હોય) એવા ઘટમાં ચૈત્રાવલોકિતત્વ અને મૈત્રનિર્મિતત્વ. ઇત્યાદિ ધર્મો હોવાથી તતતઘંટાદિનિષ્ઠજન્યતા (દંડાદિ-નિષ્ઠ-જનકતા-નિરૂપિત તાદેશજન્યતા)ના અવચ્છેદક તરીકે બધાને માનવા પડશે. અને તેથી “આ ઘડામાં જ આટલા ધમ રહ્યા બીજામાં કેમ નહીં? આ ઘડામાં આટલા જ ધર્મો રહ્યા બીજા કેમ નહીં ?... ઇત્યાદિ પ્રશ્નોના સમાધાનમાં તથા પ્રકારની નિયતિ(સ્વભાવ, ભવિતવ્યતા)નો ઉલ્લેખ કરવો પડશે, જેથી કથંચિત્ તેનો સ્વીકાર કરવાથી સ્યાદ્વાદનો આશ્રય કરવાની અને એકાંતે તેનો સ્વીકાર કરવાથી સ્વભાવવાદનો આશ્રય કરવાની આપત્તિ આવશે... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઈએ. ૨૫-૨લા. अन्यमतदूषणेन निर्दृढं स्वमतमुपन्यस्यन्नाहઆ રીતે અન્યમતમાં દૂષણો બતાવવા દ્વારા નિશ્ચિત થયેલા સ્વમતને દર્શાવવા જણાવાય છે– सुखमुद्दिश्य तद् दुःखनिवृत्त्या नान्तरीयकम् । प्रक्षयः कर्मणामुक्तो, युक्तो ज्ञानक्रियाध्वना ॥२५-३०॥ सुखमिति-तत्तस्माद् दुःखनिवृत्त्या नान्तरीयकं व्याप्तं सुखमुद्दिश्य कर्मणां ज्ञानावरणादीनां प्रक्षयो જ્ઞાનક્રિયાäના યુp sp: f/ર૯-૩૦ | “તેથી (અન્યમતોમાં દોષો હોવાથી), દુઃખનિવૃત્તિની સાથે સંબદ્ધ એવા સુખને ઉદ્દેશીને, જ્ઞાન અને ક્રિયા માર્ગે કર્મોનો ક્ષય કરવો – એ પ્રમાણે યુક્ત કહ્યું છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અન્યમતોમાં જે ક્લેશોનું સ્વરૂપ વર્ણવ્યું છે એના ધ્વંસ પછી કોઈ પણ વાસ્તવિક સુખનો સંબંધ જણાવ્યો નથી. અર્થાત્ ત્યાં લેશોની નિવૃત્તિથી દુઃખની નિવૃત્તિ વર્ણવી છે પરંતુ તે સુખથી વ્યાપ્ત નથી. જ્યારે જૈન દર્શનમાં દુઃખની સર્વથા નિવૃત્તિથી અનંત સુખની પ્રાપ્તિ મોક્ષમાં થાય છે, જે વાસ્તવિક રીતે પુરુષાર્થનો વિષય બને છે. દુઃખનિવૃત્તિથી સંબદ્ધ(વાત) એવા સુખના ઉદ્દેશથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય કરવો જોઈએ. એ ક્ષય જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ માર્ગે થાય છે – આ પ્રમાણે જે કહ્યું છે તે યુક્ત છે અર્થાત્ નિર્દોષ છે. ૨૫-૩૦ના ૬૨ ક્લેશતાનોપાય બત્રીશી Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં આ રીતે કર્મસ્વરૂપ ક્લેશો છે, જેનો પ્રલય જ્ઞાનક્રિયામાર્ગથી થાય છે. એ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. પરંતુ કર્મ ભોગવ્યા વિના ક્ષીણ થતું ન હોવાથી તેનો ક્ષય ભોગથી થાય છે - આવી આશંકાના નિવારણ માટે જણાવાય છે– क्लेशाः पापानि कर्माणि, बहुभेदानि नो मते । योगादेव क्षयस्तेषां, न भोगादनवस्थितेः ॥२५-३१॥ क्लेशा इति-नोऽस्माकं मते पापान्यशुभविपाकानि बहुभेदानि विचित्राणि कर्माणि ज्ञानावरणीयादीनि क्लेशा उच्यन्ते । अतः कर्मक्षय एव क्लेशहानिरिति भावः । ननु-“नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ।।१।।” इति वचनागोगादेव कर्मणां क्षये तस्याप्यपुरुषार्थत्वमनिवारितमेवेत्यत आह-योगादेव ज्ञानक्रियासमुच्चयलक्षणात् क्षयः तेषां नानाभवार्जितानां प्रचितानां न भोगाद्, अनवस्थितेः । भोगजनितकर्मान्तरस्यापि भोगनाश्यत्वादनवस्थानात्। ननु निरभिष्वङ्गभोगस्य न कर्मान्तरजनकत्वं । प्रचितानामपि च तेषां क्षयो योगजादृष्टाधीनकायव्यूहबलादुत्पत्स्यत इति चेन्न, प्रायश्चित्तादिनापि कर्मनाशोपपत्तेः कर्मणां भोगेतरनाश्यत्वस्यापि व्यवस्थितौ योगेनापि तन्नाशसम्भवे कायव्यूहादिकल्पने प्रमाणाभावात् । कर्मणां ज्ञानयोगनाश्यताया “ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुतेऽर्जुनेति” भवदागमेनापि सिद्धत्वात् । नरादिशरीरसत्त्वे शूकरादिशरीरानुपपत्तेः कायव्यूहानुपपत्तेर्मनोऽन्तरप्रवेशादिकल्पने गौरवाच्च । ये त्वाहुः पातञ्जलाः-“अग्नेः स्फुलिङ्गानामिव कायव्यूहदशायामकस्मादेव चित्तात्प्रयोजकान्नानाचित्तानां परिणामोऽस्मितामात्रादिति । तदुक्तं-“निर्माणचित्तान्यस्मितामात्रात् [४-४] प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषामिति” [४-५] तेषामप्यनन्तकालप्रचितानां कर्मणां नानाशरीरोपभोगनाश्यत्वकल्पनं मोह एव । तावददृष्टानां युगपवृत्तिलाभस्याप्यनुपपत्तेरिति निरुपक्रमकर्मणामेव भोगैकनाश्यत्वमाश्रयणीयमिति सर्वमवदातम् ।।२५-३१।। “અમારા મતમાં પાપકર્મસ્વરૂપ ઘણા પ્રકારના ક્લેશો છે. યોગથી જ તેનો ક્ષય થાય છે. ભોગથી તેનો ક્ષય થતો નથી. કારણ કે તેથી અનવસ્થા આવે છે.” - આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકનો સામાન્યાર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રીએ ટીકામાં ફરમાવ્યું છે કે – અમારા મતમાં અશુભવિપાક(ફળ)વાળાં વિચિત્ર એવાં જ્ઞાનાવરણીયાદિકર્મસ્વરૂપ પાપોને ક્લેશ કહેવાય છે. આથી કર્મક્ષય-સ્વરૂપ જ ક્લેશ હાનિ છે-એ સ્પષ્ટ છે. યદ્યપિ “સેંકડો-કરોડો કલ્પો જાય તોય ભોગવ્યા વિના કોઈ પણ કર્મ ક્ષીણ થતું નથી. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે.” - આ વચનથી ભોગથી જ કર્મોનો ક્ષય થાય છે. તેથી કાળના પરિપાકે તે તે કર્મો ભોગવીને એની મેળે જ ક્ષય પામશે, જેથી કર્મોના ક્ષય સ્વરૂપ મોક્ષ માટે પુરુષાર્થ કરવાનું આવશ્યક ન હોવાથી અન્ય સાંખ્યાદિ મતોની જેમ જૈનમતમાં પણ અપુરુષાર્થત્વનો પ્રસંગ અનિવાર્ય જ છે. પરંતુ જૈનમતમાં યોગથી જ કર્મોનો એક પરિશીલન ६३ Page #67 -------------------------------------------------------------------------- ________________ ક્ષય મનાય છે. અનવસ્થાદોષના કારણે ઉપર જણાવ્યા મુજબ ભોગથી કર્મક્ષય મનાતો નથી. જ્ઞાન અને ક્રિયાના સમુદાય સ્વરૂપ યોગ છે. ભોગથી કર્મનો ક્ષય માનવામાં આવે તો અનવસ્થા નામનો દોષ પ્રાપ્ત થાય છે. કારણ કે કર્મના ક્ષય માટે થનારા ભોગથી બીજાં કર્મો બંધાય છે. એના ક્ષય માટે ફરી પાછી ભોગની પ્રવૃત્તિ કરવી પડે. એથી ફરી પાછાં કર્મો બંધાય.. આ રીતે અનવસ્થા આવે છે. આસક્તિ(રાગ)રહિત ભોગથી કર્માતરનો બંધ થતો નથી. પૂર્વસંચિત કર્મોનો ક્ષય પણ, યોગના કારણે ઉત્પન્ન અદષ્ટ(ધર્મ)ને આધીન એવા કાયવૂહના સામર્થ્યથી ઉપપન્ન થશે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે પ્રાયશ્ચિત્તથી પણ કર્મનાશ થતો હોવાથી ભોગથી(કર્મના ફળના ભોગથી) જ કર્મક્ષય થાય છે એવું નથી. પરંતુ ભોગેતર(પ્રાયશ્ચિત્તાદિ)થી પણ કર્મનો નાશ થાય છે - એ સિદ્ધ થયેલું છે. તેથી યોગથી પણ કર્મનો નાશ સંભવી શકે છે, જેથી કાયમૂહ વગેરેની કલ્પનામાં કોઈ પ્રમાણ નથી. બલ્ક “હે અર્જુન ! જ્ઞાનસ્વરૂપ અગ્નિ સઘળાંય કર્મોને ભસ્મસાત કરે છે - ઈત્યાદિ તમારા(સાંખ્યાદિના) આગમથી પણ, કર્મોનો નાશ જ્ઞાનયોગથી થાય છે – એ સિદ્ધ થાય છે. “જ્ઞાનયોગના સામર્થ્યથી કાયવૂહ દ્વારા જ કર્મોનો નાશ થાય છે.' - આ પ્રમાણે કહેવાનું યુક્ત નથી. કારણ કે મનુષ્ય વગેરેનું શરીર હોતે છતે ભૂંડ વગેરેના શરીરની ઉપપત્તિ થતી નથી. તેથી કાયવ્હ(અનેકાનેક કાયાનો એક કાળમાં પરિગ્રહ) ઉપપન્ન નથી. ‘તે તે શરીરમાં મનનો પ્રવેશ થવાથી કાયવૂહ ઉપપન્ન થશે' - એ કહેવાનું પણ શક્ય નથી. કારણ કે મન એક હોવાથી બીજાં શરીરોમાં તેનો પ્રવેશ શક્ય નથી. યોગસામર્થ્યથી અનેક મનોની કલ્પના કરવામાં ગૌરવ છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. આ વિષયમાં પાતંજલીએ યોગસૂત્ર(૪-૪, ૪-૫)માં કહ્યું છે કે એક અગ્નિથી જેવી રીતે અનેક કણ(તણખા) નીકળે છે, તેમ કાયવ્હદશામાં એક પ્રયોજક(નિયામક, પ્રવર્તક) એવા ચિત્તથી અનેકાનેક ચિત્તોનો પરિણામ અસ્મિતાથી(અહંકારથી) થાય છે - એ કથન પાતંજલીના પણ મોહને લઈને છે. કારણ કે આ રીતે અનંતકાળથી સંચિત કરેલાં કર્મોના નાશ માટે અનેકાનેક શરીરથી કરાતા ઉપભોગને કારણ માનવાનું અયુક્ત છે. કારણ કે કોઈ પણ કર્મ દ્રવ્ય ક્ષેત્ર કાલાદિને પામીને વિપાકાનુકૂલ બનતું હોય છે. તે બધાં કર્મો એકી સાથે વિપાકાનુકૂલ બને એ શક્ય નથી. તેથી અનેક શરીરોથી ઉપભોગ દ્વારા કર્મોનો નાશ થાય છે – એમ માનવું: એ મોહમૂલક છે. આથી સમજી શકાશે કે જે કર્મોને કોઈ પણ પ્રકારનો ઉપક્રમ લાગતો નથી એવા નિરુપક્રમ-નિકાચિત કર્મોનો નાશ ભોગથી થાય છે. એવા નિરુપક્રમ કર્મોને છોડીને બીજાં કર્મોનો નાશ તો યોગથી થાય છે - આ પ્રમાણે માનવાથી કોઈ પણ દોષ રહેતો નથી... ઇત્યાદિ ૬૪ ક્લેશતાનોપાય બત્રીશી Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. પ્રસંગથી અહીં કેવલી - સમુદ્યાતના સ્વરૂપનું પણ અનુસંધાન કરવું જોઇએ. ર૫-૩૧ તાત્વિકક્લેશ હાનિનું ફળ જણાવવાપૂર્વક પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે– ततो निरुपमं स्थानमनन्तमुपतिष्ठते । भवप्रपञ्चरहितं, परमानन्दमेदुरम् ॥२५-३२॥ તત તિ–વ્યm: Bર-રૂરી. શ્લોકાર્થ સ્પષ્ટ છે. સર્વથા કર્મ-ક્લેશોની હાનિ થવાથી, ભવના પ્રપંચથી રહિત પરમાનંદથી વ્યાપ્ત એવા નિરુપમ-મોક્ષ નામના અનંત સ્થાનને પ્રાપ્ત કરે છે. શ્રી સિદ્ધિગતિનું વાસ્તવિક સ્વરૂપ અને એને પ્રાપ્ત કરવા માટેના વાસ્તવિક ઉપાયો માત્ર શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં જ વર્ણવ્યા છે, જેના માટે કોઈ ઉપમા નથી. જ્યાં આધિ વ્યાધિ કે ઉપાધિ; જન્મ જરા કે મૃત્યુ અને રાગ દ્વેષ કે મોહ વગેરે સ્વરૂપ ભવનો પ્રપંચ નથી તેમ જ પરમોચ્ચ કોટિનો અનંત આનંદ જ્યાં છે એવા સ્થાનની અર્થાત્ અનંત સુખના ધામ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ ક્લેશની સર્વથા હાનિથી થાય છે. અંતે એ પરમતારક ઉપાયના આસેવનથી સર્વથા કર્મ-ક્લેશરહિત બની નિરુપમ સ્થાનમાં અક્ષય સ્થિતિને કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૨૫-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां क्लेशहानोपायद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ એક પરિશીલન Page #69 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે આ પૂર્વે ક્લેશહાનિના ઉપાયોનું વિવેચન કર્યું. આ બત્રીશીમાં ક્લેશહાનિના ઉપાયભૂત યોગનું માહાત્મ્ય વર્ણવાય છે. શાસ્ત્રોનું રહસ્ય, મોક્ષની કેડી, અપાયને શાંત કરનાર અને સર્વ કલ્યાણના કારણભૂત એવા યોગનું માહાત્મ્ય વર્ણવવાની શરૂઆત કરી બીજા શ્લોકમાં યોગના અભાવે શાસ્ર પણ સંસારનું કારણ બને છે - એ જણાવ્યું છે. ત્યાર બાદ યોગના અચિંત્ય સામર્થ્યથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થાય છે – એ જણાવીને પાતંજલયોગદર્શનને અભિમત એવી સિદ્ધિઓનું વર્ણન લગભગ એકવીસમા શ્લોક સુધીના શ્લોકોથી કર્યું છે. પાતંજલયોગદર્શનના ત્રીજા વિભૂતિ પાદમાં વર્ણન કરાયેલા પદાર્થોનું સંક્ષેપથી પણ સ્પષ્ટ નિરૂપણ અહીં સત્તર શ્લોકોમાં કર્યું છે. સાંખ્યદર્શનની માન્યતા મુજબ દરેક સિદ્ધિઓનું કારણ સંયમ છે. ધારણા, ધ્યાન અને સમાધિસ્વરૂપ સંયમ છે. આ સંયમથી હેય, ઉપાદેય અને શેય પદાર્થોની પ્રજ્ઞાનો પ્રસાર થાય છે જેને લઇને યોગીને અનેકાનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અતીત અને અનાગતનું જ્ઞાન, સર્વ પક્ષી પશુ આદિ પ્રાણીઓના શબ્દોનું જ્ઞાન, પૂર્વજન્મોનું જ્ઞાન, બીજાના મનનું જ્ઞાન, અદૃશ્ય થવું, મૃત્યુના સમયનું જ્ઞાન, હાથી વગેરેના બળ જેટલા બળની પ્રાપ્તિ, ભુવનનું જ્ઞાન, તારામંડળની રચનાનું જ્ઞાન, શરીરની રચનાનું જ્ઞાન, ક્ષુધા-તૃષાનો નાશ, મનની સ્થિરતા, સિદ્ધપુરુષોનું જ્ઞાન, તારકજ્ઞાનની પ્રાપ્તિ, સ્વપરચિત્તવિજ્ઞાન, પુરુષનું જ્ઞાન, પરકાયમાં પ્રવેશ, આકાશગમન, શ્રોત્રાદિની દિવ્યતા, જલાદિ ઉપર ચાલવું, અણિમાદિ અષ્ટ મહાસિદ્ધિની પ્રાપ્તિ અને સમગ્રતત્ત્વો પર વિજય... ઇત્યાદિ સિદ્ધિઓ જે જે સંયમથી પ્રાપ્ત થાય છે; તે તે સંયમોના નિરૂપણપૂર્વક તે તે સિદ્ધિઓનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ જે કા૨ણે યોગીને યોગની સાધનામાં વિઘ્ન આવે છે; તે કારણને જણાવીને તેનાથી દૂર કેવી રીતે રહેવું જણાવ્યું છે. એ પ્રસંગે, યોગીને દેવતાઓ જે રીતે ભોગનું નિયંત્રણ કરે છે અને યોગી જે રીતે તેને આધીન બનતા નથી, એનું વર્ણન કર્યું છે. આ રીતે અનુક્રમે સાધનાના પ્રકર્ષને પ્રાપ્ત કરતાં કરતાં યોગીને વિવેકજન્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; જેના સામર્થ્યથી જાતિ, લક્ષણ અને દેશથી સમાન જણાતા પદાર્થોમાં પણ યોગીને ભેદની પ્રતીતિ થાય છે. આ રીતે યોગી, વિવેકજ જ્ઞાન સ્વરૂપ તારકજ્ઞાનથી સર્વવિષયક જ્ઞાનવાન બને છે અને સઘળાય વિષયો ક્રમ વિના એકી સાથે જાણે છે, જેના પ્રભાવથી પુરુષ કૈવલ્યાવસ્થા પ્રાપ્ત કરે છે અને બુદ્ધિ સ્વકારણમાં વિલીન બને છે... ઇત્યાદિનું સ્પષ્ટ નિરૂપણ એકવીસમા શ્લોક સુધીના સત્તર શ્લોકોથી કર્યું છે. આમાંની કેટલીક સિદ્ધિઓ પ્રારંભિક દશામાં યોગીનો ઉત્સાહ વધારે છે. પરંતુ સમાધિસ્વરૂપ આઠમા યોગાલમાં તે વિઘ્નરૂપ બને છે - એ અંગે અહીં મુમુક્ષુઓનું ધ્યાન પણ યોગ્ય અવસરે દોર્યું છે. સાધક-બાધકની વિચારણાપૂર્વક યોગમાહાત્મ્ય બત્રીશી દદ Page #70 -------------------------------------------------------------------------- ________________ યોગની સાધનાનો માર્ગ સ્પષ્ટ રીતે વર્ણવ્યો છે. પાતંજલયોગદર્શનની માન્યતા મુજબના એ યોગમાર્ગમાં ઉપપત્તિ અને અનુપપત્તિને બાવીસમા શ્લોકથી જણાવી છે. અન્યદર્શનકારોએ જે સિદ્ધિઓ વર્ણવી છે, એના સામાન્યથી બે વિભાગ થાય છે. જ્ઞાનવિશેષસ્વરૂપ સિદ્ધિઓની પ્રત્યે મુખ્યપણે જ્ઞાનાવરણીયકર્મક્ષયોપશમ કારણ છે અને વીર્ય(બળ) વિશેષસ્વરૂપ સિદ્ધિઓની પ્રત્યે વીર્યંતરાયનો ક્ષયોપશમવિશેષ કારણ છે. કર્મના ક્ષયોપશમાદિ વિના કોઇ પણ રીતે સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. અન્યદર્શનકારોએ વાસ્તવિક રીતે એ વાત કરી નથી. જે સંયમના કારણે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ સંયમ પણ અસની નિવૃત્તિ અને સદ્ની પ્રવૃત્તિ સ્વરૂપ છે. માત્ર ધારણા, ધ્યાન કે સમાધિ સ્વરૂપ નથી. માત્ર ચિત્તના પ્રણિધાન માટે જેનું આલંબન છે, તે સંયમથી જ સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી... ઇત્યાદિ અહીં યાદ રાખવું જોઇએ. સિદ્ધિઓના કારણભૂત કર્મક્ષયોપશમાદિ માટે નિકાચિત કર્મોનો ક્ષય કરવાનું આવશ્યક છે. છેલ્લા ભવે પણ અંતઃકોટાકોટિ સાગરોપમ પ્રમાણ કર્મની સ્થિતિ હોય છે. તેની નિર્જરા માટે પ્રાયશ્ચિત્ત હોય છે. પૂર્વભવમાં નિબદ્ધ કર્મોના પ્રાયશ્ચિત્તસ્વરૂપ પ્રવ્રજ્યા છે. એ કર્મોનો નાશ પ્રવ્રજ્યાસમયમાં પ્રાપ્ત થનારા ધર્મસંન્યાસયોગથી થાય છે - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકમાં સારભૂત વર્ણન કર્યું છે. ‘તપથી નિકાચિત કોટિનાં કર્મોનો ક્ષય થાય છે.' આ પ્રમાણે જે વચન છે, ત્યાં તપ અપૂર્વકરણ ગુણસ્થાનકને આશ્રયીને લીધો છે પરંતુ યત્કિંચિત્ તપથી તેવાં કર્મોનો ક્ષય થતો નથી... ઇત્યાદિ વાતનું વર્ણન ચોવીસમા શ્લોકમાં કર્યું છે. છેલ્લા આઠ શ્લોકોથી યોગના અચિંત્ય સામર્થ્યનું વર્ણન કર્યું છે, જે નિત્ય અનુસ્મરણીય છે. યોગની સ્પૃહા પણ સંસારના તાપને દૂર કરનારી છે - એ યાદ રાખી યોગની સ્પૃહાને પ્રાપ્ત કરવાની પણ સ્પૃહાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા.. - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ પુણે : ન્યૂ ટિંબર માર્કેટ મહા વદ ૩, રવિવાર : તા. ૨૭-૦૨-૦૫ એક પરિશીલન ૬૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते योगमाहात्म्यद्वात्रिंशिका । क्लेशहानोपायं विविच्य तथाभूतस्य योगस्य प्रेक्षावत्प्रवृत्त्यौपयिकं माहात्म्यमुपदर्शयन्नाहઆ પૂર્વેની બત્રીશીમાં ક્લેશહાનિના ઉપાયનું વિવેચન કરીને તાદેશ ઉપાય સ્વરૂપ યોગનું; બુદ્ધિમાનોની પ્રવૃત્તિના ઉપાય સ્વરૂપ માહાત્મ્ય જણાવવા માટે કહેવાય છે. આશય એ છે કે આ પૂર્વેની બત્રીશીમાં સ્વપરાભિમત ક્લેશહાનિના ઉપાયનું વિવેચન કર્યું. હવે આ બત્રીશીમાં ક્લેશહાનિના ઉપાય સ્વરૂપ યોગનું માહાત્મ્ય વર્ણવાય છે, જે મુમુક્ષુઓને યોગની પ્રવૃત્તિ માટે ઉપયોગી છે. કારણ કે મુમુક્ષુ આત્માઓ યોગના મહિમાને સમજીને યોગમાં પ્રવર્તતા હોય છે. આથી આ બત્રીશીથી યોગનું માહાત્મ્ય વર્ણવાય છે— शास्त्रस्योपनिषद्योगो, योगो मोक्षस्य वर्त्तनी । અવાયશમનો ચોળો, યોગ: ત્યાળારળમ્ ||૨૬-૧|| “શાસ્ત્રનું રહસ્ય યોગ છે, યોગ મોક્ષનો માર્ગ છે, અપાયને શમાવનાર યોગ છે અને યોગ કલ્યાણનું કારણ છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મોક્ષની સાથે આત્માને જોડી આપનારને યોગ કહેવાય છે. શ્રી તીર્થંક૨૫રમાત્માએ પ્રરૂપેલાં સર્વ શાસ્ત્રો મોક્ષમાર્ગને જણાવતાં હોવાથી સર્વ શાસ્ત્રોનું રહસ્ય-સારભૂત યોગ છે. મોક્ષની પ્રાપ્તિ યોગથી થાય છે. તેથી યોગને મોક્ષમાર્ગ કહેવાય છે. મોક્ષની પ્રાપ્તિમાં અવરોધ કરનારા રાગ દ્વેષ અને મોહ વગેરે અપાય છે. તેને શાંત કરનાર યોગ હોવાથી તેને અપાયશમન કહેવાય છે. તેમ જ આત્માના ગુણોને પ્રાપ્ત કરાવનાર યોગ હોવાથી તેને કલ્યાણનું કા૨ણ કહેવાય છે. આત્મગુણોની પ્રાપ્તિ સિવાય બીજું કોઇ કલ્યાણ નથી... એ સમજી શકાય છે. યોગ વિના એ ગુણોની પ્રાપ્તિ થતી નથી. ૨૬-૧॥ વ્યતિરેકથી યોગનું માહાત્મ્ય વર્ણવાય છે— ૬૮ संसारवृद्धि र्धनिनां पुत्रदारादिना यथा । शास्त्रेणापि तथा योगं, विना हन्त विपश्चिताम् ॥ २६-२॥ “પુત્ર સ્ત્રી વગેરેથી ધનવાનોના સંસારની જેમ વૃદ્ધિ થાય છે, તેમ દુઃખની વાત છે કે વિદ્વાનોને યોગ વિના શાસ્ત્રથી પણ સંસારની વૃદ્ધિ થાય છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે યોગ વિના શાસ્ત્રોથી પણ વિદ્વાનો સંસારનો અંત લાવી શકતા નથી. યોગ મોક્ષનું સાધન છે તેમ યોગનો અભાવ સંસારનું કારણ છે. આ રીતે વ્યતિરેકને યોગમાહાત્મ્ય બત્રીશી Page #72 -------------------------------------------------------------------------- ________________ આશ્રયીને પણ યોગનું મહત્ત્વ આ શ્લોકથી વર્ણવ્યું છે. યોગથી રહિત એવા જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ર૬-રા. આનુષગિક ફળના વર્ણનથી યોગનું માહાભ્ય વર્ણવાય છે इहापि लब्धयश्चित्राः, परत्र च महोदयः । परात्मायत्तता चैव, योगकल्पतरोः फलम् ॥२६-३॥ યોગસ્વરૂપ કલ્પવૃક્ષનું આ ફળ છે કે, આ લોકમાં અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પરલોકમાં અભ્યદય પ્રાપ્ત થાય છે. તેમ જ પરમકોટિની સ્વાધીનતા પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગથી જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જન્મમાં અનેકાનેક આમાઁષધિ વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે અને ભવાંતરમાં ઉત્તમ જન્મ, શરીર, આયુષ્ય, સંપત્તિ વગેરે અભ્યદય પ્રાપ્ત થાય છે. તેમ જ શ્રેષ્ઠ કોટિની આત્મરમણતા પ્રાપ્ત થાય છે. બાહ્યવિષયાદિની રમણતાનો અભાવ થવાથી આત્માભિમુખતા પ્રાપ્ત થાય છે, જે યોગનું ફળ છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૬-all યોગની સિદ્ધિથી પ્રાપ્ત થનારા ફળને અન્યાભિપ્રાયથી જણાવવાની શરૂઆત કરાય છે– . योगसिद्धैः श्रुतेष्वस्य, बहुधा दर्शितं फलम् । दर्शाते लेशतश्चैतद्, यदन्यैरपि दर्शितम् ।।२६-४॥ शास्त्रस्येति-इयमाद्या चतुःश्लोकी सुगमा ||२६-१-२-३-४।। શ્લોકાર્થ સ્પષ્ટ છે; “યોગસિદ્ધ પુરુષોએ શાસ્ત્રમાં આ યોગનાં ફળો ઘણા પ્રકારે વર્ણવ્યાં છે. અમારા વડે તે અંશતઃ જણાવાય છે, કે જે અન્યદર્શનીઓએ પણ જણાવ્યાં છે.” આવશ્યકસૂત્રની નિયુક્તિ અને યોગશાસ્ત્ર વગેરે શાસ્ત્રોમાં આ યોગનું ફળ યોગસિદ્ધ પુરુષોએ અનેક પ્રકારે વર્ણવ્યું છે. એ મુજબ અંશતઃ અહીં એ વર્ણવાય છે, જે પતંજલિ વગેરે અન્યદર્શનકારોએ પણ વર્ણવ્યું છે. લગભગ એકવીસમા શ્લોક સુધી એ મુજબ વર્ણવાશે. ૨૬-જો. પાતંજલોની માન્યતા મુજબ યોગનું ફળ વર્ણવાય છે– अतीतानागतज्ञानं, परिणामेषु संयमात् । शब्दार्थधीविभागे च, सर्वभूतरुतस्य धीः ॥२६-५॥ अतीतेति-संयमो नाम धारणाध्यानसमाधित्रयमेकविषयं । यदाह-“त्रयमेकत्र संयमः” इति [३-४] । एतदभ्यासात् खलु हेयज्ञेयादिप्रज्ञाप्रसर इति पूर्वभूमिषु ज्ञात्वोत्तरभूमिष्वयं विनियोज्यः । तदाह“तज्जयात्प्रज्ञालोकः [३-५] तस्य भूमिषु विनियोग इति” [३-६] । ततः परिणामेषु धर्मलक्षणावस्थारूपेषु એક પરિશીલન Page #73 -------------------------------------------------------------------------- ________________ संयमाञ्चितस्य सर्वार्थग्रहणसामर्थ्यप्रतिबन्धकविक्षेपपरिहाराद् । अतीतानागतज्ञानमतिक्रान्तानुत्पन्नार्थपरिच्छेदनं योगिनो भवति । तदुक्तं-“परिणामत्रयसंयमादतीतानागतज्ञानमिति” [३-१६] । शब्दः श्रोत्रेन्द्रियग्राह्यनियतक्रमवर्णात्मा क्रमरहितः स्फोटात्मा ध्वनिसंस्कृतबुद्धिग्राह्यो वा, अर्थो जातिगुणक्रियादिः, धीविषयाकारा बुद्धिवृत्तिः, एता हि गौरिति शब्दो गौरित्यर्थो गौरिति च धीरित्यभेदेनैवाध्यवसीयन्ते । कोऽयं शब्द इत्यादिषु प्रश्नेषु गौरयमित्येकरूपस्यैवोत्तरस्य प्रदानात् । तस्य चैकरूपप्रतिपत्तिनिमित्तकत्वात्। तत एतासां विभागे चेदं शब्दस्य तत्त्वं यद्वाचकत्वं नाम, इदं चार्थस्य यद्वाच्यत्वम्, इदं च धियो यत्प्रकाशत्वमित्येवंलक्षणे । संयमात् सर्वेषां भूतानां मृगपशुपक्षिसरीसृपादीनां रुतस्य शब्दस्य धीभवति । अनेनैवाभिप्रायेण अनेन प्राणिनाऽयं शब्दः समुच्चरित इति । तदुक्तं-“शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्सङ्करस्तत्र प्रति(प्रवि)भागसंयमात्सर्वभूतरुतज्ञानमिति” [३-१७] ॥२६-५।। પરિણામોને વિશે સંયમ કરવાથી અતીત અને અનાગત અર્થનું જ્ઞાન થાય છે અને શબ્દ, અર્થ તેમ જ બુદ્ધિના વિભાગને વિશે સંયમ કરવાથી બધાય પ્રાણીઓના શબ્દનું જ્ઞાન થાય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – કોઈ એક વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ જે આ ત્રણ હોય છે તેને સંયમ કહેવાય છે. કોઈ એક વિષયના દેશ(ભાગઅંશ)ની સાથે જે ચિત્તનો સંબંધ છે, તેને ધારણા કહેવાય છે. ધારણાના વિષયમાત્રની સાથે જે એકાગ્રતા(નિરંતર ચિત્તસંબંધ) છે તેને ધ્યાન કહેવાય છે અને સમાધિ તેને કહેવાય છે કે જેમાં માત્ર ધ્યેયાકારની પ્રતીતિ થાય છે. સામાન્યથી તત્સંબંધ, તદેકાગ્રતા અને તન્મયતા અનુક્રમે ધારણા ધ્યાન અને સમાધિ છે... એ સમજી શકાય છે. સંયમનું સ્વરૂપ વર્ણવતાં પાતંજલયોગસૂત્ર(૩-૪)માં જણાવ્યું છે કે એક વિષયમાં જે ધારણા ધ્યાન અને સમાધિ આ ત્રણ છે તેને સંયમ કહેવાય છે. આ સંયમના અભ્યાસથી હેય, શેય અને ઉપાદેયવિષયવાળી પ્રજ્ઞાનો વિસ્તાર થાય છે. તેથી પૂર્વ પૂર્વ અવસ્થાઓને વિશે જાણીને ઉત્તર ઉત્તર અવસ્થાઓમાં સંયમ કરવો જોઈએ – આ પ્રમાણે વર્ણવતાં યોગસૂત્રમાં (૩પ/૬માં) જણાવ્યું છે કે સંયમના જયથી પ્રજ્ઞાનો આલોક અર્થાત્ પ્રસર-નિર્મળતા થાય છે. તેનો તે અવસ્થામાં ઉપયોગ કરવો જોઈએ. ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થાપરિણામ : આ ત્રણ પ્રકારના પરિણામ છે. ધર્મી વિદ્યમાન હોતે છતે પૂર્વ ધર્મનું તિરોધાન થવાથી બીજા ધર્મનો જે પ્રાદુર્ભાવ થાય છે તે ધર્મપરિણામ છે. જેમ કે ચિત્તના વ્યુત્થાનધર્મના તિરોધાનથી નિરોધધર્મનો પ્રાદુર્ભાવ થાય છે. તે નિરોધાત્મક પરિણામ ધર્મપરિણામ છે. વિદ્યમાન ધર્મોના અનાગતાદિ કાળના ત્યાગથી વર્તમાનાદિકાળનો તે ધર્મોને જે લાભ થાય છે તે લક્ષણ-પરિણામ છે. ધર્મોની કાલકૃત અવસ્થા, સામાન્યથી લક્ષણ-પરિણામ છે. વ્યુત્થાનનું જવું અને નિરોધનું આવવું, નિરોધનું જવું અને વ્યુત્થાનનું આવવું... ઇત્યાદિ લક્ષણપરિણામ છે. આવી જ રીતે વર્તમાન લક્ષણની પ્રબળતા ૭૦ યોગમહાભ્ય બત્રીશી Page #74 -------------------------------------------------------------------------- ________________ અને અતીતાદિ લક્ષણની દુર્બળતા... ઇત્યાદિ પરિણામ અવસ્થાપરિણામ છે... ઇત્યાદિ અહીં સમજી લેવું જોઇએ. ધર્મ, લક્ષણ અને અવસ્થા સ્વરૂપ પરિણામોમાં ઉ૫૨ જણાવેલા સંયમથી વાસિત યોગીને સર્વ પદાર્થોના ગ્રહણના સામર્થ્યમાં પ્રતિબંધક બનેલા વિક્ષેપનો પરિહાર થવાથી (પ્રતિબંધકનો અભાવ થવાથી) અતીત(અતિક્રાંત-વીતેલા) અને અનાગત(અનુત્પન્ન) અર્થોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વાત જણાવતાં પાતંજલયોગસૂત્રમાં(૩-૧૬માં) કહ્યું છે કે - ધર્માદિ ત્રણ પરિણામોને વિશે સંયમ કરવાથી અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. શબ્દ, શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય વર્ણાદિના નિયતક્રમવાળો છે અથવા ક્રમરહિત સ્ફોટ સ્વરૂપ (એક સાથે ઉત્પન્ન થના૨) ધ્વનિથી સંસ્કાર પામેલો બુદ્ધિથી ગ્રાહ્ય છે. તેનો અર્થ જે જાતિ ગુણ ક્રિયા વગેરે સ્વરૂપ છે, તેને અર્થ કહેવાય છે. વિષયાકાર પરિણામ પામેલી બુદ્ધિનો પરિણામ ધી છે. શબ્દ, અર્થ અને ધી(બુદ્ધિ) : આ ત્રણેય ગો... ઇત્યાદિ અભેદ સ્વરૂપે પ્રતીત થાય છે. ‘ગો' શબ્દ છે, ‘ગો’ અર્થ છે અને ‘ગો’ એ પ્રમાણે જ્ઞાન છે. આ રીતે શબ્દ વગેરે અભેદરૂપે પ્રતીત થાય છે. આ કયો શબ્દ છે ? આ શું છે ? અને શું જાણ્યું ? આ ત્રણેય પ્રશ્નના જવાબમાં ‘ગો (ગાય)' આ પ્રમાણે એક જ જવાબ અપાતો હોવાથી ત્રણેય અભેદસ્વરૂપે પ્રતીત થાય છે. જો એકસ્વરૂપે એ ત્રણની પ્રતીતિ થતી ન હોય તો એ ત્રણેય પ્રશ્નોનો એક જ ઉત્તર ન હોય; કારણ કે એકસ૨ખો જવાબ એકપ્રતિપત્તિ-નિમિત્તક હોય છે. અર્થાત્ એકસ્વરૂપ માનવાના કારણે હોય છે. પરંતુ આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદ-ગ્રહ વાસ્તવિક નથી, મિથ્યાજ્ઞાનમૂલક છે. શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પથી જે જ્ઞાન થાય છે તે સંકર હોય છે, શુદ્ધ હોતું નથી. તાદેશ અભેદના ગ્રહણથી શબ્દાદિના વાસ્તવિક સ્વરૂપનો ખ્યાલ આવતો નથી. તેથી શબ્દાદિના વિભાગમાં અર્થાત્ “જે વાચકત્વ છે (શબ્દ અર્થનો વાચક છે) એ શબ્દનું સ્વરૂપ-તત્ત્વ છે. જે વાચ્યત્વ છે, (અર્થ, શબ્દથી વાચ્ય છે) એ અર્થનું તત્ત્વ-સ્વરૂપ છે અને જે પ્રકાશત્વ (પ્રકાશ સ્વરૂપ) છે, તે ધી-બુદ્ધિનું તત્ત્વ છે.’......... ઇત્યાદિસ્વરૂપ શબ્દ અર્થ અને બુદ્ધિના વિભાગમાં પૂર્વોક્ત સ્વરૂપ સંયમ કરવો જોઇએ. જેથી મૃગ પશુ પક્ષી સર્પ વગેરેના શબ્દનું જ્ઞાન થાય છે કે - ‘આવા જ તાત્પર્યથી આ પ્રાણીએ આ શબ્દ કહ્યો છે.’ શબ્દાર્થધીના ઉપર જણાવેલા વિભાગથી શબ્દાદિનું સ્પષ્ટ જ્ઞાન થાય - એ સમજી શકાય છે. આ વાત પાતંજલયોગસૂત્રમાં (૩-૧૭માં) જણાવી છે, જેનું તાત્પર્ય સ્પષ્ટ છે કે - “શબ્દ, અર્થ અને જ્ઞાન(ધી)નો પરસ્પર અભેદગ્રહ થવાથી સંકર (પરસ્પર સમાવેશ) થાય છે. પરંતુ જેને એના વિભાગને જાણીને તેમાં(વિભાગમાં) સંયમ પ્રાપ્ત થાય છે, તેને સર્વ પશુપક્ષી પ્રાણીગણના શબ્દ(ભાષા)નું જ્ઞાન થાય છે.” ૨૬-૫॥ ફલાંતર જણાવાય છે— એક પરિશીલન ૭૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ संस्कारे पूर्वजातीनां, प्रत्यये परचेतसः । शक्तिस्तम्भे तिरोधानं, कायरूपस्य संयमात् ॥२६-६॥ ___ संस्कार इति-संस्कारे स्मृतिमात्रफले जात्यायुर्भोगलक्षणे च “एवं मया सोऽर्थोऽनुभूतः, एवं मया सा क्रिया कृता”, इति भावनया संयमात् पूर्वजातीनां प्रागनुभूतजातीनां धीरनुस्मृतिरवबोधकमन्तरेणैव भवति । तदुक्तं–“संस्कारस्य साक्षात्करणात् पूर्वजातिज्ञानं” [३-१८] । प्रत्यये परकीयचित्ते केनचिन्मुखरागादिना लिङ्गेन गृहीते परचेतसो धीर्भवति तथासंयमवान् ‘सरागमस्य चित्तं वीतरागं वेति' परचित्तगतान् सर्वानेव धर्मान् जानातीत्यर्थः । तदुक्तं-“प्रत्ययस्य परचित्तज्ञानं [३-१९] न च सा(तत्सा)लम्बनं तस्याविषयीभूतत्वादिति” [३-२०] । लिङ्गाच्चित्तमात्रमवगतं, न तु नीलविषयं पीतविषयं वा तदिति । अज्ञाते आलम्बने संयमस्य कर्तुमशक्यत्वात्तदनवगतिः । सालम्बनचित्तप्रणिधानोत्थसंयमे तु तदवगतिरपि भवत्येवेति भोजः । कायः शरीरं तस्य रूपं चक्षुर्लाह्यो गुणस्तस्य नास्त्यस्मिन् काये रूपमिति संयमाद्दूपस्य चक्षुह्यत्वरूपायाः शक्तेः स्तम्भे भावनावशात्प्रतिबन्धे सति तिरोधानं भवति । चक्षुषः प्रकाशरूपस्य सात्त्विकस्य धर्मस्य तद्ग्रहणव्यापाराभावात् । तथा संयमवान् योगी न केनचिद्दश्यत इत्यर्थः। एवं शब्दादितिरोधानमपि ज्ञेयं । तदुक्तं-“कायरूपसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुषः(क्षुःप्र) प्रकाशासं(प्र)योगेડન્તર્ધાન” [૩-૨૧] તેન શદ્વાન્તર્યાનમુક્તિ રદ્દદ્દા. સંસ્કારને વિશે સંયમ કરવાથી પૂર્વજન્મોનું સ્મરણ થાય છે. પ્રત્યયને (પરચિત્તને) વિશે સંયમ કરવાથી પરચિત્તનું જ્ઞાન થાય છે અને પોતાના શરીરના રૂપને વિશે સંયમ કરવાથી રૂપશક્તિનું સ્તંભન થયે છતે અદૃશ્ય થવાય છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, સામાન્ય રીતે સંસ્કાર બે પ્રકારના છે. એક, માત્ર સ્મૃતિ ફળ છે જેનું તે અને બીજો, જાતિ આયુષ્ય અને ભોગ સ્વરૂપ. આ બંન્ને પ્રકારના સંસ્કારો અપ્રત્યક્ષરૂપે ચિત્તમાં રહે છે. “આ પ્રમાણે મારા વડે તે અર્થ અનુભવાયો.” તેમ જ આ પ્રમાણે મારા વડે તે ક્રિયા કરાઈ.” આવા પ્રકારની ભાવના વડે બંન્ને ય પ્રકારના સંસ્કારોને વિશે ધ્યાન ધારણા અને સમાધિ સ્વરૂપ સંયમ કરવાથી ઉબોધક વિના જ પૂર્વકાળમાં અનુભવેલા જન્મોનું અનુસ્મરણ થાય છે. પાતંજલયોગસૂત્ર(૩-૧૮)માં એ વાત જણાવતાં કહ્યું છે કે “સંસ્કારોને વિશે સંયમ કરવાથી સંસ્કારોના સાક્ષાત્કારથી પૂર્વજાતિનું પરિજ્ઞાન થાય છે.” કોઈ એક મુખ ઉપરના હાવભાવાદિ સ્વરૂપ લિંગ(લક્ષણ-ચિહ્ન...) દ્વારા બીજાનું ચિત્ત જાણીને તે ચિત્તને વિશે સંયમ કરવાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. અર્થાત્ પરચિત્તમાં સંયમ કરનાર યોગી “આનું ચિત્ત રાગવાળું છે કે રાગરહિત છે?' - આ પ્રમાણે બીજાના ચિત્તમાં રહેલા બધા જ ધર્મોને જાણે છે. આ વાત યોગસૂત્ર(૩-૧૯)માં જણાવી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે – (પરચિત્તમાં સંયમ કરવાથી પરચિત્તનું જ્ઞાન થાય છે. તે ચિત્ત સાલંબન નથી. કારણ કે આ યોગમાહાભ્ય બત્રીશી Page #76 -------------------------------------------------------------------------- ________________ રીતે આલંબન સાથે ચિત્તનું જ્ઞાન થયેલું નથી. માત્ર ચિત્તનું જ જ્ઞાન કોઇ એક લિંગ દ્વારા કરેલું છે. આ પ્રમાણે આગળના (૩-૨૦) યોગસૂત્રમાં જણાવ્યું છે. એનો આશય એ છે કે મુખના હાવભાવાદિ લિંગથી રાગાદિયુક્ત ચિત્ત જ જાણ્યું છે, રાગાદિના વિષયભૂત નીલ કે પીતાદિવિષયક ચિત્ત જ્ઞાત નથી. જેનું આલંબન જ્ઞાત નથી એવા ચિત્તમાં સંયમ કરવાનું શક્ય નથી. તેથી સાલંબન પચિત્ત જણાતું નથી. “સાલંબન ચિત્તના પ્રણિધાનથી સંયમ ઉત્પન્ન થાય તો તેનું પણ જ્ઞાન થાય છે જ.” આ પ્રમાણે રાજર્ષિ ભોજ કહે છે. - શરીરનો ચક્ષુથી ગ્રહણ કરાતો ગુણ રૂપ છે. ‘આ શરીરમાં રૂપ છે, તેથી તે દેખાય છે’... ઇત્યાદિ રીતે ભાવનાથી ભાવિત થવાથી રૂપના વિષયમાં (શરીરના રૂપના વિષયમાં) સંયમ કરાય છે અને તેથી રૂપમાં રહેલી ચક્ષુથી ગ્રાહ્ય બનવાની શક્તિ(યોગ્યતા)નું સ્તંભન(પ્રતિબંધ) થવાથી યોગીજન અદશ્ય થાય છે. અર્થાત્ યોગીજનને કોઇ જોઇ શકતું નથી. કારણ કે ચક્ષુનો (બીજાની આંખનો) પ્રકાશ સ્વરૂપ સાત્ત્વિક ધર્મ, એ યોગીને ગ્રહણ કરી શકતો નથી. તેથી બીજાઓ માટે સંયમવાન યોગી અદૃશ્ય બને છે. જેમ આ રીતે રૂપના સંયમથી યોગીનું રૂપ અદૃશ્ય બને છે, તેમ શબ્દાદિના સંયમથી યોગીના શબ્દાદિ ગ્રાહ્ય બનતા નથી એ સમજી લેવું જોઇએ. પાતંજલયોગસૂત્રમાં(૩-૨૧માં) એ પ્રમાણે જણાવ્યું છે કે - ‘પોતાના શરીરના રૂપનો સંયમ ક૨વાથી તે રૂપની ગ્રાહ્ય શક્તિનો પ્રતિબંધ થવાથી, બીજાની આંખોથી જન્ય એવા પ્રકાશની સાથે યોગીના શ૨ી૨નો સંબંધ ન રહેવાના કારણે યોગીઓનું શરીર અદૃશ્ય બને છે.’ આ પ્રમાણે યોગીના રૂપના સંયમના નિરૂપણથી શબ્દાદિના સંયમનું પણ નિરૂપણ થઇ ગયેલું જ છે. ।।૨૬-૬ા ફલાંતર જ જણાવાય છે— संयमात् कर्मभेदानामरिष्टेभ्यो ऽपरान्तधीः । મૈક્યાવિધુ વલાન્વેષાં, હસ્ત્યાવીનાં વત્તેષુ ચ ાર૬-૭॥ संयमादिति – कर्मभेदाः सोपक्रमनिरुपक्रमादयस्तत्र यत्फलजननाय सहोपक्रमेण कार्यकारणाभिमुख्येन वर्तते, यथोष्ण प्रदेशे प्रसारितमार्द्रं वस्त्रं शीघ्रमेव शुष्यति । निरुपक्रमं च विपरीतं यथा तदेवार्द्र वासः पिण्डीकृतमनुष्णे देशे चिरेण शोषमेतीति । एवमन्येऽपि । तेषां संयमादिदं शीघ्रविपाकमिदं च मन्दविपाकमित्याद्यवधानदाजनितादरिष्टेभ्य आध्यात्मिकाधिभौतिकाधिदैविकभेदभिन्नेभ्यः कर्णपिधान कालीनकोष्ट्यवायुघोषाश्रवणाकस्मिकविकृतपुरुषाशक्यदर्शनस्वर्गादिपदार्थदर्शनलक्षणेभ्योऽपरान्तस्य करणशरीरवियोगस्य धीर्नियतदेशकालतया निश्चयः सामान्यतः संशयाविलतद्धियोऽरिष्टेभ्योऽयोगिनामपि सम्भवादिति ध्येयं । तदुक्तं - " सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वेति” । [३२२] मैत्र्यादिषु मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्येषु संयमादेषां मैत्र्यादीनां बलानि भवन्ति, मैत्र्यादयस्तथा प्रकर्षं गच्छन्ति यथा सर्वस्य मित्रत्वादिकं प्रतिपद्यते योगीत्यर्थः । तदुक्तं - " मैत्र्यादिषु बलानि ” [३-२३] । बलेषु એક પરિશીલન ૭૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ च हस्त्यादिसम्बन्धिषु संयमाद्धस्त्यादीनां बलान्याविर्भवन्ति सर्वसामर्थ्ययुक्तत्वाद् नियतबलसंयमेन नियतबलप्रादुर्भावाद् । एवं विषयवत्या ज्योतिष्मत्याश्च प्रवृत्तेः सात्त्विकप्रकाशप्रसरस्य विषयेषु संन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टार्थज्ञानमपि द्रष्टव्यं । सान्तःकरणेन्द्रियाणां प्रशक्तितापत्तेः । तदुक्तं-“प्रवृत्त्यालोकસંન્યાસૂક્ષ્મતિવિષ્ટજ્ઞાનમતિ” રૂિ-ર૧] .ર૬-ળા. “કર્મોના ભેદોમાં સંયમ કરવાથી અનિષ્ટોને આશ્રયીને મરણનું જ્ઞાન થાય છે. મૈત્રી વગેરેમાં સંયમ કરવાથી મૈત્રી વગેરે ભાવનાનું બળ પ્રાપ્ત થાય છે અને હાથી વગેરેના બળમાં સંયમ કરવાથી હાથી વગેરેના બળની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, કર્મ બે પ્રકારનાં છે : સોપક્રમ અને નિરુપક્રમ. એના પણ સ્વગત અનેક પ્રકાર છે. એમાં જે કર્મો પોતાનો વિપાક દર્શાવવા કાર્યકારણભાવની મુખ્યતાએ ઉપક્રમની સાથે વર્તે છે, તેને સોપક્રમ કર્મ કહેવાય છે. ઉષ્ણપ્રદેશમાં સૂકવેલું ભીનું વસ્ત્ર (પહોળું કરેલું ભીનું કપડું) જેમ જલદીથી સુકાય છે, તેમ સોપક્રમ કર્મ તેના વિપાકના કારણના યોગે શીધ્રપણે ફળને ઉત્પન્ન કરી ક્ષીણ થાય છે. સોપક્રમ કર્મથી વિપરીત કર્મ નિરુપક્રમ છે. એ જ ભીનું વસ્ત્ર શીતપ્રદેશમાં પહોળું કર્યા વિના સૂકવવાથી જેમ લાંબા કાળ સુકાય છે; તેમ નિરુપક્રમ કર્મ પણ લાંબા કાળ ક્ષીણ થાય છે. એ અનેક પ્રકારનાં કર્મોને વિશે સંયમ કરવાથી ઉપર જણાવ્યા મુજબ મરણ-સમયનું જ્ઞાન થાય છે. કર્મોને વિશે સંયમ કરવાથી અર્થાત્ આ કર્મ શીઘ્ર ફળપ્રદ છે અને આ કર્મ વિલંબથી દીર્ઘ કાળે ફળને આપનારું છે... ઇત્યાદિ પ્રકારે ઉપયોગની દઢતાને લીધે ઉત્પન્ન ધારણા ધ્યાન અને સમાધિ સ્વરૂપ સંયમ કરવાથી; આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક એવાં અરિષ્ટો(વિપ્નો-અનિષ્ટ સૂચકો)ના કારણે મરણ સમયનું યોગીઓને જ્ઞાન થાય છે. સામાન્ય રીતે કાનમાં આંગળી વગેરે નાખીને કાન ઢાંકી દેવાથી કોય વાયુનો અવાજ સાંભળવા મળે છે, તે જયારે ન સંભળાય તો તે અનિષ્ટસૂચક આધ્યાત્મિક અરિષ્ટ છે. એકાએક-આકસ્મિક વિકૃત (અસંભાવ્ય) પુરુષનું અશક્ય(કલ્પના બહાર) એવું દર્શન થવું, એ અનિષ્ટસૂચક આધિભૌતિક અરિષ્ટ છે અને આકાશાદિમાં સ્વર્ગાદિનું દર્શન થવું, એ અનિષ્ટસૂચક આધિદૈવિક અરિષ્ટ છે. શરીરમાં ઉત્પન્ન થનારું અરિષ્ટ આધ્યાત્મિક છે. બહાર ઉત્પન્ન થનારું આ લોક સંબંધી ભૌતિક અરિષ્ટ આધિભૌતિક છે અને સ્વર્ગાદિ પરલોક સંબંધી, અનિષ્ટસૂચક અરિષ્ટ આધિદૈવિક છે. આ ત્રણ પ્રકારનાં અરિષ્ટોથી કર્મને વિશે સંયમવાળા યોગીને શરીર અને ઇન્દ્રિયોના વિયોગનું (મરણનું) ક્યારે અને ક્યાં : એ વિષયમાં (કાળ અને દેશના વિષયમાં) નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે. સામાન્યથી સંશયાદિસ્વરૂપ એવું જ્ઞાન; અયોગીને પણ અરિષ્ટોના કારણે થાય છે. આ વસ્તુને ૭૪ યોગમાહાભ્ય બત્રીશી Page #78 -------------------------------------------------------------------------- ________________ – જણાવતાં પાતંજલયોગસૂત્ર(૩-૨૨)માં કહ્યું છે કે- ‘સોપક્રમ અને નિરુપક્રમ કર્મ છે, તે કર્મને વિશે સંયમ ક૨વાથી મરણનું જ્ઞાન થાય છે. અથવા અરિષ્ટોના જ્ઞાનથી મરણનું જ્ઞાન થાય છે. શ્લોકના પૂર્વાર્ધનું નિરૂપણ કરીને ઉત્તરાર્ધનું નિરૂપણ કરે છે - મૈવિષુ મૈત્રીપ્રમોવ... ઇત્યાદિ ગ્રંથથી. એનું તાત્પર્ય એ છે કે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ્ય (જે અનુક્રમે સુખી, દુઃખી, પુણ્યશાળી અને પાપી એવા જીવોને વિશે હોય છે.) ભાવનાને વિશે સંયમ કરવાથી યોગીને મૈત્યાદિનું બળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ યોગીની એ મૈત્રી વગેરે ભાવનાઓ એવી પ્રકૃષ્ટભાવવાળી બને છે કે જેથી યોગી જગતના જીવોને મિત્ર વગેરે બને છે. “મૈત્ર્યાવિનુ વતાનિ (૩-૨૩)” આ યોગસૂત્રથી એ વાત વર્ણવી છે. એ સૂત્રના ભાષ્યમાં મૈત્રી વગેરે ત્રણ ભાવનાને એ આશ્રયીને ફળનું વર્ણન કરાયું છે. એનું કારણ જણાવતાં કહ્યું છે કે પાપીજનો ઉપર તો ઉપેક્ષાસ્વરૂપ ચિત્તની વૃત્તિ છે, તે ત્યાગસ્વરૂપ છે, ભાવનાસ્વરૂપ નથી. તેથી તાદશ ભાવનાના અભાવે તેમાં સંયમનો પણ અભાવ હોવાથી તેના ફળનું વર્ણન કર્યું નથી... ઇત્યાદિ સમજી લેવું. આ પ્રમાણે હાથી, સિંહ વગેરેના બળમાં સંયમ કરવાથી યોગીને હાથી, સિંહ વગેરેના બળની પ્રાપ્તિ થાય છે. કારણ કે યોગી સર્વ સામર્થ્યથી યુક્ત હોવાથી નિયત બળને વિશે કરાયેલા સંયમથી નિયતબળ આવિર્ભાવ પામે છે. આ વાતથી એ પણ સમજી લેવું જોઇએ કે યોગીજનો વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિ કરવાથી સાત્ત્વિક પ્રકાશનો વિસ્તાર તે તે વિષયોમાં સ્થાપન કરશે તો તે તે વિષયોનું; સૂક્ષ્મ, વ્યવહિત (આવૃત અવરુદ્ધ) અને દૂરવર્તી હોવા છતાં જ્ઞાન પ્રાપ્ત કરશે. કારણ કે આવી પ્રવૃત્તિથી અંતઃકરણસહિત ઇન્દ્રિયોમાં એવું સામર્થ્ય આવે છે. સામાન્ય રીતે રૂપાદિગ્રાહક તે તે ઇન્દ્રિયોમાં ચિત્તના તેવા પ્રકારના સંન્યાસથી યોગીને અપૂર્વ એવા વિષયોની પ્રાપ્તિ થાય છે, યોગીનું મન વિશ્વસ્ત બની સ્વસ્થ રહે છે. આને વિષયવતી પ્રવૃત્તિ કહેવાય છે અને બુદ્ધિ કે પુરુષનો સાક્ષાત્કાર કરવો તે જ્યોતિષ્મતી પ્રવૃત્તિ છે. પાતંજલો સાત્ત્વિક પ્રકાશને જ્યોતિષુ કહે છે. ત્રીજા પાદના પચ્ચીસમા યોગસૂત્રમાં એ વર્ણવ્યું છે કે વિષયવતી કે જ્યોતિષ્મતી પ્રવૃત્તિના સાત્ત્વિક પ્રકાશ(આલોક)નો જે વિષયમાં(સૂક્ષ્મ વ્યવહિત વિપ્રકૃષ્ટ) યોગી સંન્યાસ કરશે તે સર્વ પદાર્થનું યોગીને જ્ઞાન થશે... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઇએ. II૨૬-૭ા પૂર્વે જણાવ્યા મુજબ જ ફલાંતર જણાવાય છે— सूर्ये च भुवनज्ञानं, ताराव्यूहे गतिर्विधौ । धुवे च तद्गते र्नाभिचक्रे व्यूहस्य वर्ष्मणः ॥ २६-८ ॥ सूर्ये चेति - सूर्ये च प्रकाशमये संयमाद्भुवनानां सप्तानां लोकानां ज्ञानं भवति । तदुक्तं - “भुवनज्ञानं सूर्ये(र्य) संयमात्” [३-२६] । ताराव्यूहे ज्योतिषां विशिष्टसन्निवेशे संयमाद्विधौ चन्द्रे गतिर्ज्ञानं भवति, એક પરિશીલન ૭૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ सूर्याहततेजस्कतया ताराणां सूर्यसंयमात्तद्ज्ञानं न शक्नोति भवितुमिति पृथगयमुपायोऽभिहितः । तदुक्तं“चन्द्रे ताराव्यूहज्ञानं” [३-२७] । धुवे च निश्चले ज्योतिषां प्रधाने संयमात्तासां ताराणां गतेर्नियतदेशकालगमनक्रियाया गतिर्भवति, इयं तारा इयता कालेन अमुं राशिमिदं वा क्षेत्रं यास्यतीति । तदुक्तं“धुवे तद्गतिज्ञानं” [३-२८] । नाभिचक्रे शरीरमध्यवर्तिनि समग्राङ्गसन्निवेशमूलभूते संयमाद्वह्मणः कायस्य व्यूहस्य रसमलनाड्यादीनां स्थानस्य गतिर्भवति । तदुक्तं-“नाभिचक्रे कायव्यूहज्ञानं” [३-२९] ।।२६-८।। સૂર્યને વિશે સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન થાય છે. ચંદ્રને વિશે સંયમ કરવાથી તારાબૂહ(રચના)નું જ્ઞાન થાય છે. ધ્રુવને વિશે સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે અને નાભિચક્રને વિશે સંયમ કરવાથી શરીરરચનાનું જ્ઞાન થાય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે પ્રકાશમય સૂર્યને વિશે સંયમ કરવાથી (ધારણા ધ્યાન અને સમાધિ કરવાથી), સાત ભુવન(દ્વીપ-સાગર)નું (લોકનું) જ્ઞાન થાય છે. એ પ્રમાણે યોગસૂત્ર(૩-૨૬)માં જણાવ્યું છે, જેનો આશય તો ઉપર જણાવ્યો છે. સાત લોકનું જ્ઞાન કઈ રીતે થાય છે : તે અન્યત્ર(પાતંજલયોગદર્શનપ્રકાશ.. વગેરે)થી જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ. ચંદ્રને વિશે સંયમ કરવાથી જયોતિષસંબંધી વિશિષ્ટ તારાઓનું જ્ઞાન થાય છે. સામાન્ય રીતે સૂર્યના તેજથી ઢંકાયેલા હોવાથી તારાઓનું જ્ઞાન સૂર્યના સંયમથી થઈ શકે એમ નથી. તેથી એ તારાઓના જ્ઞાન માટે જુદો (ચંદ્રના સંયમ સ્વરૂપ) ઉપાય જણાવ્યો છે. યોગસૂત્ર(૩-૨૭)માં એ વસ્તુ જણાવાઈ છે. જ્યોતિષચક્રમાં પ્રધાન એવા ધ્રુવના તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. અર્થાત્ આ તારા, આટલા સમય પછી આ રાશિમાં અથવા આ ક્ષેત્રમાં જશે. આવા પ્રકારનું તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે યોગસૂત્ર (૩-૨૮)માં વર્ણવ્યું છે. આવી જ રીતે સમગ્ર અંગની રચનાના મૂળભૂત અને શરીરના મધ્યભાગમાં રહેનાર એવા નાભિચક્રને વિશે સંયમ કરવાથી કાયાની રચનાનું અર્થાત્ રસ મળ અસ્થિ અને નાડી વગેરેનાં સ્થાનોનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે યોગસૂત્ર(૩-ર)માં જણાવ્યું છે. વિસ્તારના અર્થીએ આ બધું યોગસૂત્રથી જાણી લેવું. //ર૬-૮. ફલાંતર જ જણાવાય છે– क्षुत्तृड्व्ययः कण्ठकूपे, कूर्मनाड्यामचापलम् । मूर्धज्योतिषि सिद्धानां, दर्शनञ्च प्रकीर्तितम् ॥२६-९॥ क्षुदिति-कण्ठे गले कूप इव कूपो गर्ताकारः प्रदेशस्तत्र संयमात् क्षुत्तृषोळयो भवति । घण्टिकाश्रोतःप्लावनात्तृप्तिसिद्धेः । तदुक्तं-“कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः” [३-३०] । कूर्मनाड्यां कण्ठकूपस्याधस्ताद्वर्तमानायां संयमादचापलं भवति, मनःस्थैर्यसिद्धेः । तदुक्तं-“कूर्मनाड्यां स्थैर्यमिति” [३-३१] । યોગમાહામ્ય બત્રીશી ૭૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ मूर्धज्योतिर्नाम गृहाभ्यन्तरस्य मणेः प्रसरन्ती प्रभेव कुम्भिकादौ प्रदेशे, हृदयस्थ एव सात्त्विकः प्रकाशो ब्रह्मरन्धे सम्पिण्डितत्वं भजन् तत्र संयमाच्च सिद्धानां दर्शनं प्रकीर्तितं । द्यावापृथिव्योरन्तरालवर्तिनो ये दिव्यपुरुषास्तानेतद्वान् पश्यति, तैश्चायं सम्भाष्यत इति भावः । तदुक्तं-“मूर्धज्योतिषि सिद्धदर्शनम्” રિ-રૂ૨] l/ર૬-૧/. કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા અને તૃષાનો નાશ થાય છે. કૂર્મનાડીમાં સંયમ કરવાથી ચપળતા નાશ પામે છે અને મૂર્ધજયોતિષમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન થાય છે - એમ કહેવાય છે.” આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે કંઠ(ગળું)માં જે ખાડા જેવી જગ્યા છે, તેને કંઠકૂપ કહેવાય છે. જીભની નીચેના ભાગમાં જિલ્લામૂલ છે, તેને તત્ત્વ કહેવાય છે. તેની નીચેના ભાગમાં કંઠ છે. તેની પાસે નીચેના ભાગમાં ખાડા જેવો દેશ છે, જેને કંઠકૂપ કહેવાય છે. તેમાં પ્રાણાદિકનો સ્પર્શ થવાથી ભૂખ-તરસની પીડાનો અનુભવ થાય છે. કંઠકૂપમાં સંયમ કરવાથી પ્રાણાદિ સ્પર્શની નિવૃત્તિ થવાના કારણે યોગીજનને ક્ષુધા-તૃષાની પીડા થતી નથી. કારણ કે ગળામાં રહેલી ઘંટિકાના પ્રવાહથી પ્લાવિત(ભાવિત) થવાથી યોગીને તૃપ્તિ થાય છે. પાતંજલયોગસૂત્રમાં(૩-૩૦માં) એ પ્રમાણે જણાવ્યું છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે. કંઠકૂપની નીચે રહેલી કૂર્મનાડીમાં સંયમ કરવાથી ચપળતાનો અભાવ થાય છે. કારણ કે મનની સ્થિરતા સિદ્ધ થાય છે. મન અસ્થિર હોય તો જ ચંચળતા આવે છે. યોગસૂત્ર(૩૩૧)માં આ વાત સ્પષ્ટ રીતે જણાવી છે. ઘરમાં રહેલા મણિની પ્રભા જેમ પાણીયારા વગેરે સ્થાને ફેલાય છે. તેમ જ હૃદયમાં રહેલો જ સાત્ત્વિક પ્રકાશ પસરતો બ્રહ્મધ્યમાં જયારે ભેગો થાય છે, ત્યારે તેને મૂર્ધજયોતિ કહેવાય છે. તે મૂર્ધજ્યોતિને વિશે સંયમ કરવાથી સિદ્ધપુરુષોનું દર્શન થાય છે. સ્વર્ગ અને પૃથ્વી : એ બેની વચ્ચેના આકાશમાં રહેનારા પુરુષોને સિદ્ધપુરુષો કહેવાય છે, જેને દિવ્ય પુરુષો પણ કહેવાય છે. આવા પુરુષોને મૂર્ધજયોતિના સંયમવાળા યોગી પુરુષો જુઓ છે. તેમની સાથે વાતચીત કરે છે – આ પ્રમાણે યોગસૂત્ર(૩-૩૨)માં વર્ણવ્યું છે, જેનું તાત્પર્ય ઉપર જણાવ્યું છે. ર૬-૯ હવે સર્વજ્ઞપણાની પ્રાપ્તિનો ઉપાય જણાવાય છે प्रातिभात् सर्वतः संविच्चेतसो हृदये तथा । स्वार्थे संयमतः पुंसि, भिन्ने भोगात्परार्थकात् ॥२६-१०॥ प्रातिभादिति-निमित्तानपेक्षं मनोमात्रजन्यमविसंवादकं झगित्युत्पद्यमानं ज्ञानं प्रतिभा । तत्र संयमे क्रियमाणे यदुत्पद्यते ज्ञानं विवेकख्यातेः पूर्वभावि तारकमुदेष्यति, सवितरीव पूर्वप्रभा, ततः सर्वतः संविद्भवति । संयमान्तरानपेक्षः सर्वं जानातीत्यर्थः । “प्रातिभावा सर्वमित्युक्तेः” [३-३३] । तथा हृदये शरीरप्रदेशविशेषेऽधोमुखस्वल्पपुंडरीकाकारे संयमात् चेतसः संवित् स्वपरचित्तगतवासनारागादिज्ञानं એક પરિશીલન ૭૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ भवति । तदुक्तं-“हृदये चित्तसंवित्” [३-३४] । परार्थकात् सत्त्वस्य स्वार्थनैरपेक्ष्येण स्वभिन्नपुरुषार्थकाद्धोगात् सत्त्वपुरुषाभेदाध्यवसायलक्षणात् सत्त्वस्यैव सुखदुःखकर्तृत्वाभिमानादिन्ने स्वार्थे स्वरूपमात्रालम्बने परित्यक्ताहङ्कारे सत्त्वे चिच्छायासङ्क्रान्तौ पुंसि संविद्भवति । एवम्भूतं स्वालम्बनज्ञानं सत्त्वनिष्ठं पुरुषो जानाति, न पुनः पुरुषो ज्ञाता ज्ञानस्य विषयभावमापद्यते, ज्ञेयत्वापत्तेः । ज्ञातृज्ञेययोश्चात्यन्तविरोधादिति भावः । तदुक्तं-“सत्त्वपुरुषयोरत्यन्तासङ्कीर्णयोः प्रत्ययाविशेषो भोगः परार्थः (र्थात्) स्वार्थसंयमात् પુરુષજ્ઞાતિ ” રૂિ-રૂ૫] //ર૬-૧૦|| પ્રાતિજ્ઞાનનો સંયમ કરવાથી સર્વતઃ જ્ઞાન થાય છે. હૃદયને વિશે સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે અને પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષનો સાક્ષાત્કાર થાય છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્યાર્થ છે. એના પરમાર્થને વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે – નિમિત્તની અપેક્ષાથી રહિત અને માત્ર મનથી ઉત્પન્ન થનારું તત્કાલ ઉત્પન્ન થયેલું અવિસંવાદી એવું જે જ્ઞાન છે, તેને પ્રતિભા કહેવાય છે (મૂળમાં પ્રાતિ પદ , તેનો અને પ્રતિભા પદનો અર્થ એક જ છે.) આ પ્રાતિભ(પ્રતિભા) જ્ઞાનમાં સંયમ કરવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને તારક જ્ઞાન કહેવાય છે; જે વિવેકખ્યાતિની પૂર્વે થતું હોય છે. જેમ સૂર્ય ઉદય પામવામાં હોય ત્યારે પૂર્વમાં પ્રભાનો ઉદય થાય છે, તેમ વિવેકખ્યાતિના ઉદય પૂર્વે આ તારક જ્ઞાનનો ઉદય થાય છે અને તેથી સર્વ રીતે જ્ઞાન થાય છે. અર્થાત્ બીજા કોઇમાં સંયમની અપેક્ષા રાખ્યા વિના માત્ર પ્રાતિજ જ્ઞાનના સંયમથી યોગી બધું જ જાણે છે. યોગસૂત્ર(૩-૩૩)માં એ વાત જણાવી છે. તેથી તેના આધારે અહીં ઉપર મુજબ જણાવ્યું છે. જેનું મુખ નીચે છે એવા નાના કમળના આકારવાળું શરીરના વિશેષ ભાગમાં રહેલું જે હૃદય છે, તેને વિશે સંયમ કરવાથી સ્વ-પરના ચિત્તમાં રહેલા સંસ્કારો અને રાગ વગેરેનું યોગીને જ્ઞાન થાય છે - એમ યોગસૂત્રમાં(૩-૩૪માં) જણાવ્યું છે. સ્વી સંમતિ:... ઇત્યાદિ શ્લોકના ઉત્તરાદ્ધનો આશય એ છે કે રજોગુણ અને તમોગુણનો તિરોભાવ કરી સત્ત્વગુણના પ્રાધાન્યવાળા બુદ્ધિતત્ત્વને બુદ્ધિસત્વ કહેવાય છે. પુરુષતત્ત્વ શુદ્ધ હોવાથી તે બુદ્ધિતત્ત્વથી સર્વથા ભિન્ન છે. પરંતુ એ બન્નેમાં જ્યારે ભેદનો ગ્રહ હોતો નથી, ત્યારે બુદ્ધિસત્ત્વના સુખ-દુઃખાદિના કર્તૃત્વ... વગેરે ધર્મોનો આરોપ પુરુષમાં થાય છે. તસ્વરૂપ પુરુષનિષ્ઠ ભોગ છે. આ ભોગનો બુદ્ધિને કોઈ જ ઉપયોગ નથી. તેથી તે સ્વાર્થ નથી. પુરુષ માટે હોવાથી પરાર્થ છે. આથી સમજી શકાશે કે બુદ્ધિસત્ત્વની; પોતાના અર્થની(પ્રયોજનની) અપેક્ષા ન હોવાથી; સત્ત્વ અને પુરુષના અભેદાધ્યવસાય સ્વરૂપ પોતાથી તદ્દન ભિન્ન એવા પુરુષના પ્રયોજનવાળા ભોગની પ્રવૃત્તિ છે. આવા ભોગમાં સત્ત્વને જ સુખદુઃખાદિકર્તૃત્વનું અભિમાન છે. પરાર્થક આવા ભોગથી ભિન્ન એવો સ્વાર્થ છે. એવા સ્વાર્થનું આલંબન લઈને સંયમ કરવાથી પુરુષને વિશે જ્ઞાન થાય છે. કર્તૃત્વના અહંકારનો ત્યાગ કરી માત્ર પોતાના ૭૮ યોગમાહામ્ય બત્રીશી Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપને જ વિષય બનાવનાર બુદ્ધિસત્ત્વની ચિચ્છાયાનો સંક્રમ અર્થાત્ બુદ્ધિમાં પુરુષપ્રતિબિંબનો સંક્રમ થાય છે. આને અહીં સ્વાર્થ કહેવાય છે. આવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષને એવું જ્ઞાન થાય છે કે – “પોતાના આલંબનવાળું જ્ઞાન બુદ્ધિમાં છે. પરંતુ આવું જાણનાર પુરુષનું જ્ઞાન થતું નથી. કારણ કે પુરુષ જ્ઞાતા છે, એનું જ્ઞાન ન થાય. એનું જ્ઞાન થાય તો તે શેય બને, જ્ઞાતા ન બને. શેય અને જ્ઞાતાને અત્યંત વિરોધ છે. તેથી જ પાતંજલયોગસૂત્રમાં(૩-૩૫માં) કહ્યું છે કે – “અત્યંત અસંકીર્ણ(ભિન્ન) એવા બુદ્ધિ અને પુરુષના અભેદની જે પ્રતીતિ તે ભોગ છે. કારણ કે તે પરાર્થ છે. પરાર્થથી ભિન્ન એવા સ્વાર્થને વિશે સંયમ કરવાથી ચેતનમાત્ર પુરુષનું જ્ઞાન થાય છે....... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૨૬-૧૦ના સ્વાર્થસંયમથી પુરુષનું જ્ઞાન થાય તે પૂર્વે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન કરાય છે– समाधिविघ्ना व्युत्थाने, सिद्धयः प्रातिभं ततः । श्रावणं वेदनादर्शास्वादवार्ताश्च वित्तयः ॥२६-११॥ समाधीति-ततः स्वार्थसंयमाह्वयात् पुरुषसंयमादभ्यस्यमानात् प्रातिभं पूर्वोक्तं ज्ञानं, यदनुभावात् सूक्ष्मार्थादिकमर्थं पश्यति । श्रावणं श्रोत्रेन्द्रियजं ज्ञानं, यस्मात्प्रकृष्टादिव्यं शब्दं जानाति । वेदना स्पर्शनेन्द्रियजं ज्ञानं, वेद्यतेऽनयेति कृत्वा, तान्त्रिक्या संज्ञया व्यवह्रियते, यत्प्रकर्षादिव्यस्पर्शविषयं ज्ञानमुत्पद्यते । आदर्शश्चक्षुरिन्द्रियजं ज्ञानम्, आ समन्ताद् दृश्यतेऽनुभूयते रूपमनेनेति कृत्वा, यत्प्रकर्षादिव्यरूपज्ञानमुत्पद्यते । आस्वादो रसनेन्द्रियजं ज्ञानम्, आस्वाद्यतेऽनेनेति कृत्वा, यत्प्रकर्षाद्दिव्यरससंविदुपजायते। वार्ता गन्धसंवित्तिः, वृत्तिशब्देन तान्त्रिक्या परिभाषया घाणेन्द्रियमुच्यते, वर्तमाने गन्धविषये प्रवर्तत इति कृत्वा, वृत्तौ घाणेन्द्रिये भवा वार्ता, यत्प्रकर्षादिव्यो गन्धोऽनुभूयते । एताश्च वित्तयो ज्ञानानि भवन्ति । तदुक्तं-“ततः प्रातिभश्रावणवेदनादर्शा(र्शना)स्वादवार्ता जायन्ते” [३-३६] । एताश्च समाधेः प्रकर्षं गच्छतः सतो विघ्ना हर्षविस्मयादिकरणेन तच्छिथिलीकरणात् । व्युत्थाने व्यवहारदशायां च समाध्युत्साहजननाद्विशिष्टफलदायकत्वाच्च सिद्धयः । यत उक्तं-“ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः” [३-३७] ।।२६-११।। સ્વાર્થસંયમથી પ્રાતિજ્ઞાન, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તા સ્વરૂપ જ્ઞાનો થાય છે, જે વ્યુત્થાન દશામાં સિદ્ધિઓ સ્વરૂપ છે અને સમાધિમાં વિઘ્નો સ્વરૂપ છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્વાર્થસંયમ જેનું નામ છે, એવા પુરુષ-સંયમના અભ્યાસથી પૂર્વે વર્ણવેલા પ્રતિભજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એના અચિંત્ય સામર્થ્યથી યોગી સૂક્ષ્મ અર્થ સ્વરૂપ અર્થને જુએ છે. શ્રવણેન્દ્રિયથી ઉત્પન્ન થતા જ્ઞાનને શ્રાવણ જ્ઞાન કહેવાય છે, જેના પ્રકર્ષથી યોગી દિવ્ય એવા શબ્દને જાણે છે. સ્પર્શનેન્દ્રિયના કારણે ઉત્પન્ન થનારું જે જ્ઞાન છે, તેને વેદના કહેવાય છે. જેના વડે વેદાય છે, તેને વેદના કહેવાય છે. આ પ્રમાણે યોગસૂત્રની પરિભાષાથી સ્પાર્શનાદિ એક પરિશીલન Page #83 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનને વેદનાદિ તરીકે અહીં વર્ણવ્યાં છે. આ વેદનાના પ્રકર્ષથી દિવ્ય એવા સ્પર્શનો અનુભવ થાય છે. અહીં હોવા છતાં યોગીને દિવ્ય અપ્સરાદિના સ્પર્શનું જ્ઞાન થાય છે. બધી રીતે રૂપનો અનુભવ જેના વડે થાય છે તેને આદર્શ કહેવાય છે, જે ચક્ષુઇન્દ્રિયથી જન્ય એવા જ્ઞાન સ્વરૂપ છે. એના પ્રકર્ષથી દિવ્ય (અપ્સરાદિ સંબંધી) રૂપનું યોગીને જ્ઞાન થાય છે. આવી જ રીતે જેના વડે આસ્વાદ લેવાય છે તેને આસ્વાદ કહેવાય છે, જે રસનેન્દ્રિયથી ઉત્પન્ન થનાર જ્ઞાન સ્વરૂપ છે. એના પ્રકર્ષથી દિવ્ય રસનું જ્ઞાન થાય છે. વાર્તાનો અર્થ ગંધનું જ્ઞાન છે. પાતંજલયોગની પરિભાષામાં વૃત્તિ શબ્દનો અર્થ ધ્રાણેન્દ્રિય થાય છે. ગંધ-વિષયમાં જે પ્રવર્તે છે તેને વૃત્તિ કહેવાય છે. આ વ્યુત્પત્તિને આશ્રયીને વૃત્તિ શબ્દનો અર્થ ધ્રાણેન્દ્રિય કર્યો છે અને તેથી વૃત્તી-ધાનેન્દ્રિયે મવા આ અર્થમાં વૃત્તિ શબ્દથી નિષ્પન્ન વાર્તા શબ્દનો અર્થ ધ્રાણેન્દ્રિયથી જન્ય એવું જ્ઞાન થાય છે. એના પ્રકર્ષથી યોગીને દિવ્ય એવા ગંધનું જ્ઞાન થાય છે. શ્રાવણ વેદના આદર્શ આસ્વાદ અને વાર્તા : આ બધા જ્ઞાનસ્વરૂપ છે, જે પુરુષના સંયમથી પ્રતિભશાન થવાથી પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૩૬)માં જણાવ્યું છે. જેનો અર્થ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે – પુરુષને વિશે (સ્વાર્થને વિશે) સંયમ કરવાથી પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તા સ્વરૂપ દિવ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. દેવતાઓ માટે યોગ્ય એવા વિષયોને દિવ્ય કહેવાય છે. આ દિવ્ય વિષયોનાં જ્ઞાન, સમાધિના પ્રકર્ષને પામવા માટેની સાધનામાં વિઘ્નરૂપ છે. કારણ કે એ જ્ઞાન મળવાથી યોગીને હર્ષ અને વિસ્મયાદિ કરવાથી એક જાતિનો સંતોષ થાય છે અને તેથી સંયમની સાધનામાં શિથિલતા પ્રાપ્ત થાય છે, જેથી યોગીને સમાધિના પ્રકર્ષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ વ્યુત્થાનમાં અર્થાત્ વ્યવહારદશામાં સમાધિને વિશે ઉત્સાહજનક હોવાથી અને વિશિષ્ટ ફળને આપનાર હોવાથી એ સંવિત્ સિદ્ધિઓ છે. આ પ્રમાણે પાતંજલ યોગસૂત્રમાં (૩-૩૭માં) જણાવ્યું છે કે “પ્રાતિજ શ્રાવણ વગેરે સમાધિ માટે ઉપસર્ગ છે અને વ્યુત્થાનને વિશે સિદ્ધિઓ છે'.... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ૨૬-૧૧ જ્ઞાનને આશ્રયીને સિદ્ધિઓનું વર્ણન કર્યું. હવે ક્રિયાને આશ્રયીને સિદ્ધિઓનું વર્ણન કરાય છે. અર્થાત્ ક્રિયા સ્વરૂપ સિદ્ધિઓનું વર્ણન કરાય છે– बन्धकारणशैथिल्यात्, प्रचारस्य च वेदनात् । ચિત્તય યાત્ પરપુરવેશો યોગવિનઃ ર૬-૧૨ી. बन्धेति-"व्यापकत्वादात्मचित्तयोर्नियतकर्मवशादेव शरीरान्तर्गतयोर्भाग्यभोक्तभावेन यत्संवेदनमुपजायते स शरीरबन्ध इत्युच्यते । ततो बन्धस्य शरीरबन्धस्य यत्कारणं धर्माधर्माख्यं कर्म तस्य शैथिल्यात् तानवात् । प्रचारस्य च चित्तस्य हृदयप्रदेशादिन्द्रियद्वारेण विषयाभिमुख्येन प्रसरस्य च वेदनाद् ज्ञानाद् ૮૦ યોગમાહાસ્ય બત્રીશી Page #84 -------------------------------------------------------------------------- ________________ " इयं चित्तवहा नाडी, अनया चित्तं वहति, इयं रसप्राणादिवहाभ्यो विलक्षेति” स्वपरशरीरसञ्चारपरिच्छेदादित्यर्थः । योगसेविनो योगाराधकस्य चित्तस्य परपुरे मृते जीवति वा परकीयशरीरे प्रवेशः स्यात् । चित्तं च परशरीरं प्रविशदिन्द्रियाण्यनुवर्तन्ते, मधुकरराजमिव मक्षिकाः । ततः परशरीरं प्रविष्टो योगी ईश्वरवत्तेन व्यवहरति, यतो व्यापकयोश्चित्तपुरुषयोर्भोगसङ्कोचकारणं कर्माभूत्, तच्चेत् समाधिना क्षिप्तं तदा स्वातन्त्र्यात्सर्वत्रैव भोगनिष्पत्तिरिति । तदुक्तं - “बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच्च चित्तस्य परશરીરાવેશ:” કૃતિ [રૂ-૩૮] ||૨૬-૧૨|| - “બંધકારણોની શિથિલતાના કારણે અને પ્રચારના વેદનના કારણે યોગની આરાધના કરનાર ચિત્તનો પરપુર(કાયા)પ્રવેશ થાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં વર્ણવ્યું છે કે આત્મા અને ચિત્ત વ્યાપક હોવાથી નિયત એક શરીરમાં તેનું અસ્તિત્વ સંભવતું નથી. પરંતુ વ્યાપક એવો આત્મા અને ચંચળ એવું ચિત્ત : બંન્ને, નિયત એવા કર્મને લીધે જ એક શરીરમાં ભોક્તા અને ભોગ્યભાવે (ભોગ્ય-ભોક્તત્વ) સંવેદનના વિષય બને છે તેને શરીરબંધ કહેવાય છે. ચોક્કસ કર્મના યોગે એક શરીરમાં ચિત્ત ભોગ્યસ્વરૂપે અને આત્મા ભોક્તાસ્વરૂપે અંતર્ગત છે. તેથી શ૨ી૨બંધનું જે કા૨ણ ધર્માધર્મ(પુણ્ય-પાપ) નામનું કર્મ છે, તેની શિથિલતા(મંદતાદિ) થવાથી અને ચિત્તના પ્રચારના વેદનથી યોગારાધક ચિત્તનો પરકાયપ્રવેશ થાય છે. ચિત્ત, હૃદયના સ્થાનમાંથી ઇન્દ્રિયો દ્વારા વિષયોની અભિમુખતાના કારણે અન્યત્ર ફેલાય છે – તેને ચિત્તનો પ્રસાર-પ્રચાર કહેવાય છે. યોગના જે આરાધક છે, તેમને તે ચિત્તપ્રચારનું એવું વેદન-જ્ઞાન થાય છે કે ‘આ ચિત્તવાહિની નાડી છે. આના દ્વારા ચિત્ત ગમનાગમન કરે છે. આ ચિત્તવાહિની નાડી; રસવાહિની અને પ્રાણવાહિની નાડીઓથી વિલક્ષણ છે.' આ પ્રમાણે ચિત્તના સ્વપરશરીરના સંચારનું જ્ઞાન થવાથી યોગના આરાધકનું ચિત્ત; મૃત અથવા જીવિત પરકીય શરીરમાં (૫૨પુ૨માં) પ્રવેશે છે. તેમાં ચિત્તના સ્વપરશરીરમાં સંચારનું જ્ઞાન આવશ્યક છે. યોગીઓનું ચિત્ત જ્યારે ઉપર જણાવ્યા મુજબ પર શરીરમાં પ્રવેશે છે ત્યારે યોગીઓની ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પણ; મધમાખીઓના રાજા જેવો ભ્રમર જ્યારે પુષ્પ ઉપરથી ઊડીને બીજા પુષ્પ ઉપર જાય છે, ત્યારે મધમાખીઓ પણ જેમ તેની પાછળ ઊડી જાય છે તેમ પરશરીરમાં પ્રવેશે છે. તેથી પરશરીરમાં પ્રવેશેલા યોગી ઇશ્વરની જેમ પારકાના શ૨ી૨થી વ્યવહાર કરે છે. કારણ કે વ્યાપક એવા ચિત્ત અને પુરુષના અત્યાર સુધીના ભોગના સંકોચનું કારણ તો કર્મ હતું. એ કર્મ જ જો સમાધિના કારણે દૂર કર્યું હોય તો સ્વતંત્રપણે બધે જ ભોગની પ્રાપ્તિ થાય એ સહજ છે. આ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૩૮)માં જણાવ્યું છે, જેનું તાત્પર્ય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. I૨૬-૧૨| સિધ્વંતરનું જ નિરૂપણ કરાય છે— એક પરિશીલન ૮૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ समानस्य जयाद् धामोदानस्याबाद्यसङ्गता । दिव्यं श्रोत्रं पुनः श्रोत्रव्योम्नोः सम्बन्धसंयमात् ॥ २६-१३।। समानस्येति–समानस्याग्निमावेष्ट्यव्यवस्थितस्य समानाख्यस्य वायोर्जयात् संयमेन वशीकारान्निरावरणस्याग्नेरूर्ध्वगत्वाद् धाम तेजः तरणिप्रतापवदवभासमानमाविर्भवति, येन योगी ज्वलन्निव प्रतिभाति । यदुक्तं—“समानजयाज्ज्वलनः (म्)” [ ३-४०] । उदानस्य कृक्राटिकादेशादा शिरोवृत्तेर्जयादितरेषां वायूनां निरोधादूर्ध्वगतित्वसिद्धेरबादिना जलादिनाऽसङ्गताऽप्रतिरुद्धता । जितोदानो हि योगी जले महानद्यादौ महति वा कर्दमे तीक्ष्णेषु वा कण्टकेषु न सजति, किं तु लघुत्वात्तूलपिण्डवज्जलादावनिमज्जन्नुपरि तेन ગચ્છતીત્વર્થ: । તવુ મ્—“વાનનયાન્નતપવćવિષ્વસઙ્ગા ડાન્તિÆ” [૩-૨૬] | શ્રોત્રં શબ્દग्राहकमाहङ्कारिकमिन्द्रियं व्योम, शब्दतन्मात्रजमाकाशं, तयोः पुनः सम्बन्धसंयमाद्देशदेशिभावसम्बन्धसंयमाद्दिव्यं युगपत्सूक्ष्मव्यवहितविप्रकृष्टशब्दग्रहणसमर्थं श्रोत्रं भवति । तदुक्तं - “ श्रोत्राकाशयोः सम्बन्धસંયમાદ્દિવ્યં ોત્રમ્" [રૂ-૪૧] ||૨૬-૧૩|| “સમાનવાયુને જીતવાથી તેજ પ્રગટે છે. ઉદાન વાયુના જયથી પાણી વગેરેનો સંગ પ્રતિરોધક બનતો નથી. તેમ જ શ્રવણેન્દ્રિય અને આકાશના સંબંધને વિશે સંયમ કરવાથી શ્રવણેન્દ્રિય દિવ્ય બને છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જઠરાગ્નિની બધી બાજુએ સમાન નામનો વાયુ રહેલો છે. એ વાયુથી આચ્છાદિત અગ્નિ જોઇએ તેવો પ્રકાશતો નથી. પરંતુ સમાન વાયુના જયથી અર્થાત્ તેને વિશે સંયમ કરવા વડે તેને સ્વાધીન કરવાથી આવરણરહિત અગ્નિનો સ્વભાવ ઉપર જવાનો હોવાના કારણે તેનું તેજ, સૂર્યના પ્રતાપની જેમ ભાસતું પ્રગટ થાય છે, જેને લઇને યોગી અગ્નિજેવા તેજસ્વી પ્રતિભાસે છે. આ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૪૦)માં જણાવ્યું છે. ગળાની ઘંટીથી માંડીને મસ્તક સુધીના ભાગમાં રહેનાર ઉદાનવાયુના જયથી (તેને વિશે સંયમ કરવાથી) બીજા બધા વાયુનો નિરોધ થવાના કારણે ઊર્ધ્વગતિની સિદ્ધિ થાય છે અને તેથી જળ વગેરેથી પ્રતિરોધ થતો નથી. ઉદાનવાયુને જીતનારા યોગી મહાનદીઓના પાણીમાં, ચિકાર કાદવમાં અને તીક્ષ્ણ એવા કાંટાઓમાં વિના અવરોધે ચાલે છે. કારણ કે તેઓ લઘુ હોવાથી કપાસની જેમ પાણીમાં રહેવા છતાં પાણી ઉપર ચાલે છે - આ વાતને જણાવતાં યોગસૂત્ર(૩૩૯)માં કહ્યું છે કે ‘ઉદાનવાયુના જયથી યોગી જલ, કાદવ કે કાંટા વગેરેમાં લેપાયા વિના (અલિપ્તપણે) ઉપર ચાલે છે. ઉદાનવાયુના જયનું ફળ જ એ છે કે પ્રયાણકાળમાં ઊર્ધ્વગમન કરવાનો લાભ પ્રાપ્ત થાય છે. સાંખ્યોની માન્યતા મુજબ અહંકારતત્ત્વથી નિર્માણ પામેલ શ્રોત્રેન્દ્રિય છે, જે શબ્દનું ગ્રહણ કરે છે અને આકાશ શબ્દતન્માત્રથી ઉત્પન્ન થયેલું છે. શ્રોત્ર અને આકાશમાં દેશદેશિભાવ(આધાર ૮૨ યોગમાહાત્મ્ય બત્રીશી Page #86 -------------------------------------------------------------------------- ________________ આધેયભાવ)સંબંધ છે. એ સંબંધને વિશે સંયમ કરવાથી યોગીને દિવ્ય શ્રોત્રની પ્રાપ્તિ થાય છે, જેથી એકી સાથે યોગીને સૂક્ષ્મ, વ્યવહિત(અવરુદ્ધ) અને વિપ્રકૃષ્ટ(દૂરવર્તી) શબ્દોનું પણ જ્ઞાન થાય છે. એવા શબ્દોને પણ ગ્રહણ કરવા માટે યોગીની શ્રોત્રેન્દ્રિય સમર્થ બને છે - આ પ્રમાણે યોગસૂત્ર(૩-૪૧)માં જણાવ્યું છે, જેનો અર્થ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. ૨૬-૧૩ સિદ્ભતરનું જ વર્ણન કરાય છે लघुतूलसमापत्त्या, कायव्योम्नोस्ततोऽम्बरे । गति महाविदेहातः, प्रकाशावरणक्षयः ॥२६-१४॥ ___ लध्विति-कायः पाञ्चभौतिकं शरीरं, व्योम च प्रागुक्तं, तयोः । ततोऽवकाशदानसम्बन्धसंयमात् । लघुनि तूले समापत्त्या तन्मयीभावलक्षणया प्राप्ताभ्यन्तरलघुभावतयाम्बरे आकाशे गतिः स्यात् । उक्तसंयमवान् प्रथमं यथारुचि जले सञ्चरन् क्रमेणोर्णनाभतन्तुजालेन सञ्चरमाण आदित्यरश्मिभिश्च विहरन् यथेष्टमाकाशे गच्छतीत्यर्थः । तदुक्तं-“कायाकाशयोः सम्बन्धसंयमाल्लघुतूलसमापत्तेरा(श्चा)काशगमनं” [३-४२] । शरीराबहिर्या शरीरनैरपेक्ष्येण मनोवृत्तिः सा महाविदेहेत्युच्यते, शरीराहङ्कारविगमाद् । अत एवाकल्पितत्वेन महत्त्वात् शरीराहङ्कारे सति हि बहिर्वृत्तिर्मनसः कल्पितोच्यते, तस्याः कृतसंयमायाः सकाशात् प्रकाशस्य शुद्धसत्त्वलक्षणस्य यदावरणं क्लेशकर्मादि तत्क्षयो भवति, सर्वे चित्तमलाः क्षीयन्त રૂતિ થાવત્ / તદુ¢–“વદરલ્પિતા વૃત્તિર્મહાવિદા તતઃ પ્રવાસવરપેક્ષા:” રૂતિ રૂિ-૪] //ર૬-૧૪|| શરીર અને આકાશના સંબંધને વિશે સંયમ કરવાથી લઘુભૂત રૂની સમાપત્તિના કારણે યોગી આકાશગમનને પ્રાપ્ત કરે છે અને મહાવિદેહાવૃત્તિને વિશે સંયમ કરવાથી પ્રકાશાવરણના * ક્ષયની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૃથ્વી પાણી વગેરે પાંચ ભૂતમય શરીર છે અને પૂર્વે વર્ણવેલા (શ્લો.નં. ૧૩) સ્વરૂપવાળું આકાશ છે. શરીરને અવકાશ આપવા સ્વરૂપ સંબંધ(વ્યાપ્યવ્યાપકભાવ), શરીર અને આકાશનો છે. તેને વિશે ધારણા ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી લઘુ(હલકા)ભૂત કપાસને વિશે તન્મય થવાના કારણે આંતરિક લઘુતા પ્રાપ્ત થાય છે, જેથી આકાશમાં ગમન કરવા યોગી સમર્થ બને છે. આ યોગી પોતાની ઈચ્છા મુજબ પહેલાં જળમાં ચાલે છે. પછી ક્રમે કરી એના અભ્યાસથી કરોળિયાના જાળાથી ચાલતાં ચાલતાં સૂર્યનાં કિરણોનું આલંબન લઈને આકાશમાં ઈચ્છા મુજબ જાય છે – આ વાત પાતંજલયોગસૂત્રમાં (૩-૪૨માં) સ્પષ્ટ છે. શરીરસંબંધી કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના શરીરની બહાર જે મનની વૃત્તિઓ છે : તેને મહાવિદેહા કહેવાય છે. કારણ કે ત્યારે શરીર પ્રત્યેના અહંભાવનો વિગમ થયો હોય છે. આથી જ એ મનોવૃત્તિ મહદ્ હોવાથી અકલ્પિત કહેવાય છે. શરીર પ્રત્યે અહંકાર હોય તો મનની બાહ્ય વૃત્તિ કલ્પિત કહેવાય છે. તેથી મહાવિદેહાવૃત્તિને વિશે સંયમ કરવાથી શુદ્ધસત્ત્વસ્વરૂપ એક પરિશીલન ૮૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશના આવરણભૂત ક્લેશ કર્મ વગેરેનો ક્ષય થાય છે. અર્થાત્ કર્મ ક્લેશાદિ સ્વરૂપ, સકળ ચિત્તના મલો ક્ષય પામે છે. એ પ્રમાણે યોગસૂત્ર(૩-૪૩)માં જણાવ્યું છે કે, ‘શરીરની બહાર અકલ્પિત એવી ચિત્તવૃત્તિને મહાવિદેહા કહેવાય છે. તે મહાવિદેહાવૃત્તિને વિશે સંયમ કરવાથી, પ્રકાશસ્વરૂપ(સાત્ત્વિક પરિણામ સ્વરૂપ) બુદ્ધિના (ચિત્તના) આવરણભૂત ક્લેશો વગેરેનો ક્ષય थाय छे...' त्याहि अन्यत्र अनुसंधेय छे. ॥२६-१४।। ભૂતજયના સંયમથી પ્રાપ્ત થનારી સિદ્ધિઓનું વર્ણન ક૨વા સાથે ભૂતજયના સંયમનો ઉપાય પણ જણાવાય છે— स्थूलादिसंयमाद् भूतजयोऽस्मादणिमादिकम् । कायसम्पच्च तद्धर्मानभिघातश्च जायते ॥ २६-१५॥ स्थूलादीति-स्थूलादीनि स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वानि पञ्चानां भूतानामवस्थाविशेषरूपाणि । तत्र भूतानां परिदृश्यमानं विशिष्टाकारवत्त्वं स्थूलं रूपं स्वरूपं च पृथिव्यादीनां कार्कश्यस्नेहोष्णताप्रेरणावकाशदानलक्षणं, सूक्ष्मं च यथाक्रमं भूतानां कारणत्वेन व्यवस्थितानि गन्धादितन्मात्राणि । अन्वया गुणाः प्रकाशप्रवृत्तिस्थितिरूपतया सर्वत्रैवोपलभ्यमानाः । अर्थवत्त्वं च तेष्वेव गुणेषु भोगापवर्गसम्पादनशक्तिरूपं । तेषु क्रमेण प्रत्यवस्थं संयमाद्भूतजयो भवति । कृतैतत्संयमस्य सङ्कल्पानुविधायिन्यो वत्सानुसारिण्य इव गावो भूतप्रकृतयो भवन्तीत्यर्थः । तदुक्तं - “ स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः” इति [ ३-४४] । अस्माद्भूतजयादणिमादिकं भवति । अणिमा, गरिमा, लघिमा, महिमा, प्राकाम्यम्, ईशित्वं, वशित्वं, यत्रकामावसायित्वं चेत्यणिमादिकं । तत्राणिमा परमाणुरूपतापत्तिः । गरिमा वज्रवद्गुरुत्वप्राप्तिः । लघिमा तूलपिण्डवल्लघुत्वप्राप्तिः । महिमा महत्त्वप्राप्तिः अङ्गुल्यग्रेण चन्द्रादिस्पर्शनयोग्यता । प्राकाम्यमिच्छाऽनभिघातः शरीरान्तःकरणयोः । ईशित्वं सर्वत्र प्रभविष्णुता । वशित्वं यतः सर्वाण्येव भूतानि वचनं नातिक्रामन्ति । यत्रकामावसायित्वं स्वाभिलषितस्य समाप्तिपर्यन्तनयनं । कायसम्पच्च उत्तमरूपादिलक्षणा “रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसम्पत्” [ ३-४६ ] इत्युक्तेः । तद्धर्मानभिघातश्च तस्य कायस्य धर्मा रूपादयस्तेषामभिघातो नाशस्तदभावश्च जायते । न ह्यस्य रूपमग्निर्दहति, न वापः क्लेदयन्ति, न वा वायुः शोषयतीति । तदिदमुक्तं—“ ततोऽणिमादिप्रादुर्भावः कायसम्पत्तद्धर्मानभिघातश्चेति” [३-४५] ।।२६-१५।। ‘સ્થૂલ વગેરે ભૂતોને વિશે સંયમ કરવાથી ભૂતજય પ્રાપ્ત થાય છે, તેથી અણિમાદિની સિદ્ધિ અને કાયાની સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમ જ કાયાના ધર્મોનો નાશ થતો નથી.” – આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો ૫રમાર્થ જણાવતાં ટીકાકારશ્રીએ ફરમાવ્યું છે કે સામાન્ય રીતે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ : આ પાંચ ભૂતો છે. તેની સ્કૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને अर्थवत्त्व : जा अवस्थाजो विशेष छे, ४ सहीं 'स्थूलाहि' पहथी भावी छे. યોગમાહાત્મ્ય બત્રીશી ८४ Page #88 -------------------------------------------------------------------------- ________________ તેમાં પૃથ્વી વગેરેનું પરિદૃશ્યમાન વિશિષ્ટ આકારવાળું સ્વરૂપ જે છે તેને સ્કૂલ-અવસ્થા કહેવાય છે. પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશનું અનુક્રમે કાર્કશ્ય (કઠોરતા), સ્નેહ, ઉષ્ણતા, પ્રેરણા અને અવકાશ આપવા સ્વરૂપ જે લક્ષણ છે; તેને ભૂતોની સ્વરૂપાવસ્થા કહેવાય છે. ભૂતોના કારણ તરીકે અનુક્રમે વ્યવસ્થિત એવા ગંધ રસ રૂપ સ્પર્શ અને શબ્દ : એ પંચતન્માત્રા ભૂતોની સૂક્ષ્માવસ્થા છે. ભૂતોમાં ઉપલબ્ધ જે પ્રકાશ પ્રવૃત્તિ સ્થિતિરૂપે રહેલા ગુણો છે તે તેની અન્વયાવસ્થા છે અને તે જ ગુણોમાં જે ભોગાપવર્ગ (ભોગ-મોક્ષ) પ્રાપ્ત કરાવવાની શક્તિ છે તે ભૂતોની અર્થવન્ધાવસ્થા છે. એ પૃથ્વી વગેરે ભૂતોની દરેક અવસ્થામાં સંયમ કરવાથી ભૂતજય થાય છે. આ રીતે ભૂતોની દરેક અવસ્થાને આશ્રયીને સંયમ(ધારણા ધ્યાન સમાધિ) જેણે કર્યો છે તે યોગીને; ગાયને જેમ વાછરડાં અનુસરે છે તેમ પોતાના સંકલ્પ મુજબ ભૂતપ્રકૃતિઓ અનુસરે છે, અર્થાત્ અનુકૂળ બને છે. આ વાત યોગસૂત્ર(૩-૪૪)માં સ્પષ્ટ રીતે વર્ણવી છે. આ ભૂતજયથી યોગીને અણિમાદિ અષ્ટમહાસિદ્ધિ પ્રાપ્ત થાય છે. એમાં જે લબ્ધિ-સિદ્ધિ)ના કારણે યોગીનું શરીર પરમાણુસ્વરૂપ થાય છે, તેને અણિમા કહેવાય છે. જે લબ્ધિના કારણે યોગીનું શરીર વજજેવું ગુરુ(ભારે) થાય છે, તેને ગરિમા કહેવાય છે. જે સિદ્ધિના કારણે યોગીનું શરીર રૂની જેમ હળવું(હલકું) થાય છે, તેને લધિમાં કહેવાય છે. મહિમાલબ્ધિના કારણે યોગીનું શરીર મોટું થાય છે જેથી યોગીને, પોતાની આંગળીના અગ્રભાગથી ચંદ્રમાદિને સ્પર્શ કરવાની યોગ્યતા પ્રાપ્ત થતી હોય છે. પ્રાકામ્યસિદ્ધિના કારણે યોગીની ઇચ્છાનો અભિઘાત-વિઘાત થતો નથી. જેનાથી શરીર અને અંતઃકરણ સર્વત્ર સમર્થ બને છે, તેને ઇશિત્વસિદ્ધિ કહેવાય છે. વશિત્વ લબ્ધિના કારણે બધાં જ ભૂતો યોગીના વચનનું ઉલ્લંઘન કરતા નથી અને પત્રકામાવસાયિત્વસિદ્ધિ એને કહેવાય છે કે જેથી પોતાની અભિલાષાને યોગી પૂર્ણ કરી શકે છે. પાતંજલયોગસૂત્ર(૩-૪૬)માં જણાવ્યા પ્રમાણે સુંદર રૂપ લાવણ્ય બળ અને વજ જેવું દૃઢ અવયવ-યુક્તત્વ(અવયવો) : આ કાયસમ્પતુ છે. કાયાના ધર્મો રૂપ રસ વગેરે છે. તેનો અભિઘાત, તેના નાશ સ્વરૂપ છે અને તેનો અભાવ, તેના અનભિઘાતસ્વરૂપ છે, જે ઉપર જણાવ્યા મુજબ શૂલાદિ ભૂતોને વિશે કરેલા સંયમથી પ્રાપ્ત થયેલા ભૂતજયથી પ્રાપ્ત થાય છે. યોગીની કાયાના ધર્મોનો(રૂપાદિનો) અગ્નિ વગેરેથી નાશ થતો નથી. યોગીના શરીરને અગ્નિ બાળતો નથી. પાણી ભીંજવતું નથી. તેમ જ વાયુ સૂકવી શકતો નથી... ઇત્યાદિ રીતે બીજા પણ (રસાદિ) શરીરધર્મોને આશ્રયીને કાયાના ધર્મોનો અનભિઘાત સમજી લેવો. પાતંજલયોગસૂત્ર-(૩-૪૫)માં એ પ્રમાણે જણાવ્યું છે. ર૬-૧પ આ રીતે ગ્રાહ્ય(વિષયભૂત)ના જયને આશ્રયીને સિદ્ધિનું વર્ણન કરીને હવે ગ્રહણાદિના જયને આશ્રયીને સિદ્ધિનું વર્ણન કરાય છે– એક પરિશીલન Page #89 -------------------------------------------------------------------------- ________________ संयमाद् ग्रहणादीनामिन्द्रियाणां जयस्ततः । मनोजवो विकरणभावश्च प्रकृते र्जयः ॥२६-१६॥ संयमादिति-ग्रहणादयो ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वानि । तत्र ग्रहणमिन्द्रियाणां विषयाभिमुखी वृत्तिः । स्वरूपं सामान्येन प्रकाशकत्वम् । अस्मिता अहङ्कारानुगमः । अन्वयार्थवत्त्वे प्रागुक्तलक्षणे । तेषां यथाक्रमं संयमादिन्द्रियाणां जयो भवति । तदुक्तं-“ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः” इति [३-४७] । तत इन्द्रियजयान्मनोजवः शरीरस्य मनोवदनुत्तमगतिलाभः । विकरणभावश्च कायनैरपेक्ष्येणेन्द्रियाणां वृत्तिलाभः । प्रकृतेः प्रधानस्य जयः सर्ववशित्वलक्षणो भवति । तदुक्तं-“ततो મનોવિત્વે વિવરમાવ: પ્રધાનનાશ” [૩-૪૮] ર૬-૧દ્દા “ગ્રહણાદિના સંયમથી ઇન્દ્રિયોનો જય થાય છે અને ઇન્દ્રિયોના જયથી મનની જેમ વેગ પ્રાપ્ત થાય છે અને વિકરણભાવ તથા પ્રકૃતિ ઉપર જય પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં જણાવ્યું છે કે ગ્રહણ, સ્વરૂપ, અસ્મિતા, અન્વય અને અર્થવસ્વ : આ પાંચ અહીં “પ્રફળ પદથી વિવક્ષિત છે. તેમાં ઇન્દ્રિયોની વિષયાભિમુખી વૃત્તિને ગ્રહણ કહેવાય છે. સામાન્યથી પ્રકાશકત્વ (પ્રકાશ) સ્વરૂપ છે. અમિતા, અહંકારના અનુગમ(સંબંધોને કહેવાય છે. અન્વય અને અર્થવસ્વ આ પૂર્વે (૧પમા શ્લોકમાં) વર્ણવ્યું છે. અનુક્રમે ગ્રહણ, સ્વરૂપ... વગેરે પાંચને વિશે સંયમ કરવાથી ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત થાય છે - એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૪૭)માં ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે “ગ્રહણ, સ્વરૂપ, અમિતા, અન્વય અને અર્થવત્ત્વના સંયમથી ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત થાય છે.” આ રીતે ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત થવાથી મનોજવની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ યોગીને; મન જેવી રીતે શીઘ દૂર સુદૂર જતું રહે છે, તેમ શરીરની અનુત્તમ(સર્વોત્કૃષ્ટ) ગતિ પ્રાપ્ત થાય. છે. તેમ જ યોગીને વિકરણભાવની પ્રાપ્તિ થાય છે. ભિન્ન દેશમાં અને ભિન્ન કાળમાં શરીર હોવા છતાં અપરદેશકાલવૃત્તિ પદાર્થનું ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે. ત્યારે શરીરની અપેક્ષા હોતી નથી. આવી જ રીતે પ્રકૃતિપ્રધાન ઉપર જયની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ કાર્યમાત્ર સ્વાધીન બને છે. આને મધુપ્રતીકા નામની સિદ્ધિ કહેવાય છે. આથી સ્પષ્ટ છે કે “ઇન્દ્રિયજયથી મનોજવિત્વ વિકરણભાવ અને પ્રધાનજય પ્રાપ્ત થાય છે.' - આ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૪૮)માં વર્ણવાયું છે. //ર૬-૧૬ll. પૂર્વોક્ત બધા ય સંયમોનું ફળ જે વિવેકખ્યાતિને માટે વર્ણવાયું છે, તે વિવેકખ્યાતિનું અવાંતર ફળ વર્ણવાય છે– स्थितस्य सत्त्वपुरुषान्यताख्यातौ च केवलम् । सार्वज्यं सर्वभावानामधिष्ठातृत्वमेव च ॥२६-१७॥ ૮૬ યોગમાહાભ્ય બત્રીશી Page #90 -------------------------------------------------------------------------- ________________ स्थितस्येति-केवलं सत्त्वपुरुषयोरन्यताख्यातौ गुणकर्तृत्वाभिमानशिथिलीभावलक्षणायां शुद्धसात्त्विकपरिणामरूपायां स्थितस्य । सार्वज्यं सर्वेषां शान्तोदिताव्यपदेश्यधर्मत्वेन स्थितानां यथावद्विवेकजं ज्ञानलक्षणं सर्वेषां भावानां गुणपरिणामानामधिष्ठातृत्वमेव च स्वामिवदाक्रमणलक्षणं भवति । तदुक्तंસર્વપુરુષાચતા ધ્યાતિમાત્રી સર્વમાવધિષ્ઠતૃત્વ સર્વજ્ઞત્વે ઘ” રૂિ-૪] ર૬-૧૭ના. “માત્ર સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાં સ્થિર થયેલા યોગીને સર્વજ્ઞતા અને સર્વભાવોનું અધિષ્ઠાતૃત્વ પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો આશય એ છે કે પ્રકૃતિ અને પુરુષમાં સર્વથા ભેદ છે.. ઇત્યાઘાકારક અન્યતા(વિવેક) ખ્યાતિમાં જ અર્થાત્ ગુણાદિ(સત્ત્વાદિ)ના કર્તુત્વનું અભિમાન શિથિલ થયે છતે ચિત્તનો જે શુદ્ધસાત્ત્વિક પરિણામ છે; તસ્વરૂપ અન્યતાખ્યાતિમાં જ જે યોગી સ્થિર રહે છે, તે યોગીને શાંત ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મ સ્વરૂપે રહેલા સર્વ પદાર્થોનું વિવેકખ્યાતિને લઇને ઉત્પન્ન થયેલું વાસ્તવિક જ્ઞાન થાય છે અને સત્ત્વાદિ ગુણોના પરિણામવાળા સઘળા પદાર્થોના સ્વામીની જેમ તે યોગી પ્રવર્તે છે... ઇત્યાદિ પાતંજલયોગસૂત્ર(૩-૪૯)માં જણાવ્યું છે. ૨૬-૧૭ બીજા બધા સંયમો પુરુષાર્થભાસરૂપ ફળવાળા હોવાથી વિવેકખ્યાતિસંયમ જ મુખ્ય પુરુષાર્થરૂપ ફળવાળો છે – એ વાત જણાવવા માટે પરવૈરાગ્યની ઉત્પત્તિ દ્વારા વિવેકખ્યાતિનું મુખ્ય ફળ જણાવાય છે– स्मृता सिद्धि विशोकेयं, तवैराग्याच्च योगिनः । दोषबीजक्षये नूनं, कैवल्यमुपदर्शितम् ॥२६-१८॥ स्मृतेति-इयं विशोका सिद्धिः स्मृता । तस्यां विशोकायां सिद्धौ वैराग्याच्च योगिनो योगभाजः । दोषाणां रागादीनां बीजस्याविद्यादेः क्षये निर्मूलने । नूनं निश्चितं । कैवल्यं पुरुषस्य गुणानामधिकार-परिसमाप्तेः ઉપપ્રતિર્વમુપતિ ! યતઃ–“ તથાપિ તોગવીનક્ષયે વૈવલ્યમતિ” [૩-૧૦] .ર૬-૭૮ આ પૂર્વે જણાવેલી) સિદ્ધિને વિશોકા કહેવાય છે. તેને વિશે વૈરાગ્ય થવાથી યોગીના રાગાદિ દોષોના અવિદ્યાદિ સ્વરૂપ બીજનો ક્ષય થવાથી ચોક્કસપણે કૈવલ્ય સ્વરૂપ ફળ જણાવ્યું છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વિવેકખ્યાતિથી પ્રાપ્ત થયેલી સર્વજ્ઞતા અને સર્વભાવાધિષ્ઠાયકતા સ્વરૂપ સિદ્ધિને વિશોકાસિદ્ધિ તરીકે શાસ્ત્રમાં વર્ણવી છે. કારણ કે એ અવસ્થામાં યોગી શોકથી રહિત થાય છે. આ વિશીકા નામની સિદ્ધિમાં વૈરાગ્ય થવાથી યોગના ભાજન બનેલા યોગીના રાગ અને દ્વેષ વગેરે દોષોના બીજભૂત અવિદ્યા વગેરેનું નિર્મુલન થાય છે અને તેથી નિશ્ચિતપણે પુરુષ કૈવલ્ય અવસ્થાને પ્રાપ્ત કરે છે. કારણ કે પરવૈરાગ્યની અવસ્થામાં પ્રકૃતિના સત્ત્વાદિ ગુણોનો એક પરિશીલન Page #91 -------------------------------------------------------------------------- ________________ પુરુષ માટેનો અધિકાર પરિસમાપ્ત થાય છે તેથી તે પોતાના કારણમાં લય પામે છે; જેથી પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે, જે પુરુષની કૈવલ્ય અવસ્થા છે. આ વાત પાતંજલયોગસૂત્ર(૩-૫૦)માં વર્ણવી છે. ૨૬-૧૮ આ રીતે મોક્ષની સાધનામાં પ્રવૃત્ત થયેલા યોગીને જે કારણે સ્થિરતા મળે છે અને જે કારણે વિઘ્ન આવે છે, તે જણાવાય છે— असङ्गश्चास्मयश्चैव स्थितावुपनिमन्त्रणे । बीजं पुनरनिष्टस्य, प्रसङ्गः स्यात् किलान्यथा ॥ २६-१९।। असङ्गश्चेति–उपनिमन्त्रणे उक्तसमाधिस्थस्य देवैर्दिव्यस्त्रीरसायनाद्युपढौकनेन भोगनिमन्त्रणेऽसङ्गश्चास्मयश्चैव स्थितौ बीजं । सङ्गकरणे पुनर्विषयप्रवृत्तिप्रसङ्गात् स्मयकरणे च कृतकृत्यमात्मानं मन्यमानस्य समाधावुत्साहभङ्गाद् । एतदेवाह – अन्यथाऽसङ्गास्मयाकरणे पुनः किलेति सत्ये ऽनिष्टस्य प्रसङ्ग કૃતિ । તવિવમુર્ત્ત—“સ્થિત્યુપનિમન્ત્રને સામ્ભયારળ પુનરનિષ્ટપ્રસાવિતિ” [રૂ-49] ||૨૬-૧૬|| “ભોગનું સામેથી પ્રાપ્ત થયેલું નિમંત્રણ હોતે છતે સંગ અને સ્મય ન કરવો તે મોક્ષની સાધનામાં સ્થિતિનું બીજ છે. અન્યથા એવા પ્રસંગે સંગ કે સ્મય કરવાથી ફરી પાછો અનિષ્ટ પ્રસંગ આવશે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે પૂર્વોક્ત વિવેકખ્યાતિ વગેરેથી પ્રાપ્ત થયેલી વિશોકાસમાધિમાં રહેલા યોગીને જ્યારે દેવતાઓ દિવ્ય સ્ત્રીઓ અને દિવ્યરસાયણો વગેરે આપીને ભોગ માટે નિમંત્રણ કરે છે, ત્યારે યોગી સંગ કે સ્મય કરતા નથી - એ યોગીની; મોક્ષની સાધનાની સ્થિરતાનું બીજ છે. આશય એ છે કે દેવતાઓ યોગીને ભોગો માટે નિયંત્રણ કરતાં કહે છે કે - “હે યોગિન્ ! આપ અહીં સ્થિતિ કરો, અને અહીં જ મજા કરો. જુઓ, આ કેવા રમણીય ભોગો છે ? આ કેવી રમણીય કન્યાઓ છે ? આ કેવું સુંદર રસાયણ છે ? કે જે જરા અને મૃત્યુને દૂર કરે છે. આ આકાશમાં ચાલનારું વિમાન છે. આપના ભોગ માટે કલ્પવૃક્ષો તૈયા૨ છે. આપના સ્નાન માટે આ મંદાકિની નદી છે. આ સિદ્ધપુરુષો આપની સેવામાં ઉપસ્થિત છે. આ ઉત્તમ અને અનુકૂળ અપ્સરાઓ આપની સેવામાં તત્પર છે. આપનાં કાન અને નેત્રો દિવ્ય છે. શરીર વજ્ર જેવું મજબૂત છે. એ પ્રમાણે યોગના સામર્થ્યથી આપે આ બધું પ્રાપ્ત કર્યું છે. તેથી દેવતાઓને પ્રિય એવા આ અજર અને અમર સ્વરૂપ એવા સ્થાનનો આપ સ્વીકાર કરો.” - આવા દેવતાઓનાં તે તે વચનોને સાંભળીને યોગી તેનો સંગ કરે નહીં. પરંતુ વિષયાદિનું તુચ્છત્વ ક્ષણિકત્વ... વગેરેનું પરિભાવન કરી યોગની સાધનામાં સ્થિર રહે. તેમ જ આવા પ્રસંગે એવો ગર્વ પણ ન ધરે કે ‘હું કેવો પ્રભાવશાળી યોગી છું ? દેવતાઓ સ્વયં મારી પ્રાર્થના કરે છે...’ આ પ્રમાણે સંગ અને સ્મય નહિ કરવાથી મોક્ષની સાધના સુસ્થિર બની રહે છે. યોગમાહાત્મ્ય બત્રીશી ८८ Page #92 -------------------------------------------------------------------------- ________________ અન્યથા આવા પ્રસંગે સંગ કરવાથી ફરી પાછી વિષયની પ્રવૃત્તિનો પ્રસંગ આવે છે. તેમ જ ગર્વ કરવાથી યોગી પોતાની જાતને કૃતકૃત્ય માનીને સમાધિમાં ઉત્સાહ વગરનો થાય છે. બંન્ને રીતે અનિષ્ટનો પ્રસંગ આવે છે. આથી સમજી શકાશે કે અસંગ અને અસ્મય, સમાધિની સ્થિરતાનાં બીજ છે અને સંગ તેમ જ સ્મય, સમાધિભંગનાં કારણ છે... ઇત્યાદિ વર્ણવતાં યોગસૂત્ર(૩-૫૧)માં જણાવ્યું છે કે – “દેવતાઓ નિમંત્રણ કરે ત્યારે સંગ અને સ્મય ન કરવો. કારણ કે તેમ ન કરે તો ફરી પાછો અનિષ્ટ પ્રસંગ આવશે.” ૨૬-૧લા આ પૂર્વે જણાવ્યા મુજબ સમજી શકાય છે કે સર્વજ્ઞતા અને સર્વાધિષ્ઠાતૃતાનું કારણભૂત વિવેકજન્ય જ્ઞાન છે. હવે એ વિવેકજન્ય જ્ઞાનના ઉપાયાંતરને જણાવાય છે– स्यात् क्षणक्रमसम्बन्धसंयमाद् यद् विवेकजम् । ज्ञानं जात्यादिभिस्तच्च, तुल्ययोः प्रतिपत्तिकृत् ॥२६-२०॥ स्यादिति-क्षणः सर्वान्त्यः कालावयवस्तस्य क्रमः पौर्वापर्यं तत्सं(बन्धसं)यमात् सूक्ष्मान्तरसाक्षात्करणसमर्थाद् यद्विवेकजं ज्ञानं स्यात् । यदाह-"क्षणक्र(तत्क्र)मयोः सम्बन्धसंयमाद्विवेकजं ज्ञानमिति” [३-५२] । तच्च जात्यादिभिस्तुल्ययोः पदार्थयोः प्रतिपत्तिकृत् विवेचकं । तदुक्तं-“जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिरिति” [३-५३] । पदार्थानां भेदहेतवो हि जातिलक्षणदेशा भवन्ति । जातिः पदार्थभेत्री, यथा गौरयं महिषोऽयमिति । जात्या तुल्ययोर्लक्षणं भेदकं, यथा इयं कर्बुरा इयं चारुणेति । उभाभ्यामभिन्नयोर्देशो भेदहेतुः, यथा तुल्यप्रमाणयोरामलकयोभिन्नदेशस्थितयोः । यत्र च त्रयमपि न भेदकं, यथैकदेशस्थितयोः शुक्लयोः पार्थिवयोः परमाण्वोः, तत्र संयमजनिताद्विवेकजज्ञानादेव મતિ મેરિતિ પાર૬-૨૦| ક્ષણનાક્રમના સંબંધને વિશે સંયમ કરવાથી જેવિવેકના કારણે ઉત્પન્ન થયેલું જ્ઞાન છે, તે જાતિ વગેરેને લઈને સમાન એવા પદાર્થોને વિશે ભેદને ગ્રહણ કરનારું છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે છેલ્લામાં છેલ્લા (નાનામાં નાના) અવિભાજ્ય એવા કાળના સૂક્ષ્મ અંશને ક્ષણ કહેવાય છે. તેનો ક્રમ, પૌર્વાપર્ય (પૂર્વાપરીભાવ) સ્વરૂપ છે. પૂર્વેક્ષણ અને અપરક્ષણ બંન્ને એક સાથે હોતા નથી. તે ક્રમિક હોય છે. ક્ષણના ક્રમના સંબંધને વિશે સંયમ(ધારણા ધ્યાન અને સમાધિ) કરવાથી વિવેકજન્ય જ્ઞાન થાય છે. કારણ કે તે સંયમ, બે ક્ષણ વચ્ચેના સૂક્ષ્મ અંતરનો સાક્ષાત્કાર કરવા સમર્થ છે. આ વિષયને અનુલક્ષીને યોગસૂત્ર(૩-૫૨)માં જણાવ્યું છે કે- “ક્ષણ અને તેના ક્રમના સંબંધને વિશે સંયમ કરવાથી વિવેકજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે.” આ વિવેકજન્યજ્ઞાન, જાત્યાદિના કારણે તુલ્ય(સમાન) પદાર્થોના વિવેક(ભેદ)ને કરે છે. આ વસ્તુને જણાવવા યોગસૂત્ર(૩-૫૩)થી જણાવ્યું છે કે – “જાતિ, લક્ષણ અને દેશથી વસ્તુની ભિન્નતા જણાતી ન હોવાથી સમાન વસ્તુ(પદાર્થ)ની ભિન્નતા વિવેકજન્ય જ્ઞાનથી થાય છે.” એક પરિશીલન ૮૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ એનો આશય એ છે કે પદાર્થમાં રહેલી જાતિ પદાર્થના ભેદને જણાવનારી છે. જેમ કે આ બળદ છે અને આ પાડો છે. અહીં ગોત્વ કે મહિષત્વ જાતિથી પદાર્થની અન્યતા(ભેદ) જણાય છે. સમાન-જાતીય પદાર્થનાં લક્ષણો પદાર્થની અન્યતાને જણાવે છે. જેમ કે આ ગાય કાબર - ચિતરી છે અને આ ગાય લાલ છે. અહીં બંન્ને ગાયો ગોત્વ-જાતિને આશ્રયીને સમાન હોવા છતાં, તેના રૂપાત્મક લક્ષણને આશ્રયીને તે ગાયોમાં ભેદ જણાય છે. આવી જ રીતે જાતિ અને લક્ષણ : બંન્નેની અપેક્ષાએ સમાન એવા પદાર્થોમાં તેના દેશના કારણે ભેદની પ્રતીતિ થાય છે. જેમ કે એકસરખા પ્રમાણવાળા આમળાઓ, તેની જાતિ અને તેનું લક્ષણ સમાન હોવા છતાં તેના દેશ(આધારભૂત સ્થાન)ની અપેક્ષાએ તે બંન્નેમાં અન્યતાની પ્રતીતિ થાય છે. પરંતુ જ્યાં દેશ, જાતિ અને લક્ષણ : એ ત્રણેય સમાન છે ત્યાં અન્યતાની પ્રતીતિનું કોઈ કારણ નથી. જેમ કે શુક્લ-વર્ણવાળા બે પાર્થિવ પરમાણુ જાતિ લક્ષણ અને દેશને આશ્રયીને તુલ્ય હોવાથી તેના ભેદક નથી. આવા સ્થળે ઉપર જણાવ્યા મુજબ ક્ષણક્રમના સંબંધને વિશે સંયમ કરવાથી પ્રાપ્ત થયેલું વિવેકજન્ય જ્ઞાન જ ભેદની પ્રતિપત્તિનું કારણ બને છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. //ર૬-૨ના | વિવેકજન્ય(વિવેકજ) જ્ઞાનના અવાંતર ફળનું નિરૂપણ કર્યું. હવે તેના મુખ્ય ફળનું વર્ણન કરતાં તેની મોક્ષોપયોગિતા વર્ણવાય છે– तारकं सर्वविषयं, सर्वथाविषयाक्रमम् । શુદ્ધિસાગ્રેન વૈવન્ય, તતઃ પુરુષસંયો: ર૬-૨9ો. तारकमिति-तच्च विवेकजं ज्ञानं तारयत्यगाधात्संसारपयोधेर्योगिनमित्यान्वर्थिक्या सज्ञया तारकमुच्यते । तथा सर्वविषयं सर्वाणि तत्त्वानि महदादीनि विषयो यस्य तत्तथा । तथा सर्वथा सर्वैः प्रकारैः सूक्ष्मादिभेदैर्विषयो यस्य तच्च तदक्रमं च निःशेषनानावस्थापरिणतत्वत आ(णता)र्थिकभावग्रहणे क्रमरहितं चेति कर्मधारयः । इत्थं चास्य संज्ञाविषयस्वभावा व्याख्याताः । तदुक्तं-"तारकं सर्वविषयं सर्वथा(वार्थ)विषयमक्रमं चेति(विवेकजं ज्ञानं)” [३-५४] । ततस्तस्माद् ज्ञानात् पुरुषसत्त्वयोः शुद्धिसाम्येन कैवल्यं भवति । तत्र पुरुषस्य शुद्धिरुपचरिता भोगाभावः । सत्त्वस्य तु सर्वथा कर्तृत्वाभिमाननिवृत्त्या स्वकारणेSનુપ્રવેશ તિ | વિમુ¢–“સર્વપુરુષયો: શુદ્ધિસાપે વૈવાતિ” રૂિ-૧૧] -૨૭ી. વિવેકના કારણે ઉત્પન્ન થયેલું એ જ્ઞાન, સર્વવિષયક તેમ જ સર્વથા વિષયક્રમથી રહિત હોય છે. તેને તારક જ્ઞાન કહેવાય છે. તેથી પુરુષ અને સત્ત્વમાં શુદ્ધિની સામ્યતા થવાથી કૈવલ્યથાય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબના સ્વરૂપવાળું વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન “અગાધ એવા સંસારસમુદ્રથી આત્માને તારે છે' - આ અર્થને અનુકૂળ એવા નામને અનુસરીને તારક સ્વરૂપ છે અર્થાત્ એ જ્ઞાનને તારક કહેવાય છે. યોગમાયાભ્ય બત્રીશી ૯૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ આ તારક જ્ઞાન સર્વવિષયક છે. સાંખ્યદર્શન-પ્રસિદ્ધ મહ આદિ બધાં જ તત્ત્વો એ જ્ઞાનના વિષય છે. તેમ જ સર્વ પ્રકારે અર્થાત્ સૂક્ષ્મ, પૂલ, વ્યવહિત, અવ્યવહિત... ઇત્યાદિ સર્વ પ્રકારે બધા જ વિષયને તે ગ્રહણ કરે છે. તેથી તેને સર્વથા વિષયવાળું જ્ઞાન કહેવાય છે. એવું જ્ઞાન પણ ક્રમથી રહિત છે. સકળ અનેક અવસ્થાઓમાં પરિણત થયેલા અર્થના ગ્રહણમાં કોઈ કમ નથી. પ્રથમ અતીતનું પછી વર્તમાનનું અને પછી ભવિષ્યનું; તેમ જ પ્રથમ શાંત, પછી ઉદિત અને પછી અવ્યપદેશ્ય... ઇત્યાદિ પ્રકારે ક્રમિક વિષયનું ગ્રહણ થતું નથી. એકીસાથે સઘળાય વિષયોનું બધી રીતે ગ્રહણ થાય છે. સર્વથા વિષયવાળું એવું ક્રમરહિત જ્ઞાન - આ રીતે સર્વવિષયમનું અહીં કર્મધારય સમાસ વિવક્ષિત છે. આ રીતે તારWપદથી, સર્વવિષય પદથી અને સર્વવિષયશ્ચિમ પદથી વિવેકજન્ય જ્ઞાનની અનુક્રમે સંજ્ઞા, વિષય અને અભાવને આશ્રયીને વ્યાખ્યા કરી છે. એ પ્રમાણે યોગસૂત્રમાં(૩-૫૪માં) જણાવ્યું છે, જેનો આશય ઉપર જણાવ્યા મુજબ છે. તે તારકશાનથી પુરુષ અને સત્ત્વમાં(બુદ્ધિસત્ત્વમાં) શુદ્ધિનું સામ્ય થવાથી કૈવલ્ય થાય છે. ઉપચરિત ભોગના અભાવ સ્વરૂપ શુદ્ધિ પુરુષને આશ્રયીને છે અને સત્ત્વ(બુદ્ધિ)ને આશ્રયીને તો, સર્વથા કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી બુદ્ધિ પ્રતિલોમપરિણામે પોતાના કારણમાં લીન થાય છે. તે સ્વરૂપ છે - આ વાતનું નિરૂપણ યોગસૂત્ર(૩-૫૫)માં કર્યું છે. કહેવાનો આશય એ છે કે વિવેકખ્યાતિને લીધે પુરુષ અને બુદ્ધિના અભેદગ્રહની નિવૃત્તિ થવાથી પુરુષને બુદ્ધિના કોઈ પણ ધર્મની સાથે કશો જ સંબંધ રહેતો ન હોવાથી ઔપચારિક ભોગનો પણ અભાવ થાય છે. આવી સ્થિતિમાં પુરુષ માટે ભોગ સંપાદન કરનારી બુદ્ધિને પણ એનું કોઈ પ્રયોજન ન હોવાથી તે પણ પોતાના કારણભૂત અહંકારાદિમાં લીન થાય છે. આથી સ્વસ્થિતિના આવિર્ભાવ સ્વરૂપ શુદ્ધિનું સામ્ય પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ર૬-૨૧ इत्थमन्यैरुपदर्शिते योगमाहात्म्ये उपपत्त्यनुपपत्त्योर्दिशां प्रदर्शयन्नाह આ રીતે પાંચમા શ્લોકથી એકવીસમા શ્લોક સુધીના શ્લોકોથી પાતંજલદર્શનના અભિપ્રાયથી સામાન્યથી યોગનું માહાત્મ વર્ણવ્યું. હવે એ વિષયમાં ઉપપત્તિ અને અનુપપત્તિનું દિશાસૂચન કરાય છે इह सिद्धिषु वैचित्र्ये, बीजं कर्मक्षयादिकम् । संयमश्चात्र सदसत्प्रवृत्तिविनिवृत्तितः ॥२६-२२॥ इहेति-इह प्रागुक्तग्रन्थे सिद्धिषु वैचित्र्ये कर्मक्षयादिकं बीजं । तथाज्ञाने तथाज्ञानावरणक्षयोपशमादेर्वीर्यविशेषे च वीर्यान्तरायक्षयोपशमादेर्हेतुत्वात् । संयमश्चात्रोक्तसिद्धिषु सत्प्रवृत्त्यसन्निवृत्तिभ्यां तथाविधक्षयोपशमाद्याधानद्वारैव बीजं न तु तत्तद्विषयज्ञानप्रणिधानादिरूपः । अनन्तविषयकज्ञानस्य प्रतिविषयं संयमासाध्यत्वाद्विहितानुष्ठानप्रणिधानमात्रसंयमेनैव मोहक्षयात्तदुपपत्तेः । चित्तप्रणिधानार्थं त्वालम्बनमात्रं એક પરિશીલન ૯૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ क्वापि न वारयामः । केवलमात्मप्रणिधानपर्यवसान एव सर्वः संयमः फलवानित्यात्मनो ज्ञेयत्वं विना सर्वं विलूनशीर्णं भवेदित्यधिकं स्वयमूहनीयम् ॥ २६- २२॥ “અહીં સિદ્ધિઓના વૈચિત્ર્યમાં કર્મક્ષયાદિ કારણ છે અને સત્પ્રવૃત્તિ તથા અસી વિનિવૃત્તિથી જ સંયમ છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, આ પૂર્વે આ ગ્રંથમાં જે યોગની સિદ્ધિઓનું વર્ણન કર્યું; તે સિદ્ધિઓમાં જે વૈચિત્ર્ય (વિશિષ્ટતા) છે; તેમાં બીજભૂત કર્મક્ષય અને કર્મક્ષયોપશમ વગેરે છે. સામાન્ય રીતે સિદ્ધિઓ જ્ઞાનસ્વરૂપ છે અને વીર્યસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ સિદ્ધિઓમાં જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ વગેરે કારણ છે અને વીર્યવિશેષસ્વરૂપ સિદ્ધિઓમાં વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ વગેરે કારણ છે. આ સિદ્ધિઓમાં જે સંયમને હેતુ તરીકે વર્ણવ્યો છે, એ સંયમ પણ, સત્પ્રવૃત્તિ અને અસની નિવૃત્તિ કરવાથી, તેવા પ્રકારના મોહનીયકર્મના ક્ષયોપશમાદિના આધાન(પ્રાપ્તિ) દ્વારા જ કારણ બને છે. માત્ર તે તે વિષયના જ્ઞાનના પ્રણિધાનાદિ સ્વરૂપ સંયમ સિદ્ધિઓની પ્રત્યે કારણ બની શકે નહીં. અનંતવિષયક (સર્વવિષયક) જ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યેક વિષયના સંયમથી શક્ય નથી. શ્રી તીર્થંકર પરમાત્માએ વિહિત કરેલા અનુષ્ઠાનના પ્રણિધાનમાત્રના સંયમથી જ મોહનીયકર્મનો ક્ષય થાય છે અને તેથી અનંતવિષયક જ્ઞાન પ્રાપ્ત થાય છે. આથી સમજી શકાશે કે ધારણા ધ્યાન અને સમાધિ સ્વરૂપ તે તે સંયમમાત્રથી સર્વવિષયક જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ચિત્તની એકાગ્રતા માટે તે તે આલંબનનો નિષેધ નથી. પરંતુ એ આલંબનો આત્મપ્રણિધાનમાં પરિણમે તો જ તે સફળ છે અર્થાત્ મોક્ષસાધક છે. સાંખ્યો આત્માને શેય માનતા નથી. તેથી તેનું પ્રણિધાન શક્ય નથી. આત્માને શેય માનવામાં ન આવે તો બાકીની બધી જ વાતો નિરર્થક બની જાય છે... ઇત્યાદિથી અધિક જાતે વિચારવું જોઇએ. અહીં તો માત્ર દિગ્દર્શન કર્યું છે. I૨૬-૨૨ ચિરકાળથી સંચિત એવાં કર્મોના નાશના ઉપાયભૂત યોગને જણાવાય છે— प्रायश्चित्तं पुनर्योगः, प्राग्जन्मकृतकर्मणाम् । अब्धीनां निश्चयादन्तः, - कोटाकोटिस्थितेः किल ।।२६ - २३।। प्रायश्चित्तमिति—प्राग्जन्मकृतपाप्मनां पुनः प्रायश्चित्तं योगः, तन्नाशकत्वात् तस्य । तथा सत्ये । अब्धीनां सागरोपमाणमन्तःकोटाकोटीस्थितेर्निश्चयादपूर्वकरणारम्भेऽपि तावत्स्थितिककर्मसद्भावावश्यकत्वस्य महाभाष्यादिप्रसिद्धत्वात्तस्य च धर्मसंन्यासैकनाश्यत्वादिति ॥ २६-२३। “પૂર્વજન્મમાં કરેલાં કર્મોનું પ્રાયશ્ચિત્ત પણ યોગ છે. ખરેખર જનિશ્ચયથી એ કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટિ સાગરોપમ હોય છે.” – આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું યોગમાહાત્મ્ય બત્રીશી ૯૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ છે કે, પૂર્વ જન્મોમાં કરેલાં પાપકર્મોના નાશ માટે પ્રાયશ્ચિત્ત યોગ છે. પ્રાયશ્ચિત્તથી એ પાપકર્મોનો નાશ થાય છે. તેથી પ્રાજન્મમાં કરેલાં કર્મોનું પ્રાયશ્ચિત્ત યોગ કહેવાય છે. ખરેખર જ એક અંતઃકોટાકોટિ સાગરોપમ પ્રમાણની કર્મોની સ્થિતિ અપૂર્વકરણ(આઠમા ગુણસ્થાનક)ના પ્રારંભે પણ નિશ્ચયથી હોય છે. એ પ્રમાણે વિશેષાવશ્યક-મહાભાષ્યમાં પ્રસિદ્ધ છે અને એ કર્મો ધર્મસંન્યાસયોગથી જ નાશ કરી શકાય છે. એ બધાં કર્મો ભોગવીને ખપાવવાં પડે તો ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. ક્ષયોપશમભાવના ધર્મોનો(ક્ષમાદિ ધર્મોનો) જેમાં ત્યાગ કરવાનો હોય છે અને ક્ષાયિક ધર્મોની જેમાં પ્રાપ્તિ છે, તે યોગને ધર્મસંન્યાસયોગ કહેવાય છે; જેની પ્રાપ્તિ અપૂર્વકરણે(આઠમા ગુણઠાણે) થાય છે. ધર્મસંન્યાસયોગ પ્રવ્રજ્યાના કાળમાં હોય છે. શ્રી પંચાશકપ્રકરણમાં જણાવ્યું પણ છે કે પ્રાજન્મકૃત કર્મોનું પ્રાયશ્ચિત્ત પ્રવ્રજ્યા છે. આથી સમજી શકાશે કે કર્મોના નાશ માટે સાંખ્યાભિમત કાયવ્યૂહ નિરર્થક છે. તેનો નાશ ધર્મસંન્યાસયોગ(સામર્થ્યયોગ)થી થાય છે... ઇત્યાદિ વિચારવું જોઇએ. ૨૬-૨૩ા પ્રાઞ્જન્મનાં નિકાચિત કોટિનાં કર્મોનો નાશ કરવા માટે કાયવ્યૂહ આવશ્યક છે આ શંકાનું સમાધાન કરાય છે— निकाचितानामपि यः, कर्मणां तपसा क्षयः । सोऽभिप्रेत्योत्तमं योगमपूर्वकरणोदयम् ।।२६-२४।। निकाचितानामिति-निकाचितानामपि उपशमनादिकरणान्तसंयोग्य ( ज्य) त्वेन व्यवस्थापितानामपि कर्मणां यस्तपसा क्षयो भणित इति शेषः । “तवसा उ निकाइआणं पि” इति वचनात् । सोऽपूर्वकरणोदयमुत्तमं योगं धर्मसंन्यासलक्षणमभिप्रेत्य । न तु यत्किञ्चित्तप इति द्रष्टव्यं । तत्त्वमत्रत्यमध्यात्मपरीक्षादौ વિચિતમ્ ।।૨૬-૨૪॥ ,, “નિકાચિત એવાં પણ કર્મોનો જે ક્ષય તપથી વર્ણવાય છે, તે અપૂર્વકરણે (સામર્થ્યયોગમાં) પ્રાપ્ત થયેલ ઉત્તમ એવા યોગસ્વરૂપ તપને આશ્રયીને છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તપથી નિકાચિત એવાં પણ કર્મો ક્ષય પામે છે – આ પ્રમાણેનાં વચનથી માત્ર ધર્મસંન્યાસયોગથી જ કર્મોનો નાશ થાય છે એવું નથી - આ શંકાનું સમાધાન આ શ્લોકથી કરાય છે. ઉપશમનાદિકરણાંતર માટે જે કર્મો અયોગ્યસ્વરૂપે વ્યવસ્થાપિત છે, તે કર્મોને નિકાચિત કર્મો કહેવાય છે. ‘તપથી નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે...' ઇત્યાદિ વચનથી કર્મોનો (નિકાચિતનો) જે ક્ષય તપથી જણાવ્યો છે; તે કર્મક્ષય, અપૂર્વકરણગુણસ્થાનકે પ્રાપ્ત થયેલા ઉત્તમ એવા ધર્મસંન્યાસસ્વરૂપ યોગને આશ્રયીને છે. એની પૂર્વેના બીજા કોઇ તપને આશ્રયીને એ વાત એક પરિશીલન ૯૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ જણાવી નથી.. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. આથી વિશેષ આવિષયનું વર્ણન સ્વયં ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમત પરીક્ષાદિમાં કર્યું છે. વિસ્તારાર્થીએ તે ત્યાંથી જ જાણી લેવું જોઈએ. //ર૬-૨૪ો. યોગના અચિંત્ય સામર્થ્યનું દષ્ટાંતથી સમર્થન કરાય છે– अपि क्रूराणि कर्माणि, क्षणाद् योगः क्षिणोति हि । ज्वलनो ज्वालयत्येव, कुटिलानपि पादपान् ॥२६-२५॥ “ભયંકર એવાં પણ કમને ક્ષપકશ્રેણીકાળમાંનો જ્ઞાનયોગ ક્ષણવારમાં ક્ષીણ કરે છે. ગમે તેવાં કુટિલ એવાં વૃક્ષોને અગ્નિ બાળે જ છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે વૃક્ષોને જેમ અગ્નિ બાળે છે, તેમ સામર્થ્યયોગમાં પ્રગટેલો જ્ઞાનાગ્નિસ્વરૂપ યોગ કર્મસ્વરૂપ ઇન્ધનને પણ ક્ષણવારમાં બાળી નાંખે છે. યોગના અચિંત્ય સામર્થ્યનો ખ્યાલ ઉપર જણાવેલી વાતથી સારી રીતે આવે છે. સામર્થ્યયોગની અવસ્થામાં પ્રાપ્ત થતા યોગનો પ્રભાવ ખૂબ જ પ્રસિદ્ધ છે. ભવોભવની સાધનાની સિદ્ધિનો એ અનુભવ છે. અનાદિ અને અનંત આ સંસારમાં કર્મની ભયંકરતાની પ્રતીતિ થાય નહીં અને તેના ઉચ્છેદની ભાવના ન થાય, ત્યાં સુધી અહીં વર્ણવેલા યોગનું માહાસ્ય સમજવાનું શક્ય નથી. એક અંત:કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળાં કર્મોનો ક્ષય માત્ર અંતર્મુહૂર્ત કાળમાં થાય છે – એ એકમાત્ર યોગનો પ્રભાવ છે. આપણે ઉત્કટ સાધનને ઇચ્છીએ છીએ પરંતુ સિદ્ધિની ઉત્કટ ઇચ્છા છે કે નહિ – એનો વિચાર પણ કરતા નથી. હિાસાથી દિદક્ષા સુધી પહોંચતા તો સાધનાની કંઈકેટલી ય ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. ત્યાર પછી જ આ કર્મનાશક યોગની પ્રાપ્તિ થાય છે. ર૬-૨પા યોગની પ્રાપ્તિ થયા પછી ભૂતકાળનાં કોઇ પણ કર્મો નાશ પામ્યા વિના રહેતાં નથી – એ દષ્ટાંતથી જણાવાય છે અર્થાત્ યોગથી ગમે તેવા કર્મો પણ નાશ પામે છે-એ દષ્ટાંતથી જણાવાય છે– दृढप्रहारिशरणं, चिलातिपुत्ररक्षकः । પ પાતાં થોડ, પક્ષપાતા શો રદ્દદ્દા “દઢપ્રહારીએ જેનું શરણું સ્વીકારેલું અને ચિલાતીપુત્રનું રક્ષણ કરનાર એવો યોગ પાપ કરનારના પક્ષપાતથી શંકા નથી કરતો.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ અને ગાય - એ ચારની હત્યાને કરનાર દઢપ્રહારીનો વૃત્તાંત અને સુષમાનું માથું ધડથી જુદું કરનાર શિલાતિપુત્રનો વૃત્તાંત પ્રસિદ્ધ છે. આવાં ભયંકર પાપ કરનારા પણ યોગને પ્રાપ્ત કરી ક્ષણવારમાં સ્વકલ્યાણનાં ભાજન બન્યા છે. એ વખતે “આ પાપી છે માટે ૯૪ યોગમાયાભ્ય બત્રીશી Page #98 -------------------------------------------------------------------------- ________________ એમને તારવા નથી.” આવો પક્ષપાત યોગે કર્યો નહિ. અર્થાત એવાં પાપકર્મોનો પણ યોગથી ક્ષય થયો છે... ઈત્યાદિ સમજી શકાય છે. ૨૬-૨૬ll યોગનો મહિમા જ વર્ણવાય છે अहर्निशमपि ध्यातं, योग इत्यक्षरद्वयम् । પ્રવેશાય પાપાનાં, ઘુવં વસ્ત્રાતા ર૬-૨૭મી “રાતદિવસ-સતત “યોગ' આ બે અક્ષરનું ધ્યાન કરવામાં આવે તો તે, આત્મામાં પાપનો પ્રવેશ થવા નહિ દેવા માટે વજની અર્ગલા આગળિયો) બને છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે – યોગની સાધના તો સિદ્ધિઓનું સ્થાન છે જ. પરંતુ માત્ર યોગનું નામસ્મરણ-ધ્યાન પણ આત્માને પાપથી દૂર રાખે છે. અર્થાત્ આત્મામાં પાપનો પ્રવેશ જ થવા દેતું નથી. ર૬-૨થી યોગ જેમ મોક્ષનું સાધન છે, તેમ બીજા કોઈ દુષ્ટ આશયથી કરેલી યોગની પ્રવૃત્તિ ઉપદ્રવને કરનારી બને છે - તે જણાવાય છે– - માનીવિકિનાર્થેન, યોગાસ્ય = વિશ્વના ! पवनाभिमुखस्थस्य, ज्वलनज्चालनोपमा ॥२६-२८॥ આજીવિકાદિના પ્રયોજનથી જે યોગની વિડંબના છે તે પવનની સામે રહેલાની અગ્નિ પ્રગટાવવા જેવી ક્રિયા છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે જેઓ જીવનનો નિર્વાહ, માનસન્માન કે ખ્યાતિ વગેરે માટે યોગની પ્રવૃત્તિ કરે છે, તેમને તેના ફળસ્વરૂપે વિડંબના જ પ્રાપ્ત થાય છે. યોગના ફળ તરીકે પ્રાપ્ત થનારી સિદ્ધિઓ તો દૂર રહી, પરંતુ ભવાંતરમાં યોગનું શ્રવણ પણ મળે નહીં. આ વાતને ઉપમા દ્વારા શ્લોકના ઉત્તરાર્ધથી સમજાવી છે. પાક(રસોઇ) વગેરેના સાધનભૂત અગ્નિને પણ કોઈ માણસ પવનની સામે રહીને અયોગ્ય રીતે પ્રગટાવે તો, તેના ફળની પ્રાપ્તિના બદલે તેને પોતાને જ તે બાળી નાખે. આવી રીતે જ આજીવિકાદિના આશયથી કરાયેલી યોગની પ્રવૃત્તિ અનર્થનું જ કારણ બને છે. તેથી શ્રી વીતરાગ પરમાત્માએ વિહિત કરેલા આશયથી જ યોગની આરાધના કરવી જોઈએ. અન્યથા તો તેની વિડંબના છે - એ સૂચવ્યું છે. ૨૬-૨૮ વિશુદ્ધ આશય વિના કરેલી યોગની આરાધનાના અનિષ્ટ ફળને જણાવીને હવે શુદ્ધ આશયથી થયેલી યોગની સ્પૃહા પણ ઈષ્ટ ફળને આપનારી છે, તે જણાવાય છે– એક પરિશીલન ૯૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ योगस्पृहापि संसारतापव्ययतपात्ययः । મદદ સરસ્તીરસગીરાદરીય: ર૬-૨૨ “યોગની સ્પૃહા પણ સંસારના તાપને દૂર કરવા માટે વાદળસમાન છે. મહોદયમોક્ષસ્વરૂપ સરોવરના તીર ઉપરના પવનની લહેરના સ્પર્શ સ્વરૂપ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો ભાવ સ્પષ્ટ છે કે યોગની પ્રાપ્તિથી તો પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ યોગની સ્પૃહાથી પણ આ સંસારના તાપનો વ્યય થાય છે. સંસારના તાપના વિનાશ માટે યોગની સ્પૃહા વાદળ જેવી છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ સંસારમાં પાપના યોગે જયારે દુઃખ આવે છે, ત્યારે તો સંસારના તાપનો અનુભવ થાય છે; પરંતુ જયારે પુણ્યના યોગે સુખ મળે ત્યારે સંસારના તાપનો અનુભવ થાય તો તેને દૂર કરવા માટે યોગની સ્પૃહા થતી હોય છે અને તેથી ચોક્કસ જ તે તાપનો વ્યય થાય છે. બાકી તો સંસારમાં પ્રાપ્ત થતા દુઃખને દૂર કરવા અને પુણ્યથી મળતા સુખને મેળવવા માટે યોગની સ્પૃહા થાય તો તે વાસ્તવિક નથી. સંસારમાત્રના ઉચ્છેદની ઇચ્છાથી(જિતાસાથી) જે યોગની સ્પૃહા થાય છે, તે સ્પૃહા વાસ્તવિક છે અને એવી સ્પૃહા સંસારના તાપને દૂર કરવા માટે વાદળ જેવી છે. સૂર્યના તાપને વાદળ જેમ અંશતઃ દૂર કરે છે, તેમ અંશતઃ સંસારના તાપને દૂર કરવાનું સામર્થ્ય યોગની સ્પૃહામાં છે. સવાલ માત્ર જિહાસાનો છે. આ રીતે યોગની સ્પૃહાથી અલ્પાંશે પણ સંસારના તાપનો વ્યય-ક્ષય થવાથી તેટલા અંશે મોક્ષના આનંદનો અનુભવ થાય છે. તેથી આત્મા, મોક્ષ(મહોદય)સ્વરૂપ સરોવરના કિનારા (તટ-તીર) ઉપરના પવનની લહેરની શીતળતા જેવી શીતળતાનો અનુભવ કરે છે. તાદશ પવનની લહેરના લય (સ્પર્શ)જેવી યોગની સ્પૃહા છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ર૬-૨લા અન્યદર્શનોમાં પણ યોગનું નિરૂપણ છે, પરંતુ તે તાત્ત્વિક નથી, એ જણાવાય છે– योगानुग्राहको योऽन्यः, परमेश्वर इष्यते । अचिन्त्यपुण्यप्राग्भार, - योगानुग्राहा एव सः ॥२६-३०॥ “યોગની પ્રાપ્તિ કરાવનાર ઈશ્વરને અન્ય દર્શનકારો માને છે. પરંતુ અચિંત્ય એવા પુણ્યસંભારને ધારણ કરનારા શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા યોગને, ઇશ્વરે પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે અર્થાત્ જેને અન્ય દર્શનકારો અનુગ્રહ કરનાર તરીકે ઇચ્છે છે, તે વસ્તુતઃ અનુગ્રહપાત્ર છે.”- આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - “એકચિત્તે જે લોકો મારી ઉપાસના કરે છે તેના યોગક્ષેમને હું કરું છું..” ઇત્યાદિ વચનોથી અન્ય દર્શનકારોએ ઈશ્વરના અનુગ્રહથી મુમુક્ષુઓને યોગની પ્રાપ્તિ થાય છે - એ પ્રમાણે વર્ણવ્યું છે. પણ ખરી રીતે યોગમાહાભ્ય બત્રીશી Page #100 -------------------------------------------------------------------------- ________________ તો અન્યાભિમત ઇશ્વરને જ હજુ યોગની પ્રાપ્તિ થઇ નથી. એમનું સ્વરૂપ જે રીતે વર્ણવાયું છે તે જોતાં તો શસ્ત્રાદિનો સંપર્ક અને કામિનીનો સંગ... ઇત્યાદિના કારણે સ્વયં વિટંબણા પામેલા છે. એનાથી મુક્ત થવા માટે તેમને પોતાને જ યોગની પરમાવશ્યકતા છે. યોગથી જેને અનુગ્રાહ્ય થવાનું છે તે યોગના અનુગ્રાહક કઇ રીતે થાય - એ સમજી શકાય એવું છે. આથી સ્પષ્ટ છે કે અન્યદર્શનમાં તાત્ત્વિક યોગ નથી. માત્ર યોગનો આભાસ છે. દરિદ્રના મનોરથોની જેમ અન્યદર્શનકારો યોગના પરમાર્થથી ઘણા દૂર-સુદૂર છે... ઇત્યાદિ સ્વયં સમજી લેવું જોઇએ. અથવા સુયોગ્ય અધ્યાપકો પાસેથી એ સમજી લેવાની આવશ્યકતા છે. અન્યથા મિથ્યાત્વની પ્રાપ્તિ થવામાં વિલંબ નહીં થાય. ||૨૬-૩૦ યોગના અપૂર્વ સામર્થ્યને જણાવાય છે— भरतो भरतक्षोणीं, भुञ्जानोऽपि महामतिः । तत्कालं योगमाहात्म्याद्, बुभुजे केवलश्रियम् ॥२६-३१॥ ‘છ ખંડ ભરતની સમગ્રભૂમિને ભોગવવા છતાં મહામતિ એવા ચક્રવર્તી ભરતમહારાજાએ તે કાલે યોગના પ્રભાવથી કેવલજ્ઞાનસ્વરૂપ લક્ષ્મીને અનુભવી.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તીપણાનાં સુખોનો ઉપભોગ કરોડો વર્ષો સુધી કરવા છતાં, યોગના પ્રભાવથી; તત્કાળ કેવળજ્ઞાનસ્વરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરી હતી. મહારંભ અને મહાપરિગ્રહના સુદીર્ઘકાળમાં જે કર્મબંધ થયો હોય એવાં પણ કર્મોનો ક્ષય, યોગની પ્રાપ્તિ થતાંની સાથે થયો. અચિંત્ય છે, યોગનું સામર્થ્ય ! ભરતમહારાજાનો વૃત્તાંત સુપ્રસિદ્ધ છે. યોગશાસ્ત્ર... વગેરે ગ્રંથથી એ જાણી લેવો જોઇએ. ૨૬-૩૧॥ શ્રી ભરતમહારાજાએ પૂર્વભવમાં સુંદર કોટિની સંયમની સાધના કરી હતી. તેના યોગે બંધાયેલા પુણ્યના ઉદયથી પ્રાપ્ત ચક્રવત્તિપણાના ભોગોની પ્રવૃત્તિમાં પણ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. આ રીતે પૂર્વે જેમને ધર્મની પ્રાપ્તિ થઇ છે, તેમને વિશે યોગનું માહાત્મ્ય વર્ણવીને હવે પૂર્વે જેમને ધર્મની પ્રાપ્તિ થઇ ન હતી, તેમને વિશે યોગનું માહાત્મ્ય વર્ણવાય છે— पूर्वमप्राप्तधर्मापि, परमानन्दनन्दिता । યોપ્રભાવતઃ પ્રાપ, મવેવા પર પણ્ ॥૨૬-૩૨॥ “પૂર્વે જેમને ધર્મની પ્રાપ્તિ થઇ નથી એવાં મરુદેવા માતા, યોગના પ્રભાવથી ૫૨માનંદમાં આનંદિત થયેલા પરં-પદને પામ્યાં.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે તથાભવ્યત્વાદિના કારણે આ સંસારમાં મરુદેવામાતા છેલ્લા ભવની પૂર્વે ધર્મની જેમ એક પરિશીલન ૯૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ ત્રસપણું પણ ક્યારે ય પામ્યાં ન હતાં. પરંતુ યોગના અપ્રતિમ સામર્થ્યથી પરમાનંદથી આનંદિત થયેલાં તેઓ પરં-પદ(મોક્ષ)ને પામ્યાં હતાં. તેમનો પણ વૃત્તાંત પ્રસિદ્ધ છે. શ્રી મરુદેવામાતાનું ઉદાહરણ યોગના અચિંત્ય પ્રભાવને વર્ણવવા માટે સરસ છે. વિશિષ્ટ તથાભવ્યત્વના કારણે આવા પ્રકારના અચિંત્ય સામર્થ્યવાળા યોગની પ્રાપ્તિ થતી હોય છે. દરેક આત્માનું તથાભવ્યત્વ સરખું હોતું નથી. આપણને પણ આપણા તથાભવ્યત્વનો ખ્યાલ નથી. આવી સ્થિતિમાં શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ તથાભવ્યત્વના પરિપાકનાં સાધનોને સેવી શ્રી મરુદેવી માતાની જેમ તો નહિ, પરંતુ તેઓશ્રીએ પ્રાપ્ત કરેલા પરમપદને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... ૨૬-૩૨॥ અવીત્યાઘાર મ્યાષ્ટનોની મુળમા ||૨૬-૨૯-૨૬-૨૭-૨૮-૨૧-૩૦-૩૧-૩૨II ।। इति श्रीद्वात्रिंशद्द्द्वात्रिंशिकायां प्रकरणे योगमाहात्म्यद्वात्रिंशिका ॥ ૯૮ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ યોગમાહાત્મ્ય બત્રીશી Page #102 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે આ પૂર્વેની બત્રીશીમાં વર્ણવેલું યોગમાયાભ્ય ભાવભિક્ષુઓમાં જ સંભવિત હોવાથી તેમનું સ્વરૂપ આ બત્રીશીમાં વર્ણવાય છે. પૂ. સાધુભગવંતો ભાવભિક્ષુઓ છે. તેઓશ્રીના મુનિ, નિગ્રંથ અને અણગાર વગેરે બીજાં અનેકાનેક નામો છે. આમ છતાં તે તે નામોનો પ્રધાનપણે ઉપયોગ ન કરતાં “ભિક્ષુ' નામનો ઉપયોગ કરીને તેઓશ્રીનું અહીં સ્વરૂપ વર્ણવ્યું છે. સામાન્યથી ભિક્ષુ' શબ્દનો અર્થ ખૂબ જ પ્રસિદ્ધ છે. માત્ર ભિક્ષાથી નિર્વાહ કરનારાને ભિક્ષુ કહેવાય છે. ભિક્ષુ' પદથી પૂ. સાધુભગવંતોની નિષ્પાપ અવસ્થા ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. પોતાના શરીરને ટકાવવા માટે અત્યંત આવશ્યક એવા આહારાદિને ગ્રહણ કરવાના પ્રસકે પણ તેઓશ્રી રાંધવા વગેરેના પાપથી સર્વથા દૂર રહે છે. જેઓ પોતાના નિર્વાહ માટે પણ પાપ કરતા નથી, તેઓશ્રી બીજાં બધાં પ્રયોજને પાપ કરે જ કઈ રીતે ? ભિક્ષાથી પ્રાપ્ત થયેલા આહારાદિથી નિર્વાહ કરતી વખતે પણ સતત ઉપયોગ રાખીને ભિક્ષાસંબંધી અનુમોદનાના પાપથી પણ તેઓશ્રી દૂર રહેતા હોય છે. આહારાદિ માટે સર્વથા પરાવલંબી હોવા છતાં કોઇની પણ અપેક્ષા ન હોવાથી સ્વાત્મરમણતામાં કોઈ જ વિઘ્ન આવતું નથી. આનું મુખ્ય કારણ શ્રી વિતરાગપરમાત્માએ ઉપદેશેલી સર્વસંપત્કરી ભિક્ષા છે, જે ભિક્ષા મોક્ષની પ્રત્યે કારણભૂત છે. તે ભિક્ષાને આશ્રયીને પૂ. સાધુ મહાત્માઓને અહીં ભાવભિક્ષુ તરીકે વર્ણવ્યા છે. પ્રથમ સોળ શ્લોકોથી ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. દ્રવ્ય અને ભાવ ગૃહથી નીકળીને અને ચિત્તને સમાધિમય બનાવીને ત્યજી દીધેલા વિષયોને ફરીથી જેઓ ઇચ્છતા નથી, તેઓ ભાવભિક્ષુ છે... આ રીતે ભિક્ષુના સ્વરૂપના નિરૂપણનો પ્રારંભ કરી દરેક શ્લોકમાં તેમનું વિશેષ સ્વરૂપ વર્ણવ્યું છે. સોળમા શ્લોકમાં એ સ્વરૂપ વર્ણવતાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે – “આ શરીર અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયેલું છે અને અશાશ્વત (અનિત્ય) છે – એમ સમજીને શાશ્વત એવા મોક્ષ માટે જે પ્રયત્ન કરે છે, તે ભાવભિક્ષુ છે. દુનિયાની બીજી બધી વસ્તુઓનો ત્યાગ કર્યા પછી પણ ભિક્ષુપણામાં શરીર તો સાથે જ હોય છે. એની પ્રત્યે મમત્વ ન હોય અને એની અનિત્યતાનો વાસ્તવિક ખ્યાલ હોય તો પૂ. સાધુ મહાત્માઓને મોક્ષની સાધનામાં કોઈ જ અવરોધ નથી. એ સોળમા શ્લોકનો પરમાર્થ નિરંતર સ્મરણીય છે. સત્તરમા શ્લોકથી ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિના આધારે ભિક્ષુ પદનો અર્થ જણાવ્યો છે કે આઠ કર્મને તપ વડે જે ભેદે છે તેને ભિક્ષુ કહેવાય છે. ત્યાર બાદ અઢારમા શ્લોકથી ભિક્ષુ શબ્દના અર્થને સમજાવનારાં કુલ અઠ્ઠાવીસ નામો જણાવ્યાં છે. પાંચ શ્લોકોથી વર્ણવેલાં એ અઠ્ઠાવીસ નામોનો અર્થ પણ તે તે શ્લોકોની ટીકામાં જણાવ્યો છે. એના અનુસંધાનથી ભિક્ષુના યથાર્થ સ્વરૂપનો ચોક્કસ જ ખ્યાલ આવે છે. ભાવભિક્ષુનું એ સ્વરૂપ હૃદયની અંદર અંકિત કરી લેવાય એક પરિશીલન ૯૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ તો સંયમજીવનની સાધના માટે એક મજબૂત આલંબન મળી રહે. શ્લોક નં. ૨૩ થી ભાવભિક્ષુનાં સંવેગ, વિષયત્યાગ અને સુશીલોની સતિ... વગે૨ે સોળ લિજ્ઞોનું વર્ણન શરૂ થાય છે. ભાવભિક્ષુપણામાં સંવેગાદિ લિજ્ઞો પ્રકૃષ્ટભાવને પામેલાં હોય છે. સોળ શ્લોકોથી વર્ણવેલું ભિક્ષુનું સ્વરૂપ, અઠ્ઠાવીસ પર્યાયવાચક નામો દ્વારા વર્ણવેલો ભિક્ષુ શબ્દનો અર્થ અને છેલ્લે વર્ણવેલાં ભિક્ષુનાં સોળ લિજ્ઞોનો વિચાર કરીએ તો ભિક્ષુને ઓળખવામાં કોઇ જ તકલીફ નહિ પડે. ખૂબ જ વિસ્તારથી અનેક રીતે અહીં ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. પ્રસઙ્ગથી ભાવભિક્ષુનું નિરૂપણ કરીને દ્રવ્યભિક્ષુનું પણ અહીં નિરૂપણ કર્યું છે. દ્રવ્યભિક્ષુના જ્ઞાનથી તેનાથી વિલક્ષણ એવા ભાવભિક્ષુનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. દ્રવ્યભિક્ષુઓ પ્રધાન અને અપ્રધાન ભેદથી બે પ્રકારના છે. અપ્રધાન દ્રવ્યભિક્ષુઓ લૌકિક અને લોકોત્તર ભેદથી બે પ્રકારના છે. આ રીતે ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવીને છેલ્લા શ્લોકમાં જે જણાવ્યું છે તે ક્યારે પણ વીસરી શકાય એવું નથી. ભિક્ષુના અનંત ગુણોનું વર્ણન કરવાનું કોઇ પણ રીતે શક્ય નથી. પરંતુ એમાંથી જે પણ થોડા ગુણોનું અહીં વર્ણન કર્યું છે એની પરિભાવના પણ પરમાનંદ-મોક્ષનું કારણ છે. જેની પરિભાવના પણ જો ૫૨માનંદનું કારણ બને છે, તો તેની પ્રાપ્તિ શું ન કરે ? અંતે પરમાનંદની પ્રાપ્તિ માટે આ બત્રીશીના પરિશીલનથી તે તે ભિક્ષુના ગુણોની પરિભાવનામાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ ગ્રીન ફિલ્ડ સોસાયટી વલવણ : ચૈ.સુ. ૧ ૧૦૦ ભિક્ષુ બત્રીશી Page #104 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते भिक्षुद्वात्रिंशिका अनन्तरं योगमाहात्म्यमुपदर्शितं तच्च भिक्षौ सम्भवतीति तत्स्वरूपमिहोच्यते— આ પૂર્વે યોગનું માહાત્મ્ય વર્ણવ્યું. તે ભિક્ષુમાં જ સંભવે છે. તેથી હવે ભિક્ષુનું સ્વરૂપ અહીં વર્ણવાય છે— नित्यं चेतः समाधाय, यो निष्क्रम्य गुरुदिते । प्रत्यापिबति नो वान्तमवशः कुटिलभुवाम् ॥ २७-१॥ नित्यमिति – यो निष्क्रम्य द्रव्यभावगृहाद् योग्यतायां सत्यां । गुरूदिते ज्ञानवृद्धवचने । नित्यं निरन्तरं चेतः समाधाय प्रणिधाय । वान्तं परित्यक्तं विषयजम्बालं । नो नैव प्रत्यापिबति पुनराद्रियते अवशः । ટિનમુવાં પુરન્ધીનામ્ ||૨૭-૧|| આ શ્લોકમાં, ‘સ ભામિક્ષુઃ' આ પદનો સત્તરમા શ્લોકમાંથી સંબંધ છે. તેમ જ આગળના પણ પંદર શ્લોકમાં તેનો સંબંધ છે. “ઘરમાંથી નીકળીને જે, ગુરુદેવશ્રીના વચનમાં નિરંતર ઉપયોગ રાખીને; ત્યજી દીધેલાં વિષયસુખોને સ્ત્રીઓને વિશે પરવશ બન્યા વિના પાછા ઇચ્છતા નથી, તે ભિક્ષુ (ભાવભિક્ષુ) છે.” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્યતા હોતે છતે દ્રવ્ય અને ભાવ ઘરનો ત્યાગ કરી જેઓ અણગાર થાય છે તેઓએ સદાને માટે પૂ. ગુરુભગવંતના પરમતારક વચનમાં પ્રણિધાનવાળા બનવું જોઇએ. ગામ, નગર, ઘર વગેરે દ્રવ્ય-ઘર છે અને વિષય-કષાયની પરિણતિ વગેરે ભાવગૃહ છે. દ્રવ્ય અને ભાવગૃહનો ત્યાગ કરી અણગાર અવસ્થા પ્રાપ્ત કરાય છે. આ રીતે સંયમ ગ્રહણ કર્યા પછી સંયમના ફળ સુધી પહોંચવા માટે ભવનિસ્તારક પરમપૂજ્ય ગુરુદેવશ્રીના વચનના પ્રણિધાન સિવાય બીજો કોઇ ઉપાય નથી. એ પ્રણિધાન ન હોય તો જે ત્યજી દીધું છે તે સારું લાગે, ઇચ્છનીય લાગે અને પ્રાર્થનીય લાગે. આવી સ્થિતિમાં સંયમ પાળવાનું અશક્ય બને છે. આથી જ્ઞાનથી વૃદ્ધ એવા ગુરુદેવશ્રીના વચનના પ્રણિધાનને નિરંતર સેવ્યા વિના ચાલે એવું નથી. સામાન્યથી વિષયસુખો ભયંકર છે જ પરંતુ એમાં પણ સ્ત્રીઓ સંબંધી વિષયસુખો મહાભયંકર છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં એ જણાવતાં ફરમાવ્યું છે કે ‘મોક્ષમાર્ગે પ્રયાણ કરતાં સ્ત્રીઓ કાદવસ્વરૂપ છે - એ જેણે જાણી લીધું છે તેઓ માટે શ્રમણપણું સુકર છે.' પૂ. ગુરુભગવંતના વચનમાં નિરંતર પ્રણિધાન રાખીને સ્ત્રીઓને આધીન બન્યા વિના જેઓ વિષયસ્વરૂપ કાદવને ફરીથી આદરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. આથી સ્પષ્ટ છે કે ગુરુવચનના પ્રણિધાન વિના ભાવભિક્ષુત્વ પ્રાપ્ત થતું નથી. નિરંતર ગુરુવચનના પ્રણિધાનથી આત્મા; ઉપર એક પરિશીલન ૧૦૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યા મુજબ સ્ત્રીઓને પરવશ બનતો નથી અને તેથી વિષયોને પણ ઇચ્છતો નથી, જેથી ભાવભિક્ષુત્વને પ્રાપ્ત કરી શકાય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૭-૧ી. પ્રતિજ્ઞાને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે पृथिव्यादींश्च षट्कायान्, सुखेच्छूनसुखद्विषः । गणयित्वात्मतुल्यान् यो, महाव्रतरतो भवेत् ॥२७-२॥ પૃથિવ્યાતીનિતિ–વ્યm: //ર૭-રા આ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય... આ છકાય જીવોને; પોતાની જેમ સુખની ઇચ્છાવાળા અને દુઃખના દ્વેષી માનીને જે મહાવ્રતોમાં રક્ત બને છે, તે ભાવભિક્ષુ છે. પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન મૈથુન અને પરિગ્રહથી સર્વથા યાવજીવ સુધી વિરામ પામવા સ્વરૂપ પાંચ મહાવ્રતો છે. પ્રથમ મહાવ્રતના પાલન માટે વાડ તુલ્ય બાકીનાં ચાર મહાવ્રતો છે. ચૌદ રાજલોકમાં અનંતાનંત જીવો છે, જેનો પૃથ્વીકાયાદિ છ પ્રકારોમાં સમાવેશ થાય છે. તે બધાય જીવો આપણી પોતાની જેમ જ સુખના રાગી અને દુઃખના દ્વેષી છે. એવા જીવોને આપણે સુખ તો આપી શકતા નથી. પરંતુ તેમને પોતાના તરફથી દુઃખ ન થાય એવી ભાવનાથી ભાવિત બની જેઓ મહાવ્રતોના પાલનમાં રત છે, તેઓ ભાવભિક્ષુ છે... ઇત્યાદિ સમજી શકાય એવું છે. ર૭-રા પ્રતિજ્ઞાના પાલન માટે શરીરનો નિર્વાહ જે રીતે કરાય છે તેને આશ્રયીને ભાવભિક્ષનું સ્વરૂપ વર્ણવાય છે– औद्देशिकं न भुञ्जीत, त्रसस्थावरघातजम् । बुद्धोक्तधुवयोगी यः, कषायांश्चतुरो वमेत् ॥२७-३॥ औदेशिकमिति-औदेशिकं कृताद्यन्यच्च सावधं । बुद्धोक्तेन जिनवचनेन धुवयोगी नित्योचितવોડાવાનું ર૭-રૂા. જેઓ, ત્રસ અને સ્થાવર જીવોને ઘાતથી ઉત્પન્ન થયેલું ઔશિક(આહારાદિ) વાપરતા નથી; શ્રી સર્વજ્ઞભગવંતોના વચન વડે નિત્ય યોગી છે અને ચાર કષાયનો ત્યાગ કરે છે, તે ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને જે કરેલું કે કરાવેલું વગેરે હોય તે કૃતાદિ અને બીજું કોઈ પણ સાવદ્ય (ભિક્ષાસંબંધી દોષોથી યુક્ત) એ બધું અહીં ઔશિક કહેવાય છે. આવાં ઔશિક આહાર, પાણી અને વસ્ત્રપાત્રાદિ જેઓ વાપરે નહીં તેઓ ભિક્ષુ છે. ભિક્ષાસંબંધી બેંતાળીશ દોષોથી રહિત એવાં આહારાદિ ગ્રહણ કરનારા ભાવભિક્ષુ છે. ૧૦૨ ભિક્ષુ બત્રીશી Page #106 -------------------------------------------------------------------------- ________________ તેમ જ શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચનથી કાયમ ઉચિતયોગમાં પ્રવૃત્તિને કરનારા ભાવભિક્ષુ છે. શ્રી વીતરાગ પરમાત્માએ તે તે કાળે જે જે કરવાનું ફરમાવ્યું છે, તે તે કાળમાં તે તે કરવામાં જેઓ નિત્ય ઉપયોગવાળા છે તે ધ્રુવયોગી ભાવભિક્ષુ છે. જેઓ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયનું વમન કરે છે, તે ભાવભિક્ષુ છે. ગમે તેવી સારી વસ્તુનો લોભ ન રાખે, તે મેળવવા માટે માયા ન સેવે, તેની પ્રાપ્તિથી માન ન કરે અને તે ન મળે તો ક્રોધ ન કરે : આ રીતે ચાર કષાયનું વમન કરનારા ભિક્ષુ છે. વમનમાં અને ત્યાગમાં થોડો ફરક છે. ત્યજેલી વસ્તુ કોઈ વાર આપણે લઈ પણ લેતા હોઈએ છીએ. પરંતુ વમેલું તો કોઈ પણ સંયોગોમાં પાછું લેતા નથી અને ઇચ્છતા પણ નથી. એ પ્રમાણે અહીં કષાયોનો ત્યાગ વમનસ્વરૂપ છે – એ સમજી શકાય છે. l/૨૭-all કષાયોનું વમન કર્યા પછી પ્રાપ્ત થયેલા લક્ષણને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપવર્ણવાય છે– निर्जातरूपरजतो, गृहियोगं च वर्जयेत् । सम्यग्दृष्टिः सदाऽमूढस्तथा संयमबुद्धिषु ॥२७-४॥ निर्जातरूपेति-निर्जातरूपरजतो निर्गतसुवर्णरूप्यः । परिग्रहान्तरनिर्गमोपलक्षणमेतत् । गृहियोगं मूर्छया गृहस्थसम्बन्धं । सम्यग्दृष्टिर्भावसम्यग्दर्शनी यः ।।२७-४।। “જેઓ સોનું અને રૂપું વગેરે બાહ્યપરિગ્રહ તથા મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહથી રહિત છે, મૂચ્છથી ગૃહસ્થનો સંબંધ રાખતા નથી, તેમ જ સંયમની બુદ્ધિને વિશે મૂઢતાથી રહિત છે એવા સમ્યગ્દષ્ટિ; ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્યથી કષાયનો હ્રાસ થયા પછી આ સંસારમાં કોઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ રહેતું નથી. તેથી સુવર્ણાદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહને તેમ જ પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લોભ : આ ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને પૂ. સાધુભગવંતો રાખતા નથી. ગૃહસ્થોની પ્રત્યે પણ મમત્વ ન હોવાથી તેમની સાથે મૂચ્છથી સંબંધ(પરિચય) રાખતા નથી. સમ્યગ્દષ્ટિ આત્માઓ તો ચોથા ગુણસ્થાનકે પણ હોય છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિનું વર્જન કરવા અહીં “સમ્યગ્દષ્ટિ' પદથી ભાવસમ્યગ્દષ્ટિની વિવક્ષા કરી છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે નિશ્ચયનું સમ્યગ્દર્શન હોય છે. આથી જ ભાવસમ્યગ્દર્શની પૂ. સાધુ મહાત્માઓ સંયમ-વિષયક બુદ્ધિને વિશે મૂઢ નથી હોતા. માર્ગના નિર્ણયમાં ખૂબ જ સ્પષ્ટ હોય છે. બંન્ને પ્રકારના પરિગ્રહથી રહિત, ગૃહસ્થના પરિચયથી રહિત અને સંયમના વિષયમાં મૂઢતાથી રહિત એવા ભાવસમ્યગ્દષ્ટિ મહાત્માઓ ભાવભિક્ષુ છે. શ્લોકમાં પ્રથમ પદથી બાહ્યપરિગ્રહથી રહિત અવસ્થા જણાવી છે. | ઉપલક્ષણથી આંતર પરિગ્રહથી રહિત અવસ્થા પણ સમજી લેવાની છે. ૨૭-૪ એક પરિશીલન ૧૦૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યકાળની ચિંતાને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે– न यश्चागामिनेऽर्थाय, सन्निधत्तेऽशनादिकम् । સાથર્મવાન્ નિમજ્જૈવ, મુવા સ્વાધ્યાયવ્ય : /ર૭-૧ll नेति-आगामिनेऽर्थाय श्वः परश्वो वा भाविने प्रयोजनाय । निमन्त्र्यवेत्यनेन स्वात्मतुल्यसाधर्मिकवात्सल्यसिद्धिरुक्ता । भुक्त्वा स्वाध्यायकृच्चेत्यत्र चशब्दाच्छेषानुष्ठानपरत्वग्रहेण नित्याप्रमादित्वमुक्तम् ।।२७५।। જેઓ ભવિષ્યમાં કામ લાગશે એમ સમજીને અશન પાન વગેરે પોતાની પાસે રાખતા નથી, તેમ જ પોતાના સાધર્મિકોની ભક્તિ કરીને જ વાપરે છે અને જેઓ વાપરીને સ્વાધ્યાયને કરનારા છે, તેઓ ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આજે અથવા કાલે કામ લાગશે એમ સમજીને ભવિષ્યકાળ માટે આહાર, પાણી કે ઔષધ વગેરે પૂ. સાધુભગવંતોએ પોતાની પાસે રાખવાનાં નથી. વર્તમાનમાં જેટલું ઉપયોગી હોય તેટલું જ રાખીને તે વખતે જ તે આહાર પાણી વગેરે તેઓ વાપરે છે. અન્યથા સન્નિધિ રાખવાથી તો ગૃહસ્થજેવા થવાય છે. વર્તમાનમાં પણ જે વાપરવાનું છે, તે પોતાના જેવા સાધર્મિકોને નિમંત્રીને તેમની ભક્તિ કરવા પૂર્વક વાપરવાનું છે. તેથી સાધર્મિક વાત્સલ્યની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે, જે દર્શનાચારવિશેષ છે. આ વાત નિમજ્જૈવ આ પદથી શ્લોકમાં જણાવી છે. તેમ જ વાપર્યા પછી પૂ. સાધુભગવંતો સ્વાધ્યાયને કરનારા છે. આ વાત જણાવીને ઉપલક્ષણથી સ્વાધ્યાયવ્ય અહીંના “ઘ' પદના ઉપાદાન દ્વારા એ જણાવ્યું છે કે સંયમજીવનના વિહાર વૈયાવૃત્ય.. વગેરે અનુષ્ઠાનમાં તત્પર રહી અપ્રમાદી બનવું, પણ નિદ્રાવિકથાદિ પ્રમાદ ન કરવો. એવા અપ્રમાદી; સન્નિધિથી રહિત અને સાધર્મિકોનું વાત્સલ્ય કરનારા ભાવભિક્ષુ કહેવાય છે. ર૭-પો. સ્વાધ્યાયાદિ કરતી વખતની અવસ્થાને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે– न कुप्यति कथायां यो, नाप्युच्चैः कलहायते । उचितेऽनादरो यस्य, नादरोऽनुचितेऽपि च ॥२७-६।। ન થતીતિ-વ્યm: //ર૭-દ્દા શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સમજી શકાય છે કે વાચનાદિ સ્વાધ્યાય સ્વરૂપ કથાપ્રસંગે અનેક વાર કોપનાં નિમિત્તો મળતાં હોય છે. પરંતુ એવા પ્રસંગે પૂ. સાધુભગવંતો કોપ કરતા નથી અને કલહ તો કોઈ પણ રીતે કરતા નથી. ઉચિત પ્રવૃત્તિમાં તેમને અનાદર હોતો નથી અને અનુચિત પ્રવૃત્તિમાં તેમને આદર પણ હોતો નથી. આથી સ્પષ્ટ છે કે કથાપ્રસંગે ભિક્ષુ બત્રીશી ૧૦૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ કોપ ન કરનારા, અત્યંત કલહને ન કરનારા અને ઉચિત-અનુચિતમાં અનુક્રમે અનાદર આદર નહીં રાખનારા ભાવભિક્ષુ છે. ર૭-૬ ભિક્ષુ પોતે કોપ ન કરે પણ બીજા કોપ કરે ત્યારે ભિક્ષનું સ્વરૂપ છે, તે વર્ણવાય છે– आक्रोशादीन् महात्मा यः, सहते ग्रामकण्टकान् । न बिभेति भयेभ्यश्च, स्मशाने प्रतिमास्थितः ॥२७-७।। आक्रोशादीनिति-आक्रोशादीनाक्रोशप्रहारतर्जनान् ग्रामकण्टकान् ग्रामाणामिन्द्रियाणां कण्टकवद्દુઃવહેતુત્વાન્ ર૭-૭ી. ઇન્દ્રિયોને માટે કાંટા જેવા આક્રોશાદિને જે સહન કરે છે અને પ્રતિમા ધ્યાને સ્મશાને રહેલા જે, ભયોથી ડરતા નથી, તે ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો ભાવ સમજી શકાય છે કે ગમે તે કારણે પોતાની ઉપર કોઈ આક્રોશ, વધ કે તાડનાદિ કરે તો પૂ. સાધુ મહાત્મા તેનો પ્રતિકાર ન કરે પરંતુ તેને સહન કરે. પગમાં કાંટો વાગવાથી જેમ દુઃખ થાય છે, તેમ આક્રોશાદિના કારણે ઇન્દ્રિયોને દુઃખ થાય છે. તેથી આક્રોશ, પ્રહાર, તિરસ્કાર આદિને ગ્રામકંટક તરીકે વર્ણવ્યા છે. આ પ્રમાણે આક્રોશાદિને સહન કરનારા અને પ્રતિમાળાને સ્મશાનમાં રહેલા જે મહાત્માઓ ભૂત-પ્રેતાદિના ભયોથી ભયભીત થતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. ૨૭-૭ના ભાવભિક્ષુઓ ભયથી રહિત હોય છે, એના કારણને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે. અર્થાત્ ભયરહિત અવસ્થા જેથી પ્રાપ્ત થાય છે તે સ્વરૂપ વર્ણવાય છે– आक्रुष्टो वा हतो वाऽपि लूषितो वा क्षमासमः । व्युत्सृष्टत्यक्तदेहो योऽनिदानश्चाकुतूहलः ॥२७-८॥ आक्रुष्टो वेति-आक्रुष्टो वा कुवचनैः । हतो वाऽपि दण्डादिभिः । लूषितो वा खड्गादिभिः । क्षमासमः पृथ्वीसमो निष्प्रतिकर्मत्वात् । व्युत्सृष्टो भावप्रतिबन्धाभावेन त्यक्तश्च विभूषाकरणेन देहः शरीरं यस्य (येन) स तथा । योऽनिदानो भाविफलाशंसारहितोऽकुतूहलश्च नटादिदर्शने ॥२७-८।। “આક્રોશ કરાયા હોય, હણાયા હોય અથવા કપાયા હોય તોપણ જેઓ પૃથ્વી સમાન છે, જેમણે શરીરનું વિસર્જન કર્યું છે અને શરીરનો ત્યાગ કર્યો છે, તેમ જ જેઓ નિયાણું અને કુતૂહલથી રહિત છે, તેઓ ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતો ઉપર કોઈ આક્રોશ કરે, તેઓશ્રીને કોઈ હણે કે કાપે તોપણ તેઓ પૃથ્વીની જેમ સહન કરે છે. તેથી જ તેઓ ભયથી રહિત છે. જેઓ સહનશીલ છે, તેઓને ભયનું કોઈ જ કારણ નથી. તેમ જ શરીર પ્રત્યે મમત્વ ન હોવાથી અને એક પરિશીલન ૧૦૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ તેનો ત્યાગ કર્યો હોવાથી ભયનું કોઈ કારણ નથી. શરીરના ત્યાગ વખતે પણ પરલોકમાં કોઈ સુખાદિની ઇચ્છા ન હોવાથી તેઓ નિયાણાથી રહિત છે અને સામાન્યથી નટ વગેરેના દર્શનમાં કુતૂહલ(ઉત્કંઠા) વગરના હોય છે. આથી સમજી શકાશે કે ખરાબ વચનોથી આક્રોશ કરાયેલા, દંડાદિ વડે હણાયેલા અથવા ખગાદિ વડે છેદાયેલા હોય તો ય કોઈ પણ પ્રકારે પ્રતિકાર ન કરવાના કારણે પૃથ્વીની જેમ સહન કરનારા મહાત્માઓ ભાવભિક્ષુ છે. તેમ જ શરીર પ્રત્યે મમત્વનો અભાવ હોવાથી અને તેની વિભૂષા કરવાનો ત્યાગ કર્યો હોવાથી વ્યુત્કૃષ્ટ અને ત્યક્ત શરીરવાળા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ભાવી ફળની આશંસાથી રહિત અને નટાદિના દર્શનમાં ઉત્કંઠાથી રહિત એવા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૮ શરીરનું મમત્વ ન હોવાથી ભાવભિક્ષુને પ્રાપ્ત થયેલા સ્વરૂપનું વર્ણન કરાય છે यश्च निर्ममभावेन, काये दोषैरुपप्लुते । जानाति पुद्गलान्यस्य, न मे किञ्चिदुपप्लुतम् ॥२७-९॥ यश्चेति-यश्च निर्ममभावेनाकालं सकलपरिग्रहोपादानशून्यचिदानन्दैकमूर्तिकशुद्धात्मस्वभावानुभवजनितेन निर्ममत्वेन । काये शरीरे । दोषैर्ध्वरशूलादिभिरुपप्लुते । जानाति पुद्गलान्यस्य मतो (स्यात्मनो) न मे किञ्चिदुपप्लुतं, पुद्गला एव परमुपप्लुता इति ॥२७-९।। રોગાદિ દોષોથી કાયા વ્યાપ્ત થયે છતે; કાયાની પ્રત્યે મમત્વનહોવાથી, “પુદ્ગલથી અન્ય એવા મને કોઈ ઉપદ્રવ નથી' આ પ્રમાણે જેઓ જાણે છે, તેઓ ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. સાધુભગવંતો સારી રીતે સમજે છે કે આત્માનું મૂળભૂત સ્વરૂપ અનાદિકાળથી પરિશુદ્ધ છે. સર્વ પ્રકારના પરિગ્રહના ગ્રહણથી તે શૂન્ય છે, અર્થાત્ કર્માદિનું તે ગ્રહણ કરતો નથી. ચિદાનંદસ્વરૂપ જ આત્માનો શુદ્ધ સ્વભાવ છે. આવા સ્વભાવનું અનુભાવન કરવાના કારણે પૂ. સાધુભગવંતોને આત્માને છોડીને બીજે ક્યાંય મમત્વ હોતું નથી. આ પ્રમાણે શુદ્ધાત્મસ્વભાવના અનુભવથી ઉત્પન્ન થયેલા નિર્મમત્વના કારણે પૂ. સાધુભગવંતો જાણે છે કે શરીરથી ભિન્ન એવા મારે, તાવ કે શૂલ વગેરે દોષોથી વ્યાપ્ત એવા શરીરના ઉપપ્લવથી કોઈ જ ઉપપ્લવ નથી. જે કાંઈ ઉપપ્લવ છે તે પુદ્ગલને છે. શરીરાદિ પગલોથી ભિન્ન એવા પોતાના સ્વરૂપને જેઓ જાણે છે તે ભાવભિક્ષુ છે. ર૭-લા स्वसंसर्गिणि निर्ममत्वभावनौपयिकं नमिराजर्षिदृष्टान्तमुपदर्शयति પોતાના શરીરાદિને વિશે નિર્મમત્વભાવનાને કેળવવા માટે ઉપાયભૂત શ્રીનમિરાજર્ષિનું દષ્ટાંત જણાવાય છે– ૧૦૬ ભિક્ષુ બત્રીશી Page #110 -------------------------------------------------------------------------- ________________ तथा हि मिथिलानाथो, मुमुक्षु निर्ममः पुरा । बभाण मिथिलादाहे, न मे किञ्चन दहाते ॥२७-१०॥ तथाहीति सम्प्रदायव्यक्तोऽयम् ।।२७-१०।। “શ્લોકાર્થ સ્પષ્ટ છે કે પૂર્વે મુમુક્ષુ મિથિલાના નાથ શ્રીનમિરાજર્ષિએ કહ્યું હતું કે મિથિલાનગરીના દાહબળવું તે)માં મારું કાંઈ જ બળતું નથી. શ્રી નમિરાજર્ષિની કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. મિથિલાના રાજા શ્રીનમિને એક વાર ખૂબ જ અસહ્ય વેદના ઉત્પન્ન થયેલી. એના ઉપચાર માટે તેમની રાણીઓ પોતે ચંદન ઘસતી હતી. રાણીઓના હાથમાંનાં કંકણોના અવાજથી તે વખતે ઉપરથી વધારે વેદના થઇ. તેથી મંત્રીઓની સૂચનાથી સૌભાગ્યસૂચક એક એક કંકણ રાખવાથી અને બાકીનાં કંકણો કાઢી નાંખવાથી ચંદન ઘસતી વખતે અવાજ બંધ થયો. તેથી શ્રીનમિરાજાએ મંત્રીઓને પૂછ્યું કે હવે રાણીઓ ચંદન ઘસતી નથી? ત્યારે મંત્રીઓએ કહ્યું કે “ના રાજન્ ! રાણીઓ અત્યારે પણ ચંદન ઘસી રહી છે. પણ પૂર્વે હાથમાં અનેક કંકણો હતાં તેથી અવાજ થતો હતો. હવે હાથમાં એક એક કંકણ રાખીને ચંદન ઘસી રહી છે. તેથી હવે અવાજ થતો નથી. આ પ્રમાણે મંત્રીઓના વચનને સાંભળીને એકત્વભાવનાથી ભાવિત બનેલા શ્રી નમિરાજાએ પ્રવ્રયા ગ્રહણ કરી. એ વખતે સ્વયં ઈન્દ્ર મહારાજાએ શ્રીનમિરાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા અનેક રીતે કરી હતી. એમાં ઇન્દ્રમહારાજાએ તેઓશ્રીને કહ્યું હતું કે આ મિથિલાનગરી બની રહી છે. તેની વ્યવસ્થા કરીને પછી દીક્ષા લેજો. એના જવાબમાં તેઓશ્રીએ ઈન્દ્ર મહારાજાને કહ્યું કે મિથિલાનગરી બળે છે એમાં મારું કશું જ બળતું નથી. પુદ્ગલથી ભિન્ન એવા પોતાને જાણીને શ્રી નમિરાજર્ષિએ એવો વૈરાગ્ય પ્રાપ્ત કરેલો. ઈન્દ્ર મહારાજાએ શ્રી નમિરાજર્ષિને બીજી અનેક વાતો કરેલી. પરંતુ પોતાની શ્રદ્ધાથી તેઓશ્રી વિચલિત થયા નહીં, જેનો વૃત્તાંત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી છે. ૨૭-૧ના કુતૂહલાદિથી રહિત એવા ભિક્ષુઓ પોતાના વસતિ-સ્થાનમાં જે રીતે રહે છે, તેને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે– हस्तेन चाङ्घिणा वाचा, संयतो विजितेन्द्रियः । अध्यात्मध्याननिरतः, सूत्रार्थं यश्च चिन्तयेत् ॥२७-११॥ हस्तेन चेति-हस्तेन चाधिणा च संयतः कारणं विना कूर्मवल्लीनत्वेन स्थितेः कारणे च सम्यग्गमनात् । वाचा संयतोऽकुशलवाग्निरोधकुशलवागुदीरणाभ्यां विजितेन्द्रियो निवृत्तविषयप्रसरः ।।२७-११॥ “જેઓ ઇન્દ્રિયોના વિજેતા છે, હાથ પગ અને વાણીથી સંયત છે અને અધ્યાત્મધ્યાનમાં લીન એવા જે પૂ. સાધુભગવંતો સૂત્ર અને અર્થનું ચિંતન કરે છે, તે ભાવભિક્ષુ છે. આ પ્રમાણે એક પરિશીલન ૧૦૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુમહાત્માઓ કુતૂહલથી રહિત હોવાથી રત્નત્રયીના કારણ વિના કાચબાની જેમ શરીરનાં અંગોપાંગને સંકોચીને રહેતા હોવાથી હાથ અને પગથી સંયત હોય છે. રત્નત્રયીનું પ્રયોજન હોય તો સમિતિના ઉપયોગપૂર્વક જાય છે. અન્યથા તો ઉપર જણાવ્યા મુજબ કાચબાની જેમ, હાથ-પગ સંકોચીને સંયમમાં લીન રહે છે. અકુશલ વચનોના પ્રયોગથી નિવૃત્ત બની અને કુશલ વચન-યોગની ઉદીરણા કરી તેઓશ્રી વાણીના સંયમમાં લીન રહે છે. તેથી જ પાંચે ય ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિથી નિવૃત્ત બની ઇન્દ્રિયોને જીતનારા છે. આ રીતે મન વચન અને કાયાના સંયમમાં લીન બનેલા પૂ. સાધુ ભગવંતો અધ્યાત્મના ધ્યાનમાં નિરત રહીને સૂત્ર અને અર્થનું નિરંતર ચિંતન કરે છે, તે મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૧૧|| આહારાદિ વાપરવાની અનિવાર્ય પ્રવૃત્તિના વિષયમાં ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે अज्ञातोञ्छं चरन् शुद्धमलोलोऽरसगृद्धिमान् । ऋद्धिसत्कारपूजाश्च, जीवितं यो न काङ्क्षति ॥२७-१२॥ अज्ञातोञ्छमिति-शुद्धं भावपरिशुद्धं स्तोकमित्यर्थः । अलोलो नाप्राप्तप्रार्थनपरः । अरसगृद्धिमान् प्राप्तेष्वप्यप्रतिबद्धः । ऋद्धिरामर्षोषध्यादिका, सत्कारो वस्त्रादिना, पूजा प्रसूनादिना, जीवितमसंयमजीवितम् ર૭-૧૨|| “લોલુપતાથી રહિત, રસગૃદ્ધિથી રહિત, શુદ્ધ એવી અજ્ઞાતભિક્ષાને ગ્રહણ કરનારા, ઋદ્ધિ સત્કાર તથા પૂજાને તેમ જ જીવિતને જેઓ ઈચ્છતા નથી, તેઓ ભાવભિક્ષુ છે.” – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતો શુદ્ધ એટલે કે ભાવથી પરિશુદ્ધ આહારને ગ્રહણ કરતા હોય છે. માત્ર શરીરના નિર્વાહ માટે થોડો થોડો આહાર ગ્રહણ કરે છે. સ્વાદાદિ માટે તેઓ આહારને લેતા નથી. પોતાના અને ભિક્ષા આપનારના ભાવ અશુદ્ધ ન બને એ રીતે થોડું થોડું અજ્ઞાતપણે આહારાદિનું ગ્રહણ કરનારા એ મહાત્માઓ લોલુપતાથી રહિત હોય છે. અર્થાતુ જે પણ આહાર મળ્યો ન હોય તો તે મળે એ માટે તેઓ યાચના કરતા નથી. તેમ જ રસગૃદ્ધિથી રહિત હોવાથી જે પણ આહાર પ્રાપ્ત થયો છે તેમાં તેઓ રાગ કરતા નથી. આવા પ્રકારનું નિર્મળ ચારિત્ર પાળ્યા પછી તેના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનારી આમર્ષ ઔષધિ લબ્ધિ વગેરે સ્વરૂપ ઋદ્ધિ, વસ્ત્રાપાત્રાદિથી કરાતો સત્કાર અને પુષ્પાદિથી કરાતી પૂજાની ઇચ્છા પણ કરતા નથી. તેમ જ પરીષહાદિના નિવારણ માટે હિંસાદિ સ્વરૂપ અસંયમથી જીવવાનું તેઓ ઇચ્છતા નથી. સુખની પ્રાપ્તિ માટે કે દુઃખના નિવારણ માટે હિંસાદિ પાપવાળું જીવન જીવવાની જેઓ ઇચ્છા કરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. ૨૭-૧૨ા. ૧૦૮ ભિક્ષુ બત્રીશી Page #112 -------------------------------------------------------------------------- ________________ કોઈ વાર પ્રતિકૂળતામાં ભિક્ષુનું જ સ્વરૂપ હોય છે તે જણાવાય છે– यो न कोपकरं ब्रूयात, कुशीलं न वदेत्परम् । પ્રત્યે પુથપાપો, કાત્યવિમર્જતઃ ર૭-૧રૂા य इति-परं स्वपक्षविनेयव्यतिरिक्तं । प्रत्येकं प्रतिस्वं । पुण्यपापज्ञोऽन्यसम्बन्धिनोऽन्यत्रासङ्મામ્ / € ઘ નાત્યાતિવર્ણિત: //ર૭-૧રૂ | જેઓ, ફોપને કરનારાં વચન બોલતાં નથી, બીજાને કુશીલ કહેતા નથી, દરેકમાં પુણ્ય અને પાપને જાણે છે અને જાતિ વગેરે સંબંધી આઠ પ્રકારના મદથી રહિત છે, તે ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પોતાની ગમે તેવી પ્રતિકૂળતામાં કોઈ નિમિત્ત બને તોપણ તેની પ્રત્યે પૂ. સાધુ મહાત્મા કોપ ન કરે. બીજાને ગુસ્સો આવે એવું ના બોલે. પોતાની પરંપરામાં રહેલા શિષ્યોને છોડીને બીજા શિષ્યોને ઠપકો આપતી વખતે “તું કુશીલ છે” એમ ન બોલે. પોતાના શિષ્યને ઠપકો આપતી વખતે હિતબુદ્ધિથી કોઈ વાર એ પ્રમાણે બોલવું પડે તો બોલે. અન્ય જીવોનાં પુણ્ય અને પાપ કર્મો બીજા આત્મામાં સંક્રાંત થતાં ન હોવાથી પુણ્ય અને પાપ દરેકનાં સ્વતંત્ર છે. આ પ્રમાણે પૂસાધુમહાત્મા સમજે છે. તેથી પુણ્ય અને પાપના યોગે તે તે જીવોને પ્રાપ્ત થયેલા છે તે જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્ય સ્વરૂપ ગુણોને જોઈને પણ કોઈ પણ રીતે ગર્વ કરતા નથી. કારણ કે તેઓ સમજે છે કે જીવો પોતપોતાના કર્મને પરવશ છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી અવસ્થામાં કરી પણ શું શકાય? I૨૭-૧al પોતાની આરાધનાની સાથે સાથે બીજા જીવોને માર્ગ સમજાવતી વખતે ભિક્ષુનું જ સ્વરૂપ છે તે જણાવાય છે– प्रवेदयत्यार्यपदं, परं स्थापयति स्थितः । થર્મવેદાં શીતાનાં, પરિત્યજ્ઞતિ યઃ પુનઃ ર૭-૧૪ प्रवेदयतीति-प्रवेदयति कथयत्यार्यपदं शुद्धधर्मपदम् ।।२७-१४।। “જેઓ આર્યપદોને જણાવે છે, ધર્મમાં સ્વયં સ્થિર રહે છે, બીજાને ધર્મમાં સ્થાપન કરે છે અને કુશીલોની ધર્મ-ચેષ્ટાનો ત્યાગ કરે છે, તેઓ ભાવભિક્ષુ છે.”- આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે, જેનું તાત્પર્ય સ્પષ્ટ છે. પૂ. સાધુભગવંતો બીજાને શુદ્ધ ધર્મોના પદને કહે છે. સ્વયં શુદ્ધ ધર્મોને જાણીને તે ધર્મોને જણાવનારાં પદોને અર્થીજનો પ્રત્યે જણાવતા હોય છે. જે પદોના શ્રવણથી મુમુક્ષુજનો આત્માના શુદ્ધ સ્વભાવમાં રમણ કરે તે બધાં આર્યપદ છે. આથી સ્પષ્ટ છે કે યોગ્ય અવસરે યોગ્ય જીવોને પૂ. સાધુ મહાત્માઓ શુદ્ધ ધર્મને જ જણાવતા હોય છે. એક પરિશીલન ૧૦૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ તેઓ માત્ર શુદ્ધ ધર્મને જણાવતા જ નથી, પણ એ ધર્મમાં પોતે સ્થિર રહે છે અને બીજા આત્માઓને શુદ્ધ ધર્મમાં સ્થાપન કરે છે. આવા પ્રકારના ઉપકારને કરવા છતાં એ મહાત્માઓ શ્રાવકો પ્રત્યે મમત્વભાવ રાખતા નથી. નિર્દોષ મળેલા આહારાદિને વાપરે છે. અર્થાત્ કુશીલ જનોની ચેષ્ટાનો ત્યાગ કરે છે. ઉપદેશમાલા, શ્રી દશવૈકાલિક સૂત્ર વગેરેમાં કુશીલોની ચેષ્ટાઓનું વર્ણન છે. એનો ત્યાગ કરનારા મહાત્માઓ જ ભાવભિક્ષુ છે. ર૭-૧૪ હાસ્યાદિ નોકષાયોના અભાવને લઈને ભિક્ષુનું જ સ્વરૂપ છે, તે વર્ણવાય છે– उद्वेगो हसितं शोको, रुदितं क्रन्दितं तथा । यस्य नास्ति जुगुप्सा च, क्रीडा चाऽपि कदाचन ॥२७-१५।। તિ–વ્યm: ર૭-૧૧|| “જેમને ઉદ્વેગ, હાસ્ય, શોક, સદન, આક્રન્દ, જુગુપ્સા તથા ક્રીડા ક્યારે પણ સંભવતાં નથી તે ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સમજી શકાય છે કે, કષાયને આધીન ન બનનારા પૂ. સાધુભગવંતો હાસ્યાદિનોકષાયોને પણ આધીન બનતા નથી. તેઓશ્રી સારી રીતે સમજે છે કે આપણને જે કાંઈ દુઃખ આવે છે તે પૂર્વે બાંધેલા પાપકર્મના ઉદયથી આવેલું છે. તેને સહી લેવામાં જ શ્રેય છે. તેથી એવા પ્રસંગે તેઓ ઉગ કરતા નથી, શોક કરતા નથી, રડતા નથી અને આક્રંદ પણ કરતા નથી. ઉદ્વેગ શોક રુદન અને આક્રંદ અનુક્રમે તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ દુઃખનિમિત્તક અવસ્થાઓ છે, જેનું સ્વરૂપ આપણને પ્રતીત છે જ. આવી રીતે જ ભૂતકાળના પુણ્યના ઉદયમાં પ્રાપ્ત થયેલી અનુકૂળતામાં હાસ્ય કે રમતગમતને પૂ. સાધુભગવંતો કરતા નથી. મોક્ષની સાધનાના માર્ગે અનવરત પ્રયાણ કરનારા મુમુક્ષુઓને નોકષાયની પરવશતા કોઈ પણ રીતે પાલવે એમ નથી. સાહજિક મનાતી પ્રવૃત્તિ પણ મુમુક્ષુઓ માટે સિદ્ધિમાં અવરોધરૂપ બનતી હોય છે. તેથી ઉગાદિ અને હાસ્યાદિને પરવશ ન બનનારા ભાવભિક્ષુ છે; જેઓ ક્યારે પણ, પુદ્ગલના સ્વરૂપને જાણતા હોવાથી અશુભ પુદ્ગલોની જુગુપ્સા કરતા નથી. ર૭-૧પી ચિરપરિચિત એવા શરીરની ઉપેક્ષાથી પ્રગટ થનારા ભાવભિક્ષુના સ્વરૂપને વર્ણવાય છે इदं शरीरमशुचि, शुक्रशोणितसम्भवम् । अशाश्वतं च मत्वा यः, शावतार्थं प्रवर्त्तते ॥२७-१६।। રૂપિતિ-વ્ય: l/ર૭-૧દ્દા શ્લોકાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. એનો આશય સમજી શકાય છે કે શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું આ શરીર અપવિત્ર અને અનિત્ય છે – એમ માનીને શાશ્વત એવા મોક્ષસ્વરૂપ અર્થ માટે ૧૧૦ ભિક્ષુ બત્રીશી Page #114 -------------------------------------------------------------------------- ________________ જેઓ પ્રવૃત્તિ કરે છે, તે પૂ. સાધુ મહાત્માઓ ભાવભિક્ષુ છે. મોક્ષની સાધનામાં શરીરનું મમત્વ; ખૂબ જ મજબૂત પ્રતિબંધક છે. શરીરનું વાસ્તવિક સ્વરૂપ સમજાય તો તેનું મમત્વ દૂર કરવાનું સરળ છે. સર્વથા જેનું સ્વરૂપ ખરાબ છે અથવા જે વસ્તુ સારી હોય તો પણ જો ક્ષણિક હોય, ચિરસ્થાયી ન હોય તો આપણને એની પ્રત્યે ખાસ મમત્વ થતું નથી. તાત્કાલિક ઉપયોગી બને છે માટે તે કરી લઇએ. પરંતુ લગભગ શરીરના વિષયમાં એવું જ હોવા છતાં તેની પ્રત્યેનું મમત્વ જતું નથી. એમ કહેવા કરતાં, એની પ્રત્યે મમત્વ કર્યા વિના રહેવાતું નથી એમ જ કહેવું જોઇએ. મોક્ષની સાધનામાં એ એક મોટો અવરોધ છે. શરીર; અશુચિ, અશુચિથી ઉત્પન્ન થયેલું અને અશાશ્વત (અનિત્ય) છે. તેથી એની પ્રત્યે મમત્વ રાખવાનું વસ્તુતઃ કોઈ જ કારણ નથી. પૂ. સાધુભગવંતોને એનો વાસ્તવિક ખ્યાલ હોવાથી તેઓશ્રી નિરંતર; આવા શરીર પ્રત્યે મમત્વ કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરે છે. એવા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૧૬ll. ઉપર જણાવ્યા મુજબ સોળ શ્લોકોથી જે ભાવભિક્ષુનું વર્ણન કર્યું છે, તેમને ભાવભિક્ષુ કેમ કહેવાય છે તે જણાવાય છે स भावभिक्षु भेत्तृत्वादागमस्योपयोगतः । भेदनेनोग्रतपसा, भेद्यस्याऽशुभकर्मणः ॥२७-१७॥ स इति-स भावभिक्षुर्भण्यते । उग्रतपसा भेदनेनाशुभकर्मणो भेद्यस्यागमोपयोगतो भेत्तृत्वात् तदुक्तं“भेत्तागमोवउत्तो दुविहतवो भेअणं च भेत्तव्वं । अठ्ठविहं कम्मखुहं तेण निरुत्तं सभिक्खुत्ति” ।।२७-१७।। આ પૂર્વેના સોળ શ્લોકોથી જે મહાત્માઓનું વર્ણન કરાયું છે તે મહાત્માઓ ભાવભિક્ષુ છે. કારણ કે આગમના ઉપયોગથી, ભેદવાયોગ્ય એવાં અશુભ કર્મોને, ભેદવાના સાધનભૂત ઉગ્રતા વડે તે મહાત્માઓ ભેદી નાંખે છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો શબ્દાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ તે તે ગુરુપરતંત્ર્યાદિ ગુણોથી યુક્ત મહાત્માઓને જ ભાવભિક્ષુ કહેવાય છે. નામ દ્રવ્ય અને સ્થાપના ભિક્ષુઓથી ભિન્ન એવા ભિક્ષુનું ગ્રહણ કરવા માટે “મા પદનું ઉપાદાન છે. ‘મિનસિ મિક્ષ:' - જે ભેદે છે તેને ભિક્ષુ કહેવાય છે.' - આ “ખિલું' શબ્દની વ્યુત્પત્તિ છે. તે અપેક્ષાએ મિક્ષ પદ અહીં ભાવભિક્ષુને જણાવે છે. કારણ કે નામથી જે ભિક્ષુ છે અને જેઓ કર્મને ભેદતા નથી એવા નામાદિ ભિક્ષુમાં ઉપર જણાવેલો “મિપુ' શબ્દનો અર્થ સંગત થતો નથી. આ સંસારમાં એકમાત્ર ભેદવા યોગ્ય આઠ પ્રકારનાં કર્મ છે. ભાવભિક્ષુઓ નિરંતર એ માટે પ્રયત્નશીલ હોય છે. કર્મના ભેદન માટે બાહ્ય અને આત્યંતરઃ આ બે પ્રકારની તપશ્ચર્યા એ સાધન છે. જેના વડે ભેદાય તેને ભેદન (ભેદવા માટેનું અત્યંત ઉપયોગી સાધન) કહેવાય છે. આગમમાં જણાવેલી રીતે તેમાં ઉપયોગ રાખી કઠોર તપ વડે આઠ કર્મોના ભેદક પૂ. સાધુ એક પરિશીલન ૧૧૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓ ભાવભિક્ષુ છે. જો આગમમાં ઉપયોગ ન હોય તો ભિક્ષુને દ્રવ્યભિક્ષુ કહેવાય છે. તેથી ભાવભિક્ષુત્વના નિર્વાહ માટે અહીં આગમના ઉપયોગની વિવક્ષા કરી છે. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે – આગમમાં ઉપયોગવાળા ભિક્ષુ ભત્તા (ભેદક) છે. બાહ્ય અને આત્યંતર તપ ભેદનનું સાધન છે અને આઠ પ્રકારનું કર્મ ભેદવા યોગ્ય છે. અહીં કર્મને ભૂખસ્વરૂપે વર્ણવ્યું છે. ભૂખનું દુઃખ જેમ અસહ્ય છે, તેમ કર્મનું દુઃખ પણ ભયંકર છે. સઘળાં ય દુઃખોનું મૂળ કર્મ છે. આ દુઃખમય સંસાર કર્મમૂલક છે. આથી સ્પષ્ટ છે કે આઠ પ્રકારનાં કર્મ સ્વરૂપ સુ(ભૂખ)ને, બાહ્યાભ્યતર તપ વડે આગમમાં ઉપયોગવાળા પૂ. મહાત્માઓ ભેદ છે તેથી તેઓ ભિક્ષુ છે - આ પ્રમાણે ભિક્ષુની વ્યુત્પત્તિ છે... ઇત્યાદિ સમજી લેવું. ર૭-૧૭ પ્રકારતરથી મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ જણાવવા પૂર્વક તેનાં પર્યાયવાચક નામોના નિરૂપણ વડે તેનું સ્વરૂપ વર્ણવાય છે भिक्षामात्रेण वा भिक्षु, यतमानो यति भवेत् । મવલયાદ્ ભવાન્તશ, વર: સંયમ ઘરનું //ર૭-૧૮ भिक्षेति-भिक्षामात्रेण वा सर्वोपधिशुद्धभिक्षावृत्तिलक्षणेन भिक्षुः । यतमानो भावतस्तथागुणेषु यतिर्भवेत् । भवक्षयात्संसारनाशाद्भवान्तश्च । संयमं सप्तदशप्रकारं चरन् चरकः ॥२७-१८॥ “અથવા માત્ર ભિક્ષાના કારણે ભિક્ષુ કહેવાય છે. યતનાના કારણે યુતિ કહેવાય છે. ભવક્ષય થવાથી ભવાંત કહેવાય છે અને સંયમને આચરતા હોવાથી ભિક્ષુને ચરક કહેવાય છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે સત્તરમા શ્લોકમાં મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. આ શ્લોકમાં શરૂઆતમાં જ બીજી રીતે મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. સર્વ દોષોથી રહિત એવી ભિક્ષાવૃત્તિમાત્રથી પોતાનો નિર્વાહ કરતા હોવાથી પૂ. સાધુભગવંતોને ભિક્ષુ કહેવાય છે. સામાન્ય રીતે દ્રવ્યભિક્ષુકો પણ પોતાનો નિર્વાહ ભિક્ષાવૃત્તિથી કરતા હોય છે. પરંતુ તેઓને કોઈ વાર તે ન મળે તો તે બધા અવસરે પોતાના માટે બનાવેલી, ખરીદેલી અને કાપીને તૈયાર કરેલી ભિક્ષા ગ્રહણ કરી લેતા હોય છે. તેથી તેઓ વાસ્તવિક રીતે ભિક્ષુ નથી. પરંતુ જેઓ એષણાથી શુદ્ધ, ભિક્ષાના કાળે મળેલી, અચિત્ત અને સર્વ દોષોથી રહિત એવી ભિક્ષાથી પોતાનો નિર્વાહ કરે છે, અર્થાત્ ભિક્ષાથી નિર્વાહ કરવાનો સ્વભાવ જેમનો છે; એવા મહાત્માઓને ભિક્ષુ કહેવાય છે. તેવા તેવા પ્રકારના ગુણોને પ્રાપ્ત કરવા માટે જેઓ સતત પ્રયત્નશીલ છે, તેઓ યતિ છે. આ પ્રયત્ન પણ ભાવથી હોય છે. સામાન્ય રીતે સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, તપ, પ્રતિલેખના, ૧૧૨ ભિક્ષુ બત્રીશી Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રમાર્જના વગેરે જે ગુણો છે તે ગુણોને પ્રાપ્ત કરવા વગેરે માટે; શ્રદ્ધા, સંવેગ અને નિર્વેદાદિથી પૂ. સાધુમહાત્માઓ પ્રયત્નશીલ હોય છે, તેથી તેઓશ્રીને પતિ કહેવાય છે. આ રીતે સંયમની સાધના કરતાં કરતાં પૂ. સાધુભગવંતો ભવનો ક્ષય કરે છે, તેથી તેઓશ્રીને ભવાંત કહેવાય છે. સત્તર પ્રકારના સંયમને કરતા હોવાથી તેઓશ્રીને ચરક કહેવાય છે. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાંચ આશ્રવ-સ્થાનોથી વિરામ પામવું; પાંચ ઇન્દ્રિયોનો નિરોધ કરવો; ચાર કષાયોનો નિગ્રહ કરવો અને અશુભ મન વચન કાયાના યોગોને દૂર કરવા... ઇત્યાદિ પ્રકારે સત્તર પ્રકારના સંયમનું પાલન કરનારા પૂ. મહાત્માઓને ચરક કહેવાય છે. ૨૭-૧૮ પ્રકારાંતરથી ‘મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ જણાવાય છે— क्षपकः क्षपयन् पापं, तपस्वी च तपः श्रिया । भिक्षुशब्दनिरुक्तस्य, भेदाः खल्वर्थतो हामी ॥। २७-१९॥ क्षपक इति - पापं क्षपयन् क्षपको भण्यते । तपः श्रिया तपोलक्ष्म्या च तपस्वी । अमी हि प्रासङ्गिका अपि अर्थतो भक्षुशब्दनिरुक्तस्य भेदास्तदर्थं प्रत्यव्यभिचारात् सर्वेषाम् । तदाह भिक्षुशब्दनिरुक्तद्वारे निर्युक्तिकृत् - "भिदंतो अ जहक्खुहं भिक्खु जयमाणओ जई होइ । संजमचरओ चरओ भवं खिवंतो भवंतो अ ॥१॥ जं भिक्खमत्तवित्ती तेण य भिक्खु खवेइ जं खवणो । तवसंजमे तवस्सित्ति वावि अन्नो वि पज्जाओ ||૨||” ||૨૭-૧|| “પાપને ખપાવનારા પૂ. સાધુમહાત્મા ક્ષપક છે અને તપની લક્ષ્મીથી તપસ્વી છે. ‘મિથુ’ શબ્દની વ્યુત્પત્તિથી જણાવેલા અર્થની અપેક્ષાએ આ બધા (યતિ... વગેરે) ભિક્ષુના જ પ્રકારો છે.”. - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે જેઓ પાપને ખપાવે છે અર્થાત્ નિરંતર પાપકર્મનો જેઓ ક્ષય કરે છે તેઓશ્રીને ક્ષપક કહેવાય છે અને તપસ્વરૂપ લક્ષ્મીને કારણે પૂ. સાધુ ભગવંતોને તપસ્વી કહેવાય છે. બાર પ્રકારનો તપ તેઓશ્રીનું ધન છે. ભિક્ષુ, યતિ, ભવાંત, ચરક, ક્ષપક અને તપસ્વી ઃ આ બધા, ‘મિથુ’ શબ્દના વ્યુત્પત્યર્થ સાધુને આશ્રયીને તે અર્થના પ્રકાર છે. કારણ કે સાધુમાં એ બધા અર્થે સંગત છે. સાધુ હોય અને અર્થ ન હોય એવું બનતું નથી. તેથી તે બધા સાર્થના વ્યભિચારી નથી. અર્થાત્ ભિક્ષુત્વાદિના અભાવવમાં સાધુત્વ મનાતું નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું. એ વાતને જણાવતાં નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ શ્રી દશવૈકાલિક સૂત્રની ‘મિથુ’ શબ્દની નિયુક્તિના નિરૂપણના અવસરે ફરમાવ્યું છે કે – “કર્મક્ષુધાને ભેદતા હોય તે ભિક્ષુ થાય છે. યતના (પ્રયત્નવિશેષ) કરતા હોય તે યતિ થાય છે. સંયમને આચરતા હોય છે તે ચરક બને છે. તેમ જ જે ભવનો અંત કરે છે તે ભવાંત છે. જે કારણથી પોતાનો નિર્વાહ ભિક્ષામાત્રથી એક પરિશીલન ૧૧૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ કરે છે, તે કા૨ણે તેઓ ભિક્ષુ છે. કર્મને ખપાવે છે માટે ક્ષપક છે અને સંયમપ્રધાન તપમાં વસે છે તેથી તપસ્વી છે. આ બધા પણ ભિક્ષુનાં (ભાવભિક્ષુનાં) પર્યાયવાચક નામો છે. II૨૭-૧૯ વ્યુત્પત્તિને આશ્રયીને ભિક્ષુનાં પર્યાયવાચક નામોનું નિરૂપણ કર્યું. હવે બીજી રીતે તેનાં પર્યાયવાચક નામો જણાવાય છે— तीर्णस्तायी व्रती द्रव्यं, क्षान्तो दान्तो मुनि र्यतिः । ૠનુ: પ્રજ્ઞાપજો મિક્ષુ, વિદ્વાન્ વિત-તાપસૌ ।।૨૭-૨૦ના तीर्ण इति-तीर्णवत्तीर्णो विशुद्धसम्यग्दर्शनादिलाभाद्भवार्णवं । तायः सुदृष्टमार्गोक्तिस्तद्वान् तायी । सुपरिज्ञातदेशनया विनेयपालयितेत्यर्थः । हिंसादिविरतत्वाद्व्रती । रागद्वेषरहितत्वाद्द्रव्यं । क्षमां करोतीति क्षान्तः । दाम्यतीन्द्रियाणीति दान्तः । मन्यते जगतस्त्रिकालावस्थामिति मुनिः । उत्तमाश्रमी प्रयलवान् वा यतिः । मायारहित ऋजुः । अपवर्गमार्गस्य प्ररूपकः प्रज्ञापकः । भिक्षुः प्रागुक्तार्थः । विद्वान् पण्डितः । વિતો વિષયસુવનિવૃત્તઃ । તાપસ: તપ:પ્રધાનત્વાત્ ||૨૭-૨૦|| “તીર્ણ, તાયી, વ્રતી, દ્રવ્ય, ક્ષાંત, દાંત, મુનિ, યતિ, ઋજુ, પ્રજ્ઞાપક, ભિક્ષુ, વિદ્વાન, વિરત અને તાપસ - આ સાધુભગવંતનાં નામો છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. તેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે પૂ. સાધુભગવંતને તીર્ણ કહેવાય છે. કારણ કે વિશુદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થયેલી હોવાથી ભવસાગરને તરી ગયેલા જેવા છે. નજીકના કાળમાં જ તેઓશ્રી ભવસમુદ્રને તરી જવાના હોવાથી તરી ગયેલા જેવા જ છે. આથી તેઓશ્રીનું તીર્ણ આ પ્રમાણે નામ છે. સારી રીતે (વાસ્તવિક રીતે) જોયેલા માર્ગના કથનને તાય કહેવાય છે અને તેવા કથનને કરનારાને તાયી કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને સારી રીતે જાણીને તેની દેશના દ્વારા પોતાના શિષ્યપરિવારનું જે પાલન કરે છે એવા પૂ. સાધુભગવંતોનું તાયી એવું નામ છે. હિંસા અસત્ય વગેરેથી સર્વથા વિરામ પામેલા હોવાથી તેઓશ્રીનું વ્રતી એવું નામ છે. રાગદ્વેષાદિથી રહિત હોવાથી જ્ઞાનાદિ ગુણોના તેઓશ્રી આશ્રય બને છે. તેથી પૂ. સાધુમહાત્માઓને દ્રવ્ય કહેવાય છે. ક્ષમાને કરે છે તેથી તેઓશ્રી ક્ષાન્ત છે. ઇન્દ્રિયોનું દમન કરે છે તેથી તેઓશ્રીને દાન્ત કહેવાય છે. શ્રી અરિહંતપરમાત્માએ પ્રરૂપેલી જગતની ત્રણેય કાળની અવસ્થાને માને છે તેથી તેઓશ્રીને મુનિ કહેવાય છે. ગૃહસ્થાશ્રમાદિની અપેક્ષાએ પૂ. સાધુભગવંતો, ઉત્તમ આશ્રમ(અવસ્થા)વાળા છે અથવા મોક્ષમાર્ગની આરાધનામાં પ્રયત્નશીલ હોવાથી યતિ છે. માયાથી રહિત હોવાથી ઋજુ છે. મોક્ષમાર્ગના પ્રરૂપક હોવાથી પ્રજ્ઞાપક છે. પૂર્વે જણાવ્યા મુજબ તેઓશ્રી ભિક્ષુ છે. વિદ્વાન એટલે કે તેઓ પંડિત છે. સામાન્ય રીતે લોકમાં ‘પંડિત’ પદનો અર્થ પ્રસિદ્ધ છે. જેઓ વિદ્યા કે ઐશ્વર્ય સ્વરૂપ મોટા અર્થને પામીને ગર્વને ધારણ ભિક્ષુ બત્રીશી ૧૧૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ કર્યા વિના વસ્તુતત્ત્વનો વિચાર કરે છે, તેમને પંડિત કહેવાય છે... ઇત્યાદિ અનેક રીતે લોકમાં પંડિતનું સ્વરૂપ વર્ણવ્યું છે. અહીં તો પૂ. સાધુભગવંતને પંડિત તરીકે વર્ણવ્યા છે. જેઓ પરમપદના વાસ્તવિક જ્ઞાતા છે; તેઓશ્રી પંડિત છે. તેઓશ્રીને વિરત અને તાપસ કહેવાય છે. શબ્દાદિ વિષયસુખથી નિવૃત્ત હોવાથી તેઓશ્રીને વિરત કહેવાય છે. પ્રાણાતિપાતાદિ આશ્રવોથી વિરામ પામેલા હોવાથી તેઓશ્રી સર્વથા વિરત છે. વિષયસુખની અનિવૃત્તિને લઇને પ્રાણાતિપાતાદિ આશ્રવોની પ્રવૃત્તિ છે. વિષયસુખની નિવૃત્તિથી પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવોથી સર્વથા વિરતિ શક્ય બને છે. પૂ. સાધુમહાત્માઓ તપપ્રધાન જીવન જીવતા હોવાથી તાપસ સ્વરૂપે ઓળખાય છે. આ રીતે પૂ. સાધુમહાત્માઓ આ શ્લોકથી વર્ણવેલાં ચૌદ નામોથી વર્ણવાય છે. ર૭-૨ના પૂ. સાધુભગવંતોનાં પર્યાયવાચી નામો જ જણાવાય છે– बुद्धः प्रवजितो मुक्तोऽनगारश्चरकस्तथा । પાવઠ્ઠી વાIિળવ, પરિવાબાસંતી ર૭-૨૧ बुद्ध इति-बुद्धोऽवगततत्त्वः । प्रव्रजितः पापानिष्क्रान्तः । मुक्तो निर्लोभः । अनगारो द्रव्यभावागारशून्यः । तथा चरकः प्रागुक्तार्थः । पाषण्डी पाशाड्डीनः । ब्राह्मणश्चैव विशुद्धब्रह्मचारी चैव। परिव्राजकः પાવ: | સંયતઃ સંયમવાન્ ર૭-૨૧ બુદ્ધ, પ્રવ્રજિત, મુક્ત, અનગાર, ચરક, પાખંડી, બ્રાહ્મણ, પરિવ્રાજક તથા સંયત - આ પૂ. સાધુભગવંતોનાં પર્યાયવાચક નામો છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુભગવંતોએ તત્ત્વ જાણી લીધું હોવાથી તેઓ બુદ્ધ છે. પાપથી સારી રીતે સર્વથા નીકળી ગયા હોવાથી તેઓશ્રી પ્રવ્રુજિત છે, લોભથી રહિત હોવાથી મુક્ત છે, દ્રવ્ય અને ભાવ અગારથી રહિત હોવાથી અનગાર છે. પૂર્વે જણાવ્યા મુજબ સંયમને આચરનારા હોવાથી તેઓશ્રીને ચરક કહેવાય છે. કમદિ બંધનથી દૂર થયેલા હોવાથી તેઓશ્રીને પાખંડી (પાખંડી) કહેવાય છે. સુવિશુદ્ધ બ્રહ્મચારી હોવાથી બ્રાહ્મણ, સર્વથા પાપનું પરિવર્જન કરનારા હોવાથી પરિવ્રાજક અને સંયમી હોવાથી સંયતસ્વરૂપે પૂ. સાધુભગવંતો ઓળખાય છે. અર્થાત્ તેઓશ્રીના આ શ્લોકમાં જણાવ્યા મુજબના બુદ્ધ, પ્રવ્રજિત વગેરે બીજાં નવ નામો છે. તે તે નામથી જણાવેલા તે તે ગુણોની મુખ્યતાએ પૂ. સાધુભગવંતોનું વિશિષ્ટ સ્વરૂપ સ્પષ્ટપણે સમજાય છે. ૨૭-૨૧ પૂ. સાધુ મહાત્માઓનાં બીજાં પણ પર્યાયવાચક નામો જણાવાય છે– साधुर्लक्षश्च तीरार्थी, निर्ग्रन्थः श्रमणस्तथा । इत्यादीन्यभिधानानि, गुणभाजां महात्मनाम् ॥२७-२२॥ એક પરિશીલન ૧૧૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ साधुरिति-निर्वाणसाधकयोगसाधनात् साधुः । स्वजनादिषु स्नेहविरहाद्रूक्षश्च । तीरार्थी भवार्णवस्य निर्ग्रन्थो ग्रन्थाभावात् । तथा श्रमणः श्रामण्ययोगाद् । इत्यादीन्यभिधानानि नामानि गुणभाजां गुणशालिनां महात्मनां भावसाधूनां । तदुक्तं-"तिन्ने ताईदविए वई अ खंते दंत विरए अ । मुणि तावस पन्नवगुज्नु भिक्खू बुद्धे जइ विऊअ ।।१।। पव्वइए अणगारे पासंडी चरग बंभणे चेव । परिवायगे य समणे निग्गंथे संजए मुत्ते ।।२।। साहू लूहे अ तहा तीरट्ठी होइ चेव णायव्वो । नामाणि एवमाइणि होति तवसंजमरयाणं I3II |ર-૨૨ા. “સાધુ, લૂક્ષ, તીરાર્થી, નિર્ગથ અને શ્રમણ... ઇત્યાદિ ગુણવાન મહાત્માઓનાં નામો છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવેલા તે તે ગુણોના ભાજન એવા મહાત્માઓ, નિર્વાણ(મોક્ષ)ના સાધક ત્રણ ગુપ્તિ, ઈન્દ્રિયોનો નિગ્રહ અને સ્વાધ્યાયાદિ યોગોની સાધના કરતા હોવાથી સાધુ છે. તેઓશ્રીને માતા પિતા ભાઈ બહેન આદિ સ્વજનો વગેરેમાં સ્નેહ ન હોવાથી ઋક્ષ-લૂક્ષ કહેવાય છે. ભવસાગરના સામે કાંઠે પહોંચવાની ઉત્કટ ઇચ્છા હોવાથી તે મહાત્માઓ તીરાર્થી છે. નવ પ્રકારના બાહ્ય પરિગ્રહથી અને ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહથી સર્વથા રહિત હોવાથી પૂ. સાધભગવંતો નિગ્રંથ છે. તેમ જ તેઓશ્રીમાં શ્રમણ્ય હોવાથી તેઓ શ્રમણ છે. સાધુ, લૂલ, તીરાર્થી આદિ અહીં વર્ણવેલાં અઠ્ઠાવીસ નામો ગુણોથી યુક્ત એવા ભાવસાધુનાં છે. એ બધાં નામો શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની નિયુક્તિમાં વર્ણવ્યાં છે. “તીર્ણ તાયી દ્રવ્ય વ્રતી ક્ષાન્ત દાન્ત વિરત મુનિ તાપસ પ્રજ્ઞાપક ઋજુ ભિક્ષુ બુદ્ધ યતિ વિદ્વાન પ્રવ્રજિત અણગાર પાખંડી ચરક બ્રાહ્મણ પરિવ્રાજક શ્રમણ નિગ્રંથ સંત મુક્ત સાધુ ઋક્ષ અને તીરાર્થી... ઇત્યાદિ નામો તપ અને સંયમમાં લીન એવા ભાવસાધુનાં છે. એ બધાનો અર્થ ઉપર જણાવ્યો છે જ. ર૭-રરા ભાવભિક્ષુનાં લિંગો જણાવાય છે संवेगो विषयत्यागः, सुशीलानां च सङ्गतिः । ज्ञानदर्शनचारित्राऽऽराधना विनयस्तपः ॥२७-२३॥ ___ संवेग इति-संवेगो मोक्षसुखाभिलाषः । अयं च निर्वेदस्याप्युपलक्षणः । विषयत्यागो भोगसाधनपरिहारः । सुशीलानां साधूनां च सङ्गतिः । ज्ञानं यथास्थितपदार्थपरिच्छेदनं । दर्शनं नैसर्गिकादि । चारित्रं सामायिकादि । आराधना चरमकाले निर्यापणरूपा । विनयो ज्ञानादिविषय उपचारः । तपो यथाशक्त्यનશનાદાવનમ્ રિ-૨રૂા “સંવેગ, વિષયત્યાગ, સુશીલની સંગતિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આરાધના, વિનય અને તપ - (આ બધાં ભાવભિક્ષુનાં લિંગો છે.)” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ભાવભિક્ષુનાં અઠ્ઠાવીસ નામોને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૧૧૬ ભિક્ષુ બત્રીશી Page #120 -------------------------------------------------------------------------- ________________ એ સ્વરૂપને જાણવા માટેના સાધનભૂત કેટલાંક લિંગો(લક્ષણો) હવે જણાવાય છે. એ લિંગોના પરિજ્ઞાનથી ભિક્ષુનું ઉપર જણાવ્યા મુજબનું સ્વરૂપ જાણી શકાય છે. આ શ્લોકમાં “મિક્ષો ત્રિકાશીર્વચન - આ; ચોવીસમા શ્લોકમાંના પદનો સંબંધ છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે. મોક્ષસુખની અભિલાષા(તીવ્ર ઇચ્છા)ને સંવેગ કહેવાય છે. ઉપલક્ષણથી અહીં નિર્વેદનું પણ ગ્રહણ કરવું. ભોગસુખના સાધનભૂત વિષયોના પરિવારને વિષયત્યાગ કહેવાય છે. સાધુમહાત્માઓની સંગતિને સુશીલ-સંગતિ કહેવાય છે. યથાસ્થિત પદાર્થના પરિચ્છેદનને જ્ઞાન કહેવાય છે. નિસર્ગથી અથવા અધિગમથી ઉત્પન્ન થયેલું. એ રીતે સમ્યગ્દર્શન બે પ્રકારનું છે. અથવા પથમિક શાયોપશમિક શાયિક આદિ ભેદોની વિવલાથી સમ્યગ્દર્શન પાંચ પ્રકારનું વગેરે પ્રસિદ્ધ છે. સામાયિક છેદોપસ્થાપનીય... વગેરે પાંચ પ્રકારનું ચારિત્ર પણ પ્રસિદ્ધ છે. મરણકાળની નિમણા સ્વરૂપ આરાધના અહીં “આરાધના” પદથી વિવક્ષિત છે. જ્ઞાનાદિસંબંધી ઉપચાર સ્વરૂપ વિનય અનેક પ્રકારનો છે. આત્મા ઉપર લાગેલાં આઠ પ્રકારનાં કર્મોને જે વિશેષે કરીને દૂર કરે છે તેને વિનય કહેવાય છે. શક્તિને ગોપવ્યા વિના અનશનાદિના આસેવનને તપ કહેવાય છે. બાર પ્રકારનો તપ ખૂબ જ પ્રસિદ્ધ છે. // ૨૭-૨૭ll ભાવભિક્ષુનાં બીજાં લિંગો જણાવાય છે– क्षान्तिर्दिवमृजुता, तितिक्षा मुक्त्यदीनते । आवश्यकविशुद्धिश्च, भिक्षो लिङ्गान्यकीर्तयन् ॥२७-२४॥ क्षान्तिरिति-क्षान्तिराक्रोशादिश्रवणेऽपि क्रोधत्यागः । मार्दवं जात्यादिभावेऽपि मानत्यागः । ऋजुता परस्मिन्निकृतिपरेऽपि मायापरित्यागः । तितिक्षा क्षुदादिपरीषहोपनिपातसहिष्णुता । मुक्तिधर्मोपकरणेऽप्यमूर्छ । अदीनता अशनाद्यलाभेऽपि वैक्लव्याभावः । आवश्यकविशुद्धिश्चावश्यंकरणीययोगनिरतिचारता । एतानि भिक्षोलिङ्गान्यकीर्तयन् गौतमादयो महर्षयः । तदुक्तं-“संवेगो णिव्वेओ विसयविवेगो सुसीलसंसग्गी । आराहणा तवो नाणदंसणचारित्तविणओ अ ।।१।। खंती य मद्दवज्जव विमुत्तया तह અલીખા તિતિવરવી | મારૂ પરિશુદ્ધી ૫ હરિ મિgણ IિTહું રાત્રે ર૭-૨૪ ક્ષમા માર્દવ ઋજુતા તિતિક્ષા મુક્તિ અદીનતા અને આવશ્યકશુદ્ધિ : આ બધાં ભાવભિક્ષુનાં લિંગો છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે આક્રોશ તેમ જ વધ વગેરે પ્રસંગે ક્રોધનો ત્યાગ કરવો : એ ક્ષમા છે. ઉત્તમ જાતિ, કુળ કે બળ વગેરે પ્રાપ્ત થવા છતાં માનનો ત્યાગ કરવો : તે માર્દવ (મૃદુતા) છે. સામી વ્યક્તિ ગમે તેટલી માયા કરે તોપણ માયા ન કરવી તે ઋજુતા છે. સુધા, તૃષ્ણા અને શીતાદિ પરીષહોના પ્રસંગે જે સહિષ્ણુતા હોય છે, તેને તિતિક્ષા કહેવાય છે. ધર્મના ઉપકરણમાં પણ મૂચ્છમમત્વ)નો જે અભાવ છે, તેને મુક્તિ કહેવાય છે. આહાર, પાણી વગેરે ન મળે એક પરિશીલન ૧૧૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ તોપણ વિકલતાનો ત્યાગ કરવો અર્થાત્ ગૃહસ્થની હીલના વગેરે ન કરવી તેને અદીનતા કહેવાય છે અને અવશ્યકરણીય એવા પ્રતિલેખના પ્રતિક્રમણ અને સ્વાધ્યાયાદિમાં અતિચારાદિનો ત્યાગ કરવા સ્વરૂપ આવશ્યકવિશુદ્ધિ છે. આ રીતે ઉપર જણાવેલા ક્ષાન્તિ, માર્દવ, ઋજુતા, તિતિક્ષા, મુક્તિ, અદીનતા અને આવશ્યકવિશુદ્ધિ: આ સાત, તેમ જ આ પૂર્વે જણાવેલાં સંવેગાદિ નવ ભાવભિક્ષુનાં લિંગો છે - આ પ્રમાણે ગૌતમસ્વામી આદિ મહર્ષિઓએ જણાવ્યું છે. આ વાતનું નિરૂપણ કરતાં શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની નિયુક્તિમાં જણાવ્યું છે કે- સંવેગ, નિર્વેદ, વિષયત્યાગ, સુશીલનો સંસર્ગ, આરાધના (અંતિમ સમયની આરાધના), તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, શાન્તિ, મૃદુતા, ઋજુતા, વિમુક્તતા, અદીનતા, તિતિક્ષા અને આવશ્યકની વિશુદ્ધિ : આ ભાવભિક્ષુનાં લિંગો છે. ર૭-૨૪ ભાવભિક્ષુનાં સંવેગાદિ લિંગોના અસ્તિત્વમાં અને અભાવમાં અનુક્રમે ભિક્ષુત્વ અને તેનો અભાવ હોય છે, આ વાત દષ્ટાંતપૂર્વક જણાવાય છે एतद्गुणान्वितो भिक्षु, न भिन्नस्तु विपर्ययात् । સ્વ વષાવિશુદ્ધ વે, ગુરુસ્થ ન તત્યુનઃ ર૭-રા. एतदिति-एतद्गुणान्वितः प्रागुक्ताखिलगुणसम्पन्नो भिक्षुः । भिन्नस्तु न विपर्ययादुक्तगुणाभावात् । यतः कषादिशुद्धं स्वर्णगुणोपेतं चेद्भवति तदा स्वर्णं भवति । ते चामी-विषघातनं, वीर्यस्तम्भनकर्तृत्वं, मङ्गलप्रयोजनत्वं, यथेष्टकटकादिप्रकारसम्पादकत्वं, तप्यमानस्य प्रादक्षिण्येनावर्तनं, सारोपेतत्वम्, अग्निनाऽदाह्यत्वम्, अकुथनीयत्वं च । युक्तिस्वर्णं वर्णादिसाम्येन स्वर्णवदाभासमानं पुनस्तत् स्वर्णं न भवति, स्वर्णगुणाभावात् । तथा प्रकृतेऽपि भावनीयमिति ।।२७-२५॥ સંવેગ, નિર્વેદ વગેરે ગુણોથી જે યુક્ત હોય તે ભિક્ષુ છે. તેનાથી અન્ય (તાદશ ગુણોથી રહિત) તો ભિક્ષુ નથી. કારણ કે ત્યાં સંવેગાદિ ગુણોનો અભાવ છે. કષ, છેદ અને તાપ વગેરેથી શુદ્ધ હોય તો તે સુવર્ણ સુવર્ણ છે. બનાવટી સુવર્ણ સુવર્ણ નથી.” - આ પ્રમાણે પચ્ચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે વર્ણવેલા સંવેગાદિ સકલ ગુણોથી યુક્ત ભિક્ષુ જ ભિક્ષુ છે. પરંતુ તે ગુણોથી રહિત હોવાથી બીજા ભિક્ષુ વાસ્તવિક રીતે ભિક્ષુ નથી. કારણ કે કષ, છેદ અને તાપ વગેરેથી શુદ્ધ અર્થાત્ સોનાના ગુણોથી યુક્ત એવું સોનું જ વાસ્તવિક સોનું છે. સુવર્ણના ગુણોથી રહિત એવા સુવર્ણને કોઈ સોનું માનતું નથી. સામાન્ય રીતે સોનાના આઠ ગુણો પ્રસિદ્ધ છે. વિષનો ઘાત કરે; વીર્યનું સ્તંભન કરે (રસાયણ); મંગળ કરે; પોતાની ઇચ્છા મુજબ કટક વીંટી વગેરે આભૂષણ પ્રાપ્ત કરાવે (વિનીતધાર્યા ઘાટ આપી શકાય), તપાવતાં પ્રદક્ષિણાકારે વર્તે (ફરે), સારથી યુક્ત (ગુરુ), અગ્નિથી ૧૧૮ ભિક્ષુ બત્રીશી Page #122 -------------------------------------------------------------------------- ________________ ન બળનારું (અદાહ્ય), કોહવાઈ ન જાય – આ આઠ ગુણો સોનાના છે. તે ગુણથી યુક્ત સુવર્ણ જ, સુવર્ણ છે. તેવી રીતે પૂ. સાધુભગવંતો પણ આઠ ગુણોથી યુક્ત હોય છે. તેઓશ્રી મોહના વિષને હરે છે; ધર્મરસાયણસ્વરૂપ છે; મંગળ કરે છે; વિનયવંત છે; મોક્ષ માટે ફરતા રહે છે; ગુરુ (મહાન) છે; ક્રોધાદિ કષાયાગ્નિથી બળતા નથી અને વિષયથી કોહવાઈ જતા નથી. કારણ કે સદા શીલસંપન્ન છે. પીત વર્ણાદિની સમાનતા હોવા છતાં વિષઘાતાદિ ગુણો ન હોવાથી યુક્તિસુવર્ણને બનાવટી સુવર્ણને) સુવર્ણ માનતા નથી. આવી જ રીતે અહીં પણ જેમાં સંવેગાદિ ગુણો નથી એવા ભિક્ષુને; વેષાદિનું સામ્ય હોવા છતાં ભાવભિક્ષુ કહેવામાં આવતા નથી.. ઇત્યાદિ સમજી શકાય છે. વેષાદિની સમાનતા હોવા છતાં ગુણોથી રહિત એવા ભિક્ષુઓ, દ્રવ્યભિક્ષુઓ છે; જે ભાવભિક્ષના કાર્યને કરતા નથી. ર૭-રપા દ્રવ્યભિમાં વેષાદિનું સામ્ય હોવા છતાં તેને ભિક્ષુ નહિ માનવાનું કારણ જણાવાય છે– षट्कायभिद् गृहं कुर्याद, भुञ्जीतौदेशिकं च यः । पिबेत्प्रत्यक्षमप्कायं, स कथं भिक्षुरुच्यते ? ॥२७-२६॥ षट्कायेति-षट्कायभिद् यत्र क्वचन पृथिव्याधुपमर्दकः । गृहं सम्भवत्येवैषणीयालये मूर्छया वसतिं भाटकगृहं वा कुर्याद् । औद्देशिकं च भुञ्जीत । योऽपुष्टालम्बनः प्रत्यक्षमुपलभ्यमान एवाप्कायं पिबेत् तत्त्वतो विनालम्बनेन । स कथं भिक्षुर्भावभिक्षुरुच्यते ! । तदुक्तं-“उद्दिट्टकडं भुंजइ छक्कायपमद्दणो घरं ૩ / પવ્યવરવું નાય નો પિવડું વરદં તુ તો મિતૂ III” ર૭-રદ્દા જે છ જવનિકાયની વિરાધના કરે છે, પોતાના માટે બનાવેલા આહારાદિને વાપરે છે અને પ્રગટ રીતે કાચું પાણી વાપરે છે તેને ભાવભિક્ષુ કઈ રીતે મનાય?” – આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંવેગાદિ ગુણોથી યુક્ત ન હોવા છતાં દ્રવ્યભિક્ષુઓએ ભિક્ષુનો વેષ ધારણ કર્યો છે, તેઓ ભિક્ષા માટે જાય છે અને વિહારાદિ પણ કરે છે. લોકો પણ તેમને સાધુ માનીને વંદનાદિ કરે છે તો તેમને ભિક્ષુ માનવા જોઇએ ને ? આવી શંકાનું સમાધાન કરવા માટે આ શ્લોકથી દ્રવ્યભિક્ષુમાં જે દોષો છે, તે જણાવાય છે. અર્થાત્ વ્યતિરેકને આશ્રયીને ભાવભિક્ષુના ગુણો જણાવાય છે. જેઓ ગમે ત્યારે ગમે ત્યાં પૃથ્વીકાયાદિ ષકાયજીવોની વિરાધના કરે છે, નિર્દોષ એવાં ઊતરવા માટે સ્થાનો મળતાં હોવા છતાં મમત્વના કારણે પોતાના ઉપાશ્રયો બનાવે છે અથવા ભાડેથી મકાન રાખે છે અને ત્યાં ઊતરે છે. તેમ જ દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવનું પુષ્ટ આલંબન ન હોય તો પણ પોતાને ઉદ્દેશીને બનાવેલાં આહાર, પાન... વગેરે વાપરે છે. નજરે દેખાય છે કે આ અપ્લાય (સચિત્ત પાણી) છે, તોપણ એ પાણી વાપરે છે. વિના આલંબને (દ્રવ્યાદિ આલંબને) આ રીતે જેઓ અષ્કાય પીએ છે તેને ભાવભિક્ષુ કઈ રીતે કહેવાય? અર્થાત્ કોઈ એક પરિશીલન ૧૧૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ પણ રીતે તેને ભાવભિક્ષુ ન કહેવાય. શ્રી દશવૈકાલિક સૂત્રની નિયુક્તિમાં આ વિષયમાં ફરમાવ્યું છે કે “જેઓ સાધુને ઉદ્દેશીને બનાવેલી ગોચરી વગેરેનો ઉપયોગ કરે છે, છજીવનિકાયની વિરાધના કરે છે, પોતાની માલિકીનાં ઘર રાખે છે અને પ્રત્યક્ષ રીતે કાચું પાણી વાપરે છે, એને ભાવભિક્ષુ કઈ રીતે કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય... ઇત્યાદિ સ્પષ્ટ છે. ર૭-૨૬ll દ્રવ્યભિક્ષુઓનું સ્વરૂપ જણાવવા સાથે તેમના પ્રકાર જણાવાય છે गृहिणोऽपि सदारम्भा, याचमाना ऋजु जनम् । હીનાથપણા શે ઘ, તે વસ્તુ મિક્ષવઃ ર૭-૨છા “સદા આરંભને કરનારા ગૃહસ્થો પણ, જેઓ સરળ માણસની પાસે યાચના કરે છે તેઓ અને દીન અંધ તથા કુપણો ખરેખર જ દ્રવ્યભિક્ષુઓ છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે જે માંગે છે, તેને ભિક્ષુ કહેવાય છે. આ પૂર્વે ભાવભિક્ષુનું નિરૂપણ કર્યું છે. હવે દ્રવ્યભિક્ષનું નિરૂપણ કરાય છે. ભાવભિક્ષુનું કારણ બનવાનું ન હોય, તેમ જ બન્યું પણ ન હોય એવા અપ્રધાન દ્રવ્યભિક્ષુનું અહીં વર્ણન કર્યું છે. જેઓ કાયમ માટે છજીવનિકાયની વિરાધનાને કરે છે અને સરળ એવા જીવોની પાસે યાચના કરે છે, તેઓ દ્રવ્યભિક્ષુ છે. તેમ જ જેઓ ગરીબ છે, આંધળા છે અને કુપણ વગેરે છે કે જેઓ પોતાના માટે કામ કરવા સમર્થ નથી, તેથી પોતાનો નિર્વાહ ભિક્ષાથી કરે છે. આવા ભિક્ષુકો પણ દ્રવ્યભિક્ષુઓ છે... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઇએ. ભાવથી શૂન્ય છે અને માત્ર ભિક્ષાથી જીવે છે તેથી તેમને ક્રિયાને આશ્રયીને ભિક્ષુ કહેવાય છે અને ભાવથી રહિત હોવાથી તે દ્રવ્ય છે... ઇત્યાદિ યાદ રાખવું. ભાવનો ઉપચાર પણ ન હોવાથી અપારમાર્થિક – અપ્રધાન દ્રવ્ય છે. ૨૭-૨૭ળા ભિક્ષુના લિંગ(વેષાદિ)ને આશ્રયીને અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે– त्रसस्थावरहन्तारो, नित्यमब्रह्मचारिणः । મિથ્યાદૃશ સચિન તથા ક્ષત્તિમોનિનઃ ર૭-૨૮ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે જે લોકો સદાને માટે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરતા હોય છે, બ્રહ્મચર્યનું પાલન કરતા નથી, મિથ્યાદષ્ટિ છે, માંગી માંગીને પરિગ્રહ ભેગો કરે છે અને સચિત્ત વાપરે છે, તેઓ દ્રવ્યભિક્ષુ છે. ગૃહવાસનો ત્યાગ કરવા છતાં વાસ્તવિક રીતે તેઓ ભિક્ષુઓ નથી. જેઓ સર્વથા હિંસાદિ પાપવ્યાપારથી વિરામ પામેલા છે તેઓ જ ખરી રીતે ભિક્ષુ છે, બીજા ભિક્ષુ નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૭-૨૮ ૧૨૦ ભિક્ષુ બત્રીશી Page #124 -------------------------------------------------------------------------- ________________ અપ્રધાનભિક્ષુનું જ સ્વરૂપ વર્ણવાય છે— विशुद्धतपसोऽभावादज्ञानध्वस्तशक्तयः । ત્રિધા પાપેલુ નિરતા, ન ત્યગૃહા પિ ર૭-૨૬॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય સમજી શકાય છે કે જેઓ વિશુદ્ધ એવા તપને આચરતા નથી, તેઓ દ્રવ્યભિક્ષુ છે. જ્ઞાનપૂર્વકનો તપ વિશુદ્ધ હોય છે. અજ્ઞાનમૂલક તપ અશુદ્ધ હોય છે. અજ્ઞાનની બહુલતાના કા૨ણે જેમની સકલ શક્તિઓ નષ્ટ થયેલી છે એવા દ્રવ્યભિક્ષુઓ ગૃહના ત્યાગી હોવા છતાં મનથી વચનથી અને કાયાથી પાપને આચરનારા હોય છે. કોઇ પણ પ્રકારનો વિચાર કર્યા વિના તેઓ કાયમ માટે પાપની પ્રવૃત્તિમાં લીન(નિરત) હોય છે. આવાં બધાં લક્ષણોને લઇને ન તો તેઓ ગૃહસ્થ છે અને ન તો તેઓ ભિક્ષુ છે. વિચિત્ર દશાને તેઓ પામેલા છે ... ઇત્યાદિ અન્ય ગ્રંથોથી વિચારવું જોઇએ. પોતપોતાના ગ્રંથો મુજબ પણ તેઓ ભિક્ષુસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. મહામુસીબતે પ્રાપ્ત થયેલી ધર્મની સામગ્રીને તેઓ હારી રહ્યા છે. ૨૭-૨૯॥ પૂર્વે જણાવેલી વ્યુત્પત્તિને આશ્રયીને અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે— वर्धकिर्द्रव्यतो भिक्षुरुच्यते दारुभेदनात् । द्रव्यभिक्षणशीलत्वाद्, ब्राह्मणादिश्च विश्रुतः ।। २७-३०॥ ,, “કાષ્ઠ ભેદવાના કારણે સુથારને, દ્રવ્યને આશ્રયીને ભિક્ષુ કહેવાય છે. તેમ જ દ્રવ્યની અપેક્ષાએ ભિક્ષા માંગવાના સ્વભાવવાળા બ્રાહ્મણ વગેરે દ્રવ્યભિક્ષુ તરીકે પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવીને દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવવાનું શરૂ કર્યું છે. દ્રવ્યભિક્ષુના અપ્રધાન અને પ્રધાન એમ બે પ્રકાર છે. અપ્રધાન દ્રવ્યભિક્ષુના પણ લૌકિક અને લોકોત્તર - એમ બે પ્રકાર છે. લૌકિક અપ્રધાન દ્રવ્યભિક્ષુનું જ અહીં નિરૂપણ છે. પૂર્વે ‘મિથુ’ શબ્દની વ્યુત્પત્તિ વર્ણવતાં જણાવ્યું હતું કે ‘જે ભેદન કરે’ તેને ભિક્ષુ કહેવાય છે. એ વ્યુત્પત્તિને આશ્રયીને લાકડાને ભેદનાર સુથારને અહીં દ્રવ્યભિક્ષુ તરીકે વર્ણવ્યો છે. કર્મનું ભેદન કરનારા સાધુભગવંતો તો ભાવભિક્ષુઓ છે. આવી જ રીતે ‘જેઓ ભિક્ષા માંગવાના સ્વભાવવાળા છે તેને ભિક્ષુ કહેવાય છે.' - આ પ્રમાણે પૂર્વે જણાવ્યું હતું. એ મુજબ બ્રાહ્મણ વગેરે પણ દ્રવ્યભિક્ષા ગ્રહણ કરતા હોવાથી તેઓને પણ દ્રવ્યભિક્ષુ કહેવાય છે. ભાવભિક્ષા (સર્વસમ્પત્કરી-મોક્ષસાધક ભિક્ષા) તો પૂ. સાધુભગવંતો ગ્રહણ કરતા હોવાથી તેઓશ્રીને ભાવભિક્ષુ તરીકે વર્ણવાય છે. બ્રાહ્મણાદિ દ્રવ્યભિક્ષુક તરીકે લોકમાં પ્રસિદ્ધ છે... ઇત્યાદિ સ્પષ્ટ 9.1129-3011 એક પરિશીલન ૧૨૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ હવે પ્રધાનદ્રવ્યભિક્ષુનું વર્ણન કરાય છે— प्रधानद्रव्यभिक्षुश्च, शुद्धः संविग्नपाक्षिकः । સમ્પૂર્વ પ્રતિમાં રીક્ષાં, ગૃહી યો વા પ્રીતિ ૨૭-૩૧|| “શુદ્ધ એવા સંવિગ્નપાક્ષિક આત્માઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. અથવા શ્રાવકની અગિયારમી પ્રતિમાનું વહન કરીને જે ભવિષ્યમાં દીક્ષાને ગ્રહણ કરવાના છે તે શ્રાવક પ્રધાન દ્રવ્યભિક્ષુ છે.” આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે જે વર્તમાનમાં ભાવથી રહિત હોય છે પરંતુ અતીતકાળમાં જેણે ભાવનો અનુભવ કર્યો છે, અથવા ભવિષ્યમાં જે ભાવનો અનુભવ કરવાના છે તે ભાવના કારણને પ્રધાન દ્રવ્ય કહેવાય છે. સંવિગ્નપાક્ષિક આત્માઓએ ભૂતકાળમાં ભિક્ષુત્વનો (ભિક્ષુભાવનો) અનુભવ કરી લીધો છે અને વર્તમાનમાં સદાનારપિણાનો અભાવ હોવાથી તેઓ ભાવથી(ભિક્ષુત્વથી) રહિત છે. તેથી તેઓશ્રીને પ્રધાન(ભાવનું કારણ) દ્રવ્યભિક્ષુ કહેવાય છે. સંવિગ્નોનો જ પક્ષ કરનારા એ મહાત્માઓની શુદ્ધપ્રરૂપણા, માર્ગરક્ષા અને વિધિમાર્ગની સ્થાપના માટેની તત્પરતા... ઇત્યાદિ ગુણોને લઇને તેઓ શુદ્ધ છે. આવા શુદ્ધ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને ભૂતપૂર્વ સ્તનનુપચારઃ - આ ન્યાયે દ્રવ્યભિક્ષુ(પ્રધાનદ્રવ્યભિક્ષુ) કહેવાય છે. કારણ કે ભૂતપૂર્વ અવસ્થા ઉપચારથી વર્તમાનમાં પણ મનાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. સ્થાપનામાં ભાવનો આરોપ હોય છે અને દ્રવ્યમાં ભાવનો ઉપચાર હોય છે. આરોપ અને ઉપચારમાં જે ફરક છે તે સમજીને નિક્ષેપાની સમજણ મેળવવા પ્રયત્નશીલ બનવું જોઇએ. આવી જ રીતે શ્રાવકોની પ્રતિમા(અભિગ્રહવિશેષ)ઓનું વહન કરીને જે શ્રાવક નજીકમાં જ દીક્ષા ગ્રહણ કરવાના છે તે પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. ભાવથી રહિત હોવાથી દ્રવ્ય છે. પરંતુ ભાવનું (ભાવભિક્ષુનું) કારણ બનવાનું હોવાથી તે પ્રધાન દ્રવ્ય છે. ભાવિનિ ભૂતવવુપચારઃ - આ ન્યાયથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ભિક્ષુત્વનો અહીં ઉપચાર કરાય છે. કારણ કે ભવિષ્યદવસ્થાનો ભૂતની જેમ વર્તમાનમાં ઉપચાર કરાય છે... ઇત્યાદિ સમજી શકાય છે. ।।૨૭-૩૧॥ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે— ૧૨૨ केचिदुक्ता अनन्तेषु, भावभिक्षो र्गुणाः पुनः । भाव्यमाना अमी सम्यक्, परमानन्दसम्पदे ।।२७-३२॥ શિષ્ટાઃ શ્લોળા: વડુત્તાનાર્થી: ।।૨૭-૨૭-૨૮-૨૧-૩૦-૩૧-૩૨|| શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવભિક્ષુના અનંતા ગુણો છે, જેનું વર્ણન જ શક્ય નથી. તેથી તેમાંના કેટલાક ગુણો આ બત્રીશીમાં વર્ણવ્યા છે. તે આ ગુણોનું સારી ભિક્ષુ બત્રીશી Page #126 -------------------------------------------------------------------------- ________________ રીતે પરિભાવન કરવાથી પરમાનંદ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધના કરતાં કરતાં ભાવભિક્ષુ ઘણાં ઘણાં કર્મની નિર્જરા કરે છે. આત્માના ગુણોના આવરણભૂત કર્મની આ રીતે નિર્જરા થવાથી તે તે ગુણોનો આવિર્ભાવ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા મોક્ષોપાયને અપ્રમત્તપણે આરાધનારા ભાવભિક્ષુઓને કર્મના ક્ષયોપશમાદિના કારણે અનેકાનેક ગુણો પ્રગટ થતા હોય છે. તેમાંના કેટલાક જ અહીં આ બત્રીશીમાં વર્ણવ્યા છે. આના પરિભાવનથી પરમાનંદ સંપત્તિ પ્રાપ્ત થાય છે. અહીં શ્લોકમાં ની ના સ્થાને ગીર પાઠ છે – એમ કેટલાક વિદ્વાનોનું કહેવું છે. એ મુજબ પણ અર્થ સમજી શકાય છે કે સારી રીતે ભિક્ષુના ગુણોની કરાતી પરિભાવનાથી પણ પરમાનંદ સંપદાની પ્રાપ્તિ થાય છે, તો પછી એ ગુણો આત્મસાત્ કરાય તો પૂછવું જ શું? ભિક્ષુના ગુણોની પરિભાવના, શ્રુત ચિંતા અને ભાવના જ્ઞાનથી કરાય તો તે સમ્યફપરિભાવના છે. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. અંતે આ પૂર્વે જણાવેલા ભાવભિક્ષુના ગુણોનું પરિભાવન કરવા દ્વારા એ ગુણોને આત્મસાત્ કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ર૭-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां भिक्षुद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ એક પરિશીલન ૧૨૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ | अथ प्रारभ्यते दीक्षाद्वात्रिंशिका ।। अनन्तरं भिक्षुरुक्तः स च दीक्षासम्पन्नो भवतीति तत्स्वरूपमिहोच्यते આ પૂર્વેની છેલ્લી બત્રીશીમાં ‘ભિક્ષુ'નું સ્વરૂપ વર્ણવ્યું. તે ભિક્ષુ દીક્ષાસંપન્ન હોય તો જ તેને ભિક્ષુ કહેવાય છે. તેથી આ બત્રીશીમાં દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે– दीक्षा हि श्रेयसो दानादशिवक्षपणात्तथा । सा ज्ञानिनो नियोगेन ज्ञानिनिश्रावतोऽथवा ॥२८-१॥ दीक्षा हीति-दीक्षा हि श्रेयसो दानात् । तथाऽशिवक्षपणाद् निरुच्यते । तदाह- श्रेयोदानादशिवक्षपणाच्च सतां मतेह दीक्षेति” । सा निरुक्तार्थशालिनी दीक्षा नियोगेन नियमेन ज्ञानिनो भवति । अथवा ज्ञानिनिश्रावतो गुरुपरतन्त्रस्य ॥२८-१।। અનન્તોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનમાં દીક્ષાનું જે મહત્ત્વ છે તેનો ખ્યાલ આપણને છે જ. દીક્ષા વિના મુક્તિ થતી ન હોવાથી દીક્ષાનો મહિમા આપણને સર્વ રીતે સમજાયો નથી – એવું નથી. મુક્તિ માટે અનન્ય સાધનભૂત દીક્ષાનું મહત્ત્વ નિર્વિવાદ છે. એ પરમતારક દીક્ષાની પ્રાપ્તિ અનેકવાર થવા છતાં મુક્તિની પ્રાપ્તિ આજ સુધી ન થઈ, એનું કારણ એક જ છે કે અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી દીક્ષા અને આપણે આરાધેલી દીક્ષા – એ એના સ્વરૂપમાં ખૂબ જ મોટું અંતર હતું. પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ દીક્ષાનું પારમાર્થિક સ્વરૂપ સમજાવીને એ અંતર જણાવવાનું કાર્ય આ બત્રીશીમાં કર્યું છે. મુમુક્ષુ આત્માઓ એ અંતરને સમજી લે તો ચોક્કસ જ એમની દીક્ષા, અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી દીક્ષા સ્વરૂપ બની શકશે. મોક્ષપ્રાપ્તિ માટે એ અનિવાર્ય છે - એ મુમુક્ષુઓને સમજાવવું પડે એમ નથી. શ્રેયઃ-મોક્ષને આપતી હોવાથી અને અશિવનો ક્ષય કરતી હોવાથી દીક્ષાને દીક્ષા કહેવાય છે. “દીક્ષા' શબ્દની વ્યુત્પત્તિના આધારે “દીક્ષા' શબ્દનો આ અર્થ શ્રી ષોડશક પ્રકરણમાં વર્ણવ્યો છે. “દીક્ષા' શબ્દથી પ્રતીત થનારો એ અર્થ દરેક દીક્ષાર્થીએ નિરંતર યાદ રાખવો જોઈએ. દીક્ષા, મોક્ષને આપનારી હોવી જોઈએ અને સંસારનો અંત કરનારી હોવી જોઈએ. શિવ-મોક્ષથી ભિન્નને સંસાર કહેવાય છે. જ્યાં શિવ-કલ્યાણ નથી એ અવસ્થાને સંસાર કહેવાય છે. ચારગતિમય આ સંસારમાં કલ્યાણનો લેશ પણ નથી, અને ચારગતિમય સંસાર, કર્મયોગે છે તેથી સર્વથા સકલકર્મક્ષયે થનાર મોક્ષથી તે તદ્દન જ જુદો છે. આવા અશિવસ્વરૂપ સંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષાને અને મોક્ષનું પ્રદાન કરનારી દીક્ષાને જ દીક્ષા કહેવાય છે. જે દીક્ષાથી સંસારનો ઉચ્છેદ થતો નથી અને મોક્ષ પ્રાપ્ત થતો નથી, એને દીક્ષા માનવાનું યોગ્ય નથી. દીક્ષાનું પરિપાલન કરનારાએ રાત અને દિવસ ચિંતવવું જોઇએ કે આપણી દીક્ષાથી સંસારનો ઉચ્છેદ ૧૨૪ દિક્ષા બત્રીશી Page #128 -------------------------------------------------------------------------- ________________ કેમ થતો નથી; અને મોક્ષ કેમ મળતો નથી. આજની આપણી દશા જોતાં વિચારવું પડે કે ખરેખર જ અશિવના ઉચ્છેદ માટે અને શ્રેયઃની પ્રાપ્તિ માટે દીક્ષા લીધી હતી ને ? અને જો એ આશય હતો તો આજે એ છે કે નહિ ? સાચું કહીએ તો મોટા ભાગે અશિવના ઉચ્છેદનો વિચાર જ આવતો નથી. એના બદલે દુઃખના ઉચ્છેદનો જ વિચાર આવે છે. સહેજ પણ પ્રતિકૂળતા જણાય એટલે તેને દૂર કરવાનો વિચાર આવે છે. અશિવના ઉચ્છેદનો વિચાર તો કોણ જાણે ક્યાં ભાગી જાય છે ? આવી સ્થિતિમાં યઃ પામવાની વાત તો યાદ જ આવતી નથી. દીક્ષા લીધા પછી અશિવના ઉચ્છેદનો અને શ્રેયઃ પામવાનો આશય-ઉદ્દેશ વીસરી જવાય તો દીક્ષા દીક્ષા નહિ રહે. અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી એ દીક્ષા એ પરમ-પવિત્ર આશયને લઇને છે. એ આશય વિનાની દીક્ષા આત્માને લાભદાયી નહિ બને. શ્લોકના ઉત્તરાર્ધમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ખૂબ જ માર્મિક વાત કરી છે. શ્રેયઃનું પ્રદાન કરનારી અને અશિવ-સંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષા ચોક્કસપણે જ્ઞાનીને હોય છે અથવા જ્ઞાનીભગવંતની નિશ્રામાં રહેનારને હોય છે. જેઓ જ્ઞાની નથી અથવા તો જ્ઞાનીની નિશ્રામાં રહેતા નથી; એવા લોકોને ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ થતી નથી. દીક્ષાની વાસ્તવિક પ્રાપ્તિ માટે જ્ઞાન અથવા તો જ્ઞાનીની નિશ્રા જ કારણ છે - એ આથી સ્પષ્ટપણે સમજી શકાય છે. જ્ઞાની બન્યા વિના અથવા જ્ઞાનીની નિશ્રામાં નિરંતર રહ્યા વિના દીક્ષાની પ્રાપ્તિ અને આરાધના કોઇ પણ રીતે શક્ય નથી - આ વાત દીક્ષાના પરમાર્થને સમજતી વખતે ખ્યાલમાં રાખવી જોઇએ. જ્ઞાનીની નિશ્રા એટલે ગુરુપારતંત્ર્ય. જ્ઞાની-ગુરુની સાથે રહેવા માત્રથી ‘જ્ઞાનીનિશ્રા' કહેવાતી નથી. જ્ઞાનીને આધીન થઇને રહેવાથી જ્ઞાનીની નિશ્રા પ્રાપ્ત થાય છે. જ્ઞાનીની સાથે રહીએ અને પોતાની ઇચ્છા મુજબ વર્તીએ તો ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ નહીં થાય. ‘સ્વચ્છંદતા’ સઘળા ય અનર્થોનું મૂળ છે. સલ પાપોથી રહિત એવી પણ નિષ્પાપ દીક્ષા, સ્વચ્છંદતાને લઇને અનર્થકારિણી બને છે – એ વીસ૨વું ના જોઇએ. પાપ ગમે છે એવું ન પણ હોય પરંતુ સ્વચ્છંદીપણું ગમતું નથી – એમ કહેતાં પૂર્વે એકવાર નહિ સો વાર વિચારવું પડે એવી લગભગ સ્થિતિ છે. સર્વથા પાપરહિત જીવન જીવવાનો નિર્ણય કર્યા પછી પણ ગુરુપારતંત્ર્યના અભાવે દીક્ષા પારમાર્થિકરૂપે પરિણામ પામતી નથી અને તેથી ન તો શ્રેયઃની પ્રાપ્તિ થાય છે, તેમ જ ન તો અશિવ-સંસારનો ઉચ્છેદ થાય છે. ૨૮-૧|| एतदेव भावयति જ્ઞાનીને જ અથવા તો જ્ઞાનીની નિશ્રામાં જ રહેનારને ચોક્કસપણે દીક્ષા હોય છે; તેનું કારણ સમજાવવા દૃષ્ટાંત દ્વારા દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે— એક પરિશીલન एकः स्यादिह चक्षुष्मानन्यस्तदनुवृत्तिमान् । પ્રાળુતો યુાપવું પ્રામં નિત્યં યવુમાપિ ।।૨૮-૨૫ ૧૨૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ તિ–સ્પષ્ટ: ||ર૮-૨l. શ્લોકનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ગંતવ્ય (ઈષ્ટ સ્થાન) એવા ગામમાં; એક ચક્ષુવાળો (દેખતો) અને બીજો તેને અનુસરનારો એવો અંધ - એમ બંન્ને જણા કારણે એકી સાથે પહોંચે છે, તેમ અહીં જ્ઞાની અને તેમને અનુસરનારો અજ્ઞાની એવો જ્ઞાની નિશ્રાવાળો - એમ બંન્ને આત્માઓ ગંતવ્ય એવા મોક્ષમાં એકસાથે પહોંચે છે. જ્ઞાની પહેલાં અને તેમની નિશ્રામાં રહેનારા પછી મોક્ષે જાય - આવો કોઈ નિયમ નથી. ગ્રંથકારપરમર્ષિએ સુપ્રસિદ્ધ દષ્ટાંતથી અહીં જ્ઞાની અને તેમની નિશ્રાને પામેલા આત્માઓની ઈષ્ટસ્થાને(મોક્ષ) પહોંચવાની યોગ્યતા એકસરખા સ્વરૂપે વર્ણવી છે. દષ્ટાંતનો વિચાર કરીએ તો દીક્ષાની યોગ્યતા કેટલી વિકસાવવાની આવશ્યકતા છે – એ સમજાયા વિના નહીં રહે. આંખે દેખતા, ઇષ્ટ સ્થાને પહોંચે એ તો સમજી શકાય છે. પરંતુ તેમને અનુસરનારા એવા અંધજનો પણ તેમની સાથે જ ઈષ્ટ સ્થાને પહોંચે છે- એ માનવાનું અઘરું છે. નજરે જોવા છતાં એ વાત માનવા મન તૈયાર થતું નથી. આજ સુધી એવો કોઈ અંધજન જોયો નથી કે, જેનું અનુસરણ કરાય છે તે જે કહે તેમાં કોઈ પણ જાતની દલીલ કરતો હોય. અંધજનને પૂર્ણપણે જાણ હોય છે કે પોતે અંધ છે; અને મને દોરી જનારો દેખતો છે. એ કહે કે - ચાલો ! તો ચાલવા માંડે; દોડો! તો દોડવા માંડે; થોભો! તો થોભી જાય; આવી તો કંઈકેટલીય સૂચનાઓ અંધજનને કરાય તો પણ તેના મનમાંય એવો વિચાર નથી આવતો કે આમનું કાંઈ ઠેકાણું જ નથી. ઘડીકમાં કહે કે ચાલો ! અને તુરત જ કહે છે કે થોભો ! અંધજન, તેને દોરનારા જે રીતે દોરે તે રીતે કોઈ પણ પ્રકારના શલ્ય(મનનો ડંખ) વિના દોરાય છે. પણ લોકોત્તર માર્ગમાં જ્ઞાનીભગવંતો પ્રત્યે આવો અતૂટ વિશ્વાસ સંપાદન કરવાનું ઘણું જ અઘરું છે. પૂજય ભવનિસ્તારક ગુરુદેવશ્રી પ્રત્યે અગાધ શ્રદ્ધા જન્મે તો જ્ઞાનીની નિશ્રાવાળી દીક્ષા પ્રાપ્ત થઈ શકશે. આપણી સમજણ કરતાં પૂ. ગુરુદેવશ્રીને વધારે સમજણ છે – એવું અંતરથી માનવાનું કપરું છે. તેઓશ્રીની સાધના, સમજણ, દીર્ધદર્શિતા અને પારમાર્થિક હિતની ચિંતા વગેરે પ્રત્યે અહોભાવ જાગે તો જ્ઞાનીની નિશ્રામાં રહેવાનું ખૂબ જ સરળ બને. રાતદિવસ સાથે રહેવાનું અને પ્રતિકાર વિના તેઓશ્રીના વચનને માનવા નહીં - આના જેવી વિટંબના બીજી કોઈ નથી. ૨૮-રા જ્ઞાનીને જ્ઞાન હોવાથી તેઓ નિરતિચાર ચારિત્રનું પાલન કરે – એ બરાબર છે; પરંતુ જ્ઞાનીની નિશ્રામાં રહેનારને તેવા પ્રકારનું જ્ઞાન નહિ હોવાથી તેઓને દીક્ષાની યોગ્યતાનો સંભવ કઈ રીતે હોય – આવી શંકાના સમાધાન માટે જણાવાય છે यस्य क्रियासु सामर्थ्यं स्यात् सम्यग्गुरुरागतः । योग्यता तस्य दीक्षायामपि माषतुषाकृतेः ॥२८-३॥ ૧૨૬ દીક્ષા બત્રીશી Page #130 -------------------------------------------------------------------------- ________________ यस्येति-यस्य क्रियासु चारित्रानुष्ठानेषु । सम्यग्गुरुरागतः । सामर्थ्यं स्यात् । तस्य माषतुषाकृतेरपि मुग्धतया माषतुषसशस्यापि दीक्षायां योग्यता ।।२८-३॥ જેમને ક્રિયામાં ગુરુદેવશ્રી પ્રત્યેના રાગના કારણે સુંદર સામર્થ્ય પ્રાપ્ત થાય છે; તેવા શ્રીમાતુષ મહાત્મા જેવા મહાત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે ભૂતકાળના જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયના કારણે જ્ઞાન ન મળે ત્યારે જ્ઞાનના અભાવે વાસ્તવિક રીતે ચારિત્રની ક્રિયા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. પરંતુ ભવનિતારક પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે સારી રીતે રાગ થવાથી; તેઓશ્રીનાં પરમતારક વચનોનો સર્વાંશે સ્વીકાર કરાય છે; અને તેથી તે તે ક્રિયાઓ કરવાનું સુંદર સામર્થ્ય પ્રાપ્ત થાય છે, જેથી ચારિત્રની કોઈ પણ ક્રિયા વિશુદ્ધ રીતે કરી શકાતી હોવાથી તેવા આત્માઓમાં દીક્ષાની યોગ્યતા મનાય છે. શ્રી માષતુષ મુનિનું દષ્ટાંત ખૂબ જ સુપ્રસિદ્ધ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ચોથું “અસંખય” અધ્યયન, તેઓશ્રી કંઠસ્થ કરી રહ્યા હતા. ભૂતકાળના જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ઉદયે એ અધ્યયન, તેઓશ્રી કંઠસ્થ કરી શક્યા નહિ. પુષ્કળ પ્રયત્ન પણ જ્યારે તે મહાત્માને એ અધ્યયનનું જ્ઞાન પ્રાપ્ત થયું નહિ ત્યારે તેઓશ્રીના પૂ. ગુરુદેવશ્રીએ તેમને કહ્યું કે - આગળના અધ્યયનની ક્રિયા કરી લઇએ. એ સાંભળી શ્રી માપતુષ મુનિએ પૂ. ગુરુદેવશ્રીને એ અધ્યયનના અભ્યાસ અંગે વાસ્તવિક વિધિ કયો છે - તે પૂછ્યું. ગુરુદેવે જણાવ્યું કે આ ચોથું અધ્યયન જ્યાં સુધી આવડે નહિ ત્યાં સુધી તેના સમુદેશ-અનુજ્ઞાની ક્રિયા થાય નહિ; અને ત્યાં સુધી આયંબિલનો તપ કરવો પડે. આ પ્રમાણે સાંભળીને શ્રી માતુષ મુનિએ પૂ. ગુરુદેવશ્રીના જણાવ્યા મુજબ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચોથા અધ્યયનને અભ્યસ્ત કરવા માટે ઉત્કટ પ્રયત્ન કરવા સાથે આયંબિલનો તપ ચાલુ રાખ્યો. બાર વર્ષ સુધીની એ સાધનાના અંતે તેઓશ્રીએ કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે જ્ઞાનની પ્રાપ્તિ ન થવા છતાં, પૂ. ગુરુદેવશ્રીના પરમતારક વચનનો સ્વીકાર કરી ચારિત્રની સમગ્ર સાધના દ્વારા તેઓશ્રી કેવલજ્ઞાની બન્યા. આથી સમજી શકાશે કે આવા માષતુષ મુનિ જેવા મુગ્ધ આત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. અબુધ માણસને મોટા ભાગે આપણે મુગ્ધ સમજીએ છીએ. પરંતુ એ વાત બરાબર નથી. ખરી રીતે તો જેઓ અબુધ તો છે અને સાથે સાથે તેઓ સરળ હોય તો તેઓ મુગ્ધ છે. આવા પ્રકારની મુગ્ધતા જેમનામાં છે તે આત્માઓ દીક્ષાગ્રહણ માટે યોગ્ય છે. આવી મુગ્ધતા જેમનામાં નથી, તેઓ દીક્ષા માટે યોગ્ય નથી. હૃદયની સરળતા આત્માને પ્રજ્ઞાપનીય બનાવે છે. અને પ્રજ્ઞાપનીય આત્મા ક્રમે કરી પ્રજ્ઞાવાન બને છે. પ્રજ્ઞાવાન આત્મા ચારિત્રની ક્રિયાઓ સમ્યક પ્રકારે કરવા સમર્થ બને છે. ૨૮-૩ ઉપર જણાવ્યા મુજબ જેઓ દીક્ષા માટે યોગ્ય છે તેમને દીક્ષા કઈ રીતે આપવીતે જણાવાયછે– એક પરિશીલન ૧૨૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ देया दीक्षास्य विधिना नामादिन्यासपूर्वकम् । हन्तानुपप्लवश्चायं सम्प्रदायानुसारतः ॥२८-४॥ देयेति-अस्य योग्यस्य विधिना आगमोक्तेन दीक्षा देया नामादिन्यासपूर्वकम् । अयं च नामादिन्यासः सम्प्रदायानुसारतो हन्तानुपप्लवो विघ्नरहितः । प्रवचनप्रसिद्धनामादिन्यासेनैव निर्विघ्नदीक्षानिर्वाहात् । कृतप्रशान्तादिनाम्नः प्रशमादिस्वरूपोपलम्भात् । तन्नाम्नैव तद्गुणस्मरणाधुपलब्धः । जात्यादिसम्पन्नानां प्रतिपन्नपालनोपपत्तेः । तदुक्तं-“तन्नामादिस्थापनमविद्रुतं स्वगुरुयोजनतः ।।१।। नामनिमित्तं तत्त्वं तथा તથા વોવ્રુતં પુરા યદિ તત્થાપના તુ તીક્ષા તત્ત્વના સ્તઉપવાર. ISા” રિ૮-૪|| શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે – પૂર્વે જણાવ્યા મુજબ જે દીક્ષા માટે યોગ્ય છે તેને આગમમાં જણાવ્યા મુજબની વિધિથી, નામાદિના ન્યાસ(પ્રદાન)પૂર્વક દીક્ષા આપવી જોઈએ. પોતાના સંપ્રદાયના અનુસાર કરેલો આ નામાદિન્યાસ વિધ્વરહિત છે. આશય એ છે કે સમ્યગુ ગુરુરાગના કારણે ચારિત્રની ક્રિયાઓ માટેનું સામર્થ્ય પ્રાપ્ત થયા પછી મુમુક્ષુ સંયમાર્થી આત્માને આગમમાં જણાવેલી વિધિપૂર્વક દીક્ષા આપવી જોઈએ. અને તે વખતે સંપ્રદાય (પૂર્વમહાપુરુષોએ બતાવેલી સામાચારી) મુજબ નામાદિનો ન્યાસ કરવો જોઈએ. આ નામાદિનો ન્યાસ વિધ્વરહિત હોય છે. આગમમાં સુપ્રસિદ્ધ એવા નામાદિના ન્યાસથી જ નિર્વિઘ્નપણે દીક્ષાનો નિર્વાહ થાય છે અર્થાતુ દીક્ષાના પારમાર્થિક ફળ સુધી પહોંચાય છે. કોઈ મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે તેનું પ્રશાંત, પ્રશમ, ભદ્ર.... વગેરે નામ રાખવાથી તે તે નામના અર્થ પ્રશમાદિનું સ્મરણ થાય છે. તેવા પ્રકારના નામથી જ તે નામવાળા પવિત્ર આત્માઓના ગુણો યાદ આવે છે. અને તેથી ઉત્તમ કુળ અને જાતિ સંપન્ન આત્માઓને ગ્રહણ કરેલી સર્વવિરતિસંબંધી પ્રતિજ્ઞાનું પાલન સરળ બને છે. આશય એ છે કે કોઈ સંયોગવશ સાધુમહાત્માને પરીષહાદિ નિમિત્તે અરતિ વગેરે થાય ત્યારે પોતાના તે તે પ્રશમાદિ નામના અર્થના અનુસ્મરણથી તેમને ત્યારે એમ થાય કે - “મારું નામ ક્યાં અને મારું વર્તન ક્યાં? તે તે નામવાળા પૂર્વમહાત્માઓએ પરીષહાદિ કેવી રીતે સહ્યા? ક્યાં એમની સહનશીલતા અને ક્યાં આ મારી અસહિષ્ણુતા? આવી અરતિ વગેરેના કારણે તો એવા તારક આત્માઓનું નામ બગડે. આથી એ પુણ્યાત્માઓના નામને ધરનારા મને આ ના શોભે..” - આ રીતે વિચારવાથી એ સાધુ મહાત્મા અરતિ વગેરેને દૂર કરી; ગ્રહણ કરેલી સર્વવિરતિધર્મની પ્રતિજ્ઞાનું પાલન બરાબર કરી શકે છે. આ બધો લાભ વાસ્તવિક રીતે ઉત્તમ જાતિ અને કુળ સંપન્ન આત્માઓને શક્ય છે. એવા આત્માઓ સહજપણે જ લજ્જાદિ ગુણોને ધરતા હોય છે. અકુલીન જનોમાં એવી કોઈ જ યોગ્યતા હોતી નથી; કે જેથી તેઓ આવી રીતે પોતાના નામના અનુસ્મરણથી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરી શકે. આ વાતને જણાવતી વખતે અન્યત્ર કહ્યું છે કે - પોતાના ૧૨૮ દીક્ષા બત્રીશી Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવશ્રીને આશ્રયી તે નામાદિનું સ્થાપન કલ્યાણકારી છે. નામના નિમિત્તે જે પ્રવ્રજ્યાનું પરિપાલન સ્વરૂપ તત્ત્વ છે એ પૂર્વે જણાવ્યું છે. આ નામની જે સ્થાપના છે તે વાસ્તવિક દીક્ષા છે. બીજો જે વિધિ છે તે ઉપચાર છે. ૨૮-૪॥ ચોથા શ્લોકમાં જે ‘નામાવિન્યાસપૂર્વમ્' - આ પ્રમાણે જણાવ્યું છે, ત્યાં નાવિ અહીં ગાવિ પદથી જેનો સંગ્રહ કરવાનો છે - તેનું વર્ણન કરાય છે. नानावर्थेन कीर्त्तिः स्यात् स्थापनारोग्यकारिणी । द्रव्येण च व्रतस्थैर्यं भावः सत्पददीपनः ||२८-५ ।। नाम्नेति–नाम्नाऽन्वर्थेन गुणनिष्पन्नेन कीर्तिः स्यात् । तत्कीर्तनमात्रादेव शब्दार्थप्रतिपत्तेर्विदुषां प्राकृतजनस्य च मनःप्रसादात् । यथा भद्रबाहुसुधर्मस्वामिप्रभृतीनां । स्थापनाकारविशेषरूपा रजोहरणमुखवस्त्रिकादिधारणद्वारेण भावगर्भया प्रवृत्त्या आरोग्यकारिणी भावरोगोपमर्दनात् । द्रव्येण चाचारादिश्रुतरूपेण सकलसाधुक्रियारूपेण वा व्रतस्थैर्यं प्रतिपन्नविरतिदार्द्धं भवति । भावः सम्यग्दर्शनादिप्रकर्षरूपः सत्पददीपन आचार्यत्वादिविशिष्टावस्थितावस्थाप्रकाशकः । सामस्त्येनाप्येषां प्रकृष्टानां कीर्त्यादिहेतुत्वं सम्भवत्येवेत्यूहनीयं । तदुक्तं - "कीर्त्यारोग्यध्रुवपदसम्प्राप्तेः सूचकानि नियमेन । नामादीन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ||9||” અત્ર ધ્રુવપવું માવપ્રધાનનિર્દેશાત્ સ્વૈર્યવાવમિતિ વત્ત IR૮-૧ યોગ્ય મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનો ન્યાસ કરવો જોઇએ. ગુણને અનુરૂપ એવા નામન્યાસથી કીર્તિ થાય છે. સ્થાપના આરોગ્યને કરનારી છે. દ્રવ્યથી વ્રતમાં સ્થિરતા મળે છે. અને ભાવ વિશિષ્ટ આચાર્યપદાદિનો પ્રકાશક હોય છે - આ પ્રમાણે શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, કોઇ પણ મુમુક્ષુને દીક્ષા આપતી વખતે તેનું જે નામ રખાય છે તે તેના અર્થને અનુસરનારું ગુણનિષ્પન્ન હોય તો, તે સાંભળવા માત્રથી જ તેના અર્થને સમજવાથી વિદ્વાનોને તેમ જ બીજા પણ સામાન્ય માણસોને મનની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. દા.ત. શ્રી ભદ્રબાહુ અને શ્રી સુધર્મસ્વામી વગેરે નામ સાંભળીને તેઓશ્રીની પ્રત્યે અને તેઓશ્રીના ગુણાદિની પ્રત્યે વિશિષ્ટ બહુમાનભાવ પેદા થાય છે. આવી રીતે તે તે મહાત્માઓના તે તે ગુણાનુરૂપ નામ સાંભળવાથી તે તે મહાત્માઓ અને તેઓશ્રીના ગુણાદિ પ્રત્યે બહુમાનભાવ પેદા થાય છે. આથી તે તે મહાત્માઓની કીર્તિ ફેલાય છે. નામન્યાસની જેમ દીક્ષા વખતે સ્થાપનાન્યાસ પણ કરવો જોઇએ. સ્થાપના આકારવિશેષસ્વરૂપ છે. અહીં સામાન્ય રીતે સાધુવેષ-સ્વરૂપ સ્થાપનાની વિવક્ષા છે. ઓઘો, મુહપત્તી અને ચોલપટ્ટો વગેરે સાધુવેષને ધારણ કરવા સ્વરૂપ જ અહીં સ્થાપનાન્યાસ છે. સાધુવેષસ્વરૂપ સ્થાપનાનું ગ્રહણ કરવા દ્વારા ભાવગર્ભિત ચારિત્રની ક્રિયાથી રાગાદિ ભાવરોગનો ઉપમર્દ એક પરિશીલન ૧૨૯, Page #133 -------------------------------------------------------------------------- ________________ (વિનાશ) થાય છે અને તેથી સ્થાપનાન્યાસ ભાવ-આરોગ્યનું કારણ બને છે. સામાન્યથી દીક્ષા લેતાં પૂર્વે જ મુમુક્ષુ આત્માને સર્વથા પાપથી નિવૃત્ત થવાની ભાવના ઉત્કટ કોટિની હોય છે. હજુ ક્યાં દીક્ષા લીધી છે ? માટે પાપ કરી શકાય - આવો વિચાર મુમુક્ષુ આત્માને તો ન જ આવવો જોઇએ. “હજુ દીક્ષા લીધી નથી માટે પાપ કરવું પડે છે.” - આવો એકમાત્ર વિચાર તેના હૃદયમાં રમતો હોય છે. તેથી જ આવા મુમુક્ષુ આત્મા શક્ય પ્રયત્ન જેમ બને તેમ પાપની નિવૃત્તિ વધારે પ્રમાણમાં કરતા હોય છે. વર્તમાનની પરિસ્થિતિ ખૂબ જ વિલક્ષણ છે. જેમની દિક્ષા આવતી કાલે છે - એવા પણ મુમુક્ષુ આત્માઓ એમ વિચારતા હોય છે કે – દીક્ષા લીધા પછી બધું બંધ જ છે ને? માટે અભક્ષ્ય-અપયાદિ છેલ્લી વાર વાપરી લઈએ. ખરી રીતે આવા મુમુક્ષુઓ દીક્ષા માટે યોગ્ય નથી. ગૃહસ્થજીવનમાં પણ જેમ બને તેમ વધુ પાપ નિવૃત્તિને કરનારા આત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. આવા આત્માઓને સાધુવેષના સમર્પણ સ્વરૂપ સ્થાપનાન્યાસ કરવાથી એના નિરંતર દર્શનથી આવા આત્માઓને “હવે મારાથી કોઈ પણ સંયોગોમાં પાપ થાય નહિ' - આવો ખ્યાલ સતત રહ્યા કરે છે. નિસર્ગથી જ સરળ એવા આત્માઓ માટે ઉપર જણાવ્યા મુજબ સ્થાપના-ન્યાસ; ભાવરોગસ્વરૂપ પાપથી સર્વથા દૂર રાખી ભાવ-આરોગ્યનું કારણ બને છે. શ્લોકમાંનું “શાપનારો એરિણી’ આ પદ ઉપર જણાવેલા પરમાર્થને જણાવે છે. “વેષ'ની પણ મહત્તા છે, જે ઉપર જણાવ્યા મુજબ ભાવરોગથી દૂર રાખી આત્માને ભાવારોગ્યનું પ્રદાન કરે છે. આવો વેષ ભાવરોગનું સાધન ના બને એનો મુમુક્ષુજનોએ ખ્યાલ રાખવો જોઈએ. નામન્યાસથી કીર્તિ ફેલાય છે. સ્થાપનાન્યાસથી આરોગ્ય(ભાવારોગ્ય)ની પ્રાપ્તિ થાય છે અને દ્રવ્યથી વ્રતની સ્થિરતા પ્રાપ્ત થાય છે. અહીં દ્રવ્યથી સામાન્ય રીતે આચારાંગાદિ શ્રુત વિવક્ષિત છે. અથવા સકલ સાધુપણાની ક્રિયાઓ વિવક્ષિત છે. દીક્ષા જીવનમાં શ્રુત અને ક્રિયાની પ્રાપ્તિ થવાથી ગ્રહણ કરેલી સર્વવિરતિનું પ્રતિપાલન નિરતિચારપણે દઢતાપૂર્વક થઈ શકે છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન હોય અને કરવાનો અભ્યાસ હોય તો તે વસ્તુ ખૂબ જ સરસ રીતે દૃઢતાપૂર્વક કરી શકાય છે. આવી જ રીતે આચારાંગાદિ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી અને સાધુપણાની સકલ ક્રિયાના અભ્યાસથી સર્વવિરતિનું પાલન ખૂબ જ દઢતાપૂર્વક કરી શકાય. અન્યથા મહાવ્રતોના પાલનમાં કોઈ સ્થિરતા નહીં રહે. શ્રુતાભ્યાસ અને ક્રિયાભ્યાસ; વ્રતની સ્થિરતાનું અદ્ભુત સાધન છે. એ સાધનને સેવ્યા વિના વ્રતની સ્થિરતા શક્ય નથી. મોક્ષની સિદ્ધિ ન થાય ત્યાં સુધી વ્રતની સ્થિરતા આવશ્યક છે. વ્રતના પાલન માટે દઢ નિર્ધાર ન હોય તો તેમાં સ્થિરતા ક્યાંથી આવે? વ્રતના પાલન માટે જે દઢ નિશ્ચય અપેક્ષિત છે, તે મોક્ષની તીવ્ર ઇચ્છાથી જન્મે છે. મોક્ષની ઇચ્છાને ઉત્કટ બનાવવા માટે સંસારની અસારતાનું અને મોક્ષની એકાંતે સારતાનું વારંવાર પરિભાવન કરવું જોઇએ. આ પરિભાવન માટે શ્રુતાભ્યાસ વિના બીજો કોઈ ઉપાય નથી. વર્તમાન સમયમાં મુમુક્ષુ આત્માઓને લગભગ ઋતાભ્યાસની આવશ્યકતા જણાતી નથી. ૧૩૦ દીક્ષા બત્રીશી Page #134 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની દૃષ્ટિએ શ્રુતાભ્યાસ વિના સંસારની અસારતાદિનું પરિભાવન શક્ય નથી. અને એ વિના વ્રતમાં સ્થિરતા આવતી નથી. માત્ર સાધુવેષમાં ટકી રહેવું એ વ્રતની સ્થિરતા નથી. વ્રતની પરિણતિમાં સ્થિર રહેવું એ વ્રતની સ્થિરતા છે. શ્રુતાભ્યાસ વિના છાપાં વગેરે વાંચીને દિવસો તો પસાર થઈ જશે અને વેષમાં પણ ટકી રહેવાશે. પરંતુ વ્રતની પરિણતિમાં સ્થિરતા નહીં મળે. શ્રુતાભ્યાસ વિનાની બાહ્ય પ્રવૃત્તિ (છાપાં વગેરે વાંચવાની) ગમે છે – એનું પણ ખરું કારણ એ છે કે વ્રતમાં સ્થિરતા નથી. વ્રતમાં સ્થિરતાની આવશ્યકતા હોય તો વહેલામાં વહેલી તકે શ્રુતાભ્યાસની પ્રવૃત્તિને શરૂ કર્યા વિના બીજો કોઈ જ ઉપાય નથી. માત્ર શ્રુતાભ્યાસથી પણ તમાં સ્થિરતા નથી આવતી. સાધુભગવંતો માટે તે તે કાળે વિહિત કરેલી સઘળીય ક્રિયાઓનો અભ્યાસ પણ વ્રતની સ્થિરતામાં આવશ્યક છે. આથી જ અહીં ‘દ્રવ્ય પદથી સકલસાધુક્રિયાનો પણ સમાવેશ કર્યો છે. સમર્થ શ્રુતના અભ્યાસીઓ, સકલ સાધુક્રિયાના અભ્યાસી હોવા જોઇએ. જ્ઞાનીને કર્તવ્યતાનો પરિણામ હોય જ - એ સમજી શકાય છે. આ પ્રમાણે શ્રત અને સકલ સાધુક્રિયા સ્વરૂપ દ્રવ્યના ન્યાસ વડે વ્રતની સ્થિરતા પ્રાપ્ત થાય છે. ભાવના ન્યાસથી સત્પદની પ્રાપ્તિ જણાવાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રાદિ સ્વરૂપ ભાવની પ્રાપ્તિથી વિશિષ્ટ પુણ્યયોગે સાધુભગવંતોને ભવિષ્યમાં આચાર્યપદાદિની પ્રાપ્તિ થતી હોય છે. એને જણાવનારો અહીં ભાવનો ન્યાસ છે. ક્ષયોપશમભાવની નિર્મળતાના કારણે કોઇવાર આત્માને વિશિષ્ટ પુણ્યયોગે એવા આચાર્યપદાદિની પ્રાપ્તિ થતી હોય છે. ભાવિમાં થનારા એ કાર્યનાં સમ્યગ્દર્શનાદિસ્વરૂપ ભાવો કારણસ્વરૂપ લિંગો છે. જેમ કાર્ય(ધૂમાદિ)ના કારણે કારણ(અગ્નિ વગેરે)નું અનુમાન થાય છે, તેમ કારણ(મંગલાદિ)ના કારણે કાર્ય(વિપ્નનાશાદિ)નું પણ અનુમાન થાય છે. વિશિષ્ટ સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ ભાવ ભાવિમાં પ્રાપ્ત થનાર આચાર્યપદાદિનો અનુમાપક છે. “માવઃ સત્યજીવનઃ” આ શ્લોકના છેલ્લા પદથી જણાવેલી વાતને સ્પષ્ટ રીતે જણાવી છે કે આચાર્યત્વ વગેરે વિશિષ્ટ સ્થાને અવસ્થિત(રહેલા) આત્માઓની અવસ્થાનો પ્રકાશક(જણાવનારો-સૂચવનારો) આ ભાવ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનો ન્યાસ(પ્રદાન); ઉપર જણાવ્યા મુજબ અનુક્રમે કીર્તિ, આરોગ્ય અને વ્રતની સ્થિરતાને કરનાર તેમ જ સત્પદને જણાવનાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ - આ ચારે ય ભેગા મળીને શ્રેષ્ઠ કોટિનાં કીર્તિ, આરોગ્ય વગેરેનાં કારણ બને જ છે - એ વિચારવું જોઈએ. સામાન્યથી પ્રત્યેકનું કારણ બનનારાના સમુદાયના કારણે અંતે તો પ્રત્યેકથી ઉત્પન્ન થનારા કાર્યમાં જ પ્રકૃષ્ટતાનો આવિર્ભાવ થતો હોય છે. અન્યગ્રંથ(શ્રી ષોડશક પ્રકરણોમાં પણ એ વાતને સ્પષ્ટપણે ફરમાવતાં જણાવ્યું છે કે – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; ચોક્કસપણે કીર્તિ, આરોગ્ય, ધ્રુવ(સ્થિરતા) અને પદની પ્રાપ્તિને સૂચવનારાં છે – આ પ્રમાણે આચાર્યભગવંતો જણાવે છે. તેથી નામાદિના ન્યાસ માટે પ્રયત્ન એક પરિશીલન ૧૩૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ કરવો જોઇએ. આ ગાથામાં જીવ પદ ધ્રુવતા(સ્થિરતા) અર્થને જણાવનારું છે. ધ્રુવ પદ વાસ્તવિક રીતે સ્થિરાર્થક છે, તેથી ઉપર જણાવ્યા મુજબ ભાવની (સ્થિરતાની) પ્રધાનતાનો નિર્દેશ છે. શ્રી ષોડશક પ્રકરણની ઉપર જણાવેલી વિગતને અનુલક્ષી “સંસારના સુખ માટે ધર્મ કરાય' - આવી પોતાની માન્યતાનું કેટલાક વિવેચકોએ સમર્થન કર્યું છે. પરંતુ ઉપર જણાવેલી વાત ઉપરથી સમજી શકાશે કે અહીં એવી કોઈ જ સંસારના સુખની વાત નથી. કીર્તિ, આરોગ્ય, વ્રતની સ્થિરતા અને સત્પદની પ્રાપ્તિ શિષ્યને થાય એવી ભાવનાથી નામાદિનો ન્યાસ પૂ. ભવનિસ્તારક ગુરુદેવ કરતા હોય છે. કીર્તિ, આરોગ્ય વગેરેને સંસારના સુખ રૂપે જોવાની પ્રવૃત્તિ ખરેખર જ વિકૃત છે. ભવનિસ્તારને કરનારી દીક્ષા સંબંધી નામાદિન્યાસ ભવનિસ્તારનાં જ અંગ છે, ભવનાં અંગ નથી. આ બધી વાત સામાન્યથી “શ્રી જિનશાસનની મોસૈકલક્ષિતા આ પુસ્તિકામાં જણાવી છે. અને “શ્રી ષોડશક એક પરિશીલન' આ પુસ્તકમાં જણાવીશ એટલે એ વિષયમાં અહીં જણાવ્યું નથી. જિજ્ઞાસુઓએ તે તે પુસ્તકો વાંચી લેવાં જોઇએ. ll૨૮-પા હવે દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે. આ પૂર્વે દીક્ષા' શબ્દને આશ્રયી દીક્ષાનું સ્વરૂપ વર્ણવ્યું હતું, હવે દીક્ષાનું જે કાર્ય છે તેને આશ્રયી દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે– इहादौ वचनक्षान्तिधर्मक्षान्तिरनन्तरम् । अनुष्ठानं च वचनानुष्ठानात् स्यादसङ्गकम् ॥२८-६॥ इहेति-इह दीक्षायामादौ प्रथमं वचनक्षान्तिः । अनन्तरं धर्मक्षान्तिर्भवति । अनुष्ठानं च वचनानुष्ठानादध्ययनाद्यभिरतिलक्षणादनन्तरं तन्मयीभावेन स्पर्शाप्तौ सत्यामसङ्गकं स्यात् ॥२८-६।।। શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. “દીક્ષામાં શરૂઆતમાં વચનક્ષમા હોય છે અને પછી ધર્મક્ષમા હોય છે. તેમ જ અધ્યયન, વૈયાવચ્ચ વગેરે સ્વરૂપ અનુષ્ઠાનો સ્વરૂપ અનુષ્ઠાનોમાં પ્રથમ વચનાનુષ્ઠાન હોય છે અને પછી એ અનુષ્ઠાનોના કારણે ઉત્પન્ન થનારું અસંગ અનુષ્ઠાન હોય છે.” - આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો શબ્દાર્થ છે. વચનક્ષમા, ધર્મક્ષમા, વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનાદિનું સ્વરૂપ આગળના શ્લોકોથી ગ્રંથકારશ્રી સ્વયં જણાવશે. એ પૂર્વે અહીં એ યાદ રાખવું જોઇએ કે દીક્ષા લીધા પછી પાંચ મહાવ્રતોનું પાલન; બાવીશ પરીષહોને સહન કરવા; નિર્દોષ ભિક્ષા; નવકલ્પી વિહાર; દશ પ્રકારના શ્રમણધર્મનું વિશુદ્ધ પાલન; પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન; પંદર કલાકનો સ્વાધ્યાય અને ગુરુપારતન્ય વગેરે અનેક આચારોનું અપ્રમત્તપણે પાલન કરવાનું છે. આ બધામાં દશ પ્રકારના યતિધર્માન્તર્ગત “ક્ષમા” ધર્મની પ્રધાનતા હોવાથી આ શ્લોકમાં ક્ષમાધર્મથી દીક્ષાનું સ્વરૂપ સમજાવ્યું છે. શ્રી જિનશાસનનો સાર ક્ષમાધર્મ છે. એના અસ્તિત્વમાં જ બીજા બધા ધર્મોનું અસ્તિત્વ છે. ક્ષમાના અભાવમાં બીજા બધા ધર્મોનું કોઈ મહત્ત્વ નથી. “સહનશીલતા' એ ૧૩૨ દીક્ષા બત્રીશી Page #136 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનનો પ્રાણ છે. સખેદ માનવું પડે એમ છે કે વર્તમાનમાં ક્ષમાધર્મની ચિકાર ઉપેક્ષા સેવાય છે. એનું મુખ્ય કારણ સહનશીલતાના અભાવ કરતાં પણ સહન કરવાની વૃત્તિનો અભાવ છે. દીક્ષામાં જેનું નામ પણ ના જોઈએ તે – સહન ન કરવાની વૃત્તિ - નું અસ્તિત્વ ક્યાંથી વ્યાપી ગયું તે જ સમજાતું નથી. દેખીતી રીતે કોઈ પણ જાતનો વાંક ન હોય તોપણ તે અંગે જે પણ સહેવું પડે તે કોઈ પણ જાતના પ્રતિકાર વિના સહન કરી લેવું જોઇએ -એમ સ્પષ્ટપણે સાધુઓને ઉપદેશ્ય છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ રીતે વાંક હોવા છતાં એ અંગે પૂ. ગુવદિક કશું જણાવે તો તે સહન કરવાની વૃત્તિ ન હોય તો ક્ષમાધર્મ પામવાનું કઈ રીતે શક્ય બને ? “ખોટું સહન થતું નથી' – આ કથન સાચું નથી. અવસરે કેટલું સહન કરીએ છીએ, કોનું સહન કરીએ છીએ અને કેવું સહન કરીએ છીએ - એ, કોઇ પણ જાતની માયાને સેવ્યા વિના વિચારવાની જરૂર છે. એ પ્રમાણે વિચાર કરવાથી સમજાશે કે સહન થતું નથી – એ સાચું નથી, પરંતુ સહન કરવું નથી – એ સાચું છે. પાપનું ફળ ભોગવ્યા વિના ચાલે એવું નથી. વગર ગુનાની સજા આપણે ત્યાં નથી. વર્તમાનમાં વાંક ન જણાય તો ચોક્કસ જ એ ભૂતકાળનો હશે. આપણી ભૂલ વિના આપણને કોઈ સજા કરતું નથી. આવી શ્રદ્ધા કેળવીને ગમે તે રીતે સહન કરવાની વૃત્તિ મેળવી લીધા વિના ચાલે એવું નથી. તિતિક્ષા અને પ્રતિચિકીષ(પ્રતીકાર કરવાની ઇચ્છા) આ બંધ અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. પ્રતિચિકીર્ષાને દૂર કરી તિતિક્ષા(લાચારી વિના સહન કરવાની વૃત્તિ) કેળવી લેવાય તો ક્ષમાધર્મને સરળતાથી આરાધી શકાય. ઉપર જણાવ્યા મુજબ દીક્ષામાં પ્રાથમિક કાળમાં વચનક્ષમા હોય છે અને ત્યાર પછી ધર્મક્ષમા હોય છે. અધ્યયનાદિની અભિરતિ સ્વરૂપ વચનાનુષ્ઠાન પણ પ્રાથમિક કાળમાં હોય છે. ગ્રંથકાર પરમર્ષિએ શ્લોકમાંના કનુષ્યન પદનો અર્થ અધ્યયનાઘભિરતિ જણાવીને સાધુભગવંતોને નિરંતર યાદ રાખવા જેવી માર્મિક વાત કરી છે. દીક્ષા લીધા પછી તે તે સમયે વિહિત કરેલા તે તે અનુષ્ઠાનમાં સાધુભગવંતોએ પૂર્ણરતિવાળા બનવું જોઈએ. એ અનુષ્ઠાનોમાં મુખ્યતા અધ્યયનની છે. દીક્ષાના શરૂઆતના કાળમાં અધ્યયનની અભિરતિ સ્વરૂપ વચનાનુષ્ઠાન હોય છે. આ અધ્યયનની અભિરતિ ન હોય તો દીક્ષામાં રતિ જેવું કાંઈ જ રહેતું નથી. સંયમજીવનમાં આત્માને પૌદ્ગલિક પદાર્થોની અને વૈભાવિક બાહ્યભાવોની રતિથી દૂર રાખવા માટે અધ્યયનની અભિરતિ જેવું કોઈ સાધન નથી. કર્મની લઘુતા થયા વિના આત્માને આવા પરમ કલ્યાણકર સાધનની પ્રાપ્તિ શક્ય નથી. સંયમ-જીવનમાં અધ્યયનની અભિરતિ ન હોય તો ખૂબ જ વિચિત્ર સ્થિતિ પેદા થાય છે - એનો અનુભવ આજે લગભગ બધાને છે. પણ આથી વધારે વિચિત્ર સ્થિતિ તો એ છે કે આવા અનુભવ પછી પણ અધ્યયનની અભિરતિ કેળવી લેવાનું આવશ્યક જણાતું નથી. “અનંતજ્ઞાનીઓએ જણાવેલા તે તે ઉપાયોને આત્મસાત્ કર્યા વિના કોઈ પણ ફળની સિદ્ધિ પ્રાપ્ત નથી જ થવાની.” - એ ભૂલવું ના જોઈએ. ત્રિકાળદર્દીઓની એક પરિશીલન ૧૩૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ વાતમાં શંકાને અવકાશ જ નથી. પરમતારક જ્ઞાની ભગવંતોની વાતનો જેટલો વહેલા સ્વીકાર કરીશું તેટલું વહેલું કલ્યાણ થશે. આ રીતે વચનાનુષ્ઠાન જ્યારે આત્મસાત્ બનવાથી આત્મા તેની સાથે તન્મય બને છે; ત્યારે આત્માની સાથે એકરૂપ બનેલું એ અનુષ્ઠાન અસંગાનુષ્ઠાન બને છે, જે દીક્ષાના ઉત્તરકાળમાં હોય છે. આ શ્લોકમાં જણાવેલી વચનક્ષમ, ધર્મક્ષમા વગેરેનું સ્વરૂપ આગળ જણાવાશે. ૨૮-૬ll. પૂર્વશ્લોકમાં જણાવેલી વચનક્ષમા અને ધર્મક્ષમાનું સ્વરૂપ વર્ણવવા ક્ષમાના પ્રકારો જણાવાય છે– उपकारापकाराभ्यां विपाकाद्वचनात् तथा । धर्माच्च समये क्षान्तिः पञ्चधा हि प्रकीर्तिता ॥२८-७॥ उपकारेति-उपकारेण क्षान्तिरुपकारिप्रोक्तदुर्वचनाद्यपि सहमानस्य । अपकारेण क्षान्ति मम दुर्वचनाद्यसहमानस्यायमपकारी भविष्यतीत्याशयेन क्षमां कुर्वतः । विपाकाच्चेहपरलोकगतानर्थपरम्परालक्षणादालोच्यमानात् क्षान्तिर्विपाकक्षान्तिः । तथा वचनात् क्षान्तिरागममेवालम्बनीकृत्योपकारित्वादिनैरपेक्ष्येण क्षमां कुर्वतः । धर्माच्चात्मशुद्धस्वभावलक्षणाज्जायमाना क्षान्तिश्चन्दनस्येव शरीरस्य च्छेददाहादिषु सौरभादिस्वधर्मकल्पा परोपकारिणी सहजत्वेनावस्थिताऽविकारिणी । एवं पञ्चधा क्षान्तिः समये પીર્તિતા | યહુદું“પાર્થપારિવિપાવવાનધર્મોત્તરી મતા ક્ષત્તિરિતિ” ર૮-૭ી. ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મ - આ પાંચને આશ્રયી આગમમાં પાંચ પ્રકારની ક્ષમા(ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા) વર્ણવી છે - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઉપકારના કારણે; અપકાર કરશે - એ કારણે; વિપાક-અનર્થની પ્રાપ્તિ થશે એ કારણે; શ્રી તીર્થંકરપરમાત્માના વચનના કારણે અને ધર્મ-સ્વભાવના કારણે કરાતી સમાને અનુક્રમે ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા કહેવાય છે. કોઇએ આપણી ઉપર પૂર્વે ઉપકાર કર્યો હોય તે ઉપકારી જન કોઇવાર આપણને ન ગમે એવાં દુષ્ટ વચન કહે અથવા દુર્વર્તન કરે ત્યારે આપણા એ ઉપકારી છે, એમનાં વચન કે વર્તન સામે ન જોવાય, આપણે સહન કરી લેવું જોઈએ...' વગેરે સમજીને ક્ષમા રાખવી - તેને ઉપકારક્ષમા કહેવાય છે. આવી જ રીતે કોઈ પણ માણસનાં દુષ્ટવચનાદિને હું સહન નહિ કરું. તો તે માણસ ભવિષ્યમાં મારી ઉપર અપકાર કરશે...” વગેરે સમજીને સહન કરવાં - તેને અપકારક્ષમા કહેવાય છે. ઉપકારક્ષમાનો વિષય ભૂતકાલીન છે અને અપકારક્ષમાનો વિષય ભવિષ્યત્કાલીન છે. “આ લોકમાં અથવા તો પરલોકમાં અનર્થની પરંપરા મને પ્રાપ્ત થશે' વગેરે સમજીને ક્રોધાદિના વિપાકનો વિચાર કરી ક્ષમા ધારણ કરવી તેને વિપાકક્ષમા કહેવાય છે. ૧૩૪ દિક્ષા બત્રીશી Page #138 -------------------------------------------------------------------------- ________________ વચનક્ષમા તેને કહેવાય છે કે જ્યાં “આ ઉપકારી છે; આ અપકાર કરશે અથવા તો આ લોકમાં અને પરલોકમાં અનર્થની પરંપરા સર્જાશે..” વગેરેનો વિચાર કર્યા વિના શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચન સ્વરૂપ આગમમાં જણાવ્યું છે કે “સર્વદા ક્ષમા કરવી જોઈએ' - આ પ્રમાણે માત્ર આગમનું આલંબન લઈને ક્ષમા ધારણ કરાય છે. આ વચનક્ષમા દીક્ષાની પ્રથમ અવસ્થામાં હોય છે. ત્યાર પછી - વચનક્ષમા આત્મસાત્ થયા પછી – ધર્મક્ષમાની પ્રાપ્તિ થાય છે. આત્માના શુદ્ધ સ્વભાવ સ્વરૂપ ધર્મના કારણે થનારી ક્ષમાને ધર્મક્ષમા કહેવાય છે. ચંદનના કાષ્ઠનો છેદ કરો કે તેનો દાહ(બાળી નાખવું) કરો તોપણ ચંદનનો સુગંધી સ્વભાવ અવસ્થિત રહે છે, એમાં કોઈ પણ જાતના વિકારોનો આવિર્ભાવ થતો નથી. તેમ જ શરીરનો છેદ કરો કે દાહ કરો તો પણ આત્મધર્મભૂત ક્ષમા અવસ્થિત રહે છે અને એકાંતે પરોપકારિણી એવી તેમાં સહેજ પણ વિકૃતિ આવતી નથી. ચંદનના સુગંધની જેમ આત્મધર્મભૂત ક્ષમા ધર્મમાં છે. આ રીતે પાંચ પ્રકારની ક્ષમા આગમમાં દર્શાવી છે. જેમ કે કહ્યું પણ છે કે “ઉપકારી, અપકારી, વિપાક, વચન અને ધર્મ પદની ઉત્તરમાં રહેલી ક્ષમા” પાંચ પ્રકારની છે. આ પાંચ પ્રકારની ક્ષમાઓમાંથી ઉપકારી ક્ષમા, અપકારી ક્ષમા અને વિપાકક્ષમા - આ ત્રણ ક્ષમા દીક્ષામાં નથી હોતી. ચોથી વચનામાં અને પાંચમી ધર્મક્ષમા - આ બે ક્ષમાઓનું અસ્તિત્વ દીક્ષામાં હોય છે. ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારની ક્ષમામાં સહન કરવાની પ્રવૃત્તિ એક હોવા છતાં એની પાછળનો આશય જુદો જુદો છે. સંયમ – જીવનમાં ઉપકારી, અપકારી કે વિપાકને આશ્રયીને ક્ષમા કરવાની નથી – એવું નથી. વચનક્ષમાના આસેવનથી પૂર્વ ત્રણેય ક્ષમાનું આસેવન થઈ જ જાય છે. માત્ર એ આશય હોતો નથી. પાત્ર ગમે તે હોય પરંતુ ક્ષમાનો આશય માત્ર વચનપાલનનો કે સ્વભાવસ્વરૂપ જ હોવો જોઈએ. આ ઉપકારી છે, આ અપકારી છે અથવા અનર્થની પ્રાપ્તિ થશે – આવી કોઈ પણ ભાવનાથી સંયમજીવનમાં ક્ષમા કરવાની નથી. માત્ર શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના જ પરિપાલન માટે ક્ષમા કરવાની છે. ગ્રંથકારપરમાર્ષિએ જણાવેલી એ વાતનો વિચાર કરવાથી સમજાશે કે વચનક્ષમા પ્રાપ્ત કરવાનું કેટલું અઘરું છે. જ્યાં ઉપકારી પ્રત્યે પણ ક્ષમા રાખવાનું આજે લગભગ શક્ય બનતું નથી, ત્યાં વચનક્ષમા પ્રાપ્ત કરવાનું કઈ રીતે શક્ય બને? ઉપકારીના ઉપકાર યાદ કરવા જેટલું પણ સૌજન્ય ન હોય; અપકાર કરશે – એવો પણ ડર ન હોય અને આ લોકાદિના અનર્થોની પણ ચિંતા ન હોય ત્યાં ક્ષમાની આશા રાખવાથી કાંઈ વળવાનું નથી - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. વર્તમાનની દીક્ષા ક્યાં લઈ જશે – એનો આત્માર્થી જનોએ વિચાર કરવાની ખૂબ જ જરૂર છે. ૨૮-છા વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનનું સ્વરૂપ સમજાવવા અનુષ્ઠાનોના પ્રકારો જણાવાય છે– प्रीतिभक्तिवचोऽसगैरनुष्ठानं चतुर्विधम् । સાઢિયે ક્ષતિષત્તિને કે રાત્તિમયે ||૨૮-૮ાા. એક પરિશીલન ૧૩૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ प्रीतीति-प्रीतिभक्तिवचोऽसङ्गनिमित्तैश्चतुर्विधमनुष्टनं । प्रीत्यनुष्ठानं, भक्त्यनुष्ठानं, वचनानुष्ठानं, असङ्गानुष्ठानं चेति । तत्र सुन्दरतामात्राहितरुचिपूर्वकानुष्ठानमाद्यं, गौरवाहितरुचिपूर्वकानुष्ठानं द्वितीयं, सर्वत्राप्तवचनपुरस्कारप्रवृत्तमनुष्ठनं तृतीयं, अभ्यासादात्मसाद्भूतं परद्रव्यानपेक्षमनुष्ठानं चतुर्थं । यदाहुः-“तत्प्रीतिभक्तिवचनासङ्गोपपदं चतुर्विधं गीतम् । तत्त्वाभिज्ञैः परमपदसाधनं सर्वमेवैतत् ॥१।। यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ।।२।। गौरवविशेषयोगाबुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्वक्त्यनुष्ठानम् ॥३॥ अत्यन्तवल्लभा खलु पली तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात्प्रीतिभक्तिगतम् ।।४।। वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ॥५॥ यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठनं भवति त्वेतत्तदावेधात् ।।६।। चक्रभ्रमणं दण्डात्तदावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ।।७।।" आद्यद्वये प्रीतिभक्तत्यनुष्ठानलक्षणे तिस्रः क्षमा भवन्ति उपकारापकारविपाकोत्तराः । अन्तिमद्वये च वचनासङ्गानुष्ठानलक्षणे द्वे क्षमे भवतो वचनधर्मोत्तरे । तदुक्तम्-“आद्यद्वये त्रिभेदा चरमद्वितये द्विभेदेति” ॥२८-८।। પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ – આ ચાર નિમિત્તના કારણે થનારાં અનુષ્ઠાન ચાર પ્રકારનાં છે. પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાન : આ પ્રથમ બે અનુષ્ઠાનમાં પહેલી ત્રણ ક્ષમાઓનો સમાવેશ થાય છે અને છેલ્લી બે ક્ષમાનો સમાવેશ અનુક્રમે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં(છેલ્લા બે અનુષ્ઠાનમાં) થાય છે.” – આ પ્રમાણે આઠમી ગાથાનો સામાન્યર્થ છે. ઉપર જણાવેલાં ચાર અનુષ્ઠાનોનું સ્વરૂપ સમજાવતાં ફરમાવ્યું છે કે “આ અનુષ્ઠાન સુંદર છે' - આટલા જ્ઞાનમાત્રના કારણે ઉત્પન્ન થયેલી સચિના કારણે જે અનુષ્ઠાન થાય છે તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. “આ અનુષ્ઠાન પવિત્ર છે - આવા પ્રકારના અનુષ્ઠાન પ્રત્યેના ગૌરવના કારણે ઉત્પન્ન થયેલી રુચિપૂર્વક જે અનુષ્ઠાન થાય છે તે અનુષ્ઠાનને ભેજ્યનુષ્ઠાન કહેવાય છે. બધે શ્રી તીર્થંકર પરમાત્માદિ આપ્તપુરુષોના વચનને જ આગળ(પ્રાધાન્ય) કરીને જે અનુષ્ઠાન થાય છે તેને વચનાનુષ્ઠાન કહેવાય છે અને વારંવાર કરવા સ્વરૂપ અભ્યાસથી આત્મસાત થયેલું સ્વાભાવિક જે અનુષ્ઠાન છે; તેને ચોથું અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનોનું સ્વરૂપ વર્ણવતાં શ્રી ષોડશક પ્રકરણમાં ફરમાવ્યું છે કે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ પદ જેની સમીપમાં(પૂર્વમાં) છે, તે સદનુષ્ઠાનને પરમપદનાં સાધન તરીકે તત્ત્વજ્ઞ પુરુષોએ ચાર પ્રકારનું વર્ણવ્યું છે. જે અનુષ્ઠાન કરતી વખતે કર્તાને પરમ આદર હોય છે; હિતકારિણી એવી પ્રીતિનો આવિર્ભાવ થાય છે અને બીજાં બધાં કામ પડતાં મૂકીને કરાય છે; તે પ્રીત્યનુષ્ઠાન છે. જે અનુષ્ઠાન; પ્રીતિ-અનુષ્ઠાનજેવું હોવા છતાં ગૌરવ(પવિત્ર)વિશેષ થવાથી વિશુદ્ધતર થાય છે તે બુદ્ધિમાનના અનુષ્ઠાનને ભજ્યનુષ્ઠાન કહેવાય છે. પત્ની અત્યંત પ્રિય છે; તેમ જ માતા ૧૩૬ દીક્ષા બત્રીશી Page #140 -------------------------------------------------------------------------- ________________ હિતકારિણી છે. એ બંન્નેનું વસ્ત્રાદિલાવી આપવા વગેરે સ્વરૂપ કાર્ય એકસરખું હોવા છતાં બંન્નેમાં પ્રીતિ અને ભક્તિના કારણે જે વિશેષ છે તેમ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ ભેદ જાણવો. સર્વત્ર ઔચિત્યના યોગે થનારી, આગમના વચનમાં જે પ્રવૃત્તિ તેને વચનાનુષ્ઠાન કહેવાય છે, જે ચારિત્રસંપન્ન આત્માઓને ચોક્કસ હોય છે. અભ્યાસના અતિશયના કારણે જે સત્પુરુષો દ્વારા આત્મસાત્ થયેલાની જેમ કરાય છે તેને અસંગાનુષ્ઠાન કહેવાય છે, જે આ; તેના પૂર્વપ્રયોગથી થતું હોય છે. દંડના કારણે થતું ચક્રભ્રમણ અને પૂર્વ-પ્રયોગાદિના કારણે દંડના અભાવમાં થતું ચક્રનું ભ્રમણઃ બંન્ને ભ્રમણ-સ્વરૂપે સરખાં હોવા છતાં તેમાં જેમ ફરક છે તેમ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં પણ અનુષ્ઠાનસ્વરૂપે સમાનતા હોવા છતાં ફરક છે. પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાનમાંનાં શરૂઆતનાં બે અનુષ્ઠાનમાં ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા - આ ત્રણ ક્ષમાઓનો સમાવેશ થાય છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન - આ બે અનુષ્ઠાનમાં અનુક્રમે વચનક્ષમા અને ધર્મક્ષમાનો સમાવેશ થાય છે. અન્યત્ર પણ એ પ્રમાણે જણાવ્યું છે કે આદ્ય બે અનુષ્ઠાનમાં ક્ષમાના ત્રણ પ્રકારોનો અને છેલ્લાં બે પ્રકારનાં અનુષ્ઠાનોમાં છેલ્લી બે પ્રકારની ક્ષમાનો સમાવેશ થાય છે. શ્લોકમાં વર્ણવેલાં ચાર અનુષ્ઠાનોમાંથી સંયમજીવનમાં છેલ્લાં બે અનુષ્ઠાન હોય છે. પ્રથમનાં પ્રીત્યનુષ્ઠાન અને ભજ્યનુષ્ઠાન સંયમજીવનની પૂર્વે હોય છે. સંયમજીવનમાંના વચનાનુષ્ઠાનની અપેક્ષાએ પ્રીત્યનુષ્ઠાન અને ભજ્યનુષ્ઠાન ખૂબ જ સરળ છે. પરંતુ વર્તમાનમાં અનુષ્ઠાનો જે રીતે થઈ રહ્યાં છે – એ જોતાં પ્રીત્યનુષ્ઠાન પામવાનું પણ ખૂબ જ કપરું છે. જયાં સંસારની અસારતાનું વાસ્તવિક ભાન ન હોય ત્યાં પ્રીત્યનુષ્ઠાન પામવાનું ઘણું જ કપરું છે. ધર્માનુષ્ઠાન કરતાં આ સંસારની કોઈ પણ વસ્તુ સારી લાગે ત્યાં સુધી વાસ્તવિક રીતે પ્રીતિઅનુષ્ઠાન પણ થઈ શકે એમ નથી. મોક્ષસાધક કોઈ પણ અનુષ્ઠાન; સંસારની અસારતાના ભાન વિના મોક્ષપ્રદ બનતું નથી. આથી જ પ્રીત્યાદિ અનુષ્ઠાનોને સદનુષ્ઠાન તરીકે વર્ણવતી વખતે પરમપદનાં સાધનસ્વરૂપે વર્ણવ્યાં છે. “પ્રીત્યાદિ અનુષ્ઠાનો સંસાર - સુખને આપનારાં છે માટે તે સદનુષ્ઠાન છે.” - આ પ્રમાણે જણાવનારાઓની માન્યતા સાચી નથી. “શ્રી ષોડશક પ્રકરણ” વગેરે ગ્રંથના પરિશીલનથી એ સમજી શકાય છે. ૨૮-૮ દીક્ષાની પ્રાથમિક અવસ્થામાં વચનાનુષ્ઠાન હોય છે અને ત્યાર પછી અસંગાનુષ્ઠાન હોય છે. ત્યાં બંન્ને અનુષ્ઠાનોની વિશેષતા જણાવવાપૂર્વક વચનાનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે– सूक्ष्माश्च विरलाश्चैवातिचारा वचनोदये । स्थूलाश्चैव घनाश्चैव ततः पूर्वममी पुनः ॥२८-९॥ એક પરિશીલન ૧૩૭. Page #141 -------------------------------------------------------------------------- ________________ सूक्ष्माश्चेति-सूक्ष्माश्च लघवः प्रायशः कादाचित्कत्वात् । विरलाश्चैव सन्तानाभावाद् । अतिचारा अपराधा वचनोदये भवन्ति । ततो वचनोदयात्पूर्वममी अतिचाराः पुनः स्थूलाश्च बादराश्च घनाश्च निरन्तराश्च भवन्ति । तदुक्तं–“चरमाद्यायां सूक्ष्मा अतिचाराः प्रायशोऽतिविरलाश्च । आद्यत्रये त्वमी स्युः स्थूलाश्च તથા ઘનાવ’ ૨૮-૧ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે અનુષ્ઠાનમાં અતિચાર સૂક્ષ્મ(કોઈ વાર) અને વિરલ (જેની પરંપરા ન હોય એવા) હોય છે, જ્યારે વચનાનુષ્ઠાનની પૂર્વે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વખતે અતિચારો પૂલ(સ્પષ્ટપણે જણાય એવા) અને ઘન(નિરંતર) હોય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ચાર પ્રકારનાં અનુષ્ઠાનમાં પ્રીત્યનુષ્ઠાન અને ભજ્યનુષ્ઠાન - આ બે અનુષ્ઠાન એવાં છે કે જે સાધુભગવંતોને હોતાં નથી. પૂ. સાધુભગવંતોને વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન હોય છે. તેથી અહીં દક્ષાબત્રીસી(દ્વાáિશિકા)માં તે બે-પ્રીતિ, ભક્તિ-અનુષ્ઠાનનો વિચાર કર્યા વિના વચનાનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનનો જ વિચાર કર્યો છે. શ્રી વિતરાગપરમાત્માના એકમાત્ર વચનને અનુસરી કરાતા અનુષ્ઠાનને વચનાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનના સામર્થ્યથી જ મોટા ભાગે સાધ્વાચારમાં અતિચારનો સંભવ રહેતો નથી. કોઈ વાર સામાન્ય અનુપયોગાદિને લઇને નાના અતિચાર પ્રાયઃ થાય છે અને થતાંની સાથે જ ખ્યાલ આવી જવાથી તે દૂર કરાય છે તેથી એની પરંપરા ચાલતી નથી. એ કારણે જ એ વિરલ હોય છે. પરંતુ આ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવા પૂર્વે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરવાનું નહિવત્ હોય છે, તેથી તે વખતે અતિચારો સ્કૂલ અને નિરંતર થતા હોય છે. અહીં દોષ મોટા છે અને સતત છે, જયારે વચનાનુષ્ઠાનમાં દોષ કોઈ વાર જ અને એ પણ અત્યંત નાના હોય છે. આથી સમજી શકાશે કે વચનાનુષ્ઠાનની અને એના અભાવની સ્થિતિમાં કેટલું અંતર છે. વચનાનુષ્ઠાનનું સામર્થ્ય ખરેખર જ અદ્ભુત છે. દિક્ષાને નિષ્પાપ રાખવાનું કાર્ય માત્ર વચનાનુષ્ઠાનનું છે. એના અચિન્હ પ્રભાવે અંતે આત્મા, નિષ્પાપ જ નહિ, નિષ્કર્મ બને છે. અનુષ્ઠાનની મોક્ષસાધકતા વાસ્તવિક રીતે વચનના અનુસરણના કારણે છે. માત્ર અનુષ્ઠાનની જ સામે જોયા કરવાથી વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ નહીં થાય. દરેક અનુષ્ઠાન વખતે શ્રી તીર્થંકરપરમાત્માનું પરમતારક વચન કર્યું છે - એ યાદ કરાય તો વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે. શ્રી ષોડશક પ્રકરણમાં પણ જણાવ્યું છે કે પાંચ પ્રકારની ક્ષમા(ઉપકાર, અપકાર, વિપાક, વચન, ધર્મીઓમાં વચનક્ષમા વખતે પ્રાયઃ અતિચાર સૂક્ષ્મ અને અતિવિરલ હોય છે; અને શરૂઆતના ત્રણ પ્રકારમાં એ અતિચારો સ્થૂલ અને ઘન હોય છે. આદ્ય ત્રણ પ્રકારોનો સમાવેશ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં થાય છે અને વચનક્ષમાનો સમાવેશ વચનાનુષ્ઠાનમાં થાય છે, તેથી અહીં જણાવેલી અને ષોડશકપ્રકરણમાં જણાવેલી વાતમાં કોઈ વિરોધ નથી. ૨૮-લા ૧૩૮ દીક્ષા બત્રીશી Page #142 -------------------------------------------------------------------------- ________________ હવે વચનાનુષ્ઠાનનું ફળ વર્ણવવા દ્વારા તેનું સ્વરૂપ વર્ણવાય છે— ततो निरतिचारेण धर्मक्षान्त्यादिना किल । सर्वं संवत्सरादूर्ध्वं शुक्लमेवोपजायते ।।२८-१०। तत इति ततो वचनोदयात् किल निरतिचारेण धर्मक्षान्त्यादिना, आदिपदेन धर्ममार्दवशुद्धब्रह्मादिग्रहः । सर्वं दशविधमपि क्षान्त्यादि संवत्सरादूर्ध्वं क्रियामलत्यागाच्छुक्लमेवोपजायते ।।२८-१०।। શ્લોકાર્થ સ્પષ્ટ છે કે આ રીતે વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી એક વર્ષ પછી નિરતિચાર ક્ષમા, મૃદુતા આદિના કારણે સઘળો ય દશ પ્રકારનો યતિધર્મ શુક્લ જ – શુદ્ધ જ – ઉત્પન્ન થાય છે. આશય એ છે કે દીક્ષાની શરૂઆતથી જ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી ક્ષમા વગેરે ધર્મ અતિચા૨૨હિતપણે થાય છે. આથી ક્રમે કરીને એક વર્ષ પછી તો ક્ષમા, મૃદુતા, સરળતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય - આ દશ પ્રકારનો યતિધર્મ સઘળો ય શુદ્ધ જ ઊપજે છે. કારણ કે નિરતિચાર તે તે વચનાનુષ્ઠાનથી; અતિચારસ્વરૂપ ક્રિયામલનો ત્યાગ કરાય છે. મલ વિનાની નિર્મળક્રિયાની આરાધનાથી ક્ષમા વગેરે ધર્મો શુદ્ધ જ ઊપજે - એ સમજી શકાય છે. સંયમજીવનનો પ્રારંભકાળ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એ કાળ દરમ્યાન વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. આવા અવસરે નિદ્રા-વિકથાદિને આધીન બન્યા વિના શ્રી અરિહંતપરમાત્માના પરમતા૨ક વચનાનુસાર જ કોઇ પણ અનુષ્ઠાન માટે પ્રયત્ન કરી લેવો જોઇએ. સંયમજીવનના એ સમયમાં વચનાનુષ્ઠાનનો અભ્યાસ ન પડે તો પછીના સમયમાં એ અભ્યાસ પાડવાનું લગભગ શક્ય બનતું નથી. ખોટી રીતે શરૂ થયેલી વસ્તુનું સાચું પરિણામ કઇ રીતે આવે ? સાચા પરિણામના અર્શીએ કાર્યનો પ્રારંભ પણ સાચી રીતે કરવો જોઇએ. જ્ઞાનીઓની દૃષ્ટિએ; સંયમજીવનમાં વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ ન થાય તો વસ્તુતઃ એ સંયમજીવન નથી. આગળની બારમી ગાથામાં આ વાત સ્પષ્ટપણે જણાવી છે. શ્રી વીતરાગપરમાત્માના વચનનું મૂલ્ય સમજાય તો જ દીક્ષાને આરાધી શકાશે. શ્રી અરિહંતપરમાત્માના પરમતારક વચનને છોડીને આ સંસારમાં કોઇ આરાધ્ય નથી. આરાધ્ય-અનુષ્ઠાનોની આરાધ્યતા પણ એ પરમતા૨ક વચનોના કા૨ણે છે - એ નિરંતર સ્મરણીય છે. ૨૮-૧૦ દશમા શ્લોકમાં જણાવેલી વાતનું સમર્થન કરાય છે— मासादौ व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः । पर्याये युज्यते चेत्थं गुणश्रेणिप्रवृद्धितः ॥ २८-११॥ मासादाविति-इत्थं च संवत्सरादूर्ध्वं सर्वशुक्लापत्तौ च मासादौ पर्याये व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः प्रज्ञप्त्युक्तो युज्यते गुणश्रेणिप्रवृद्धितः ।।२८-११।। એક પરિશીલન ૧૩૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વચનાનુષ્ઠાનના કારણે દશ પ્રકારનો બધો જ યતિધર્મ શુક્લ ઉત્પન્ન થાય છે; તેથી “એક માસ, બે માસ, ત્રણ માસ આદિ દીક્ષાના પર્યાયમાં અનુક્રમે વ્યત્તરનિકાયના દેવ વગેરેની તેજલેશ્યાનું અતિક્રમણ થાય છે.” - આ પ્રમાણે જે પ્રજ્ઞમિ(ભગવતી) વગેરે સૂત્રમાં જણાવ્યું છે તે ગુણશ્રેણિ, અધ્યવસાયની પ્રવૃદ્ધિને લઈને સંગત થાય છે - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો આશય એ છે કે પ્રજ્ઞપ્તિ - વિવાહપ્રજ્ઞમિ(ભગવતી) વગેરે સૂત્રમાં ફરમાવ્યું છે કે દીક્ષાનો એક માસનો પર્યાય થાય ત્યારે વ્યંતરનિકાયના સામાન્યદેવતાઓની તેજોલેશ્યાનો અતિક્રમ થાય છે. છ વેશ્યાઓમાં કૃષ્ણ, નીલ અને કાપોત - આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજો, પધ અને શુકુલ - આ ત્રણ લેશ્યાઓ શુભ છે. આત્માને શુભાશુભ અધ્યવસાયમાં સહાયભૂત પુદ્ગલવિશેષને દ્રવ્યલેશ્યા કહેવાય છે; અને તે શુભાશુભ અધ્યવસાયમાં કારણભૂત મનઃપરિણામવિશેષને ભાવલેશ્યા કહેવાય છે. જીવને સામાન્ય રીતે ગતિવિશેષમાં અમુક અમુક દ્રવ્યલેશ્યાઓ હોય છે, જયારે ભાવલેશ્યાઓ તો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરિવર્તમાન હોય છે. છ”માંથી કોઈ પણ એક ભાવલેશ્યા તે તે સમયે હોય છે. સામાન્ય રીતે ઘાતકર્મોને આશ્રયી લેશ્યાનો વિચાર કરાય છે... જિજ્ઞાસુએ વેશ્યાના જાણકાર પૂ. ગુરુદેવશ્રી પાસેથી લેશ્યાનું સ્વરૂપ વિસ્તારથી સમજી લેવું જોઇએ. અહીં એ વિષય ન હોવાથી વિસ્તારથી જણાવ્યું નથી. - વાણવ્યંતરદેવોને ભવપ્રત્યયિક(જન્મસહજ) તેજલેશ્યા હોય છે. એના યોગે સહજ રીતે જ તેઓને શુભ વિચાર આવતા હોય છે. આવી રીતે એક માસના પર્યાયવાળા મુનિભગવંતોને વાણવ્યંતરદેવોની અપેક્ષાએ શ્રેષ્ઠ તેજોલેશ્યા હોય છે. આ પ્રમાણે બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, પાંચ મહિના, છ મહિના, સાત મહિના, આઠ મહિના, નવ મહિના, દસ મહિના, અગિયાર મહિના અને બાર મહિનાના દિક્ષાપર્યાયમાં અનુક્રમે ૨. ભવનપતિ; ૩. અસુરકુમાર; ૪. ગ્રહ-નક્ષત્ર-તારા; ૫. સૂર્ય-ચંદ્ર; ૬. પહેલા-બીજા; ૭. ત્રીજા-ચોથા; ૮. પાંચમા-છઠ્ઠી; ૯. સાતમા-આઠમા; ૧૦. નવ-દસ-અગિયાર-બારમા દેવલોકના વૈમાનિક દેવો; ૧૧. નવ રૈવેયક અને ૧૨. પાંચ અનુત્તર વિમાનના દેવોની તેજલેશ્યા કરતાં શ્રેષ્ઠ તેજોલેશ્યા હોય છે. અહીં તેજલેશ્યા શબ્દનો અર્થ ‘પ્રશસ્ત-શુભલેશ્યા સમજવો. માત્ર બાર મહિનાના દીક્ષાપર્યાયમાં આવી રીતે અનુત્તરવિમાનના દેવતાઓની તેજોલેશ્યા-પ્રશસ્ત(શુભ)લેશ્યા(અધ્યવસાય)નું અતિક્રમણ થાય છે. અર્થાત્ તેઓના સુખની સ્થિતિ કરતાં અધિક સુખની સ્થિતિ પ્રાપ્ત થાય છે. અહીં યાદ રાખવું જોઇએ કે માત્ર સુખની સ્થિતિનું અહીં સામ્ય દર્શાવ્યું છે. આથી વિશેષ કોઈ સામ્ય દર્શાવવાનો આશય નથી. આમ પણ સંયમજીવનના ક્ષયોપશમભાવની તુલના દેવલોકના પુણ્યના ઉદયની સાથે કરવાનું શક્ય નથી. અનુત્તરવિમાનના દેવતાઓ પળે પળે જેની ઝંખના કરતા હોય છે એ સર્વવિરતિધર્મના આનંદની કોઈ અવધિ નથી. અનુત્તરવિમાનના ૧૪૦ દીક્ષા બત્રીશી Page #144 -------------------------------------------------------------------------- ________________ સુખની; એ આનંદની અપેક્ષાએ કોઇ જ ગણના નથી. આવી સમગ્ર સ્થિતિનું એકમાત્ર કારણ ‘વચનાનુષ્ઠાન’ છે. શ્રી તીર્થંકર૫રમાત્માની પરમતારક આજ્ઞાનુસાર કરાતી આરાધનાનું મૂલ્ય સમજાયા વિના એવી સ્થિતિનો અનુભવ કરવાનું શક્ય નથી. I૨૮-૧૧|| ઉપર જણાવ્યા મુજબ માસાદિના દીક્ષાપર્યાયમાં વાણવ્યંતરાદિદેવોની તેજોલેશ્યાનો વ્યતિક્રમ થાય છે, તેમાં દીક્ષાનો પર્યાય કઇ રીતે ગણાય છે તે જણાવાય છે— दिनानि पक्षा मासा वा गण्यन्ते शरदोऽपि च । नाऽस्यां गुणाविघातस्य गण्यतेऽवसरः पुनः ॥ २८-१२॥ આ દીક્ષામાં ગુણના વ્યાઘાત(વિનાશાદિ) વિનાના કાળની ગણતરી કરાય છે. પરંતુ જે ગુણના વ્યાઘાતવાળો કાળ છે - તે દિવસો, પખવાડિયા, મહિનાઓ કે વર્ષો દીક્ષાપર્યાયમાં ગણાતાં નથી. – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી છે તે દિવસથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોનો આવિર્ભાવ શરૂ થાય છે. વચનાનુસાર કરાતી આરાધનાના કારણે દિવસે દિવસે ગુણોનો આવિર્ભાવ વધતો જાય છે. આત્મા જો પ્રમાદાદિને પરવશ બને અને તેથી આરાધનામાં શિથિલ થાય તો ગુણોનો આવિર્ભાવ થાય નહિ. કોઇ વાર એવું પણ બને કે આવિર્ભાવ પામેલા ગુણો ફરી પાછા આવૃત્ત બને. આવી સ્થિતિને ગુણોનો વ્યાઘાત કહેવાય છે. પ્રમાદાદિને પરવશ બન્યા પછી ગુણોના આવિર્ભાવના બદલે ગુણોનો વ્યાઘાત થાય - એ બહુ જ વિચિત્ર છે. ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ પ્રમાદાદિને પરવશ બનેલા જીવો નિગોદાદિની સ્થિતિને જે પામે છે તે આ ગુણના વ્યાઘાતનો વિપાક છે. આમ છતાં કાલક્રમે તેવા પણ જીવોનો દીક્ષાપર્યાય તો વધતો જ જાય છે. અનંતજ્ઞાનીઓની દૃષ્ટિએ આવા ગુણહીન દિવસ વગેરેને દીક્ષાના પર્યાય તરીકે ગણતા નથી. ગુણ-સહિત જે દીક્ષાનો સમય છે તે જ ૫રમાર્થથી દીક્ષાનો પર્યાય છે - એ વાત ઉચિત જ છે. કારણ કે જે પ્રવૃત્તિ જે કાર્યના ઉદ્દેશથી આરંભી હોય, તે પ્રવૃત્તિથી તે કાર્યના ઉદ્દેશની સિદ્ધિ થતી ન હોય તો તે પ્રવૃત્તિ તે કાર્યને અનુકૂળ નથી - એ માન્યા વિના ચાલે નહિ. ગુણોના વ્યાઘાતના સમયને તેથી જ દીક્ષાના સમયમાં ગણવાનું ઉચિત ગણ્યું નથી. કાળક્રમે વધતા દીક્ષાપર્યાયથી કોઇ લાભ નથી. ગુણના વ્યાઘાત વિનાના કાળક્રમે વધતા દીક્ષાપર્યાયથી લાભનો પાર નથી. આથી સમજી શકાશે કે દીક્ષા લઇને કેટલાં વર્ષ થયાં - એનું મહત્ત્વ નથી, પરંતુ કેવાં થયાં – એનું મહત્ત્વ છે. કોઇ પણ જાતનો પ્રયત્ન કરીએ કે ના કરીએ તોપણ માત્ર કાળની અપેક્ષાએ દીક્ષાનો પર્યાય વધતો જ જવાનો છે. એવી વૃદ્ધિથી કોઇ જ નિસ્તાર નથી. માત્ર લોકોની દૃષ્ટિએ પર્યાયવૃદ્ધ તરીકે ગણતરી થાય અને આપણને પણ એમ લાગે કે સંયમજીવનમાં આટલાં વર્ષ થયાં. પરંતુ અનંતજ્ઞાનીઓની દૃષ્ટિએ એ બધું ખોટું છે, ગુણનો વ્યાઘાત ન થાય એક પરિશીલન - - ૧૪૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ એ રીતે દીક્ષાનો પર્યાય વધે તો; તે તે દિવસો, પખવાડિયા, મહિનાઓ અને વર્ષો ગણતરીમાં લેવાય, અન્યથા ન લેવાય. ૨૮-૧રા ગુણનો જેમાં વ્યાઘાત થતો નથી તે દીક્ષા પર્યાયમાં દિનાદિ ગણાય છે પરંતુ જેમાં ગુણનો વ્યાઘાત થાય છે તે દીક્ષાપર્યાયમાં; દિવસ વગેરેની ગણતરી થતી નથી તેનું કારણ જણાવાય છે– नैहिकार्थानुरागेण यस्यां पापविषव्ययः । वसन्तनृपचेष्टेव सा दीक्षानर्थकारिणी ॥२८-१३॥ જે દીક્ષામાં આ લોક સંબંધી અર્થ(ફળ)ના અનુરાગના કારણે પાપસ્વરૂપ વિષનો વ્યય (વિનાશ) થતો નથી; તે દીક્ષા, હોળીના રાજાની ચેષ્ટા જેવી અનર્થન કરનારી છે - આ પ્રમાણે તેરમી ગાથાનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે દીક્ષામાં જ્ઞાન, દર્શન કે ચારિત્રાદિ આત્મગુણોનો આવિર્ભાવ થતો નથી અને વ્યાઘાત થાય છે; એનું વાસ્તવિક કારણ આ લોકસંબંધી અર્થનો અનુરાગ કારણ છે. આ લોક સંબંધી અર્થ અનેક જાતના છે. પાંચ ઈન્દ્રિયના અનુકૂળ વિષયોની પ્રાપ્તિ, નિદ્રા-વિકથાદિ પ્રમાદ, માન-સન્માનાદિ; નામનાદિનો મોહ; શિષ્ય પ્રમુખ ભક્તવર્ગ અને આચાર્યાદિપદ વગેરે આ લોક સંબંધી અર્થો છે. તેની પ્રત્યેના અનુરાગ(ઉત્કટ રાગ)ને લઇને દીક્ષા લીધા પછી પણ તે તે અર્થ-પ્રયોજનની સિદ્ધિ માટે અનેક જાતની બાહ્યપ્રવૃત્તિઓ (આજ્ઞાથી બાહ્યપ્રવૃત્તિઓ) કરવી પડતી હોય છે. શરૂઆતમાં એમ જ લાગે કે એ બધી પ્રવૃત્તિઓ સંયમજીવનની જ આરાધનાનું અંગ છે અને પરંપરાએ એથી મોક્ષની પ્રાપ્તિ થવાની જ છે. આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે ગુવકિધ્યાન દોરે ત્યારે મોટાભાગે એ ગમે પણ નહીં. આ બધાં લક્ષણો આ લોક સંબંધી અર્થના અનુરાગનાં છે. એ અનુરાગના કારણે શરૂ થયેલી બાહ્યપ્રવૃત્તિઓ આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરનારી હોવાથી ખરેખર તો મોક્ષબાધક બનતી હોય છે. પરંતુ આ લોકસંબંધી અર્થના અનુરાગથી એ સમજાતું નથી. આથી દિવસે દિવસે આત્મા બાહ્યપ્રવૃત્તિમાં આગળને આગળ વધતો જ જાય છે, જેદીક્ષાને અર્થહીન જનહિ; અનર્થને કરનારી બનાવે છે. હોળીનો રાજા રાજાની જેમ વર્તે તોપણ એને જેમ રાજય પ્રાપ્ત થતું નથી તેમ આ લોક સંબંધી અર્થના અનુરાગથી દિક્ષાને પાળવા છતાં દક્ષાસંબંધી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ઉપરથી આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિઓ કરવાથી પાપબંધસ્વરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાશે કે અનર્થકારિણી એવી દીક્ષાનો અવસર દીક્ષા પર્યાયમાં ગણાતો નથી. ૨૮-૧૩ અનર્થને કરનારી દીક્ષાના સ્વરૂપને વર્ણવી હવે સદૂ(વિવલિત નિર્જરાદિ ફળને આપનારી) દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે इन्द्रियाणां कषायाणां गृहाते मुण्डनोत्तरम् । या शिरोमुण्डनव्यङ्ग्या तां सदीक्षां प्रचक्षते ॥२८-१४।। ૧૪૨ * દીક્ષા બત્રીશી Page #146 -------------------------------------------------------------------------- ________________ વિનાનીતિ સ્તોત્રયન: શ્ચમ્ ||૨૮-૧૨-૧૩-૧૪મા “સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયો અને ક્રોધાદિ ચાર કષાયોના મુંડન(ત્યાગ) પછી જે ગ્રહણ કરાય છે અને માથાનું મુંડન કરવાથી જે જણાય છે તેને “સદ્દીક્ષા' કહેવાય છે.” - આ અર્થને જણાવનારા ચૌદમા શ્લોકમાં સદ્દીક્ષાનું સ્વરૂપ; ખૂબ જ અલ્પ શબ્દોથી માર્મિક રીતે વર્ણવ્યું છે. પાંચ ઇન્દ્રિયો અને ચાર કષાયોનો ત્યાગ જેના મૂળમાં છે એ સદ્દીક્ષા છે. માત્ર જૈનદર્શનમાં જ નહિ, દુનિયાનાં સઘળાં ય દર્શનમાં એ વાત સ્પષ્ટપણે જણાવાઈ છે. વિષય અને કષાયના પરિત્યાગ વિના સદ્દીક્ષાની પ્રાપ્તિ થતી નથી. શ્લોકમાં જણાવ્યા મુજબ ઇન્દ્રિયોનું મુંડન અને કષાયોનું મુંડન કર્યા પછી જ માથું મુંડાવાનું છે. પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયોમાં અનુકૂળ વિષયો પ્રત્યે રાગ ન કરવો, એને મનથી પણ ઈચ્છવા નહિ અને એને મેળવવાદિ માટે પ્રયત્ન કરવો નહિ. વસ્તુની આવશ્યકતા હોવાથી તેની શોધ કરીને મેળવી લેવી અને વસ્તુ અનુકૂળ છે, ફાવે છે, ભાવે છે, ઠીક રહે છે... વગેરે સમજીને મેળવી લેવી – એ બે વચ્ચે ઘણું અંતર છે. એને સમજીને કોઈ પણ જાતની માયા સેવ્યા વિના અનુકૂળતાનો ત્યાગ કરી આવશ્યકતા મુજબ વસ્તુનો ઉપયોગ કરવો. તેમ જ પ્રતિકૂળ વિષયો પ્રત્યે દ્વેષ ન કરવો. એ ક્યારે જાય એમ મનથી પણ ચિંતવવું નહિ અને એને ટાળવાદિ માટે પ્રયત્ન કરવો નહિ. આવશ્યકતા ન હોય તો વસ્તુને છોડી દેવી અને વસ્તુ પ્રતિકૂળ છે; ફાવતી નથી; ભાવતી નથી; ઠીક રહેતું નથી... વગેરે સમજીને વસ્તુને છોડી દેવી – એ બેમાં ઘણું અંતર છે. એને બરાબર સમજી લઈને પ્રતિકૂળતાના કારણે કોઈનો ત્યાગ કર્યા વિના અનાવશ્યક વસ્તુનો ત્યાગ કરવો. આવા પ્રકારનું ઇન્દ્રિયોનું મુંડન છે. સામાન્ય રીતે વિષયોની પરાધીનતાના પરિહારને પાંચ ઇન્દ્રિયોનું મુંડન કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર કષાયનાં ગમે તેવાં પ્રબળ નિમિત્તો મળે તો પણ કષાય કરવા નહિ, તેને કષાયોનું મુંડન કહેવાય છે. ચાલુ વ્યવહારમાં ક્રોધને જ કષાય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ખરી રીતે ક્રોધાદિ ચાર કષાય છે. ચાર કષાયોમાં લોભ ખૂબ જ ભયંકર છે. ક્રોધ, માન કે માયાને દૂર કરવાનું હજી સરળ છે. પરંતુ લોભનો ત્યાગ કરવાનું ખૂબ જ કપરું કામ છે. સંસારના સુખ પ્રત્યે રાગ ન હોય તો જ લોભને દૂર કરી શકાય. ક્રોધાદિથી ઠીક ઠીક દૂર રહેનારા પણ લોભથી દૂર રહી શકતા નથી. દીક્ષા લીધા પછી પણ માનપાન વગેરેની તીવ્ર લાલસા કોઈ કોઈ વાર જતી નથી. આ રીતે ઇન્દ્રિયો અને કષાયોના પરિત્યાગ સ્વરૂપ મુંડન પછી જ દીક્ષા ગ્રહણ કરવાની છે. વર્તમાન પરિસ્થિતિ થોડી વિલક્ષણ છે. દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે ભાગ્યે જ એ અંગે લક્ષ્ય અપાતું હોય છે. મોટા ભાગે ગુરુ મ. પ્રત્યે લાગણી થઈ જાય અને ગ્રુપ પરત્વે થોડી અનુકૂળતાની ખાતરી થઈ જાય તો દીક્ષાગ્રહણ માટે યોગ્યતા મળી જતી હોય છે. આવા દીક્ષાર્થીઓએ ઈન્દ્રિયો અને કષાયોનો પરિત્યાગ કર્યો એક પરિશીલન ૧૪૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ છે કે નહિ, એ માટે આજ સુધી તેઓએ શું કર્યું છે. ઈત્યાદિ જાણવા માટે કોઈ પ્રયત્ન કરાતો હોય એવું લગભગ જોવા મળતું નથી. મૂળભૂત યોગ્યતા અંગે આટલી ઉપેક્ષા કેમ કરાય છે - એ સમજાતું નથી. યોગ્યતાનાં માપદંડ જ જ્યાં બદલાતાં હોય ત્યાં અસલ-સદ્ વસ્તુનું દર્શન ન જ થાય - એ સમજી શકાય એવી વાત છે. સદ્દીક્ષાનું દર્શન કરવું હોય તો તેની પૂર્વે ઉપર જણાવ્યા મુજબ ઇન્દ્રિયો અને કષાયોનું મુંડન કરવું જ જોઈએ. ત્યાર પછી જ શિરોમુંડન કરવાનું છે. દીક્ષા લીધા પછી કરાતા એ શિરોમુંડનથી સદ્દીક્ષાની અભિવ્યક્તિ થાય છે. તેવા પ્રકારનું શિરોમુંડન સદ્દીક્ષાનું અભિવ્યંજક બને છે, જેનાથી સદ્દીક્ષા અભિવ્યંગ્ય બને છે. ઇન્દ્રિયો અને કષાયોના ત્યાગ વિના માત્ર માથું મુંડાવાથી સદ્દીક્ષાની પ્રાપ્તિ હોતી નથી. ૨૮-૧૪ સદ્દીક્ષાની પ્રાપ્તિ પછી જે કાર્ય કરવાનું છે તે જણાવાય છે विहाय पूर्वसंयोगमस्यामुपशमं व्रजन् । मनाक कायं प्रकर्षण निश्चयेन च पीडयेत् ॥२८-१५॥ विहायेति-अस्यां सद्दीक्षायां पूर्वसंयोगं मातापित्रादिसंयोगं विहायोपशमं व्रजन् प्राप्नुवन् कायं स्वदेहं मनागध्ययनादिकालेऽविकृष्टेन तपसा प्रकर्षेण तदुत्तरं विकृष्टेन तपसा निश्चयेन चान्त्येऽनशनादिरूपेण વીડયેત્ ર૮-૧૦IT. “આ સદ્દીક્ષામાં, માતા-પિતાના સંયોગાદિ સ્વરૂપ પૂર્વ સંયોગને છોડીને(ત્યજીને) ઉપશમ(કષાયની અનુદયાદિ અવસ્થા)ભાવને પામનાર; શરૂઆતમાં શરીરને થોડું અને છેલ્લા વધારે પીડ” – આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, દીક્ષા લેતાં પૂર્વે આ સંસારના સઘળા ય સંયોગોનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરાય છે. માતાપિતાના સંબંધનો પણ છેલ્લા ત્યાગ કરીને ગ્રહણ કરેલી દીક્ષામાં મમત્વ કરવા જેવું આમ જુઓ તો કશું જ નથી. માતા-પિતાના સંબંધનો ત્યાગ કર્યા પછી ગ્રહણ કરેલી દીક્ષામાં એક નવું સર્કલ તૈયાર થાય છે, એમ કહેવાના બદલે નવું સર્કલ કરાય છે – એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. આવી સ્થિતિમાં સદ્દીક્ષાની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ દીક્ષાનું પાલન થાય તો નવા સંયોગો વધારવાની આવશ્યકતા ઊભી જ ન થાય. સંયમની સાધના માટે કોઈ વાર ઉપાશ્રયાદિના વ્યવસ્થાપકનું કામ પડે ત્યારે એટલાપૂરતું તેમની પાસે કામ કરાવી લઈએ. પરંતુ એક વાર જેમનું કામ પડ્યું તેમની સાથે કાયમનો સંબંધ બાંધી લઇએ તો તે સંયમની સાધના માટે અનુરૂપ નથી. એવા સંયોગો વધારવાથી મમત્વો કેટલાં વધે છે - એનું વર્ણન થાય એવું નથી. માતા-પિતાદિના પૂર્વ-સંયોગોનો ત્યાગ કરીને જ સદ્દીક્ષાની પ્રાપ્તિ થતી હોય છે. આવી દિક્ષામાં બીજા કોઈ જાતના સંબંધો વિકસે નહિ તો ઉપશમભાવને પ્રાપ્ત કરવાનું સહેલું છે. શ્લોકમાં પ્રથમ બે પાદમાં એ વાત ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ ૧૪૪ દીક્ષા બત્રીશી Page #148 -------------------------------------------------------------------------- ________________ વિનયનું સ્વરૂપ જણાવતાં પૂ. સાધુભગવંતોને સંયોગથી મુક્ત વર્ણવ્યા છે. એવા સાધુભગવંતો જ એ સૂત્રમાં જણાવેલા આચારનું પાલન કરી શકે છે. પૂર્વસંયોગોનો ત્યાગ કર્યા પછી પણ દીક્ષા લીધા પછી જે નવા સંયોગો ઊભા કરાય છે, તેથી પૂર્વસંયોગોનો ત્યાગ અર્થહીન બની જાય છે. આ વાતને સંયોગ વિખસ આ પદથી ખૂબ જ ભારપૂર્વક ત્યાં જણાવી છે. સમગ્ર સાધ્વાચારના પાલનનું એ એકમાત્ર કારણ છે. આથી જ પૂર્વકાળમાં પૂ. સાધુભગવંતો નિર્જન ઉદ્યાનાદિમાં રહેતા, જેથી ગૃહસ્થના સંયોગનો પ્રસંગ આવે નહિ. માસકલ્પાદિસ્વરૂપ વિહારની મર્યાદા પાછળ પણ એ ઉદેશ હતો, જેથી એક સ્થાને વધારે રહેવાથી સ્થાનાદિની પ્રત્યે મમત્વ ન બંધાય. આજે તદ્દન જ વિપરીત સ્થિતિ છે. મમત્વના કારણે જ મોટા ભાગે વિહારાદિની પ્રવૃત્તિ થતી હોય છે. મમત્વને દૂર કરવા માટેના આચારો જ જ્યાં મમત્વને લઇને થતા હોય ત્યાં ઉપશમભાવની આશા રાખવાનો કોઈ જ અર્થ નથી. દીક્ષા લેતાં પૂર્વે આત્માને છોડીને અન્ય સકલ સંયોગોનો ત્યાગ કરવાનો હોવાથી માતાપિતા વગેરે સ્વજનો અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરાય છે. પરંતુ એવી જાતનો સર્વોત્કૃષ્ટ ત્યાગ કરનારા આત્માઓથી પણ આત્માથી અતિરિક્ત એવા શરીરનો ત્યાગ કરી શકાતો નથી. જ્યાં સુધી શરીર સંયમની સાધનામાં બરાબર સહાયભૂત થાય છે ત્યાં સુધી તેનો ત્યાગ કરવાનું વિહિત પણ નથી. અનાદિ-કાળથી શરીરનો અને આત્માનો સંયોગ છે. શરીરની સહાયથી આત્માને અશરીરી થવાનું છે. શરીરની સહાય અશરીરી બનવા માટે લેવાની છે. બીજા શરીરના સંયોગ માટે નહીં. આયુષ્યકર્મનો જ્યાં સુધી યોગ છે; ત્યાં સુધી શરીર છૂટવાનું નથી. તેથી દીક્ષા લેતાં પૂર્વે આત્માને છોડીને અન્ય સઘળા ય સંયોગોનો ત્યાગ કર્યા પછી પણ શરીરના સંયોગનો ત્યાગ કરી શકાતો નથી. અશરીરી બનવાની ભાવના હોવા છતાં શરીરની સાથે જ દીક્ષા ગ્રહણ કરવાની છે. આવી અવસ્થામાં શરીરનો સંયોગ અશરીરી બનવામાં બાધક ન બને અને સહાયક બને એ માટે શ્લોકમાં છેલ્લા બે પાદથી ઉપાય દર્શાવ્યો છે. આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ દીક્ષા લેતી વખતે માતાપિતાદિના સંયોગના ત્યાગની જેમ આ શરીરના સંયોગનો ત્યાગ કરી શકાતો નથી, તેથી તેની પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવો જોઇએ. વસ્તુનો ત્યાગ શક્ય હોય તો તેનો ત્યાગ કરવાનો જ છે. પરંતુ જયારે તે શક્ય ન હોય તો તે વસ્તુ પ્રત્યેના મમત્વનો તો ત્યાગ કરવો જ જોઈએ. આમ પણ વસ્તુ(પરપદાર્થ)નું અસ્તિત્વ વગેરે મોક્ષનું બાધક બનતું નથી. પરંતુ પરપદાર્થસ્વરૂપ એ વસ્તુની પ્રત્યે જે મમત્વ કે દ્વેષનો પરિણામ છે – એ જ બાધક બને છે. માતાપિતાદિના પૂર્વસંયોગોનો ત્યાગ કર્યા પછી પૂ. સાધુભગવંતોની પાસે માત્ર શરીરનો સંયોગ રહ્યો છે. દીક્ષા પૂર્વેના મમત્વના બધા વિષયોમાંથી માત્ર આ પોતાનું શરીર રહ્યું છે. આથી સઘળું ય મમત્વ હવે દીક્ષા લીધા પછી; શરીરમાં ભરાય નહિ એ માટે શરીરપીડનનો અહીં ઉપદેશ કર્યો છે. એક પરિશીલન ૧૪૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લીધા પછી શરૂઆતનો કાળ અધ્યયનનો છે, જેને “પ્રથમવય” તરીકે વર્ણવાય છે. આ પ્રથમ વયમાં અધ્યયનને બાધા ન પહોંચે એ રીતે અવિકૃષ્ટ ઉપવાસ વગેરે તપ કરવા દ્વારા શરીરને કષ્ટ પડે – તેમ કરવું જોઈએ. અને અધ્યયનનું કાર્ય પત્યા પછી ઉત્તરવયમાં વિકૃષ્ટ અદ્દમાદિ તપ કરવા દ્વારા શરીરને વધારે કષ્ટ પડે તેમ કરવું. આ રીતે થોડું પીડન અને વધારે પીડન કરતાં કરતાં જ્યારે શરીર કોઈ પણ જાતનું કામ આપવા સમર્થ ન રહે ત્યારે અંતે અનશન સ્વીકારીને તેનો ત્યાગ કરવો. શ્રી આચારાંગ વગેરે સૂત્રમાં એ મુજબ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. શરીર પ્રત્યેનું મમત્વ દૂર કર્યા વિના ચાલે એવું નથી. શરીરની ઉપેક્ષા કરી કષ્ટ વેઠવાનો અભ્યાસ કરવાથી જ શરીરની મમતા દૂર થાય છે. શરીરની આળપંપાળ કરવાથી તેની મમતા વધ્યા જ કરે છે. જેમ જેમ દીક્ષાનો પર્યાય વધતો જાય તેમ તેમ ખરી રીતે શરીરની મમતા ક્ષીણ થવી જોઈએ. આજે નહિ તો કાલે ગમે ત્યારે જો શરીર નાશ પામવાનું જ હોય તો શરીર પ્રત્યે મમત્વ રાખવાથી ફાયદો શું? ગમે તેટલી શરીરની સારસંભાળ લઈએ તોપણ એનો નાશ અવશ્ય થવાનો જ છે તેથી તેની સારસંભાળ લેવાનો કોઈ અર્થ નથી – એમ સમજીને ઉપર જણાવ્યા મુજબ શરીરનું પીડન કરવું જોઇએ. ૨૮-૧પો. ઉપર જણાવ્યા મુજબની દીક્ષાની આરાધના કરવા કોણ સમર્થ બને છે અને કોણ સમર્થ બનતું નથી તે જણાવાય છે– वीराणां दुश्चरः पन्था एषोऽनागमगामिनाम् । आदानीयाभिधानानां भिन्दतां स्वसमुच्छ्रयम् ॥२८-१६॥ આ શ્લોકથી માંડીને ચોવીશમા શ્લોક સુધીના નવ શ્લોકોનો અર્થ સ્પષ્ટ છે એમ જણાવીને ગ્રંથકારશ્રીએ એ નવ શ્લોકો ઉપર ટીકા કરી નથી. માત્ર શ્લોક ઉપરથી ગ્રંથકારશ્રીના આશય સુધી પહોંચવાનું અઘરું છે. પરંતુ બીજો કોઈ જ ઉપાય નથી. શ્લોક ઉપરથી જ ગ્રંથકારશ્રીના આશયને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. જેમનું નામ આદરણીય છે અને જેઓ પોતાના શરીરને ભેદી નાખે છે - (ગણકારતા નથી) એવા વીર પુરુષો આગમનું અનુસરણ ન કરે તો તેમના માટે આ દીક્ષાનો માર્ગ દુખે કરીને આરાધનીય બને છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે લોકમાં ખ્યાતિ વગેરે દ્વારા નામ આદરણીય બન્યું હોય અને શરીરની કોઈ પણ જાતની ચિંતા ર્યા વિના ખૂબ જ પરાક્રમપૂર્વક પોતાની ઇચ્છા મુજબ જે દીક્ષા પાળે છે તેઓ આગમને અનુસરતા ન હોવાથી શ્રી વીતરાગપરમાત્માએ દર્શાવેલો દીક્ષાનો માર્ગ આરાધી શકતા નથી. આગમનું અનુસરણ નહિ કરનારાઓ માટે ઉપર જણાવેલો દીક્ષામાર્ગ દુર છે. બાહ્યદષ્ટિએ પુણ્યોદય અને પુરુષાર્થ ચિકાર હોય તોપણ આગમાનુસારિતાના અભાવે તેમને આ દીક્ષામાર્ગ ૧૪૬ દીક્ષા બત્રીશી Page #150 -------------------------------------------------------------------------- ________________ દુષ્કર જ છે. માત્ર પુણ્ય અને પુરુષાર્થના પ્રભાવે પ્રવજ્યા - પંથ આરાધાય નહિ. આગમનું અનુસરણ જ એ માર્ગે ચાલવા માટે મુમુક્ષુ આત્માને સમર્થ બનાવે છે. આગમના અનુસરણ વિના પુણ્ય અને પુરુષાર્થનો વસ્તુતઃ કોઈ જ ઉપયોગ નથી. આગમના અનુસરણ માટે જ ખરેખર તો વીરતા અપેક્ષિત છે. શરીરની શક્તિ અને કીર્તિ વગેરે તો પહેલા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થતા હોય છે. પરંતુ એથી શાસ્ત્રનું અનુસરણ પ્રાપ્ત થાય છે જ – એવું નથી. સાતમા ગુણસ્થાનકે આગમયોગની પરાકાષ્ઠા પછી જ સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. આગમાં બળી મરવું અને આગમાં બળવા છતાં ગજસુકુમાલ મુનિની જેમ કાયોત્સર્ગથ્થાને રહેવું - એ બેમાં જે ફરક છે – એ જે સમજી શકે છે; તેને વીરતાનો ખ્યાલ આવ્યા વિના નહીં રહે. શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે અનુકૂળ એવું અવિચલિત સત્ત્વ – એ વીરતા છે, જે માત્ર આગમને અનુસરવાથી જ પ્રાપ્ત થાય છે. આગમને અનુસરવાનું કેટલું અઘરું છે – એ આગમનું અનુસરણ કરનારને જ સમજાય છે. “આજ્ઞા પાળવી છે' - એવો નિર્ણય થાય; એટલે તુરત જ વિપ્નોની પરંપરા ઊભી થાય છે, જેની વાત પણ આત્માને વિચલિત બનાવતી હોય છે. જેને આજ્ઞા માનવી નથી એને દીક્ષામાં કોઈ જ તકલીફ નથી. યથેચ્છપણે વર્તનારને કોઈ બંધન નથી હોતું. તેઓ સદસદૂના વિવેકથી સર્વથા પર હોય છે. એવા લોકોને વીરતાનું કોઈ જ પ્રયોજન હોતું નથી. એવા લોકો માટે આ દીક્ષાનો પંથ ખરેખર જ દુશ્ચર છે. આ સંસારમાં લગભગ ડગલે ને પગલે આગમના અનુસરણમાંથી આત્માને દૂર લઈ જનારાં પ્રબળ નિમિત્તો પડેલાં છે. આવા વખતે એ નિમિત્તોને ખસેડીને આગમના અનુસરણમાં સ્થિર રહેવા માટે વીરતાની અપેક્ષા છે. એવી વીરતાને વરેલા વીર પુરુષો માટે આ દીક્ષાનો માર્ગ સુચર છે. માત્ર શરીરથી શક્તિ અને કીર્તિને પામેલા માટે આ દીક્ષાનો માર્ગ દુશ્ચર છે. આથી સ્પષ્ટ રીતે સમજાશે કે આગમનું અનુસરણ કરનારા વીર પુરુષો માટે આ દીક્ષાનો માર્ગ સુચર છે અને આગમનું અનુસરણ નહિ કરનારાઓ માટે એ દીક્ષાનો માર્ગ દુશ્ચર છે. ૨૮-૧૬ll દીક્ષાના માર્ગને સારી રીતે આરાધવા માટે આગમનું અનુસરણ કરવું જોઇએ - એ સમજાયા પછી આગમના અનુસરણ માટે શું કરવું જોઈએ - તે જણાવવા માટે કહે છે– शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः । दुर्लभं वैरिणं प्राप्य व्यावृत्ता बाह्ययुद्धतः ॥२८-१७॥ “દીક્ષાની પરિણતિ પ્રાપ્ત થયે છતે બાહ્યયુદ્ધથી વિરામ પામી દુર્લભ એવા વૈરી(શરીર)ને પામી પંડિતજનો શરીરની સાથે જ યુદ્ધ કરે છે.” - આ પ્રમાણે સત્તરમી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે- આગમાનુસારી આરાધના કરતી વખતે મુખ્યપણે શરીરનું મમત્વ નડતું હોય છે. શરીર પ્રત્યે થોડું પણ મમત્વ ન હોય તો દીક્ષાની આરાધના કરતાં કોઇ રોકતું નથી. એક પરિશીલન ૧૪૭. Page #151 -------------------------------------------------------------------------- ________________ આમ જોઈએ તો સામાન્ય રીતે શરીરના રાગના કારણે જ મોટા ભાગના લોકો દીક્ષા લેવા માટે થોડો પણ પ્રયત્ન કરતા નથી અને દીક્ષા લીધા પછી શરીરના રાગને લઈને દીક્ષા પાળી પણ શકતા નથી. ભૂતકાળના પાપના યોગે દુઃખ તો ગૃહસ્થપણામાં પણ આવે અને સાધુપણામાં પણ આવે. છતાં ઊંડે ઊંડે એમ જ લાગ્યા કરે કે ગૃહસ્થપણામાં દુઃખનો પ્રતીકાર શક્ય છે અને સાધુપણામાં એ ખૂબ જ મર્યાદિત બને છે. ગૃહસ્થપણામાં ગમે તે કરી શકાય. સાધુપણામાં એમ ન બને. આવું વિચારવા છતાં દુઃખની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ શરીર પ્રત્યે મમત્વ પ્રગાઢ હોય છે. તેથી આત્મા દીક્ષા અંગે વિચારી શકતો નથી. શરીરથી મુક્ત બનવાનો વિચાર જ આવતો નથી. દુઃખથી અને એના કારણ તરીકે સામાન્યતઃ પાપથી મુક્ત થવાનો વિચાર આવે, પરંતુ આથી વિસ્તાર થતો નથી. દુઃખના બદલે શરીરથી અને પાપના બદલે કર્મથી મુક્ત બનવાનો નિર્ણય થાય તો દીક્ષા લેવાનું અને લીધા પછી આરાધવાનું ખૂબ જ સરળ બને. - શરીરનું મમત્વ બંન્નેમાં અવરોધ ઊભો કરે છે. મોટા ભાગના મુમુક્ષુ આત્માઓને પૂછવામાં આવે કે દીક્ષા કેમ લો છો ? તો શરીરથી અને કર્મથી મુક્ત થવું છે – આવો હૈયાથી જવાબ આપનારા લગભગ નહીં મળે. સંસારમાં પાપ બહુ કરવાં પડે, સંસાર દુઃખમય છે... વગેરે જવાબ આપનારા હજુ મળી આવે. પરંતુ એ જવાબ વાસ્તવિક નથી. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ઉદ્દેશને અનુરૂપ નથી. લક્ષ્મ વિનાની પ્રવૃત્તિ લક્ષ્યવેધી કઈ રીતે બને? શરીરથી મુક્ત બનવા માટે દીક્ષા છે - એનું સ્મરણ નિરંતર હોવું જોઇએ. શરીર સારું હશે તો સંયમ સારું પળાશે - એમ વિચારનારા પ્રાયઃ શરીરને સારું બનાવવા અને એ ખરાબ ન બને એનો પ્રયત્ન કરવા પોતાનું સમગ્ર જીવન ધરી દે છે. સંયમની સાધના શરીરની સાધનામાં જ પૂરી થાય છે. શરીર સારું હશે ત્યારે દીક્ષા સારી રીતે પળાશે – એમ માનવાના બદલે, “શરીર સારું નહીં લાગે ત્યારે દીક્ષા સારી રીતે પળાશે.' - એમ માનવાનો હવે સમય આવી લાગ્યો છે. આથી સમજી શકાશે કે શરીરને સંયમની સાધનામાં સહાયક માનવાના બદલે શત્રુ (અવરોધક) માનવું જોઈએ. બુદ્ધિમાન આત્માઓને એનો સંપૂર્ણ ખ્યાલ હોવાથી દીક્ષાની પરિણતિ પ્રાપ્ત થયા પછી તેઓ માત્ર શરીરની સાથે યુદ્ધ કરે છે. શરીર પ્રત્યે મમત્વ સેવ્યા વિના ઉપેક્ષા સેવવા સ્વરૂપ એ યુદ્ધ છે. શરીરનો નાશ ન થાય પરંતુ એના મમત્વનો ચોક્કસ નાશ થઈ શકે છે. વિહિત તે તે સંયમયોગોની સાધનાથી જેનું મહત્વ નષ્ટ થયું છે – એવું તે શરીર સંયમની સાધનામાં કોઈ અવરોધ ઊભો નહીં કરે. અત્યાર સુધી દુઃખ અને દુઃખના સાધનભૂત અનિષ્ટ સંયોગોને શત્રુ માનીને યુદ્ધ ચાલતું હતું, પરંતુ હવે આગમના પરિશીલન વગેરેથી સમજાય છે કે વાસ્તવિક શત્રુ શરીર છે. તેથી તે બાહ્યયુદ્ધનો ત્યાગ કરીને માત્ર શરીરની સાથે જ દીક્ષાની પરિણતિમાં યુદ્ધ કરે છે. કોઈ શત્રુ વર્ષો પછી નજરે પડે અને ત્યારે એની ઉપર વિના ૧૪૮ દિક્ષા બત્રીશી Page #152 -------------------------------------------------------------------------- ________________ વિલંબે પૂરી તાકાતથી જેમ તૂટી પડાય છે, તેમ દીક્ષાની પરિણતિ દરમ્યાન બુદ્ધિમાન આત્માઓ શરીર ઉપર તૂટી પડે છે. કારણ કે આજ સુધી શરીરને મિત્ર માનવાથી કેવી વિષમ અવસ્થાને આપણે પામ્યા – એનો વાસ્તવિક ખ્યાલ આવવાથી હવે જ શરીરને શત્રુ માનવાનું બન્યું છે. આજ સુધી એ ના બન્યું. ૨૮-૧૭ી. ઉપર જણાવ્યા મુજબ શરીરને દુર્લભ એવા શત્રુ જેવું માનીને પંડિતજનો માત્ર શરીરની સાથે જ નિરંતર યુદ્ધ કરે છે, પરંતુ શરીર સર્વથા ક્ષીણ હશે તો દીક્ષા આરાધી નહિ શકાય તેથી તેની સારસંભાળ તો રાખવી જોઇએ ને – આવી શંકાના નિરાકરણ માટે જણાવાય છે सर्वो यदर्थमारम्भः क्रियतेऽनन्तदुःखकृत् । सर्पलालनमङ्गस्य पालनं तस्य वैरिणः ॥२८-१८॥ “અનંતદુઃખને કરનારો બધો આરંભ (હિંસાદિ પાપવ્યાપાર) જે માટે કરાય છે; તે વૈરી એવા શરીરના પાલન સ્વરૂપ બધો આરંભ સર્પના લાલન-પાલન જેવો છે.” - આ પ્રમાણે અઢારમી ગાથાનો અર્થ છે. પરમાર્થ એ છે કે સંયમની સાધના માટે શરીર ગમે તેટલું સહાયક બનતું હોય તો પણ તેનું લાલન-પાલન કરવાની આવશ્યકતા નથી. કારણ કે એના લાલન-પાલન માટે કરાતો આરંભ અનંતદુઃખને કરનારો છે. શરીરની સ્થિતિ માટે નિર્દોષ આહારાદિને શ્રી વિતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ ગ્રહણ કરવો અને આપણી ઇચ્છા મુજબ શરીરને અનુકૂળ પડે એ રીતે આહારાદિને ગ્રહણ કરવા – એ બેમાં ઘણું અંતર છે. શરૂઆતમાં આપણને એમ જ લાગે છે કે આપણે શરીરની સ્થિતિ માટે જ આહારાદિ લઈએ છીએ. આપણને કાંઈ મમત્વ નથી. પરંતુ ખરી હકીકત જુદી જ હોય છે. આવા વખતે કંડરીક મુનિના જીવનવૃત્તાંતને યાદ રાખવો જોઈએ. એક હજાર વર્ષના પર્યાયના અંતે પણ આવું દુષ્પરિણામ આવતું હોય તો ખરેખર જ અખતરા કરવા જેવા નથી. કેટલા વૈરાગ્યથી તેઓએ દિક્ષા અંગીકાર કરી હતી. પોતાના ભાઈ રાજાના આગ્રહથી દવા કરવાની શરૂઆત કરી. રોગ ગયો, પણ શરીરનો અને એને અનુકૂળ વિષયોનો રાગ ન ગયો, ઉપરથી વધ્યો; અંતે પરિણામ ખરાબ આવ્યું. એક હજાર વર્ષના અંતે દીક્ષા છોડી. એક જ દિવસમાં આહારાદિના અતિરેકથી વિસૂચિકાના કારણે મરણ થયું અને સાતમી નરકે ગયા. શ્લોકમાં જણાવ્યા મુજબ ખરેખર જ શરીરનું પાલન સર્પના લાલન જેવું જ છે. ખૂબ જ મજબૂત બની શરીર પ્રત્યે સહેજ પણ કૂણી લાગણી દર્શાવ્યા વિના શરીરની સાથે યુદ્ધ અવિરતપણે ચલાવવું જ રહ્યું. અન્યથા શરીર અને કર્મથી કોઈ પણ રીતે મુક્ત નહિ થવાય. ૨૮-૧૮ સંયમજીવનમાં શરીર પ્રત્યેના રાગની દુષ્ટતાને જણાવવા માટે પ્રકારતરથી જણાવાય છે– એક પરિશીલન ૧૪૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ शरीराद्यनुरागस्तु न गतो यस्य तत्त्वतः । તેષામેજિમાવોડપિ ઘાનિયતઃ મૃતઃ ર૮-૧૧ “જેમના શરીર પ્રત્યેનો અનુરાગ ગયો નથી; તેમની એકાકી ચર્યા વગેરે વસ્તુતઃ ક્રોધાદિ કષાયના કારણે છે.” - આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે સંયમજીવનમાં કોઈ પણ પરપદાર્થની અપેક્ષા ન હોવાથી પૂ. સાધુમહાત્માઓ “એકાકી'(અસહાય) હોય છે. સર્વથા નિઃસહાય જીવવાના સ્વભાવવાળા પૂ. સાધુભગવંતો ગચ્છમાં રહેતા હોવા છતાં એકાકી છે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલો પરમતારક દીક્ષાનો માર્ગ જો તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધાય તો ખરેખર જ અદ્ભુત છે. અપેક્ષાનું નામ નહિ અને સુખની કોઈ સીમા નહિ – આવી અવસ્થાનું નામ જ ખરેખર “દીક્ષા' છે. પરંતુ આવી દીક્ષામાં શરીર પ્રત્યે કે વિષયો પ્રત્યે અનુરાગ હોય તો એ એકાકી અવસ્થા ક્રોધાદિના કારણે છે – એ માન્યા વિના ચાલે એવું નથી. ચાલુ વ્યવહારમાં આપણને એ જોવા મળે છે કે કષાયના આવેશવાળો માણસ સર્વથા નિઃસહાય બનીને એકાંતમાં બેસી જાય છે. રાજાની રાણીઓ પણ એ રીતે કોપગૃહમાં જતી. પરંતુ ત્યાં જેમ શરીરથી મુક્ત થવાનો આશય નથી, પરંતુ બીજા કોઈ પદાર્થ પ્રત્યે ઉત્કટ રાગ કારણભૂત હોય છે તેમ અહીં પણ શરીરાદિ પ્રત્યેનો અનુરાગ કારણભૂત હોય તો તેવી દીક્ષામાં તે એકાકીભાવ કષાયનિયત જ છે – એ સ્પષ્ટ છે. રાગની તીવ્રતા થાય ત્યારે તે રાગને અનુરાગ કહેવાય છે. શરીરાદિની પ્રત્યે અનુરાગ હોય ત્યારે પરની અપેક્ષા રહેવાની જ. એ અપેક્ષા જ્યારે પૂર્ણ ન થાય ત્યારે પર પ્રત્યે દ્વેષ થાય છે અને તેથી એકાકીભાવમાં સ્થિર થવાય છે. એના મૂળમાં ક્રોધાદિ કષાય હોય છે. શરીરાદિથી મુક્ત થવાનો આશય નથી. // ૨૮-૧૯તા ઉપર જણાવ્યા મુજબ શરીર પ્રત્યે પણ અનુરાગ ન હોય તો પૂ. સાધુભગવંત ભિક્ષાએ જવાઆવવાદિની ક્રિયાઓ કેમ કરે છે – એ શંકા કરવા સાથે તેના નિરાકરણ માટે જણાવાય છે– नन्वेवं तं विना साधोः कथं भिक्षाटनाद्यपि । ન તારી મોહનચાવલાપ્રતિપત્તિતઃ ૨૮-૨૦. સામાન્ય રીતે આહારાદિ માટે ભિક્ષાએ જવા-આવવાદિની ક્રિયાઓ મોહના કારણે થતી હોય છે. પૂ. સાધુભગવંતોને શરીરાદિ પ્રત્યે રાગ ન હોવાથી તેમને ભિક્ષાટનાદિનો સંભવ કઈ રીતે સંગત બને - આ પ્રમાણે શંકા છે. શ્લોકના ઉત્તરાર્ધથી જવાબ અપાય છે. પૂ. સાધુભગવંતોની ભિક્ષાટનાદિની ક્રિયાઓ મોહજન્ય નથી, પરંતુ અસંગના કારણે છે. આ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. શંકાકારે ભિક્ષાટનાદિની ક્રિયાને મોહજન્ય માનીને શંકા કરી છે. એના સમાધાનમાં એ ક્રિયાઓને અસંગાનુષ્ઠાન તરીકે માનીને પૂર્વશંકાનું નિરાકરણ કર્યું છે. પૂ. ૧૫૦ દીક્ષા બત્રીશી Page #154 -------------------------------------------------------------------------- ________________ સાધુભગવંતો મોહથી જ (ઉત્પન્ન) કોઈ પણ અનુષ્ઠાન કરતા નથી અને વચનાનુષ્ઠાનના કારણે તેઓને અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે છે તેથી પૂ. સાધુભગવંતોને ભિક્ષાટનાદિની ક્રિયામાં કોઈ અસંગતિ નથી. ૨૮-૨વા. અસંગપ્રતિપત્તિ અને સસંગપ્રતિપત્તિ ઉભયનું સ્વરૂપ જણાવાય છે ससगप्रतिपत्तिर्हि ममतावासनात्मिका । असङ्गप्रतिपत्तिश्च मुक्तिवाञ्छानुरोधिनी ॥२८-२१॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે – મમત્વના સંસ્કાર સ્વરૂપ સંગપૂર્વકની પ્રતિપત્તિ છે અને સંગ વિનાની અસંગપ્રતિપત્તિ; મુક્તિની ઇચ્છાને અનુસરનારી છે. આશય એ છે કે સામાન્ય રીતે કર્તવ્યતાના પરિણામને અહીં પ્રતિપત્તિ કહેવાય છે. જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિનો પરિણામ - આ ત્રણના સમન્વયથી પ્રતિપત્તિની પ્રાપ્તિ થાય છે. અન્યતરના અભાવમાં બીજા બેનું સત્ત્વ હોવા છતાં પ્રતિપત્તિ મનાતી નથી. કોઈ પણ વસ્તુનું મમત્વ હોય અને તેને લઈને જ્યારે કોઈ પણ વસ્તુની પ્રતિપત્તિ કરાય ત્યારે તે સસંગપ્રતિપત્તિ કહેવાય છે. મમત્વ કાર્યરત ન પણ હોય; તોપણ તેના સંસ્કાર પડેલા હોવાથી તે પ્રતિપત્તિ સસંગપ્રતિપત્તિ છે. આજે મોટા ભાગની પ્રતિપત્તિ સંગપૂર્વકની છે. લોકોત્તર માર્ગની પ્રતિપત્તિ પણ મમત્વની વાસનાથી વાસિત છે. પરમાર્થથી એ પ્રતિપત્તિ પરમપદની સાધિકા નથી. પરંતુ આજ સુધી સર્વથા પ્રતિપત્તિનો અભાવ હતો. એના બદલે સંગપૂર્વકની પણ પ્રતિપત્તિ મળી એથી આનંદ થાય - એ જુદી વાત. પરંતુ સંગમાત્ર મુક્તિનો અવરોધક છે. આનાથી તદ્દન વિપરીત અસંગપ્રતિપત્તિ છે. વર્ષોની આગમાનુસારી સાધનાના પ્રબળ સામર્થ્યથી એની પ્રાપ્તિ થાય છે. આત્મસાત્ થયેલી તે તે સ્વાધ્યાયાદિની પ્રવૃત્તિ માત્ર પૂર્વવધ(વેગ)થી ચાલતી હોય છે. આગમનું આલંબન લઈને પ્રવર્તેલી કોઈ પણ પ્રવૃત્તિ વખતે આગમના પણ અનુસંધાનનો અભાવ હોય છે, છતાં તે આગમાનુસારી અને સર્વ દોષથી રહિત હોય છે. આવી પ્રતિપત્તિને અસંગપ્રતિપત્તિ કહેવાય છે, જે મોક્ષની ઇચ્છાનો અનુરોધ કરે છે; અવરોધ કરતી નથી. અસંગપ્રતિપત્તિનું એકમાત્ર સાધન વચનપ્રતિપત્તિ છે. લોકોત્તર દીક્ષાના માર્ગની આરાધના; શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના કારણે જ કરીએ તો વચનપ્રતિપત્તિ શક્ય બનશે. અન્યથા રાગાદિને લઇને કરાતી પ્રતિપત્તિ સસંગપ્રતિપત્તિસ્વરૂપ બનશે. એવી મોહજન્ય ભિક્ષાટનાદિની પણ પ્રવૃત્તિથી નિસ્તાર નહિ થાય. દીક્ષાને સફળ બનાવવા માટે આજ્ઞાને પ્રધાન બનાવવી પડશે. સાક્ષાત્ વિદ્યમાન એવા પૂ. ગુર્નાદિકની આજ્ઞાને નહિ માનનારા; ભગવાન શ્રી તીર્થંકરદેવની આજ્ઞા માની શકશે નહીં. અનાદિકાળથી સસંગપ્રતિપત્તિ ચાલતી આવી છે. એને દૂર કરનારી વચનપ્રતિપત્તિ છે, જે અસંગપ્રતિપત્તિનું કારણ છે. ૨૮-૨૧ એક પરિશીલન ૧૫૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળની મમત્વવાસના છે. તેને દૂર કરવાનો જે ઉપાય છે તે જણાવાય છે अनादिकालानुगता महती सङ्गवासना । તત્વજ્ઞાનાનુ તયા સાવ નિરચતે ર૮-રરા “અનાદિકાળથી સંગત મોટી સંગવાસના છે. તત્ત્વજ્ઞાનને અનુસરનારી એવી દીક્ષાથી જ તેનો નિરાસ થાય છે.” - આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. આત્મા અને આત્માના ગુણોને છોડીને જે શરીરાદિ છે; તે બધાં પર છે. આત્માને જ્યારે તે અનુકૂળ લાગે છે ત્યારે તેની પ્રત્યે રાગ થાય છે અને જ્યારે એ પ્રતિકૂળ જણાય છે, ત્યારે તેની પ્રત્યે દ્વેષ થાય છે. આ રાગ-દ્વેષની પરિણતિને સંગ કહેવાય છે. આ સંગની વાસના(સંસ્કાર) અનાદિકાળની છે. એ સંસ્કારોના કારણે આત્મા સર્વત્ર અને સર્વદા પરપદાર્થનો સંગ કર્યા જ કરે છે. આ સંગના સંસ્કાર અનાદિકાળથી ખૂબ જ પ્રગાઢ-મોટા થયેલા છે. એનો નિરાસ કરવાના ઉપાય તરીકે અહીં તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષાને જણાવી છે. - મિથ્યાત્વમોહનીયકર્મની પ્રબળતાએ જીવને રાગાદિ દોષો પ્રબળ હોય છે. પરંતુ એ વખતે કર્મની વિષમતાએ જીવને એનો ખ્યાલ પણ હોતો નથી. કોઈ ખ્યાલ આપે તે ગમે પણ નહીં. રોગ ઉત્કટ હોય અને રોગી ભાન ગુમાવી બેઠો હોય ત્યારે જે સ્થિતિ હોય એવી સ્થિતિ મિથ્યાત્વની પ્રગાઢ અવસ્થામાં હોય છે. રોગી ગુમાવેલા ભાનને પાછું મેળવે તો પરિસ્થિતિમાં ચોક્કસ જ સુધારો થઈ શકે. આવી રીતે અહીં પણ જીવ અજ્ઞાનને દૂર કરી જ્ઞાન પ્રાપ્ત કરી લે તો રાગાદિની પરિણતિ દૂર થયા વિના નહીં રહે. બાલ્યકાળની ચેષ્ટાઓ યુવાવસ્થામાં જ્ઞાનવિશેષના કારણે જેમ દૂર થાય છે તેમ તત્ત્વજ્ઞાનના કારણે દીક્ષા દરમ્યાન અનાદિની રાગાદિવાસનાને દૂર કરી શકાય છે. દીક્ષા દરમ્યાન નિરંતર સ્વાધ્યાય થવાથી જેવું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે; એવું તત્ત્વજ્ઞાન બીજે ક્યાંય પ્રાપ્ત કરી શકાતું નથી. સંયમજીવનની વિશેષતા જ એ છે કે ત્યાં જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ તત્ત્વજ્ઞાન અનાદિકાળની સંગવાસનાનું નિરસન કરે છે. માત્ર દીક્ષાથી અનાદિકાળની વાસના દૂર થતી નથી. એ દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરતી હોવી જોઈએ - એ ભૂલવું ના જોઈએ. આજે મોટા ભાગે રાગાદિ દૂર કરવાનું લક્ષ્ય ન હોવાથી તત્ત્વજ્ઞાનની આવશ્યકતા જણાતી નથી. મોહનું વિષ તત્ત્વજ્ઞાનથી જ દૂર થાય છે - એ યાદ રહે તો દીક્ષાની આરાધનામાં ખૂબ જ આનંદ આવે. ચોક્કસ લક્ષ્યથી શરૂ કરેલી કોઈ પણ પ્રવૃત્તિ ગમે તેટલી કષ્ટપ્રદ હોય તો પણ લક્ષ્યસિદ્ધિ સુધી આનંદનો અનુભવ કરાવતી હોય છે. લક્ષ્મસિદ્ધિ પછી તો એ આનંદ અનેકગણો વધી જાય છે. લક્ષ્યવિહીન ક્રિયાઓ આનંદનું કારણ બનતી નથી. પરમપદને પ્રાપ્ત કરવાના લક્ષ્યથી ગ્રહણ કરેલી દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરતી ૧૫૨ દિક્ષા બત્રીશી Page #156 -------------------------------------------------------------------------- ________________ જ હોવી જોઇએ. અન્યથા એ પરમપદને પ્રાપ્ત કરાવનારી નહીં બને. તત્ત્વજ્ઞાન રાગાદિવાસનાનો નાશ કરવા દ્વારા પરમપદનું કારણ બને છે. ૨૮-૨રો ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોને શરીર પ્રત્યે પણ મમત્વ ન હોવાથી રાગ અને વૈષના અભાવે જે સામ્યવસ્થા છે – તેને જણાવાય છે– યઃ સમઃ સર્વભૂતેષ ત્રસેષ સ્થાવરેષ . अत एव च तस्यैव दीक्षा सामायिकात्मिका ॥२८-२३॥ “ત્રસ અને સ્થાવર - એવા સર્વ પ્રાણીઓ વિશે જે સમાન બુદ્ધિવાળા છે; તેથી જ તેઓને જ સામાયિક (સમપરિણામ) સ્વરૂપ દીક્ષા છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સ્પષ્ટ છે. સર્વવિરતિસામાયિકસ્વરૂપ દીક્ષા છે. રાગ-દ્વેષના પરિણામના અભાવને સામાયિક કહેવાય છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાન પરિણામ સ્વરૂપ એ સામાયિક પૂ. સાધુભગવંતોને જ હોય છે. પોતાના શરીર પ્રત્યે પણ રાગ ન હોવાથી પૂ. સાધુભગવંતો ત્રસ (બેઇન્દ્રિયાદિ) અને સ્થાવર (પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય) જીવો પ્રત્યે સમાન પરિણામવાળા હોય છે. પોતાની અનુકૂળતા કે પ્રતિકૂળતાદિના કારણે કોઈ પણ જીવની પ્રત્યે મનથી પણ દુર્ભાવ રાખતા નથી. પ્રાણી માત્રની પ્રત્યે એકસરખો દયાનો ભાવ રાખનારા પૂ. મુનિભગવંતોને સમભાવસ્વરૂપ સામાયિકનો પરિણામ હોય છે. સામાન્ય રીતે શ્રી આચારાંગ વગેરે સૂત્રોમાં જણાવ્યા મુજબ શરીરાદિની અનુકૂળતા માટે અને પ્રતિકૂળતાના પરિહાર માટે છકાય જીવોને દુઃખ પહોંચાડવા સ્વરૂપ સમારંભ જીવો કરે છે. પૂ. સાધુ ભગવંતોને શરીર પ્રત્યે કોઈ મમત્વ ન હોવાથી શરીરની અનુકૂળતાદિના કારણે એવો સમારંભ કરવાનો પ્રસંગ જ આવતો નથી. તેથી નાનો કે મોટો, ત્રસ કે સ્થાવર, દશ્ય કે અદશ્ય, અપરાધી કે નિરપરાધી... વગેરે જાતના ભેદની કલ્પના કર્યા વિના દરેક જીવની પ્રત્યે એક જ જાતના પરિણામને તેઓ ધારણ કરે છે, જે સામાયિકસ્વરૂપ છે. તે સામાયિકના પરિણામ સ્વરૂપ દીક્ષા છે. ૨૮-૨૩ કર્મજન્ય વિભાવોમાં પણ પૂ. સાધુભગવંતોને સામ્ય હોય છે - તે જણાવાય છે नारत्यानन्दयोरस्यामवकाशः कदाचन । પ્રથારો માનુમ7ખે ન તમતાત્વિજો: ર૮-૨૪| વીરાનિત્યાઘારણ્ય નવરત્તોડી પ્રાયો ચરુથ ર૮--૧૭-૧૮-૦૧-૨૦-૨૧-૨૨-૨૩-૨૪ો. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ છકાય જીવોની પ્રત્યે સમભાવ રાખ્યા પછી પણ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મના ઉદયમાં આનંદ અને અરતિ થતી હોય છે. અને તેથી આત્માની સમતા ટકતી નથી. આવા પ્રસંગે સામાયિકસ્વરૂપ દીક્ષા કઈ રીતે રહે – આવી શંકાના સમાધાન એક પરિશીલન ૧૫૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ માટે ચોવીશમા શ્લોકમાં ફરમાવ્યું છે કે “આ સામાયિકસ્વરૂપ દીક્ષામાં ક્યારે પણ અરતિ અને આનંદને અવકાશ નથી; જે આકાશમાં સૂર્ય હોય તે આકાશમાં અંધકાર અને તારાઓનાં કિરણોનો પ્રચાર ન હોય.” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. પૂ. સાધુભગવંતોને તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષા હોવાથી તેઓ સારી રીતે સમજે છે કે આત્માને અને આત્માના જ્ઞાનાદિને છોડીને શરીરાદિની સાથે આત્માને કોઇ સંબંધ નથી. કર્મજન્ય સુખ-દુઃખાદિ દ્વંદ્વો પણ આત્માનાં નથી. કર્મના સંયોગાદિને લઇને તેની વિદ્યમાનતાદિ છે, તેથી તેમાં હર્ષ કે વિષાદ, રતિ કે અરિત કરવાનું કોઇ પણ રીતે ઉચિત નથી. બીજાનાં સુખદુઃખાદિમાં જેમ આપણે રતિ વગેરે કરતા નથી તેમ આપણા કર્મે આવેલાં સુખદુઃખાદિમાં તિ વગેરે ક૨વાનું કોઇ જ કારણ નથી. સુખ અને દુઃખ બંન્ને કર્મથી જન્ય હોવાના કારણે એક છે. બીજી અનેક રીતે એમાં સામ્ય હોવાથી જેમ સુખમાં અતિ થતી નથી તેમ દુઃખમાં અરુતિ કરવી ના જોઇએ. દુઃખમાં જેમ રતિ થતી નથી તેમ સુખમાં પણ રતિ કરવી ના જોઇએ... ઇત્યાદિ સારી રીતે સમજનારા પૂ. સાધુભગવંતોને દીક્ષામાં અતિ કે આનંદનો કોઇ અવકાશ જ નથી. અરિત અને આનંદનાં બાહ્ય નિમિત્તો મળવા છતાં તેની અસર દીક્ષામાં વર્તાતી નથી. અતિ કે આનંદના તે તે નિમિત્તોનું પારમાર્થિક સ્વરૂપ જાણવાના કારણે તે તે પ્રસંગે ઔદાસીન્ય બરાબર જાળવી લેવાય છે. આ વસ્તુને સ્પષ્ટ કરતાં ઉત્તરાદ્ધમાં ગ્રંથકારશ્રીએ દૃષ્ટાંત આપ્યું છે. આકાશમાં સૂર્ય હોય તો અંધકાર અને તારાઓનાં કિરણોનો પ્રચાર આકાશમાં ન હોય તેમ આત્મામાં તત્ત્વજ્ઞાનસ્વરૂપ સૂર્ય વિદ્યમાન હોય તો અરતિસ્વરૂપ અંધકાર અને તારાઓનાં કિરણો સ્વરૂપ આનંદનો પ્રચાર ન હોય - એ સમજી શકાય છે. અતિ અને આનંદ ત્યાં જ વર્તાય કે જ્યાં તત્ત્વજ્ઞાન ન હોય. પૂ. સાધુભગવંતોની દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરનારી હોવાથી ત્યાં અતિ અને આનંદનો અવકાશ જ નથી. તેથી સામાયિકસ્વરૂપ દીક્ષા તેઓશ્રીમાં સારી રીતે રહે છે. II૨૮-૨૪ તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષા સામાયિકસ્વરૂપ છે. સર્વ જીવોને વિશે અને સર્વ સુખદુઃખનાં નિમિત્તોને વિશે સામ્યભાવસ્વરૂપ સામાયિકનો પરિણામ તત્ત્વજ્ઞાનને અનુસરવાથી જ પ્રાપ્ત થાય છે. એ સ્પષ્ટ રીતે સમજાય છે. દીક્ષાનું આ અદ્ભુત સ્વરૂપ પામવાનું ઘણું કપરું છે. પ્રચંડ સત્ત્વ, સંસાર પ્રત્યે અત્યંત નિર્વેદ, આજે જ મોક્ષ જોઇએ છે - એવી મોક્ષની ઉત્કટ ઇચ્છા; માર્ગ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ગુરુપારતંત્ર્ય વગેરે ગુણોને પ્રાપ્ત જ નહિ, આત્મસાત્ કરવા માટે ખૂબ જ અપ્રમત્ત બનવું રહ્યું. ભવોભવની સાધનાનું પરિબળ એમાં બહુ જ ઉપયોગી બને છે. તત્ત્વજ્ઞાનના પરિચયથી ખૂબ જ સરળતાથી એવી યોગ્યતા મેળવી શકાય છે. વર્તમાનમાં આપણે જે સર્કલમાં જીવીએ છીએ એ સર્કલનો ત્યાગ કર્યા વિના દીક્ષાનો વાસ્તવિક રીતે પ્રારંભ પણ નહિ થાય. આજે ધર્માર્થીઓમાં એક અપલક્ષણનું પ્રમાણ ઘણું છે. લગભગ સૌને સર્કલનો ત્યાગ કર્યા વિના સાધનાનો પ્રારંભ કરી સિદ્ધિને પામવાની ભાવના છે. દીક્ષાનું અદ્ભુત સ્વરૂપ; દીક્ષા બત્રીશી ૧૫૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વરૂપને પ્રગટાવવાનું અચિંત્ય સામર્થ્ય અને ક્ષણવારમાં અનંતકર્મસંચયનો સર્વથા ક્ષય કરવાની પ્રચંડ શક્તિને જાણ્યા પછી ખરી રીતે બેસી રહેવાનો કોઈ અર્થ નથી. ઘણા લોકો વૈરાગ્યની રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકોને થોડો ડર છે, તો કેટલાક લોકોને દુઃખ સહન નહિ થાય તો શું?... આવી જાતના કેટલાય વિચારો આવ્યા કરે છે. મારી દૃષ્ટિએ તો એ બધામાં કોઈ તથ્ય નથી. દીક્ષાની ઉત્તમતા અને એકાંતે કલ્યાણકારિતાની પ્રતીતિ થતી હોય તો એક વખત વર્તમાન સર્કલમાંથી બહાર નીકળી જવું જોઇએ. આજે પૂ. સાધુભગવંતોને ગમે તેટલું શીતાદિ પરીસહોનું ઉત્કટ દુઃખ પડે તોપણ અગ્નિ સેવવાનો, પંખા વગેરે વાપરવાનો, રાત્રિભોજન, અભક્ષ્યભક્ષણ અને અપયપાન વગેરેનો વિચારસરખોય નથી આવતો - આ પ્રભાવ સર્કલત્યાગનો છે. પાણીમાં પડ્યા વગર જમીન ઉપર ઊભા રહીને પાણીનો ડર કઈ રીતે જાય? સહેજ પણ દીક્ષા લેવાની ભાવના હોય તો સત્ત્વ કેળવીને સાહસ કરીને પ્રવજ્યાના પંથે ચાલી પડવું જોઈએ. પછી તો અહીંના સંયોગો જ એવા છે કે અસ્થિરને સ્થિર બનાવી દેશે. બેસેલાને ઊભા કરશે. ઊભા રહેલાને ચલાવશે અને ચાલતાને દોડાવશે. દોડતાં ઈષ્ટ સ્થાને મજેથી પહોંચાશે. સાહસ અને સત્ત્વ કયા ક્ષેત્રમાં જોઇતું નથી? ક્ષણવાર માની લઈએ કે કોઈ વાર પડી જવાશે તો શું થશે - આવો વિચાર આત્માને સત્ત્વથી વિચલિત કરી દે છે. આવા અવસરે પડી જવાશે તો પાછા ઊભા થઈશું. આમ પણ અત્યારે ક્યાં ઉભા છીએ, પડેલા જ છીએ ને?... ઇત્યાદિ વિચાર કરીને થોડું સત્ત્વ કેળવીને સાહસ ખેડી લેવાની જરૂર છે. સત્ત્વ અને સાહસ ક્યા ક્ષેત્રમાં નથી – આ બધી વાત જેને દીક્ષા ગમે છે તેના માટે છે. જેને દીક્ષા ગમતી નથી તેમના માટે આ વાત નથી. તેઓ બિચારા દયાપાત્ર છે – એવાઓને દીક્ષા ગમે, તેવો ઉપદેશ આપવાનો છે. આ દીક્ષા બત્રીશીના ચોવીસ શ્લોકો દ્વારા જણાવેલી વાતથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પોતાના શરીર પ્રત્યે પણ મમત્વ વિનાના અને તત્ત્વજ્ઞાનને અનુસરનારા પૂ. સાધુભગવંતોને સામાયિકના પરિણામ સ્વરૂપ દીક્ષા છે. તેમની ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ અસંગપ્રતિપત્તિના કારણે હોવાથી મોહજન્ય નથી. આ રીતે રાગાદિપરિણતિને આધીન બન્યા વિના માત્ર આત્મગુણોમાં રમનારા પૂ. સાધુભગવંતોની દીક્ષાનું જ સ્વરૂપ છે, તે જણાવાય છે शुद्धोपयोगरूपेयमित्थं च व्यवतिष्ठते । व्यवहारेऽपि नैवास्या व्युच्छेदो वासनात्मना ॥२८-२५॥ शुद्धेति–इत्थं च ममत्वारत्यानन्दाद्यनाक्रान्तसच्चिदानन्दमयशुद्धात्मस्वभावाचरणरूपत्वे । इयं दीक्षा शुद्धोपयोगरूपा व्यवतिष्ठते । कषायलेशस्याप्यशुद्धतापादकस्याभावात् । व्यवहारेऽपि आहारविहारादिक्रियाकालेऽपि नैवास्याः शुद्धोपयोगरूपाया दीक्षाया वासनात्मना व्युच्छेदः । न च वासनात्मनाऽविच्छिन्नस्य तत्फलविच्छेदो नाम यथा मतिश्रुतोपयोगयोरन्यतरकालेऽन्यतरस्येति ध्येयम् ।।२८-२५।। એક પરિશીલન ૧૫૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ “આ(પૂર્વોક્ત) રીતે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષા છે એ વ્યવસ્થિત(ચોક્કસ-નિશ્ચિત) થાય છે. આહાર-વિહારાદિ ક્રિયાકાળમાં પણ સંસ્કાર સ્વરૂપે તેનો ઉચ્છેદ થતો નથી. અર્થાત્ સંસ્કારસ્વરૂપે તે હોય છે.” - આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ફરમાવ્યું છે કે જયાં સ્વશરીર પ્રત્યે પણ મમત્વ નથી, દુઃખમાં અરતિ નથી અને સુખમાં આનંદ વગેરે નથી; એવી દીક્ષા માત્ર સમ્યજ્ઞાનના આનંદ સ્વરૂપ શુદ્ધ આત્માના સ્વભાવમાં જ રમણતા કરવા સ્વરૂપ છે. આવી દીક્ષા શુદ્ધ ઉપયોગ સ્વરૂપે વ્યવસ્થિત છે, કારણ કે અહીં અશુદ્ધ બનાવનાર એવા રાગાદિ કષાયનો લેશ પણ નથી. સ્વભાવની રમણતામાંથી વિભાવમાં પ્રવૃત્ત બનાવવાનું કામ કષાયોનું છે. શુભ પ્રવૃત્તિ પણ પરમાર્થથી એક જાતનો વિભાવ જ છે. સર્વથા સ્વભાવની રમણતાને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી તે વિભાવોથી જ સ્વભાવ સુધી પહોંચાય છે. પૂ. સાધુભગવંતોને તત્ત્વજ્ઞાનના ઊંડા પરિચયથી એનો પૂર્ણ ખ્યાલ છે, તેથી શુભ પ્રવૃત્તિઓની સાથે સ્વભાવને પ્રગટ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. એ પ્રયત્નના એકમાત્ર ફળરૂપે શરીર પ્રત્યે પણ મમત્વને દૂર કરી સ્વભાવમાં રમણતાને પ્રાપ્ત કરી લે છે. જેથી તેઓશ્રીની દીક્ષા, શુદ્ધઉપયોગસ્વરૂપે રહે છે. જોકે પૂ. સાધુભગવંતો આહાર, વિહાર અને પ્રતિલેખનાદિની ક્રિયાઓ કરે તે વખતે શુદ્ધઉપયોગસ્વરૂપ દીક્ષાનો ઉચ્છેદ(નાશ) થશે; પરંતુ ત્યારે-આહારાદિના વ્યવહારકાળમાં પણ શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષાના સંસ્કાર વિદ્યમાન છે. તેથી સંસ્કારરૂપે તેનો ઉચ્છેદ થતો નથી. : “વાસના-સંસ્કાર સ્વરૂપે દીક્ષાનો વિચ્છેદ ન થવા છતાં શુદ્ધોપયોગ-સ્વરૂપ દીક્ષા, સ્વરૂપે ન હોવાથી તેના ફળનો વિચ્છેદ થશે; કારણ કે પોતાના ફળની પ્રત્યે પોતે કારણ છે, પોતાના સંસ્કાર કારણ નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બંન્નેનો ઉપયોગ એક કાળમાં હોતો નથી. અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્વે તેનો ઉપયોગ બદલાય છે. જે વખતે મતિજ્ઞાનનો ઉપયોગ હોય છે, ત્યારે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોતો નથી. અને જે વખતે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય છે, તે વખતે મતિજ્ઞાનનો ઉપયોગ હોતો નથી. યુગ૫૬ (એક સાથે) બે ઉપયોગ હોતા નથી.] પરંતુ તે તે ઉપયોગના અભાવ વખતે પણ તે તે ઉપયોગના સંસ્કાર તો હોય છે જ, અને ત્યારે તે તે જ્ઞાનનું કાર્ય(વસ્તુનો અવબોધ... વગેરે) નાશ પામતું નથી. આવી જ રીતે શુદ્ધોપયોગસ્વરૂપ દીક્ષા આહારાદિવ્યવહારકાળમાં તેના સંસ્કાર સ્વરૂપે હોવા છતાં તેના ફળનો (જ્ઞાનાદિનો) નાશ થતો નથી. ૨૮-૨પા. પૂર્વે જણાવ્યા મુજબ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં સામાન્ય રીતે શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ હોય છે. એમાં “મોક્ષ પ્રત્યે મુખ્ય કારણ શુદ્ધ ઉપયોગ જ છે, શુભ ઉપયોગ નહિ' - આવી માન્યતાનું નિરાકરણ કરવા માટે જણાવાય છે– ૧૫૬ દીક્ષા બત્રીશી Page #160 -------------------------------------------------------------------------- ________________ फले न तुल्यकक्षत्वं शुभशुद्धोपयोगयोः । येषामन्त्यक्षणे तेषां शैलेश्यामेव विश्रमः ॥२८-२६॥ फल इति-येषां वादिनां फले मोक्षलक्षणे शुभशुद्धोपयोगयोर्न तुल्यकक्षत्वं साधारण्येन प्रधानहेतुत्वं । तेषां शैलेश्यामन्त्यक्षण एव विश्रमः स्यात् तदैव सर्वसंवरोपपत्तेः । तदुपकारकत्वस्य चोभयत्राविशेषात्, तत्सन्निहितोपकारकत्वस्य च शुद्धोपयोगमात्राविश्रान्तत्वाद्, आक्षेपिकस्य च तस्य शुद्धोपयोगेऽप्यबाधादुचितगुणवृत्तित्वेन न्याय्यत्वाच्चेति ।।२८-२६।। આશય એ છે કે પૂર્વે શ્લોક નંબર-૬માં જણાવ્યું હતું કે દીક્ષાના પ્રારંભે વચનાનુષ્ઠાન હોય છે અને ત્યાર બાદ ક્રમે કરી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન મોક્ષસાધક છે. અસંગાનુષ્ઠાનમાં શુદ્ધોપયોગસ્વરૂપ દીક્ષા છે અને વચનાનુષ્ઠાનમાં શુભોપયોગસ્વરૂપ દીક્ષા છે. આ રીતે શુભ ઉપયોગ અને શુદ્ધોપયોગ બંન્ને મોક્ષના સાધક હોવા છતાં શુદ્ધોપયોગને જ પ્રધાનપણે મોક્ષની પ્રત્યે જેઓ કારણ માને છે તેમની વાત બરાબર નથી - તે જણાવાય છે. શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે – જે વાદીઓ શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ – એ બંન્નેમાં મોક્ષસ્વરૂપ ફળની પ્રત્યે સાધારણ રીતે મુખ્ય સ્વરૂપે કારણતા માનતા નથી; તેઓના મતે છેલ્લી ક્ષણ સ્વરૂપ શૈલેશી અવસ્થામાં જ સર્વસંવરભાવ હોવાથી મોક્ષની પ્રત્યે પ્રધાનકારણતા માનવી જોઈએ. શુદ્ધ ઉપયોગમાં પણ મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણતા માનવી ના જોઇએ. “સર્વસંવરભાવની પ્રાપ્તિ માટે શુદ્ધોપયોગ ઉપકારક હોવાથી તેને મોક્ષની પ્રત્યે મુખ્ય સ્વરૂપે કારણ માનીએ છીએ' - આ પ્રમાણે કહેવાનું બરાબર નથી, કારણ કે સર્વસંવરભાવસ્વરૂપ શૈલેશી અવસ્થામાં જેમ શુદ્ધોપયોગ ઉપકારી છે તેમ શુભ ઉપયોગ પણ ઉપકારી છે. બંન્નેમાં એવી કોઈ વિશેષતા નથી; કે જેથી શુદ્ધોપયોગને મુખ્યસ્વરૂપે અને શુભ ઉપયોગને ગૌણસ્વરૂપે મોક્ષની પ્રત્યે કારણ મનાય સર્વસંવરભાવની પ્રત્યે શુભ-ઉપયોગ અને શુદ્ધ-ઉપયોગ બંન્ને ઉપકારક હોવા છતાં શુદ્ધઉપયોગ સન્નિહિત(નજીકમાંનો) ઉપકારી છે. તેથી તેને મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણ મનાય છે' - આ પ્રમાણે પણ નહીં કહેવું જોઇએ. કારણ કે શુદ્ધ-ઉપયોગ જ નજીકનો ઉપકારી છે અને શુભ ઉપયોગ નજીકનો ઉપકારી નથી – એવું નથી. શુદ્ધ ઉપયોગમાં જ સન્નિહિત નજીકની) ઉપકારિતા માનેલી નથી, શુભ ઉપયોગમાં પણ – એ મનાય છે. “શુભ-ઉપયોગ શુદ્ધ-ઉપયોગ દ્વારા મોક્ષની પ્રત્યે કારણ બને છે. તેથી શુભ-ઉપયોગ ગૌણ કારણ છે. શુભઉપયોગમાં શુદ્ધોપયોગનું આક્ષેપકત્વ છે. શુદ્ધોપયોગમાં આવું આક્ષેપકત્વ ન હોવાથી તે મોક્ષની પ્રત્યે મુખ્ય કારણ છે.'... આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શુદ્ધોપયોગ પણ સર્વસંવરભાવ દ્વારા મોક્ષનું કારણ બને છે. તેથી શુદ્ધોપયોગમાં પણ આક્ષેપકત્વ અબાધિત છે. - એક પરિશીલન ૧૫૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ આશય એ છે કે “સન્નિહિતોપકારકત્વનો ‘નજીકમાં જેને ઉપકારક છે તેને સન્નિહિતોપકારક કહેવાય છે અને તેમાં સન્નિહિતોપકારકત્વ રહે છે. આ પ્રમાણે અર્થ કરવાથી શુભઉપયોગમાં જ સન્નિહિતોપકારકત્વ મનાશે. કારણ કે તેની નજીકમાં શુદ્ધોપયોગ સ્વરૂપ ઉપકારક છે. આવું શંકાકારે જણાવ્યું, ત્યારે તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે શુદ્ધોપયોગની નજીકમાં સર્વસંવરભાવસ્વરૂપ ઉપકારક હોવાથી તેમાં પણ સન્નિહિતોપકારકત્વ છે. આ વાતને જણાવવા ગ્રંથકારશ્રીએ “સારવચ ઘ તી..” ઈત્યાદિનો ઉલ્લેખ કર્યો છે. જેનો આક્ષેપ થાય છે તેને આક્ષેપિક કહેવાય છે. સન્નિહિતોપકારકત્વનો, શુદ્ધ-ઉપયોગ અને સર્વસંવરભાવના આક્ષેપના કારણે આક્ષેપ થાય છે, માટે તે આક્ષેપિક છે. અને તે શુદ્ધોપયોગમાં પણ અબાધિત છે. આક્ષેપિક જયાં હોય ત્યાં મુખ્યસ્વરૂપે કારણતા ન માને તો શુભપયોગની જેમ શુદ્ધોપયોગમાં પણ મુખ્યસ્વરૂપે કારણતા નહિ મનાય. જોકે ઉપર જણાવેલી વાતથી, શુભોપયોગ અને શુદ્ધોપયોગને મોક્ષની પ્રત્યે કારણ માનીએ તોપણ બંન્નેમાં રહેલી કારણતામાં થોડો ફરક છે - એ સમજી શકાય છે. શુભ ઉપયોગથી જ્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે, ત્યારે શુદ્ધોપયોગ અને સર્વસંવરભાવ દ્વારા થાય છે તેમ જ શુદ્ધોપયોગથી જયારે મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યારે સર્વસંવરભાવ દ્વારા થાય છે. આ રીતે બે વ્યવધાન (દ્વારા) અને એક વ્યવધાન - આ રીતે ફરક વર્તાય છે. તેથી બંન્નેમાં સાધારણ રીતે મુખ્યસ્વરૂપે મોક્ષની કારણતા માનવાનું શક્ય નથી. પરંતુ આ રીતે જો માત્ર શુદ્ધોપયોગમાં જ મોક્ષની કારણતા મનાય તો માત્ર અંતિમક્ષિણે જ એવી કારણતા પ્રાપ્ત થશે, તે પ્રવૃત્યુપયોગી (મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા માટે ઉપયોગી) નહિ બને. તેથી પ્રવૃત્યુપયોગી એવી મોક્ષની કારણતા શુભઉપયોગમાં પણ માનવી જોઈએ. તે તે ગુણસ્થાનકોચિત ગુણના વિષયમાં જે શુભ ઉપયોગ છે, તેને ઉચિતગુણવૃત્તિસ્વરૂપે મોક્ષની પ્રત્યે કારણ માનવાનું ન્યાય(યુક્તિ)સંગત છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૨૮-૨૬ll एतदेव भावयतिપ્રવૃત્યુપયોગી મોક્ષકારણતા શુભ-ઉપયોગમાં મનાય છે – એનું પરિભાવન કરાય છે– अध्यात्मादिकयोगानां ध्यानेनोपक्षयो यदि । हन्त वृत्तिक्षयेण स्यात्तदा तस्याप्युपक्षयः ॥२८-२७॥ અધ્યાત્મકિતિ–માહિતાર્થ: ર૮-ર૭ll આશય એ છે કે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ-સંક્ષય - આ પાંચ પ્રકારનો યોગ છે. મોક્ષની સાથે આત્માને જોડી આપનાર આત્મવ્યાપારને યોગ કહેવાય છે. અધ્યાત્માદિ યોગોમાં સાધારણ રીતે મોક્ષસાધકતા મનાય છે. અધ્યાત્માદિ ક્રમે; વૃત્તિ - (કર્મજન્ય આત્મ ૧૫૮ દીક્ષા બત્રીશી Page #162 -------------------------------------------------------------------------- ________________ પરિણામ) સંક્ષયની પ્રાપ્તિ પછી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. છતાં અધ્યાત્માદિ દરેકમાં યોગત્વ મનાય છે. માત્ર ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય - એ ત્રણમાં જ નહીં. આમ છતાં “અધ્યાત્મ અને ભાવનાનો ધ્યાન વડે ઉપક્ષય(કાર્યસ્વરૂપે પરિણમવું) થતો હોવાથી અધ્યાત્મ કે ભાવનાને યોગ ન માનીએ તો વૃત્તિસંક્ષય વડે ધ્યાનનો પણ ઉપક્ષય(ધ્યાન વૃત્તિસંક્ષયસ્વરૂપે પરિણમતું હોવાથી) થાય છે તેથી તેને પણ યોગ નહિ મનાય.” - આ પ્રમાણે શ્લોકનો ભાવાર્થ છે. આથી સમજી શકાશે કે તે તે ગુણસ્થાનકે અપુનર્બન્ધકાદિ દશામાં મોક્ષના ઉદ્દેશથી પ્રવર્તેલા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય જેમ યોગ છે તેમ શુભોપયોગ અને શુદ્ધોપયોગ મોક્ષનાં કારણ છે. સામાન્ય રીતે ઉચિત (પોતાની ભૂમિકાને અનુરૂપ) પ્રવૃત્તિને કરનારા, શાસ્ત્રના આધારે મૈત્રી, પ્રમોદાદિ ભાવનાથી ભાવિત બની જે જીવાદિતત્ત્વની વિચારણા કરે છે તેને(વિચારણાને) “અધ્યાત્મ કહેવાય છે. દરરોજ વધતા એવા ચિત્તવૃત્તિના નિરોધથી યુક્ત અધ્યાત્મના અભ્યાસ(વારંવાર-સતત કરવું તે)ને “ભાવના” કહેવાય છે. પ્રશસ્ત(વિહિત) સૂક્ષ્મ એક વિષયમાં સ્થિર બનેલા ચિત્તને ધ્યાન” કહેવાય છે. અજ્ઞાનના કારણે વિષયોમાં કલ્પેલા ઈષ્ટ કે અનિષ્ટપણાનો ત્યાગ કરી માત્ર વિષયસ્વરૂપે ભાવના કરવી તેને “સમતા' કહેવાય છે અને મનવચનકાયાના વિકલ્પાદિનો નાશ કરવો તેને “વૃત્તિસંક્ષય' કહેવાય છે - આ પાંચ પ્રકારનો યોગ છે. યોગબિંદુ ગ્રંથમાં એનું સવિસ્તર વર્ણન છે. વ્યવહારનયને આશ્રયીને અધ્યાત્મ અને ભાવના તાત્ત્વિક યોગ છે તેમ જ નિશ્ચયનયને આશ્રયીને ધ્યાનાદિ તાત્વિક યોગ છે. વ્યવહાર કે નિશ્ચયની તે તે ભૂમિકામાં વિવક્ષાભેદ હોવા છતાં સામાન્યથી અધ્યાત્માદિ પાંચ પ્રકારનો યોગ છે. ૨૮-૨થી एतच्च व्यवहारे ध्यानाभावमभिप्रेत्योक्तं वस्तुतस्तदा ध्यानमप्यनपायमेवेत्याह આ પૂર્વે ‘ાધ્યત્મિવિ૦' આ શ્લોકમાં જે વાત જણાવી છે; તે “વ્યવહારનયને આશ્રયીને અધ્યાત્મ અને ભાવના નામના યોગ વખતે ધ્યાનયોગ હોતો નથી. ધ્યાનયોગ વખતે ધ્યાનથી અધ્યાત્મ અને ભાવનાનો ઉપક્ષય થાય છે. અને જ્યારે અધ્યાત્મ કે ભાવના હોય છે ત્યારે ધ્યાનયોગ હોતો નથી.” - આ પ્રમાણે સમજીને જણાવી છે. હવે તે વખતે વસ્તુતઃ ધ્યાન પણ હોય છે - એ જણાવાય છે व्यवहारेऽपि च ध्यानमक्षतप्रसरं सदा । મનોવાક્શાયોનાં સુવ્યાપારણ્ય તત્ત્વતઃ ૨૮-૨૮ व्यवहारेऽपि चेति-न हि चित्तनिरोधमात्रमेव ध्यानमभ्युपेमः, किं तु करणदृढसुव्यापारमपीति । तदापि तदक्षतमिति तात्पर्यम् ।।२८-२८।। એક પરિશીલન ૧૫૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ “અધ્યાત્મ કે ભાવના સ્વરૂપ યોગ વખતે પણ ધ્યાન અખંડિતપણે પ્રવર્તે છે. કારણ કે મન, વચન અને કાયાની સમ્પ્રવૃત્તિ ધ્યાન છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની શરૂઆતમાં અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ હોય છે. એ વખતે ચિત્તની અશુભ વૃત્તિઓનો સામાન્ય નિરોધ હોવા છતાં વિશિષ્ટ ચિત્તવૃત્તિનો નિરોધ નથી હોતો. તેથી ચિત્તવૃત્તિના વિરોધમાત્રને ધ્યાન માનીએ તો અધ્યાત્માદિ વ્યવહાર - કાળમાં ધ્યાન માની શકાશે નહિ. પરંતુ ધ્યાનનું સ્વરૂપ મન, વચન, કાયાની સમ્પ્રવૃત્તિ પણ હોવાથી એ દૃષ્ટિએ વ્યવહારકાળમાં ધ્યાન અક્ષત છે. અહીં ગ્રંથકારશ્રીએ મનવચનકાયાના સુવ્યાપારને “કરણદઢસુવ્યાપાર' સ્વરૂપે વર્ણવ્યો છે. કરણ એટલે મન, વચન અને કાયા; એનો દઢ જે સવ્યાપાર છે - તેને પણ યોગ કહેવાય છે, જે ધ્યાન(શુભધ્યાન) સ્વરૂપ છે. ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જે મન વચન અને કાયાની પ્રવૃત્તિ છે, તેને દઢ વ્યાપાર કહેવાય છે. શરૂઆત કરીએ અને ફળ મળે એ પૂર્વે જ પ્રવૃત્તિનો ત્યાગ કરી દઈએ તો એ પ્રવૃત્તિને દૃઢ પ્રવૃત્તિ કહેવાતી નથી. દઢતા વિનાની પ્રવૃત્તિ – એ ધ્યાન નથી. ૨૮-૨૮ મનવચનકાયાની દઢ સત્યવૃત્તિ, ઉપર જણાવ્યા મુજબ ધ્યાન-સ્વરૂપ હોવાથી દીક્ષામાં એવી શુભ પ્રવૃત્તિને આશ્રયીને અનારશ્મિત્વ(આરંભનો અભાવ)નું પ્રતિપાદન આગમમાં કર્યું છે – એ જણાવાય છે– शुभयोगं प्रतीत्यास्यामनारम्भित्वमागमे । व्यवस्थितमितश्चांशात् स्वभावसमवस्थितिः ॥२८-२९॥ शुभमिति-शुभं योगं प्रतीत्यास्यां सद्दीक्षायामागमे प्रज्ञप्त्यादिरूपेऽनारम्भित्वं व्यवस्थितं “तत्थ णं जे ते पमत्तसंजया ते सुहं जोगं पडुच्च णो आयारंभा” इत्यादिवचनाद् । इतश्चांशात् स्वभावसमवस्थितिरनारम्भित्वस्य चरणगुणस्वभावत्वात् । ज्ञानाद्यप्रकर्षोऽपि ज्ञानवत्पारतन्त्र्ययोग्यतया तदुपपत्तेरप्रमादेन વિશુદ્ધત્વાāતિ ર૮-૨૧. કહેવાનો આશય એ છે કે “માત્ર ચિત્તવૃત્તિનો નિરોધ ધ્યાન ન હોય અને મનવચન તથા કાયાનો દઢ સુવ્યાપાર પણ ધ્યાન હોય તો દીક્ષામાં તેવા ધ્યાનથી તો આરંભ થશે. કારણ કે પ્રવૃત્તિ કર્મબંધનું કારણ છે. દીક્ષામાં કર્મનિર્જરા અને સંવરભાવ હોવો જોઈએ.” આવી શંકાનું નિરાકરણ કરવા માટે આ ઓગણત્રીસમો શ્લોક છે. એનો અર્થ સ્પષ્ટ છે કે; “મન, વચન અને કાયાના શુભયોગને આશ્રયીને દીક્ષામાં આરંભ નથી – એ પ્રમાણે શ્રી ભગવતી વગેરે આગમમાં વ્યવસ્થિત(સિદ્ધ) છે. અનારંભ ચારિત્રગુણસ્વરૂપ હોવાથી શુભયોગને લઈને સ્વભાવ(આત્મરમણતા)માં સારી રીતે લીન થવાય છે. ૧૬૦ દીક્ષા બત્રીશી Page #164 -------------------------------------------------------------------------- ________________ સદ્દીક્ષામાં શુભ યોગને આશ્રયીને શ્રી ભગવતી વગેરે આગમમાં આરંભનો અભાવ વ્યવસ્થિત છે. “ત્યાં(દીક્ષામાં) જે તે પ્રમત્ત સંયત ગુણસ્થાનકે રહેલા પૂ. સાધુભગવંતો છે, તેમના શુભયોગને આશ્રયીને આરંભ મનાતો નથી.” - આ પ્રમાણે આગમના તે વચનનો અર્થ છે. સદ્દીક્ષામાં શુભયોગને આશ્રયીને અનારંભિત્વ(આરંભાભાવ) હોવાથી સ્વભાવ (આત્મરમણતા)માં સારી રીતે સ્થિરતા પ્રાપ્ત થાય છે. કારણ કે અનારસ્મિત્વ એ ચારિત્રના ગુણ સ્વરૂપ છે. જ્ઞાનાદિનો પ્રકર્ષ નથી તોપણ જ્ઞાનવાન ગુરુભગવંતનું પાતંત્ર્ય (આજ્ઞાધીનપણું) સ્વરૂપ યોગ્યતાના કારણે સ્વભાવમાં સમવસ્થિતિ શક્ય બને છે. તેમ જ શુભયોગમાં નિરંતર અપ્રમત્ત હોવાથી વિશુદ્ધ પરિણામના કારણે સ્વભાવમાં સમવસ્થિતિ (રમણતા-સ્થિરતા) પ્રાપ્ત થાય છે. માત્ર “અનારંભિત્વથી સ્વભાવસમવસ્થિતિ પ્રાપ્ત થતી નથી. જ્ઞાનાદિનો પ્રકર્ષ; જ્ઞાનવત્ . ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય અને અપ્રમાદથી ઉત્પન્ન વિશુદ્ધિ વગેરે આત્મરમણતાસ્વરૂપ સ્વભાવસમવસ્થિતિનાં કારણો છે. ૨૮-૨લા સદ્દીક્ષામાં શુભ કરણ (મન, વચન અને કાયા) વ્યાપાર સ્વરૂપ વ્યવહારનયને આશ્રયીને ધ્યાન માનીએ તો આત્મમાત્ર (વચન-કાયાદિ નહીં) ધ્યાનના પ્રતિબંધ સ્વરૂપ જે વ્યુત્થાન છે; તે વ્યુત્થાન સ્વરૂપ જ કરણસુવ્યાપારાત્મક વ્યવહાર થશે – આવી શંકા કરવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે– व्युत्थानं व्यवहारश्चन्न ध्यानाऽप्रतिबन्धतः । સ્થિત ધ્યાનાક્તરામ ધ્યાનાનાં પુનઃ ૨૮-રૂગાં व्युत्थानमिति-व्यवहार आत्ममात्रप्रतिबन्धलक्षणं ध्यानप्रतिबन्धेन व्युत्थानं चेद्, न, ध्यानाप्रतिबन्धतः सुव्यापारलक्षणस्य तस्य करणनिरोधेऽनुकूलत्वादेव चित्तविक्षेपाणामिव तत्प्रतिबन्धकत्वाद् । एकध्यानान्तरं पुन ानान्तरारम्भे मैत्र्यादिपरिकर्मणि स्थितं । तथा च तावन्मात्रेण व्युत्थानत्वे समाधिપ્રારHચાપિ વ્યુત્થાનત્વાપત્તિરિતિ ન વિચિત ર૮-રૂ|. વ્યવહાર વ્યુત્થાનસ્વરૂપ છે આ પ્રમાણે નહિ કહેવું. કારણ કે તેથી ધ્યાનનો પ્રતિબંધ થતો નથી. ધ્યાનાંતરના આરંભમાં એક ધ્યાનાંતર(પૂર્વધ્યાન) જેમ અનુકૂળ રહે છે; તેમ વ્યવહાર પણ ધ્યાનને અનુકૂળ છે – આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. શંકા કરનારનો આશય એ છે કે દિક્ષામાં મનવચનકાયાની શુભ પ્રવૃત્તિને આશ્રયીને અનારંભિત્વ હોવા છતાં માત્ર આત્માનું જ ધ્યાન રહેતું નથી, આત્મતર શરીરાદિનું પણ ધ્યાન રહે છે. એ ધ્યાન આત્મમાત્ર ધ્યાનનો પ્રતિબંધ કરતું હોવાથી વ્યુત્થાનદોષ સ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે વ્યવહાર(વ્યવહારનયપ્રસિદ્ધ ધ્યાન) વ્યુત્થાન છે. આનું સમાધાન કરતાં ફરમાવ્યું છે કે ઉપર જણાવ્યા મુજબ વ્યવહાર-સ્વરૂપ ધ્યાન; ધ્યાનનો પ્રતિબંધ કરતું નથી. પરંતુ મનવચનકાયાના એક પરિશીલન ૧૬૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ સુવ્યાપાર સ્વરૂપ એ ધ્યાન, મનવચનકાયાના નિરોધ માટે અનુકૂળ છે. ચિત્તવિક્ષેપો જ ધ્યાનના પ્રતિબંધક છે. એક ધ્યાનાંતર(વ્યવહાર વખતનું સુવ્યાપારસ્વરૂપ ધ્યાન) મૈત્રી પ્રમોદાદિભાવોના પરિકર્મ(પૂર્વાભ્યાસ)માં ઉપયોગી બને છે. આમ હોવા છતાં શરૂઆતની કક્ષા વખતે જે અવસ્થા છે તેને ઉત્તર અવસ્થાની પ્રત્યે પ્રતિબંધક જ માનવાની હોય તો સમાધિની પ્રારંભિક અવસ્થાને પણ વ્યુત્થાન માનવાનો પ્રસંગ આવશે. તેથી શંકાકારની વાતમાં કોઈ દમ નથી – એ સમજી શકાય છે. ૨૮-૩૦ના પ્રસંગથી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે– विचित्रत्वमनालोच्य बकुशत्वादिना श्रुतम् । दीक्षाशुधैकरूपेण वृथा भ्रान्तं दिगम्बरैः ॥२८-३१॥ विचित्रत्वमिति-बकुशत्वादिना श्रुतं प्रवचनादाकर्णितं विचित्रत्वमनालोच्य दीक्षाया यच्छुद्धमेकं रूपं परमोपेक्षामात्रलक्षणं तेन । वृथा दिगम्बरैर्धान्तं । यैः प्रतिक्षिप्यते व्यवहारकाले दीक्षापारम्यं । शुद्धदीक्षाकारणावलम्बने उपरितनोत्कर्षाभावेऽपि दीक्षामात्राप्रतिक्षेपे च धर्मोपकरणधरणेऽपि तेषां तदव्याघातः स्यात् । बुद्धिपूर्वकममत्वपरिहारस्याप्याहारादिग्रहणवदुपपत्तेरित्यन्यत्र विस्तरः ।।२८-३१।। બકુશ, કુશીલ વગેરે સ્વરૂપે દીક્ષાની વિચિત્રતા - અનેકરૂપતા આગમથી સાંભળેલી હોવા છતાં તેનો વિચાર કર્યા વિના; દીક્ષાનું શુદ્ધ એક જ સ્વરૂપ હોય છે' - આ પ્રમાણે માનીને દિગંબરો નાહક ભ્રમિત થાય છે – આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, સામાન્ય રીતે બકુશ કે કુશીલાદિ પરિણામના કારણે દીક્ષાનું સ્વરૂપ એકસરખું હોતું નથી. સંયમનાં અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે તેથી પણ દીક્ષાના અસંખ્ય પરિણામો છે – આ પ્રમાણે પ્રવચન-આગમથી જાણેલું હોવા છતાં દીક્ષાનું એક જ જાતનું પરમોપેક્ષાત્મક સ્વરૂપ છે – આવું દિગંબરો કહે છે. સર્વત્ર ઉદાસીનતા સ્વરૂપ પરમોપેક્ષા છે. આવું સ્વરૂપ વ્યવહારકાળમાં હોતું નથી. દીક્ષાનું પારણ્ય(પરમરૂપતા) વ્યવહારકાળમાં દિગંબરો માનતા નથી. શુદ્ધ દીક્ષાના કારણનું અવલંબન વ્યવહારકાળમાં હોવાથી ઉપરના (ઉત્તરોત્તર) ઉત્કર્ષનો અભાવ હોય છે. કારણ કે વ્યવહારકાળમાં તેવો ઉત્કર્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. જે વસ્તુ અભ્યસ્ત દશાથી પ્રાપ્ત થાય છે તે વસ્તુ અભ્યાસદશામાં તો ન જ મળે – એ સમજી શકાય છે. આમ છતાં વ્યવહારકાળમાં સર્વથા દીક્ષા હોતી જ નથી – એમ માન્યા વિના દિગંબરો વસ, પાત્ર વગેરે સંયમનાં ઉપકરણો ધારણ કરે તો તેમને કોઈ દોષ નથી. “વસૃપાત્ર રાખવાથી મમત્વનો પ્રસંગ આવે છે' - આ માન્યતા બરાબર નથી. કારણ કે આહાર, પાન, ઘાસ વગેરે ગ્રહણ કરવા છતાં જો મમત્વનો પ્રસંગ આવતો નથી તો ધમપકરણ રાખવા છતાં સમજણપૂર્વક ત્યારે પણ મમત્વનો પરિહાર ૧૬૨ દીક્ષા બત્રીશી Page #166 -------------------------------------------------------------------------- ________________ કરી શકાશે. ઈત્યાદિ વિસ્તારથી શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદ-કલ્પલતા નામની ટીકામાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. જિજ્ઞાસુવર્ગે એના અધ્યયન વગેરેથી જાણી લેવું જોઈએ. ૨૮-૩૧ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે चित्रा क्रियात्मना चेयमेका सामायिकात्मना । तस्मात् समुच्चयेनार्यः परमानन्दकृन्मता ॥२८-३२॥ चित्रेति-क्रियात्मना चेयं सद्दीक्षा चित्रा नानाप्रकारा । सामायिकात्मना समतापरिणामेनैका । तस्मात्समुच्चयेन ज्ञानक्रिययोस्तुल्यबलत्वेनार्यः शिष्टैः परमानन्दकृन्मता ।।२८-३२।। આ દીક્ષા તે તે ક્રિયાસ્વરૂપે અનેક પ્રકારની છે. અને સામાયિકના પરિણામરૂપે એક જ છે. તેથી બંન્નેના સમુચ્ચયથી શિષ્ટ પુરુષોએ તેને પરમાનંદને કરનારી માની છે - આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય અત્યંત સ્પષ્ટ છે. સદ્દીક્ષા તેતે ક્રિયા(બાહ્ય-વિહિત સ્વાધ્યાયવિહારાદિપ્રવૃત્તિ)ઓના કારણે અનેક પ્રકારની છે; અને સામાયિક-સમતાસ્વરૂપ પરિણામરૂપે એક જ જાતની છે, તેથી જ્ઞાન અને ક્રિયા-એ બંન્નેના સમુચ્ચય(સમાનબળ)ના કારણે શિષ્ટ પુરુષોએ તે સદ્દીક્ષાને પરમાનંદ - મોક્ષનું કારણ માન્યું છે... અંતે આપણે સૌ પરમાનંદને કરનારી દીક્ષાની આરાધનામાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા. ll૨૮-૩૨|| ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां दीक्षाद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् ।। व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ એક પરિશીલન ૧૬૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલી અને સ્વયે આદરેલી દીક્ષાનું વર્ણન અઠ્ઠાવીસની બત્રીશીમાં કર્યા પછી આ વિનયબત્રીશીમાં દક્ષાને સફળ બનાવવા માટેના ઉપાય સ્વરૂપે વિનયનું વર્ણન કર્યું છે. આ બત્રીશીના નામથી જ તેમાં નિરૂપણ કરાયેલા વિષયનો આછોપાતળો ખ્યાલ આવી જ જાય છે. ખરી રીતે તો આ બત્રીશીનું વાંચન-મનન કરવાથી વાસ્તવિક વિનયનું જ્ઞાન ખૂબ જ સરળતાથી થઈ શકે છે. વિનયનો પરિચય આપવાની વસ્તુતઃ અહીં આવશ્યકતા નથી. પરંતુ અત્યંત સંક્ષિપ્તરુચિવાળા આત્માઓ માટે અત્યંત ટૂંકો આ પ્રયાસ છે. - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી આવશ્યકસૂત્ર-નિર્યુક્તિ અને વ્યવહારભાષ્ય... વગેરેમાં નિરૂપણ કરાયેલા વિનયના સ્વરૂપાદિનું અહીં મુખ્યપણે નિરૂપણ છે. “શીઘ્રપણે કર્મોને દૂર કરે છે તેથી તેને વિનય કહેવાય છે, જે મોક્ષસ્વરૂપ ફળથી શ્રેષ્ઠ એવા ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ છે.” - આ રીતે તેના નિરૂપણનો પ્રારંભ કર્યો છે. બીજા શ્લોકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારને આશ્રયીને વિનયના પાંચ પ્રકાર દર્શાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના અનુક્રમે આઠ આઠ આઠ અને બાર પ્રકારને લીધે એ વિનયના ચાર પ્રકારના કુલ છત્રીસ પ્રકાર ખૂબ જ પ્રસિદ્ધ હોવાથી ઉપચારવિનયનું વર્ણન વિસ્તારથી કરાયું છે. પ્રતિરૂપ યોગ (ઉચિત આચરણ) અને અનાશાતના આ બે પ્રકાર ઉપચારવિનયના છે. એમાં પ્રથમ ઉપચારવિનયના મન, વચન અને કાયાને આશ્રયીને ત્રણ પ્રકાર ત્રીજા શ્લોકમાં જણાવ્યા છે. ચોથા શ્લોકમાં કાયિક ઉપચારવિનયના આઠ પ્રકાર જણાવીને પાંચમા શ્લોકમાં વાચિક વિનયના ચાર પ્રકાર અને છઠ્ઠા શ્લોકમાં માનસ વિનયના બે પ્રકાર જણાવ્યા છે. એમાં છદ્મસ્થ જીવોને આશ્રયીને અને શ્રી કેવલીભગવંતને આશ્રયીને જે ભેદ છે તે ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યો છે. આ રીતે પ્રથમ ઉપચારવિનયના ચૌદ ભેદોનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ દ્વિતીય અનાશાતનાવિનયસ્વરૂપ ઉપચારવિનયનું નિરૂપણ કરતાં સાતમા શ્લોકમાં શ્રી અરિહંતપરમાત્માદિ વિનયાહ તેર પદો (સ્થાનો) વર્ણવ્યાં છે. તે દરેક પદનો ચાર ચાર પ્રકારે અનાશાતના વિનય કરવાનો હોવાથી કુલ બાવન પ્રકારનો દ્વિતીય ઉપચારવિનય આઠમા શ્લોકમાં જણાવ્યો છે. શ્રી અરિહંત પરમાત્માદિ એક પદની પણ આશાતના કરવાથી સઘળાં ય પદોની આશાતનાનું પાપ લાગે છે – એ વાત નવમા શ્લોકમાં એના હેતુને જણાવવા સાથે જણાવી છે. ત્યાર બાદ ગુરુભગવંતની હીલનાની ભયંકરતાનું વર્ણન કર્યું છે. જેમની પાસે ધર્મપદો ભણતા હોઇએ તેમનો વિનય સતત-નિરંતર કરવો જોઈએ : એ બારમા શ્લોકમાં જણાવ્યું છે. ત્યાર પછી જ્ઞાનાદિગુણોથી અધિક એવા મહાત્માઓનો, તેઓ નાના હોય તો પણ તેમનો વિનય ૧૬૪ વિનય બત્રીશી Page #168 -------------------------------------------------------------------------- ________________ કરવો જોઇએ. તેમ જ જાહેરમાં દોષોને સેવનારાની પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત કરી લેવા તેમનો પણ વિનય કરવો જોઇએ. એના સમર્થન માટે “અગ્રહિલગ્રહિલ ન્યાયનું પણ સૂચન કર્યું છે – એ બધું એના રહસ્યને જાણનારા ગીતાર્થ ગુરુ ભગવંત પાસેથી સમજી લેવું જોઈએ. અન્યથા અનર્થ થવાનો પૂરતો સંભવ છે. ત્યાર પછી વિનયનું માહાભ્ય, વિનયની શિક્ષા મળે ત્યારે કોપ કરનારને પ્રાપ્ત થતો અપાય અને વિનીત અવિનીતને પ્રાપ્ત થતાં ફળનું વર્ણન કરાયું છે. વીસમા શ્લોકમાં વિનયથી જ પૂજયત્વ-ગુરુત્વ પ્રાપ્ત થાય છે. ગુરુત્વ ગુણસાપેક્ષ છે આકસ્મિક નથી: એ સારી રીતે વર્ણવ્યું છે. ત્યાર બાદ વિનય, શ્રત, તપ અને આચાર : આ ચાર સમાધિ અને તેના અવાંતર ચાર ચાર પ્રકારોનું વર્ણન છે. પચીસમા શ્લોકમાં સમાધિના ફળ સ્વરૂપે સ્પર્શાત્મક તત્ત્વસમ્રાપ્તિનું વર્ણન છે. જેનાથી આત્મા પરમાત્મા બને છે - તે દષ્ટાંત સાથે વર્ણવ્યું છે. સત્તાવીસમા શ્લોકમાં વિનયથી વ્યાપકતા, અઠ્ઠાવીસમા શ્લોકમાં વિનયની દોષનાશકતા ઓગણત્રીસમા શ્લોકમાં વિનય વિના ગ્રહણ કરેલા શ્રતની અત્યંત દુતાને વર્ણવી છે. ત્યાર બાદ શ્રી તીર્થંકર પરમાત્માના દષ્ટાંતથી વિનયનું પ્રાધાન્ય વર્ણવીને એકત્રીસમાં શ્લોકમાં, શુદ્ધભિક્ષાદિમાં તત્પર રહેનારા પણ વિનયને ગૌણ કરી ગુરુકુલવાસાદિ સ્વરૂપ વિનયને આચરતા નથી, તેઓ મોક્ષમાર્ગના વિલોપક છે - આ વાત જણાવી છે. એનો શાંત ચિત્તે વિચાર કરીએ તો વિનયની અનિવાર્યતા સમજાશે. અંતે બત્રીસમા શ્લોકમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાલાદિનો વિચાર કરી યથાસ્થાને યોજેલા વિનયના ફળ તરીકે પરમાનંદ-સંપદાને જણાવી છે. એ મુજબ આ બત્રીશીના પરિશીલનથી; વિનયને આત્મસાત કરી એ પરમાનંદ-સંપદાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની અભિલાષા.. - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય, સંસ્કારધામ સોસાયટી, લાલચૌકી, કલ્યાણ. ચ.વ. ૭ : શનિવાર, તા. ૩૦-૦૪-૨૦૦૫ એક પરિશીલન ૧૬૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ મિથ પ્રરશ્ય વિનયત્રિશિરા || अनन्तरं दीक्षा निरूपिता तस्याश्च विनयगर्भाया एव सफलत्वमिति विनयं निरूपयन्नाह આ પૂર્વે અઠ્ઠાવીસમી બત્રીશીમાં દીક્ષાનું સ્વરૂપ વર્ણવ્યું. એ દીક્ષા પણ વિનયગર્ભિત હોય તો જ સફળ બને છે. તેથી હવે વિનયનું સ્વરૂપ વર્ણવાય છે कर्मणां द्राग् विनयनाद, विनयो विदुषां मतः । अपवर्गफलाऽऽढ्यस्य, मूलं धर्मतरोरयम् ॥२९-१॥ कर्मणामिति-कर्मणां ज्ञानावरणीयादीनां द्राक् शीघ्रं विनयनादपनयनाद् विदुषां विनयो मतः । अयमपवर्गफलेनाढ्यस्य पूर्णस्य धर्मतरोर्मूलम् ।।२९-१।। “શીઘપણે કર્મોને દૂર કરવાના કારણે વિનયને વિદ્વાનો માને છે. મોક્ષસ્વરૂપ ફળથી પૂર્ણ એવા ધર્મવૃક્ષનું મૂળ વિનય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. શીધ્રપણે, આત્મા ઉપર લાગેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠેય કર્મને દૂર કરનારને વિનય કહેવાય છે. વિનય' શબ્દની “વિનયન વિનય:' - આ વ્યુત્પત્તિને આશ્રયીને “વિનય' શબ્દનો ઉપર જણાવ્યા મુજબ અર્થ છે. આ વિનયને વિદ્વાનો માને છે. સર્વ કર્મોને દૂર કરતો હોવાથી તે વિદ્વાનોને માન્ય હોય જ - એ સમજી શકાય છે. વિનય, સકલ કર્મના ક્ષયને કરે છે, જેથી શીધ્રપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અપવર્ગ - મોક્ષસ્વરૂપ ફળથી જે પરિપૂર્ણ છે, એવા ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ વિનય છે. વિનયથી રહિત એવો ધર્મ, મોક્ષફળને પ્રાપ્ત કરાવતો નથી. કારણ કે વિનય વિના વિદ્યા મળતી નથી. વિદ્યા વિના ચારિત્ર મળતું નથી અને ચારિત્ર વિના મોક્ષ મળતો નથી. આ રીતે ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ વિનય છે એ સ્પષ્ટ છે, જેનું ફળ અપવર્ગ છે. જન્મ, જરા અને મરણાદિનો ઉચ્છેદ જેમાં થાય છે – તેને અપવર્ગ કહેવાય છે. ll૨૯-૧il વિનયનો વિભાગ કરાય છે અર્થાત્ તેના પ્રકાર જણાવાય છે– ज्ञानदर्शनचारित्रतपोभिरुपचारतः । अयं च पञ्चधा भिन्नो, दर्शितो मुनिपुङ्गवैः ॥२९-२॥ ज्ञानेति-ज्ञानादीनां विनयत्वं पूर्वकर्मविनयनादुत्तरकर्माबन्धाच्च द्रष्टव्यम् ।।२९-२।। શ્લોકાર્થ સ્પષ્ટ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારને આશ્રયીને વિનય પાંચ પ્રકારનો છે -એ મહામુનિઓએ જણાવ્યું છે. અન્યત્ર વિનયના પાંચ પ્રકાર પ્રકારોતરથી જણાવ્યા છે. તેમ જ કોઈ કોઈ સ્થાને વિનયના ચાર પ્રકાર જણાવ્યા છે. વિવક્ષાભેદથી એ સમજી લેવાનું ૧૬ વિનય બત્રીશી Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ છે. અહીં દીક્ષાની સફળતાને અનુકૂળ એવા વિનયનું જ મુખ્ય રીતે નિરૂપણ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સ્વરૂપ ધર્મને અહીં જે વિનયસ્વરૂપે વર્ણવ્યો છે, તેનું કારણ સ્પષ્ટરૂપે સમજી શકાય છે કે જ્ઞાનાદિથી પૂર્વક દૂર થાય છે અને નવાં કર્મોનો બંધ થતો નથી. અર્થાત્ જ્ઞાનાદિ વિનયમાં વિનયત્વ; પૂર્વકર્મનું વિનયન અને ઉત્તરકર્મના બંધનો અભાવ : આ સ્વરૂપ છે. આ વિનય' પદનું પ્રવૃત્તિનિમિત્ત છે... ઇત્યાદિ સમજી લેવું. ૨૯-રા જ્ઞાનાદિ પાંચ પ્રકારના વિનયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના આઠ આઠ પ્રકારો અને તપના બાર પ્રકારો પ્રસિદ્ધ છે. પાંચમા ઉપચારવિનયના પ્રકારો હવે જણાવાય છે प्रतिरूपेण योगेन, तथाऽनाशातनात्मना । . उपचारो द्विधा तत्राऽऽदिमो योगत्रयात् त्रिधा ॥२९-३॥ प्रतिरूपेणेति-प्रतिरूपेणोचितेन योगेन । तथाऽनाशातनात्मना आशातनाऽभावेन उपचारो द्विधा । तत्रादिमः प्रतिरूपयोगात्मको योगत्रयात् त्रिधा कायिको वाचिको मानसश्चेति ।।२९-३।। ત્રીજા શ્લોકનો અર્થ પણ સ્પષ્ટ છે કે ઉચિત આચરણના યોગથી અને આશાતનાના અભાવથી ઉપચારવિનય બે પ્રકારનો છે. એ બે પ્રકારના ઉપચારવિનયમાં પ્રથમ જે ઉચિત યોગસ્વરૂપ ઉપચારવિનય છે; તે મન, વચન અને કાયાના ત્રણ યોગને આશ્રયીને ત્રણ પ્રકારનો છે. આથી સમજી શકાશે કે પ્રતિરૂપ(ઉચિત) યોગ અને અનાશાતના આ બે પ્રકારે ઉપચારવિનય બે પ્રકારનો છે અને માનસિક, વાચિક અને કાયિક: આ ત્રણ ભેદથી પ્રતિરૂપયોગાત્મક પ્રથમ ઉપચારવિનય ત્રણ પ્રકારનો છે, જે; અનુક્રમે મન, વચન અને કાયાની ઉચિત પ્રવૃત્તિ સ્વરૂપ છે. ૨૯-al પ્રથમ ઉપચારવિનયના ત્રણ પ્રકારના વિનયમાંના ટીકામાં જણાવેલા પ્રથમ કાયિક વિનયના પ્રકાર જણાવાય છે– अभिग्रहाऽऽसनत्यागावभ्युत्थानाऽअलिग्रहौ । कृतिकर्म च शुश्रूषा, गतिः पश्चाच्च सम्मुखम् ॥२९-४॥ अभिग्रहेति-अभिग्रहो गुरुनियोगकरणाभिसन्धिः । आसनत्याग आसनदानं पीठकाधुपनयनमित्यर्थः । अभ्युत्थानं निषण्णस्य सहसार्हदर्शनेन । अञ्जलिग्रहः प्रश्नादौ । कृतिकर्म च वन्दनं । शुश्रूषा विधिवददूरासन्नतया सेवनं । पश्चाद्गतिर्गच्छतः, सम्मुखं च गतिरागच्छतः । इति ।।२९-४।। “અભિગ્રહ, આસનત્યાગ, અવ્યુત્થાન, અંજલિગ્રહ, કૃતિકર્મ, શુશ્રુષા, પશ્ચાદ્ગતિ અને સમુખગતિ (આ આઠ પ્રકારનો કાયિક ઉચિતયોગસ્વરૂપ ઉપચારવિનય છે.)” - આ પ્રમાણે એક પરિશીલન ૧૬૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફ૨માવ્યું છે કે પૂ. ગુરુદેવશ્રીનાં કાર્યો કરવાનો અભિગ્રહ ધારણ કરવા સ્વરૂપ પ્રથમ કાયિક વિનયનો પ્રથમ પ્રકાર છે. પૂ. ગુરુદેવશ્રી માટે આસનાદિનો ત્યાગ કરી તેઓશ્રીને ઉપયોગી એવા પીઠફલક-પાટિયાં વગેરે આપવા સ્વરૂપ બીજો કાયિકવિનય છે. આસને બેસેલા શિષ્યને અભ્યુત્થાન માટે યોગ્ય એવા પૂજ્ય ગુરુદેવશ્રીના એકાએક દર્શન થતાંની સાથે શિષ્યનું ઊભા થવું તે સ્વરૂપ ત્રીજો કાયિક વિનયનો પ્રકાર છે. પ્રશ્ન પૂછવા વગેરે પ્રસંગે અંજલિ કરવી તે ચોથો પ્રકાર છે. વંદન કરવા સ્વરૂપ પાંચમો પ્રકાર છે. વિધિપૂર્વક બહુ નજીક પણ નહિ અને દૂર પણ નહિ - એ રીતે ગુરુદેવાદિની સેવા કરવી તે શુશ્રુષા સ્વરૂપ છઠ્ઠો પ્રકાર છે. પૂ. ગુરુદેવાદિ વડીલ જનો જતા હોય ત્યારે પાછળ વળાવવા જવું અને તેઓશ્રી આવતા હોય ત્યારે સામે લેવા જવું તે અનુક્રમે કાયિક ઉપચારવિનયનો સાતમો અને આઠમો પ્રકા૨ છે. ૨૯-૪][ વાચિક ઉપચારવિનયના પ્રકાર જણાવાય છે— कायिकोऽष्टविधश्चायं वाचिकश्च चतुर्विधः । हितं मितं चाऽपरुषं, बुवतोऽनुविचिन्त्य च ॥ २९-५।। कायिक इति-अयं चाष्टविधः कायिक उपचारः । वाचिकस्तु चतुर्विधः । हितं परिणामसुन्दरं ब्रुवतः प्रथमः । मितं स्तोकाक्षरं ब्रुवतो द्वितीयः । अपरुषं चानिष्ठुरं ब्रुवतस्तृतीयः । अनुविचिन्त्य स्वालोच्य ૬ યુવતૠતુર્થ કૃતિ II૨૬-૧।। “આ રીતે કાયિક ઉપચારવિનય આઠ પ્રકારનો છે. તેમ જ વાચિક ઉપચારવિનય ચાર પ્રકારનો છે. હિતકર, પરિમિત, અકઠોર અને બરાબર ચિંતવીને બોલનારને ચાર પ્રકારનો વાચિક વિનય થાય છે. - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ચોથા શ્લોકમાં જણાવેલા અભિગ્રહાદિસ્વરૂપ આઠ વિનયના પ્રકારો કાયિક ઉપચારવિનયના છે. હિતકર બોલવું, પ્રમાણસર બોલવું, અકઠોર બોલવું અને સારી રીતે વિચારીને બોલવું : આ ચાર વાચિક ઉપચાર વિનયના(પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનયના) પ્રકાર છે. જે બોલવાથી પરિણામ સુંદર આવે એવા પરિણામસુંદર વચનને હિતકર(હિતસ્વરૂપ) કહેવાય છે. એવા હિતકર વચનને બોલનારાને પ્રથમ વાચિક વિનય પ્રાપ્ત થાય છે. હિતકારક એવું પણ વચન ખૂબ જ થોડું અલ્પ અક્ષરવાળું બોલવું જોઇએ. એક વાક્યથી ચાલતું હોય તો બીજું વાક્ય નહીં બોલવું જોઇએ. આ પ્રમાણે થોડું બોલનારને દ્વિતીય વાચિક વિનયની પ્રાપ્તિ થાય છે. પરિણામસુંદર અને થોડું પણ વચન અનિષ્ઠુર-સ્નેહથી યુક્ત બોલવું જોઇએ. પરંતુ પરુષ-કઠોર નહીં બોલવું જોઇએ. આ પ્રમાણે અનિષ્ઠુર બોલનારને તૃતીય વાચિક-વિનયની પ્રાપ્તિ થાય છે. અનિષ્ઠુર, મિત અને હિતસ્વરૂપ વચન પણ, સારી રીતે વિચારીને બોલવું જોઇએ. વિનય બત્રીશી ૧૬૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ સામે કોણ છે, તે કેવો છે, તેને કહ્યા પછી કહેવાનું પરિણામ કેવું આવશે... ઇત્યાદિનો ચોક્કસપણે વિચાર કરીને પછી જ બોલવું. આ પ્રમાણે સારી રીતે વિચારીને બોલનારાને ચતુર્થ વાચિક વિનયની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વાચિક ઉચિત યોગાત્મક ઉપચારવિનય ચાર પ્રકારનો છે. ર૯-પા માનસિક વિનયના પ્રકારો જણાવાય છે मानसश्च द्विधा शुद्धप्रवृत्त्याऽसन्निरोधतः । छद्मस्थानामयं प्रायः, सकलोऽन्याऽनुवृत्तितः ॥२९-६।। मानसश्चेति-मानसश्चोपचारो द्विधा शुद्धप्रवृत्त्या धर्मध्यानादिप्रवृत्त्या, असन्निरोधत आर्तध्यानादिप्रतिषेधाद् । अयं च सकलः प्रायः प्रतिरूपो विनयश्छद्मस्थानामन्यानुवृत्तित आत्मव्यतिरिक्तप्रधानानुवृत्तेः । प्रायोग्रहणादज्ञातकेवलभावदशायां केवलिनामपि । अन्यदा तु तेषामप्रतिरूप एव विनयस्तथैव तत्कर्मविनयनोपपत्तेः । तदुक्तं-“पडिरूवो खलु विणओ पराणुअत्तिमइओ मुणेअव्यो । अप्पडिरूवो विणओ Tયવ્યો વત્ની તુ Iકા” ર૧-દા. શુદ્ધપ્રવૃત્તિ અને અસત્ પ્રવૃત્તિના વિરોધને લઈને માનસિક ઉપચારવિનય બે પ્રકારનો છે. પ્રાય: બીજાને અનુસરવાથી આ બધો વિનય છદ્મસ્થ આત્માઓને પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે માનસ ઉપચાર વિનય બે પ્રકારનો છે. એક પ્રકાર ધર્મધ્યાનાદિની પ્રવૃત્તિને લઇને છે. બીજો પ્રકાર આર્તધ્યાનાદિના પરિવારને લઇને છે. શુભધ્યાનથી યુક્ત એવા મનની ઉદીરણા કરવી અને અકુશલ એવા મનનો વિરોધ કરવો. આ રીતે માનસ ઉપચારવિનયના બે પ્રકાર છે. આ બધો પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય, છબસ્થ આત્માઓને પોતાથી અતિરિક્ત એવી પ્રધાન(મોટા) વ્યક્તિને અનુસરવાથી સંભવે છે. શ્લોકમાં પ્રઃ શબ્દનું ગ્રહણ એટલા માટે કર્યું છે કે ઉપર જણાવ્યા મુજબ પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય મોટા ભાગે છદ્મસ્થા આત્માઓને જ સંભવે છે તેથી કોઇવાર કેવલીપરમાત્માને પણ એ સંભવે છે. એ અર્થ જણાવી શકાય. કેવલી ભગવંતોને કેવલજ્ઞાન થયું છે – એ, બીજાને જાણવા ન મળ્યું હોય ત્યાં સુધી તેઓશ્રી પણ માતા-પિતાદિનો વિનય કરે છે, ત્યારે શ્રી કેવલજ્ઞાનીને પણ ઉપચારવિનય(પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય) હોય છે. પરંતુ જ્યારે કેવલી પરમાત્માને કેવલજ્ઞાન થયું છે એની જાણ બીજાને થઈ હોય ત્યારે તેઓશ્રી બીજાની પ્રત્યે કાયિકાદિ વિનય કરતા ન હોવાથી શ્રી કેવલીપરમાત્માને અપ્રતિરૂપ જ વિનય હોય છે. તાદશ જ વિનયથી તેઓશ્રીનાં કર્મોની નિર્જરા થાય છે - આ વસ્તુને જણાવવા માટે શ્લોકમાં પ્રાય: પદનું ઉપાદાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનની નિયુક્તિમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે – “પ્રતિરૂપ વિનય, એક પરિશીલન ૧૬૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ બીજાને અનુસરવા સ્વરૂપ જાણવો. શ્રી કેવલી-પરમાત્માને તો તેનાથી ભિન્ન અપ્રતિરૂપ(બીજાને ન અનુસરવું) વિનય હોય છે.'... ઇત્યાદિ બરાબર સમજી લેવું. ૫૨૯-૬॥ બીજા અનાશાતનાસ્વરૂપ ઔપચારિક વિનયનું વર્ણન કરાય છે— अर्हत्सिद्धकुलाचार्योपाध्यायस्थविरेषु च । गणसडक्रियाधर्मज्ञानज्ञानिगणिष्वपि ।। २९-७ ।। अर्हदिति - अर्हन्तस्तीर्थकराः । सिद्धाः क्षीणाष्टकर्ममलाः । कुलं नागेन्द्रादि । आचार्यः पञ्चविधा - चारानुष्ठाता तत्प्ररूपकश्च । उपाध्यायः स्वाध्यायपाठकः । स्थविरः सीदतां स्थिरीकरणहेतुः । गणः ૌટિવિ: । સપ: સાધ્વાવિસમુવાય:। ક્રિયાઽસ્તિવાવવા / ધર્મ: શ્રુતધર્માવિ:। જ્ઞાનં મત્લાહિ । જ્ઞાનિનસ્તકન્ત: | નિર્માધિપતિઃ ।।૨૧-૭|| “શ્રી અરિહંતપરમાત્મા, સિદ્ઘપરમાત્મા, કુળ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની અને ગણીને વિશે પણ (ચાર ચાર પ્રકારે વિનય કરવો... ઇત્યાદિ આગળ કહેવાશે);” – આ પ્રમાણે સાતમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં જણાવ્યું છે કે શ્રી અરિહંતપરમાત્માઓ કે જેઓ તારકતીર્થને કરનારા છે. શ્રી સિદ્ધપ૨માત્માઓ આઠ કર્મોથી રહિત છે. નાગેન્દ્ર, ચાન્દ્ર વગેરે કુળ છે. જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું પાલન કરનારા અને તેની પ્રરૂપણાને કરનારા આચાર્યભગવંતો છે. સ્વાધ્યાય કરાવનારા-ભણાવનારા ઉપાધ્યાયભગવંતો છે. સંયમની સાધનામાં સિદાતા આત્માને સ્થિર કરનારા સ્થવિરભગવંતો છે. કોટિક (કોટિ) વગેરે ગણ છે. સાધુ, સાધ્વી વગેરેના સમુદાયને સંઘ કહેવાય છે. ‘આત્માદિ તત્ત્વો છે' આ પ્રમાણે બોલવું માનવું તેમ જ તે મુજબ આચરણ કરવું વગેરે ક્રિયા કહેવાય છે. શ્રુત અને ચારિત્ર સ્વરૂપ બે પ્રકારનો ધર્મ છે. મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન છે. જ્ઞાનવાળા જ્ઞાનીઓ છે અને ગણના અધિપતિઓ ગણીઓ છે. આ તેર સ્થાને; આઠમા શ્લોકથી જણાવવામાં આવશે તે ચાર ચાર પ્રકારનો વિનય કરવાનો હોવાથી બીજો અનાશાતના સ્વરૂપ ઔપચારિક વિનય બાવન પ્રકારનો છે... ઇત્યાદિ હવે પછી જણાવાય છે. ।।૨૯-૭ાા શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોને વિશે જે ચાર વિનયો કરવાના છે તે ચાર વિનયોનું સ્વરૂપ વર્ણવાય છે— ૧૭૦ अनाशातनया भक्त्या, बहुमानेन वर्णनात् । द्विपञ्चाशद्विधः प्रोक्तो द्वितीयश्चोपचारिकः ।। २९-८।। अनाशातनयेति – अनाशातनया सर्वथाऽहीलनया । भक्त्या उचितोपचाररूपया । बहुमानेनान्तरभावप्रतिबन्धरूपेण । वर्णनात् सद्भूतगुणोत्कीर्तनात् । द्वितीयश्चानाशातनात्मक औपचारिक विनयो द्विपञ्चाशद्विधः प्रोक्तः । त्रयोदशपदानां चतुर्भिर्गुणने यथोक्तसङ्ख्यालाभात् ।। २९-८।। વિનય બત્રીશી Page #174 -------------------------------------------------------------------------- ________________ “(શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોની) આશાતના ન કરવાથી, ભક્તિ કરવાથી, બહુમાન કરવાથી અને વર્ણન કરવાથી બાવન પ્રકારનો બીજો ઔપચારિક વિનય વર્ણવ્યો છે.” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનો(શ્લો.નં. ૭માં જણાવેલા)ની સર્વથા હીલના ન કરવા સ્વરૂપ અર્થાત્ આશાતનાનું વર્જન કરવા સ્વરૂપ, બીજા ઔપચારિક વિનયનો પહેલો પ્રકાર છે. એના કુલ તેર ભેદ છે. શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોની પુષ્પાદિ દ્રવ્યોથી ઉચિત ઉપચાર સ્વરૂપ ભક્તિ, બીજા ઔપચારિક વિનયનો બીજો પ્રકાર છે. એના કુલ તેર ભેદ થાય છે. આ રીતે તે તેર સ્થાનો વિશે આંતરિક પ્રીતિ સ્વરૂપ બહુમાનથી બીજા ઔપચારિક વિનયનો ત્રીજો પ્રકાર થાય છે. તેના પણ કુલ તેર ભેદ થાય છે. અને બીજા ઔપચારિક (અનાશાતના સ્વરૂપ ઔપચારિક) વિનયનો ચોથો પ્રકાર, ઉપર જણાવેલાં તેર સ્થાનોના સદ્ભૂત-વાસ્તવિક ગુણોની સ્તવના કરવા સ્વરૂપ છે. એના પણ ઉપર જણાવ્યા મુજબ શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોને આશ્રયીને તે ભેદ થાય છે. તેર પદોને આ રીતે ચારથી ગુણવાથી બધા મળીને અનાશાતનૌપચારિક વિનયના બાવન પ્રકાર છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. [૨૯-૮॥ ઉપર જણાવેલાં શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોમાંથી કોઇ પણ એકની પણ આશાતના કરવાથી તાત્ત્વિક રીતે સર્વની આશાતના થાય છે - એ જણાવાય છે—– एकस्याऽऽशातनाऽप्यत्र, सर्वेषामेव तत्त्वतः । અન્યોઽન્યમનુવિદ્ધા હિ, તેવુ જ્ઞાનાવ્યો મુળા: ૦ર૬-૬|| एकस्येति – अत्रार्हदादिपदेषु एकस्यापि आशातना तत्त्वतः सर्वेषां । हि यतस्तेषु ज्ञानादयो गुणा अन्योन्यमनुविद्धाः । यदेव ह्येकस्य शुद्धं ज्ञानं तदेवापरस्यापि । इत्थं च हीलनाविषयीभूतज्ञानादिसम्बन्धस्य सर्वत्राविशेषादेकहीलने सर्वहीलनापत्तेर्दारुणविपाकत्वमवधार्य न कस्यापि हीलना कार्येति भावः ।। २९-९।। “અહીં એકની પણ આશાતના(હીલનાદિ) કરવાથી તત્ત્વને આશ્રયીને સર્વની જ આશાતના થાય છે. કારણ કે શ્રી અરિહંતપરમાત્માદિમાં પરસ્પર જ્ઞાનાદિ ગુણો એકબીજામાં સમાયેલા છે.” – આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી અરિહંત પરમાત્મા વગેરે તેર પદોમાંથી કોઇ પણ એક પદની હીલના કરવાથી બાકીનાં બધાં જ પદોની હીલના થાય છે. કારણ કે તેઓમાં જ્ઞાનાદિ ગુણો પરસ્પર સંકળાયેલા છે. જે શુદ્ધ જ્ઞાન શ્રી અરિહંતપરમાત્માદિ એક પદમાં છે, તે જ શુદ્ધ જ્ઞાન, શ્રી સિદ્ધપ૨માત્માદિમાં પણ છે. તેથી જેમની હીલના કરી છે, તેમનામાં રહેલા જ્ઞાનાદિ ગુણોનો સંબંધ બીજામાં પણ હોવાથી એક સ્થાને જો તેની હીલના કરી હોય તો અન્યત્ર પણ તેની હીલના થયેલી છે જ. કારણ કે તે તે સ્થાનમાં વિદ્યમાન જ્ઞાનાદિ ગુણોમાં કોઇ વિશેષતા નથી, કે જેને એક પરિશીલન ૧૭૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ લઇને એક સ્થાને તે હીલનાને પામે અને બીજે સ્થાને તે હીલનાને ન પામે. આથી સ્પષ્ટ છે કે એક સ્થાને હીલના કરાયે છતે બીજે પણ હીલના થઇ જ જાય છે, જેનો વિપાક અત્યંત દારુણ છે - એ યાદ રાખી મુમુક્ષુએ કોઇની પણ હીલના કરવી ના જોઇએ - એ તાત્પર્ય છે. - આમ પણ સામાન્યથી કોઇની પણ હીલના કરવાની નથી. અહીં તો શ્રી અરિહંતપરમાત્માદિ પરમતારક તે૨ પદો લોકોત્તર જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન છે. તેઓશ્રીની હીલના કરવાનો વિચાર પણ ન જ હોય. પરંતુ અન્નાનાદિપ્રમાદપરવશ આત્માઓ જ્યારે પણ તે૨ પદોમાંથી કોઇ એક પણ પદની હીલના કરી બેસે છે, ત્યારે બીજાની હીલના કરવાનો ભાવ ન પણ હોય તો ય બીજાની હીલના થઇ જ જાય છે, જેના વિપાક અત્યંત ભયંકર છે - એ યાદ રાખવું જોઇએ. ૨૯-૯ ગુણસંપન્ન શ્રી અરિહંતપરમાત્માદિની હીલના કરવાનું જે ફળ છે, તેનું વર્ણન કર્યું. હવે અલ્પજ્ઞાનાદિથી યુક્ત એવા પૂ. ગુરુદેવશ્રીની હીલનાના ફળનું વર્ણન કરાય છે— ॥૨૬-૧૦ नूनमिति—नूनं निश्चितमल्पश्रुतस्याप्यनधीतागमस्यापि कारणान्तरस्थापितस्य गुरोराचार्यस्याचारशालिनः पञ्चविधाचारनिरतस्य हीलना गुणं स्वगतचारित्रादिकं भस्मसात् कुर्यात् । इन्धनमिव वह्निः ।। २९-१० ।। “અગ્નિ જેમ ઇંધન(બળતણ)ને ભસ્મસાત્ કરે છે તેમ ખરેખર અલ્પજ્ઞાનવાળા પણ આચારસંપન્ન એવા ગુરુદેવની આશાતના, ગુણને ભસ્મસાત્ કરે છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે સામાન્ય રીતે શ્રી અરિહંતપરમાત્માદિ તેર પદોની હીલના ન કરવાનું જણાવ્યું છે. એમાં શ્રી અરિહંત પરમાત્માદિ તો સર્વગુણસંપન્ન હોવાથી પ્રાયઃ તેઓશ્રીની આશાતના-હીલનાનો સંભવ બહુ જ ઓછો રહે છે. પરંતુ આચાર્યભગવંતાદિ તો સમગ્ર ગુણથી પરિપૂર્ણ નથી, છદ્મસ્થ છે. થોડીઘણી ગુણોમાં ન્યૂનતા રહેતી હોવાથી અને અતિપરિચયાદિના કારણે તેઓશ્રીની આશાતનાનો પૂરતો સંભવ હોવાથી તેને અનુલક્ષીને આ શ્લોકમાં જણાવ્યું છે કે વિશિષ્ટ પુણ્ય વગેરે કારણે ગુરુપદે સ્થાપન કરેલા એવા શાસ્ર નહીં ભણેલા, પણ પંચાચારની આરાધનામાં નિરત એવા પૂ. ગુરુભગવંતની હીલના, પોતામાં રહેલા ચારિત્રાદિ ગુણોને એવી રીતે ભસ્મસાત્ કરે છે કે જે રીતે અગ્નિ લાકડાદિ બળતણને ભસ્મસાત્ કરે છે. સામાન્ય રીતે યોગ્યને જ ગુરુપદે બિરાજમાન કરાય છે. પરંતુ કોઇ વાર ગચ્છની સારસંભાળ કરનાર કોઇ પણ રીતે પોતાની જવાબદારી વહન કરવા માટે સમર્થ ન રહે ત્યારે બીજા કોઇ ગીતાર્થ સંભાળી શકે એવા ન હોય અને જે સંભાળી શકે એવા હોય તે ગીતાર્થભણેલા ન હોય, આવી સ્થિતિમાં શાસ્ત્ર નહીં ભણેલાને પણ ગુરુપદે સ્થાપન કરવા પડતા હોય વિનય બત્રીશી ૧૭૨ नूनमल्पश्रुतस्याऽपि, गुरोराचारशालिनः । દીનના મસાત્ ર્યાદ્, મુળ હરિવેન્શનમ્ Page #176 -------------------------------------------------------------------------- ________________ છે. આવા ગુરુભગવંત ભણેલા નથી, પર્યાયમાં નાના છે અથવા નીચકુળમાંથી આવેલા છે.. ઇત્યાદિ દોષોની અપેક્ષાએ તેમની હીલના ન કરવી જોઇએ. જો કોઈ તેઓશ્રીની હલના કરે તો તે પોતાના ચારિત્રગુણોને ખલાસ કરે છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધય છે. જિજ્ઞાસુએ તેના જ્ઞાતાઓ પાસેથી સ્પષ્ટપણે સમજી લેવું જોઇએ. ૨૯-૧૦ના પૂ. ગુરુદેવશ્રીની હલનાને, તેના ભયંકર વિપાકને આશ્રયીને વર્ણવાય છે– शक्त्यग्रज्वलनव्यालसिंहक्रोधातिशायिनी । अनन्तदुःखजननी, कीर्तिता गुरुहीलना ॥२९-११॥ शक्त्यग्रेति-शक्तिः प्रहरणविशेषस्तदग्रं शक्त्यग्रं, ज्वलनोऽग्निः, व्यालसिंहयोः सर्पकेसरिणोः क्रोधः कोपः, तदतिशायिनी तेभ्योऽप्यधिका अनन्तदुःखजननी गुरुहीलना कीर्तिता दशवैकालिके ।।२९-११।। શક્તિનો અગ્રભાગ, અગ્નિ, સર્પ અને સિંહના ક્રોધ કરતાં પણ વધારે ભયંકર અનંતદુઃખને આપનારી ગુરુહલના છે – એમ શાસ્ત્રમાં જણાવ્યું છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય જણાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે શક્તિ, શસ્ત્રવિશેષનું નામ છે. શક્તિસ્વરૂપ શસ્ત્રનો અગ્રભાગ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. અગ્નિ તેમ જ સર્પ અને સિંહનો ક્રોધઃ આ બધા કરતાં પણ અધિક ખરાબ(ભયંકર) ગુરુની હીલના છે, જે અનંત દુઃખનું કારણ છે – આ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં જણાવ્યું છે. શક્તિનો અગ્રભાગ કે અગ્નિ વગેરે દેવતાના પ્રભાવથી દુઃખનું કારણ ન પણ બને, અથવા એક ભવમાં જ દુઃખનું કારણ બને. પરંતુ ગુરુની હલના તો આ ભવમાં અને પરભવમાં અવશ્ય અનંત દુઃખનું કારણ બન્યા વિના રહેતી નથી. તેથી તે શક્યઝ અને અગ્નિ વગેરે કરતાં અધિક ભયંકર છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૯-૧૧. વિનય વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તે પણ ગુરુને આધીન છે. તેમનો વિનય કઈ રીતે અવશ્ય કરવો જોઇએ તે જણાવાય છે– पठेद् यस्याऽन्तिके धर्मपदान्यस्याऽपि सन्ततम् । कायवाङ्मनसां शुद्ध्या, कुर्याद् विनयमुत्तमम् ॥२९-१२॥ पठेदिति-यस्यान्तिके धर्मपदानि धर्मफलानि सिद्धान्तपदानि पठेत् । अस्य सन्ततमपि निरन्तरमपि, न तु सूत्रग्रहणकाल एव, कुशलानुबन्धव्यवच्छेदप्रसङ्गात् । कायवाङ्मनसां शुद्ध्या उत्तमं विनयं कुर्यात् T/ર૧-૧૨ જેમની પાસે ધર્મપદોનો અભ્યાસ કરે, તેમનો નિરંતર પણ કાય, વચન અને મનની શુદ્ધિથી ઉત્તમ વિનય કરવો જોઈએ.” – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનો આશય એક પરિશીલન ૧૭૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ છે કે જેમની પાસે ધર્મને પ્રાપ્ત કરાવનારાં સિદ્ધાંતપદોનું અધ્યયન કરીએ તેમનો નિરંતર પણ કાય, વચન અને મનની શુદ્ધિ પૂર્વક ઉત્તમ(મોક્ષપ્રાપક) વિનય કરવો જોઈએ. આવો વિનય, ભણતા હોઈએ ત્યારે જ કરવો એવું નહિ પણ ભણી ગયા પછી પણ (પાઠ પછી પણ) નિરંતર કરવો જોઇએ. જો માત્ર સૂત્રગ્રહણકાળમાં જ વિનય કરવામાં આવે તો કુશલ એવા અનુબંધ નાશ પામી જાય. એ અનુબંધ નાશ ન પામે : એ માટે નિરંતર વિનય કરવો જોઇએ. ઇત્યાદિ દશવૈકાલિક સૂત્રમાંથી સમજી લેવું જોઇએ. ર૯-૧રી વાચનાચાર્ય ચારિત્રપર્યાયથી ન્યૂન હોય તો તેઓશ્રીનો વિનય કઈ રીતે કરાય? આ શંકાનું સમાધાન જણાવાય છે– पर्यायेण विहीनोऽपि, शुद्धज्ञानगुणाधिकः । જ્ઞાનપ્રવાનસામગ્ગવતો રાધ: મૃત: ર૬-૧રૂા. पर्यायेणेति-अतो धर्मपाठकस्य सदा विनयार्हत्वात् पर्यायेण चारित्रपर्यायेण विहीनोऽपि शुद्धज्ञानगुणेनाधिको ज्ञानप्रदानसामर्थ्यमधिकृत्य रलाधिकः स्मृत आवश्यकादौ । स्वापेक्षितरताधिक्येन तत्त्वव्यवस्थितेः । विवेचितमिदं सामाचारीप्रकरणे ।।२९-१३॥ “આથી જ્ઞાનપ્રદાનસામર્થ્યને કારણે પર્યાયથી હીન એવા પણ વિદ્યાગુરુ; શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ અધિક, રત્નાધિક કહેવાયા છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે વિદ્યાગુરુ સદાને માટે વિનયને યોગ્ય હોવાથી તેઓશ્રી ચારિત્રપર્યાયથી હીન(ન્યૂન-નાના) હોય તો પણ શુદ્ધજ્ઞાનગુણથી અધિક છે. જ્ઞાનપ્રદાન કરવાનું સામર્થ્ય તેઓશ્રીમાં અદ્ભુત છે. તેની અપેક્ષાએ પૂ. વિદ્યાગુરુ મને આવશ્યક સૂત્રમાં રત્નાધિક તરીકે વર્ણવ્યા છે. રત્નાધિકતાનો વિચાર પોતાની અપેક્ષિત રત્નાધિકતાને આશ્રયીને કરવાનો છે. રત્નાધિકતાની વ્યવસ્થા એ રીતે વિવક્ષિત છે. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ સામાચારીપ્રકરણમાં વિવેચન કર્યું છે. આશય એ છે કે સામાન્ય રીતે ઉત્તમોત્તમ ચારિત્રની આરાધના, સમ્યગ્દર્શનની શુદ્ધિમૂલક છે અને સમ્યગ્દર્શનની વિશુદ્ધિ સમ્યજ્ઞાનમૂલક છે. આ રીતે રત્નત્રયીની આરાધનામાં સમ્યજ્ઞાનનું પ્રાધાન્ય છે. એ જ્ઞાનનું પ્રદાન કરનારા પૂ. ગુરુદેવ સદાને માટે વિનયને યોગ્ય જ છે. ચારિત્રપર્યાયની અપેક્ષાએ વિદ્યાગુરુ મ. નાના હોય અને ભણનારા મોટા હોય તોપણ ભણનારને જ્ઞાનરત્નની અપેક્ષા હોવાથી, નાના પણ વિદ્યાગુરુ મ. જ્ઞાનની અપેક્ષાએ મોટા જ છે. તેથી મોટા એવા ભણનાર માટે, જ્ઞાનનું પ્રદાન કરવાનું સામર્થ્ય પૂ. વિદ્યાગુરુમાં હોવાથી તેઓશ્રી રત્નાધિક છે. નાના હોવા છતાં, પર્યાયથી મોટા એવા જ્ઞાનાર્થી માટે વંદનાદિ વિનયને યોગ્ય છે... ઇત્યાદિ સામાચારીપ્રકરણથી સમજી લેવું જોઈએ. ર૯-૧૩ ૧૭૪ વિનય બત્રીશી Page #178 -------------------------------------------------------------------------- ________________ લૌકિક દૃષ્ટાંતથી લોકોત્તર વિનયની કર્તવ્યતાનું સમર્થન કરાય છે– शिल्पार्थमपि सेवन्ते, शिल्पाऽऽचार्यं जनाः किल । ઘવાર્થી થઈ, વિદં પુનતતિક્રમ: //ર૧-૧૪માં શિન્વાર્થમિતિ–વ્ય: ર૧-૧૪. “શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સમજી શકાય એવો છે કે લોકો ખરેખર જ શિલ્પ સ્થાપત્ય વગેરે કલાઓના ગ્રહણ માટે શિલ્પાદિ કલાઓના જાણકાર એવા આચાર્યોની સેવા કરે છે. તો પછી ધર્મની પ્રાપ્તિ માટે ધર્મના યથાર્થ પ્રરૂપક એવા આચાર્યભગવંતોની સેવાનું ઉલ્લંઘન કઈ રીતે કરે ? અર્થાત્ ન જ કરે. સામાન્ય રીતે મિથ્યાત્વાદિના કારણે જેમનામાં વિશિષ્ટ વિવેક પ્રગટ્યો નથી, એવા લોકો માત્ર આ ભવમાં જ કામમાં આવનારી એવી કલાઓને પ્રાપ્ત કરવા માટે આક્રોશ, તિરસ્કાર, શિક્ષા વગેરેનાં અનેક કષ્ટો સહન કરવા પૂર્વક શિલ્પાચાર્ય વગેરેનો વિનય કરતા હોય છે. તો પછી જેઓ ખરેખર જ ધર્મના અર્થી છે, સમ્યગ્દષ્ટિ હોવાથી વિશિષ્ટ વિવેકથી સંપન્ન છે અને ધર્મને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે – એવા લોકોત્તર આત્માઓ ધર્માચાર્યોનો વિનય કેમ ન કરે? અર્થાત અવશ્ય કર્યા વિના ન રહે. એ સ્પષ્ટ છે. ર૯-૧૪. ઉપર જણાવેલી વાતનું સમર્થન કરાય છે– ज्ञानार्थं विनयं प्राहरपि प्रकटसेविनः । अत एवाऽपवादेनाऽन्यथा शास्त्रार्थबाधनम् ॥२९-१५॥ ज्ञानार्थमिति-अत एव ज्ञानादिग्रहणे विनयपूर्वकत्वनियमस्य सिद्धान्तसिद्धत्वादेवापवादेन ज्ञानार्थं प्रकटसेविनोऽपि विनयमाहुः, पर्यायादिकारणेष्वेतदन्तर्भावाद् । अन्यथा तथाविधकारणेऽपि तद्विनयानादरे शास्त्रार्थबाधनं शास्त्राज्ञाव्यतिक्रमः । तदुक्तं-“एयाइं अकुव्वंतो जहारिहं अरिहदेसिए मग्गे । ण हवइ પયગમતી સમરિમંતાવો તોસા || ા” રિ૧-૧૧|| “આથી જ પ્રકટ રીતે દોષનું સેવન કરનારા સાધુનો પણ અપવાદપદે જ્ઞાન માટે ભણનારાએ વિનય કરવો જોઇએ - એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. અન્યથા શાસ્ત્ર જણાવેલા અર્થનો બાધ થાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્ઞાનાદિનું ગ્રહણ વિનયપૂર્વક જ કરવું જોઈએ એવો નિયમ સિદ્ધાંત શાસ્ત્રઆગમ)થી સિદ્ધ થયેલો હોવાથી જ અપવાદે; જ્ઞાન માટે, પ્રકટ દોષને સેવનારા સાધુનો પણ વિનય કરવો જોઈએ. સામાન્ય રીતે સુવિદિત ગીતાર્થ પૂ. ગુરુભગવંતની પાસે જ ભણવું જોઈએ - એ ઉત્સર્ગમાર્ગ છે. પરંતુ એવા પૂ. ગુરુદેવશ્રીની પાસે ભણવાનું જયારે શક્ય ન જ બને ત્યારે પ્રકટ એક પરિશીલન ૧૭૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ રીતે મોટા દોષોને સેવનારા શિથિલાચારી સાધુ પાસેથી જ્ઞાન મેળવી લેવું જોઇએ. અને એ વખતે તેમનો વિનય પણ કરવો જોઇએ. આવી જ રીતે પર્યાયાદિથી નાના એવા સાધુ મહાત્માની પાસેથી જ્ઞાન મેળવતી વખતે પણ તેમનો વિનય અવશ્ય કરવો જોઇએ. અન્યથા; તેમના સિવાય બીજા પાસેથી જ્ઞાન મળી શકે એમ ન હોય અને પ્રકટ દોષને સેવનારા વગેરેથી જ જ્ઞાન મળતું હોય ત્યારે; ‘આ તો શિથિલાચારી અને નાના છે' - એમ સમજીને વંદનાદિ વિનય ન કરવામાં આવે તો, “જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રકટ દોષને સેવનારાદિનો પણ વિનય કરવો જોઇએ' - આ પ્રમાણે જણાવનારા શાસ્ત્રના અર્થનો(આજ્ઞાનો) બાધ થાય છે. અર્થાત્ એ મુજબ વિનય કરવામાં ન આવે તો, આજ્ઞાભંગનું પાપ લાગે છે. આ વિષયને એ અનુલક્ષીને શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિ વગેરેમાં જણાવ્યું છે કે - પૂર્વે જણાવ્યા મુજબ પ્રકટ રીતે દોષ સેવનારાદિનો; જ્ઞાનની પ્રાપ્તિ માટે વાચિક નમસ્કાર અંજલી વંદન વગેરે વિનય; શિથિલાચારી સાધુને યોગ્ય હોવા છતાં શ્રી અરિહંતપરમાત્માએ ઉપદેશેલા માર્ગમાં; જે સાધુઓ તે કરતા નથી તેમને શ્રી જિનશાસનમાં ભક્તિ નથી. ઉ૫૨થી અભક્તિ વગેરે દોષો લાગે છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. અપવાદસ્વરૂપે જણાવેલી વાત ઉત્સર્ગ-સ્વરૂપે સમજી ન લેવાય - એ અંગે ખાસ ખ્યાલ રાખવો. ૨૯-૧૫|| नन्वेवमपवादतोऽपि प्रकटप्रतिषेविणोऽग्रहिलग्रहिलनृपन्यायेन द्रव्यवन्दनमेव यदुक्तं तद्भङ्गापत्तिर्ज्ञानगुणबुद्ध्या तद्वन्दने भाववन्दनावतारादित्याशङ्क्य तदुक्तिप्रायिकत्वाभिप्रायेण समाधत्ते આ પ્રમાણે અપવાદથી પણ પ્રકટ રીતે દોષને સેવનારાદિનો જ્ઞાનાદિ માટે ‘અગ્રહિલગ્રહિલ’ ન્યાયથી (‘અગ્રહિલ-ગ્રહિલ' ન્યાયનું તાત્પર્ય એ છે કે પૂર્ણ નામના રાજા અને તેમના બુદ્ધિ નામના મંત્રીશ્વર હતા. કોઇ નૈમિત્તિકે કુવૃષ્ટિ થવાની ભવિષ્યવાણી ભાખી હતી. એ સાંભળીને રાજાએ ઉદ્ઘોષણા કરાવી કે બધાએ પાણીનો સંગ્રહ કરી લેવો. પણ કુવૃષ્ટિનું પાણી કોઇએ પીવું નહિ. ક્રમે કરી નગરના લોકોનો પાણીનો સંગ્રહ પૂરો થઇ ગયો અને તેઓએ કુવૃષ્ટિનું પાણી વાપર્યું. તેઓ ગાંડા થઇ ગયા. રાજા અને મંત્રીશ્વરે એ પાણી વાપર્યું નહિ. તેથી તેઓ ગાંડા થયા નહિ. પરંતુ નગરના લોકો તેમને ગાંડા માને છે અને પોતાને ડાહ્યા માને છે. એટલે રાજા અને મંત્રીશ્વર ગાંડા ન હોવા છતાં ગાંડા બની નગરના લોકોની જેમ જ વર્તવા લાગ્યા. તેથી નગરજનોએ તેમને ડાહ્યા માન્યા. કાલાંતરે સુવૃષ્ટિના પાણીના ઉપયોગથી બધું પૂર્વવત્ થઇ ગયું.) દ્રવ્યવંદન જ કરવાનું ‘ઉપદેશપદ'માં જે જણાવ્યું છે, તેનો ભંગ(વિરોધ) થવાની આપત્તિ આવે છે. કારણ કે અહીં જ્ઞાનગુણની પ્રાપ્તિના હેતુથી શિથિલાચારી આદિને વંદન કરવામાં તો ભાવવંદનનો જ પ્રસંગ આવે છે ‘ઉપદેશપદ'માં જણાવેલી વાત પ્રાયિક છે, તે જણાવાય છે— આવી શંકાનું સમાધાન કરતાં ૧૭૬ - વિનય બત્રીશી Page #180 -------------------------------------------------------------------------- ________________ न चैवमस्य भावत्वाद, द्रव्यत्वोक्ति विरुध्यते । सद्भावकारणत्वोक्ते, र्भावस्याऽप्यागमाऽऽख्यया ॥२९-१६॥ न चैवमिति-न चैवं ज्ञानार्थं प्रकटप्रतिषेविणोऽपि विनयकरणेऽस्य ज्ञानार्थविनयस्य भावत्वाद द्रव्यत्वोक्तिरापवादिकविनयस्योपदेशपदादिप्रसिद्धा विरुध्यते, भावस्यापि आगमाख्यया आगमनाम्ना सद्भावकारणत्वोक्तेः पुष्टालम्बनत्ववचनादस्वारसिककारणस्थल एवोक्तनियमादिति । भावलेशस्तु मार्गानुसारी यत्र क्वचिदपि मार्गोद्भासनार्थं वन्दनादि विनयार्हतानिमित्तमेव श्रूयते । यदुक्तं बृहत्कल्पभाष्ये-“दंसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तियं पासे । जिणपन्नत्तं भत्तीए पूयए तं तहिं भावं ।।१।।” ||२९-१६।। આ રીતે જ્ઞાન માટેના વંદન વગેરે સ્વરૂપ વિનય ભાવસ્વરૂપ હોવાથી તેને દ્રવ્યસ્વરૂપ વર્ણવનારાં વચનનો વિરોધ આવે છે – આવી શંકા નહિ કરવી જોઇએ. કારણ કે આગમશબ્દથી ભાવને પણ સદ્ભાવના કારણ સ્વરૂપે વર્ણવ્યો છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પ્રકટ પ્રતિસવી(શિથિલાચારી)નો જ્ઞાન માટે વિનય કરીએ ત્યારે જ્ઞાન માટે કરેલો વિનય ભાવસ્વરૂપ હોવાથી તેને દ્રવ્યસ્વરૂપ માનવાનું વિરુદ્ધ બનશે. ઉપદેશપદમાં અપવાદપદે કરેલા વિનયને દ્રવ્યસ્વરૂપે વર્ણવ્યો છે. તેથી તેનો અહીં વિરોધ આવે છે – એવી શંકા નહિ કરવી જોઇએ. કારણ કે ત્યાં ભાવને પણ (જ્ઞાનને પણ) આગમ શબ્દથી પુષ્ટાલંબન તરીકે વર્ણવ્યો છે. અર્થાતુ ત્યાં પણ દ્રવ્યવંદનાંતર્ગત ભાવનિમિત્તક વંદનનું વર્ણન છે જ. જયાં પ્રકટ પ્રતિસેવી વગેરેને વંદન કરવાનો પરિણામ ન હોય અને વંદન કરવું પડતું હોય ત્યાં જ દ્રવ્યવંદન માનવાનો નિયમ છે. બાકી તો મોક્ષમાર્ગને અનુસરનારો ભાવનો અંશ જ્યાં ક્યાંય પણ દેખાય તો તે મોક્ષમાર્ગના ઉભાસન (પ્રભાવના) માટે; વંદનાદિ વિનયની યોગ્યતાનું નિમિત્ત જ છે – એમ જણાવાયું છે. આ વસ્તુને જણાવતાં બૃહત્કલ્પભાષ્યમાં ફરમાવ્યું છે કે – સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય જ્યાં જેટલા પ્રમાણમાં દેખાય ત્યાં તે શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ભાવને ભક્તિથી પૂજવો જોઇએ. ઇત્યાદિ ઉપયોગપૂર્વક બરાબર સમજી લેવું જોઇએ. ૨૯-૧૬ll વિનયનું માહાભ્ય વર્ણવાય છે विनयेन विना न स्याज्जिनप्रवचनोन्नतिः । पयःसेकं विना किं वा, वर्धते भुवि पादपः ॥२९-१७॥ “વિનય વિના શ્રી જિનશાસનની ઉન્નતિ થતી નથી. પાણીનું સિંચન કર્યા વિના આ પૃથ્વી પર શું વૃક્ષ વધે ખરું?” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે વૃક્ષની વૃદ્ધિ માટે જેટલી આવશ્યકતા પાણીના સિંચનની છે, એટલી જ આવશ્યકતા શ્રી જિનશાસનની ઉન્નતિ માટે વિનયની છે. એક પરિશીલન ૧૭૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ જ્યારે જ્યારે પણ વિનયગુણની હાનિ થતી ગઇ ત્યારે ત્યારે શ્રી જિનશાસનની ઉન્નતિના બદલે તેની અપભ્રાજના થઇ છે. ગંગાનદી કઇ દિશામાં વહે છે - એ જાણવા માટે મોકલેલા પૂ. બાલ સાધુમહાત્માના અદ્ભુત વિનયથી રાજાને શ્રી જિનશાસનની પ્રત્યે ખૂબ જ બહુમાન થયેલું. એ વૃત્તાંત ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રવચનશક્તિ, તપની કઠોર સાધના, અસાધારણ વિદ્વત્તા અને સહજભાવે કરાતું વૈયાવૃત્ત્વ વગેરે ગુણો પણ વિનય વિના ફળને આપનારા બનતા નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પ્રભાવના વિનયથી થાય છે - આ વાત ખરેખર જ ધ્યાનમાં લીધા વિના ચાલે એવું નથી. કોણ જાણે કેમ આવું થાય છે એ સમજાતું નથી. લગભગ પ્રભાવનાને કરનારામાં વિનયનું આચરણ જોવા ન મળે. અહંકારનો લેશ પણ બીજાના અસ્તિત્વનો સ્વીકાર પણ કરવા ના દે તો પછી બીજાના વિનયની તો અપેક્ષા રખાય જ ક્યાંથી ? પાણીના સિંચન વિના વૃક્ષ વધે નહીં એ સમજી શકનારા વિનય વિના શ્રી જિનશાસનની ઉન્નતિ ન થાય એ સમજી શકતા નથી - એ એક આશ્ચર્ય જ છે ને ? ।।૨૯-૧૭ના વિનયને નહિ કરનારાને કેવો અપાય પ્રાપ્ત થાય છે તે દૃષ્ટાંતપૂર્વક જણાવાય છે— विनयं ग्राह्यमाणो यो, मृदूपायेन कुप्यति । उत्तमां श्रियमायान्तीं दण्डेनाऽपनयत्यसौ ॥ २९-१८।। “મૃદુ-અત્યંત કોમળ વચનોના ઉપાય વડે વિનયને શિખવાડવા છતાં જે ગુસ્સે થાય છે, તે સામે ચાલીને આવતી ઉત્તમ એવી લક્ષ્મીને લાકડીથી દૂર કરે છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. લક્ષ્મીને દૂર કરવાના દૃષ્ટાંતથી કહેવાનો આશય ચોક્કસ જ સમજી શકાય છે. એક તો લક્ષ્મીને બોલાવ્યા પછી પણ આવતી નથી. એના બદલે તે સામે ચાલીને આવતી હોય ત્યારે તેને આવકારવાના બદલે દૂર કરવાનું ખૂબ જ ખરાબ છે. એમાં પણ ઉપેક્ષા કરીને અથવા સામાન્ય તિરસ્કાર કરીને તેને દૂર કરવાના બદલે લાકડીથી દૂર કરવાનું અર્થાત્ લાકડીથી ફટકારીને તેને આવતી અટકાવવાનું તો ખૂબ જ ભયંકર છે. આવું જ વિનય માટે સમજવાનું છે. એક તો આપણી મેળે આપણે વિનય કરતા નથી. સામે ચાલીને આપણને ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રી વિનય શિખવાડે ત્યારે શીખી લેવાના બદલે કે મૌનપણે સાંભળી લેવાના બદલે આપણે ગુસ્સે થઇ જઇએ : એ કેટલું ખરાબ છે - એ આપણે જ વિચારવું જોઇએ ને ? લક્ષ્મીના વિષયમાં સમજવાનું સાવ સરળ છે. પરંતુ વિનયના વિષયમાં સમજવાનું ઘણું જ અઘરું છે. આમ થવાનું કારણ બુદ્ધિની અલ્પતા નથી, પરંતુ વાસ્તવિક અનર્થીપણું છે. વિનયનું અર્થીપણું કેળવી લઇએ તો તેને ગ્રાહ્ય બનાવનારા પૂ. ગુરુભગવંત પ્રત્યે કોપ નહીં આવે. સંભવ છે કે કોઇ વાર કઠોર ઉપાયે કરી તેઓશ્રી વિનયને શિખવાડે ત્યારે કોપ વિનય બત્રીશી ૧૭૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ આવે, પરંતુ મૃદુ ઉપાય વડે જયારે તેઓશ્રી વિનય ગ્રહણ કરાવે ત્યારે કોપ કઈ રીતે આવે? વિનયની અર્થિતાનો અભાવ ન હોય તો એ શક્ય નથી... ઇત્યાદિ વિચારવું જોઈએ. /ર૯-૧૮ વિનીત અને અવિનીતને પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કરાય છે त्रैलोक्येऽपि विनीतानां, दृश्यते सुखमङ्गिनाम् । त्रैलोक्येऽप्यविनीतानां, दृश्यतेऽसुखमङ्गिनाम् ॥२९-१९॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “ત્રણેય લોકમાં વિનયસંપન્ન આત્માઓને સુખની પ્રાપ્તિ થતી દેખાય છે. તેમ જ ત્રણેય લોકમાં વિનયથી રહિત આત્માઓને અસુખ-દુઃખની પ્રાપ્તિ થતી દેખાય છે.” આ લોકમાં અને પરલોકમાં વિનયસંપન્ન આત્માઓને સુખની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે અર્થ અને કામથી પ્રાપ્ત થતું લોકપ્રસિદ્ધ સુખ પણ વિનયી જનોને પ્રાપ્ત થતું હોય છે. ગમે તેટલાં સુખનાં સાધનોનો પરિભોગ હોય પરંતુ તે વખતે કોઈ તિરસ્કારાદિ કરે તો સુખનો અનુભવ થતો નથી. વિનયવંત આત્માઓનો પ્રાયઃ કોઇ તિરસ્કારાદિ કરતું ન હોવાથી અલ્પ સુખસામગ્રીમાં પણ એ વખતે તેઓ સુખનો અનુભવ કરે છે. વિનયના કારણે તે જીવોને જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત થવાથી આત્મિક સુખની પણ પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં મોક્ષ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે, જે પરમસુખાનુભવનું કારણ બને છે. આથી તદ્દન જ વિપરીત રીતે અવિનીત આત્માઓને સર્વત્ર સદાને માટે દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. સર્વત્ર તિરસ્કારને પાત્ર બનવાથી સુખનો અનુભવ થતો નથી. જ્ઞાનાદિ ગુણો પણ તેઓને પ્રાપ્ત થતા ન હોવાથી ભવાંતરમાં પણ મોક્ષાદિની પ્રાપ્તિ થતી નથી.. ઇત્યાદિ અન્યત્રથી જાણી લેવું. ૨૯-૧લા. સુખનું પ્રયોજક એવું ગૌરવ પણ વિનયથી જ પ્રાપ્ત થાય છે : એ જણાવાય છે ज्ञानादिविनयेनैव, पूज्यत्वाऽऽप्तिः श्रुतोदिता । गुरुत्वं हि गुणाऽपेक्षं, न स्वेच्छामनुधावति ॥२९-२०॥ “જ્ઞાનાદિનો વિનય કરવાથી જ પૂજ્યત્વની પ્રાપ્તિ થાય છે - એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. કારણ કે ગુરુત્વ-પૂજયત્વ ગુણની અપેક્ષાવાળું છે. આપણી પોતાની ઇચ્છાથી કાંઈ પૂજયત્વદોડતું આવતું નથી.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં ફરમાવ્યું છે કે ગુણોથી પૂજય થવાય છે, સાધુ થવાય છે. ક્રોધ, અહંકાર વગેરે દોષોનો ત્યાગ કરી ક્ષમા, નમ્રતા, વિનય, વિવેક વગેરે ગુણોને જે પ્રાપ્ત કરે છે; તે આત્માઓમાં સાધુતા-પૂજયતા આવે છે. પૂજયતા-સાધુતા વગેરે સ્વભાવથી નથી આવતી કે જાતિ, કુળ, વેશ એક પરિશીલન ૧૭૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ આદિથી સંબદ્ધ નથી. વિનયાદિ ગુણોને લઈને એની પ્રાપ્તિ થાય છે. ગુણસાપેક્ષ વસ્તુ ગુણના અભાવમાં ન જ મળે – એ સમજી શકાય છે. ર૯-૨૦ના સામાન્યથી વિનયના વિષયનું નિરૂપણ કરીને હવે તેના મુખ્ય વિષયનું નિરૂપણ કરાય છે– विनये च श्रुते चैव, तपस्याचार एव च । ચતુર્વિધ સમાધિસ્તુ, તો મુનિપુર્વેઃ ર૧-૨૦ શ્રી દશવૈકાલિક સૂત્રના અનુસાર અહીં આ એકવીસમા શ્લોકથી ચાર સમાધિનાં સ્થાનો વર્ણવ્યાં છે. આત્માને જેને વિશે પૂ. જિતેન્દ્રિય સાધુ મહાત્માઓ રમણતા કરાવે છે, તેને સમાધિ કહેવાય છે. આવાં સમાધિ-સ્થાનો ચાર છે. વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ – આ ચાર સમાધિના દરેકના ચાર ચાર પ્રકાર છે. આ પ્રમાણે સમાધિસ્વરૂપ વિશેષ વિનયનું અહીં વર્ણન કરાય છે. સામાન્યતઃ વિનયનું નિરૂપણ આ પૂર્વે કર્યું છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વિનય, શ્રત, તપ અને આચારને વિશે મુનીશ્વરોએ ચાર પ્રકારની સમાધિ વર્ણવી છે. ૨૯-૨૧ વિનયસમાધિના ચાર પ્રકાર જણાવાય છે शुश्रूषति विनीतः सन्, सम्यगेवाऽवबुध्यते । यथावत्कुरुते चाऽथ मदेन च न माद्यति ॥२९-२२॥ વિનીત બનીને ગુરુના અનુશાસનને સાંભળવા ઇચ્છે છે. વિનીત થઈને સારી રીતે જાણે છે. સાંભળેલા તત્ત્વને શાસ્ત્રાજ્ઞા મુજબ કરે છે અને મદથી છકી જતો નથી.” – આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિનયમાં સમાધિ ચાર પ્રકારની છે. ભવનિસ્તારક પૂ. ગુરુભગવંત જ્યારે જ્યારે પણ આપણું અનુશાસન કરે ત્યારે ત્યારે તે અનુશાસન સ્વરૂપ વચનને વિનયપૂર્વક સાંભળવાની જે ઇચ્છા છે, તે વિનયસમાધિનો પહેલો પ્રકાર છે. ધાર્યા કરતાં ઘણું અઘરું કામ છે, શુશ્રુષા સ્વરૂપ પ્રથમ વિનયસમાધિને પ્રાપ્ત કરવાનું. આપણી ઇચ્છા મુજબ પૂ. ગુરુદેવશ્રીનાં બીજાં બધાં જ કામો કરવાનું તો હજી ય ફાવે પરંતુ તેઓશ્રીના હિતકર એવા વચનને સાંભળવાની ઈચ્છા પ્રાપ્ત કરવાનું લગભગ મન જ થતું નથી. એ વિનયસમાધિની પ્રાપ્તિ થઈ જાય તો બીજા વિનયસમાધિના પ્રકારો તો સરળતાથી પ્રાપ્ત થઈ શકે એમ છે. જે કાંઈ તકલીફ છે તે આ શુશ્રુષાની છે. સાંભળવા માટે નહિ ટેવાયેલા આત્માઓને આ સમાધિ મળતી ન હોવાથી તેમનું સમગ્ર જીવન અસમાધિમાં જ વીતે છે. શુક્રૂષાની પ્રાપ્તિ થવાથી પૂ. ગુરુદેવશ્રીના પરમતારક અનુશાસનના શ્રવણથી અનુશાસનના તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે વિનયસમાધિનો બીજો પ્રકાર છે. એ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાથી તદનુસાર જે ૧૮૦ વિનય બત્રીશી Page #184 -------------------------------------------------------------------------- ________________ આચરણ કરાય છે તે વિનયસમાધિનો ત્રીજો પ્રકાર છે અને ચોથો પ્રકાર તે છે કે આવા પ્રકારનું ઉત્તમ ચારિત્ર હું પાળું છું, દેવો પણ મને વંદન કરે છે... ઇત્યાદિ રૂપે મદ ન કરે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૯-૨૨ વિનયસમાધિનું નિરૂપણ કર્યું. હવે શ્રુતસમાધિનું વર્ણન કરાય છે— श्रुतमेकाग्रता वा मे, भावितात्मानमेव वा । स्थापयिष्यामि धर्मेऽन्यं, वेत्यध्येति सदागमम् ॥२९-२३॥ “મને શ્રુતની પ્રાપ્તિ થશે, મારા ચિત્તની એકાગ્રતા થશે, મારા આત્માને ભાવિત બનાવી તેને ધર્મમાં સ્થાપન કરીશ, અથવા અન્ય જીવોને ધર્મમાં જોડીશ. આવી ભાવનાથી સુંદર આગમનું અધ્યયન કરે તે શ્રુતસમાધિનો અનુક્રમે પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ પ્રકાર છે.” - આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક આગમનું અધ્યયન કરવું... તે શ્રુતસમાધિ છે. શ્રી જિનાગમના અધ્યયન પાછળના આશયવિશેષને લઇને તે શ્રુતસમાધિના ચાર પ્રકાર છે. શાસ્ત્રજ્ઞાન મળે : આ ભાવનાથી જે આગમ ભણે તે પૂ. સાધુ મહાત્માને પ્રથમ શ્રુતસમાધિ પ્રાપ્ત થાય છે. શ્રુતનો અભ્યાસ કરવાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એ એકાગ્રતાને પામવાની ભાવનાથી કરાતું આગમનું અધ્યયન : એ શ્રુતસમાધિનો બીજો પ્રકાર છે. એકાગ્રચિત્તે સદાગમનું આ રીતે અધ્યયન કરવાથી આત્મા ધર્મથી ભાવિત બને છે, જેથી આત્મા ધર્મમાં સ્થિર બને છે. આ સ્થિરતાને પ્રાપ્ત કરાવવાની ભાવનાથી કરાતું અધ્યયન શ્રુતસમાધિનો ત્રીજો પ્રકાર છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની શ્રુતસમાધિને પ્રાપ્ત કરી ચોથો પ્રકાર ત્યારે પ્રાપ્ત કરી શકાય છે કે જ્યારે આગમના અધ્યયનની પૂર્વે, યોગ્ય જીવોને તે તે ધર્મસ્થાનમાં જોડીશ – એવી ભાવના થઇ હોય. અર્થાત્ આ ભાવનાના યોગે કરાતું આગમનું અધ્યયન શ્રુતસમાધિનો ચોથો પ્રકાર છે. અહીં એ યાદ રાખવું જોઇએ કે પૂર્વેની ત્રણ ભાવનાઓથી સહિત જ ચોથી ભાવના શ્રુતસમાધિ છે. પરંતુ માત્ર બીજાઓને ધર્મમાં જોડવાની ભાવના હોય તો તે શ્રુતસમાધિનો પ્રકાર નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ।।૨૯-૨૩ા હવે ક્રમપ્રાપ્ત તપ અને આચાર સમાધિનું વર્ણન કરાય છે— कुर्यात् तपस्तथाऽऽचारं, नैहिकाऽऽमुष्मिकाऽऽशया । ' कीर्त्याद्यर्थं च नो किंतु, निष्कामो निर्जराकृते ।।२९-२४।। તપ તથા આચાર; આ લોકની આશંસાએ, પરલોકની આશંસાએ અને કીર્ત્તિ વગેરેની ઇચ્છાએ ક૨વો ન જોઇએ. પરંતુ નિષ્કામભાવે માત્ર નિર્જરા માટે કરવો જોઇએ.” – આ પ્રમાણે એક પરિશીલન ૧૮૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ચોવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે બાર પ્રકારનો અનશનાદિ તપ છે અને મહાવ્રતાદિના પાલન સ્વરૂપ આચાર(સાધ્વાચાર) છે, જે અનુક્રમે સમાધિનો ત્રીજો અને ચોથો પ્રકાર છે. એ બંન્ને સમાધિના ચાર ચાર પ્રકાર આ શ્લોકથી વર્ણવ્યા છે. લબ્ધિ પૂજા આદિ આ લોક સંબંધી ફળની અપેક્ષાએ તપ કરવો ના જોઇએ અને આચાર પાળવો ના જોઇએ. અર્થાતુ આ લોક સંબંધી કોઈ પણ ફળની અપેક્ષા વિના તપ કરવો જોઇએ અને આચાર પાળવો જોઇએ - આ તપસમાધિનો અને આચારસમાધિનો પહેલો પ્રકાર છે. આવી જ રીતે પરલોકમાં દેવ, દેવેન્દ્ર કે ચક્રવર્તી વગેરે થવાદિની ઇચ્છા વિના તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ - આ તપસમાધિ અને આચારસમાધિનો બીજો પ્રકાર છે. કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લાઘાદિની ઈચ્છાથી તપ કરવો ના જોઇએ અને આચાર પણ પાળવા ના જોઇએ. સર્વ દિશામાં થતી પ્રશંસા, એક દિશામાં થતી પ્રશંસા, દિશાના અદ્ધભાગમાં થતી પ્રશંસા અને માત્ર પોતાના સ્થાનમાં થતી પ્રશંસા; અનુક્રમે કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લાઘા સ્વરૂપ છે. તે કીર્તિ વગેરેની ઇચ્છા વિના જ તપ કરવો જોઇએ અને આચાર પાળવો જોઇએ. આ તપસમાધિનો અને આચારસમાધિનો ત્રીજો પ્રકાર છે. તેમ જ કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના માત્ર શુભાશુભ કર્મની નિર્જરા માટે તપ કરવો જોઇએ અને આચાર પાળવો જોઇએ. આ પ્રમાણે તપસમાધિ અને આચારસમાધિનો ચોથો પ્રકાર થાય છે. ચારે ય સમાધિનો વિચાર કરીએ તો સમજાશે કે તપ અને આચારની આરાધના કરતી વખતે માત્ર નિર્જરાનું ધ્યેય રાખવાનું અનિવાર્ય છે. સુખનું અર્થીપણું ગયા વિના નિર્જરાનું અર્થીપણું આવે એવું નથી. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ તપ અને આચારની આરાધનામાં અવરોધ જ સુખના અર્થીપણાનો છે. તપ અને આચાર સમાધિ, એ માટે ચોક્કસ દિશાસૂચન કરે છે. સુખની ઇચ્છા કરેલા ધર્મને પણ નિષ્ફળ બનાવે છે. ૨૯-૨૪ વિનયવિશેષનું નિરૂપણ કર્યું. હવે તેના ફળનું વર્ણન કરાય છે– इत्थं समाहिते स्वान्ते, विनयस्य फलं भवेत् । स्पर्शाख्यं स हि तत्त्वाप्तिर्बोधमात्रं परः पुनः ॥२९-२५॥ આ રીતે વિનયાદિ ચાર સમાધિથી યુક્ત ચિત્ત થયે છતે સ્પર્શ નામનું વિનયનું ફળ પ્રાપ્ત થાય છે. તત્ત્વની સમ્માતિ(નિશ્ચયાત્મક જ્ઞાન)ને અહીં સ્પર્શ કહેવાય છે. સ્પર્શથી બીજું બધું જ્ઞાન માત્ર બોધસ્વરૂપ છે.” - આ પ્રમાણે પચ્ચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિશિષ્ટ વિનયરૂપ ચાર સમાધિથી યુક્ત મન થયે છતે, વિનયના ફળ સ્વરૂપે સ્પર્ધાત્મક બોધ પ્રાપ્ત થાય છે. વસ્તુના પારમાર્થિક સ્વરૂપના સુદઢ નિશ્ચયાત્મક જ્ઞાનને સ્પર્શજ્ઞાન કહેવાય છે. જે વસ્તુમાં કોઈ પણ ધર્મનો આરોપ કર્યા વિના તેના મૂળભૂત સ્વરૂપનો યથાર્થ બોધ છે, તેને ૧૮૨ વિનય બત્રીશી Page #186 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શજ્ઞાન કહેવાય છે. વસ્તુને સ્પર્શે છે તેથી તે સ્પર્શ છે. તેથી હેયમાં હેયત્વની બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેયત્વની બુદ્ધિ ચોક્કસપણે થાય છે. અર્થાત્ વસ્તુના સ્વરૂપનો બોધ સંવેદનાત્મક થાય છે. તે ક્રમે કરીને પ્રવૃત્તિ કે નિવૃત્તિ સ્વરૂપ કાર્યમાં પરિણમે છે. વસ્તુનું જ્ઞાન હોવું અને વસ્તુનું કાર્યપરિણત જ્ઞાન હોવું એ બેમાં ઘણો ફરક છે. નિશ્ચય-વ્યવહાર ઉત્સર્ગોપવાદ વગેરે અનેકની અપેક્ષાએ વસ્તુના વિશુદ્ધ સ્વરૂપને સ્પર્શે એવા બોધને છોડીને બીજો બધો બોધ, બોધમાત્ર છે. અર્થાત તેથી કોઈ કાર્ય થતું નથી... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઇએ. સામાન્યતઃ જાણવું અને એ મુજબ પ્રતીતિ થવી, એમાં વિશ્વાસ બેસવો : એમાં જે ફરક છે, તે સમજી શકાય એવું છે. ર૯-૨પા. સ્પર્શજ્ઞાનના ફળનું વર્ણન કરાય છે– अक्षेपफलदः स्पर्शस्तन्मयीभावतो मतः । यथा सिद्धरसस्पर्शस्ताने सर्वाऽनुवेधतः ॥२९-२६॥ જેમ સિદ્ધરસનો સ્પર્શ તાંબામાં બધે અનુવેધ થવાથી વિલંબ વિના ફળને આપે છે તેમ સ્પર્શસ્વરૂપ બોધ ધ્યેયની સાથે તન્મય થવાથી વિના વિલંબે ફળને આપનાર બને છે.” – આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેમ તાંબામાં સિદ્ધરસનો સ્પર્શ સર્વદશમાં(પ્રદેશ પ્રદેશ) થવાથી સુવર્ણભાવને પ્રાપ્ત કરે છે, તેમ સ્પર્શસ્વરૂપ જ્ઞાન આત્માના સવદશે વ્યાપી જવાથી અર્થ-કામાદિ હેય પદાર્થોથી આત્મા બધી રીતે દૂર થાય છે. મોક્ષ અને તેના સાધનભૂત જ્ઞાનાદિમાં તન્મય બને છે. ભાવસેિન્દ્રસ્વરૂપ સ્પર્શાખ્ય તત્ત્વ-સમ્રાપ્તિના સવનુવેધથી આત્મા પરમાત્મભાવને પ્રાપ્ત કરે છે. આ વિષયને વર્ણવતાં શ્રી ષોડશકપ્રકરણમાં (૮-૮માં) ફરમાવ્યું છે કે મહાન ઉદય છે જેનાથી એવા ભાવસેિન્દ્રથી(સ્પર્શયોગથી) કાલક્રમે જીવસ્વરૂપ તાંબામાં પરમ કોટીની સિદ્ધસ્વરૂપ સુવર્ણભાવની પ્રાપ્તિ થાય છે. આત્મા પરમાત્મા બને છે. આ બધા ભાવોની પ્રાપ્તિના મૂળમાં વિનયસમાધિ વગેરે ચાર સમાધિની પ્રાપ્તિ છે, જેનું અંતિમ ફળ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. ૨૯-૨૬ll આથી જે સિદ્ધ થયું છે તે જણાવાય છે– इत्थं च विनयो मुख्यः, सर्वानुगमशक्तितः । मिष्टान्नेष्विव सर्वेषु, निपतन्त्रिक्षुजो रसः ॥२९-२७॥ આ પૂર્વે જણાવ્યા મુજબ બધી જ આરાધના વિનયપૂર્વકની હોય તો જ તે પોતાના ફળને આપનારી બને છે. તેથી “આ રીતે બધામાં અનુગમશક્તિને આશ્રયીને વિનય જ મુખ્ય છે. એક પરિશીલન ૧૮૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ જેમ બધા મિષ્ટાન્નમાં મધુરરસ મુખ્યરૂપે પડ્યો છે, તેમ સર્વત્ર વિનયનું મુખ્યત્વ છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. સર્વત્ર વ્યાપીને રહેવાનું જે સામર્થ્ય છે તેને સર્વાનુગમ શક્તિ કહેવાય છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે જેમ મિષ્ટાન્નમાં અનેક દ્રવ્યો હોવા છતાં બધાં જ મિષ્ટાન્નમાં મધુર રસ તો હોય જ. એ જો ન હોય તો મિષ્ટાન્નને મિષ્ટાન્ન જ કહેવાય નહિ, કારણ કે તેથી મિષ્ટાન્નનું સ્વરૂપ જ રહેતું નથી. આવી જ રીતે જ્ઞાન દર્શન ચારિત્ર તપ વગેરેની આરાધનામાં, મિષ્ટાન્નોમાં પડેલા મધુરરસની જેમ વિનય રહેલો છે. તે, દરેક આરાધનામાં મુખ્ય છે. એ જો ન હોય તો જ્ઞાનાદિ આરાધનાનું સ્વરૂપ જ નાશ પામે છે. જ્યાં પોતાનું સ્વરૂપ જ ન હોય ત્યાં તેના કાર્યનું અસ્તિત્વ ક્યાંથી હોય? ર૯-૨શા વિનયથી જેમ ગુણની પ્રાપ્તિ થાય છે; તેમ દોષોનો ક્ષય થાય છે, તે જણાવાય છે– दोषाः किल तमांसीव, क्षीयन्ते विनयेन च । प्रसृतेनांशुजालेन, चण्डमार्तण्डमण्डलात् ॥२९-२८॥ પ્રખર એવા સૂર્યબિંબમાંથી પ્રસરેલાં કિરણોના સમુદાયથી જેમ અંધકાર દૂર થાય છે તેમ વિનય વડે ખરેખર જ દોષો ક્ષય પામે છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અંધકારને દૂર કરવાનું પ્રચંડ સામર્થ્ય સૂર્યનાં કિરણોમાં છે. એના પ્રસારથી અંધકાર દૂર થાય છે એ સમજી શકાય છે. એવી રીતે જ આત્માના સઘળાય દોષોને દૂર કરવાનું સામર્થ્ય વિનયમાં છે. વિષય, કષાય અને મોહ વગેરે દોષોને દૂર કરવાનું સામર્થ્ય વિનયમાં છે. વિનયથી પ્રાપ્ત થયેલ અને પરિણત થયેલ સમ્યજ્ઞાન વગેરેથી એ અજ્ઞાનાદિમૂલક સર્વ દોષો નાશ પામે છે. કુરગડુ મુનિ વગેરે મહાત્માઓએ જે રીતે વિનયથી દોષોનો ક્ષય કર્યો છે, તેનું અનુસંધાન કરવાથી તેમ જ કુલવાલક મુનિ વગેરે આત્માઓના દોષો; ઘોર સાધના કરવા છતાં ક્ષય પામ્યા નહીં, એનું અનુસંધાન કરવાથી સમજી શકાશે કે વિનયથી દોષોનો ક્ષય કઈ રીતે થાય છે. ૨૯-૨૮ વિનય વિના પ્રાપ્ત કરેલા શ્રુતજ્ઞાનની અનર્થકારિતા જણાવાય છે. આશય એ છે કે આ પૂર્વે એ જણાવ્યું છે કે વિનયપૂર્વક ગ્રહણ કરેલું શ્રુતજ્ઞાન, વિના વિલંબે વિવક્ષિત ફળનું કારણ બને છે. હવે એ જણાવાય છે કે વિનય વિના ગ્રહણ કરેલું શ્રુતજ્ઞાન વિવક્ષિત ફળને તો આપતું નથી, પણ અનર્થકારી બને છે– श्रुतस्याऽप्यतिदोषाय, ग्रहणं विनयं विना । યથા મહાનિથાનસ્ય, વિના સાથનસન્નિધિમ્ /ર૦-૨૧ ૧૮૪ વિનય બત્રીશી Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનું તાત્પર્ય એ છે કે વિનય વિના જો શ્રુતનું ગ્રહણ કરવામાં આવે તો દેવતાદિના કોપના કારણે અત્યંત ભયંકર દોષનો પ્રસંગ આવે છે. યોગ્ય પૂજાદિ ઉપચારાદિ સાધનના સન્નિધાન વિના જ મહાનિધાનનું ગ્રહણ કરવામાં આવે તો તે જેમ અત્યંત દોષ માટે થાય છે, તેમ અહીં પણ વિનય વિના શ્રતના પ્રહણમાં અત્યંત દોષ થાય છે. ભૂમિ વગેરે સ્થાને દાટેલા નિધાન જયારે ગ્રહણ કરાય છે ત્યારે સામાન્યથી એની આગળ ધૂપ દીવો વગેરે કરાય છે. તેના અધિષ્ઠાયક દેવાદિને જણાવવાપૂર્વક પછી જ આદરપૂર્વક લઈ જવાય છે. આવા પ્રકારનો પૂજાદિ ઉપચાર કર્યા વિના જો ગ્રહણ કરવામાં આવે તો દેવતા કે સાદિનો ઉપદ્રવ થતો હોય છે, જે અત્યંત દોષ માટે થાય છે. એવી રીતે વિનય વિના જો શ્રુતનું ગ્રહણ કરવામાં આવે તો શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઉન્માદ, સન્નિપાત, ધર્મથી ભ્રષ્ટ અને મરણ વગેરે દોષોની પ્રાપ્તિ થાય છે. તેથી શાસ્ત્રીય મર્યાદાએ યોગ્ય જગ્યાએ બેસીને વંદનાદિ વિનયપૂર્વક અંજલી કરીને શ્રુતનું ગ્રહણ કરવું જોઈએ. આ અંગેના વિનયનું વર્ણન શ્રી આવશ્યકસૂત્રની નિર્યુક્તિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે ગ્રંથમાં વિસ્તારથી છે, ત્યાંથી તે જાણી લેવું જોઈએ. અહીં તો માત્ર પ્રકૃતોપયોગી જ વર્ણન કર્યું છે. //ર૯-૨૯ો. વિનયના પ્રાધાન્યનું સમર્થન કરાય છે विनयस्य प्रधानत्वद्योतनायैव पर्षदि । तीर्थं तीर्थपति नत्वा, कृतार्थोऽपि कथां जगौ ॥२९-३०॥ શ્લોકાર્થ અને એનો આશય સ્પષ્ટ છે. સર્વ યોગોમાં વિનયની પ્રધાનતા છે - એ જણાવવા માટે, શ્રી તીર્થંકર પરમાત્મા બાર પર્ષદામાં સ્વયં કૃતાર્થ હોવા છતાં તીર્થને નમસ્કાર કરીને દેશના કરે છે. શ્રી તીર્થંકરપરમાત્મા કેવલજ્ઞાની હોવાથી સ્વયં કૃતાર્થ છે. તેઓશ્રીને વિનયાદિ કોઈ પણ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. તેઓશ્રી વિનયાદિ ન કરે તો તેઓશ્રીને કોઈ દોષની પ્રાપ્તિ થવાની નથી કે કોઈ પણ ગુણની હાનિ થવાની નથી. આમ છતાં સમવસરણમાં બાર પર્ષદાની આગળ ધર્મદિશના ફરમાવતાં પૂર્વે શ્રી તીર્થંકરપરમાત્મા “નમો નિત્યસ' કહીને તારક તીર્થને નમસ્કાર કરે છે. એની પાછળનો આશય “સર્વ યોગોમાં વિનયનું પ્રાધાન્ય જણાવવાનો છે. આથી સમજી શકાશે કે સર્વથા કૃતકૃત્ય થયેલા શ્રી તીર્થંકર પરમાત્મા પણ જો વિનયને કરતા હોય તો આપણા જેવા અકૃતાર્થ આત્માઓને વિનય આચરવાનું સર્વથા અનિવાર્ય છે. સ્વચ્છંદતા અને ઉદ્ધતપણું આ બંન્ને દોષો ખૂબ જભયંકર છે. સર્વથા વિનયપૂર્ણ જીવનને જીવ્યા વિના એ દોષોથી દૂર રહી શકાય એવું નથી. એક રીતે જોઇએ તો ખૂબ જસરળ જણાતો વિનય પણ બીજી રીતે ખૂબ જ વિકટ છે. પરંતુ એને આત્મસાત્ કરવા સિવાય બીજો કોઇ ઉપાય પણ નથી. આત્મસ્વભાવને પ્રકટ કરવા માટે એ જ એક ઉપાય છે. ૨૯-૩ના. એક પરિશીલન ૧૮૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુળવાસમાં રહીને વિનય કરવાના બદલે શુદ્ધભિક્ષાદિના પ્રાધાન્યને સ્વીકારનારા, ગુરુકુળવાસનો ત્યાગ કરી વિનયનો અપલાપ કરે છે. તેમની પ્રત્યે વિનયનું પ્રાધાન્ય જણાવાય છે– छिद्यते विनयो यैस्तु, शुद्धोञ्छादिपरैरपि । तैरप्यग्रेसरीभूय, मोक्षमार्गो विलुप्यते ॥२९-३१॥ “નિદષભિક્ષા વગેરેમાં તત્પર એવા પણ જે લોકો વડે વિનયનો ઉચ્છેદ કરાય છે, તેઓ વડે પણ આગળ થઈને મોક્ષમાર્ગનો લોપ કરાય છે.” – આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે અનેક રીતે વિનયનું પ્રાધાન્ય વર્ણવ્યું. એનો વિચાર કરીએ તો વિનયની ઉપાદેયતા કે મુખ્યતાના વિષયમાં શંકા પડવાનું ખરેખર જ કોઈ કારણ નથી. પરંતુ વિનય કરવા માટે સૌથી પ્રથમ ગુરુકુળવાસમાં રહેવું આવશ્યક છે. પણ કેટલાક પોતાની ઇચ્છા મુજબ જીવનારા સાધુઓ માનતા હોય છે કે – “ગુરુકુળવાસમાં રહેવાથી ભિક્ષાસંબંધી, વસતિસંબંધી કે સ્વાધ્યાયસંબંધી અનેક દોષો લાગે છે. તેથી વિનય કરતાં પણ શુદ્ધચ્છા, નિર્દોષ વસતિ અને સ્વાધ્યાય વગેરેનું પ્રાધાન્ય છે. અને તેથી તેઓ વિનયને ગૌણ કરી શુદ્ધોછાદિમાં તત્પર રહે છે. ગુરુકુળવાસનો ત્યાગ કરે છે તેમ જ વિનયથી વિમુખ થાય છે. આવા સાધુઓ ગમે તેટલું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતા હોય તોપણ ખરેખર તો આગળ થઈને અર્થાત મોખરે રહીને તેઓ મોક્ષમાર્ગનો લોપ કરે છે. મોક્ષમાર્ગનો નાશ કરવા માટે નેતૃત્વ ધારણ કરે છે. ગુરુકુળવાસાદિસ્વરૂપ વિનયથી રહિત શુદ્ધભિક્ષા, નિર્દોષ વસતિ, ઉગ્રતા-વિહાર અને સ્વાધ્યાયાપ્રમત્તતાદિ ગુણો પણ ધર્માભાસ(ગુણાભાસ) સ્વરૂપ છે, વાસ્તવિક નથી. આભાસિક ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ઉપરથી મોક્ષમાર્ગનો લોપ થાય છે. છઠ્ઠ અઠ્ઠમ આદિ તપની આરાધના કરે પણ ગુરુદેવશ્રીના વચનને ન માને તો તે જીવોનો અનંત સંસાર વધે છે. ગમે તેટલા બહુશ્રુત હોય પરંતુ વિનયથી રહિત એવા શ્રદ્ધાસંવેગ વગરના તેઓ ચારિત્રની આરાધના કરતા નથી. ચારિત્રથી પડેલા એવા તેઓ સંસારમાં ભટકે છે... ઇત્યાદિ વિચારવું. l/ર૯-૩૧ી. પ્રકૃતાર્થના નિરૂપણનું સમાપન કરાય છે– नियुङ्क्ते यो यथास्थानमेनं तस्य तु सन्निधौ । स्वयंवरा समायान्ति परमानन्दसम्पदः ॥२९-३२॥ શિષ્ટમર્થ અષ્ટમ્ IIQરા. આ વિનયને; સ્થાનને અનુરૂપ જે જોડે છે, તેની પાસે પરમાનંદની સંપત્તિ પોતાની મેળે સામેથી આવે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. એનું કહેવાનું તાત્પર્ય એ છે કે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુકૂળ; પોતાનું સામર્થ્ય અને પોતાના સંયોગોને ૧૮૬ વિનય બત્રીશી Page #190 -------------------------------------------------------------------------- ________________ અનુરૂપ તેમ જ નાના મોટા તથા તેમની આવશ્યકતા વગેરેનો વિવેક કરીને જે વિનય કરે છે તેને સત્ત્વર મોક્ષસ્વરૂપ પરમાનંદસંપત્તિ સામેથી જ પ્રાપ્ત થાય છે. અહીં યાદ રાખવું જોઇએ કે બધાય યોગોમાં જેમ વિનયગુણની મુખ્યતા છે તેમ તેટલી જ મુખ્યતા વિવેકની પણ છે. જેમનો આપણે વિનય કરવાની ઇચ્છા રાખતા હોઇએ તે પૂજય વ્યક્તિને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કયા અનુકૂળ છે અને કયા પ્રતિકૂળ છે – એનો વિચાર કરવા પૂર્વક વિનય કરવો જોઇએ. વસ, પાત્ર, શયા, આસન, અશન, પાન વગેરે દ્રવ્ય છે. લખવા, વાંચવા, બેસવા, ઊઠવા, ઊંધવા વગેરેની જગ્યા ક્ષેત્ર છે. તે તે કાર્ય કરવાના સમય સ્વરૂપ કાળ છે અને તેઓશ્રીની શરીર કે મન વગેરેની અવસ્થા ભાવ છે. અનુકૂળ દ્રવ્યાદિને આશ્રયીને અને પ્રતિકૂળ દ્રવ્યાદિના વર્જનને આશ્રયીને વિવેકપૂર્વક વિનય કરવો જોઈએ. વિનય માટે યોગ્ય વ્યક્તિ(પૂજનીય)ઓમાં નાના-મોટાનો ખ્યાલ રાખી વંદનાદિ વિનય કરવો જોઈએ. તેમ જ વૈયાવૃજ્યની કોને કેટલી આવશ્યકતા છે ? એનો ખ્યાલ રાખી વૈયાવૃજ્યસંબંધી, ક્રમાનુસાર વૈયાવૃજ્યાદિ વિનય કરવો જોઇએ. ઇત્યાદિ આશયને જણાવવા માટે શ્લોકમાં યથાસ્થાન આ પાઠ છે. અંતે એ રીતે વિવેકપૂર્વક વિનયનું આરાધન કરી આપણે સૌ પરમાનંદના ભાજન બનવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૨૯-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां विनयद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ એક પરિશીલન ૧૮૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે વિનયબત્રીશીમાં વિનયનું વર્ણન કર્યું. વિનયના આસેવનથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવલજ્ઞાની ભગવંતો આપણી જેમ કવલાહાર(ભોજન) કરે તો તેઓ કોઇ પણ રીતે કૃતાર્થ નહીં કહેવાય. તેથી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી : આવી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરવા માટે આ બત્રીશી છે. પોતાની માન્યતાના સમર્થન માટે દિગંબરો જે દલીલો કરે છે, તેનું વર્ણન શરૂઆતમાં પાંચ શ્લોકોથી કર્યું છે. શ્રી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી-આવી પોતાની માન્યતાનું નિરૂપણ કરતાં દિગંબરો જણાવે છે કે તેઓશ્રીના સકળ દોષોનો વિગમ થયો છે. તેઓશ્રી કૃતકૃત્ય છે. આહારસંજ્ઞાથી તેઓશ્રી રહિત છે. તેઓશ્રી અનંતસુખથી સદ્ગત છે. તેઓશ્રીનું વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું છે. તેઓશ્રીનાં સુખ-દુઃખ ઇન્દ્રિયજન્ય હોતાં નથી. મોહનીયકર્મના અભાવે તેઓશ્રી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરી શકતા નથી. શાતાવેદનીયકર્મની ઉદીરણાનો તેઓશ્રીને અભાવ હોય છે. આહારની કથાથી પ્રમાદ થવાનો તેઓશ્રીને પ્રસઙ્ગ આવશે. ભોજનથી નિદ્રાની ઉત્પત્તિનો પ્રસઙ્ગ આવશે. તેઓશ્રીને ધ્યાન અને તપના વ્યયનો પ્રસઙ્ગ આવશે. આહાર વિના પણ તેઓશ્રીનું પરમ ઔદારિક શરીર લાંબા કાળ સુધી ટકી શકે છે. પરોપકારની હાનિનો પ્રસંગ આવે. મળ-મૂત્રાદિનો પ્રસઙ્ગ આવ્યેથી જુગુપ્સા થાય અને વ્યાધિ થવાનો પ્રસઙ્ગ આવશે... ઇત્યાદિ દોષોના કારણે શ્રી કૈવલીપરમાત્મા કવલાહાર કરતા નથી. આ બધા જ દોષોનું સ્પષ્ટ રીતે નિરાકરણ આગળના તે તે શ્લોકોથી કરવામાં આવ્યું છે. અઠ્ઠાવીસમા શ્લોક સુધીના શ્લોકોથી, દિગંબરોએ જણાવેલા હેતુઓનું નિરાકરણ ખૂબ જ વિસ્તારથી કર્યું છે. સ્યાદ્વાદકલ્પલતા, અધ્યાત્મમતપરીક્ષા... વગેરે ગ્રંથોમાંદિગંબરોની માન્યતાનું ખૂબ જ વિસ્તારથી નિરાકરણ છે. પરંતુ દાર્શનિક પરિભાષાનું જેમને જ્ઞાન નથી તેવા લોકોને એ સમજવાનું એટલું સરળ નથી. એના પ્રમાણમાં અહીંનું નિરૂપણ સમજવામાં ઘણું જ સરળ છે. છેલ્લા ચાર શ્લોકોથી પ્રકરણાર્થનું સમાપન કરતી વખતે ગ્રંથકારશ્રીએ દિગંબરોને માર્મિક ટકોર કરી છે. કેવલીપરમાત્માના કવલાહારમાં કોઇ પણ બાધક ન હોવા છતાં ‘પરમાત્માને ખાવાનું શાનું હોય ?’આવા પ્રકારની લજ્જા અનુભવાતી હોય તો ‘પરમાત્માને નૃદેહ કઇ રીતે હોય ?’ આવા પ્રકારની લજ્જાના અનુભવથી તો અશરીરી અને અનાદિશુદ્ધ સદાશિવાદિની જ ઉપાસના કરવી જોઇએ. આ રીતે સ્વદર્શનનો ત્યાગ કરી નૈયાયિકાદિના દર્શનમાં પ્રવેશવાનો પ્રસઙ્ગ આવશે. પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના પરમાત્માના દોષની વાત કરવાથી ભયંકર કોટિનાં પાપોનો બંધ થાય છે. પાપના ભયથી પણ પરમાત્માની અવજ્ઞાથી દૂર રહેવું જોઇએ. અવાસ્તવિક દૂષણના ઉભાવનથી વસ્તુતઃ ૫રમાત્માને કોઇ જ અપાય નથી. જે કોઇ પણ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી ૧૮૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ અપાય છે તે દોષનું ઉદ્ભાવન કરનારાને છે. સૂર્ય ઉપર ધૂળ ઉડાડવાથી તે ધૂળ સૂર્ય સુધી તો પહોંચતી જ નથી, પણ ધૂળ ઉડાડનારના આંખમાં જાય છે. આ રીતે દિગંબરોની એક માન્યતાનું વિસ્તારથી નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાની નિર્દોષતા સિદ્ધ થાય છે. તેથી પરમાનંદને પામેલા શ્વેતાંબરોથી જૈનશાસન શોભાને પ્રાપ્ત કરી જયવંતું વર્તે છે. દિગંબરોની માત્ર એક જ માન્યતાનું અહીં વિસ્તારથી નિરૂપણ કર્યું છે. બીજી પણ કેટલીક તેમની માન્યતાઓનું નિરાકરણ અન્ય ગ્રંથોમાં કર્યું છે. એ બધાનું વ્યવસ્થિત રીતે અધ્યયન કરવામાં આવે તો આપણા શાસ્ત્રકાર પરમર્ષિઓએ જે અનુગ્રહ કર્યો છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. આપણે અજ્ઞાનાદિથી ઉન્માર્ગમાર્ગી બની જઇએ નહિ - એ માટેનો એ મહાપુરુષોનો આ પ્રયત્ન છે. એને અનુરૂપ સાચી વસ્તુને સમજવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ ચંદાવરકર લેન, બોરીવલી, મુંબઇ-૪૦૦ ૦૯૨. વૈશાખ વદ-૧૨, શુક્રવાર, તા. ૦૩-૦૬-૨૦૦૫ એક પરિશીલન ૧૮૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ | अथ प्रारभ्यते केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका ।। अनन्तरं विनय उक्तस्तत्पालनेन च महात्मा केवली भवति, स च कवलभोजित्वान्न कृतार्थ इति दिगम्बरमतिभ्रमनिरासार्थमाह આ પૂર્વેની બત્રીશીમાં વિનયનું નિરૂપણ કર્યું. તેના પાલનથી મહાત્મા કેવલી બને છે. તેઓશ્રી કવલાહાર કરે તો કૃતાર્થ નથી. આ દિગંબરમતનું નિરાકરણ કરવા માટે અહીં પ્રયત્ન કરાય છે. (અર્થાત્ કવલાહારને અને કૃતાર્થત્વને કોઈ વિરોધ નથી, તે જણાવાય છે.) सर्वथा दोषविगमात्, कृतकृत्यतया तथा । आहारसज्ञाविरहादनन्तसुखसङ्गतेः ॥३०-१॥ सर्वथेति-सर्वथा सर्वप्रकारैर्दोषविगमात् क्षुधायाश्च दोषत्वात्तदभावे कवलाहारानुपपत्तेः । तथा कृतकृत्यतया केवलिनः कवलभोजित्वे तद्धान्यापत्तेः । आहारसज्ञाविरहात् तस्याश्चाहारहेतुत्वाद् । अनन्तसुखस्य सङ्गतः केवलिनः कवलभुक्तौ तत्कारणक्षुद्वेदनोदयावश्यम्भावात्तेनानन्तसुखविरोधात् ।।३०-१।। “સર્વથા દોષનો વિગમ(ક્ષય) થવાથી, કૃતકૃત્ય હોવાથી, આહારસંજ્ઞાનો વિરહ હોવાથી અને અનંતસુખ પ્રાપ્ત થયું હોવાથી... (કેવલીભગવાન વાપરતા નથી – એમ દિગંબરો માને છે.)” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દિગંબરો, કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી – એમ કહે છે. એની પાછળ એમનો જે આશય છે તે અહીં પાંચ શ્લોકોથી જણાવાય છે. પાંચમા શ્લોકમાં માવાન મુ નેતિ કિન્ડરી: - આ પદ તેનો સંબંધ તેની પૂર્વેના દરેક શ્લોકમાં છે. શ્રી કેવલીપરમાત્માના સર્વ પ્રકારે દોષો નાશ પામેલા હોવાથી તેઓશ્રી કવલાહાર કરતા નથી. સુધા એ એક દોષ છે. તેને દૂર કરવા માટે કવલાહાર કરવો પડે છે. કેવલી કવલાહાર કરે તો તેમને સુધાસ્વરૂપ દોષ છે – એમ માનવું જોઇએ અને તેથી તેઓશ્રીના સર્વથા દોષો દૂર થયા છે – એમ માનવાનું વિરુદ્ધ થશે. સર્વથા દોષવિગમત્વનો વિરોધ આવે નહીં એ માટે કેવલીપરમાત્મામાં કવલાહારની પ્રવૃત્તિ મનાતી નથી. શ્રી કેવલીભગવંતો કવલાહાર કરતા નથી. કારણ કે તેઓશ્રી કૃતકૃત્ય છે. તેઓશ્રી સામાન્ય લોકોની જેમ કવલાહાર કરે તો તેઓશ્રીમાં સામાન્ય જનોની જેમ જ કૃતકૃત્યત્વ માની શકાશે નહિ. કારણ કે કવલાહારની પ્રવૃત્તિ જયાં હોય ત્યાં કૃતકૃત્યત્વ રહેતું નથી. કેવલીભગવંતમાં કવલાહાર(કવલભોજિત્વ) માનવામાં આવે તો કૃતકૃત્યત્વની હાનિ થવાનો પ્રસંગ આવશે. જેઓ કૃતકૃત્ય નથી, તેઓ કવલાહાર કરે છે; જેમ કે આપણે બધા. પરંતુ જેઓ કૃતકૃત્ય છે, તેઓ કવલાહાર કરતા નથી; જેમ કે શ્રી સિદ્ધ-પરમાત્માઓ. ૧૯o કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #194 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે જ શ્રી કેવલીપરમાત્માઓમાં આહારસંજ્ઞા ન હોવાથી તેઓશ્રી કવલાહાર કરતા નથી. કારણ કે આહારનું કારણ આહારસંજ્ઞા છે. કારણ(આહાર સંજ્ઞા)નો અભાવ હોવાથી કાર્યનો(કવલાહારનો) પણ અભાવ શ્રી કેવલીપરમાત્માને હોય છે. તેમ જ તેઓશ્રીને અનંતસુખ હોવાથી તેને લઈને તેઓશ્રીને કવલાહારનો અભાવ હોય છે. કારણ કે સુધાની વેદનાનો ઉદય થવાથી જ આહાર(ભોજન) કરવાનો પ્રસંગ આવે છે. શ્રી કેવલજ્ઞાની જો કવલાહાર કરતા હોય તો તેઓશ્રીને સુધા-વેદનીયનો ઉદય અવશ્ય માનવો પડશે અને તેથી તેઓશ્રીમાં અનંતસુખત્વનો વિરોધ આવશે. તેથી એ વિરોધને દૂર કરવા શ્રી કેવલજ્ઞાનીને કવલાહાર માનવામાં આવતો નથીઆ પ્રમાણે દિગંબરોનું કહેવું છે. આ પ્રથમ શ્લોકમાં કેવલીપરમાત્માના કવલાહારના અભાવમાં ચાર હેતુ વર્ણવ્યા છે, જેનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરવામાં આવશે. ૩૦-૧૧ બીજા હેતુઓ જણાવાય છે– दग्धरज्जुसमत्वाच्च, वेदनीयस्य कर्मणः । અક્ષોતિયા વેદતિયો: સુહલુહયોઃ રૂ૦-૨ા दग्धेति-च पुनर्वेदनीयकर्मणो दग्धरज्जुसमत्वात्तादृशेन तेन स्वकार्यस्य क्षुद्वेदनोदयस्य जनयितुमशक्यत्वात् । देहगतयोः शरीराश्रितयोः सुखदुःखयोरक्षोद्भवतयेन्द्रियाधीनतयाऽतीन्द्रियाणां भगवतां તદનુપત્તેિ: રૂ૦-૨I “વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું હોવાથી અને શરીરસંબંધી સુખ-દુઃખ ઇન્દ્રિયોને આધીન હોવાથી (કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી)” – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાં શ્રી કેવલીમહાત્માના કવલાહારના અભાવને સિદ્ધ કરવા માટે બે હેતુઓ આપ્યા છે. આશય એ છે કે “શ્રી કેવલીભગવંતોનાં ઘાતી કર્મોનો ક્ષય થયો છે. પરંતુ નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ : આ ચાર અઘાતી કર્મોનો ક્ષય થયો ન હોવાથી છદ્મસ્થ-અવસ્થાની જેમ વેદનીયકર્મના ઉદયથી સુધાવેદના કૈવલ્યાવસ્થામાં પણ થાય છે. તેથી તેઓશ્રી કવલાહાર કરે છે.” - આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીય કર્મ બળેલા દોરડા જેવું હોય છે. બળેલું દોરડું જેમ પોતાના કાર્ય-બંધન માટે સમર્થ બનતું નથી. તેમ એ વેદનીયકર્મ પણ; તેઓશ્રીને સુધાવેદનાને ઉત્પન્ન કરવા સમર્થ બનતું નથી. તેથી કેવલપરમાત્મા સુધાને દૂર કરવા વાપરતા નથી. તેમ જ શરીરને આશ્રયીને ઉત્પન્ન થતાં સુખ અને દુઃખ, ઇન્દ્રિયોના કારણે ઉત્પન્ન થતાં હોય છે. કેવલી પરમાત્માઓ અતીન્દ્રિય અર્થાતુ ભાવેન્દ્રિયથી રહિત હોવાથી વાપરતાં પહેલાં દુઃખ અને વાપર્યા પછી સુખ આવાં સુખ-દુઃખ તેઓશ્રીમાં ઘટતાં નથી. તેથી તેઓશ્રી આપણી એક પરિશીલન ૧૯૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ જેમ કવલાહાર કરતા નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીમાં શરીરને આશ્રયીને સુખ અને દુઃખની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. ૩૦-રા શ્રી કેવલીભગવંતોને કવલાહાર હોતો નથી – એમાં હેવંતર જણાવાય છે– मोहात्परप्रवृत्तेश्च, सातवेद्यानुदीरणात् । प्रमादजननादुच्चैराहारकथयाऽपि च ॥३०-३॥ मोहादिति-मोहान्मोहनीयकर्मणः परप्रवृत्तेः परद्रव्यप्रवृत्तेर्निर्मोहस्य सत आहारादिपरद्रव्यप्रवृत्त्यनुपपत्तेः । सातवेद्यस्य सातवेदनीयस्यानुदीरणात् सातासातमनुजायुषामुदीरणायाः सप्तमगुणस्थान एव निवृत्तेः केवलिनः कवलभुक्तौ तज्जन्यसातोदीरणप्रसङ्गात् । च पुनराहारकथयाप्युच्चैरत्यर्थं प्रमादजननादाहारस्य सुतरां तथात्वात् ।।३०-३।। મોહના કારણે પરપ્રવૃત્તિ થાય છે, સાતા(શાતા)વેદનીયકર્મની ઉદીરણા ન હોવાથી અને આહારની કથાથી પણ અત્યંત પ્રમાદ થતો હોવાથી (શ્રી કેવલીપરમાત્માઓ કવલાહાર (ભોજન) કરતા નથી.) - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મોહનીય કર્મના ઉદયથી પરદ્રવ્યના ગ્રહણાદિની પ્રવૃત્તિ થાય છે. શ્રી કેવલજ્ઞાનીઓએ સર્વથા મોહનીયકર્મનો ક્ષય કર્યો હોવાથી મોહના અભાવમાં તેઓશ્રી આહારાદિ પરદ્રવ્ય (સ્વભિન્નદ્રવ્ય) ગ્રહણ કરી શકે નહિ. અન્યથા તેઓશ્રી આહારાદિનું ગ્રહણ કરે તો તેઓશ્રીને મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરનારા માની શકાશે નહિ. તેથી સર્વથા મોહનો ક્ષય કરનારા શ્રી કેવલીભગવંતો કવલાહાર કરતા નથી. તેમ જ શ્રી કેવલીપરમાત્મા સુધાને દૂર કરવા કવલાહાર કરે તો ત્યારે શાતાવેદનીયકર્મની ઉદીરણાને માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સાતમાં ગુણસ્થાનકે જ તે ઉદીરણાની નિવૃત્તિ થાય છે. તેથી તે પ્રસંગનું નિવારણ કરવા માટે શ્રી કેવલજ્ઞાનીભગવંતો કવલાહાર કરતા નથી. આહાર વાપરવાથી શાતાવેદનીયકર્મની ઉદીરણા થાય છે. આવી જ રીતે જ્યાં આહારની કથા (ભક્તકથા) પણ અત્યંત પ્રમાદનું કારણ મનાય છે, ત્યારે આહાર તો સુતરાં પ્રમાદનું કારણ છે – એ સમજી શકાય છે. તેથી જ શ્રી કેવલીપરમાત્મા, અત્યંત પ્રસાદના કારણભૂત કવલાહારને વાપરતા નથી. અન્યથા તેઓશ્રીને અત્યંત પ્રમાદનો પ્રસંગ આવે - એ સ્પષ્ટ છે. આ શ્લોકમાં ત્રણ હેતુઓ જણાવ્યા છે. એનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરાશે. ૩૦-all આ રીતે શ્રી કેવલજ્ઞાનીઓના કવલભુક્તિના અભાવના સમર્થન માટે નવ હતુઓનું નિરૂપણ કરીને બીજા પણ કેટલાક હેતુઓ જણાવાય છે– ૧૯૨ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #196 -------------------------------------------------------------------------- ________________ भुक्त्या निद्रादिकोत्पत्तेस्तथा ध्यानतपोव्ययात् । परमौदारिकाङ्गस्य, स्थास्नुत्वात् तां विनाऽपि च ॥ ३०-४।। भुक्त्येति-भुक्त्या कवलाहारेण निद्रादिकस्योत्पत्तेः, आदिना रासनमतिज्ञानेर्यापथपरिग्रहः । केवलिनां च निद्राद्यभावात्तद्व्याप्यभुक्तेरप्ययोगात् । तथा भुक्तौ सत्यां ध्यानतपसोर्व्ययात्, केवलिनश्च तयोः सदातनत्वात् । तां विनापि च भुक्तिं विनाऽपि च परमौदारिकाङ्गस्य स्थाष्णु (सु)त्वाच्चिरकालमवस्थितिशीलत्वात् तदर्थं केवलिनस्तत्कल्पनाऽयोगात् ||३०-४।। “ભોજન(કવલાહાર) ક૨વાના કારણે નિદ્રા વગેરેની ઉત્પત્તિ થતી હોવાથી, ધ્યાન અને તપનો ખંડ પડવાથી અને પરમઔદારિક શરીર ભોજન વિના પણ લાંબા કાળ સુધી રહી શકતું હોવાથી (કેવલજ્ઞાનીઓ ભોજન કરતા નથી.)'' - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભોજન કરીએ એટલે નિદ્રા વગેરે આવે જ. નિદ્રાદિ વ્યાપક છે અને ભોજન વ્યાપ્ય છે. જ્યાં જ્યાં ભોજન છે, ત્યાં ત્યાં નિદ્રાદિ છે. શ્રી કેવલીભગવંતોને નિદ્રાદિ હોતા નથી. તેથી વ્યાપકના અભાવમાં તેના વ્યાયભૂત ભોજન(કવલાહાર)નો પણ અભાવ હોય છે - એ સ્પષ્ટ છે. અહીં નિતિ માં રહેલ બાલિ પદથી રસનેન્દ્રિયથી ઉત્પન્ન થનારા મતિજ્ઞાનનો (રાસન જ્ઞાનનો) અને ઇર્યાપથ(પ્રતિક્રમણ)નો પણ સંગ્રહ કરવાનો છે. આશય એ છે કે કવલાહારનું જ્યારે પણ ગ્રહણ કરીએ છીએ ત્યારે તેના રસાદિનું રસનેદ્રિયથી જ્ઞાન થાય છે, જે મતિજ્ઞાનસ્વરૂપ ક્ષાયોપશમિક જ્ઞાન છે. ઘાતિકર્મોનો ક્ષય કર્યો હોવાથી કેવલજ્ઞાની મહાત્માઓને મતિજ્ઞાન હોતું નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીને રાસનમતિજ્ઞાન હોય છે – એમ માનવાનો પ્રસંગ આવે. તેથી કેવલી પરમાત્માને કવલાહાર હોતો નથી - એમ મનાય છે. તેમ જ છદ્મસ્થપ્રત્યયિક મતિજ્ઞાનાદિ થાય એટલે વિષયના ઇષ્ટત્વાદિના જ્ઞાનથી થયેલા કર્મબંધના કારણે પ્રતિક્રમણાદિનો પણ પ્રસંગ આવશે. તેથી કેવલીપરમાત્માને કવલાહાર મનાતો નથી. - બીજું કેવલીભગવંતો ભોજન કરે તો; તે કારણે ધ્યાન અને તપમાં ખંડ પડે. કેવલજ્ઞાનીઓને સદાને માટે ધ્યાન અને તપ હોય છે. તેથી તેમાં હાનિ ન થાય : એ માટે શ્રી કેવલીપરમાત્માને ભોજનનો અભાવ હોય છે. “કૈવલીપરમાત્મા કવલાહાર ન કરે તો જેમને નવમા વર્ષે કેવલજ્ઞાન થયું હોય અને એક કરોડ વર્ષ પૂર્વનું તેમનું આયુષ્ય હોય તો, આટલા લાંબા સમય સુધી આહાર વિના કેવી રીતે શરી૨ ટકે ? શરીરને ટકાવવા માટે કેવલી પરમાત્માએ આહાર વાપરવો જોઇએ.” – આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે કેવલજ્ઞાનીઓનું શરીર શ્રેષ્ઠકોટિનું ઔદારિક શરીર હોવાથી ભોજન લીધા વિના પણ ટકી શકવાના સ્વભાવવાળું હોવાથી તેને ટકાવવા કેવલજ્ઞાનીઓએ કવલાહાર લેવાની આવશ્યકતા નથી. તેથી શરીરની ચિરકાળસ્થિતિ માટે કેવલીપરમાત્માના કવલાહારની કલ્પના કરવાની વાત ઉચિત નથી. ।।૩૦-૪૫ એક પરિશીલન ૧૯૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવલીપરમાત્માના કવલાહારના અભાવનું જ બીજા હેતુઓ દ્વારા સમર્થન કરાય છે– परोपकारहानेश्च, पुरीषादिजुगुप्सया । व्याध्युत्पत्तेश्च भगवान्, भुङ्क्ते नेति दिगम्बराः ॥३०-५॥ परेति-परोपकारहानेश्च भुक्तिकाले धर्मदेशनाऽनुपपत्तेः, सदा परोपकारस्वभावस्य भगवतस्तद्व्याघातायोगात् । पुरीषादिजुगुप्सया, भुक्तौ तद्धौव्यात् । व्याध्युत्पत्तेश्च भुक्तेस्तन्निमित्तत्वात् । भगवान् केवली भुङ्क्ते नेति दिगम्बरा वदन्ति ॥३०-५।। પરોપકારની હાનિ થાય, અંડિલાદિના કારણે જુગુપ્સા થાય અને રોગની ઉત્પત્તિ થાય; તેથી તેના નિવારણ માટે કેવલી પરમાત્મા કવલાહાર કરતા નથી – એમ દિગંબરો કહે છે.”. આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી કેવલીપરમાત્મા સદા પરોપકાર કરવાના સ્વભાવવાળા છે. જો તેઓશ્રી ભોજન કરે તો તે વખતે ધર્મદેશનાનો અવરોધ થાય છે. તેથી પરોપકારનો વ્યાઘાત થશે, જે તેઓશ્રી માટે ઉચિત નથી. તેથી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી. તેમ જ આ રીતે કવલાહાર વાપરે તો વાપરનારને સ્પંડિલાદિ માટે અવશ્ય જવું પડે, જે જુગુપ્સાજનક છે. તેથી કેવલજ્ઞાનીઓ વાપરતા નથી. ભોજન રોગનું નિમિત્ત હોવાથી તેનો પરિહાર કરવા માટે કેવલીપરમાત્મા ભોજન કરતા નથી. કારણ કે તેઓશ્રી સદા નીરોગી હોય છે તેથી રોગના નિમિત્તથી તેઓશ્રી દૂર રહે છે. ઉપર જણાવ્યા મુજબ શ્રી કેવલી પરમાત્મા કવલાહાર વાપરતા નથી – આ પોતાની માન્યતાનું સમર્થન પંદર હેતુઓથી દિગંબરોએ કર્યું. તેનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરાશે. શ્વેતાંબરોની માન્યતા મુજબ કેવલી પરમાત્મા સામાન્યથી દરરોજ એકાસણું કરે છે. i૩૦-પી. પૂર્વપક્ષનું નિરાકરણ કરવાનો આરંભ કરાય છે– सिद्धान्तश्चायमधुना, लेशेनास्माभिरुच्यते । दिगम्बरमतव्यालपलायनकलागुरुः ॥३०-६॥ સિદ્ધાન્તશામતિ–વ્યm: રૂ૦-દ્દા છેલ્લા પાંચ શ્લોકોથી દિગંબરોના સિદ્ધાંતનું વર્ણન કરીને હવે અમારા વડે સંક્ષેપથી આ શ્વેતાંબરોના સિદ્ધાંતનું વર્ણન કરાય છે, જે દિગંબરમતસ્વરૂપ સર્પને ભાગી જવા માટે મોરસમાન છે. મોરને જોઇને સર્પ જેમ ભાગી જાય છે, તેમ આ સિદ્ધાંતસ્વરૂપ મોરના દર્શનથી દિગંબરમતસ્વરૂપ સર્પ પણ ભાગી જાય છે. ૩૦-૬ll કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી ૧૯૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ શ્લોકમાં જણાવેલી વાતનું નિરાકરણ કરાય છે– हन्ताज्ञानादिका दोषा, घातिकर्मोदयोद्भवाः । तदभावेऽपि किं न स्याद्, वेदनीयोदवा क्षुधा ॥३०-७॥ हन्तेति-हन्त अज्ञानादिका घातिकर्मोदयोद्भवा दोषाः प्रसिद्धाः । तदभावेऽपि वेदनीयोद्भवा क्षुधा किं न स्यात् । न हि वयं भवन्तमिव तत्त्वमनालोच्य क्षुत्पिपासादीनेव दोषानभ्युपेमो येन निर्दोषस्य केवलिनः સુધાદમાવ: સ્થાતિ માવ: //રૂ૦-૭ી ખરેખર ઘાતિકર્મના ઉદયના કારણે ઉદ્ભવેલા અજ્ઞાનાદિ દોષો છે, કેવલીપરમાત્મામાં એ દોષોનો અભાવ હોવા છતાં વેદનીયકર્મના ઉદયે થયેલી ક્ષુધા તેઓશ્રીને કેમ ન હોય ?” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અસત્યવચન, ચોરી, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમ, ક્રીડાપ્રસંગ અને હાસ્ય : આ અઢાર દોષો પ્રસિદ્ધ છે, જે ઘાતકર્મોના ઉદયથી ઉદ્ભવે છે. ઘાતકર્મોનો સર્વથા ક્ષય થયો હોવાથી પરમાત્મા શ્રી કેવલીભગવંતમાં એ દોષો ન હોવા છતાં, અઘાતી કર્મોનો ક્ષય થયો ન હોવાથી તેના ઉદયથી થનારા સુધા અને પિપાસા વગેરે તેઓશ્રીને કેમ ન હોય? “દિગંબરો સુધાપિપાસાદિને પણ દોષસ્વરૂપ જ માને છે, તેથી સર્વથા દોષથી રહિત એવા પરમાત્મામાં એ ન જ હોવા જોઈએ, અન્યથા શ્રી કેવલજ્ઞાનીની સર્વથા દોષથી રહિત અવસ્થાની અનુપપત્તિ થશે.' - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે અમે શ્વેતાંબર તમારી (દિગંબરની) જેમ વિચાર્યા વિના (તત્ત્વની વિચારણા કર્યા વિના). સુધાપિપાસાદિને જ દોષસ્વરૂપ માનતા નથી કે જેથી અઢાર દોષોથી સર્વથા રહિત એવા પરમાત્મા શ્રી કેવલીને સુધાદિનો અભાવ માનવો પડે. ઘાતિકર્મોના ઉદયથી ઉદ્ભવતા અજ્ઞાનાદિ દોષો શ્રી કેવલીપરમાત્મામાં ન હોવા છતાં, અઘાતી કર્મોના ઉદયથી ઉત્પન્ન થનારા સુધા-પિપાસા વગેરે તેઓશ્રીને માનવામાં કોઈ બાધક નથી. ૩૦-શા દિગંબરોએ કેવલજ્ઞાની પરમાત્માઓને સુધાદિ માનવામાં જણાવેલા બાધકનું નિરાકરણ કરાય છે– अव्याबाधविघाताच्चेत्, सा दोष इति ते मतम् । नरत्वमपि दोषः स्यात्, तदा सिद्धत्वदूषणात् ॥३०-८॥ अव्याबाधेति-अव्याबाधस्य निरतिशयसुखस्य विघातात् सा क्षुधा दोषो गुणदूषणस्यैव दोषलक्षणत्वादिति चेदि ते तव मतं, तदा नरत्वमपि भवतो दोषः स्यात् सिद्धत्वदूषणात् । तस्मात् केवलज्ञानप्रतिबन्धकत्वेन घातिकर्मोदयोद्भवानामज्ञानानादीनामेव दोषत्वं न तु क्षुधादीनामिति युक्तमुत्पश्यामः ।।३०-८।। એક પરિશીલન ૧૯૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ અવ્યાબાધ સુખનો ભંગ થતો હોવાથી ક્ષુધાદિ દોષ છે – એવો જો તારો(દિગંબરનો) મત હોય તો, તને સિદ્ધપણાને દૂષિત(ભંગ) કરનારું નરત્વ પણ શ્રી કેવલી પરમાત્મા માટે દોષસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. જેનો આશય સ્પષ્ટ છે કે કેવલીપરમાત્માને સુધા તૃષા વગેરે માનવામાં આવે તો તેઓશ્રીના અવ્યાબાધ નિરતિશય સુખનો વ્યાઘાત થાય છે. શ્રીવલીપરમાત્માને સર્વોત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થયેલી હોય છે. સુધાદિને લઈને તેમાં ખામી આવે છે. તેથી ક્ષુધા વગેરેને દોષ મનાય છે. કારણ કે જે ગુણને દૂષિત કરે તેને દોષ કહેવાય છે – આ દોષનું લક્ષણ છે. દિગંબરોની એ પ્રમાણેની માન્યતામાં દૂષણ જણાવાય છે નરત્વમ.... ઇત્યાદિ શ્લોકના ઉત્તરાર્ધથી. કહેવાનો આશય એ છે કે ગુણને દૂષિત કરવાના કારણે જો સુધાદિને દોષ માનવામાં આવતા હોય તો શ્રી કેવલજ્ઞાનીઓના “નરત્વને (મનુષ્યપણાને) પણ દોષ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે પોતાના સિદ્ધત્વગુણને અટકાવવાનું કાર્ય નરત્વ કરે છે. જ્યાં સુધી નરત્વ છે, ત્યાં સુધી સિદ્ધત્વનો આવિર્ભાવ થતો નથી. આમ હોવા છતાં દિગંબરો નરવને દોષરૂપ માનતા નથી, તેથી તે મુજબ સુધાદિને પણ દોષ માની શકાશે નહિ. આથી સ્પષ્ટ છે કે જે કેવલજ્ઞાનની પ્રત્યે પ્રતિબંધક છે, એવાં ઘાતિકર્મોના ઉદયથી ઉદ્ભવેલા અજ્ઞાનાદિ જ દોષો છે. પરંતુ અઘાતી કર્મ સ્વરૂપ વેદનીયકર્મથી ઉદ્ભવતા સુધા વગેરે દોષો નથી : એ યુક્તિયુક્ત છે. ૩૦-૮ આ રીતે દિગંબરોએ પોતાની માન્યતાના સમર્થન માટે જણાવેલા પ્રથમ હેતુનું નિરાકરણ કરીને હવે બીજા હેતુનું નિરાકરણ કરાય છે– घातिकर्मक्षयादेवाक्षता च कृतकृत्यता । તમાડો નો વાળા, મવોપવિમઃ રૂ૦-૧ घातीति-घातिकर्मक्षयादेव अक्षताऽहीना च कृतकृत्यता भवोपग्राहिकर्मभिर्वेदनीयादिभिः सद्भिः । तदभावेऽपि कृतकृत्यत्वाभावेऽपि नो नैव बाधा । सर्वथा कृतकृत्यत्वस्य सिद्धेष्वेव सम्भवाद् । उपादित्साभावेऽपि उपादेयस्य मोक्षस्य सयोगिकेवलित्वकाले सिद्धेः । रागाद्यभावमात्रेण कृतकृत्यत्वस्य च भुक्तिपक्षेऽप्यबाध एवेति कथितप्रायमेव ।।३०-९।। ઘાતિકર્મોનો ક્ષયથી જ કૃતકૃત્યતા અક્ષત છે. ભવોપગ્રાહિ અઘાતિકર્મોના કારણે કૃતકૃત્યત્વનો અભાવ હોય તો ય કોઈ દોષ નથી.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે શ્રી કેવલીપરમાત્માને કવલાહાર કરવો પડે તો તેઓશ્રીમાં સર્વથા કૃતકૃત્યત્વ (કૃતાર્થત્વ) માની શકાશે નહિ. તેથી કૃતકૃત્યત્વની અનુપપત્તિના ભયથી તેઓશ્રીને કવલાહારનો અભાવ હોય છે. ૧૯૬ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #200 -------------------------------------------------------------------------- ________________ એના જવાબમાં અહીં જણાવાયું છે કે શ્રી કેવલી પરમાત્માનાં ઘાતકર્મોનો ક્ષય થયો હોવાથી જ તેઓમાં કૃતકૃત્યત્વ અક્ષત છે અને ભવોપગ્રાહિકર્મોના ઉદયના કારણે કવલાહારની પ્રવૃત્તિ વગેરેથી કૃતકૃત્યત્વનો અભાવ હોય તો પણ કોઈ દોષ નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્મામાં સર્વથા કૃતકૃત્યત્વ મનાતું નથી. સર્વથા કૃતકૃત્યત્વ શ્રી સિદ્ધપરમાત્માઓમાં જ મનાય છે. મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયો હોવાથી કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છાનો અભાવ હોવા છતાં, મોક્ષસ્વરૂપ ઉપાદેયની પ્રાપ્તિ સયોગિકેવલિત્વના કાળમાં કોઈ પણ રીતે થવાની નથી. રાગાદિદોષોના અભાવરૂપ જ સર્વથા કૃતકૃત્યત્વ માનવાનું ઈષ્ટ હોય તો તાદશકૃતકૃત્યત્વ તો કેવલીપરમાત્મામાં તેઓશ્રી કવલાહાર કરે તોપણ અક્ષત જ છે. આ વાત લગભગ જણાવી દીધી છે. l૩૦-લા ત્રીજા હેતુનું નિરાકરણ કરાય છે– आहारसज्ञा चाहारतृष्णाख्या न मुनेरपि । किं पुनस्तदभावेन, स्वामिनो भुक्तिबाधनम् ॥३०-१०॥ आहारसज्ञा चेति-आहारसज्ञा चाहारतृष्णाख्या मोहाभिव्यक्तचैतन्यस्य सज्ञापदार्थत्वाद् न मुनेरपि भावसाधोरपि, किं पुनस्तदभावेनाहारसज्ञाभावेन स्वामिनो भगवतो मुक्तिबाधनम् ? । तथा चाहारसामान्ये तद्विशेषे वा आहारसज्ञाया हेतुत्वमेव नास्तीत्युक्तं भवति । न च तद्विशेषे तद्धेतुत्वमेवाप्रमत्तादीनां चाहाराभावान्न व्यभिचार इति कुचोद्यमाशङ्कनीयम्, आहारसञ्ज्ञाया अतिचारनिमित्तत्वेन कदापि निरतिचाराहारस्य साधूनामप्राप्तिप्रसङ्गात् ॥३०-१०॥ ખાવાની તૃષ્ણા નામની આહાર સંજ્ઞા તો મુનિ ભગવંતોને પણ હોતી નથી, તો પછી તે આહારસંજ્ઞાથી રહિત એવા શ્રી કેવલીપરમાત્માને ભોજન કરવામાં કયો દોષ છે?” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મોહનીયકર્મથી અભિવ્યક્ત થનારું ચૈતન્ય જ “સંજ્ઞા' પદનો અર્થ છે. તેથી ખાવાની તૃષ્ણાને જ આહારસંજ્ઞા તરીકે ઓળખાય છે. એવી આહારસંજ્ઞા ભાવસાધુને પણ હોતી નથી, તો પછી તેના(આહાર સંજ્ઞાના) અભાવથી ભગવાન શ્રી કેવલજ્ઞાનીઓને વાપરવામાં કયો દોષ છે ? કારણ કે આહારસંજ્ઞા ન હોવાથી ભાવસાધુઓ વાપરે છે તો તેમને કોઈ દોષ નથી તેમ આહારસંજ્ઞાનો અભાવ હોવાથી શ્રી કેવલજ્ઞાનીઓને પણ કવલાહાર કરવામાં કોઈ દોષ નથી. આથી સમજી શકાશે કે આહારસામાન્ય કે આહારવિશેષની પ્રત્યે આહારસંજ્ઞા કારણ જ નથી. આહારવિશેષની પ્રત્યે આહારસંજ્ઞા કારણ છે. સાતમા ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી કવલાહાર પણ નથી અને આહારસંજ્ઞા પણ નથી. તેથી વ્યભિચાર પણ આવતો નથી. એ મુજબ માનવાથી શ્રી કેવલી પરમાત્મામાં કવલાહારનો અભાવ સિદ્ધ થાય છે.” - એક પરિશીલન ૧૯૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ આવી ખરાબ શંકા નહિ કરવી જોઈએ. કારણ કે એનો અર્થ એ થયો કે છઠ્ઠા ગુણસ્થાનક સુધી કવલાહાર આહારસંજ્ઞાના કારણે જ થાય છે – એ પ્રમાણે માનવામાં આવે તો, આહારસંજ્ઞા અતિચારમાં નિમિત્ત હોવાથી પૂ. સાધુ ભગવંતોને ક્યારે પણ નિરતિચાર આહારની પ્રાપ્તિ જ નહીં થાય. આહારસંજ્ઞાના કારણે પૂ. સાધુમહાત્માઓને આહારમાં નિરંતર અતિચાર લાગ્યા જ કરશે... ઇત્યાદિ સમજી શકાશે. આથી સ્પષ્ટ છે કે કવલાહારવિશેષની પ્રત્યે આહારસંજ્ઞાને કારણ માનવાનું ઉચિત નથી. //૩૦-૧ના ચોથા હેતુનું નિરાકરણ કરાય છે– अनन्तञ्च सुखं भर्तुर्ज्ञानादिगुणसङ्गतम् । क्षुधादयो न बाधन्ते, पूर्णं त्वस्ति महोदये ॥३०-११॥ अनन्तं चेति-अनन्तं च सुखं भर्तुर्भगवतो ज्ञानादिगुणसङ्गतं तन्मयीभूतमिति यावद् । अज्ञानादिजन्यदुःखनिवृत्तेः सर्वेषामेव कर्मणां परिणामदुःखहेतुत्वाच्च क्षुदादयो न बाधन्ते स्वभावनियतसुखानामेव तैर्बाधनं । पूर्णं तु निरवशेषं तु सुखं महोदये मोक्षेऽस्ति । तत्रैव सर्वकर्मक्षयोपपत्तेः ॥३०-११॥ “ભગવાન શ્રી કેવલપરમાત્માનું અનંતસુખ જ્ઞાનાદિ ગુણોથી સંગત છે. સુધાદિ તેનો બાધ કરતા નથી. પૂર્ણ સુખ તો મોક્ષમાં જ છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે કેવલી કવલાહાર કરે તો તેની પૂર્વે અવશ્ય સુધાદિની વેદનાનો ઉદ્ભવ થશે અને તેથી તેઓશ્રીના અનંતસુખનો બાધ થશે. એ અંગે જણાવવાનું કે શ્રીદેવલી પરમાત્માનું અનંતસુખ, અનંતજ્ઞાનમય થવાથી અનંતજ્ઞાનથી સંગત છે. તેને અને જ્ઞાનને બંન્નેને છૂટા પાડવાનું હવે શક્ય નથી. અજ્ઞાનાદિજન્ય જે દુઃખ હતું તેની નિવૃત્તિ થવાથી ક્ષુધા-પિપાસાદિ અનંતસુખનાં બાધક બનતાં નથી. ક્ષુધાદિ કર્મજન્ય હોવાથી અનંતજ્ઞાનસંગત સુખનો બાધ કરે છે એમ માનવામાં આવે તો કેવલીપરમાત્મા વાપરે કે ન પણ વાપરે, તોય કોઈ ફરક પડે એમ નથી. કારણ કે કર્મમાત્ર પરિણામે દુઃખનું જ કારણ હોવાથી પંચેન્દ્રિય જાતિ, મનુષ્યનું આયુષ્ય, ઉચ્ચગોત્ર અને શતાવેદનીય વગેરે કર્મના ઉદયથી અનંતસુખત્વનો વિરોધ તો થઈ જ જશે. તેથી ઉપર જણાવ્યા મુજબ શ્રી કેવલીપરમાત્માનું અનંતસુખ અનંતજ્ઞાનસંગત હોવાથી કર્મજન્ય સુધાદિભાવો તેના બાધક થતા નથી. પોતાના અભાવમાં નિયત હોનારા સુખના જ, સુધાદિ દોષો બાધક બને છે. પરિપૂર્ણ સુખ તો મોક્ષમાં છે. કારણ કે સકળ કર્મનો ક્ષય, પરિપૂર્ણ સુખનું કારણ છે; જે મોક્ષમાં જ ઉપપન્ન છે. એ સમજી શકાય છે. /૩૦-૧૧ પોતાની વાતના સમર્થન માટે ઉપન્યસ્ત પાંચમા હેતુનું નિરાકરણ કરાય છે– ૧૯૮ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #202 -------------------------------------------------------------------------- ________________ दग्धरज्जुसमत्वं च, वेदनीयस्य कर्मणः । वदन्तो नैव जानन्ति, सिद्धान्तार्थव्यवस्थितिम् ॥ ३०-१२॥ दग्धेति–दग्धरज्जुसमत्वं च वेदनीयस्य कर्मणो वदन्तः सिद्धान्तार्थव्यवस्थितिं नैव जानन्ति ॥३०-१२॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું છે - એમ કહેનારા, સિદ્ધાંતની વ્યવસ્થાને જાણતા નથી. એનો આશય પણ સ્પષ્ટ છે કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું હોવાથી તે ક્ષુધાદિ વેદનાને ક૨વા સમર્થ નથી કે જેને દૂર કરવા તેઓશ્રીને કવલાહાર કરવો પડે – આ રીતે વેદનીયકર્મની દગ્ધરજ્જુ-સમાનતાને જણાવનારા, સિદ્ધાંતમાં નિરૂપણ કરાયેલા અર્થની વ્યવસ્થાને જાણ્યા વિના બોલે છે. II૩૦-૧૨ - દિગંબરો સિદ્ધાંતાર્થની વ્યવસ્થા જાણતા નથી - એ સ્પષ્ટ કરાય છે— पुण्यप्रकृतितीव्रत्वादसाताद्यनुपक्षयात् । સ્થિતિશેષાઘપેક્ષ વા, તો વ્યવતિપ્તે ૫રૂ૦-૧૩|| पुण्येति – पुण्यप्रकृतीनां तीर्थकरनामादिरूपाणां तीव्रत्वात्तीव्रविपाकत्वात्तज्जन्यसातप्राबल्ये वेदनीयमात्रस्य दग्धरज्जुसमत्वासिद्धेरसातादीनामनुपक्षयादसातवेदनीयस्यापि तदसिद्धेः । पापप्रकृतीनां भगवति रसघातेन नीरसत्वाभ्युपगमे स्थितिघातेन निःस्थितिकत्वस्याप्यापत्तेः, अपूर्वकरणादौ बध्यमानप्रकृतिविषयकस्यैव तस्य व्यवस्थितेः । ननु तर्हि कथं भवोपग्राहिकर्मणां केवलिनां दग्धरज्जुकल्पत्वाभिधानमावश्यकवृत्त्यादौ श्रूयते ? इत्यत आह-स्थितिशेषाद्यपेक्षं वा तद्वचो दग्धरज्जुकल्पत्ववचो व्यवतिष्ठते, न तु रसापेक्षया, अन्यथा सूत्रकृद्वृत्तिविरोधप्रसङ्गाद्, असातादिप्रकृतीनामसुखदत्वाभिधानमप्यावश्यकनिर्युक्त्यादौ घातिकर्मजन्यबहुत सुखविलयेनान्यस्या (नाल्पस्या) विवक्षणाद् । अन्यथा भवोपग्रहायोगादिति विभावनीयं सुधीभिः || ३०-१३।। “પુણ્યપ્રકૃતિનો તીવ્ર વિપાક હોવાથી અને અશાતા વેદનીયાદિ કર્મનો સર્વથા ક્ષય થયેલો ન હોવાથી (દિગંબરોનું દગ્દરજ્જુ જેવું વેદનીયકર્મને જણાવવાનું અયુક્ત છે.) અથવા સ્થિતિશેષાદિની અપેક્ષાએ દિગંબરોનું એ વચન સંગત છે.” - આ પ્રમાણે તે૨મા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્માને તીર્થંકરનામકર્મ તેમ જ શાતાવેદનીયકર્મ વગેરે પુણ્યપ્રકૃતિઓનો તીવ્રવિપાકોદય હોવાથી તેના કારણે ઉત્પન્ન થયેલી શાતા પ્રબળ હોય છે. તેથી શાતાની પ્રબળતામાં વેદનીયકર્મસામાન્યને દગ્ધરજ્જુસમાન માનવાનું ઉચિત નથી. તેમ જ અશાતાવેદનીયકર્મ પણ સર્વથા ક્ષય પામેલું ન હોવાથી તે પણ દગ્દરજ્જુસમાન છે - એમ કહી શકાય એવું નથી. એક પરિશીલન ૧૯૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ “અશાતાદનીય વગેરે પાપપ્રકૃતિઓનો રસઘાત થયેલો હોવાથી તે નીરસ બને છે જેથી તે પોતાનો વિપાક દર્શાવવા અસમર્થ હોવાથી તેને બળી ગયેલી દોરડી જેવી મનાય છે અને તેથી પુણ્યપ્રકૃતિઓ દગ્ધરજુસમાન ન હોય તોપણ અશાતાવેદનીયાદિ સ્વરૂપ પાપપ્રકૃતિઓ દગ્ધરજુસમાન છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે રસઘાત થવાના કારણે જો પાપપ્રકૃતિઓ નીરસ મનાતી હોય તો સ્થિતિઘાત થવાના કારણે તે પ્રકૃતિઓની સ્થિતિ જ નહીં રહે. રસઘાત થાય અને સ્થિતિઘાત ન થાય એ શક્ય નથી. અશાતાનો ઉદય કેવલીપરમાત્માને હોવાથી પાપપ્રકૃતિઓની સત્તા માન્યા વિના ચાલે એવું નથી. રસઘાત થવાથી પાપપ્રકૃતિઓ જેમ નીરસ થવાથી અત્યંત અલ્પરસવાળી બને છે, તેમ સ્થિતિઘાત થવાથી તે પ્રકૃતિઓ સર્વથા ક્ષય પામતી નથી પરંતુ તદ્દન અલ્પસ્થિતિવાળી બને છે. તેથી તેના નિઃસ્થિતિકત્વનો પ્રસંગ યદ્યપિ આવતો નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, જે અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે રસધાતાદિની વાત છે કે, તે ગુણસ્થાનકે બંધાતી પુરુષવેદ, સંજવલનના ચાર કષાય... ઇત્યાદિ અશુભ પ્રવૃતિઓને આશ્રયીને છે. કેવલી પરમાત્માને અશાતાનો બંધ જ ન હોવાથી અશાતાવેદનીય કર્મને દગ્ધરજુસમાન માનવાની વાત જ રહેતી નથી.. આ બધું કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવેલું છે. જિજ્ઞાસુઓએ તેના અધ્યયનથી એ સમજી લેવું. યદ્યપિ શ્રી કેવલપરમાત્માનાં અશાતા વેદનીયાદિ અઘાતી કર્મોના રસાદિનો ઘાત અપૂર્વકરણાદિમાં થયો ન હોય તો, શ્રી આવશ્યકસૂત્રની વૃત્તિમાં વૃત્તિકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે “દગ્ધરજુસમાન ભવોપગ્રાહિ એવા કર્મો અલ્પ હોવા છતાં કેવલજ્ઞાની ભગવંતો મુક્તિને પ્રાપ્ત કરતા નથી.” એનો વિરોધ આવે છે; પરંતુ તે, ભવોપગ્રાહિકર્મોની સ્થિતિને (બાકી રહેલી સ્થિતિને) આશ્રયીને જણાવ્યું છે. પરંતુ રસધાતાદિની અપેક્ષાએ એ જણાવ્યું નથી. અન્યથા ભવોપઝાહિકર્મોને રસધાતાદિની અપેક્ષાએ દગ્ધરજુસમાન જણાવવામાં આવે તો સૂત્રકૃત (સૂયગડાંગ) સૂત્રની વૃત્તિનો વિરોધ આવશે. કારણ કે ત્યાં ફરમાવ્યું છે કે – “વેદનીયકર્મને જે દગ્ધરજુસમાન વર્ણવાય છે તે બરાબર નથી. કારણ કે આગમમાં શ્રી કેવલી પરમાત્માને અત્યંત શાતાનો ઉદય જણાવ્યો છે. યુક્તિથી પણ એ સંગત છે. ઘાતિકર્મના ક્ષયથી તેઓશ્રીને જ્ઞાનાદિ-ગુણો પ્રાપ્ત થાય છે. ત્યારે વેદનીયકર્મનો ઉદય હોવાથી ક્ષુધાપિપાસા કેમ ન થાય? જ્ઞાનને અને વેદનીય-જન્ય સુધા વગેરેને તડકો અને છાયા અથવા ભાવ અને અભાવની જેમ વિરોધ નથી. શાતા અને અશાતા અંતર્મુહૂર્તમાં પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી શ્રી કેવલી પરમાત્માને જેમ શાતાનો ઉદય છે તેમ અશાતાનો પણ ઉદય હોય છે. તેથી અનંતવીર્ય હોવા છતાં કેવલીભગવંતને સુધાવેદનીયકર્મના ઉદયથી પીડા થાય છે જ. આવશ્યકસૂત્રની નિયુક્તિમાં અશાતાદિકર્મની પ્રકૃતિઓ દુઃખદાયિની નથી.' - આ પ્રમાણે જે વર્ણવ્યું છે, તેનો આશય એ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી ૨૦૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ છે કે - શ્રી કેવલજ્ઞાની પરમાત્માને ઘાતિકર્મથી(ઘાતિકર્મના ઉદયથી) ઉત્પન્ન થનારાં ઘણાં દુઃખોનો વિલય થયો હોવાથી બીજા અલ્પ દુઃખની વિવક્ષા કરી નથી. અન્યથા “શ્રી કેવલીભગવંતના અઘાતી અશાતાવેદનીયકર્મ વગેરે દગ્ધરજુસમાન છે, તેથી પોતાના વિપાકને દર્શાવવા તે સમર્થ નથી...' ઇત્યાદિ માનવામાં આવે તો, તે કર્મોને ભવમાં રોકી રાખનારા (ભવોપગ્રાહી) કઈ રીતે કહેવાય ? આ વસ્તુ બુદ્ધિમાનોએ વિચારવી જોઇએ. ૩૦-૧૩ હવે છઠ્ઠા હેતુનું નિરાકરણ કરાય છે– इन्द्रियोद्भवताधौव्यं, बाह्ययोः सुखदुःखयोः । चित्रं पुनः श्रुतं हेतुः, कर्माध्यात्मिकयोस्तयोः ॥३०-१४॥ इन्द्रियेति-इन्द्रियोद्भवताया धौव्यमावश्यकत्वं बाह्ययोरिन्द्रियार्थसम्बन्धापेक्षयोर्विलक्षणयोरेव सुखदुःखयोराध्यात्मिकयोस्तयोः सुखदुःखयोः पुनश्चित्रं कर्म हेतुः श्रुतं । क्वचिबहिरिन्द्रियव्यापाराभावेऽपि मनोमात्रव्यापारेण सदसच्चिन्ताभ्यामेव तयोरुत्पत्तेः । क्वचिच्च तस्याप्यभावे आध्यात्मिकदोषोपशमोद्रेकाभ्यामेव तदुत्पत्तेर्दर्शनाद्भगवत्यपि द्विविधवेदनीयोदयधौव्ये तयोः सुवचत्वादिति । वस्तुतो बाह्ययोरपि सुखदुःखयोरिष्टानिष्टार्थशरीरसम्पर्कमात्रं प्रयोजकं, न तु बहिरिन्द्रियज्ञानमपीति भगवति तृणस्पर्शादिपरीषहाभिधानं साम्प्रदायिकं सङ्गच्छत इति न किञ्चिदेतत् ॥३०-१४॥ “બાહ્ય સુખ અને દુઃખમાં અવશ્ય ઇન્દ્રિયોભવતા(ઇન્ડિયાધીનતા) છે. પરંતુ આધ્યાત્મિક સુખની પ્રત્યે તો ભિન્ન ભિન્ન કર્મ કારણ છે – એમ આગમમાં જણાવ્યું છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્મા અતીન્દ્રિય હોવાથી તેઓશ્રી કવલાહાર કરે તો તેઓશ્રીને ઇન્દ્રિયજન્ય સુખ-દુઃખ માનવાનો પ્રસંગ આવશે - આ પ્રમાણે દિગંબરોનું કહેવું છે. તે અંગે અહીં જણાવ્યું છે કે ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી સાપેક્ષ એવાં સુખ અને દુઃખની પ્રત્યે ઇન્દ્રિયો અવશ્ય કારણ બને છે. અર્થાત્ એ સુખ-દુઃખ અવશ્ય ઇન્દ્રિયથી જન્ય છે. પરંતુ એવાં બાહ્ય સુખ-દુઃખથી ભિન્ન આધ્યાત્મિક સુખ-દુઃખની પ્રત્યે તો ભિન્ન ભિન્ન પ્રકારનું કર્મ કારણ છે - એમ શાસ્ત્રમાં સંભળાય છે. (પ્રસિદ્ધ છે.) જેમ કે ક્યારેક બાહ્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયોનો ઉપયોગ ન હોય તોપણ માત્ર મનના ઉપયોગથી સદૂ-અસની વિચારણાથી જ સુખ-દુઃખની અનુક્રમે ઉત્પત્તિ થતી હોય છે અને કોઇવાર તો એવી સદસન્ની વિચારણા ન હોય તો ય આધ્યાત્મિક દોષો(રાગાદિ)ના ઉપશમથી આધ્યાત્મિક સુખની ઉત્પત્તિ અને આધ્યાત્મિક દોષોની ઉદ્દિફત (પ્રબળ) અવસ્થાથી આધ્યાત્મિક દુઃખની ઉત્પત્તિ થતી હોય છે. ભગવાન શ્રી કેવલીપરમાત્મામાં પણ, બંન્નેય પ્રકારનાં વેદનીયકર્મોનો ઉદય અવશ્ય હોવાથી સુખ અને દુઃખનો સંભવ છે જ. એક પરિશીલન ૨૦૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ આ રીતે શ્રી કેવલીપરમાત્માને બાહ્ય સુખ-દુઃખ માનવાથી તેઓશ્રીને ઇન્દ્રિયજન્યજ્ઞાન માનવાનો પ્રસંગ આવે છે તેથી તેઓશ્રીને બાહ્ય સુખ-દુઃખ માનવાં જોઈએ નહિ.” - આ પ્રમાણે નહિ કહેવું. કારણ કે વાસ્તવિક રીતે બાહ્ય સુખ અને દુઃખની પ્રત્યે ક્રમશઃ ઇષ્ટ અને અનિષ્ટ એવા અર્થની સાથે શરીરનો સંપર્કમાત્ર પ્રયોજક છે. પરંતુ બહિરિન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રયોજક નથી. તેથી જ ભગવાન કેવલી પરમાત્માને તૃણસ્પર્શદિ પરીષહ હોય છે – એ પ્રમાણે શ્વેતાંબરાદિની માન્યતા પણ સંગત થાય છે. અન્યથા ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન હોય તો જ બાહ્ય દુઃખ હોય છે - એમ માનવામાં આવે તો, કેવલજ્ઞાનીને સુધાદિ અગિયાર પરીષહો હોય છે. એ કથનનો વિરોધ પ્રાપ્ત થશે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. આ શ્લોકના વિવરણમાં અન્યત્ર બીજી રીતે વર્ણન કરાયું છે. જિજ્ઞાસુઓએ એ વિષયમાં ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. ૩૦-૧૪ સાતમા હેતુનું નિરાકરણ કરાય છે– आहारादिप्रवृत्तिश्च, मोहजन्या यदीष्यते । देशनादिप्रवृत्त्यापि, भवितव्यं तदा तथा ॥३०-१५॥ आहारादीति-आहारादिप्रवृत्तिश्च यदि मोहजन्येष्यते भवता बुद्धिपूर्वकपरद्रव्यविषयकप्रवृत्तेर्मोहजन्यत्वनियमात् । तदा देशनादिप्रवृत्त्यापि भगवतस्तथा मोहजन्यत्वेन भवितव्यम् ॥३०-१५।।। “આહારાદિની પ્રવૃત્તિ જો મોહજન્ય માનવાનું ઇષ્ટ હોય તો દેશનાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય માનવી પડશે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે દિગંબરોના જણાવ્યા મુજબ પરપ્રવૃત્તિમાત્ર મોહજન્ય છે. શ્રી કેવલીપરમાત્મા કવલાહારને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યવિષયક(સંબંધી) હોવાથી તેમાં મોહજન્યત્વ માનવાનો પ્રસંગ આવે. તેથી તે પ્રસંગના નિવારણ માટે કેવલીભગવંતો કવલાહાર કરતા નથી - એમ દિગંબરો માને છે. પરંતુ તે બરાબર નથી. બુદ્ધિપૂર્વકની બધી જ પ્રવૃત્તિઓ(પરદ્રવ્યવિષયક પ્રવૃત્તિઓ)ને મોહજન્ય માનવામાં આવે તો દેશનાદિની પ્રવૃત્તિને પણ મોહજન્ય માનવાનો પ્રસંગ આવશે. (શ્રી તીર્થંકરનામકમદિના ઉદયને કારણે દેશનાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી તે જો મોહજન્ય નથી, તો અશાતાદિકર્મના ઉદયથી થતી આહારાદિગ્રહણની પ્રવૃત્તિ પણ મોહજન્ય નથી... ઇત્યાદિ સમજી શકાય છે.) ૩૦-૧૫ll इच्छाभावादगवतो नास्त्येव देशनाप्रवृत्तिः, स्वभावत एव च तेषां नियतदेशकाला देशना इतीष्टा पत्तावाह “શ્રી કેવલીપરમાત્માને ઇચ્છાનો અભાવ હોવાથી વસ્તુતઃ દેશનાની પ્રવૃત્તિ તેઓશ્રીને છે જ નહિ. સ્વભાવથી જ તેઓશ્રીને તે તે ચોક્કસ સ્થાને અને ચોક્કસ કાળે દેશના હોય છે. ૨૦૨ કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #206 -------------------------------------------------------------------------- ________________ ભોજનની જેમ જ જો તેઓશ્રી દેશનાદિની પ્રવૃત્તિ કરતા હોય તો તેને મોહજન્ય માનવાનું ઇષ્ટ ४ छ." - मा प्रभारीनी बरोनी मान्यतानुं नि२।४२९॥ ४२।५ छ यत्नं विना निसर्गाच्चेद्, देशनादिकमिष्यते । भुक्त्यादिकं तथैव स्याद्, दृष्टबाधा समोभयोः ॥३०-१६॥ यसमिति-यनं ताल्वोष्ठदिव्यापारजनकप्रयत्नं विना निसर्गात्स्वभावाच्चेद्देशनादिकमिष्यते भगवतः, तदा भुक्त्यादिकं तथैव यतं विनैव स्यात् । दृष्टबाधोभयोः पक्षयोः समा । भुक्तेरिव देशनाया अपि यत्नं विना क्वाप्यदर्शनात् । चेष्टाविशेषे यलहेतुत्वकल्पनस्य चोभयत्र साम्यात् । ननु प्रयतं विना चेष्टामात्रं न भवत्येव, देशना च भगवतामव्यापृतानामेव ध्वनिमयी सम्भवत्यक्षरमय्यामेव तस्यां यत्नजन्यत्वे(ने)च्छाजन्यत्वादिनियमावधारणादिति न साम्यं । यदाह समन्तभद्र:-“अनात्मार्थं विना रागैः शास्ता शास्ति सतो हितम् । ध्वनन् शिल्पिकरस्पर्शान्मुरजः किमपेक्षते ॥१॥” इति, मैवम्, शब्दस्य शब्दान्तरपरिणामकल्पनस्य साजात्येन न्याय्यत्वेऽपि ध्वनेस्तत्कल्पनस्यातिशयतोऽप्यन्याय्यत्वाद्, भगवद्देशनाया ध्वनिरूपत्वेऽपि वाग्योगापेक्षत्वेन तादृशशब्दमात्रे पुरुषप्रयत्नानुसरणधौव्याद् । अन्यथाऽपौरुषेयमागमं वदतो मीमांसकस्य दुर्जयत्वापत्तेरिति न किञ्चिदेतद् । अथ सुहृद्भावेन पृच्छामः-बुद्धिपूर्वकप्रवृत्ताविच्छाया हेतुत्वात् कथं केवलिनो देशनादावाहारादौ च प्रवृत्तिरिति चेत्, सुहृद्भावेन बूमः-बुद्धिः खल्विष्टसाधनताधीरन्यस्यातिप्रसक्तत्वात्तत्पूर्वकत्वं च यदीष्टसाधनताधीजन्यतावच्छेदकं तदाप्यबुद्धिपूर्वकप्रवृत्तेर्जीवनयोनिभूताया इव भवोपग्राहिकर्मवशादुपपत्तेर्न कश्चिद्दोष इति । प्रवृत्तिसामान्ये तु योगानामेव हेतुत्वादिच्छापूर्वकत्वमार्थसमाजसिद्धमेव । यदवदाम-“परदव्वम्मि पवित्ती ण मोहजणिया व मोहजण्णा वा । जोगकया हु पवित्ती फलकंखा रागदोसकया ॥१॥” इत्यधिकमन्यत्र ॥३०-१६॥ “પ્રયત્ન વિના સ્વભાવથી જ, શ્રી કેવલી પરમાત્માની દેશનાદિની પ્રવૃત્તિ છે એમ માનવાનું ઇષ્ટ હોય તો તેઓશ્રીની આહારાદિની પ્રવૃત્તિ પણ તે જ રીતે સ્વભાવથી થાય છે એમ માનવામાં પણ કોઈ દોષ નથી. યદ્યપિ આહારાદિની પ્રવૃત્તિ સ્વભાવથી નથી એ પ્રત્યક્ષ દેખાય છે. અર્થાતુ શ્રી કેવલીપરમાત્માની આહારાદિની પ્રવૃત્તિને સ્વાભાવિક માનવામાં પ્રત્યક્ષનો બાધ છે. પરંતુ એવો બાધ તો દેશનાદિને સ્વાભાવિક માનવામાં પણ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે અહીં તાળવું, હોઠ અને જીભ વગેરેની ક્રિયાવિશેષને ઉત્પન્ન કરનાર પ્રયત્નવિશેષસ્વરૂપ “યત્ન'ની વિવેક્ષા છે. તેવા પ્રકારના યત્ન વિના જ ભગવાન કેવલીપરમાત્માની દેશના નિસર્ગ-સ્વભાવથી જ પ્રવર્તે છે – એમ માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ તેઓશ્રીની આહારાદિ ગ્રહણની પ્રવૃત્તિને પણ નિસર્ગથી જ માનવામાં કોઈ દોષ નથી. પ્રત્યક્ષમાં તો આહારાદિની પ્રવૃત્તિ પ્રયત્નજન્ય દેખાય છે, તેથી યદ્યપિ પ્રત્યક્ષનો એક પરિશીલન ૨૦૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ બાધ દોષ છે. પરંતુ એ તો સ્વાભાવિક દેશનાને માનવામાં પણ તુલ્ય જ છે. કારણ કે ભોજનની જેમ દેશનાદિ પણ પ્રયત્ન વિના ક્યાંય જોવા મળતા નથી. યદ્યપિ ચેષ્ટાસામાન્યની પ્રત્યે પ્રયત્નને કારણ માનતા નથી; જે ચેષ્ટાની પૂર્વે (અવ્યવહિત પૂર્વે પ્રયત્ન વૃત્તિ છે, તે ચેષ્ટાની પ્રત્યે જ પ્રયત્નને કારણ માનવામાં આવે છે. તેથી શ્રી કેવલીભગવંતની પ્રવૃત્તિમાત્રની પ્રત્યે પ્રયત્નને કારણ માનતા નથી. ભોજનની પ્રવૃત્તિમાત્રમાં પ્રયત્નજન્યત્વ મનાય છે અને દેશનાદિમાં તેમ મનાતું નથી - આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ એ પ્રમાણે તો દેશનાદિ માટે પણ કહી શકાય છે. તેથી ઉભયસ્થાને સામ્ય છે. ઉપર જણાવ્યા મુજબ બંન્નેમાં સામ્ય નથી પરંતુ વિષમતા છે – એ જણાવવા દિગંબરો નવું.... ઈત્યાદિ ગ્રંથથી શંકા કરે છે. એનો આશય એ છે કે પ્રયત્ન વિના કોઈ પણ ચેષ્ટા થતી નથી. શ્રી કેવલીપરમાત્મા કોઈ પણ પ્રકારનો પ્રયત્ન ન કરે તોપણ તેઓશ્રીથી ધ્વનિમય દેશના સ્વાભાવિક જ પ્રગટે છે. નિયત દેશ-કાળમાં પ્રગટ થતી એ દેશનાની પ્રત્યે પ્રયત્ન કારણ નથી. અક્ષરમય દેશનાની પ્રત્યે જ તે કારણ બને છે અને એ પ્રયત્નની પૂર્વે ઇચ્છાનું અસ્તિત્વ હોય છે, જે વીતરાગતાની બાધક છે. તેથી શ્રી કેવલીપરમાત્માની દેશના સ્વભાવથી ધ્વનિમય હોય છે. પરંતુ કેવલીપરમાત્મા કવલાહાર ગ્રહણ કરે તો તે અવશ્ય પ્રયત્નજન્ય હોવાથી તેની પૂર્વે ઇચ્છાને પણ માનવી પડશે, જે વીતરાગતાની બાધક બનશે. તેથી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી. આ વાતના સંદર્ભમાં શ્રી સમંતભદ્રાચાર્યજીએ પણ કહ્યું છે કે – “પોતાના સ્વાર્થ વિના અને રાગ વિના સપુરુષોના હિતનો ઉપદેશ શ્રી તીર્થંકર પરમાત્મા કરે છે. શું મૃદંગ, તેના વાદકના હાથના સ્પર્શથી વાગતું હોય ત્યારે પોતાના માટે ફળની અપેક્ષા રાખે છે? અર્થાત્ નથી રાખતું. તેમ પરમાત્માની દેશના પણ નિઃસ્વાર્થ (ઇચ્છા વિનાની) હોય છે. હવે મે... ઇત્યાદિ ગ્રંથથી ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરાય છે. એનું તાત્પર્ય એ છે કે શબ્દથી શબ્દાંતરનું પરિણમન થાયઃ એ કલ્પના સંગત છે. કારણ કે અર્ધમાગધી ભાષામાં બોલાયેલા એ શબ્દો, શ્રોતાઓની પોતપોતાની ભાષામાં શ્રી તીર્થંકરપરમાત્માના અતિશયવિશેષથી પરિણમે છે. ત્યાં શબ્દોનું સાજાત્ય હોય છે તેથી તે સંભવે છે. પરંતુ ધ્વનિમય દેશના અતિશયથી પણ શબ્દાંતરમાં પરિણમે : એનો સંભવ નથી. તેથી તેવી કલ્પના યોગ્ય નથી. ક્ષણવાર માની લઈએ કે પરમાત્માના અચિંત્ય અતિશયના સામર્થ્યથી પરમાત્માની ધ્વનિમય દેશના શ્રોતાઓની પોતપોતાની ભાષામાં પરિણમે તોપણ તે ધ્વનિરૂપ દેશના વચનયોગની અપેક્ષા રાખતી હોવાથી તાદશ શબ્દમાત્રમાં(અક્ષર-અનફર શબ્દમાં) વક્તા પુરુષના પ્રયત્નનું અનુસરણ ચોક્કસ(આવશ્યક) છે. આથી સમજી શકાશે કે શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક દેશના પ્રયત્નથી જન્ય છે. અન્યથા તેને પ્રયત્નજન્ય ન માને, તો વેદને ૨૦૪ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #208 -------------------------------------------------------------------------- ________________ અપૌરુષેય(કોઇના પણ પ્રયત્ન વિના થયેલા) માનનારા મીમાંસકોને જીતવાનું દિગંબર માટે શક્ય નહીં બને. મિત્રભાવે અમે(દિગંબર) પૂછીએ છીએ કે “બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિની પ્રત્યે ઇચ્છા કારણ છે. કેવલજ્ઞાનીને ઇચ્છા હોતી નથી. તો ઇચ્છાના અભાવમાં દેશનાદિની અને આહારાદિની પ્રવૃત્તિ કઈ રીતે તેઓશ્રીને હોઈ શકે ? મિત્રભાવે જ કહીએ છીએ કે - અહીં બુદ્ધિ તરીકે ઈષ્ટસાધનતાવિષયક (આ મારા ઈષ્ટનું સાધન છે.) બુદ્ધિ જગૃહીત છે. કારણ કે એનાથી અન્ય બુદ્ધિ અતિપ્રસક્ત વ્યભિચારિણી (અર્થાત્ એ હોય તો પ્રવૃત્તિ થાય કે ન પણ થાય) છે. પ્રવૃત્તિમાં બુદ્ધિપૂર્વકત્વ રહેલું છે. તેને ઇષ્ટસાધનતાના જ્ઞાનમાં રહેલી જનકતા નિરૂપિત જન્યતાનું અવચ્છેદક માનીએ અર્થાત્ બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ પ્રત્યે તાદશ ઈષ્ટસાધનાવિષયક બુદ્ધિને કારણે માનીએ તોપણ; જીવનયોનિભૂત શ્વાસોચ્છવાસાદિની અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ, જેમ ભવોપગ્રાહી કર્મ(આયુષ્યકર્મ-નામકર્માદિ)ના કારણે થાય છે તેમ કેવલપરમાત્માની દેશનાદિની અને આહારાદિની પ્રવૃત્તિ પણ ભવોપગ્રાહિકર્મના કારણે સુસંગત છે. એ પ્રવૃત્તિ વીતરાગતાની બાધક નથી. બાકી તો પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે મન, વચન, કાયાના યોગો જ કારણ છે. ઇચ્છાપૂર્વકાદિ તે તે પ્રવૃત્તિવિશેષ તો અવાંતર સામગ્રીથી થાય છે. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમતપરીક્ષામાં ફરમાવ્યું છે કે – પરદ્રવ્યમાં થતી પ્રવૃત્તિ; મોહથી થતી નથી કે મોહને ઉત્પન્ન કરતી નથી. મન, વચન અને કાયાના યોગથી જ પ્રવૃત્તિ થાય છે. ફળની ઈચ્છા તો રાગ અને દ્વેષને લઈને થતી હોય છે... આથી અધિક વર્ણન શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા સ્યાદ્વાદ-કલ્પલતાદિમાં ઉપલબ્ધ છે. જિજ્ઞાસુઓ માટે તેનું અધ્યયન જ આવશ્યક છે. ૩૦-૧૯ll આઠમા હેતુનું નિરાકરણ કરવાનો આરંભ કરાય છે– भुक्त्या या सातवेद्यस्योदीरणापाद्यते त्वया । साऽपि देशनयाऽसातवेद्यस्यैतां तवाऽऽक्षिपेत् ॥३०-१७॥ भुक्त्येति-भुक्त्या कवलाहारेण । या सातवेद्यस्य सातवेदनीयस्योदीरणा त्वयापाद्यते । भुक्तिव्यापारेण सातोत्पत्तेः । सापि देशनयाऽसातवेद्यस्यैतां उदीरणां त्वाक्षिपेत्, ततोऽपि परिश्रमदुःखसम्भवात् प्रयलजन्यत्वस्य तत्र व्यवस्थापितत्वादिति भावः ॥३०-१७।। “તમારા(દિગંબરો) વડે ભોજનના કારણે જે શતાવેદનીયકર્મની ઉદીરણાનું આપાદન કરાય છે, (અર્થાતુ અમારા મતમાં દોષ દર્શાવાય છે.) તે ઉદીરણા (તાદશ દોષ) તમારા મતમાં દેશનાથી અશાતા વેદનીયકર્મની ઉદીરણાને ખેંચી લાવશે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે શ્રી કેવલીપરમાત્મા એક પરિશીલન ૨૦૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ જો કવલાહાર કરે તો તેઓશ્રીને શાતા વેદનીયકર્મની ઉદીરણા કર્યાનો પ્રસંગ આવશે. તેના અનુસંધાનમાં આ શ્લોકથી જણાવ્યું છે કે – ભોજનની ક્રિયાથી શાતાની ઉત્પત્તિ થતી હોવાથી કવલાહારથી શાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે શાતાવેદનીયકર્મની ઉદીરણાનું આપાદન કરનારા દિગંબરોને, એવી રીતે જ અશાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસંગ આવે છે. કારણ કે ભગવાનની દેશનાથી પણ પરિશ્રમના કારણે દુઃખનો સંભવ હોવાથી અશાતાવેદનીયકર્મની ઉદીરણાનો સંભવ છે જ. “દેશના પ્રયત્ન વિના સ્વભાવથી જ થાય છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે દેશના પ્રયત્નજન્ય છે - એ આ પૂર્વે જ જણાવ્યું છે... વગેરે બરાબર સમજી લેવું જોઈએ. ૩૦-૧થી सुहृद्भावेन समाधत्ते ઉપર જણાવ્યા મુજબ શાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસંગ, અશાતા વેદનીયની ઉદીરણાના પ્રસંગના આપાદનથી દૂર કર્યો છે. તેથી વસ્તુતઃ તે દૂર થયો ન હોવાથી મિત્રભાવે તેના નિવારણ માટે જણાવાય છે– उदीरणाख्यं करणं, प्रमादव्यङ्ग्यमत्र यत् । तस्य तत्त्वमजानानः, खिद्यसे स्थूलया धिया ॥३०-१८॥ उदीरणाख्यमिति-उदीरणाख्यं करणं यदान्तरशक्तिविशेषलक्षणं प्रमादव्यङ्ग्यं वर्तते, तस्य तत्त्वं स्वरूपमजानानः स्थूलया धिया बहिर्योगमात्रव्यापारगोचरया खिद्यसे त्वं । योगव्यापारमात्रस्य तदाक्षेपकत्वे ततो मनोयोगेनाप्यप्रमत्ते सुखोदीरणप्रसङ्गात्, तदीयसुखस्य ज्ञानरूपत्वे सुखान्तरस्यापि तथात्वप्रसङ्गात् । सुख्यहमित्यनुभवस्य चाप्रमत्तेऽप्यक्षतत्वादिति ॥३०-१८॥ અહીં પ્રમાદથી જણાતું ઉદીરણા નામનું જે કરણ છે, તેનું સ્વરૂપ નહિ જાણતા એવા તમે સ્કૂલબુદ્ધિથી વ્યર્થ ખેદ પામો છો.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્યંતર શક્તિવિશેષને કરણ કહેવાય છે. ઉદીરણા નામનું કરણ પ્રમાદથી અભિવ્યંગ્ય (જાણવાયોગ્ય) છે. એ ઉદીરણાનું સ્વરૂપ જાણતા ન હોવાથી, માત્ર બાહ્ય કવલાહારાદિની થતી પ્રવૃત્તિને જોઇને સ્થૂલ બુદ્ધિથી તમે દિગંબરો નકામા ખેદ પામો છો. કારણ કે ઉદીરણાને ખેંચી લાવનાર પ્રમાદ છે, માત્ર બાહ્ય ક્રિયા નથી. માત્ર બાહ્ય ક્રિયાથી જ ઉદીરણા થતી હોય તો મનોયોગે અપ્રમત્ત ગુણસ્થાનકે યતિને પણ સુખની ઉદીરણાનો પ્રસંગ આવશે. “અપ્રમત્ત યતિનું સુખ જ્ઞાન સ્વરૂપ હોવાથી તેની ઉદીરણાનો પ્રસંગ નહિ આવે.” - એમ કહેવામાં આવે તો “કેવલી પરમાત્માનું સુખ પણ જ્ઞાન સ્વરૂપ હોવાથી તેની ઉદીરણાનો પ્રસંગ પણ નહીં આવે.” - એમ માનવામાં કોઈ દોષ નથી. યદ્યપિ કેવલી પરમાત્માનું સુખ સ્વાનુભવનો વિષય છે. અપ્રમત્તયતિઓને પોતાનું જ્ઞાનાત્મક સુખ ૨૦૬ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #210 -------------------------------------------------------------------------- ________________ સ્વાનુભવનો વિષય બનતું નથી. કારણ કે તેઓશ્રી અસંગયોગમાં નિમગ્ન હોય છે. તેથી અપ્રમત્તયતિને સુખની ઉદીરણાનો પ્રસંગ આવતો નથી - આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ એ કહેવાનું ઉચિત નથી. કારણ કે અપ્રમત્તયતિઓને “હું સુખી છું’... ઇત્યાદિ અનુભવ અબાધિત છે... વગેરે અન્યત્ર અનુસંધેય છે. ll૩૦-૧૮ દિગંબરોએ પોતાની માન્યતાનું સમર્થન કરવા ઉપન્યસ્ત નવમા હેતુનું નિરાકરણ કરાય છે– आहारकथया हन्त, प्रमादः प्रतिबन्धतः । તમારે ૨ નો મુવલ્યા, યૂયતે સુમુરપ રૂ૦-૧૧ आहारकथयेति-आहारकथया हन्त प्रतिबन्धतस्तथाविधाहारेच्छासंस्कारप्रवृद्धेः प्रमादो भवति, न त्वन्यथापि । अकथाविकथानां विपरिणामस्य परिणामभेदेन व्यवस्थितत्वात् । तदभावे च प्रतिबन्धाभावे च नो नैव भुक्त्या श्रूयते सुमुनेरपि उत्तमसाधोरपि प्रमादः, किं पुनर्भगवत इति भावः । बहिर्योगव्यापारमात्रोपरम एवाप्रमत्तत्वलाभ इति तु न युक्तम्, आरब्धस्य तस्य तत्रासङ्गतया निष्ठया अविरोधादिति ||રૂ૦-૧૨ll આહારકથાથી પ્રમાદ થાય છે તે વાત બરાબર છે પરંતુ પ્રતિબંધને(રાગને) લઈને તે પ્રમાદ થાય છે. અન્યથા પ્રતિબંધના અભાવમાં વાપરવાથી સારા(ભાવ)સાધુને પણ પ્રમાદ થતો નથી. તો શ્રી કેવલીપરમાત્માને તે ક્યાંથી થાય?” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આહારકથાના કારણે તેવા પ્રકારના ઈષ્ટ આહારને વાપરવાની ઇચ્છાના સંસ્કારની (ઈચ્છાજનક સંસ્કારની) વૃદ્ધિ થવાથી પ્રમાદ થાય છે. અન્યથા તાદેશ સંસ્કારના અભાવમાં પણ પ્રમાદ થતો નથી. આહારની કથા હોવા છતાં ફળમાં કેમ ફરક પડે છે – એમ નહીં કહેવું જોઇએ. કારણ કે અકથા કે વિકથાનો વિપરિણામ (વિશિષ્ટ પરિણામ); આશયવિશેષથી વ્યવસ્થિત છે. અર્થાત્ એમાં વક્તા વગેરેનો આશય કારણ છે. ઉપર જણાવ્યા મુજબ પ્રતિબંધનો અભાવ હોય તો ઉત્તમ સાધુ મહાત્માને પણ પ્રમાદ થતો નથી – એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. કવલાહારાદિ સ્વરૂપ બાહ્યવ્યાપાર(ક્રિયા)માત્ર(સકળ બાહ્યવ્યાપારમાત્ર)નો અભાવ થાય ત્યારે જ અપ્રમત્તત્વની પ્રાપ્તિ થાય છે, તેથી ઉત્તમ સાધુમહાત્માઓને સાતમાં ગુણઠાણે આહારનો સંભવ નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ; કારણ કે છઠ્ઠા ગુણસ્થાનકે જેઓએ આહારની શરૂઆત કરેલી હોય તેઓ; ઉદાસીનપણે વાપરતાં વાપરતાં અસંગદશાને પ્રાપ્ત કરી સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે, એમાં કોઈ વિરોધ નથી. ૩૦-૧લા દશમા હેતુનું નિરૂપણ કરાય છે– એક પરિશીલન ૨૦૭. Page #211 -------------------------------------------------------------------------- ________________ निद्रा नोत्पाद्यते भुक्त्या, दर्शनावरणं विना । ઉત્પાદ્યતે ન ઘન, ઘટો કૃત્પિષમજ્વર //રૂ૦-૨૦ નિતિ-સ્પષ્ટ: Ilરૂ૦-૨૦ના “દર્શનાવરણીયકર્મના ઉદય વિના ભોજનથી નિદ્રા ઉત્પન્ન થતી નથી. માટીના પિંડ વિના દંડથી ઘડાની ઉત્પત્તિ થતી નથી.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે કેવલીપરમાત્મા કવલાહાર કરે તો તેઓશ્રીને નિદ્રાની ઉત્પત્તિનો પ્રસંગ આવશે. દિગંબરોની એ વાત યુક્ત નથી. કારણ કે નિદ્રાનું કારણ દર્શનાવરણીયકર્મનો ઉદય છે. ભોજન તો તેમાં નિમિત્તમાત્ર છે. શ્રી કેવલીપરમાત્માનું દર્શનાવરણીયકર્મ સર્વથા ક્ષીણ થયેલું હોવાથી તેઓશ્રી વાપરે તોપણ તેઓશ્રીને નિદ્રાનો સંભવ જ નથી. કારણ કે કારણ વિના કાર્યનો સંભવ નથી. સામગ્રીથી સિદ્ધ થતું કાર્ય, સામગ્રયંતઃપાતી કોઈ એક કારણથી સિદ્ધ ન થાય - એ સ્પષ્ટ છે, જે ઉપર જણાવેલા ઉદાહરણથી સમજી શકાય છે. ૩૦-૨ના કેવલીભગવંતો કવલાહાર કરે તો તેઓશ્રીને રસનેન્દ્રિયથી જન્ય એવા રાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. દશમા હેતુના નિરૂપણ વખતે દર્શાવેલા એ દોષનું હવે નિરાકરણ કરાય છે– रासनं च मतिज्ञानमाहारेण भवेद् यदि । घाणीयं स्यात् तदा पुष्पघाणतर्पणयोगतः ॥३०-२१॥ રાતનું રેતિ–સ્પષ્ટ: IIરૂ૦-૨ા “આહાર કરવાના કારણે શ્રી કેવલીભગવંતોને રાસન-પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનની ઉત્પત્તિ જો થતી હોય તો સમવસરણમાં પુષ્પના પરાગ અને ધ્રાણેન્દ્રિયનો સંબંધ થવાથી શ્રી કેવલીભગવંતને ઘ્રાણેન્દ્રિયજન્ય ઘાણજ પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાન ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આહારની પ્રવૃત્તિના કારણે જો કેવલજ્ઞાનીઓને મતિજ્ઞાનનો પ્રસંગ આવતો હોય તો તેઓશ્રી આહાર ન પણ કરે તોય સમવસરણમાં પુષ્પાદિના ગંધના સંપર્કથી ઘાણજપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનનો પ્રસંગ તેઓશ્રીને અનિવાર્ય જ છે. એના નિવારણ માટે જે ઉપાય વિચારાય તે જ ઉપાયથી રાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનના પ્રસંગનું નિવારણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયકર્મનો ઉદય ન હોવાથી વસ્તુતઃ શ્રી કેવલીપરમાત્માને મતિજ્ઞાનનો સંભવ નથી... ઇત્યાદિ વિચારવું જોઈએ. ૩૦-૨૧ ચોથા શ્લોકથી દશમા હેતુનું નિરૂપણ કરતી વખતે કવલાહારના કારણે કેવલીને પ્રતિક્રમણ યોગ્ય ઇર્યાપથનો પ્રસંગ જણાવ્યો હતો, તેનું નિરાકરણ કરાય છે તેમ જ ધ્યાન અને તપની હાનિનો પ્રસંગ પણ જણાવ્યો હતો, તેનું પણ નિરાકરણ કરાય છે– ૨૦૮ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #212 -------------------------------------------------------------------------- ________________ ईर्यापथप्रसङ्गश्च, समोऽत्र गमनादिना । અક્ષતે ધ્યાન-તપસી, સ્વાનાસમયે પુનઃ ॥૩૦-૨૨સી ईर्येति–ईर्यापथप्रसङ्गश्चात्र भगवतो भुक्तौ गमनादिना समस्तेनापि तत्प्रसङ्गस्य तुल्ययोगक्षेमत्वात्, स्वाभाविकस्य च तद्गमनस्य दृष्टबाधेन कल्पयितुमशक्यत्वादिति भावः । स्वकालासम्भवे भुक्तिकालासम्भविनी ध्यानतपसी पुनरक्षते । योगनिरोधदेहापवर्गकालयोरेव तत्सम्भवात् (तत्स्वभावात्) । स्वभावसमवस्थितिलक्षणयोश्च तयोर्गमनादिनेव भुक्त्यापि न व्याघात इति द्रष्टव्यम् ||३०-२२।। “ઇર્યાપથપ્રસંગ, ગમનાદિની ક્રિયાના કારણે અહીં સમાન છે. તેમ જ ભોજનના કાળમાં નહિ થનારાં ધ્યાન અને તપ અક્ષત જ છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ભગવાન શ્રી કેવલી પરમાત્મા ભોજન(કવલાહાર) કરે તો જેમ પ્રતિક્રમણને યોગ્ય ઇર્યાપથનો પ્રસંગ આવે છે તેમ જવા વગેરેની તેમ જ આંખની પાંપણની હલનચલનાદિની ક્રિયાના કારણે પણ એ પ્રસંગ તો આવવાનો જ છે. અર્થાત્ શ્રી કેવલી-પરમાત્મા ભોજન ન કરે તોપણ વિહારાદિ ક્રિયાઓના કારણે ઇર્યાપથનો પ્રસંગ આવવાનો જ છે. “તેઓશ્રીની વિહારાદિની પ્રવૃત્તિ કેવલ યોગનિમિત્તક છે. (કષાયાદિનિમિત્તક નથી.) તેથી વિહારાદિના કારણે ઇર્યાપથનો પ્રસંગ આવતો નથી.” આ પ્રમાણે જો કહેવામાં આવે તો શ્રી કેવલીભગવંતોનો કવલાહાર પણ કેવલ યોગનિમિત્તક છે - આ પ્રમાણે કહી શકાય છે. અર્થાત્ બંન્ને સ્થાને ઇર્યાપથના વિષયમાં તુલ્યયોગક્ષેમ છે. “ભગવાન શ્રી કેવલીપરમાત્માની વિહારાદિની પ્રવૃત્તિ સ્વાભાવિક છે, તેથી તેઓશ્રીને ઇર્યાપથનો પ્રસંગ આવતો નથી.” - પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે ગમનાગમનાદિની પ્રવૃત્તિ સ્વભાવથી જ થાય છે એ કહી શકાય એવું નથી. દેખીતી રીતે એ બાધિત છે, પ્રત્યક્ષવિરોધિની એ કલ્પના અયુક્ત છે. પ્રમત્તોને જ ઇર્યાપથિકી વિરાધના કર્મબંધનું કારણ બને છે. કેવલીપરમાત્માને તો તે નિર્જરાનું કારણ બને છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. આ - દિગંબરોએ પોતાની માન્યતાનું સમર્થન કરતાં ચોથા શ્લોકમાં અગિયારમા હેતુ તરીકે જણાવેલ ધ્યાન અને તપની ક્ષતિનું નિરાકરણ કરાય છે – અક્ષતે... ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે કેવલીપરમાત્માને ધ્યાન અને તપ સતત હોવાથી તેનો ભંગ ન થાય – એ માટે તેઓને કવલાહાર હોતો નથી. દિગંબરોનું એ કથન અયુક્ત છે. કારણ કે શ્રી કેવલીભગવંતોને યોગનિરોધ અવસ્થામાં અને મોક્ષગમનના અવસરે ધ્યાન અને તપ હોય છે. તે વખતે તેઓશ્રી આહાર કરતા નથી. આહાર કરવાના કાળમાં ધ્યાન અને તપ તેઓશ્રીને હોતાં નથી. આથી સમજી શકાશે કે શ્રી કેવલજ્ઞાનીને ધ્યાન અને તપ નિત્ય હોતાં નથી. પરંતુ અંતિમ સમયે જ હોય છે. આમ છતાં એક પરિશીલન ૨૦૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ ગમનાગમનાદિ ક્રિયાકાળમાં સ્વભાવમાં સમરસ્થિતિ સ્વરૂપ જ નિત્ય ધ્યાન કે તપ હોય છે એમ માનવામાં આવે તો તે આહારકાળમાં પણ નિરાબાધ છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ll૩૦-રરા બારમા હેતુનું નિરાકરણ કરાય છે परमौदारिकं चाङ्गं, भिन्नं चेत्तत्र का प्रमा । औदारिकादभिन्नं चेद्, विना भुक्तिं न तिष्ठति ॥३०-२३॥ परमौदारिकं चेति-परमौदारिकं चाङ्गं शरीरं भिन्नं चेदौदारिकादिभ्यः क्लृप्तशरीरेभ्यः, तर्हि तत्र का प्रमा किं प्रमाणं ? न किञ्चिदित्यर्थः । औदारिकादभिन्नं चेत्तत्केवलमतिशयितरूपाद्युपेतं तदेव तदा भुक्तिं विना न तिष्ठति । चिरकालीनौदारिकशरीरस्थितेभुक्तिप्रयोज्यत्वनियमात् । भुक्तेः सामान्यतः पुद्गलविशेषोपचयव्यापारकत्वेनैवोपयोगात् । वनस्पत्यादीनामपि जलाद्यभ्यादानेनैव चिरकालस्थितेः । शरीरविशेषस्थितौ विचित्रपुद्गलोपादानस्यापि हेतुत्वेन तं (विना) केवलिशरीरस्थितेः कथमप्यसम्भवात् तत्र परमौदारिकभिन्नत्वस्य कैवल्याकालीनत्वपर्यवसितस्य विशेषणस्याप्रामाणिकत्वादिति ॥३०-२३।। ઔદારિક શરીર કરતાં પરમ ઔદારિક શરીર ભિન્ન-જુદું) છે, તેમાં શું પ્રમાણ છે? જો પરમ ઔદારિક શરીર ઔદારિક શરીરથી અભિન્ન છે, તો તે ભોજન વિના નહિ ટકે.” - આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “શ્રી વીતરાગપરમાત્માનું શરીર પરમ ઔદારિક હોવાથી તેઓશ્રીને સુધા વગેરેનો સંભવ ન હોવાના કારણે શ્રી કેવલજ્ઞાનીને ભોજનનો અભાવ છે.” આ પ્રમાણે દિગંબરોએ જણાવ્યું હતું. એ વિષયમાં જણાવવાનું કે પરમ ઔદારિક શરીર, પ્રસિદ્ધ ઔદારિકાદિ શરીરથી ભિન્ન છે કે અભિન્ન છે : આ બે વિકલ્પ છે. બંન્ને વિકલ્પમાં દોષ છે. કારણ કે પરમ ઔદારિક શરીર, લૂપ્ત ઔદારિકાદિ શરીરથી ભિન્ન છે - એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી અને બીજા વિકલ્પ મુજબ પરમ ઔદારિક શરીરને ક્લત શરીરથી ભિન્ન ન માનતાં અભિન્ન માની લેવામાં આવે તો તે કેવલ શ્રેષ્ઠ રૂપાદિથી યુક્ત એવું શરીર ચિરકાળ સુધી ભોજન વિના ટકી શકશે નહિ. કારણ કે લાંબા કાળ સુધીની ઔદારિક શરીરની સ્થિતિ ભુક્તિપ્રયોજ્ય છે. અર્થાત જ્યાં ભુક્તિ(ભોજન)પ્રયોજ્યત્વનો અભાવ છે, ત્યાં લાંબા કાળ સુધી શરીરની સ્થિતિ હોતી નથી. એવી દીર્ઘ સ્થિતિ માટે ભોજન માન્યા વિના ચાલે એવું નથી. શ્રી કેવલીપરમાત્મા કવલાહાર ન કરે તો દેશોના પૂર્વ કરોડ વર્ષ સુધી તેઓશ્રીનું પરમ ઔદારિક શરીર ટકે કઈ રીતે? ભોજન, શરીરની ચિરકાળ સ્થિતિની પ્રત્યે પુદ્ગલવિશેષનો ઉપચય કરવા દ્વારા ઉપયોગી બને છે. “વનસ્પતિકાય જીવોનાં ઔદારિક શરીરો હજારો વર્ષો સુધી કવલાહાર વિના કઈ રીતે ટકે છે?” આવી શંકા નહિ કરવી જોઇએ. કારણ કે તે જીવોના શરીરની લાંબા કાળ સુધીની સ્થિતિ પણ પાણી વગેરેના ગ્રહણથી જ ઉપપન્ન છે. અન્યથા તો તે શરીરો પણ નાશ પામે છે. ૨૧૦ કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #214 -------------------------------------------------------------------------- ________________ આથી ચોક્કસ છે કે શરીરની વિશેષ સ્થિતિમાં (ચિરકાળભાવિ સ્થિતિની પ્રત્યે) કવલાહારથી પ્રાપ્ત થયેલાં વિચિત્ર પુદ્ગલોનું ઉપાદાન, કારણ છે. તેથી કવલાહારને કર્યા વિના કોઇ પણ રીતે શ્રી કેવલીપરમાત્માને પોતાના પરમ ઔદારિક શરીરની સ્થિતિ દીર્ઘકાળ માટે ઘટી શકે એમ નથી. “આ રીતે ઔદારિક શરીરની દીર્ઘકાલીન સ્થિતિ પ્રત્યે કવલાહાર(ભોજન) કારણ છે - એ સમજી શકાય છે. પરંતુ તે ઔદારિક શરીર, કેવલજ્ઞાનાકાલીન પરમૌદારિક શરીરથી ભિન્ન એવા શરીર સ્વરૂપ સમજવું જોઇએ. કેવલજ્ઞાનકાલીન પરમઔદારિક શરીર તો આહાર વિના જ લાંબા કાળ સુધી ટકી શકે છે.” – આ પ્રમાણેનું કથન તદ્દન અયુક્ત છે. કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વેનું શરીર અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછીનું શરીર ભિન્ન છે – એમ માનવામાં કોઇ પ્રમાણ નથી. કેવલજ્ઞાનની પ્રાપ્તિના કારણે જે કોઇ ફરક પડે છે તે આત્મામાં ફરક પડે છે. શરીરમાં તો કોઇ જ ફરક પડતો નથી. તેથી ઔદારિકશી૨સામાન્યની દીર્ઘકાલીન સ્થિતિ, કવલાહારપ્રયોજ્ય છે ઃ એ સિદ્ધ થાય છે. “કેવલજ્ઞાનાકાલીન જે શરીર છે, તે પરમૌદારિક શરીરથી ભિન્ન છે. તાદશભિન્નત્વ (કેવલજ્ઞાનાકાલીનત્વ સ્વરૂપ પરમૌદારિકશરીરભિન્નત્વ) વિશિષ્ટ શરીરની દીર્ઘ સ્થિતિની પ્રત્યે કવલાહાર પ્રયોજક છે.” - આ રીતે ‘તાદૃશભિન્નત્વ' વિશેષણનું ઉપાદાન કરીને કવલાહારનું પ્રયોજ્યત્વ વિશિષ્ટ શરીરમાં માનવાનું પ્રામાણિક નથી. એમાં માત્ર પોતાની માન્યતાનો કદાગ્રહ છે. II૩૦-૨૩૫ પોતાના શરીરની દીર્ઘસ્થિતિને ટકાવવા માટે શ્રી કેવલીપરમાત્માએ કવલાહાર કરવો જોઇએ ઃ એનું જ સમર્થન કરાય છે— भुक्त्याद्यदृष्टसम्बद्धमदृष्टं स्थापकं तनोः । तत्त्यागे दृष्टबाधा त्वत्पक्षभक्षणराक्षसी ||३० - २४॥ भुक्त्यादीति - भुक्त्याद्यदृष्टेन भोजनादिफलहेतुजाग्रद्विपाककर्मणा सम्बद्धं तनोश्शरीरस्य स्थापकमदृष्टं । दृष्टमिति शेषः । तत्त्यागे केवलिन्यभ्युपगम्यमाने त्वत्पक्षभक्षणराक्षसी दृष्टबाधा समुपतिष्ठते । तथा च तद्वयादपि तव नेत्थं कल्पना हितावहेति भावः ||३०-२४॥ “શરીરને લાંબા કાળ સુધી ટકાવનારું કર્મ ભોજનાદિના કર્મની સાથે સંબદ્ધ છે. તેનો અભાવ કેવલી પરમાત્મામાં સ્વીકારવામાં આવે તો પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ વસ્તુની બાધા થાય છે, જે દિગંબરોના પક્ષને ભક્ષી જનારી રાક્ષસી છે.” આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે ભોજન પાન... આદિ જેનાં ફળ છે એવા તે હેતુભૂત વિપાક-ઉદયવાળા કર્મની સાથે, શરીરને લાંબા કાળ સુધી ટકાવી રાખનારું કર્મ સંબદ્ધ(સંકળાયેલું) છે : એ પ્રત્યક્ષ દેખાય છે. એક પરિશીલન - ૨૧૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવલીપરમાત્મામાં ભોજનાદિની ક્રિયાના હેતુભૂત કર્મથી સંબદ્ધ શરીરસંસ્થાપક કર્મનો અભાવ માનવામાં આવે તો કેવલીપરમાત્માના પરમૌદારિક શરીરની સ્થિતિ ટકી શકશે નહીં. તેથી ઉત્કૃષ્ટ રીતે દેશોન(નવ વર્ષ ઓછા) એવાં પૂર્વ(૮૪ લાખ x ૮૪ લાખ = ૧ પૂર્વ) કરોડ વર્ષ સુધી ટકી રહેનારી પ્રત્યક્ષસિદ્ધ(દષ્ટ)સ્થિતિની બાધા થાય છે, જે તમારા (દિગંબરના) પક્ષનું ભક્ષણ કરવા માટે રાક્ષસી સમાન છે. તેથી તેના ભયથી પણ તમારે (દિગંબરોએ) “શ્રી કેવલજ્ઞાનીઓનું પરમઔદારિક શરીર કરોડો વર્ષો સુધી કવલાહાર વિના ટકી શકે છે.' - એવી उत्पन। ७२वान हितावह नथी... त्याहि स्पष्ट छे. ॥30-२४।। ननु तनुस्थापकादृष्टस्य भुक्त्याद्यदृष्टनियतत्वेऽपि भुक्त्याद्यदृष्टस्य तनुत्वादभुक्त्याद्युपपत्तिर्भगवतो भविष्यतीत्यत आह “પરમ ઔદારિક શરીરવાળા શ્રી કેવલપરમાત્માને ભોજનપ્રયોજક કર્મ અલ્પ પ્રમાણમાં હોવાથી તેઓશ્રીનું તે શરીર ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી ટકી શકે છે. શરીરસ્થાપક કર્મ ભોજનાદિપ્રયોજક - કર્મનિયત હોવા છતાં ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી આ રીતે પરમ ઔદારિક શરીર ટકી શકે છે..... દિગંબરોની આ માન્યતાનું નિરાકરણ કરાય છે– प्रतिकूलाऽनिवर्त्यत्वात्, तत्तनुत्वं च नोचितम् । दोषजन्म तनुत्वं च, निर्दोषे नोपपद्यते ॥३०-२५॥ प्रतिकूलेतितस्य भुक्त्याद्यदृष्टस्य तनुत्वं च नोचितं । प्रतिकूलेन विरोधिपरिणामेनानिवर्त्यत्वात् । न हि वीतरागत्वादिपरिणामेन रागादीनामिव क्षुधादीनां तथाविधपरिणामेन निवर्त्यत्वमस्ति, येन ततस्तज्जनकादृष्टतनुत्वं स्यात् । अस्त्येवाभोजनभावनातारतम्येन क्षुन्निरोधतारतम्यदर्शनादिति चेन्न । ततो भोजनादिगतस्य प्रतिबन्धमात्रस्यैव निवृत्तेः, शरीरादिगतस्येव शरीरादिभावनया । अन्यथाऽभोजनभावनात्यन्तोत्कर्षेण भुक्तिनिवृत्तिवदशरीरभावनात्यन्तोत्कर्षेण शरीरनिवृत्तिरपि प्रसज्येतेति महत्सङ्कटमायुष्मतः । ननु भुक्त्यादिविपरीतपरिणामेन भुक्त्याद्यदृष्टस्य मोहरूपप्रभूतसामग्री विना स्वकार्याक्षमत्वलक्षणं तनुत्वमेव क्रियते । तनुस्थापकादृष्टस्यापि अशरीरभावनया तद्भवबाह्ययोगक्रियां निरुणब्येव । शरीरं तु प्रागेव निष्पादितं न बाधितुं क्षमत इति अस्माकं न कोऽपि दोष इति चेन्न, विपरीतपरिणामनिवर्त्यत्वे भुक्त्यादेस्तददृष्टस्य रागाधर्जकादृष्टवद्योगप्रकर्षवति भगवति निर्मूलनाशापत्तेर्विशेषाभावात् । घात्यघातिकृतविशेषाभ्युपगमे तु अघातिनां भवोपग्राहिणां यथाविपाकोपक्रममेव निवृत्तिसम्भवादिति न किञ्चिदेतत् । दोषजन्म अग्निमान्द्यादिदोषजनितं तनुत्वं च चिरकालविच्छेदलक्षणं निर्दोषे भगवति नोपपद्यते । नियतविच्छेदश्च नियतकालभुक्त्याद्याक्षेपक एवेति भावः ॥३०-२५।। “ભોજનાદિપ્રયોજક કર્મોનું તનુત્વ (અલ્પત્વ) ભગવાન શ્રી કેવલીપરમાત્માને હોય છે – એમ માનવાનું ઉચિત નથી. કારણ કે તે, પ્રતિકૂળ પરિણામથી દૂર કરાયેલ નથી. તેમ જ નિર્દોષ ૨૧૨ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #216 -------------------------------------------------------------------------- ________________ એવા કેવલીમાં દોષથી ઉત્પન્ન થયેલ (રાગાદિ) અને તનુત્વ પણ સંગત નથી.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યર્થ છે. એના આશયનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ ટીકામાં ફરમાવ્યું છે કે – “ભોજનાદિપ્રયોજક કર્મ, શ્રી કેવલીપરમાત્માને અલ્પ હોય છે. - એમ માનવાનું ઉચિત નથી. કારણ કે ભજ્યાદિના સંપાદક અદષ્ટની તનતા (અલ્પતા), વિરોધી પરિણામથી નિવર્ચ નથી. વીતરાગત્વ કે વીતàષત્વાદિની ભાવના વડે જેમ રાગાદિની અલ્પતા વગેરે થાય છે, તેમ આત્માના અણાહારી સ્વભાવાદિની ભાવના વડે ભોજનાદિસંપાદક કર્મની અલ્પતા થતી નથી. - આત્માનો સ્વભાવ અણાહારી છે, ખાવું એ સ્વભાવ નથી, પણ વિભાવ છે... ઇત્યાદિ રૂપે ભોજન ન કરવાની ભાવનાની તરતમતાથી સુધાની તરતમતા જોવા મળે છે. તેથી ભોજનસંપાદક કર્મ, તાદશ વિરોધી અભોજન - પરિણામથી અલ્પ થાય છે - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તાદશ અભોજનાદિસંબંધી પરિણામથી ભોજનસંબંધી રાગ નાશ પામે છે, ભોજનાદિની પ્રવૃત્તિ નાશ પામતી નથી. અશરીરીપણાની ભાવનાથી જેમ શરીર ઉપરનો રાગ નાશ પામે છે, તેમ ભોજનાદિના અભાવની ભાવનાથી પણ ભોજનાદિનો રાગ નાશ પામે છે પરંતુ ભોજનાદિની પ્રવૃત્તિ નાશ પામતી નથી. અન્યથા અભોજનભાવનાના અત્યંત ઉત્કર્ષથી ભોજનાદિની નિવૃત્તિ થતી હોય તો અશરીરભાવનાના અત્યંત ઉત્કર્ષથી શરીરની નિવૃત્તિનો પણ પ્રસંગ આવશે, જે આયુષ્માન દિગંબરને મોટા સંકટરૂપ છે. “ભોજનાદિસંપાદક અદષ્ટની તનતા થાય છે : એ કહેવાનો આશય એ છે કે ભોજનાદિસંબંધી વિપરીત પરિણામથી (અભોજનભાવનાથી) ભોજનાદિનો મોહ (રાગ) ઘટે છે. તેથી મોહરૂપ ઘણી સામગ્રીના અભાવમાં ભોજનાદિસંપાદક કર્મ, પોતાના કાર્યને કરવા માટે સમર્થ બનતું નથી. આ સ્વકાર્યના અક્ષમત્વ સ્વરૂપ જ ભોજનાદિ - પ્રયોજક કર્મનું તનુત્વ છે. શરીરની સ્થિતિને લાંબા કાળ સુધી ટકાવી રાખનાર કર્મ પણ, અશરીરભાવનાના ઉત્કર્ષથી રાગાદિના કારણે થનારી શરીરની સાર-સંભાળ લેવા સ્વરૂપ ક્રિયાઓને રોકવાથી નબળું પડે જ છે. શરીર તો આ પૂર્વે જ ઉત્પન્ન થયેલું હોવાથી અશરીરમાવના શરીરનો બાધ (ઉચ્છેદ) કરવા સમર્થ બનતી નથી. તેથી અમને-દિગંબરોને કોઇ દોષ નથી...' - આ પ્રમાણેનું દિગંબરોનું કથન ઉચિત નથી. કારણ કે અભોજનાદિ ભાવનાથી, ભોજનાદિ જો દૂર થઈ શકતા હોય તો, જેમ રાગાદિવિરોધી વીતરાગાદિભાવનાથી રાગાદિસંપાદક એવાં કર્મોનો મૂળથી નાશ થાય છે, તેમ અશરીરભાવનાની પ્રકર્ષતાથી, યોગની(સમતાવૃત્તિસંક્ષય સ્વરૂપ) પ્રકૃષ્ટ અવસ્થાને ધારણ કરનારા શ્રી કેવલીપરમાત્મામાં શરીરસંસ્થાપક કર્મનો સર્વથા નાશ થવાનો પ્રસંગ આવવાનો જ છે. કારણ કે બંન્નેમાં (રાગાદિ-જનક કર્મ અને શરીરની દીર્ઘકાળ સુધી સ્થિતિને ટકાવનાર કર્મ : એ બંન્નેમાં) કોઈ વિશેષતા નથી. એક પરિશીલન ૨૧૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ રાગાદિજનક કર્મ ઘાતિ છે અને શરીરસંસ્થાપક કર્મ અઘાતિ છે, તેથી બંન્નેમાં વિશેષતા છે. પરંતુ એવી વિશેષતા માનવામાં આવે તો અઘાતિ ભવોપગ્રાદિ કર્મોની નિવૃત્તિ ક્રમે કરી તેના વિપાકના અનુભવથી જ થાય છે. તેથી અશાતા વેદનીય કર્મ પણ તેના વિપાકરૂપે ભૂખ તરસ વગેરેનો અનુભવ કરાવીને જ સર્વથા ક્ષય પામશે. તેથી ઘાતિ અને અઘાતિકૃત વિશેષતાનું વર્ણન અર્થહીન છે, પ્રકૃતોપયોગી નથી. શ્રી કેવલીપરમાત્મા જો કવલાહાર કરે તો કોઈ વાર જઠરાગ્નિની મંદતાના કારણે રોગ વગેરે ઉત્પન્ન થાય અને તે લાંબા કાળ દૂર થાય. તેથી કેવલી પરમાત્મા ભોજન કરતા નથી.” - આવી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે – વોવન”.. ઇત્યાદિ શ્લોકના ઉત્તરાર્ધથી. અંતે આશય એ છે કે આહારની આસક્તિ વગેરે દોષોથી રહિત એવા કેવલીપરમાત્માઓમાં જઠરાગ્નિની મંદતાદિ દોષોના કારણે રોગાદિનો સંભવ નથી. તેમ જ તેના લાંબા કાળે વિચ્છેદ થવા સ્વરૂપ તનુત્વનો પણ સંભવ નથી. “કેવલપરમાત્માનો જઠરાગ્નિ નિયત સમયે નાશ પામશે. તેના વિલય માટે કવલાહારની આવશ્યકતા નથી. આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે જઠરાગ્નિનો નિયત કાળે થનારો વિચ્છેદ, નિયતકાળમાં કરાતાં ભોજનાદિની અપેક્ષાવાળો છે. નિયતકાલીન ભોજનાદિથી જ નિયતકાળે જઠરાગ્નિનો વિલય થાય છે. અન્યથા કાળમાત્રને કાર્યની પ્રત્યે કારણ માનવાથી કાતર તે તે કારણોને કારણ નહીં મનાય. દરેક કાર્ય તે તે નિયત સમયે થઈ જશે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૩૦-૨પા તેરમા અને ચૌદમા હેતુનું નિરાકરણ કરાય છે परोपकारहानिश्च, नियतावसरस्य न । પુરીષાવિનુગુણા , નિર્મોહી ન વિદ્યતે IIQ૦-રદ્દો परोपकारेति-परोपकारस्य हानिश्च नियतावसरस्य भगवतो न भवति, तृतीययाममुहूर्तमात्र एव भगवतो भुक्तेः, शेषमशेषकालमुपकारावसरात् । पुरीषादिजुगुप्सा च निर्मोहस्य क्षीणजुगुप्सामोहनीयकर्मणो ન વિદ્યતે માવત: રૂ૦-૨દ્દા “પરોપકાર માટે ચોક્કસ અવસર જેઓશ્રી પાસે છે તે શ્રી કેવલીપરમાત્માને પરોપકારની હાનિ થતી નથી. તેમ જ નિર્મોહી એવા પરમાત્માને મૂત્ર-પુરીષાદિની જુગુપ્સા હોતી નથી.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્મા દિવસના ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્ર બે ઘડી જો વાપરતા હોવાથી બાકીનો બધો જ કાળ તેઓશ્રીને પરોપકાર કરવા માટે મળતો હોવાથી પરોપકારની હાનિનો પ્રસંગ આવતો નથી. તેમ જ જુગુપ્સામોહનીયકર્મ સર્વથા ક્ષીણ થયેલું હોવાથી નિર્મોહ શ્રી કેવલીપરમાત્માને મળ-મૂત્રાદિની જુગુપ્સા થતી નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૩૦-૨૬ll ૨૧૪ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #218 -------------------------------------------------------------------------- ________________ ચૌદમા હેતુનું સ્પષ્ટતાપૂર્વક નિરૂપણ કરાય છે– ततोऽन्येषां जुगुप्सा चेत्, सुरासुरनृपर्षदि । नाग्न्येऽपि न कथं तस्याऽतिशयश्चोभयोः समः ॥३०-२७॥ तत इति-ततः पुरीषादेरन्येषां लोकानां जुगुप्सा चेत् सुरासुरनृपर्षदि । उपविष्टस्येति शेषः । नाग्न्येऽपि तेषां कथं न जुगुप्सा ? अतिशयश्चोभयोः पक्षयोः समः । ततो भगवतो नाग्न्यादर्शनवत् पुरीषाद्यदर्शनस्याप्युपपत्तेः । सामान्यकेवलिभिस्तु विविक्तदेशे तत्करणान्न दोष इति वदन्ति ॥३०-२७।। “મળ-મૂત્રથી બીજાને જુગુપ્સા થાય તો દેવતાઓ અસુરો અને મનુષ્યોની પર્ષદામાં શ્રી તીર્થંકરપરમાત્માની નગ્નતાને લઈને બીજાને જુગુપ્સા કેમ ન થાય? ભગવાનનો અતિશય બંન્નેમાં સમાન જ છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે શ્રી કેવલી પરમાત્મા કવલાહાર કરે તો સ્પંડિલ-માત્રે જવું પડે અને તેથી બીજાને જુગુપ્સાનું કારણ બને. તેથી જ તેઓશ્રી કવલાહાર કરતા નથી... આ પ્રમાણેની દિગંબરોની માન્યતા બરાબર નથી. કારણ કે શ્રી કેવલી પરમાત્મા આહાર કરે કે ના કરે પરંતુ બીજાને બીજી રીતે જુગુપ્સાનો પ્રસંગ આવવાનો જ છે. દેવતાઓ અસુરો અને મનુષ્યોની પર્ષદામાં શ્રી તીર્થંકર પરમાત્મા વસ્ત્રરહિતપણે બિરાજમાન હોવાથી તે અવસ્થાને જોઇને બીજા લોકોને જુગુપ્સા થવાની છે. ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માનો એ અતિશય છે કે તેઓશ્રીને જોનારામાંથી કોઇને પણ તેઓશ્રીની તે અવસ્થા દેખાતી નથી.” - આ પ્રમાણે કહીને ઉપર જણાવ્યા પ્રમાણેના જુગુપ્સાના પ્રસંગનું નિવારણ કરવામાં આવે તો એ અતિશય તો મળ-મૂત્રાદિના વિષયમાં પણ કહી શકાય છે. ભગવાનનો એ અતિશય છે કે ભગવાનના આહારનીહારાદિ કોઈને પણ દેખાતા નથી. આ રીતે અતિશયની વાત ઉભયપક્ષે સમાન જ છે. યદ્યપિ શ્રી તીર્થંકરપરમાત્માને અતિશય હોવાથી વસ્ત્રહીન અવસ્થામાં અને મૂત્રપુરીષાદિની અવસ્થામાં જુગુપ્સાના નિમિત્તત્વનું નિવારણ શક્ય હોવા છતાં સામાન્ય કેવલપરમાત્માને અતિશય ન હોવાથી તેઓશ્રી તો જુગુપ્સાના નિમિત્ત ન બનાય: એ માટે વાપરતા નથી – એમ કહી શકાય છે. પરંતુ તે યુક્ત નથી. શ્રી કેવલી પરમાત્મા નિર્જન અને નિર્જીવ શુદ્ધ ભૂમિમાં નીહારાદિ કરી લે છે. તેથી બીજાને જુગુપ્સાનું કારણ બનતા નથી. સામાન્ય સાધુમહાત્માઓ પણ બીજાને જુગુપ્સાદિજનક કોઈ કામ કરતા નથી તો કેવલપરમાત્માઓ તો એવાં જુગુપ્સાજનક કામ કઈ રીતે કરે ?... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૩૦-૨૭ી છેલ્લા પંદરમા હેતુનું નિરાકરણ કરાય છે स्वतो हितमिताहाराद्, व्याध्युत्पत्तिश्च कापि न । તતો મજાવતો મુeી, પરથાનો નૈવ વાયવન્ રૂ૦-૨૮ એક પરિશીલન Page #219 -------------------------------------------------------------------------- ________________ स्वत इति-स्वतः पुण्याक्षिप्तनिसर्गतः हितमिताहारान व्याध्युत्पत्तिश्च कापि न भवति । ततो भगवतो भुक्तौ कवलभोजने नैव बाधकं पश्यामः । उपन्यस्तानां तेषां निर्दलनात् । अन्येषामप्येतज्जातीयानामुक्तजातीयतर्केण निर्दलयितुं शक्यत्वादिति । तत्त्वार्थिना दिगङ्बरमतिभ्रमध्वान्तहरणतरणिरुचिरध्यात्ममतपरीक्षा निरीक्षणीया सुक्ष्मधिया ॥३०-२८।। સ્વતઃ હિત, મિત આહાર કરતા હોવાથી શ્રી કેવલી પરમાત્માને રોગોની ઉત્પત્તિ થતી નથી. તેથી ભગવાન શ્રી કેવલજ્ઞાનીઓના કવલાહારમાં કોઈ બાધક જણાતું નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે; પુણ્યથી પ્રાપ્ત થયેલા સ્વભાવથી, હિતકર અને પ્રમાણસર આહાર ગ્રહણ કરવાથી રોગની કોઈ પણ ઉત્પત્તિ થતી નથી. તેથી કેવલજ્ઞાનીભગવંતો કવલાહાર કરે તેમાં કોઈ બાધક નથી. કારણ કે દિગંબરોએ અત્યાર સુધી જેટલા બાધક હેતુઓ જણાવ્યા, તે બધાનું નિરાકરણ કર્યું છે. તદુપરાંત દિગંબરો કેવલીપરમાત્માના કવલાહારના બીજા પણ આવા જ બાધક હેતુઓ જણાવે તો તેનું પણ આ પૂર્વે જણાવેલી રીતે જ નિરાકરણ કરી શકાય છે. તેથી શ્રી કેવલીભગવંતોની કવલાહારની પ્રવૃત્તિમાં કોઈ જ બાધક નથી. આ વિષયમાં અધિક વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળા તત્ત્વાર્થી જનોએ સૂક્ષ્મ બુદ્ધિથી “અધ્યાત્મમત પરીક્ષાનું નિરીક્ષણઅધ્યયન કરવું જોઇએ. દિગંબરોની બુદ્ધિના ભ્રમસ્વરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્યના કિરણ જેવી “અધ્યાત્મમત પરીક્ષા છે. અહીં દિગંબરોએ જણાવેલા પંદર હેતુઓનું નિરાકરણ પૂર્ણ થાય છે. ૩૦-૨૮ll પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે– तथाऽपि ये न तुष्यन्ति, भगवद्भक्तिलज्जया । सदाशिवं भजन्तां ते, नृदेहादपि लज्जया ॥३०-२९॥ આશય એ છે કે શ્રી કેવલીપરમાત્માને કવલાહાર કેમ માનતા નથી એના કારણ તરીકે દિગંબરોએ જે હેતુઓ જણાવ્યા હતા, તેનું નિરાકરણ કરીને હવે દિગંબરોને જે જે દોષનો પ્રસંગ છે તે; પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે – દિગંબરોએ શ્રી કેવલી પરમાત્માને કવલાહારના અભાવ માટે જે જે હેતુઓ જણાવ્યા તેનું નિરાકરણ કરવા છતાં જે દિગંબરો ભગવાનની ભોજનની પ્રવૃત્તિને કારણે અનુભવાતી લજ્જાને લીધે સંતોષ ધારણ કરતા ન હોય તો તે દિગંબરોએ પોતાની માન્યતા મુજબ ભગવાનના માનવશરીરના કારણે ઉત્પન્ન થતી લજજાને લઈને તો શ્રી તીર્થંકર પરમાત્માને છોડીને નૈયાયિકાદિએ માનેલા સદાશિવને જ ભજવા જોઈએ. કારણ કે તેમને શરીર જ નથી, નિત્ય નિર્દોષ છે અને અનાદિના છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૩૦-૨લા ૨૧૬ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #220 -------------------------------------------------------------------------- ________________ દિગંબરના મતમાં અપાય જણાવાય છે दोषं वृथा पृथकृत्य, भवोपग्राहिकर्मजम् । बध्नन्ति पातकान्याप्तं, दूषयन्तः कदाग्रहात् ॥३०-३०॥ “ભવોપગ્રાહિકર્મથી ઉત્પન્ન દોષને વ્યર્થ વિસ્તારીને કદાગ્રહથી, આમ તીર્થંકરપરમાત્માને દૂષિત કરતાં દિગંબરો પાપોને બાંધે છે.” – આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ભવોપગ્રાહિકર્મના ઉદયના કારણે શ્રી કેવલીપરમાત્મા ભોજન કરે છે. કર્મજન્ય એ દોષને લઈને દિગંબરોએ આ પૂર્વે જણાવ્યા મુજબ અનેક દોષોનું આપાદન કર્યું. એ રીતે એક દોષને વિસ્તારથી જણાવવા દ્વારા પોતાના કદાગ્રહથી, આપ્ત (યથાર્થવક્તા) એવા શ્રી તીર્થંકર-પરમાત્માને દૂષિત કરનારા દિગંબરોને ઘણો જ પાપબંધ થાય છે. આ પાપના બંધના ભયથી પણ દિગંબરોએ પોતાના કદાગ્રહને છોડીને “શ્રી કેવલીભગવંતો કવલાહાર કરે છે - એ વાત સ્વીકારી લેવી જોઈએ... એ કહેવાનો આશય છે. ૩૦-૩૦ના આ રીતે પરમાત્માને દૂષિત કરવાથી પોતાને પાપનો બંધ થાય છે અને આમ છતાં પરમાત્મા તો દુષ્ટ થતા નથી : એ જણાવાય છે– कलङ्कः कल्पितै र्दुष्टैः, स्वामी नो नैव दूष्यते । વરાત્સિતપૂનમ, સૃશ્યને નૈવ માનુમાન્ /ર૦-રૂકા કલ્પિત દુષ્ટ કલંકોથી અમારા સ્વામી શ્રી તીર્થંકર પરમાત્મા દૂષિત થતા નથી. સૂર્ય સામે ચોર વગેરે ગમે તેટલી ધૂળ ઉડાડે તો ય તે સૂર્યનો સ્પર્શ પણ કરતી નથી.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી કેવલીપરમાત્મા ભોજન કરે તો તેઓશ્રીને ઘણા દોષો પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ દિગંબરોએ જણાવ્યું. પરંતુ તે બધા જ દોષો કલ્પિત અને દુષ્ટ છે તે આ પૂર્વે જણાવ્યું છે. દોષો વાસ્તવિક હોત તો ચોક્કસ જ એને કારણે પરમાત્મા દોષથી યુક્ત હોત. અવાસ્તવિક દોષોથી પરમાત્મા તો દુષ્ટ બનતા નથી. પરંતુ તેવા દોષોનું આરોપણ કરવાથી દોષારોપણ કરનારા માત્ર પાપોથી બંધાય છે. આ વાતને દષ્ટાંતથી સમજાવી છે. સૂર્યની ઉપર ધૂળ ફેંકનારની આંખમાં જ ધૂળ પડે છે. સૂર્ય ઉપર તો તે કોઈ પણ રીતે પડવાની નથી. આથી સમજી શકાશે કે સૂર્ય ઉપર ધૂળ ઉડાડવા જેવી પરમાત્માની ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિ છે, જે દિગંબરોને પોતાને જ એકાંતે અહિત કરનારી છે. એથી પરમાત્માને કોઈ જ ફરક પડતો નથી.. ઇત્યાદિ વિચારવું જોઇએ. ૩૦-૩૧ દિગંબરોની માન્યતાનું નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાથી જ શ્રી જૈનશાસન જયવંતું છે : એ જણાવાય છે– એક પરિશીલન ૨૧૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ परमानन्दितैरित्थं, दिगम्बरविनिग्रहात् । પ્રાપ્ત સિતારેડ શોમાં, નિં યતિ શાસનમ્ રૂ૦-રૂરી શિષ્ટ વત:ત્તોડી સ્પષ્ટ રૂ૦-૨૬-૩૦-૩૩-રૂરી “આ રીતે દિગંબરોનો વિનિગ્રહ(પરાજય) થવાથી પરમ આનંદને પામેલા શ્વેતાંબરોથી શોભાને પામેલું જૈન શાસન જયવંતું વર્તે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. પ્રકરણના અંતે જણાવેલી વાત નિરંતર યાદ રાખવાની આવશ્યકતા છે. દિગંબરોએ શાસથી તદ્દન વિરુદ્ધ વાત કરવા દ્વારા પરમતારક શ્રી જૈનશાસનને દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન સફળ નહિ થવાના કારણે શ્વેતાંબરોને પરમાનંદ થયો. વાસ્તવિક રીતે શાસનને પામેલાને શાસનના વિજયમાં આનંદ થાય એ સ્વાભાવિક છે. સાચું પામ્યાનો અને સાચું ટકી ગયેલાનો એ આનંદ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક શાસન ઉપર આજ સુધી સ્વપર લોકોએ અનેકાનેક આક્રમણો કર્યા છે. એનો એવો જ પ્રતિકાર આપણા સમર્થ મહાપુરુષોએ કર્યો છે. એના અચિંત્ય સામર્થ્યથી આપણને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ છે. એનો આનંદ અનુભવાય તો જયવંતા શ્રી જૈનશાસનની આરાધના સાચી રીતે કરવાનો ઉલ્લાસ પ્રગટ્યા વિના નહીં રહે. અંતે એવા પરમોલ્લાસને પ્રાપ્ત કરવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા./૩૦-૩રો. ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ૨૧૮ કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલીપરમાત્માઓ કવલાહાર કરે તો પણ તેઓશ્રીના કૃતાર્થપણામાં કોઈ પણ બાધ નથી – એ જણાવ્યું છે. એ કૃતાર્થતા આંશિક હતી. માત્ર ઘાતિકર્મોના ક્ષયથી પ્રાપ્ત થયેલી એ અવસ્થા અંતે તો અપૂર્ણ જ હતી. સર્વથા કૃતાર્થતા અઘાતિકર્મોના ક્ષયથી મોક્ષમાં પ્રાપ્ત થાય છે. તેથી આ એકત્રીસમી બત્રીશીમાં મોક્ષનું સ્વરૂ૫ વર્ણવાય છે. મોક્ષને માનનારાં આસ્તિક દર્શનો પણ મોક્ષના સ્વરૂપમાં જુદી જુદી માન્યતા ધરાવે છે. એ બધી માન્યતાઓનું નિરાકરણ કરીને વાસ્તવિક મોક્ષના સ્વરૂપનું નિરૂપણ અહીં કરાયું છે. દાર્શનિક પરિભાષાથી અપરિચિત લોકોને આ બત્રીશીમાં વર્ણવેલા પદાર્થોને સમજાવવાનું કાર્ય બહુ જ કપરું છે. ગ્રંથમાં છેલ્લે છેલ્લે થોડી ગહન દાર્શનિક શૈલીને સમજવાનો પ્રસંગ આવ્યો છે. આમ છતાં થોડો વધારે પ્રયત્ન કરી લેવાય તો સમજી ના શકાય એવી વાત નથી. સૌથી પ્રથમ નૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે. આત્મત્તિક દુઃખધ્વસને તેઓ મુક્તિ માને છે. જે દુઃખધ્વંસ પછી દુઃખની ઉત્પત્તિ થવાની નથી, એવા દુઃખધ્વંસને મુક્તિ માનનારા નૈયાયિકોએ મહાપ્રલયકાળને અનુમાનપ્રમાણથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજા શ્લોકના ઉત્તરાદ્ધથી એ અનુમાનમાં દોષો જણાવ્યા છે. સમર્થ તાર્કિક તરીકે સુપ્રસિદ્ધ વિદ્વાનોના તર્કમાં તથ્ય નથી : એનો ખ્યાલ ખૂબ જ સ્પષ્ટ રીતે અપાયો છે. આઠમા શ્લોકમાં ત્રિદંડિકોના મતનું નિરાકરણ કર્યું છે. પરમાત્મામાં જીવાત્માના લયને તેઓ મુક્તિ માને છે. લિ(સુખ-દુઃખના સાધન કમદિ)ના નાશ સ્વરૂપ એ લયને મુક્તિ માનવામાં દોષ નથી. એ રીતે એ મતનું આંશિક સમર્થન કરીને જીવના નાશ સ્વરૂપ લયનું નિરાકરણ પણ કર્યું છે. આલયવિજ્ઞાનની પરંપરા સ્વરૂપ મોક્ષને માનનારા બૌદ્ધોના મતનું નિરાકરણ નવમા શ્લોકથી કરવામાં આવ્યું છે. આધારભૂત આત્મદ્રવ્ય વિના એ સન્નતિ માનવાનું કામ બુદ્ધિ વિનાનું છે – એ અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે. પોતાની વાતનું સમર્થન કરવા પૂર્વાપર ક્ષણના સંબંધી આધારભૂત દ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે તો જૈનદર્શનપ્રસિદ્ધ પર્યાયાર્થિક નયની દેશનાનો જ વિજય થાય છે. બૌદ્ધોના મતમાં એ રીતે ભારે કદર્થના છે. સ્વાતંત્ર્યને કેટલાક લોકો મોક્ષ માને છે. તેમની વાત એ રીતે સાચી છે કે કર્મની નિવૃત્તિ થવાથી આત્મા સર્વથા સ્વતંત્ર બને છે પરંતુ એ સિદ્ધાંત જૈનદર્શનનો જ છે. તેથી સ્વાતંત્ર્ય જો પ્રભુતાસ્વરૂપ માનવામાં આવે તો તે એક પ્રકારનો મદ છે. વગેરે અગિયારમા શ્લોકથી જણાવ્યું છે. સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષના સ્વરૂપાવસ્થાન સ્વરૂપ મુક્તિનું નિરાકરણ બારમા શ્લોકથી કરાયું છે. એકાંતે નિત્ય એવી એ પુરુષની અવસ્થા કોઈ પણ રીતે સાધ્યસ્વરૂપ થતી ન હોવાથી એક પરિશીલન ૨૧૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહીં બને. મોક્ષમાં અસાધ્યત્વ દોષ જ આવતો હોવાથી તેરમા શ્લોકથી કેટલાક બૌદ્ધોની માન્યતાનું નિરાકરણ કરાયું છે. તેમની માન્યતા મુજબ ઉત્તરક્ષણમાં ચિત્તની ઉત્પત્તિના અભાવથી સબત એવી પૂર્વચિત્તની નિવૃત્તિને મોક્ષ કહેવાય છે. પરંતુ એ માટે કોઈ પ્રયત્ન ન કરે તેથી તેમાં અસાધ્યત્વનો પ્રસંગ આવશે. - શરીરને જ આત્મા માનનારા ચાર્વાકોનું વચન સાંભળવું એ પણ પાપ છે. આત્માના નાશને તેઓ મુક્તિ માને છે. પરંતુ આત્માના નાશ માટે કોઈ પણ મુમુક્ષુ પ્રયત્ન કરતા ન હોવાથી તાદશ આત્મહાનિને મોક્ષસ્વરૂપ માનવાનું પણ ઉચિત નથી... ઇત્યાદિનું વર્ણન ચૌદમા શ્લોકમાં કર્યું છે. નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને મુક્તિ માનનારા તૌતાતિતોની વાતમાં જેટલા અંશમાં તથ્ય છે તે જણાવીને તેના વિતથ અંશને પંદરમા શ્લોકમાં જણાવ્યો છે. સત્તરમા શ્લોકથી અવિદ્યાની નિવૃત્તિથી કેવલ આત્માવસ્થા સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ માનનારા વેદાંતીઓની માન્યતાનું નિરાકરણ કર્યું છે. આ રીતે આ બત્રીશીના પૂર્વાદ્ધથી અન્ય મતોનું નિરાકરણ કરાયું છે. સત્તરમા શ્લોકથી સકલકર્મક્ષયસ્વરૂપ મોક્ષનું વર્ણન સ્વદર્શનને આશ્રયીને શરૂ થાય છે. સાત નયને આશ્રયીને મોક્ષનું સ્વરૂપ વર્ણવ્યા પછી વ્યવહારનયાભિમત પ્રયત્નસાધ્ય કર્મક્ષયસ્વરૂપ મોક્ષમાં કોઈ પણ પ્રવૃત્તિ નહિ કરે. કારણ કે દુઃખના નાશ માટે જ લોકોની પ્રવૃત્તિ હોય છે... ઇત્યાદિ શંકા અને તેનું સમાધાન વિસ્તારથી કર્યું છે. દુઃખના નાશની જેમ જ મોક્ષમાં સુખનો નાશ થાય છે – એવી નૈયાયિકની માન્યતાનું પણ નિરાકરણ છેલ્લે કરાયું છે. ત્યાર બાદ મોક્ષમાં અવ્યાબાધ સુખની સિદ્ધિ કરીને પ્રકરણનું સમાપન કરતાં ગ્રંથકાર પરમર્ષિએ પૂજય મહાપુરુષોની દયાથી થયેલા પરમાનંદના અનુભવને વ્યક્ત કર્યો છે. પરમતોનું નિરાકરણ કરતી વખતે પણ હૈયાની કોમળતા અક્ષત હોવાથી પરમાનંદસ્વરૂપ મોક્ષની વિચારણાથી પોતાને પરમાનંદ થયાનું તેઓશ્રીએ જણાવ્યું છે. અંતે આ બત્રીશીના પરિશીલનથી પરમાનંદની મીમાંસા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ મલાડ-રત્નપુરી, વિ.સં. ૨૦૬૧, અ.વ.૭, બુધવાર ૨૨૦ મુક્તિ બત્રીશી Page #224 -------------------------------------------------------------------------- ________________ | अथ प्रारभ्यते मुक्तिद्वात्रिंशिका । । अनन्तरं कवलभोजित्वेऽपि कृतार्थत्वं केवलिनो व्यवस्थापितं । सर्वथा कृतार्थत्वं चास्य मुक्ती व्यवतिष्ठत इति बहुविप्रतिपत्तिनिरासेन मुक्तिरत्र व्यवस्थाप्यते આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલીપરમાત્માના કવલાહારથી પણ તેઓશ્રીમાં કૃતાર્થપણું સંગત છે - એ જણાવ્યું. સર્વથા કૃતાર્થત્વ તો મુક્તિમાં વ્યવસ્થિત છે. તેથી મુક્તિના વિષયમાં જે અનેક વિપ્રતિપત્તિઓ છે, તેનું નિરાકરણ કરવા વડે હવે મુક્તિનું વ્યવસ્થાપન કરે છે– दुःखध्वंसः परो मुक्ति, मनिं दुःखत्वमत्र च । आत्मकालान्यगध्वंसप्रतियोगिन्यवृत्तिमत् ॥३१-१॥ दुःखध्वंस इति-परो दुःखध्वंसो मुक्तिः । परत्वं च समानकालीनसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं वर्धमानग्रन्थे श्रूयते । तत्र च यद्यत्स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशमिदानींतनदुःखध्वंसादितत्तद्वेदो निवेश्यः । अन्यथा चरमदुःखध्वंससमानकालीनसमानाधिकरणदुःखप्रागभावाप्रसिद्धेः । वस्तुतः समानाधिकरणदुःखप्रागभावासमानकालीनदुःखध्वंसो मुक्तिरित्येकं लक्षणम् । अपरं च समानकालीनदुःखप्रागभावासमानाधिकरणो दुःखध्वंस इति । लक्षणद्वये तात्पर्यम् । तेन नासमानदेशत्वविवेचनेऽन्यतरविशेषणवैयर्थ्यम् । मानं प्रमाणं चात्र मुक्तौ दुःखत्वमिति पक्षः । आत्मकालान्यग आत्मकालान्याकाशादिवृत्तियों ध्वंसः शब्दादेस्तत्प्रतियोगिनि शब्दादाववृत्तिमदवर्तमानं । शब्दादिवृत्तित्वेनार्थान्तरवारणार्थमेतत् पक्षविशेषणं, बाधास्फूर्तिदशायां तत्सिद्धिप्रसङ्गाद्, नियतबाधस्फोरणेनैतत्साफल्याद् । अवृत्तिदुःखत्वमित्युक्तावसिद्धिः । दुःखत्वस्य दुःखवृत्तित्वाद्ध्वंसेत्याधुक्तावपि ध्वंसप्रतियोगिनि कालान्यवृत्तीत्याधुक्तावपि कालान्यात्मवृत्तिदुःखध्वंसप्रतियोगिनि । कालान्यत्वत्यागे चात्मान्यकालवृत्तिदुःखध्वंसप्रतियोगिनि “दुःखे विद्यमानत्वात्” सैवेति सम्पूर्णम् । आत्मकालपदेन तदुपाध्योरपि ग्रहाच्च न तस्यास्तादवस्थ्यम् ॥३१-१॥ “અત્યંત દુઃખધ્વસ મુક્તિ છે, એમાં પ્રમાણ એ છે કે – આત્મા અને કાલથી ભિન્નમાં રહેનાર ધ્વસના પ્રતિયોગીમાં નહિ રહેનાર દુઃખત્વ (આ પક્ષ છે.)” – આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. સાધ્ય અને હેતુ વગેરેનું વર્ણન આગળના શ્લોકથી કરાશે. આશય એ છે કે પર(અત્યંત) દુઃખધ્વંસ મુક્તિ છે. દુઃખનો ધ્વંસ તો દરેક આત્મામાં હોવાથી દરેકમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ આવતો હોવાથી તેના નિવારણ માટે દુઃખધ્વંસમાં પરત્વ વિશેષણનો નિવેશ છે. દરેક આત્મામાં પરદુઃખધ્વંસ ન હોવાથી તેમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. જે આત્મામાં દુઃખનો ધ્વંસ થયા પછી ક્યારે પણ તે આત્મામાં દુઃખની ઉત્પત્તિ થવાની ન હોય, તો તે આત્મામાં રહેલા દુઃખધ્વસને પર દુઃખધ્વંસ કહેવાય છે. આપણા એક પરિશીલન ૨૨૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં દુઃખધ્વંસ હોવા છતાં દુઃખની ઉત્પત્તિ થતી હોવાથી એદુઃખધ્વસ) પર નથી. મુક્તાત્માઓમાં દુઃખની ઉત્પત્તિ થતી ન હોવાથી તેમનામાં પર દુઃખધ્વસ છે. ન્યાયની પરિભાષામાં દુઃખધ્વંસના પરત્વનું વર્ણન કરતી વખતે વર્ધમાન ઉપાધ્યાયે પ્રકાશટીકામાં જણાવ્યું છે કે “સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ(પોતાના કાલમાં રહેનાર અને પોતાના અધિકરણમાં રહેનાર) જે દુ:ખપ્રાગભાવ છે તેના અસમાન દેશમાં રહેનાર દુઃખધ્વંસને પરદુઃખધ્વંસ કહેવાય છે. અર્થાત્ દુઃખધ્વસમાં તાદશ(સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ દુઃખપ્રાગભાવ) અસમાન દેશત્વસ્વરૂપ પરત્વ છે. જેમ જેમ દુઃખ ભોગવાતું જાય તેમ તેમ દુઃખનો ધ્વંસ થતો જાય છે. એ વખતે ભવિષ્યમાં આવનારા દુ:ખનો પ્રાગભાવ પણ હોય છે. આપણા સૌના આત્મામાં આવો દુઃખધ્વંસ અને દુઃખપ્રાગભાવ બંન્ને હોય છે. તેથી તે દુઃખધ્વસ સ્વાદુઃખધ્વસ) સમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવનો સમાનદેશીય છે. મુક્તાત્માઓના આત્મામાં રહેલો દુઃખધ્વંસ, તેઓશ્રીના આત્મામાં દુઃખની ઉત્પત્તિ થવાની ન હોવાથી તાદશ દુઃખપ્રાગભાવનો અસમાનદેશીય છે તેથી મુક્તાત્માઓનો દુઃખધ્વસ પર છે. માત્ર સ્વસમાનકાલીનદુઃખપ્રાગભાવાસમાનદેશીય દુઃખધ્વંસને પરદુઃખધ્વંસ કહેવામાં આવે અર્થાત દુઃખપ્રાગભાવનું “સ્વસમાનાધિકરણત્વ' વિશેષણ આપવામાં ન આવે તો ચૈત્રાદિના આત્મામાં રહેલા દુઃખધ્વંસના સમાન કાલમાં તો મૈત્રાદિમાં રહેલો દુઃખપ્રાગભાવ પણ છે. તેથી તાદશ ચૈત્રાદિમાં વૃત્તિ(રહેનાર) દુઃખધ્વસના સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુખપ્રાગભાવનું અસમાનદેશિત્વ(ભિન્નાધિકરણવૃત્તિત્વ-વ્યધિકરણત્વ) ચૈત્રાદિવૃત્તિ દુઃખધ્વસમાં પણ હોવાથી ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે સ્વસમાનકાલીનદુઃખપ્રાગભાવ સ્વસમાનાધિકરણ વિવક્ષિત છે. તેથી ચૈત્રાદિવૃત્તિદુઃખધ્વંસ-સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુઃખપ્રાગભાવ, સ્વ(ચૈત્રાદિવૃત્તિદુઃખધ્વંસ)સમાનાધિકરણ ન હોવાથી તેને (મૈત્રાદિવૃત્તિ દુઃખમાગભાવને) લઇને ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. માત્ર સ્વસમાનાધિકરણ-દુઃખપ્રાગભાવાસમાનદેશ–સ્વરૂપ પરત્વ માનવામાં આવે તો મુક્તાત્માઓને અમુક્ત માનવાનો પ્રસંગ આવશે. કારણ કે મુક્ત આત્માઓમાં સર્વથા દુઃખધ્વસ તથા પૂર્વે દુઃખનો પ્રાગભાવ હતો. તેથી સ્વ(દુઃખધ્વંસ)સમાનાધિકરણ એ પૂર્વકાલીન પ્રાગભાવનું સમાનદેશિત્વ જ મુક્તાત્માઓના દુઃખધ્વંસમાં છે. દુઃખપ્રાગભાવ, સ્વસમાનકાલીન જ વિવક્ષિત હોવાથી મુક્તાત્માઓમાં અમુકતત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. કારણ કે મુક્તાત્માઓનો દુઃખપ્રાગભાવ સ્વસમાનકાલીન(દુઃખધ્વંસસમાનકાલીન) નથી, ભિન્નકાલીન છે. તેથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ મુક્તાત્માઓમાં અમુફતત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. આથી સમજી શકાશે કે ચરમદુઃખધ્વંસ સ્વરૂપ મુક્તિ છે: એ તાત્પર્ય છે. ચરમદુઃખધ્વસ અને પરદુઃખધ્વસનું સ્વરૂપ ઉપર જણાવ્યા મુજબનું છે. ૨૨૨ મુક્તિ બત્રીશી Page #226 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ આ રીતે “વસાનછાતીનસનાનાથિરતામાવાસમાવેશત્વ પરત્વ” અહીં ‘’ પદથી ચરમદુઃખધ્વસનું અર્થાત્ જેમાં પરત્વ અભિમત હોય તે ધ્વસનું ગ્રહણ કરાય છે. તેથી ચરમસ્વંસદુઃખધ્વંસ)સમકાલીન દુઃખપ્રાગભાવ કોઈ પણ સ્થાને પ્રસિદ્ધ ન હોવાથી દુઃખધ્વંસના પરત્વની પણ અપ્રસિદ્ધિ થશે. પરંતુ દુઃખધ્વસના પરત્વના લક્ષણનું તાત્પર્ય એ છે કે – “જે જે સ્વસમાનકાલીન-સ્વસમાનાધિકરણ-દુઃખપ્રાગભાવના સમાનદેશમાં (સમાનાધિકરણમાં) રહેનાર વર્તમાન દુઃખધ્વંસાદિ છે તેના તેના ભેદથી વિશિષ્ટ એવા દુઃખધ્વસને પર દુઃખધ્વંસ કહેવાય છે. આપણા આત્મામાં રહેલા દુઃખધ્વંસના કાળમાં રહેલો; આપણા આત્મામાં જે દુખપ્રાગભાવ છે, તેના સમાન દેશમાં રહેલો આપણા આત્મામાંનો જ દુઃખધ્વંસ છે. એ દુઃખધ્વસથી ભિન્ન એવો દુઃખધ્વંસ, મુક્તાત્માઓના આત્મામાં છે. મુક્તાત્માઓના આત્મામાં દુઃખનો પ્રાગભાવ ન હોવાથી તાદશ દુખપ્રાગભાવવિશિષ્ટ દુઃખધ્વસ તે મુક્તાત્માઓના આત્મામાં નથી. સંસારી આત્માઓમાં જ છે અને તેનાથી ભિન્નત્વ મુક્તાત્માઓના આત્મામાંના દુઃખધ્વંસમાં છે જ. સ્વમાનજાતીનસમાનાર પ્રમાવાસમાનવેરાવં પરત્વનું અહીં યદ્યપિ સ્વસમાનકાલીનત્વ અને સ્વસમાનાધિકરણત્વ: આ, દુઃખપ્રાગભાવનાં બંન્ને વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ વ્યર્થ છે. કારણ કે સ્વસમાનકાલીન(ચરમદુઃખધ્વસિસમાનકાલીન) ચૈત્રાદિમાં રહેનાર દુઃખપ્રાગભાવનું અસમાનદેશત્વ, મુક્તાત્માઓના ચરમદુઃખધ્વંસમાં છે જ. તેમ જ સ્વસમાનાધિકરણ (ચત્રાદિમાં રહેલા દુઃખધ્વસના અધિકરણ ચૈત્રાદિના આત્મામાં રહેનાર) દુઃખપ્રાગભાવનું પણ અસમાનદેશ– મુક્તાત્માઓના દુઃખધ્વંસમાં છે જ. ચૈત્રાદિના દુઃખધ્વસમાં તાદશ અસમાનદેશત્વ નથી, સમાનદેશત્વ જ છે. તેથી અહીં પરત્વના સ્વરૂપમાં દુઃખપ્રાગભાવનાં બે વિશેષણમાં અન્યતર વિશેષણ વ્યર્થ છે. પરંતુ વર્ધમાન ઉપાધ્યાયનું તાત્પર્ય બે લક્ષણ જણાવવાનું છે. સ્વમાનધિરાણપ્રમાવાડ સમાનતીનકુવāસો મુક્તિ - આ એક લક્ષણ છે અને સ્વમાનવાનીનાકુલમાવાડસમાનારો કુવäતો મુઃિ - આ બીજું લક્ષણ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. મોક્ષની સિદ્ધિ માટે અનુમાનનો ઉયપાસ કરાય છે – માને કુતત્વમત્ર ૨. ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે - “માત્માના ધ્વતિયોનિવૃત્તિ લુહત્વનું, સુવા - માવાનાપાર ધ્વંસતિયોનિવૃત્તિત્ સત્કાર્યમાત્રવૃત્તિવા લીપવ” આ અનુમાનથી મોક્ષની જે રીતે સિદ્ધિ થાય છે, તે હવે પછીના શ્લોકોથી જણાવાશે. આ શ્લોકમાં અનુમાનના પક્ષની જ વિચારણા કરી છે. આત્મા અને કાળને છોડીને બીજા-આકાશાદિમાં વૃત્તિ (રહેનાર-વર્તમાન) શબ્દાદિનો જે ધ્વસ છે, તેના પ્રતિયોગી શબ્દાદિ છે. જેનો અભાવ, તે અભાવના પ્રતિયોગી છે.) એ શબ્દાદિમાં દુઃખત્વ અવૃત્તિ છે. (અવર્તમાન છે.) દુઃખત્વમાં તાદશ-આત્મકાલાન્ય એક પરિશીલન ૨૨૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ ગāસપ્રતિયોગીમાં રહેલી અધિકરણતા-નિરૂપિત વૃત્તિતાનો અભાવ (તાદશાવૃત્તિત્વ) છે. ઉપર જણાવેલા અનુમાનમાં “દુઃખત્વ' પક્ષ છે. શબ્દાદિવૃત્તિત્વને લઈને અર્થાતરદોષ ન આવે - એ માટે યાત્મવાનાચાર્વાંસતિયોનિવૃત્તિત્ત્વિ (વિયોવૃત્તિત્વ)ઃ આ વિશેષણનો નિવેશ પક્ષમાં છે. ત્યાં (પક્ષમાં) સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે અને દુઃખપ્રાગભાવનો અનાધાર જે મહાકાળ છે તેમાં વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખનિરૂપિતવૃત્તિત્વ(સાધ્ય) પણ છે. આથી સમજી શકાશે કે અહીં દુઃખત્વસામાન્યમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત નથી. પરંતુ તાદશ આત્મકાલાન્યવૃત્તિāસપ્રતિયોગ્યવૃત્તિત્વવિશિષ્ટ દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત છે. દુઃખત્વનું તાદશ પ્રતિયોગ્યવૃત્તિત્વ વિશેષણ ન આપીએ તો, આત્મા અને કાળને છોડીને અન્ય આકાશાદિમાં વૃત્તિ શબ્દાદિધ્વંસના પ્રતિયોગી શબ્દાદિવૃત્તિત્વસ્વરૂપે દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ થવાથી અર્થાતરદોષનો પ્રસંગ આવે છે. અભિપ્રેતાર્થસ્વરૂપથી ભિન્ન સ્વરૂપે સાધ્ય-સિદ્ધિ થાય તો અર્થાતરદોષ આવે છે. આત્મકાલાન્યવૃત્તિ-ધ્વંસપ્રતિયોગ્યવૃત્તિત્વ: આ “દુઃખત્વપક્ષનું વિશેષણ વિવક્ષિત હોય તો તે સ્વરૂપે જ સાધ્યની સિદ્ધિ થવાથી ઉપર જણાવ્યા મુજબ “અર્થાતર' નહીં આવે. યદ્યપિ દુઃખત્વમાં શબ્દાદિવૃત્તિત્વ બાધિત છે. (કારણ કે દુઃખત્વ દુઃખમાં રહે છે, શબ્દાદિમાં નહિ.) તેથી તે સ્વરૂપે દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ થતી ન હોવાથી અર્થાતરનો પ્રસંગ આવતો નથી, પરંતુ જ્યાં સુધી બાપનું સ્કુરણ ન થાય ત્યાં સુધી અર્થાતરદોષનો પ્રસંગ છે જ. ઉપર જણાવ્યા મુજબ વિશેષણનું ઉપાદાન કરવાથી ચોક્કસ જ બાપનું હુરણ થવાથી અર્થાતરદોષ નહીં આવે. તેથી સ્પષ્ટ છે કે નિયત બોધનું સ્કુરણ કરાવવા દ્વારા ઉપર જણાવેલું વિશેષણ સાર્થક છે... ઇત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું. યવૃત્તિવત્વનું આ પ્રમાણે દુઃખત્વનું માત્ર અવૃત્તિત્વ વિશેષણ આપવામાં આવે તો દુઃખમાં દુખત્વ વૃત્તિ હોવાથી દુઃખત્વમાં અવૃત્તિત્વ અપ્રસિદ્ધ હોવાથી આશ્રયાસિદ્ધિદોષ આવશે. પક્ષતાવચ્છેદકના પક્ષના વિશેષણના) અભાવવાળો પક્ષ હોય ત્યારે આશ્રયાસિદ્ધિ દોષ આવે છે. ધ્વતિયોનિવૃત્તિમત્ત માત્ર દુઃખત્વનું વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ જ છે. દુઃખત્વનું વાતાવૃત્તિäસપ્રતિયોગિન્યવૃત્તિમત્ત વિશેષણ આપવામાં આવે તો પણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે કાલાન્ય આત્મામાં વૃત્તિ દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ જ છે. આવી જ રીતે દુઃખત્વનું યાત્મવૃત્તિધ્વત્તિયોનિવૃત્તિમત્ત વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિ સ્પષ્ટ છે. કારણ કે આત્માને છોડીને અન્ય કાલાદિમાં કાલિકસંબંધથી દુઃખધ્વસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ જ છે. તેથી દુઃખત્વનું ગાત્માનાચાäસપ્રતિયોનિચવૃત્તિમત્ત - આ સંપૂર્ણ વિશેષણ આપ્યું છે. જેથી ઉપર જણાવ્યા મુજબ આશ્રયાસિદ્ધિ નહીં આવે. કારણ કે આત્મા અને કાળને છોડીને બીજે ક્યાંય દુઃખધ્વંસ વૃત્તિ નથી. ૨૨૪ મુક્તિ બત્રીશી Page #228 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ આત્મા અને કાળને છોડીને અન્ય શરીરાદિસ્વરૂપ આત્મોપાધિમાં અવચ્છેદકતાસંબંધથી અને અનિત્ય ઘટપટાદિ સ્વરૂપ કાલોપાધિમાં કાલિકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી તેને લઇને ઉપર જણાવ્યા મુજબ આશ્રયાસિદ્ધિદોષ અવસ્થિત જ છે. પરંતુ અહીં ગ્રાત્માન પદથી આત્મોપાધિસ્વરૂપ શરીરાદિનું અને કાલોપાધિસ્વરૂપ અનિત્ય ઘટપટાદિનું પણ ગ્રહણ કર્યું છે. તેથી આત્મા, કાળ અને આત્મકાલોપાધિથી અન્ય આકાશાદિમાં દુઃખધ્વંસ વૃત્તિ ન હોવાથી આશ્રયાસિદ્ધિદોષ નહીં આવે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. II૩૧-૧|| મોક્ષસાધક અનુમાનના પક્ષનું વિવેચન કરીને હવે તેના સાધ્ય અને હેતુનું નિરૂપણ કરાય છે— सत्कार्यमात्रवृत्तित्वात्, प्रागभावोऽसुखस्य यः । तदनाधारगध्वंसप्रतियोगिनि वृत्तिमत् ॥३१-२॥ सदिति - असुखस्य दुःखस्य यः प्रागभावस्तदनाधारो महाप्रलयस्तत्र गच्छति यो ध्वंसो दुःखीयस्तत्प्रतियोगिनि दुःखे वृत्तिमदिति साध्यं । वृत्तिमदित्युक्तौ सिद्धसाधनं, दुःखत्वस्य दुःखे विद्यमानत्वात् । प्रतियोगिवृत्तित्वोक्तावपि दुःखात्यन्ताभावप्रतियोगिवृत्तित्वेन तद्ध्वंसेत्याद्युक्तावपि दुःखध्वंसाङ्गीकारात्तदेव । प्रागभावानाधारवृत्तित्वस्य ध्वंसविशेषणत्वे दृष्टान्तासिद्धिः प्रदीपावयवानां प्रदीपप्रागभावाधारत्वात्तदर्थं दुःखेत्यादि, प्रदीपावयवास्तु दुःखप्रागभावानाधारभूता इति दृष्टान्तसङ्गतिः । दुःखानधिकरणेत्यादिकरणे खण्डप्रलयेनार्थान्तरता स्यादिति दुःखप्रागभावनिवेशः । सत्कार्यमात्रवृत्तित्वादिति हेतुः । वृत्तित्वमात्मत्वे व्यभिचारि कार्यवृत्तित्वमनन्तत्वे ध्वंसाप्रतियोगित्वरूपस्य तस्याकार्ये आत्मादौ कार्ये ध्वंसे च सत्त्वात् । कार्यमात्रवृत्तित्वमपि ध्वंसत्वे व्यभिचारवृत्तित्वे (व्यभिचारि तदर्थं भाववृत्ते) सतीति विशेषणे दीयमानेऽपि न तदुद्धारः । प्रागभावध्वंसस्य प्रतियोगितद्ध्वंसस्वरूपत्वेन ध्वंसत्वस्यापि भाववृत्तित्वात् । ततः सदिति कार्यविशेषणम् ।।३१-२।। તાદેશ (આત્મકાલાન્યગગનાદિવૃત્તિ ધ્વંસના પ્રતિયોગીમાં અવૃત્તિ) દુઃખત્વ - “દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિ છે. કારણ કે તેવું દુઃખત્વ સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે.” આ પ્રમાણે બીજા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફ૨માવ્યું છે કે – અસુખ એટલે દુઃખ, તેનો જે પ્રાગભાવ, તેનો અનાધાર(અનધિકરણ) મહાપ્રલયકાળ, એમાં રહેનારો જે ધ્વંસ તે દુઃખનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુ:ખત્વ (તાદેશ દુઃખત્વ) વૃત્તિ હોવાથી તાદેશદુઃખત્વમાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિધ્વંસપ્રતિયોગિનિરૂપિત વૃત્તિતા(સાધ્ય) છે. - માત્ર ‘વૃત્તિમત્ત્વ'(વૃત્તિતા)ને સાધ્ય માનવામાં આવે તો દુઃખત્વ(તાદેશ દુઃખત્વ)રૂપ પક્ષમાં દુઃખનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિતા સિદ્ધ જ હોવાથી સિદ્ધસાધન દોષ આવે છે. પ્રતિપક્ષી જેને માનતા નથી, તે અસિદ્ધને સાધ્ય બનાવાય છે. અન્યથા પ્રતિપક્ષીને જે સિદ્ધ છે એક પરિશીલન ૨૨૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ તેને સિદ્ધ કરવામાં સિદ્ધસાધનદોષ પ્રાપ્ત થાય છે. “પ્રતિયોગિવૃત્તિત્વ માત્રને સાધ્ય માનીએ તોપણ સિદ્ધસાધન આવે છે. કારણ કે દુઃખના અત્યંતાભાવના પ્રતિયોગી દુઃખનિરૂપિત વૃત્તિતા દુખત્વમાં છે જ. ધ્વસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્યરૂપે માનવામાં આવે તોપણ “સિદ્ધસાધન' દોષ આવે છે. કારણ કે પ્રતિપક્ષી (મોક્ષ ન માનનારા) દુઃખધ્વસને સ્વીકારતા હોવાથી તત્પતિયોગિદુઃખનિરૂપિતવૃત્તિતા તાદશ દુઃખત્વમાં(પક્ષમાં) સિદ્ધ જ છે. સાધ્યઘટક ધ્વંસના વિશેષણ તરીકે માત્ર પ્રાગભાવાનાધારવૃત્તિત્વનો નિવેશ કરવામાં આવે અર્થાત્ પ્રાગભાવાનાધારવૃત્તિ-વૅસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય તરીકે માનવામાં આવે તો ત્રીજા શ્લોકમાં જણાવેલા દીપ_સ્વરૂપ દષ્ટાંતમાં અસિદ્ધિ આવે છે. અર્થાત્ દષ્ટાંત તરીકે દીપત્વને માની શકાશે નહિ. કારણ કે દીપધ્વસના અધિકરણ પ્રદીપના અવયવોમાં પ્રદીપનો પ્રાગભાવ હોવાથી દીપત્વમાં દીપપ્રાગભાવના આધારભૂત દીપાવયવ-વૃત્તિ દીપāસપ્રતિયોગિદીપનિરૂપિત વૃત્તિત્વ છે. પ્રાગભાવના અનાધારભૂતવૃત્તિāસપ્રતિયોગિવૃત્તિત્વ નથી. તેથી દગંત દીપત્વમાં સાધ્યસિદ્ધિ ન હોવાથી દાંતાસિદ્ધિ આવે છે. તેના નિવારણ માટે કુવામાવ..ઈત્યાદિનો નિવેશ છે. પ્રદીપના અવયવો દુઃખપ્રાગભાવના અનાધાર હોવાથી દષ્ટાંત સંગત છે. યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિના નિવારણ માટે દુઃખપ્રાગભાવના સ્થાને માત્ર દુઃખનો નિવેશ કરવાથી પણ ચાલે એવું છે. કારણ કે દુઃખના અનાધાર જ પ્રદીપના અવયવો છે. પરંતુ તેથી મહાપ્રલયના બદલે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરદોષની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે અહીં મોક્ષની સિદ્ધિ માટે ઉપર જણાવેલા અનુમાનનો ઉપન્યાસ કર્યો છે. એ અનુમાનથી દુઃખપ્રાગભાવના અનાધાર સ્વરૂપે મહાપ્રલયની સિદ્ધિ થાય છે. એથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ થાય છે. મહાપ્રલયના સ્થાને જો ખંડપ્રલયની સિદ્ધિ થાય તો બધા જીવોની મુક્તિ સિદ્ધ નહિ થાય. ખંડપ્રલયમાં દુઃખનો ધ્વંસ થતો હોવાથી દુઃખના અનાધારભૂત ખંડપ્રલયમાં વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગિ-દુઃખનિરૂપિત વૃત્તિત્વ દુઃખત્વમાં છે જ. આ રીતે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરની પ્રાપ્તિ થાય છે. ખંડપ્રલયમાં દુઃખોનો ધ્વંસ થતો હોવા છતાં ત્યાં ભવિષ્યમાં (સૂયંતરમાં) ઉત્પન્ન થનારાં દુઃખોનો પ્રાગભાવ હોય છે. તેથી ખંડપ્રલય દુઃખોનો અનાધાર હોવા છતાં દુઃખપ્રાગભાવનો તે અનાધાર નથી. આથી સમજી શકાશે કે દુઃખપ્રાગભાવના નિવેશથી અર્થાતર નહીં આવે. ઉપર્યુક્ત અનુમાનમાં સાધ્યસાધક હેતુ “સાર્યમાત્રવૃત્તિત્વ છે. માત્ર “વૃત્તિત્વને હેતુ તરીકે રાખીએ તો આત્મનિરૂપિત વૃત્તિત્વ આત્મત્વમાં પણ છે અને ત્યાં દુઃખમાગભાવાનાધારવૃત્તિ-ધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે છે. “ાર્યવૃત્તિત્વને હેતુ માનીએ તો આત્મત્વમાં હેતુ ન હોવા છતાં “અનંતત્વમાં હેતુ છે અને ત્યાં સાધ્ય નથી તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે અનંતત્વ “ધ્વંસાપ્રતિયોગિત્વ' સ્વરૂપ છે. જેનો ધ્વંસ થતો નથી તેમાં ૨૨૬ મુક્તિ બત્રીશી Page #230 -------------------------------------------------------------------------- ________________ અનંતત્વ રહે છે. અકાર્યસ્વરૂપ આત્માદિમાં અને કાર્યસ્વરૂપ ધ્વસમાં અનંતત્વ વૃત્તિ છે. આ રીતે ધ્વસાત્મકકાર્યનિરૂપિત વૃત્તિત્વ (કાર્યવૃત્તિત્વ) અનંતત્વમાં છે અને તેમાં દુઃખમાગભાવાનધિકરણવૃત્તિધ્વસપ્રતિયોગિવૃત્તિત્વસ્વરૂપ સાધ્ય નથી, તેથી વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ માનવામાં આવે તો, “અનંતત્વ' કાર્યમાં(ધ્વસમાં) અને અકાર્ય(આત્માદિ)માં વૃત્તિ હોવાથી તેમાં કાર્યમાત્રવૃત્તિત્વ નથી. તેથી હેતુ અને સાધ્ય બંન્નેનો અભાવ અનંતત્વમાં હોવાથી વ્યભિચાર નહીં આવે. પરંતુ તેમ કરવાથી કાર્યમાત્રવૃત્તિ ધ્વસત્વમાં હેતુ છે અને સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે હવંશમાં ભાવવૃત્તિત્વે સતિ આ વિશેષણ આપવામાં આવે અર્થાત્ “માવવૃત્તિવિશિષ્ટર્ષમાત્રવૃત્તિત્વ ની હેતુ તરીકે વિવક્ષા કરવામાં આવે તોપણ વ્યભિચારનો ઉદ્ધાર થશે નહિ. કારણ કે પ્રાગભાવનો ધ્વસ પ્રાગભાવના પ્રતિયોગી(વટાદિ ભાવભૂત) સ્વરૂપ છે અને તેના ધ્વસ્વરૂપ છે. તેથી પ્રાગભાવના ધ્વંસમાં રહેનાર ધ્વસત્વ પ્રાગભાવના પ્રતિયોગી એવા ભાવમાં પણ વૃત્તિ છે અને તેથી ધ્વંસત્વમાં ભાવવૃત્તિત્વવિશિષ્ટ કાર્યમાત્રવૃત્તિત્વ હોવાથી અને ત્યાં સાધ્ય ન હોવાથી વ્યભિચાર છે જ. તેના નિવારણ માટે હવંશમાં “સતુ આ કાર્યનું વિશેષણ છે. સત્તાજાતિ(દ્રવ્ય ગુણ અને કર્મમાં રહેનારી)ના અધિકરણ દ્રવ્યાદિને “સ” કહેવાય છે. પ્રાગભાવનો ધ્વંસ સતુ (સત્તાવિશિષ્ટ) ન હોવાથી તે “સત્કાર્ય નથી તેથી ધ્વંસત્વમાં “સત્કાર્યમાત્રવૃત્તિત્વ' હેતુનો અભાવ હોવાથી ત્યાં સાધ્ય ન હોવા છતાં વ્યભિચારદોષ આવતો નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું. ૩૧-રા. મોક્ષસાધક ઉપર જણાવેલા અનુમાનમાં દાંત જણાવાય છે– दीपत्ववदिति प्राहुस्तार्किकास्तदसङ्गतम् । बाधाद् वृत्तिविशेषेष्टावन्यथाऽर्थान्तराव्ययात् ॥३१-३॥ दीपत्ववदिति-दीपत्ववदिति दृष्टान्त इति प्राहुस्तार्किका नैयायिकाः । इत्थं सर्वमुक्तिसिद्धौ चैत्रदुःखत्वादिकं पक्षीकृत्य तत्तन्मुक्तिसाधनोपपत्तेः । तत्तार्किकमतमसङ्गतं न्यायापेतं । वृत्तिविशेषस्याभावीयविशेषणतया दुःखप्रागभावानाधारवृत्तित्वस्येष्टौ साध्यकोटिनिवेशोपगमे बाधात् । दुःखध्वंसस्य दुःखसमवायिन्येव तया वृत्तित्वस्य त्वयोपगमाद् । अन्यथा सम्बन्धमात्रेण तदिष्टौ अर्थान्तराव्ययादर्थान्तरानुद्धारादाकाशादावपि दुःखध्वंसस्य व्यभिचारितादिसम्बन्धेन । वृत्तित्वात्प्रकृतान्यसिद्धेः । कालिकदैशिकविशेषणतान्यतरसम्बन्धेन वृत्तित्वोक्तावपि कालोपाधिवृत्तित्वेन तदनपायात् । कालिकेन दुःखप्रागभावानाधारत्वनिवेशे च दृष्टान्तासङ्गतेः । मुख्यकालवृत्तित्वविशिष्टकालिकसम्बन्धेन तन्निवेशेऽप्यात्मनस्तथात्वाद् । उक्तान्यतरसम्बन्धेन तन्निवेशेऽपि तथासम्बन्धगर्भव्याप्त्यग्रहादिति भावः ॥३१-३॥ એક પરિશીલન ૨૨૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोगिन्यवृत्तिमद् दुःखत्वम् ; दुःखप्रागभावानाधारवृत्तिध्वंसप्रतियोगिવૃત્તિમ, સત્કાર્યમાત્રવૃત્તિત્વાન્ - આ અનુમાનમાં “દષ્ટાંત દીપત્વ છે – આ પ્રમાણે તાર્કિકોનિયાયિકો કહે છે, તે અસંગત છે. કારણ કે સાધ્યઘટક વૃત્તિતાવિશેષનો નિવેશ જો ઇષ્ટ હોય તો બાધ આવે છે અને વૃત્તિતા સામાન્યનો નિવેશ ઈષ્ટ હોય તો અર્થાતર દોષ આવે છે.”- આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે – જ્યાં જ્યાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે ત્યાં ત્યાં દુઃખપ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગિનિરૂપિત વૃત્તિત્વ છે. દા.ત. દીપત્વ, સત્કાર્યદીપકનિરૂપિત વૃત્તિત્વ (સત્કાર્યમાત્રદીપકનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિ) દીપત્વમાં છે અને ત્યાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિ(મહાપ્રલયકાલવૃત્તિ) દીપધ્વસના પ્રતિયોગી દીપકમાં રહેલી અધિકરણતાનિરૂપિત વૃત્તિતા પણ છે. આ રીતે તાદેશદુઃખત્વમાં સાધ્યની સિદ્ધિ થવાથી તદ્ઘટક મહાપ્રલયની સિદ્ધિથી બધા જીવોના મોક્ષની સિદ્ધિ થાય છે. ત્યાર પછી તે તે ચૈત્ર મૈત્ર ઇત્યાદિ જીવોના દુઃખત્વને પક્ષ બનાવી તે તે જીવોની મુક્તિને સિદ્ધ કરી શકાય છે - આ પ્રમાણે તાર્કિક-નૈયાયિકોનો મત છે. પરંતુ તે ન્યાયયુક્ત નથી. કારણ કે સાધ્યાંશમાં વૃત્તિવિશેષનો અર્થાત્ દુઃખપ્રાગભાવનિષ્ઠાધેયતાનિરૂપિતાધિકરણતાવભિન્નાધિકરણતાનિરૂપિત ધ્વસનિષ્ઠાધેયતાનો અભાવયવિશેષણાત્મક સ્વરૂપસંબંધથી (સ્વરૂપસંબંધાવચ્છિન્નરૂપે) નિવેશ કરાય તો બાધ દોષ આવે છે. કારણ કે તાદશ અભાવીય વિશેષણતાત્મક સ્વરૂપસંબંધથી દુઃખનો ધ્વંસ, દુઃખના સમવાયિકારણ આત્મામાં જ નૈયાયિકોએ માન્યો છે. તેથી મહાપ્રલયકાળની સિદ્ધિ ન થવાથી તદ્દઘટિત સાધ્યની પણ સિદ્ધિ નહિ થાય, જેથી પક્ષમાં સાધ્ય બાધિત થવાથી બાધ આવે છે. તે બાપદોષના નિવારણ માટે તાદશ દુઃખધ્વસનિષ્ઠ વૃત્તિતા, કોઈ પણ સંબંધથી અર્થાત્ સંબંધસામાન્યાવચ્છિન્ન લેવામાં આવે તો અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. કારણ કે દુઃખપ્રાગભાવના અનાધારભૂત આકાશાદિમાં પણ વ્યભિચારિતાદિ-સ્વાભાવવત્ત્વાદિ સંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આકાશાદિ પણ સિદ્ધ થશે. સ્વ દુઃખધ્વસ, સ્વાભાવ દુઃખધ્વસાભાવ, સ્વાભાવવ–આકાશાદિ, સ્વાભાવવત્ત્વ આકાશાદિમાં હોવાથી સ્વાભાવવત્તસંબંધથી દુઃખધ્વસ પણ આકાશાદિમાં છે. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ તાદશદુઃખધ્વસનિષ્ઠવૃત્તિતા સંબંધસામાન્યથી લેવાના બદલે કાલિક અને દૈશિક : એતદન્યતરવિશેષણાત્મક (કાલિક અને સ્વરૂપ-એતદન્યતર) સંબંધથી લઈએ, અર્થાત્ તાદશાન્યતર સંબંધાવચ્છિન્ન લઈએ તો આકાશાદિની સિદ્ધિ નહિ થાય. કારણ કે આકાશાદિમાં કાલિક કે દેશિક વિશેષણતાસંબંધથી તાદશ દુઃખધ્વંસ વૃત્તિ નથી. તેથી આકાશાદિથી અર્થાતર નહીં આવે. પરંતુ દુઃખપ્રાગભાવના અનાધાર કાલોપાધિ સ્વરૂપ ઘટાદિમાં ૨૨૮ મુક્તિ બત્રીશી Page #232 -------------------------------------------------------------------------- ________________ કાલિકવિશેષણાત્મકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી કાલોપાધિને લઈને અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. તેના ઉદ્ધાર માટે કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારની(અનધિકરણની) વિવક્ષા કરીએ તો ઘટાદિમાં કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવ વૃત્તિ જ હોવાથી ઘટાદિનું ગ્રહણ જ નહિ થાય. તેથી તેને લઇને અર્થાતરદોષનો તો પ્રસંગ નહીં આવે. પરંતુ દષ્ટાંતાસિદ્ધિ દોષ આવશે. કારણ કે દીપકમાં કાલિકસંબંધથી દુઃખનો પ્રાગભાવ હોવાથી તેનું પણ ગ્રહણ નહીં થાય. યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિનું નિવારણ કરવા માટે દુઃખપ્રાગભાવનું અનધિકરણ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી લઇએ તો તે સંબંધથી દુઃખપ્રાગભાવ કાળમાં જ વૃત્તિ છે. કાલોપાધિસ્વરૂપ દીપ વગેરેમાં તે વૃત્તિ નથી. તેથી દીપક દુઃખપ્રાગભાવનો અનાધાર હોવાથી દૃષ્ટાંતાસિદ્ધિ નહીં થાય. પરંતુ એ રીતે તો આત્મા સિદ્ધ થવાથી અર્થાતરદોષ અવસ્થિત જ રહે છે. કારણ કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવનો આધાર કાલ જ છે, આત્મા નથી. તેથી દુઃખપ્રાગભાવના અનાધાર આત્મામાં દૈશિકવિશેષણાત્મક (સ્વરૂપ) સંબંધથી વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આત્માની સિદ્ધિ થશે. આ રીતે પ્રાપ્ત થયેલા અર્થાતરના નિવારણ માટે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકવિશેષણતા અને દૈશિકવિશેષણતા : એતદન્યતર સંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારની વિવક્ષા કરીએ તો ઉક્ત અન્યતર સંબંધથી આત્મા, દુઃખપ્રાગભાવનો અનાધાર ન હોવાથી અર્થાતર નહીં આવે. પરંતુ તાદશાન્યતર સંબંધથી દુઃખપ્રાગભાવના અનાધાર તો ઘટપટાદિ પણ છે અને ત્યાં દૈશિક-કાલિકા તરવિશેષણતાસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ હોવાથી અર્થાતરનો ઉદ્ધાર થતો નથી. આથી સ્પષ્ટ છે કે અર્થાતરના નિવારણ માટે ઉક્તાન્યતર સંબંધનો નિવેશ કરીએ તોપણ તે સંબંધઘટિત વ્યાપ્તિના પ્રહનો સંભવ નથી... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ૩૧-all ઉપર જણાવ્યા મુજબના વ્યાતિગ્રહાસંભવને જ સ્પષ્ટ રીતે જણાવાય છે विपक्षबाधकाभावादनभिप्रेतसिद्धितः । अन्तरैतदयोग्यत्वाशङ्का योगाऽपहेति चेत् ॥३१-४॥ विपक्षेति-विपक्षे हेतुसत्त्वेऽपि साध्यासत्त्वे बाधकस्यानुकूलतर्कस्याभावात् । तथा चानभिप्रेतसिद्धितोऽनिष्टसिद्धिप्रसङ्गात् । कालान्यत्वगर्भसाध्यं प्रत्यपि उक्तहेतोरविशेषात् । एतदुक्तसाध्यमन्तरा सर्वमुक्त्यसिद्धौ अयोग्यत्वाशङ्का । य एव न कदापि मोक्ष्यते तद्वदहं यदि स्यां, तदा मम विफलं परिवाजकत्वमित्याकारा । योगापहा योगप्रतिबन्धकेत्यद एव विपक्षबाधकमिति चेत् ॥३१-४।। “વિપક્ષબાધક તર્કનો અભાવ હોવાથી અને અનભિપ્રેત સિદ્ધિ થવાથી (શ્લો.નં. ૩માં જણાવ્યા મુજબ) વ્યાતિગ્રહ થતો નથી. “પ્રકૃતસાધ્યની સિદ્ધિ વિના અયોગ્યત્વની શંકા યોગની એક પરિશીલન ૨ ૨૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ સાધનાની પ્રતિબંધક બનશે.' - આ જ વિપક્ષબાધક છે. આ પ્રમાણે નૈયાયિકો કહે તો તે બરાબર નથી... એ પાંચમા શ્લોકમાં જણાવાશે.)” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે વિપક્ષમાં હેતુ હોય તો પણ સાધ્ય ન હોય ત્યારે સાધ્યાભાવનો બાધક અનુકૂળ તક ન હોવાથી વ્યાતિગ્રહ થતો નથી. પર્વતમાં ધૂમને લઇને જયારે વદ્ધિને સિદ્ધ કરાય છે ત્યારે કોઈ એમ કહે કે પર્વતમાં ધૂમહેતુ ભલે રહ્યો પણ તેથી ત્યાં વતિને માનવાની આવશ્યકતા નથી. અર્થાતુ સાધ્યાભાવવ(વિપક્ષ)માં હેતુ રહી શકે છે. આવી શંકાને દૂર કરવાનું કાર્ય તર્ક કરે છે. પર્વતમાં જો વહિં ન હોય તો વહિજન્ય ધૂમ પણ ન હોવો જોઇએ. અર્થાત્ વદ્વિ-ધૂમનો જન્યજનકભાવ(કાર્યકારણભાવ) નહિ મનાયઃ આ તર્ક છે, જે વ્યભિચારની શંકાને દૂર કરે છે. આવો વિપક્ષબાધક અનુકૂળ તક પ્રકૃતિ સ્થળે નથી. તાદશ દુઃખત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ ભલે રહ્યું પરંતુ તાદશદુઃખäસપ્રતિયોગિવૃત્તિત્વ માનવાની આવશ્યકતા નથી. આવી વ્યભિચારની શંકાદિના નિવારણ માટે કોઈ જ અનુકૂળ તર્ક નથી. તેથી વ્યાપ્તિમાં પણ શંકા જન્મે છે. જેથી પ્રકૃતાનુમાનના સ્થાને એવું પણ અનુમાન કરી શકાય છે કે તાદશ દુઃખત્વ, કાલાન્યવૃત્તિવૃંસપ્રતિયોગીમાં વૃત્તિ છે; કારણ કે તે સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે. સુહત્વ નાચવૃત્તિધ્વંસતિયોનિવૃત્તિ સજાર્યમાત્રવૃત્તિત્વા વીત્વવત્ આ અનુમાનથી અભિપ્રેત પ્રલયકાલાદિથી અન્ય આત્માદિની સિદ્ધિ થવાથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ નહીં થાય. આ અંગે નૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે બધા જીવોની મુક્તિની સિદ્ધિ ન થાય તો પોતાના આત્માની અયોગ્યતાની આશંકા જન્મશે. “જે જીવોનો ક્યારે ય મોક્ષ થવાનો નથી. તેમની જેમ જ હું પણ જો મોક્ષમાં જવાનો ના હોઉં તો મારું આ પરિવ્રાજકપણે નિષ્ફળ થશે.” આ આશંકા મુમુક્ષુ આત્માના યોગની સાધનાનો પ્રતિબંધ કરનારી બને છે. આવી શંકા જ મોક્ષની સિદ્ધિના અભાવની (વિપક્ષની) બાધક છે. આ પ્રમાણે તૈયાયિકોનું જે કથન છે તે બરાબર નથીઃ એ પ્રમાણે આગળ જણાવાય છે. ૩૧-૪ નિયાયિકોએ જણાવેલી વાતની અયુક્તતા જણાવાય છે– नैवं शमादिसम्पत्त्या, स्वयोग्यत्वविनिश्चयात् । न चान्योन्याश्रयस्तस्याः सम्भवात् पूर्वसेवया ॥३१-५॥ नैवमिति-एवं न यथोक्तं विपक्षबाधकं भवता शमादीनां शमदमभोगानभिष्वङ्गादीनां मुमुक्षुचिह्नानां सम्पत्त्या । स्वयोग्यत्वस्य विनिश्चयात् तेषां तद्व्याप्यत्वात् । न चान्योन्याश्रयो योगप्रवृत्तौ सत्यां शमादिसम्पत्तिस्ततश्चाधिकारविनिश्चयात्सेति सम्भावनीयं, तस्याः शमादिसम्पत्तेः पूर्वसेवया योगप्रवृत्तेः प्रागपि सम्भवात् योगप्रवृत्तेरतिशयितशमादिसम्पादकत्वेनैव फलवत्त्वात् । सामान्यतस्तु तत्र कर्मविशेषक्षयोपशम एव हेतुरिति न किञ्चिदनुपपन्नम् ॥३१-५।। ૨૩૦ મુક્તિ બત્રીશી Page #234 -------------------------------------------------------------------------- ________________ આ પૂર્વે જણાવ્યા મુજબ યોગની સાધના અટકી ના પડે એ માટે તૈયાયિકોએ સર્વ જીવોની મુક્તિનું સાધક પ્રમાણ જણાવ્યું છે. તેના જવાબમાં જણાવવાનું કે “એ વાત યુક્ત નથી. શમ, દમ વગેરે ગુણોની પ્રાપ્તિ દ્વારા પોતાની યોગ્યતાનો સારી રીતે નિશ્ચય થઈ જાય છે. યોગની પૂર્વસેવાથી સમાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોવાથી અન્યોન્યાશ્રય દોષ પણ આવતો નથી.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે વિપક્ષબાધક તરીકે યોગની સાધનાનો જે પ્રતિબંધક તમારા (નૈયાયિક) દ્વારા કહેવાયો છે તે બરાબર નથી. કારણ કે શમ, દમ અને ભોગોની અનાસક્તિ વગેરે મુમુક્ષુ આત્માઓનાં લક્ષણોની પ્રાપ્તિથી મોક્ષપ્રાપ્તિની પોતાની યોગ્યતાનો સારી રીતે નિશ્ચય થાય છે. કારણ કે સ્વયોગ્યતાની અપેક્ષાએ એ સમાદિ લક્ષણો વ્યાપ્ય છે અને યોગ્યતા વ્યાપક છે. વ્યાપ્યથી વ્યાપકનો નિશ્ચય થાય છે - એ સુપ્રતીત છે. યોગની પ્રવૃત્તિ કરવાથી શમ, દમ વગેરે મુમુક્ષુ જનોનાં લક્ષણોની સંપત્તિ પ્રાપ્ત થાય છે અને એ સંપત્તિથી તેવા પ્રકારની યોગની યોગ્યતાનો વિનિશ્ચય થાય છે, જે યોગની પ્રવૃત્તિનું મહત્ત્વનું કારણ છે – આ રીતે અન્યોન્યાશ્રયદોષ આવે છે. આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ગુરુદેવાદિ પૂજા, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ... વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવાથી; યોગની પ્રવૃત્તિની પૂર્વે જ શમ(કષાયનો અભાવ), દમ(ઇન્દ્રિયોનો નિરોધ) અને ભોગોની આસક્તિનો અભાવ... ઇત્યાદિ મુમુક્ષુચિહ્નો પ્રાપ્ત થતાં હોય છે. તેથી અન્યોન્યાશ્રયદોષનો સંભવ રહેતો નથી. યદ્યપિ આ રીતે યોગની પ્રવૃત્તિની પૂર્વે સમાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોય તો યોગની પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા જ રહેતી નથી. પરંતુ યોગની પૂર્વસેવાથી જે સમાદિ ગુણો પ્રાપ્ત થાય છે, તેના કરતાં વિશિષ્ટ કોટિના તે ગુણો યોગની પ્રવૃત્તિથી પ્રાપ્ત થાય છે. તેથી યોગની પ્રવૃત્તિ નિરર્થક નહીં બને. પ્રાથમિક કક્ષાના સમાદિ ગુણોની પ્રત્યે યોગની પૂર્વસેવા કારણ છે અને અતિશયયુક્ત એવા સમાદિ ગુણોની પ્રત્યે યોગની પ્રવૃત્તિ કારણ છે. શમાદિ-સામાન્યની પ્રત્યે કર્મનો (મોહનીયાદિ ઘાતિકર્મનો) ક્ષયોપશમવિશેષ જ કારણ છે. તેથી કોઈ જ અનુપપત્તિ નથી. ૩૧-પા અનાદિકાળથી દરેક જીવમાં મોક્ષે જવાની યોગ્યતા છે - એના નિશ્ચાયક તરીકે સમાદિ નથી. મોક્ષની પ્રાપ્તિ માટે શમાદિ સહકારી કારણ છે. શમાદિના કારણે યોગ્યતામાં સંકોચ કરવાનું ઉચિત નથી – આવી નૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે– शमाद्युपहिता हन्त, योग्यतैव विभिद्यते । तदवच्छेदकत्चेन, सङ्कोचस्तेन तस्य न ॥३१-६॥ એક પરિશીલન ૨૩૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ शमादीति-शमादिभिर्मुमुक्षुलिङ्गरुपहिता हन्त योग्यतैव विभिद्यते सामान्ययोग्यतातः समुचितयोग्यतायाः प्राग् भेदसमर्थनात् । तेन कारणेन तदवच्छेदकत्वेन योग्यतावच्छेदकत्वेन तस्य शमादेः सङ्कोचो न योग्यतावच्छेदकत्वलक्षणः, योग्यताविशेषस्यैव अतिशयितशमादौ तद्द्वारा च मोक्षे हेतुत्वात् ।।३१-६।। શમાદિ મુમુક્ષુલિંગોના કારણે ખરેખર જ યોગ્યતામાં જ ફરક પડે છે. તેથી યોગ્યતાવચ્છેદકરૂપે સમાદિનો સંકોચ થતો નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવમાં રહેલી મોક્ષમાં જવાની જે યોગ્યતા છે, તે સમાદિની પ્રાપ્તિ થવાથી ખરેખર જ ભિન્ન થાય છે. કારણ કે સામાન્ય યોગ્યતાથી(સ્વરૂપ યોગ્યતાથી) સમુચિત યોગ્યતા (ફલોપધાયક યોગ્યતા-ફલોન્મુખયોગ્યતા) ભિન્ન છે. આ વાત આ પૂર્વે (૧૦મી બત્રીશીમાં) જણાવી છે. આથી યોગ્યતાના અવચ્છેદક (નિશ્ચાયક) તરીકે સમાદિને જણાવવા માત્રથી અનાદિકાલીન યોગ્યતા(સ્વરૂપયોગ્યતા)માં કોઈ ફરક પડતો નથી. સમાદિની પ્રાપ્તિ થવાથી જીવની મોક્ષપ્રાપ્તિની યોગ્યતાનો(ફ્લોપધાયક યોગ્યતાનો) નિશ્ચય થાય છે. તેથી સ્વરૂપયોગ્યતા અને ફલોપધાયકયોગ્યતામાં વિશેષ (ભદ) હોવાથી સ્વરૂપયોગ્યતાના અવચ્છેદકસ્વરૂપે સમાદિમાં સંકોચ થતો નથી. વિશિષ્ટ યોગ્યતા જ શમાદિની વિશેષતામાં કારણ છે અને તેની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રત્યે યોગ્યતાવિશેષ કારણ છે. આથી સમજી શકાશે કે શાહિદ સ્વરૂપયોગ્યતાના અવચ્છેદક (નિશ્ચય કરાવનાર) નથી. પરંતુ ફલોપધાયક-યોગ્યતાના અવચ્છેદક છે. તેથી મોક્ષપ્રાપ્તિની સ્વરૂપયોગ્યતામાં કોઈ સંકોચ થતો નથી. દરેક જીવમાં એ સમાન છે. જે કોઈ ભેદ છે તે ફલોપધાયયોગ્યતામાં છે, જેના અવચ્છેદક શમાદિ છે. ૩૧-૬ll ननु शमादावपि संसारित्वेनैव हेतुतेति सर्वमुक्त्याक्षेप इत्यत आह સમાદિની પ્રત્યે પણ સંસારીપણે સંસારી આત્માને કારણ માનવા જોઈએ. જેથી બધાની મુક્તિ થઈ શકશે, આ માન્યતાનું નિરાકરણ કરાય છે– संसारित्वेन गुरुणा, शमादौ च न हेतुता । भव्यत्वेनैव किन्त्वेषेत्येतदन्यत्र दर्शितम् ॥३१-७॥ संसारित्वेनेति-संसारित्वेन नित्यज्ञानादिमदिन्नत्वरूपेण गुरुणा नानापदार्थघटितेन शमादौ च हेतुता न तव कल्पयितुमुचितेति शेषः । किं तु भव्यत्वेनैवैषा हेतुता, शमाद्यनुगतकार्यजनकतावच्छेदकतयात्मत्वव्याप्यजातिविशेषस्य कल्पयितुमुचितत्वात् । द्रव्यत्वादावप्यनुगतकार्यस्यैव मानत्वाद् । आत्मत्वेनैव शमादिहेतुत्वे विशेषसामग्र्यभावनेश्वरेऽतिप्रसङ्गाभावे समर्थनीयेऽन्यत्रापि तेन तस्य सुवचत्वादव्यत्वाभव्यत्वशङ्कयैव भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धादिति । एतदन्यत्र न्यायालोकादौ दर्शितम् ॥३१-७।। “શમાદિની પ્રત્યે ગુરુભૂત એવા સંસારિત્વરૂપે સંસારીને હેતુ માનવાનું ઉચિત નથી. પરંતુ ભવ્યત્વરૂપે એ માનવાનું ઉચિત છે - આ વસ્તુ અન્યત્ર જણાવી છે.” - આ પ્રમાણે સાતમા મુક્તિ બત્રીશી ૨૩૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે નિત્યજ્ઞાનાદિમપિરમાત્મા)ભિન્નવસ્વરૂપ સંસારિત્વ છે. તે નાનાપદાર્થઘટિત (નિત્યત્વજ્ઞાન-ત્વિધરતા અને મે.. વગેરે સ્વરૂપ અનેક પદાર્થઘટિત) હોવાથી ગુરુ છે. તેથી તે ગુરુભૂત સંસારિત્વરૂપે સમાદિની પ્રત્યે સંસારીમાં કારણતા માનવાનું તમારે-નૈયાયિકોને ઉચિત નથી. પરંતુ તાદશકારણતા ભવ્યત્વસ્વરૂપે જ માનવી જોઈએ. શમાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા, કોઈ એક ધર્મથી અવચ્છિન્ન છે; કારણ કે એમાં કારણતાત્વ છે. સંયોગાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા(સમવાયિકારણતા) જેમ દ્રવ્યત્વથી અવચ્છિન્ન છે...” ઇત્યાદિ અનુમાનથી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. શમ, દમ વગેરે અનુગત કાર્યની કારણતાના અવચ્છેદકરૂપે આત્મત્વની વ્યાપ્ય એવી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. આશય એ છે કે મુમુક્ષુ આત્માઓમાં શમ, દમ વગેરે ગુણોની ઉત્પત્તિ થાય છે. એની પ્રત્યે જે આત્મા કારણ છે તે બધામાં જે એક જાતિ છે તે ભવ્યત્વ છે. આત્મત્વ દરેક આત્મામાં વૃત્તિ છે અને ભવ્યત્વ આત્મવિશેષમાં વૃત્તિ છે. તેથી તે આત્મત્વની વ્યાપ્ય જાતિ છે. એ જાતિના અસ્તિત્વમાં સમાદિ અનુગત કાર્ય જ પ્રમાણ છે. દ્રવ્યત્વજાતિમાં જેમ સંયોગાદિ અનુગત કાર્ય પ્રમાણ છે તેમ અહીં પણ સમાદિ અનુગત કાર્ય જ ભવ્યત્વજાતિમાં પ્રમાણ છે. આત્મત્વવ્યાપ્ય ભવ્યત્વજાતિને કલ્પીને તે સ્વરૂપે સમાદિની પ્રત્યે આત્માને કારણ માનીએ એના કરતાં આત્મત્વસ્વરૂપે આત્માને કારણે માનીએ તો યદ્યપિ આત્મત્વ પરમાત્મામાં પણ હોવાથી ત્યાં સમાદિની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. પરંતુ ત્યાં અન્ય સહકારી કારણ કર્યાદિનો અભાવ હોવાથી ત્યાં સમાદિની ઉત્પત્તિનો પ્રસંગ નહિ આવે. તેથી આત્મસ્વરૂપે જ સમાદિની ઉત્પત્તિ પ્રત્યે આત્માને કારણ માનવા જોઇએ.” - આ પ્રમાણે કહેવામાં આવે તો અન્યત્ર પણ એ રીતે સમાધાન કરી શકાય છે. સંયોગાદિ અનુગત કાર્યની પ્રત્યે દ્રવ્યત્વેન દ્રવ્યને કારણ માનવાના બદલે સત્તાવક્વેન કારણ માનવાથી ગુણાદિમાં આવતા અતિપ્રસંગનું નિવારણ સામગ્રીના અભાવથી જ થઈ જશે. આથી સમજી શકાશે કે લઘુભૂત કારણતાવચ્છેદક સ્વરૂપે દ્રવ્યત્વની જેમ ભવ્યત્વજાતિની સિદ્ધિ આવશ્યક છે. યદ્યપિ ભવ્યત્વ મારામાં છે કે નહિ આવી શંકાના કારણે ભવ્યત્વના નિશ્ચયના અભાવે મોક્ષની સાધનાની અનુપપત્તિ થશે; પરંતુ એવી શંકાથી જ ભવ્યત્વનો નિશ્ચય થઈ જતો હોવાથી મોક્ષસાધક પ્રવૃત્તિની અનુપપત્તિ નહીં થાય. કારણ કે શ્રી આચારાંગસૂત્રની શ્રી શીલાંકાચાર્ય ભગવંતકૃત ટીકામાં ફરમાવ્યું છે કે “હું ભવ્ય છું કે અભવ્ય છું?' - આવી શંકા ભવ્યને જ થાય છે. અભવ્યને એવી શંકા થતી નથી - આ વાત અન્યત્ર ન્યાયાલોકમાં અને સ્યાદ્વાદકલ્પલતામાં વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવી છે. ૩૧- એક પરિશીલન ૨૩૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ ત્રિદંડી-મતનું નિરૂપણ કરાય છે— परमात्मनि जीवात्मलयः सेति त्रिदण्डिनः । लयो लिङ्गव्ययोऽत्रेष्टो, जीवनाशस्तु नेष्यते ॥ ३१-८।। परमात्मनीति–परमात्मनि जीवात्मलयः सा मुक्तिरिति त्रिदण्डिनो वदन्ति । अत्रैतन्मते लयो लिङ्गव्यय इष्टोऽस्माकमप्यभिमतः । एकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि च सूक्ष्ममात्रया संभूयावस्थितानि जीवात्मनि सुखदुःखावच्छेदकानि लिङ्गशब्देनोच्यन्ते तद्व्ययश्च परमार्थतो नामकर्मक्षय एवेति । जीवनाशस्तु नेष्यते, उपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्याप्यकाम्यत्वात् ।।३१-८॥ - “પરમાત્મામાં જીવાત્માના લયને ત્રિદંડીઓ મુક્તિ કહે છે. લિંગવ્યયસ્વરૂપ લય એ મતમાં વર્ણવાય છે - તે ઇષ્ટ છે, જીવના નાશ સ્વરૂપ લય માત્ર ઇષ્ટ નથી.” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્મામાં જીવાત્માનું વિલીન થવું : એને ત્રિદંડીમતમાં મુક્તિ તરીકે વર્ણવાય છે. એ મતમાં જીવાત્માનો લય, લિંગના વ્યય સ્વરૂપ છે - એ અમારા જૈનોના મતમાં પણ માન્ય છે. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રવણ : આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. વાગ્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ : આ પાંચ કર્મેન્દ્રિયો છે અને મન-એમ અગિયાર ઇન્દ્રિયો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતો છે. એ બધા; ભેગા થઇને સૂક્ષ્મમાત્રા વડે જીવાત્મામાં સુખ-દુઃખના અવચ્છેદક(ગ્રાહક) બને છે. તે બધાને એ મતમાં લિંગ કહેવાય છે. તેનો વ્યય થવાથી અર્થાત્ સ્વકાર્યથી નિવૃત્ત(ઉપરત) થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પરમાર્થથી નામકર્મનો ક્ષય થવાથી લિંગવ્યયસ્વરૂપ લય અમારા મતમાં સંગત છે. લિંગવ્યયસ્વરૂપ લય જીવનાશસ્વરૂપ માનવાનું ઇષ્ટ નથી. કારણ કે શરીરસ્વરૂપ ઉપાધિના નાશથી ઉપાધિવિશિષ્ટ જીવનો નાશ, કામનાનો વિષય નથી. તેથી તસ્વરૂપ મોક્ષ માની શકાશે નહિ. મોક્ષ તો પુરુષની કામનાનો વિષય(પુરુષાર્થ) છે. આથી સ્પષ્ટ છે કે લિંગવ્યયસ્વરૂપ જ (લિંગનાશ સ્વરૂપ જ) જીવલય છે. જીવનાશસ્વરૂપ જીવલય નથી. પરંતુ એ પ્રમાણે લિંગનાશ સ્વરૂપ જીવલયને મોક્ષ માનવામાં આવે તો ત્રિદંડીઓનો જૈનમતમાં કથંચિત્પ્રવેશ થઇ જશે. ॥૩૧-૮ બૌદ્ધમતનું નિરાકરણ કરાય છે— ૨૩૪ - बौद्धास्त्वालयविज्ञानसन्ततिः सेत्यकीर्त्तयन् । વિનાવિનમાધાર, તેષામેલા વર્લ્ડના ||૩૧-૬|| बौद्धास्त्विति - बौद्धास्तु आलयविज्ञानसन्ततिः प्रवृत्तिविज्ञानोपप्लवरहिता संहतज्ञेयाकारा ज्ञानक्षणपरम्परा सा मुक्तिरित्यकीर्तयन् । यथोक्तं - "चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं મુક્તિ બત્રીશી Page #238 -------------------------------------------------------------------------- ________________ भवान्त इति कथ्यते ॥१॥ न च शरीरादिनिमित्ताभावे तदनुपपत्तिः, पूर्वपूर्वविशिष्टक्षणानामेव तद्धेतुत्वाद्विशिष्टभावनात एव तेषां विसभागपरिक्षये प्रवृत्तेः । तेषामन्वयिनं त्रिकालानुगतात्मलक्षणमाधारं विना एषा मुक्तिः कदर्थना । सन्तानस्यावास्तवत्वेन बद्धमुक्तव्यवस्थानुपपत्तेः सर्वथाऽभावीभूतस्य क्षणस्योत्तरसशक्षणजननासामर्थ्यादिति ।।३१-९॥ આલયવિજ્ઞાનની પરંપરાને મુક્તિ તરીકે બૌદ્ધોએ વર્ણવી છે. પરંતુ ત્રિકાલવૃત્તિ આત્માધાર વિના એ મુક્તિ તેમના માટે વિડંબના સ્વરૂપ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે બૌદ્ધોના મતે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ છે. પ્રવૃત્તિવિજ્ઞાન સ્વરૂપ ઉપપ્લવથી રહિત અને શેય-ઘટ-પટાદિના આકારથી રહિત એવી જ્ઞાનાત્મક ક્ષણોની પરંપરાને આલયવિજ્ઞાનધારા કહેવાય છે. બૌદ્ધોના મતે પ્રવૃત્તિવિજ્ઞાનધારા અને આલયવિજ્ઞાનધારા આ બે પ્રકારની વિજ્ઞાનધારા છે. સામાન્ય રીતે બાહ્ય ઘટપટાદિ વિષયાકારને ગ્રહણ કરનારી વિજ્ઞાનધારા, પ્રવૃત્તિ વિજ્ઞાનધારા છે અને તાદશ બાહ્ય વિષય સ્વરૂપ શેયના આકારનો જેમાં અભાવ છે એવી માત્ર અહહું) પ્રત્યયવાળી વિજ્ઞાનધારા આલયવિજ્ઞાનધારા સ્વરૂપ છે. જાગ્રદેવસ્થામાં પ્રવૃત્તિવિજ્ઞાનધારા હોય છે અને સુષુવ્યવસ્થામાં આલયવિજ્ઞાનધારા હોય છે. સુષુખ્યવસ્થા પછી જાગ્રદવસ્થામાં આલયવિજ્ઞાનથી પ્રવૃત્તિ-વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જે આલયવિજ્ઞાનની ધારાથી ભવિષ્યમાં ક્યારે પણ પ્રવૃત્તિવિજ્ઞાનની ધારા પ્રવર્તતી નથી, તે આલયવિજ્ઞાનની ધારા મુક્તિ છે. તેથી સુષુપ્તિ અવસ્થાની આલયવિજ્ઞાનધારાને મુક્તિસ્વરૂપ માનતા નથી. આ વસ્તુને જણાવવા માટે તેમને ત્યાં જણાવ્યું છે કે રાગાદિક્લેશથી વાસિત ચિત્ત(જ્ઞાન) જ સંસાર છે અને રાગાદિલેશોથી રહિત એવું ચિત્ત જ ભવાંત-મોક્ષ કહેવાય છે. “મોક્ષમાં શરીરાદિનો અભાવ હોવાથી નિમિત્તના અભાવે મુક્તિમાં આલયવિજ્ઞાનની અનુપપત્તિ છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે પૂર્વ પૂર્વ વિશિષ્ટ જ્ઞાનાત્મક ક્ષણોથી ઉત્તરોત્તર વિશિષ્ટ વિશિષ્ટ વિજ્ઞાનાત્મક ક્ષણોની ઉત્પત્તિ થાય છે. વિશિષ્ટ ભાવનાથી વિભાગનો પરિક્ષય થવાથી અર્થાત્ પ્રશાંતવાહિતા પ્રાપ્ત થવાથી આલયવિજ્ઞાનધારાની ઉપપત્તિ થાય છે. વિભાગનો(સંક્લેશનો) પરિક્ષય; સર્વ કુર્ણ કુવ, સર્વ ક્ષળ ક્ષણવેમ્, સર્વ અન્નક્ષvi અન્નક્ષન્ અને સર્વ ચં ચ : આ ચાર વિશિષ્ટ ભાવનાથી થાય છે... આ પ્રમાણે બૌદ્ધોની માન્યતા છે. પરંતુ ત્રણેય કાળમાં અનુગત એવા આત્માના (આત્માસ્વરૂપ) આધાર વિના બૌદ્ધો માટે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ માનવાની વાત કદર્થનાસ્વરૂપ છે. કારણ કે આત્મસ્વરૂપ આધાર વિના જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય ? “વિજ્ઞાનની સંતતિ- (ધારાપરંપરા)માં જ્ઞાન ઉત્પન્ન થાય છે' - આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તમારા મતે પૂર્વેક્ષણનો સર્વથા નાશ થતો હોવાથી તાદશજ્ઞાનાત્મક ક્ષણની પરંપરા વાસ્તવિક મનાતી એક પરિશીલન ૨૩૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ નથી. પરંતુ કાલ્પનિક મનાય છે. જે છે તે સર્વથા એક ક્ષણ સ્વરૂપ છે. તેથી બદ્ધ અને મુક્તની વ્યવસ્થા સંગત નહિ થાય. કારણ કે પ્રવૃત્તિવિજ્ઞાનધારામાં બદ્ધત્વનો વ્યવહાર થતો નથી. પરંતુ તેના સર્વથા વિનાશથી ઉત્તર ક્ષણની પરંપરામાં-આલયવિજ્ઞાનધારામાં મુક્તત્વનો વ્યવહાર થઇ શકશે નહિ. બૌદ્ધોના મતે બદ્ધ મુક્ત થતો નથી. બદ્ધ અને મુક્ત સર્વથા ભિન્ન છે. તેથી તેનો વ્યવહાર અસંગત થશે. કાલ્પનિક એવી વિજ્ઞાનસંતતિમાં વાસ્તવિક બદ્ધત્વ-મુક્તત્વનો વ્યવહાર શક્ય નથી. તેમ જ સર્વથા અભાવરૂપ થયેલા પૂર્વક્ષણથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ અશક્ય છે... ઇત્યાદિ, તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઇએ. ।।૩૧-૯। બૌદ્ધોની માન્યતામાં જે રીતે મુક્તિ સંગત થઇ શકે તે જણાવાય છે— विवर्त्तमानज्ञेयार्थापेक्षायां सति चाश्रये । અસ્યાં વિનયતેડસ્મા, પર્યાયનયદેશના ||રૂ9-૧૦|| विवर्तमानेति-विवर्तमानाः प्रतिक्षणमन्यान्यपर्यायभाजो ये ज्ञेयार्थास्तदपेक्षायामाश्रये चान्वयिद्रव्यलक्षणे सति । अस्यामुक्तमुक्तौ । अस्माकं पर्यायनयदेशना विजयते । प्रतिक्षिप्तद्रव्यस्य बौद्धसिद्धान्तस्य परमार्थतः पर्यायार्थिकनयान्तः पातित्वात् । तदुक्तं सम्मतौ - "सुद्धो अणणयस्स उ परिसुद्धो पज्जवविअप्पो” ||ર્9-૧૦|| - “ક્ષણે ક્ષણે અન્ય અન્ય પર્યાયને ધારણ કરનારા જ્ઞેય પદાર્થોની અપેક્ષાએ જ્ઞાનનો આધાર હોતે છતે આલયવિજ્ઞાનધારા સ્વરૂપ મુક્તિ માનવામાં અમારી પર્યાયનયની દેશના વિજય પામે છે.’” – આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, વિવર્તમાન અર્થાત્ પ્રત્યેક ક્ષણે બીજા બીજા પર્યાયના ભાજન બનનારા જે જ્ઞાનના વિષયભૂત પદાર્થો છે, તે પદાર્થોની અપેક્ષાએ અન્વયી (ત્રિકાલવૃત્તિ) દ્રવ્યસ્વરૂપ આશ્રય હોતે છતે; ઉપર જણાવ્યા મુજબ મુક્તિ(આલયવિજ્ઞાનધારાસ્વરૂપ મુક્તિ)ને માનવામાં અમારી(જૈનોની) માન્યતા પ્રમાણે પર્યાયનયની દેશના વિજય પામે છે. કારણ કે સર્વથા દ્રવ્યના અસ્તિત્વનું નિરાકરણ જેમાં છે એવા બૌદ્ધસિદ્ધાંતનો પરમાર્થથી પર્યાયાર્થિકનયમાં સમાવેશ થાય છે. એ પ્રમાણે સંમતિતર્કમાં જણાવ્યું છે કે - શુદ્ધોદન રાજાના પુત્ર એવા ગૌતમબુદ્ધનો મત એકાંતે પર્યાયનયમાં સમાવિષ્ટ છે. અર્થાત્ એ મત પર્યાયનયનો વિકલ્પ છે. ૩૧-૧૦ના મુક્તિના વિષયમાં જ અન્ય મતનું નિરાકરણ કરાય છે– ૨૩૬ स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये, प्रभुता तन्मदः क्षयी । अथ कर्मनिवृत्तिश्चेत्, सिद्धान्तो ऽस्माकमेव सः ॥ ३१-११॥ મુક્તિ બત્રીશી Page #240 -------------------------------------------------------------------------- ________________ स्वातन्त्र्यमिति-स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये वदन्ति । तत् स्वातन्त्र्यं यदि प्रभुता तदा मदः, स च क्षयी । अथ चेत् कर्मनिवृत्तिस्तदाऽस्माकमेव स सिद्धान्तः ॥३१-११।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે કેટલાક વિદ્વાનો સ્વતંત્રતાને મોક્ષ કહે છે. એ સ્વતંત્રતા જો પ્રભુતા સ્વરૂપ હોય અર્થાત્ સ્વચ્છંદતાસ્વરૂપ હોય તો તે એક પ્રકારનો મદ (અહંકાર) છે. કારણ કે તાદશ મદ ક્ષય પામવાનો છે. આવા ક્ષય પામવાના સ્વભાવવાળો મોક્ષ કોઈને પણ ઈષ્ટ નહિ બને. કર્મની નિવૃત્તિના કારણે કર્મની પરતંત્રતાનો અભાવ થવાથી તસ્વરૂપ સ્વતંત્રતાને “મોક્ષ' માનવામાં આવે તો તે અમારો(જૈનોનો) જ સિદ્ધાંત છે. તેથી પરમતમાં પ્રવેશનો પ્રસંગ આવશે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૧ સાંખ્યાભિમત મોક્ષના સ્વરૂપનું નિરાકરણ કરાય છે पुंसः स्वरूपावस्थानं, सेति साङ्ख्याः प्रचक्षते । तेषामेतदसाध्यत्वं, वज्रलेपोऽस्ति दूषणम् ॥३१-१२॥ पुंस इति-पुंसः पुरुषस्य स्वरूपावस्थानं प्रकृतितद्विकारोपधानविलये चिन्मात्रप्रतिष्ठानं सा मुक्तिरिति साङ्ख्याः प्रचक्षते । तेषामेतस्या मुक्तेरसाध्यत्वं दूषणं वज्रलेपोऽस्ति । एकान्तनित्यात्मरूपायास्तस्या नित्यत्वादुपचरितसाध्यत्वस्याप्रयोजकत्वात् ॥३१-१२॥ પુરુષનું સ્વરૂપાવસ્થાન - એ મોક્ષ છે, એમ સાંખો કહે છે. તેઓને મોક્ષ અસાધ્ય છે - એમ માનવાનું દૂષણ વજલેપ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ કૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિ અને તેના વિકારાદિ ઉપાધિના કારણે પુરુષના અભેદગ્રહને લઈને પુરુષનો સંસાર છે. પરંતુ વિવેકખ્યાતિથી ભેદગ્રહ થવાથી ઔપાયિક સ્વરૂપનો વિલય થાય છે, જેથી પુરુષ માત્ર ચિદવસ્થામાં પ્રતિષ્ઠિત થાય છે. એ જ પુરુષની મુક્તાવસ્થા છે. તેને જ સાંખ્યો મોક્ષ કહે છે. પુરુષનું પોતાનું આ સ્વરૂપાવસ્થાન, પ્રકૃતિ અને તેના વિકાર બુદ્ધિ વગેરેના સાંનિધ્યની નિવૃત્તિથી થાય છે. સાંખ્યોએ માનેલું એ મોક્ષનું સ્વરૂપ સંગત નથી. કારણ કે પુરુષ કૂટસ્થ નિત્ય હોવાથી પરમાર્થથી તો તે સદાને માટે સ્વભાવથી જ પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે. પ્રકૃત્યાદિના સાંનિધ્યના કારણે વિભાવાવસ્થામાં અવસ્થિતિ તો વાસ્તવિક નથી, ઔપાધિક છે. તેથી ઔપાધિક-ઉપચરિત બદ્ધાદિ અવસ્થા છે. આવા પ્રકારના ઔપચારિક મોક્ષ માટે કોઈ પ્રયત્ન નહિ કરે, ઇચ્છા પણ નહિ કરે. ઉપચરિત સાધ્યત્વ વસ્તુની સિદ્ધિમાં ઉપયોગી ન બને. તેથી મોક્ષમાં પુરુષાર્થત્વનો અભાવ હોવાથી સાંખ્યોને અસાધ્યત્વ દૂષણ વજલેપ છે. કોઈ પણ રીતે તે દૂર થાય એમ નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઇએ. /૩૧-૧૨ા. એક પરિશીલન ૨૩૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધવિશેષની મોક્ષસંબંધી માન્યતાનું નિરાકરણ કરાય છે— पूर्वचित्तनिवृत्तिः साग्रिमानुत्पादसङ्गता । इत्यन्ये श्रयते तेषामनुत्पादो न साध्यताम् ॥ ३१-१३॥ पूर्वेति—अग्रिमानुत्पादसङ्गताऽग्रिमचित्तानुत्पादविशिष्टा पूर्वचित्तनिवृत्तिः सा मुक्तिरित्यन्ये । तेषामनुत्पादः साध्यतां न श्रयत इति मुक्तेरपुरुषार्थत्वापत्तिरेव दोषः ।।३१-१३।। “અગ્રિમ ચિત્તની અનુત્પત્તિથી સહિત એવી પૂર્વચિત્તની નિવૃત્તિ-મુક્તિ છે ઃ એમ કેટલાક લોકો(બૌદ્ધવિશેષ) કહે છે. પરંતુ તે વિદ્વાનોના મતમાં પણ અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો નથી.” - આ પ્રમાણે તે૨મા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે વિજ્ઞાન(ચિત્ત)ની ધારા એકસરખી ચાલતી હોય છે. એમાં પૂર્વ પૂર્વ ચિત્તની નિવૃત્તિ થાય છે અને ઉત્તર ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી હોય છે. જ્યારે પણ પૂર્વેના ચિત્તની નિવૃત્તિ થવા છતાં ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી નથી ત્યારે તે અગ્રિમ ચિત્તના અનુત્પાદને મુક્તિ કહેવાય છે. અર્થાર્ અગ્નિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વચિત્તની નિવૃત્તિ મુક્તિ છે. આ પ્રમાણે કેટલાક બૌદ્ધોની માન્યતા છે. પરંતુ તેમની માન્યતામાં પણ મુક્તિમાં પુરુષાર્થત્વાભાવનો પ્રસંગ છે જ. કારણ કે અનુત્પાદ, સાધ્ય નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. ।।૩૧-૧૩ા ચાર્વાક-નાસ્તિકમતનું નિરાકરણ કરાય છે— सात्महानमिति प्राह, चार्वाकस्तत्तु पाप्मने । तस्य हातुमशक्यत्वात्तदनुद्देशतस्तथा ।। ३१-१४।। सेति- आत्महानं सा मुक्तिरिति चार्वाकः प्राह । तत्तु वचनं श्रूयमाणमपि पाप्मने भवति । तस्यात्मनो हातुमशक्यत्वादसतो नित्यनिवृत्तत्वात्, सतश्च वीतरागजन्मादर्शनन्यायेन नित्यत्वात्, सर्वथा हानासिद्धेः । तथा पर्यायार्थतया तद्धानावपि तदनुद्देशत आत्महानानभिलाषात् । मुक्तिपदार्थस्य च निरुपधीच्छाવિષયાત્ IIરૂ૧-૧૪|| ૨૩૮ “આત્માની હાનિ(ધ્વંસ) મુક્તિ છે : એમ ચાર્વાક કહે છે. ચાર્વાકનું એ વચન સાંભળવાથી પણ પાપ લાગે છે. કારણ કે આત્માની હાનિ શક્ય નથી. તેમ જ તેનો ઉદ્દેશ પણ નથી.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાર્વાકો શરીરથી અતિરિક્ત આત્માને માનતા નથી. તેથી શરીરના ધ્વંસની સાથે જ શરીરસ્વરૂપ આત્માનો પણ ધ્વંસ થવાથી તત્સ્વરૂપ (આત્મહાનિસ્વરૂપ) મોક્ષ થાય છે. નાસ્તિકોના એ વચનનું શ્રવણ પણ પાપનું કારણ બને છે. કારણ કે શરીરથી અતિરિક્ત એવા સર્વજનપ્રસિદ્ધ આત્માનો જ જ્યાં સ્વીકાર ન હોય ત્યાં મોક્ષની વાત, માત્ર વાત જ છે. મુક્તિ બત્રીશી Page #242 -------------------------------------------------------------------------- ________________ આત્મા અસ હોય તો શશશૃંગાદિની જેમ સદાને માટે તેનું અસ્તિત્વ હોતું જ નથી. કારણ કે અસદ્ સદાને માટે અસદ્ હોય છે. તેથી અસદ્ એવા આત્માની હાનિ સર્વથા અશક્ય છે. તેમ જ આત્મા સતુ હોય તો વીતરાગનો જન્મ થતો ન હોવાથી અને સરાગીનો જ જન્મ થતો હોવાથી આત્મા અનાદિકાલીન છે તે સિદ્ધ થાય છે. તેથી જ અનાદિભાવભૂત પદાર્થનો નાશ થતો ન હોવાથી આત્મા અનંત છે, તે સિદ્ધ થાય છે. આ રીતે આત્મા નિત્ય હોવાથી સર્વથા તેની હાનિ શક્ય નથી. યદ્યપિ દ્રવ્યને આશ્રયીને તેની હાનિ શક્ય ન હોવા છતાં મનુષ્યત્વાદિ પર્યાયને આશ્રયીને તેનો નાશ શક્ય છે. પરંતુ તેવી હાનિનો ઉદ્દેશ ન હોવાથી મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહીં બને. “તે તે દુઃખકારણાદિ સ્વરૂપ પર્યાયના નાશનો ઉદ્દેશ હોવાથી તે સ્વરૂપે મોક્ષ પુરુષાર્થસ્વરૂપ બની શકે છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મોક્ષ અન્ય ઇચ્છાને અનધીન એવી ઇચ્છાનો વિષય છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર ગ્રંથમાં પ્રતિપાદન કરાયેલા પદાર્થને સંક્ષેપથી સમજાવવાનું તાત્પર્ય છે, જે ઉપર જણાવ્યા મુજબ સમજી શકાય છે. ૩૧-૧૪ હવે તૌતાતિતની માન્યતાનું નિરાકરણ કરાય છે नित्योत्कृष्टसुखव्यक्तिरिति तौतातिता जगुः । नित्यत्वं चेदनन्तत्वमत्र तत्सम्मतं हि नः ॥३१-१५॥ नित्येति-नित्यमुत्कृष्टं च निरतिशयं यत्सुखं तद्व्यक्तिर्मुक्तिरिति तौतातिता जगुः । अत्र मते नित्यत्वमनन्तत्वं चेत्तत्तदा नोऽस्माकं हि निश्चितं सम्मतं । सिद्धसुखस्य साद्यपर्यवसितत्वाभिधानात् । तस्य च मुक्तावभिव्यक्तेः ॥३१-१५।। “નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને તૌતાતિતો મુક્તિ તરીકે વર્ણવે છે. એમાં નિત્યત્વ અનંતત્વસ્વરૂપ હોય તો તે અમને સંમત જ છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. સર્વશ્રેષ્ઠ નિત્ય એવા સુખની જે અભિવ્યક્તિ છે એને તુતાત નામના વિદ્વાનના અનુયાયીઓ મુક્તિ કહે છે. તેમની માન્યતાના સુખનું નિત્યત્વ જો અનંતત્વસ્વરૂપ હોય તો ચોક્કસ જ તે અમને સંમત છે. કારણ કે અમારે ત્યાં શ્રી સિદ્ધપરમાત્માઓનું સર્વોત્કૃષ્ટ સુખ સાદિ-અપર્યવસિત(અનંત)સ્વરૂપે વર્ણવેલું છે. તે સુખની અભિવ્યક્તિ મોક્ષમાં થાય છે. ૩૧-૧પ તૌતાતિતોની જ માન્યતાને અનુલક્ષીને જણાવાય છે– अथानादित्वमेतच्चेत्, तथाप्येष नयोऽस्तु नः । સર્વથોપીને ર ચા, સર્વના તાપસ્થિતિઃ રૂ-૧દ્દા એક પરિશીલન ૨૩૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ अथेति-अर्थतन्मुक्तिसुखे नित्यत्वमनादित्वं चेत्तथापि न एष नयोऽस्तु संसारदशायां कर्माच्छन्नस्यापि सुखस्य द्रव्यार्थतया शाश्वतात्मस्वभावत्वात् । सर्वथोपगमे चैकान्ततोऽनादित्वाश्रयणे च सर्वदा संसारदशायामपि तदुपस्थितिर्मुक्तिसुखाभिव्यक्तिः स्याद् । अभिव्यञ्जकाभावेन तदा तदभिव्यक्त्यभावसमर्थने च घटादेरपि दण्डाद्यभिव्यङ्ग्यत्वस्य सुवचत्वे साङ्ख्यमतप्रवेशापातात् ॥३१-१६।। નિત્ય ઉત્કૃષ્ટ એવા સુખની અભિવ્યક્તિને મુક્તિ માનનારાઓના મતમાં “અનાદિવસ્વરૂપ નિત્યત્વ હોય તોપણ તે અમારી-જૈનોની માન્યતાનો નય છે. સર્વથા અનાદિવસ્વરૂપ નિત્યત્વ માનવામાં આવે તો નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થયા જ કરશે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. તેનો અર્થ સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, જો મુક્તિના સુખમાં રહેલું નિત્યત્વ, અનાદિવસ્વરૂપ હોય તો તે નય અમારો છે જ. કારણ કે સંસારની દશામાં કર્મથી આચ્છાદિત પણ સુખ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત આત્મસ્વભાવ રૂપ છે. આત્મા જેમ સર્વદા વિદ્યમાન છે, તેમ તેનું સુખ પણ સર્વદા વિદ્યમાન છે જ. | સર્વથા (અર્થાત પર્યાયાર્થિકનયથી પણ) સુખમાં અનાદિત્વસ્વરૂપ નિત્યત્વ માની લેવામાં આવે તો તે નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થવાનો પ્રસંગ આવશે. યદ્યપિ તેના નિવારણ માટે એમ કહી શકાય છે કે નિત્યસુખના અભિવ્યંજક સર્વદા ન હોવાથી તે નિત્ય હોવા છતાં તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી. પરંતુ એમ કહેવાથી તો ઘટાદિને પણ સર્વથા નિત્ય માનીને દંડાદિ સ્વરૂપ અભિવ્યંજકના અભાવે તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી - આ પ્રમાણે પણ સારી રીતે કહી શકાય છે અને તેથી સાંખ્યમતમાં પ્રવેશનો પ્રસંગ આવશે. આથી સમજી શકાશે કે કથંચિત્ અનાદિત્ય સ્વરૂપ નિત્યત્વ મુક્તિસુખમાં માનવું જોઈએ, જે અમારો-જૈનોનો માન્ય નય છે. ૩૧-૧૬lી. વેદાંતીઓના મતનું નિરાકરણ કરાય છે– वेदान्तिनस्त्वविद्यायां, निवृत्तायां विविक्तता । सेत्याहुः साऽपि नो तेषामसाध्यत्वादवस्थितेः ॥३१-१७।। वेदान्तिनस्त्विति-वेदान्तिनस्तु अविद्यायां निवृत्तायां विविक्तता केवलात्मावस्थानं सा मुक्तिरित्याहुः, सापि नो तेषां युक्तेति शेषः । अवस्थितेर्विज्ञानसुखात्मकस्य ब्रह्मणः प्रागप्यवस्थानादसाध्यत्वात् । कण्ठगतचामीकरन्यायेन भ्रमादेव नात्र(s)प्रवृत्तिरिति तु भ्रान्तपर्षदि वक्तुं शोभत इति भावः ।।३१-१७।। “અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્માની સ્વ-સ્વરૂપમાં જે અવસ્થિતિ છે, તેને મુક્તિ તરીકે વેદાંતીઓ વર્ણવે છે. પરંતુ એ પણ યુક્ત નથી. કારણ કે અનાદિકાળથી આત્માની સ્વરૂપમાં અવસ્થિતિ હોવાથી મુક્તિમાં સાધ્યત્વ નથી.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદાંતીઓના મતે આત્માની બદ્ધાવસ્થા(સંસારદશા) અવિદ્યાના કારણે છે. એ ૨૪૦ મુક્તિ બત્રીશી Page #244 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્મા અવિદ્યાથી વિવિક્ત થાય છે. આવી તેની કેવળ અવસ્થિતિને વેદાંતીઓ મુક્તિ કહે છે. પરંતુ તે યુક્ત નથી. કારણ કે વેદાંતીઓના મતે આત્મા અનાદિકાળથી શુદ્ધ જ છે. તેથી અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ આત્માનું કેવળ જ અવસ્થાન હોવાથી આત્માની મુક્તિ સિદ્ધ જ છે, જેથી મુક્તિમાં સાધ્યત્વ રહેતું નથી. બ્રહ્મસ્વરૂપ આત્માનો મોક્ષ અનાદિથી સિદ્ધ જ હોવાથી તેમાં સાધ્યત્વ(સિદ્ધિની ઇચ્છાનું વિષયત્વ-પુરુષાર્થત્વ) ન હોય એ સ્પષ્ટ છે. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બ્રહ્મનું કેવળ અવસ્થાન સિદ્ધ હોવા છતાં કંઠમાં રહેલા સુવર્ણના અલંકારને જેમ ભ્રમથી શોધવામાં આવે છે તેમ એ કંઠગત ચામીકરન્યાયથી આત્માને હું બંધાયેલો છું, અજ્ઞાની છું અને દુઃખી છું... ઇત્યાદિ ભ્રમ થાય છે. એની નિવૃત્તિ સ્વરૂપ અવસ્થાથી પ્રાપ્ત સ્વરૂપાવસ્થિતિ મુક્તિ છે અને તેથી તેમાં સાધ્યત્વ અનુપપન્ન નથી. એ ભ્રમથી જ મુમુક્ષુઓની સંન્યાસાદિમાં પ્રવૃત્તિ થાય છે. પરંતુ આ બધું બ્રાંત પુરુષોની પર્ષદામાં કહેવાનું ઉચિત છે, વિદ્વાનોની પર્ષદામાં કહેવાનું ઉચિત નથી. ૩૧-૧ળા આ રીતે પરમતોનું નિરાકરણ કરીને હવે સ્વમતને જણાવાય છે– कृत्स्नकर्मक्षयो मुक्तिरित्येष तु विपश्चिताम् । स्याद्वादामृतपानस्योद्गारः स्फारनयाश्रयः ॥३१-१८॥ कृत्लेति-कृत्स्नानां कर्मणां ज्ञानावरणादीनां क्षयो मुक्तिरित्येष तु विपश्चितामेकान्तपण्डितानां स्याद्वादामृतपानस्योद्गारः । स्फारा ये नयास्तत्तत्तन्त्रप्रसिद्धार्थास्तदाश्रयः षड्दर्शनसमूहमयत्वस्य जैनदर्शने सम्मतत्वात् ॥३१-१८॥ સકળ કર્મોનો ક્ષય મુક્તિ છે – આ તો વિદ્વાનોનો તે તે સ્પષ્ટ નયોના આશ્રયે ઉત્પન્ન થયેલો, સ્યાદ્વાદરૂપ અમૃતના પાનનો ઉદ્ગાર છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય... વગેરે સકળ કર્મોનો જે ક્ષય છે, તે મુક્તિ છે. આ તો એકાંતે પંડિત એવા પ્રાજ્ઞપુરુષોએ કરેલા સ્યાદ્વાદસ્વરૂપ અમૃતના પાનથી ઉત્પન્ન થયેલો ઉદ્દગાર છે, જે અત્યંત સ્પષ્ટપણે પ્રતીત થયેલા નયને આશ્રયીને ઉત્પન્ન થયેલો છે. કારણ કે ષડ્રદર્શનસમૂહમયત્વ જૈનદર્શનમાં શાસ્ત્રસંમત છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. li૩૧-૧૮ नयानेवात्राभिव्यनक्तिઅહીં મોક્ષના વિષયમાં નયને જ જણાવાય છે– ऋजुसूत्रादिभिर्ज्ञानसुखादिकपरम्परा । व्यङ्ग्यमावरणोच्छित्त्या सङ्ग्रहेणेष्यते सुखम् ॥३१-१९॥ એક પરિશીલન ૨૪૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ ऋजुसूत्रादिभिरिति-ऋजुसूत्रादिभिर्नयैर्ज्ञानसुखादिकपरम्परा मुक्तिरिष्यते । शुद्धनयस्तैरुत्तरोत्तरविशुद्धपर्यायमात्राभ्युपगमाद् ज्ञानादीनां क्षणरूपतायाः क्षणसत्तयापि सिद्धेः, तस्याः क्षणतादात्म्यनियतत्वात्, क्षणस्वरूपे तथादर्शनात् । सङ्ग्रहेण सङ्ग्रहनयेनावरणोच्छित्त्या व्यङ्ग्यं सुखं मुक्तिरिष्यते । तद्धि जीवस्य स्वभावः सेन्द्रियदेहाद्यपेक्षाकारणस्वरूपावरणेनाच्छाद्यते । प्रदीपस्यापवरकावस्थितपदार्थप्रकाशकत्वस्वभाव इव तदावारकशरावादिना । तदपगमे तु प्रदीपस्येव जीवस्यापि विशिष्टप्रकाशस्वभावोऽयत्नसिद्ध एवेति | शरीराभावे ज्ञानसुखाद्यभावोऽप्रेर्य एव । अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गात् । शरावादेः प्रदीपाद्यजनकत्वानोक्तप्रसङ्ग इति चेन्न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तदनावारकत्वप्रसङ्गाહિતિ //રૂ9-99 ઋજુસૂત્ર વગેરે નયો જ્ઞાન, સુખ વગેરેની પરંપરાને મુક્તિ માને છે અને આવરણનો ઉચ્છેદ થવાથી પ્રગટ થનારા સુખને મુક્તિ માને છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એના આશયને વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે – ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય જ્ઞાન-સુખાદિની પરંપરાને મુક્તિ તરીકે વર્ણવે છે. શુદ્ધનયો ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રનો સ્વીકાર કરતાં હોવાથી જ્ઞાન-સુખાદિની પરંપરા સ્વરૂપ જ મુક્તિનો તે નયો સ્વીકાર કરે છે. જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ છે એ, જ્ઞાનાદિની ક્ષણિક સત્તાથી સિદ્ધ થાય છે. કારણ કે ક્ષણમાત્ર સત્તા, ક્ષણના અભેદ(તાદાત્મ, સ્વરૂપ)ની વ્યાપ્ય છે. “જ્યાં જયાં ક્ષણિક સત્તા છે ત્યાં ત્યાં ક્ષણનો અભેદ છે. દા.ત. ક્ષણનું સ્વરૂપ.” આ વ્યાપ્તિથી(નિયમથી) જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ સિદ્ધ થાય છે. સંગ્રહનયની અપેક્ષાએ આવરણના વિચ્છેદથી અભિવ્યક્ત થનારા સુખને મુક્તિ કહેવાય છે. આ સુખસ્વરૂપ મુક્તિ જીવનો સ્વભાવ છે. એ સ્વભાવ ઇન્દ્રિયસહિત-શરીરાદિસ્વરૂપ અપેક્ષાકરણાત્મક આવરણથી આચ્છાદિત બને છે. આશય એ છે કે ઈન્દ્રિયાજિન્ય જ્ઞાનની પ્રત્યે ઇન્દ્રિયસહિત શરીરાદિની અપેક્ષા છે. તેથી તે તેવા પ્રકારના જ્ઞાનની પ્રત્યે અપેક્ષા કારણ છે અને તે આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે આવરણભૂત બને છે. અર્થાત્ તે શરીરાદિ આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે પ્રતિબંધક છે. જેમ ઓરડામાં રહેલી ચીજોને પ્રકાશિત કરવાનો પ્રદીપનો સ્વભાવ હોવા છતાં દીપક ઉપર કોડિયું ઢાંકી દેવામાં આવે તો તે તેવા પ્રકારના સ્વભાવનો પ્રતિબંધ કરે છે. દીપક ઉપરથી કોડિયું લઈ લઈએ તો પ્રદીપનો સ્વભાવ પ્રગટ થાય છે. તેમ જ ઇન્દ્રિયો અને શરીરાદિનો વિચ્છેદ થવાથી આત્માના જ્ઞાન, સુખ વગેરે ગુણો (સ્વભાવભૂત ગુણો) પ્રગટ થાય છે; જે પ્રયત્ન વિના જ સિદ્ધ છે. યદ્યપિ આ રીતે તો શરીરાદિના અભાવમાં તો જ્ઞાનસુખાદિનો પણ અભાવ થશે. કારણ કે જ્ઞાનાદિની પ્રત્યે શરીરાદિ કારણ હોવાથી કારણના અભાવમાં કાર્યનો અભાવ થાય – એ સ્પષ્ટ છે. આવી શંકા કરી શકાય છે. પરંતુ તે બરાબર નથી. કારણ કે એવી શંકા કરવામાં મુક્તિ બત્રીશી ૨૪૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ આવે તો શરાવાદિ(કોડિયાદિ)ના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પણ પ્રસંગ આવશે - એ પ્રમાણે પણ કહી શકાશે. “શરાવાદિ પ્રદીપાદિનાં જનક ન હોવાથી શરાવાદિના અભાવે પ્રદીપાદિના અભાવનો પ્રસંગ નહીં આવે, પરંતુ શરીરાદિ તો જ્ઞાનાદિનાં જનક હોવાથી તેના અભાવમાં જ્ઞાનાદિના અભાવનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શરાવાદિને પણ તાદશ અવરુદ્ધ સ્વસ્વભાવવાળા પ્રદીપના પરિણામનાં જનક મનાય છે. અન્યથા શરાવાદિને તેના પરિણામવાળા પ્રદીપાદિનાં જનક માનવામાં ન આવે તો શરાવાદિ પ્રદીપના પ્રકાશમાં આવારક બની શકશે નહીં... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૯ો. વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ વર્ણવાય છે– क्षयः प्रयत्नसाध्यस्तु, व्यवहारेण कर्मणाम् । न चैवमपुमर्थत्वं, द्वेषयोनिप्रवृत्तितः ॥३१-२०॥ क्षय इति–व्यवहारेण तु प्रयलसाध्यः कर्मणां क्षयो मुक्तिरिष्यते, अन्वयव्यतिरेकानुविधानेन तत्प्रवृत्तेः ज्ञानादीनां कर्मक्षये तदनुविधानात् । न चैवं कर्मक्षयस्य मुक्तित्वाभ्युपगमेऽपुमर्थत्वं, मुक्तेद्वेषयोनिप्रवृत्तितः साक्षाद्दुःखहेतुनाशोपायेच्छाविषयत्वेन परमपुरुषार्थत्वाविरोधात् ॥३१-२०॥ પ્રયત્નથી સાધ્ય એવા કર્મક્ષયને વ્યવહારનય મુક્તિ માને છે. “આથી મોક્ષમાં અપુરુષાર્થત્વ આવે છે....... આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે દ્વેષમૂલક અહીં પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. વ્યવહારનયને આશ્રયીને પ્રયત્નથી સાધ્ય એવો જે કર્મોનો ક્ષય છે તેને મુક્તિ કહેવાય છે. સામાન્ય રીતે અન્વય અને વ્યતિરેકના નિયમને અનુસરીને વ્યવહારનયની પ્રવૃત્તિ છે. સત્ત્વને લઈને જે નિયમ છે, તેને અન્વય કહેવાય છે. (જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ છે - આ અન્વય નિયમ છે.) અને વસ્તુના અસત્ત્વને લઈને જે નિયમ છે તેને વ્યતિરેક કહેવાય છે. (જ્યાં વહ્નિ નથી, ત્યાં ધૂમ નથી - આ વ્યતિરેક નિયમ છે.) આ અન્વય-વ્યતિરેકને આશ્રયીને વ્યવહારનયે જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયના વિષયમાં અન્વય-વ્યતિરેકને અનુસરી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી આ રીતે પ્રયત્નથી સાધ્ય એવાં કર્મોના ક્ષયને વ્યવહારનયની અપેક્ષાએ મુક્તિ કહેવાય છે. યદ્યપિ આ રીતે કર્મક્ષયસ્વરૂપ મુક્તિ માનીએ તો તેમાં પ્રયત્નસાધ્યત્વ હોવા છતાં ઇચ્છાવિષયત્વસ્વરૂપ પુરુષાર્થત્વ નહીં રહે. (કારણ કે દુઃખધ્વંસની ઇચ્છા થાય પણ કર્મક્ષયની ઇચ્છા ન થાય, પરંતુ મુક્તિના વિષયમાં દ્વેષમૂલક પ્રવૃત્તિ થતી હોવાથી અર્થાત્ સાક્ષાત્ દુઃખનાશના ઉપાયભૂત કર્મનાશની ઇચ્છાનું વિષયત્વ કર્મનાશમાં હોવાથી મુક્તિમાં પરમપુરુષાર્થત્વનો કોઈ વિરોધ નથી. એ સમજી શકાય છે. ૩૧-૨વા એક પરિશીલન ૨૪૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ દુઃખનાશ માટે જ પ્રવૃત્તિ કરાય છે. કર્મનાશ માટે કોઈ પ્રવૃત્તિ ન કરે, તેથી કર્મધ્વંસ સ્વરૂપ મોક્ષમાં કોઇ પ્રવૃત્તિ ન કરે તો તેમાં પુમર્થત્વની અનુપપત્તિ થશે આ શંકાનું સમાધાન કરાય છે– दुःखद्वेषे हि तधेतून्, द्वेष्टि प्राणी नियोगतः । નાયડી પ્રવૃત્તિશ, તતસ્તન્ના દેતુષ રૂ9-૨૧| दुःखद्वेषे हीति-दुःखद्वेषे हि सति प्राणी तद्धेतून् दुःखहेतून नियोगतो निश्चयतो द्वेष्टि । अस्य दुःखहेतुद्विषश्च ततस्तन्नाशहेतुषु दुःखोपायनाशहेतुषु ज्ञानादिषु प्रवृत्तिर्जायते । दुःखद्वेष्य(षेऽ)स्य दुःखहेतुनाशोपायेच्छा - दुःखहेतुद्वेषयोस्तयोश्च दुःखहेतुनाशहेतुप्रवृत्तौ स्वभावतो हेतुत्वात् । अनुस्यूतैकोपयोगरूपत्वेऽपि क्रमानुवेधेन हेतुहेतुमदावाविरोधात् । क्रमिकाक्रमिकोभयस्वभावोपयोगस्य तत्र तत्र व्यवस्थापितત્વાન્ રૂ9-૨૦/. દુઃખની પ્રત્યે દ્વેષ આવે તો તે જીવ દુઃખના ઉપાયની પ્રત્યે અવશ્ય દ્વેષ કરવાનો છે. તેથી એવા જીવની દુઃખના નાશના હેતુઓને વિશે પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એના આશયનું વર્ણન કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે - દુઃખની પ્રત્યે દ્વેષ હોતે છતે પ્રાણી દુઃખના હેતુઓ ઉપર ચોક્કસ જ હૈષ કરે છે. આ દુઃખદ્વેષીની, દુઃખના ઉપાયભૂત કર્મના નાશના હેતુઓમાં અર્થાત્ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે જ. કારણ કે દુઃખ પ્રત્યેનો દ્વેષ, દુઃખના હેતુઓના નાશના ઉપાયોની ઇચ્છા અને દુઃખના હેતુઓ પ્રત્યેનો દ્વેષ એ બંન્નેની પ્રત્યે સ્વભાવથી જ કારણ છે અને એ બંન્ને સ્વભાવથી જ દુઃખહેતુના નાશના હેતુની પ્રવૃત્તિમાં કારણ છે. (જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિમાં કારણ છે.) આથી સમજી શકાય એવું છે કે – દુઃખની પ્રત્યે દ્વેષ હોય એટલે દુઃખના હેતુઓ પ્રત્યે દ્વેષ થાય અને તેથી તેના નાશના ઉપાયની પણ ઇચ્છા થાય અને તેથી એ બંન્નેના કારણે દુઃખહેતુના નાશના ઉપાયભૂત જ્ઞાનાચારાદિમાં પ્રવૃત્તિ પણ થાય છે. યદ્યપિ દુઃખદ્વેષ અને દુઃખહેતુભૂતકર્મ પ્રત્યેનો દ્વેષ: આ બંન્ને દીર્ઘ એક ઉપયોગથી સંબદ્ધ (પરસ્પર એકબીજામાં સંમિલિત) હોવાથી સમાનકાલીન બંન્નેમાં કાર્યકારણભાવ માનવાનું યોગ્ય નથી. પરંતુ તે દીર્ઘ એક ઉપયોગમાં ક્રમ પણ અનુવિદ્ધ હોવાથી એ બંન્નેનો પૂર્વાપરીભાવ પણ અનુભવાય છે. તેથી કાર્યકારણભાવની કોઈ અનુપપત્તિ નથી. અનાદિકાળથી દુઃખ પ્રત્યેનો દ્વેષ તો આત્મામાં પડેલો જ છે. પરંતુ જયારે દુઃખનું કયું કારણ છે, તેનું જ્ઞાન થાય એટલે દુઃખના કારણ પ્રત્યે દ્વેષ થતો હોય છે. તેથી દુઃખદ્દેષ દુઃખના હેતુના ઢેષનું કારણ બને છે. આ પ્રમાણે એ બંન્નેમાં પૂર્વાપરીભાવ હોવાથી ક્રમિક અવસ્થાનો અનુભવ થતો હોય છે અને પાછળથી બંન્ને એકબીજાની સાથે મળી જવાથી સહભાવ-અક્રમિક અવસ્થાનો અનુભવ થાય છે. એક જ ઉપયોગમાં ક્રમિકાક્રમિકોભય એક સ્વભાવ પ્રતીત થતો હોવાથી તે પ્રમાણે માનવામાં કોઈ દોષ ૨૪૪ મુક્તિ બત્રીશી Page #248 -------------------------------------------------------------------------- ________________ નથી.. ઇત્યાદિ સાદુવાદકલ્પલતા.. ઇત્યાદિમાં જણાવ્યું છે, જે તેના અધ્યાયનાદિથી જાણી લેવું જોઈએ. ૩૧-૨૧ इत्थं चात्र दुःखं मा भूदित्युद्देशे दुःखहेतुनाशविषयकत्वं फलितमित्येतदन्यत्राप्यतिदिशन्नाह ઉપર જણાવ્યા મુજબ એ નિશ્ચિત થયું કે - “મને દુઃખ ન થાઓ' આવા પ્રકારનો જે ઉદ્દેશ છે; તેનો વિષય, દુઃખને ઉત્પન્ન કરનારાં કારણોનો નાશ છે. તેથી તેનો અન્યત્ર અતિદેશ જણાવાય છે– अन्यत्राप्यसुखं मा भून्माडोऽर्थेऽत्रान्वयः स्थितः । दुःखस्यैवं समाश्रित्य, स्वहेतुप्रतियोगिताम् ॥३१-२२॥ अन्यत्रापीति-अन्यत्रापि प्रायश्चित्तादिस्थलेऽपि असुखं मा भूद् । अत्र माझेऽर्थे ध्वंसे । एवमुक्तरीत्या दुःखस्य स्वहेतुप्रतियोगितामाश्रित्यान्वयः स्थितः । तत्पापजन्यदुःखाप्रसिद्ध्या तवंसस्यासाध्यत्वात् । अस्तु वा दुःखद्वेषस्यैवायमुल्लेखः । मुख्यप्रयोजनाविषयकेच्छाविषयत्वेन च मुख्यप्रयोजनत्वमविरुद्धमिति માવ: //રૂ9-૨૨ા. “બીજે પ્રાયશ્ચિત્તાદિ સ્થળે પણ “મને દુઃખ ન થાઓ' (કસુવં મા મૂ) અહીં મા અવ્યયના અર્થ ધ્વસમાં દુઃખનો અન્વયે પોતાના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને થાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપનું પ્રાયશ્ચિત્ત વગેરે કરતી વખતે પ્રાયશ્ચિત્ત કરનારનો આશય એ છે કે “મને દુઃખ ન થાય.” અહીં સુવં મા મૂવું અને સુવં ને મા મૂ ઇત્યાદિ વાક્યોમાં માફ અવ્યયનો અર્થ ધ્વંસ છે. તેમાં દુઃખનો અન્વય(સંબંધ) છે. તે અન્વયે “પોતાના(સ્વ) હેતુ-નિષ્ઠ-પ્રતિયોગિતા-નિરૂપકત્વ' સંબંધથી સમજાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષ કર્મક્ષયસ્વરૂપ હોવાથી તેની પુમર્થતા જેમ દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છાના વિષયરૂપે છે તેમ અહીં પણ ધ્વસમાં સાક્ષાત્ દુઃખનો સંબંધ નથી, પરંતુ દુઃખના હેતુને આશ્રયીને છે. આ અતિદેશ છે. કુd મા અહીં મામા) નો અર્થ ધ્વંસ છે. એમાં દુઃખનો અન્વય “નિતિયોગિતનિપત્ર સંબંધથી છે. સ્વ-દુઃખ, તેનો હેતુ પાપ; તેમાં રહેલી પ્રતિયોગિતાનો નિરૂપક પાપધ્વંસ, તેમાં તાદશનિરૂપકત્વ છે. સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વાત્મક સંબંધ ધ્વંસમાં છે. તેથી તે સંબંધથી સ્વ-દુઃખ ધ્વંસમાં છે. યદ્યપિ દુઃખનો અન્વય સ્વનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી ધ્વંસમાં થઈ શકે છે. સ્વનિષ્ઠપ્રતિયોગિતાના બદલે સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાને આશ્રયીને દુઃખનો અન્વય કરવાની આવશ્યકતા નથી. પરંતુ પાપના પ્રાયશ્ચિત્ત સ્થળે પાપ થયેલું છે અને દુઃખ તો ઉત્પન્ન થયેલું નથી. તેથી પ્રાયશ્ચિત્તથી અપ્રસિદ્ધ દુઃખનો ધ્વંસ શક્ય નથી. એક પરિશીલન ૨૪૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ દુઃખના હેતુભૂત પાપનો ધ્વંસ શક્ય હોવાથી સાક્ષાત દુઃખનો અન્વયન કરતાં તેના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને ધ્વસમાં દુઃખનો અન્વય કરવામાં આવે છે. યદ્યપિ આ રીતે દુઃખનો અન્વય, સ્વહેતુનિઇપ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી કરવામાં આવે તો અન્વયિતાવચ્છેદક સંબંધ ગુરુભૂત બને છે; તેથી તે સંબંધથી અન્વય કરવાનું ઉચિત નથી. પરંતુ તેથી રૂતુ વા ઈત્યાદિ ગ્રંથથી કલ્પાંતરનું અનુસરણ કરાય છે. એનો આશય એ છે કે કુવં મે મા મૂક ઇત્યાદિ સ્થળે પ્રાયશ્ચિત્ત કરનારનો ઉદ્દેશ દુઃખદ્વેષનો હોવાથી તેનો જ ઉલ્લેખ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ દુઃખનો અન્વય કરવામાં સંબંધનું ગૌરવ નહિ નડે. “દુઃખના કારણભૂત કર્મોના નાશ સ્વરૂપ મોક્ષને માનવાથી મોક્ષમાં મુખ્યપ્રયોજન– નહિ મનાય. કારણ કે દુઃખનાશમાં જ પરમપ્રયોજન– મનાશે. મા મૂઃ કુન્... ઇત્યાદિ સ્થળે દુઃખદ્વેષનો જ ઉલ્લેખ છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મુખ્યપ્રયોજન દુઃખવિરહની ઇચ્છાનો વિષય, તેના સાધનભૂત સકળ કર્મનો ધ્વંસ છે. તેથી તે પણ મુખ્યપ્રયોજના છે.... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ૩૧-૧૨ ઉપર જણાવ્યા મુજબ દુઃખધ્વંસના સાધન તરીકે કર્મલયસ્વરૂપ મુક્તિમાં મુખ્યપ્રયોજન– હોવા છતાં, તેમાં સ્વતઃ પુમર્થતાની અનુપપત્તિ થાય છે – આ શંકાનું સમાધાન કરાય છે स्वतोऽपुमर्थताप्येवमिति चेत् कर्मणामपि । શિવજ્યા વેનુષ્ય તત્વ, વિા વિંદ નું વાધ્યતામ્ ? //રૂ9-૨રૂા स्वत इति-एवमपि स्वतोऽपुमर्थता निरुपधिकेच्छाविषयत्वेन सुखदुःखहान्यन्यतरस्यैव स्वतः पुमर्थत्वादिति चेत् कर्मणामपि शक्त्या चेन्मुख्यदुःखत्वं तदा स्याद्वादे किं नु बाध्यताम् ? दुःखहेतोरपि कथञ्चिदुःखत्वाद्, दुःखक्षयत्वेन रूपेण कर्मक्षयस्य त्वन्नीत्यापि मुख्यप्रयोजनत्वानपायाद् रूपान्तरेण તત્ત્વસ્થ વાકયોનર્જત્વાન્ ||રૂ9-૨૩/ કર્મક્ષયમાં ઉપર જણાવ્યા મુજબ મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થાય “તોપણ સ્વતઃ પુમર્થતા તેમાં નહિ આવે - આ પ્રમાણે કહેવામાં આવે તો સ્યાદ્વાદમતમાં, કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્ય દુઃખત્વ માની લેવામાં કોણ બાધક છે? અર્થાત કોઈ નહિ.- આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે, આ પૂર્વે જણાવ્યા મુજબ દુઃખધ્વંસની ઇચ્છાનો વિષય કર્મક્ષયસ્વરૂપ મોક્ષ છે. તેથી મુખ્યપ્રયોજનવિષયક (દુઃખવિરહવિષયક) ઇચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં મુખ્યપ્રયોજન– મનાય તો પણ તેમાં સ્વતઃ પુમર્થતા નથી. કારણ કે ઉપાધિરહિત ઇચ્છાના વિષયમાં અર્થાત્ અન્યવિષયક ઇચ્છાને અનલીન ઇચ્છાના વિષયમાં પુમર્થતા સ્વતઃ મનાય છે. અન્યત્ર પરતઃ પુમર્થતા મનાય છે. સુખમાં અથવા દુઃખહાનિમાં જ સ્વતઃ પુમર્થતા મનાય છે. દુઃખવિરહની ઇચ્છાને આધીન એવી કર્મધ્વંસની ઈચ્છાનો વિષય ૨૪૬ મુક્તિ બત્રીશી Page #250 -------------------------------------------------------------------------- ________________ કર્મક્ષય હોવાથી તેમાં સ્વતઃ પુમર્થતા(પુરુષની કામનાનું વિષયત્વ) નથી. આ પ્રમાણે શંકાકાર નૈયાયિકનું કહેવું છે. પરંતુ તે કથન યુક્ત નથી. કારણ કે કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્યદુઃખત્વ જો માનીએ તો સ્યાદ્વાદમાં કોણ બાધક છે? દુઃખના હેતુઓ પણ કથંચિત્ દુઃખસ્વરૂપ છે. તેથી જ દુઃખક્ષયરૂપે કર્મક્ષયને તમારે ત્યાં (નૈયાયિકોને ત્યાં) પણ મુખ્યપ્રયોજન મનાય જ છે ને ? શક્તિરૂપે કર્મ દુઃખરૂપ હોવા છતાં વ્યક્તિ સ્વરૂપે તો તે દુઃખસ્વરૂપ નથી. વ્યક્તિ સ્વરૂપે જે દુઃખરૂપ છે, તેમાં જ મુખ્યપ્રયોજન– મનાય છે. આ પ્રમાણે બીજી રીતે મુખ્યપ્રયોજન– વર્ણવી શકાય એવું નથી. કારણ કે શક્તિ કે વ્યક્તિ સ્વરૂપે જે દુઃખસ્વરૂપ છે તેમાં (બંન્નેમાં) મુખ્યપ્રયોજનત્વ માનવામાં કોઈ દોષ નથી. ૩૧-૨૩ કર્મક્ષયસ્વરૂપ મોક્ષમાં સ્વતઃ પુમર્થતાનું નિરૂપણ પરમતથી કરીને હવે સ્વમતથી તેનું ઉપપાદન કરાય છે– स्वतः प्रवृत्तिसाम्राज्यं, किं चाखण्डसुखेच्छया । निराबाधं च वैराग्यमसङ्गे तदुपक्षयात् ॥३१-२४॥ स्वत इति–किं च स्वतो निरुपधिकतया प्रवृत्तिसाम्राज्यमखण्डसुखेच्छयाऽखण्डसुखसंवलित्वात् कर्मक्षयस्य । नन्वेवं सुखेच्छया वैराग्यव्याहतिरित्यत आह-असङ्गेऽसङ्गानुष्ठाने तदुपक्षयात् सुखेच्छाया अपि विरमान्निराबाधं च वैराग्यं “मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः” इति वचनात् । न चेदेवं सुखेच्छया वैराग्यस्येव दुःखद्वेषात् प्रशान्तत्वस्यापि व्याहतिरेवेति भावः ॥३१-२४।। તેમ જ અખંડ સુખની ઇચ્છાથી સ્વતઃ પ્રવૃત્તિ સંગત છે. અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે સુખની ઇચ્છાનો ક્ષય થવાથી વૈરાગ્ય નિરાબાધ જ હોય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ઉપાધિથી રહિત એવી અખંડ સુખની ઇચ્છાથી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ સંગત છે. કર્મક્ષયસ્વરૂપ મોક્ષ, અખંડ સુખથી સંવલિત હોવાથી તાદેશ અખંડ સુખથી સંવલિત કર્મક્ષય સ્વતઃ ઇચ્છાનો વિષય બને છે અને તેથી તેના સાધનભૂત જ્ઞાનાચારાદિમાં મુમુક્ષુઓની સારી રીતે પ્રવૃત્તિ થાય છે. યદ્યપિ આ રીતે સુખની ઇચ્છાથી વૈરાગ્યની હાનિ થવાનો પ્રસંગ આવે છે. પરંતુ અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે, સુખની ઇચ્છા પણ વિરામ પામતી હોવાથી વૈરાગ્ય નિરાબાધ હોય છે. “મોક્ષ કે સંસારમાં શ્રેષ્ઠ મુનિભગવંતો નિસ્પૃહ હોય છે.” - આ વચનથી અસંગાનુષ્ઠાનના કાળમાં વૈરાગ્યની કોઈ પણ રીતે હાનિ થતી નથી - એ સમજી શકાય છે. આ પ્રમાણે માનવામાં ન આવે તો સુખની ઇચ્છાથી જો વૈરાગ્યની હાનિ થતી હોય તો દુઃખના દ્વેષથી પ્રશાંત અવસ્થાની પણ હાનિ થાય છે – એમ માનવાનો પ્રસંગ આવશે. l૩૧-૨૪ll એક પરિશીલન ૨૪૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તિમાં દુઃખની જેમ જ સુખાદિનો પણ ક્ષય થાય છે, એને અનુલક્ષીને જણાવાય છે समानायव्ययत्वे च, वृथा मुक्तौ परिश्रमः । गुणहानेरनिष्टत्वात्ततः सुष्ठुच्यते हादः ॥३१-२५॥ समानेति-समानायव्ययत्वे च सुखदुःखाभावाभ्यामभ्युपगम्यमाने मुक्तौ वृथा परिश्रमः । गुणहानेरनिष्टत्वात्तदनुविद्धदुःखनाशोपायेऽनिष्टानुबन्धित्वज्ञानेन प्रेक्षावत्प्रवृत्तेरयोगात् । ततो ह्यदः सुष्ठूच्यते ।।३१-२५॥ લાભ અને નુકસાન સમાન હોય તો મોક્ષ માટેનો પરિશ્રમ વ્યર્થ બનશે. કારણ કે ગુણનો નાશ કોઈને પણ ઈષ્ટ બનતો નથી. તેથી આ જે કહેવાય છે (છવ્વીસમા શ્લોકમાં જણાવ્યું છે તે) તે સારું છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે નૈયાયિકોની માન્યતા મુજબ મોક્ષમાં જેમ દુઃખ નથી તેમ સુખ પણ નથી. દુઃખનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ તો સુખનો પણ નાશ થઈ ગયો. આ રીતે દુઃખનાશનો લાભ થયો તો સુખના નાશનું નુકસાન પણ થયું. સુખનો અભાવ અને દુઃખનો અભાવઃ એ બંન્નેના કારણે આય અને વ્યયનું સામ્ય સ્વીકારવાથી મુક્તિને અનુલક્ષીને કરેલો પરિશ્રમ વ્યર્થ થશે. કારણ કે ગુણની હાનિ અનિષ્ટ છે. એ અનિષ્ટથી અનુવિદ્ધ એવા દુઃખનાશના ઉપાયમાં અનિષ્ટના અનુબંધિત્વનું જ્ઞાન થવાથી કોઇ પણ બુદ્ધિમાનની તેમાં (દુઃખનાશોપાયમાં) પ્રવૃત્તિ નહીં થાય. તેથી હવે પછી જે કહેવાય છે તે સારું કહેવાય છે. ૩૧-રપા પૂર્વે જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે– दुःखाभावोऽपि नावेद्यः, पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थार्थं, प्रवृत्तो दृश्यते सुधीः ॥३१-२६॥ दुःखाभावोऽपीति-दुःखाभावोऽपि न अवेद्यः स्वसमानाधिकरणसमानकालीनसाक्षात्काराविषयः पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थार्थ सुधीः प्रवृत्तो दृश्यते । अन्यथा तदर्थमपि प्रवृत्तिः स्यात् । अतो गुणहानेरनिष्टत्वेन दुःखाभावरूपायां मुक्तौ तदर्थप्रवृत्तिव्याघात एव दूषणमिति भावः ॥३१-२६।। જેનો અનુભવ ન થાય એવો દુઃખાભાવ પણ પુરુષાર્થસ્વરૂપે ઈષ્ટ બનતો નથી. કારણ કે બેભાનાદિની અવસ્થા માટે પ્રયત્ન કરનાર કોઈ બુદ્ધિમાન દેખાતા નથી.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે – દુઃખાભાવના અધિકરણમાં અને દુઃખાભાવના કાળમાં રહેનાર સાક્ષાત્કાર(અનુભવ)નો જે દુઃખાભાવ વિષય છે તે વેદ દુઃખાભાવ છે અને તાદશ સાક્ષાત્કારનો જે વિષય બનતો નથી, તે દુઃખાભાવ અવેદ્ય છે. બેભાન અવસ્થામાં દુઃખાભાવ હોવા છતાં ત્યાં તેનો અનુભવ થતો ન હોવાથી તે અવેદ્ય છે. ૨૪૮ મુક્તિ બત્રીશી Page #252 -------------------------------------------------------------------------- ________________ નૈિયાયિકોની માન્યતા મુજબ મુક્તાત્માઓમાં જ્ઞાનનો અભાવ હોવાથી તેમનો દુઃખાભાવ પણ અવેદ્ય છે. એવો અવેદ્ય દુઃખાભાવ પુરુષાર્થસ્વરૂપ (પુરુષની કામનાના વિષયસ્વરૂપ) માનતા નથી. કારણ કે મૂચ્છદિની અવસ્થાની પ્રાપ્તિ માટે કોઈ પણ બુદ્ધિમાન પ્રવર્તતા નથી. અવેદ્ય એવા પણ દુઃખાભાવને જો પુરુષાર્થરૂપે માનવામાં આવે તો મૂચ્છદિની અવસ્થાને પામવા માટે બુદ્ધિમાનની પ્રવૃત્તિ થવાનો પ્રસંગ આવશે. આથી સ્પષ્ટ છે કે ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુઃખાભાવસ્વરૂપ મુક્તિને માનવામાં આવે તો તેના માટે કોઇની પણ પ્રવૃત્તિ નહિ થાય એ જ નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૨૬ll નૈયાયિકોની જ બીજી માન્યતાનું પણ નિરાકરણ થઈ ગયાનું જણાવાય છે– एतेनैतदपास्तं हि, पुमर्थत्वेऽप्रयोजकम् । તજ્ઞાનં કુવનાશ, વર્તમાનોડનુભૂયતે રૂ9-૨૭ી एतेनेति-एतेन गुणहानेरनिष्टत्वेन हि निश्चितमेतदपास्तं । यदुक्तं महानैयायिकेन पुमर्थत्वे तज्ज्ञानं पुमर्थज्ञानमप्रयोजकं, दुःखनाशश्च वर्तमानोऽनुभूयते, विनश्यदवस्थेन योगिसाक्षात्कारेणेति ।।३१-२७।। આથી ચોક્કસપણે આનું નિરાકરણ થાય છે કે – પુરુષાર્થત્વને વિશે પુમર્થનું જ્ઞાન પ્રયોજક નથી અને વર્તમાન દુઃખનાશ અનુભવાય છે....... આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે દુઃખાભાવસ્વરૂપ મોક્ષને માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ગુણહાનિના પ્રસંગના કારણે તેમાં પુરુષાર્થત્વ નહિ આવે. તેના જવાબમાં મહાનૈયાયિક ગંગેશોપાધ્યાયે જણાવ્યું છે કે “દુઃખાભાવની પુરુષાર્થતા માટે તે પુરુષાર્થના જ્ઞાનની આવશ્યકતા નથી. વર્તમાન એવો દુઃખાભાવ, વિનાશ પામતા એવા યોગિસાક્ષાત્કારથી અનુભવનો વિષય બની જાય છે. તેથી દુઃખાભાવમાં પૂર્વે જણાવ્યા મુજબ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન સાક્ષાત્કારવિષયત્વ હોવાથી તેમાં પુરુષાર્થત્વ પણ રહે છે.” - આ મહાનૈયાયિકનું કથન યુક્ત નથી. કારણ કે દુઃખાભાવની સાથે મોક્ષમાં સુખાભાવ પણ થવાથી પૂર્વે જણાવ્યા મુજબ ગુણહાનિ થાય છે અને તેથી અનિષ્ટના અનુબંધી એવા ઇષ્ટની પ્રાપ્તિ માટે કોઇ પ્રવૃત્તિ નહીં કરે... જે નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે જ. ૩૧-૨થા વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની સાધનામાં પ્રવૃત્તિની અનુપત્તિ નહિ થાય - આવી તૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે गुणहानेरनिष्टत्वं, वैराग्यान्नाथ वेद्यते । છાણી વિના વં, વૃત્તિઃ સુવાયોઃ l૩૦-૨૮ એક પરિશીલન ૨૪૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ गुणहानेरिति-अथ गुणहानेरनिष्टत्वं वैराग्यान्न वेद्यते कामान्धत्वादिव पारदार्य बलवदुःखानुबन्धित्वं, ततः प्रवृत्त्यव्याघात इति भावः । एवं सति इच्छाद्वेषौ विना सुखदुःखयोः प्राप्यनाश्ययोरिति शेषः । प्रवृत्तिर्न स्यात् । परवैराग्ये प्रवृत्तिकरणयोस्तयोनिवृत्तेरपरवैराग्ये च गुणवैतृष्णस्यैवाभावाद्गुणहानेरनिष्टत्वाप्रतिसन्धानानुपपत्तेर्गुणहानेरनिष्टत्वे प्रतिसंहिते प्राक्तनप्रवृत्त्यनुपपत्तौ तत्संस्कारतोऽप्यसङ्गप्रवृत्तेહુર્વવત્વમિતિ વિચિતત્ રૂ9-૨૮ “વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થઈ શકે છે. નૈયાયિકનું આ કથન યુક્ત નથી. કારણ કે સુખની ઇચ્છા અને દુઃખના દ્વેષ વિના પ્રવૃત્તિ શક્ય નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે “કામથી અંધ બનેલા પરસ્ત્રીનું સેવન કરતી વખતે જેમ બળવદ્ અનિષ્ટ(નરકાદિ)નું અનુબંધિત્વ જોતા નથી તેમ વૈરાગ્યના કારણે ગુણહાનિની અનિષ્ટતા અનુભવાતી નથી. તેથી પરસ્ત્રીના સેવનની જેમ જ મોક્ષની સાધનાની પ્રવૃત્તિમાં કોઈ જ વ્યાઘાત થતો નથી.' - આવી માન્યતા યુક્ત નથી. કારણ કે ઇચ્છા અને દ્વેષ વિના પ્રાપ્ત કરવા યોગ્ય સુખમાં અને નાશ્ય દુઃખમાં પ્રવૃત્તિ શક્ય નથી. ઇચ્છાથી(સુખની ઇચ્છાથી) અને દ્વેષથી(દુ:ખના ષથી) જ સુખની પ્રવૃત્તિ અને દુ:ખનાશની પ્રવૃત્તિ થતી હોય છે. વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિ જ શક્ય નથી. પર વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિના કારણભૂત એવા સુખના રાગની અને દુઃખના દ્વેષની જ નિવૃત્તિ થઈ ગયેલી હોવાથી કારણના અભાવે કાર્યનો પણ અભાવ થાય છે. પરવૈરાગ્યના કાળમાં ગુણની તૃષ્ણાનો પણ અભાવ હોય છે. કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવની પણ અહીં ઇચ્છા હોતી નથી. અને અપર વૈરાગ્યમાં તો શબ્દાદિ વિષયોમાં તૃષ્ણા હોતી નથી. પરંતુ ગુણની તૃષ્ણાનો અભાવ ન હોવાથી (ગુણની તૃષ્ણા હોવાથી) ગુણની હાનિના અનિષ્ટત્વનું અપ્રતિસંધાન જ અનુપપન્ન છે અને તેથી ગુણહાનિમાં આત્મવિશેષગુણો-જ્ઞાન, સુખાદિની હાનિમાં) અનિષ્ટત્વનું પ્રતિસંધાન થવાથી મોક્ષસાધક પ્રવૃત્તિ જ નહિ થાય. આથી સમજી શકાશે કે વૈરાગ્યના કાળમાં જયાં મોક્ષસાધક પ્રવૃત્તિ જ થઈ નથી, ત્યાં “પૂર્વસંસ્કારોથી (અનુવેધથી) અસંગાનુષ્ઠાનસ્વરૂપ પ્રવૃત્તિ થાય છે.” - એ કહેવાનું શક્ય નથી... તેથી નૈયાયિકની વાતમાં તથ્ય નથી. ૩૧-૨૮ ननु श्रुतिबाधान्न मुक्तौ सुखसिद्धिरित्यत आह મોક્ષમાં સુખ માનવાથી શ્રુતિ-ઉપનિષદુનો વિરોધ આવે છે તેથી મુક્તિમાં સુખ માનવામાં આવતું નથી, આવી નૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે अशरीरं वाव सन्तमित्यादिश्रुतितः पुनः । सिद्धो हन्त्युभयाभावो, नैकसत्तां यतः स्मृतम् ॥३१-२९॥ ૨૫૦ મુક્તિ બત્રીશી Page #254 -------------------------------------------------------------------------- ________________ अशरीरमिति - अशरीरं वाव सन्तमित्यादिश्रुतितोऽशरीरं वाव सन्तं प्रियाप्रिये न स्पृशत इति श्रुतेः पुनरुभयाभावः सुखदुःखोभयाभावः सिद्धः, एकसत्तां सुखसत्तां न हन्ति । एकवत्यपि द्वित्वावच्छिन्नाभावप्रत्ययाद् । अस्तु वा तत्राप्रियपदसन्निधानात् प्रियपदस्य वैषयिकसुखपरत्वमेवेत्यपि द्रष्टव्यं । यतः સ્મૃતમ્ ||૨૧-૨૬|| “ઝશરીર વાવ... ઇત્યાદિ શ્રુતિથી સિદ્ધ થયેલા ઉભયાભાવથી એકની સત્તાનો નિષેધ થતો નથી, જેથી કહેવાયું છે... (જે હવે પછી જણાવાશે).” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘ગશરીર વાવ માં પ્રિયપ્રિયે ન સ્પૃશતઃ' અર્થાત્ ‘હે મૈત્રેયી ! શરીરથી રહિત એવા મિથ્યાવાસનાથી શૂન્ય આત્માને પ્રિય અને અપ્રિય સ્પર્શતા નથી.' - આ શ્રુતિથી સુખદુઃખ ઉભયનો અભાવ સિદ્ધ થાય છે. એ ઉભયાભાવ એકની અર્થાત્ સુખની સત્તાને દૂર કરતો નથી. કારણ કે એકવમાં પણ દ્વિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવની અર્થાત્ બેના અભાવની પ્રતીતિ થાય છે. “પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ અહીં ખરી રીતે પ્રિયનો અભાવ અને અપ્રિયનો અભાવ સિદ્ધ થાય છે. અર્થાત્ બે અભાવની સિદ્ધિમાં તાત્પર્ય છે. પ્રિય અને અપ્રિય : આ બંન્નેનો (ઉભયનો) એક અભાવ સિદ્ધ કરવાનું તાત્પર્ય નથી.” આ પ્રમાણે કહેવામાં આવે તો, પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ અહીં ‘પ્રિય’ પદના સાન્નિધ્યથી ‘પ્રિય’ પદ વૈષયિકસુખપરક સમજવું. આથી સ્પષ્ટ છે કે તાદશ શરીર અને મિથ્યાવાસનાથી રહિત આત્માને પ્રિયાપ્રિય સ્પર્શતા ન હોવા છતાં આત્મિક સુખની હાનિનો પ્રસંગ નહિ આવે. કારણ કે હવે પછી જણાવાતી વાત સ્મૃતિમાં કહેલી છે. II૩૧-૨૯લા સ્મૃતિમાં જણાવેલી વાત જણાવાય છે— सुखमात्यन्तिकं यत्र, बुद्धिग्राह्यमतीन्द्रियम् । તે હૈ મોક્ષ વિનાનીયાવું, દુષ્પ્રાપમતાત્મમિ: રૂ૧-૩૦ના - સુમિતિ—પદ: રૂ૧-૩૦|| શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે જ્યાં આત્યંતિક, અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય સુખ છે તેને મોક્ષ જાણવો; જે અમૃતાત્માઓ માટે દુષ્પ્રાપ્ય છે. જે લોકોએ શાસ્ત્રાનુસાર યોગની સાધના કરી નથી, એ બધા અકૃતાત્માઓ છે. વિષયજન્ય સુખ કાયમ માટે રહેનારું નથી, ઇન્દ્રિયજન્યપ્રત્યક્ષનો વિષય છે અને બુદ્ધિગ્રાહ્ય નથી, ઇન્દ્રિયગ્રાહ્ય છે. મોક્ષમાં એનાથી વિલક્ષણ એવું સુખ છે. આથી સ્પષ્ટ છે કે નૈયાયિકોને માન્ય એવા વચનથી પણ મોક્ષમાં સુખ છે - એ સિદ્ધ છે. તેથી પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ... ઇત્યાદિ સ્થળે વિષયજન્યસુખપરક પ્રિય શબ્દ છે. મોક્ષમાં એક પરિશીલન ૨૫૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ તાદૃશપ્રિયના અભાવની અને અપ્રિયના અભાવની સિદ્ધિ થાય છે... ઇત્યાદિ સમજી શકાય .1139-3011 ઉપર જણાવેલી સ્મૃતિમાં ‘સુખ’ શબ્દ દુઃખાભાવમાં ઉપચરિત છે. તેથી મોક્ષમાં તાદેશ વાસ્તવિક સુખની સિદ્ધિ થતી નથી... આ શંકાનું નિરાકરણ કરાય છે— उपचारोऽत्र नाबाधात्, साक्षिणी चात्र दृश्यते । નિત્યં વિજ્ઞાનમાનન્દ્ર, બ્રહોત્સવ્યપરા શ્રુતિઃ રૂ૧-૩૧|| उपचार इति - अत्र मुक्तिसुखप्रतिपादिकायामुक्तस्मृतौ उपचारो न दुःखाभावे सुखपदस्य लाक्षणिकत्वम् । अबाधाद्द्द्बाधाभावाद्, जन्यस्याप्यभावस्येव भावस्यापि कस्यचिदनन्तत्वसम्भवाद् । अत्र मुक्तिसुखे ‘नित्यं विज्ञानमानन्दं ब्रह्येति' अपरापि श्रुतिः साक्षिणी वर्तते, तया नित्यज्ञानानन्दब्रह्माभेदबोधना IIર્9-૩૧|| “અહીં દુ:ખાભાવમાં ‘સુખ’ પદનો ઉપચાર કર્યો છે - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે અહીં મોક્ષમાં સુખને જણાવનારી નિત્યં વિજ્ઞાનમાનનું બ્રહ્ય... ઇત્યાદિ બીજી પણ શ્રુતિ પ્રમાણ છે.’ · આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, મોક્ષસુખનું પ્રતિપાદન કરનારી શ્રુતિમાં ‘સુખ’ પદનો દુઃખાભાવમાં ઉપચાર કરાતો નથી. અર્થાત્ દુઃખાભાવમાં ‘સુખ’ પદને અહીં લાક્ષણિક મનાતું નથી. મુખ્યાર્થ બાધિત હોય તો જ પદને લાક્ષણિક મનાય છે. અહીં ‘સુખ’ પદનો અર્થ મોક્ષમાં બાધિત ન હોવાથી તેને દુઃખાભાવમાં લાક્ષણિક મનાતું નથી. “મોક્ષમાં સુખ માનવામાં આવે તો જન્યભાવભૂત પદાર્થનો નાશ થતો હોવાથી તેમાં અનંતત્વ માની શકાશે નહિ.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે જન્ય એવા અભાવ(ધ્વંસ)ની જેમ કોઇ ભાવભૂત જન્ય પદાર્થ પણ અનંત સંભવી શકે છે. નૈયાંયિકોની માન્યતા મુજબ જેમ જન્ય એવા ધ્વંસસ્વરૂપ અભાવનો નાશ થતો નથી, તેમ જૈનોની માન્યતા મુજબ જન્મભાવભૂત મોક્ષસુખનો પણ નાશ થતો નથી. એ મુજબ મોક્ષના સુખને જણાવનારી “શુદ્ધાત્મા નિત્યવિજ્ઞાન અને આનંદ સ્વરૂપ છે.”... ઇત્યાઘર્થક નિત્યં વિજ્ઞાનમાનનું બ્રહ્મ - આ બીજી શ્રુતિ સાક્ષી(પ્રમાણ) છે. આ શ્રુતિ વડે નિત્યવિજ્ઞાન અને આનંદ તેમ જ બ્રહ્મ : એના અભેદનો બોધ કરાવાય છે. ઇત્યાદિ સમજી શકાય છે. II૩૧-૩૧॥ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે— ૨૫૨ परमानं दलयतां, परमानं दयावताम् 1 પરમાનવીનાઃ સ્મ:, પરમાનન્દ્વઈયા રૂ૧-૩૨॥ મુક્તિ બત્રીશી Page #256 -------------------------------------------------------------------------- ________________ परमानमिति-परेषामेकान्ताभिनिविष्टानां मानं कुहेतुं दलयतां स्याद्वादमुद्गरेण । किं भूतं ? परः प्रकृष्टो मानो दर्पो यस्मात्तत्तथा । दयावतामनेकान्तप्रणयितया जगदुद्दिधीर्षावतां सिताम्बरसाधूनां परमानन्दचर्चया महोदयमीमांसया वयं परमेणोत्कृष्टेनानन्देन पीनाः पुष्टाः स्मः ॥३१-३२।। “નૈયાયિકાદિ પરવાદીઓના અત્યંત ગર્વને ઉત્પન્ન કરનારા કુહેતુઓનું પ્રમાણાભાસનું) ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓની પરમાનંદસ્વરૂપ મોક્ષની ચર્ચાથી અમે પરમાનંદથી પુષ્ટ બન્યા છીએ.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે એકાંતવાદના અભિનિવેશી એવા પરદર્શનીઓએ મોક્ષના વિષયમાં જે જે હેતુઓ(પ્રમાણ) જણાવ્યા; તે તે કુહેતુઓ(હત્વાભાસો-દુષ્ટ હેતુઓ)નું સારી રીતે સ્યાદ્વાદસ્વરૂપ મુદ્ગરથી ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓએ પરમાનંદ-મહોદયસ્વરૂપ મોક્ષની જે મીમાંસા કરી છે, તેનાથી અમે ઉત્કૃષ્ટ આનંદથી પુષ્ટ થયા છીએ. અહીં એ સમજી લેવું જોઇએ કે, પરવાદીઓએ પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે જે અનુમાનોને પ્રમાણ તરીકે દર્શાવ્યાં છે, તે બધાં પ્રમાણાભાસ છે. કારણ કે તેમાં હેત્વાભાસોનો પ્રયોગ કરાયેલો છે. તેનું ખંડન કરવાનું કાર્ય શ્વેતાંબર સાધુભગવંતોએ કર્યું છે. ખંડન કરતી વખતે પણ એ મહાત્માઓનો દયાનો પરિણામ નાશ પામતો નથી. અનેકાંતવાદનો પ્રેમ હોવાથી જગતના જીવોને આ સંસારથી પાર ઉતારવાની ભાવનાને લઈને શ્વેતાંબર સાધુભગવંતોએ મોક્ષના સ્વરૂપ અંગે ખૂબ જ પ્રામાણિકપણે વિચારણા કરી છે. અન્યદર્શનીઓની વાતમાં જેટલો પણ સત્યાંશ જણાયો ત્યાં તેનું સમર્થન કરીને પોતાના હૈયાની નિર્મળતાનો પરિચય કરાવ્યો છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થની પ્રાપ્તિ વિના એવી દયાને પામવાનું કોઈ પણ રીતે શક્ય નથી. પરસિદ્ધાંતનું ખંડન કરવું અને ત્યાં રહેલા સત્યાંશનું સમર્થન કરવું: એ ખૂબ જ કપરું કામ છે. પરંતુ જગતના જીવોની અજ્ઞાનદશાને દૂર કરવાની ઉત્કટ પવિત્ર ભાવનાથી શ્વેતાંબર સાધુઓએ એ કાર્ય ખૂબ જ સરળતાથી પરિપૂર્ણ કર્યું છે. તેઓશ્રીએ એ રીતે કરેલી મોક્ષની મીમાંસા અમારા પરમાનંદનું કારણ છે – એ પ્રમાણે ગ્રંથકારપરમર્ષિ ફરમાવે છે. પરમપદની ઉત્કટ ઇચ્છા પરમાનંદની ચર્ચાથી પરમાનંદનું કારણ બને : એ સમજી શકાય છે. અંતે ગ્રંથકારશ્રીના જણાવ્યા મુજબ શ્વેતાંબર સાધુમહાત્માઓ દ્વારા કરાયેલી મોક્ષના સ્વરૂપની મીમાંસાથી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૩૧-૩રા. ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां मुक्तिद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ એક પરિશીલન ૨૫૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્ણતાની પળે... આ પૂર્વે એકત્રીસમી બત્રીસીમાં મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવ્યું. હવે આ બત્રીશીમાં મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનેલા સજજનોની સ્તવના કરવામાં આવી છે. તેઓની અનેકાનેક વિશેષતાઓનું વર્ણન અહીં વિસ્તારથી કરવામાં આવ્યું છે. સાથે સાથે દુર્જનોની મનોદશાનો પણ ખ્યાલ અપાયો છે. લગભગ અઢાર શ્લોકોથી આ રીતે સજજન અને દુર્જનના સ્વરૂપાદિનું વર્ણન કરીને ગ્રંથકારશ્રીએ પોતાના પૂજય પૂર્વતન મહાપુરુષોનો પરિચય કરાવીને પૂ. ગુરુદેવાદિની પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. તેઓશ્રીની પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતી વખતે પોતાની અકિંચન અવસ્થાને માર્મિક રીતે વર્ણવી છે. હૃદયસ્પર્શી એ વર્ણનનું પરિશીલન આત્માને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેના બહુમાનથી પ્લાવિત કરી દેનારું છે. આ ગ્રંથની અવિચ્છિન્ન પરંપરાથી પ્રાપ્ત થનારો યશ, આ ગ્રંથના નિર્માણ માટેનું સામર્થ્ય અને આ ગ્રંથના અધ્યયનાદિથી પ્રાપ્ત થનારું ફળ... ઇત્યાદિનું અદ્ભુત વર્ણન આ બત્રીસીના અંતિમ ભાગમાં કરાયું છે. આ રીતે ‘દ્વાશિદ્ દ્વાત્રિશિકા' પ્રકરણની અહીં સમાપ્તિ થાય છે. આ ગ્રંથની રચના ગહન છે. ગ્રંથકારપરમર્ષિએ એ વાત આ બત્રીસીમાં જણાવી છે. આજના આ વિષમ કાળમાં આ ગ્રંથનું અધ્યયન ખૂબ જ અલ્પ પ્રમાણમાં થતું હતું. આજથી લગભગ બત્રીસ વર્ષ પૂર્વે સ્વ. પૂજાપાદ મારા અનંતોપકારી પરમતારક આ.ભ.શ્રી.વિ. રામચંદ્ર સૂ. મહારાજાએ પ્રથમ બત્રીશીના એકત્રીસમા શ્લોક અંગે મને સામાન્યપણે પૂછ્યું હતું. તેથી ત્યારે આ ગ્રંથના અધ્યયનની મેં શરૂઆત કરી હતી. ત્યાર પછી બે-ત્રણ વાર આ ગ્રંથના અધ્યાપનનો પ્રસંગ મને પ્રાપ્ત થયો હતો. તે દરમ્યાન અધ્યાપનની સુગમતા માટે કેટલાંક વિષમસ્થળે મેં સંસ્કૃતમાં ટિપ્પણી કરી લીધી હતી. પરંતુ વિ.સં. ૨૦૪પ ના કા.વ. ૪ ના દિવસે લાલબાગ-મુંબઈમાં સ્વ. પૂ. પરમારાધ્યાપાદશ્રીએ આ ગ્રંથ ઉપર ગુજરાતીમાં જ વિવરણ લખવા અંગે મને જણાવ્યું હતું. તેથી તે પ્રમાણે કરવાની મારી ભાવના હોવા છતા સંયોગવશ એ પ્રમાણે કરવાનું શક્ય બન્યું ન હતું. વિ.સં. ૨૦૫૫ માં એ કાર્ય મેં શરૂ કર્યું. આજે એ કાર્ય પૂર્ણ થાય છે. આ આનંદના અવસરે એક માત્ર વ્યથાનું કારણ એ છે કે આજે પૂ. પરમારાધ્યાપારશ્રીની પાવન ઉપસ્થિતિ નથી. મારા અધ્યાપક પ.પ્ર.શ્રી તૃપ્તિનારાયણ ઝાનો અનુગ્રહ અને સ્વ. પૂજયપરમારાથ્યપાદશ્રી આદિ પરમતારક પૂજ્ય ગુરુદેવોની પુણ્યકૃપાથી આજે આ કાર્ય મેં પૂર્ણ કર્યું છે. આમાં અનેકાનેક અવરોધો હતા, પણ અવસરે અવસરે સહજ રીતે જ તે તે વિષયોના વિજ્જનોના પુણ્ય પ્રયત્ન અવરોધો દૂર થતા ગયા. ખાસ કરીને મુદ્રિત પ્રતના અશુદ્ધ પાઠોની શુદ્ધિ માટે વિદ્વર્ય મુ. શ્રી, યશોવિજયજી મ.ના “દ્વિરાત્રિશિ પ્રજર ના આઠ ભાગોની સહાય અવિસ્મરણીય બની ૨૫૪ સજ્જનસ્તુતિ બત્રીશી Page #258 -------------------------------------------------------------------------- ________________ રહેશે. કંઈ કેટલાય સહાયકોના વૃંદના સહકારથી નિષ્પન્ન આ કાર્યથી પ્રાપ્ત થનારા યશના વાસ્તવિક અધિકારી તે તે સહાયકો છે. અંતે ગ્રંથકારપરમર્ષિના શબ્દોમાં જ વિદ્વજનોને “આ પરિશીલનમાં કોઈ સ્થાને ઓછું જણાય તો તેઓ પોતાની મેળે ત્યાં જરૂરી ઉમેરીને અને કોઈ સ્થાને ખોટું જણાય તો યોગ્ય રીતે તેને ઢાંકીને પરિશીલનને સમજવાની કૃપા કરશે.” - આવી પ્રાર્થના કરી વિરમું છું. - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય: “રત્નપુરી મલાડ (ઇસ્ટ), મુંબઈ-૯૭ વિક્રમ સંવત ૨૦૬૧ શ્રાવણ વદ ૩, સોમવાર એક પરિશીલન ૨૫૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते सज्जनस्तुतिद्वात्रिंशिका ।। આ પૂર્વેની બત્રીશીમાં મુક્તિના વિષયમાં પરમતોનું નિરાકરણ કરીને સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષનું સ્વરૂપ સ્વમતાનુસારે વર્ણવ્યું છે. અનંતસુખના ધામ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે શુદ્ધ ધર્મની આરાધના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે ગુણવાન પ્રત્યેનો અષ વગેરે મુખ્ય કારણો છે. ધર્મની સાધના કરનારા સાધકવર્ગમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ગુણવાન પ્રત્યેનો અહેષ જોવા મળતો હોય છે. કેટલીક વાર એવું પણ બનતું જોવા મળતું હોય છે કે સાધનાના પ્રકર્ષ સુધી પહોંચતી વખતે આ ગુણવાન પ્રત્યે અદ્વેષ ન હોવાથી સાધના પણ છિન્ન-ભિન્ન થઈ જાય છે. તેથી સાધનાથી સિદ્ધિ સુધી પહોંચવામાં, ગુણવાન પ્રત્યેનો દ્વેષ, માત્સર્ય અને ઇર્ષ્યા વગેરેનો ભાવ પ્રતિબંધક બની જાય છે - એ જાણીને મુમુક્ષુ આત્માઓ ગુણવાનની પ્રત્યે દ્વેષાદિને ધારણ કરતા નથી. એ અદ્વેષની રક્ષા માટે ગુણવાન એવા સજ્જનોનું સ્વરૂપ જાણી લઈએ તો તેઓશ્રીની પ્રત્યે બહુમાનાદિ ટકી રહે છે. આ આશયથી હવે આ બત્રીશીમાં સજનની સ્તુતિ દ્વારા તેમનું સ્વરૂપ વર્ણવાય છે– नाम सज्जन इति त्रिवर्णकं, कर्णकोटरकुटुम्बि चेद् भवेत् । नोल्लसन्ति विषशक्तयस्तदा, दिव्यमन्त्रनिहताः खलोक्तयः ॥३२-१॥ “સજ્જન - આ ત્રણ વર્ણવાળું નામ, કર્ણવિવરમાં કુટુંબી થાય ત્યારે વિષની શક્તિવાળાં દુર્જનોનાં વચનો દિવ્યમંત્રથી સામર્થ્યહીન બનેલાં ઉલ્લાસ પામતાં નથી.” - આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે દુર્જનોનાં વચનો સર્પના વિષ જેવા મારકણાં હોય છે. પરંતુ તેવા પ્રકારના વિષને હરણ કરનારા મંત્રના પ્રયોગથી જેમ વિષની મારકશક્તિ નાશ પામે છે, તેમ “સર્જન' આ નામસ્વરૂપ મંત્ર, કાનમાં આપણા કૌટુંબિક પુરુષોની જેમ જો સદાને માટે વસી જાય તો, દુષ્ટ પુરુષોનાં વિષશક્તિ(મારકશક્તિ)થી ભરેલાં વચનો, પોતાની શક્તિ એ મંત્રથી નષ્ટ થઈ જવાથી કાંઈ જ કરી શકતાં નથી. સાવ જ સામર્થ્યહીન બની જાય છે. સજ્જનના નામમાં એ અચિંત્ય સામર્થ્ય છે કે જેથી દુષ્ટજનોનાં વચનો કોઈ પણ રીતે આત્માની ઉપર ખરાબ સંસ્કાર પાડી શકતા નથી. આ છેલ્લી બત્રીશીમાં માત્ર ગાથાઓ જ છે. તેની ઉપર ટીકાની રચના કરી નથી. તેથી તે તે ગાથાઓનો પરમાર્થ વર્ણવવાનું થોડું અઘરું છે. માત્ર ગાથાઓ ઉપરથી ગ્રંથકાર પરમર્ષિના આશયને સમજવાનું ઘણું જ કપરું છે. આમ છતાં બીજો કોઈ ઉપાય ન હોવાથી એ અંગે થોડો પ્રયત્ન અહીં કર્યો છે. ૩ર-૧ સજ્જનની અપેક્ષાએ દુર્જન બળવાન હોય તો “સજન નામનો મંત્ર દુર્જનનાં વચનોની વિષશક્તિનું હરણ કઈ રીતે કરશે, આ શંકાનું સમાધાન કરાય છે– ૨૫૬ સજ્જનસ્તુતિ બત્રીશી Page #260 -------------------------------------------------------------------------- ________________ स्याद् बली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः । किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ॥३२-२॥ “સજ્જનો હોતે છતે જો દુર્જને પોતાનું બળ બતાવે તો તેને બળવાન કહેવાય. શું સૂર્ય ન હોય ત્યારે અંધકારનું પણ બળ વર્ણવાય છે ખરું?” – આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દુર્જન સજ્જનની અપેક્ષાએ ક્યારે પણ બળવાન હોતા નથી. સજ્જનોની ઉપસ્થિતિ ન હોય ત્યારે તેઓ વાદ-પ્રતિવાદ જોરશોરથી કરતા હોય છે અને સામાન્ય લોકોમાં તેઓ સમર્થ તરીકે પોતાની છાપ ઉપસાવતા હોય છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી હોતી નથી. સજજનોની ઉપસ્થિતિમાં દુર્જન પોતાના સામર્થ્યને પ્રદર્શિત કરે તો ચોક્કસ જ તે દુર્જનને બળવાન કહી શકાય. પરંતુ એવું બનતું નથી. સજ્જનોની શ્રદ્ધા, માર્ગાનુસારિણી પ્રજ્ઞા અને તાત્ત્વિક પ્રવૃત્તિના સામર્થ્યની સામે ટકી રહેવાનું સામર્થ્ય દુર્જનમાં ક્યારેય ય નથી હોતું. આમ છતાં સજ્જનોની અવિદ્યમાનતામાં દુર્જનો કોઈ વાર પોતાના બળનું પ્રદર્શન કરતા પણ હોય છે. એનો અર્થ એ નથી કે તેઓ બળવાન છે. કારણ કે રાત્રિને વિશે સૂર્ય ન હોય ત્યારે અંધકાર સર્વત્ર પ્રસરે છે. તેથી કાંઈ સૂર્ય કરતાં અંધકારનું બળ (સામર્થ્ય-પ્રભાવ) અધિક છે : એમ થોડું મનાય છે? સજ્જનો સૂર્ય જેવા છે અને દુર્જનો અંધકાર જેવા છે. સૂર્યની ઉપસ્થિતિમાં જયાં અંધકારનું અસ્તિત્વ જ શક્ય નથી, ત્યાં તેની બળવત્તાની વિચારણાનો અવકાશ જ કઈ રીતે સંભવે? સજ્જનોની સામે આવવાનું જ જ્યાં દુર્જનને શક્ય નથી ત્યાં તેની સામે થવાનો પ્રસંગ જ ક્યાંથી હોય... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩ર-રા સજજન અને દુર્જનના પરિચય માટે લિંગો જણાવાય છે– दुर्जनस्य रसना सनातनी, सङ्गतिं न परुषस्य मुञ्चति । सज्जनस्य तु सुधातिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ॥३२-३॥ “દુર્જનની જીભ હંમેશાં કઠોર વચનની સંગતિને છોડતી નથી; પરંતુ સજ્જનની જીભ હંમેશાં અમૃતથી પણ ચઢિયાતા એવા મધુર અને કોમલ વચનની જ સંગતિને છોડતી નથી.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, દુર્જનનો સ્વભાવ જ છે કે તે કાયમ માટે કઠોર જ બોલ્યા કરે છે. કોઈ વાર અત્યંત સ્વાર્થને પ્રાપ્ત કરવા મધુર બોલે ત્યારે પણ હૃદયમાં ખૂબ જ કઠોરતા ભરી હોય છે. આનાથી તદ્દન વિપરીત સ્વભાવ સજ્જનોનો હોય છે. તેઓ હંમેશા અમૃતથી પણ અધિક મધુર અને કોમલ વચન જ બોલતા હોય છે. કોઈ વાર સામા માણસની યોગ્યતા જોઇને હિતબુદ્ધિએ કઠોર વચન પણ બોલતા હોય ત્યારે હૈયાની એક પરિશીલન ૨૫૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ કોમળતાનો નાશ થતો નથી... ઇત્યાદિ વાત અનુભવથી પ્રસિદ્ધ છે. માણસના વચન ઉપરથી સામાન્ય રીતે એના સ્વભાવનો ખ્યાલ આવે છે. ૩૨-૩. સજ્જનોનું માહાલ્ય વર્ણવાય છે या द्विजिह्वदलना घनादराद्, याऽऽत्मनीह पुरुषोत्तमस्थितिः । याप्यनन्तगतिरेतयेष्यते, सज्जनस्य गरुडानुकारिता ॥३२-४॥ “જે દ્વિજિહ્ન(સર્પ, દુર્જન)દલન છે, જે પુરુષોત્તમ(વિષ્ણુ, તીર્થંકર)સ્થિતિ છે અને જે અનંતગતિ (શેષનાગગતિ, અસીમગતિ) છે; આ ત્રણના કારણે સર્જનના આત્મામાં અત્યંત આદરથી ગરુડની સમાનતા પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યાર્થ છે. અહીં કહેવાનો આશય એ છે કે સજ્જનો ગરુડ જેવા છે. ગરુડ સર્પનું દલન-ખંડન કરે છે. વિષ્ણુને તે ધારણ કરે છે, કારણ કે એ વિષ્ણુનું વાહન છે અને તેની - ગરુડની ગતિ અસીમ છે. આવી જ રીતે સજ્જનો દુર્જનોનું ખંડન કરે છે, પોતાના આત્મામાં શ્રી તીર્થંકરપરમાત્માને ધારણ કરે છે અને અધ્યાત્મમાર્ગે તેઓશ્રીની અસીમગતિ છે. તેમ જ શેષનાગની પૃથ્વીને ધારણ કરવાની જે ગતિ-પદ્ધતિ છે તેમ સજજનો પણ પોતાની જવાબદારીને સારી રીતે વહન કરે છે. તેથી તેઓ અનંતગતિ છે. આ રીતે સજ્જનો પોતાના આત્મામાં અત્યંત આદરથી ગરુડની તુલ્યતાને ધારણ કરે છે - એ સમજી શકાય છે. li૩૨-૪ll સજ્જન અને દુર્જનના ભેદને જ ફરી જણાવાય છે. અર્થાત પ્રકારતરથી સજ્જન અને દુર્જનના ભેદને જણાવાય છે– सज्जनस्य विदुषां गुणग्रहे, दूषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पते [तौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ॥३२-५॥ “વિદ્વાનોના ગુણને ગ્રહણ કરવામાં સજજનોની બુદ્ધિ જોડાય છે અને દુર્જનોની બુદ્ધિ તે વિદ્વાનોનાં દૂષણોને પ્રગટ કરવામાં જોડાય છે. ચક્રવાકની દૃષ્ટિ સૂર્યની કાંતિમાં જોડાય છે અને ઘુવડની દષ્ટિ અંધકારનો સંગ કરે છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સ્વભાવથી જ સજ્જનો ગુણના અર્થી હોવાથી વિદ્વાનોના ગુણોને ગ્રહણ કરવામાં તેઓ તત્પર હોય છે. જયારે દુર્જનો વિદ્વાનોના પણ દોષોને પ્રગટ કરવામાં તત્પર હોય છે. બન્નેના સ્વભાવમાં ખૂબ જ મોટું અંતર છે – આ વાત ચક્રવાકપક્ષી અને ઘુવડની ઉપમા દ્વારા સમજી શકાય છે. જયાં દોષ હોય ત્યાં પણ સામાન્યથી તે પ્રગટ કરાતા નથી. પરંતુ દુર્જનોનો સ્વભાવ જ વિચિત્ર હોય છે, તેથી જ્યાં દોષ નથી તે વિદ્વાનોમાં પણ દોષને પ્રગટ કરે છે. જ્ઞાનાદિગુણોનાભાજન સ્વરૂપ વિદ્વાનોના ગુણ ગ્રહણ કરવા જેટલી યોગ્યતા ૨૫૮ સજ્જનસ્તુતિ બત્રીશી Page #262 -------------------------------------------------------------------------- ________________ કદાચ ન પણ મેળવી શકીએ, પરંતુ તેમના દોષો પ્રગટ કરવાની દુર્જનતા તો ન જ દાખવવી જોઇએ... ઇત્યાદિ સમજાવવાનું તાત્પર્ય છે. II૩૨-૫ા સ્વભાવથી જ સજ્જનોના દોષોને દુર્જનો પ્રગટ કરતા હોય છે. પરંતુ એથી સજ્જનોને કોઇ જ ફરક પડતો નથી. પરંતુ ઉપરથી લાભ થાય છે, એ જણાવાય છે— दुर्जनैरिह सतामुपक्रिया, तद्वचोविजयकीर्त्तिसम्भवात् । व्यातनोति जिततापविप्लवां, वह्निरेव हि सुवर्णशुद्धताम् ॥३२-६॥ “અહીં દુર્જનો દ્વારા સજ્જનો ઉપર ઉપકાર કરાય છે. કારણ કે દુર્જનોનાં વચનો ઉપર કે વિજય પ્રાપ્ત કરવાથી સજ્જનોની કીર્તિ જ ફેલાય છે. તાપના ઉપદ્રવને સહન કરી લેવાથી સુવર્ણની શુદ્ધતા વહ્નિ જ કરે છે ને ?” – આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે, દુર્જનો જ્યારે પણ સજ્જનો ઉ૫૨ દોષારોપણ કરે છે, ત્યારે પારમાર્થિક દૃષ્ટિએ સજ્જનોને લાભ જ થતો હોય છે; પરંતુ તેમને તેથી તેમાં કશું જ ગુમાવવું પડતું નથી. આજ સુધીમાં આવા કંઇકેટલાય પ્રસંગો બનેલા છે. કેટલાક મહાત્માઓને એવા પ્રસંગે કેવલજ્ઞાનની પણ પ્રાપ્તિ થઇ છે. મહાત્માઓ ઉપર દુર્જનોએ જે પણ આક્ષેપો કર્યા તે બધાનો પ્રતિકાર કર્યા વિના તેને સહન કરી તેની ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જેથી મહાત્માઓની કીર્ત્તિ સર્વત્ર વિસ્તારને પામી. આમાં દુર્જનોએ કરેલ દોષારોપણ પણ એક નિમિત્ત તો છે. એને સહન કરી લેવાથી સજ્જનોને પારમાર્થિક લાભની પ્રાપ્તિ થતી હોય છે. આ વાતનું સમર્થન દષ્ટાંતથી કરાયું છે. સુવર્ણ પણ વહ્નિના તાપના ઉપદ્રવને જીતી લે છે તો તે શુદ્ધિને પ્રાપ્ત કરે છે. આ રીતે સજ્જનોના લાભમાં દુર્જનો ઉપકારક બને છે. II૩૨-૬॥ ત્રીજા શ્લોકમાં જણાવ્યું હતું કે સજ્જનોની વાણી અમૃત કરતાં પણ મધુર છે, તેનું કારણ જણાવાય છે— સક્ષયા, या कदाऽपि न भुजङ्गसङ्गता । गोत्रभित्सदसि या न सा सतां, वाचि काचिदतिरिच्यते सुधा ॥ ३२- ७॥ कलङ्क “સજ્જનોની વાણીમાં કોઇક અતિરિક્ત જ સુધા (અમૃત) છે. કારણ કે તે ચંદ્રમામાં રહેતી ન હોવાથી ક્ષયવાળી નથી, ક્યારે પણ સર્પોની સંગત કરતી નથી અને તે ઇન્દ્રની સભામાં નથી.” – આ પ્રમાણે સાતમા શ્લોકનો સામાન્યાર્થ છે. એની પાછળનો આશય એ છે કે સામાન્ય રીતે લોકમાં પ્રસિદ્ધ છે કે અમૃત ચંદ્રમામાં વૃત્તિ છે અને તેથી ચંદ્રમાની જેમ જ વદ ૧ થી તેનો ક્ષય થાય છે. અમૃતની આસપાસ સર્પ (ભુજંગો) ફરતા હોય છે. તેમ જ અમૃત ઇન્દ્રની સભામાં એક પરિશીલન ૨૫૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ (દેવલોકમાં) હોય છે. પરંતુ સજ્જનની વાણીમાં જે અમૃત છે તે સુપ્રસિદ્ધ અમૃતથી અતિરિકતા છે, જે ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પરંતુ તકલીફ એક જ છે કે આવા અમૃતની રુચિ જાગવી જોઇએ તેવી જાગતી નથી. સજ્જનોની વાણી સાંભળવાની ઇચ્છા થાય, પછી તેની પ્રવૃત્તિ થાય અને પછી તેની અભિરુચિ થાયઃ આ બધું ખૂબ જ અશક્ય છે. તેવા પ્રકારની વિશિષ્ટ ભવિતવ્યતાનો પરિપાક થયો હોય અને કર્મની લઘુતા થયેલી હોય તો જ હિતને કરનારી એવી સજ્જનની વાણીમાં રહેલી સુધાનો આસ્વાદાનુભવ થાય, અન્યથા એ શક્ય નથી. li૩ર-ળી સજ્જનોની સુધાયુક્ત વાણીથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે दुर्जनोद्यमतपर्तुपूर्तिजात्, तापतः श्रुतलता क्षयं व्रजेत् । नो भवेद् यदि गुणाम्बुवर्षिणी, तत्र सज्जनकृपातपात्ययः(या) ॥३२-८॥ “ગુણસ્વરૂપ પાણીને વરસાવનારી, સજ્જનની કૃપાસ્વરૂપ વર્ષાઋતુ ન હોય તો, દુર્જનોના ઉદ્યમ સ્વરૂપ ગ્રીષ્મઋતુથી ઉત્પન્ન થયેલા તાપથી શ્રુતજ્ઞાન સ્વરૂપ વેલડી ક્ષય પામી જાય.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ છે કે અહીં દુર્જનના ઉદ્યમને ગ્રીષ્મઋતુ, શ્રુતજ્ઞાનને વેલડી, સજ્જનની કૃપાને વર્ષાઋતુ અને ગુણોને પાણીની ઉપમા દ્વારા વર્ણવ્યા છે. દુર્જનોનો સ્વભાવ છે કે શ્રુતજ્ઞાનનો નાશ કરવો. પોતાની વાતનો પ્રતિકાર કરવાનું અદ્ભુત સામર્થ્ય શ્રુતજ્ઞાનમાં છે – એનો ખ્યાલ હોવાથી શ્રુતજ્ઞાનનો નાશ કરવા માટે તેઓ નિરંતર પ્રયત્ન કરતા રહે છે. આ પરિસ્થિતિમાં સજ્જનોની ગુણાન્વિત કૃપા જ દુર્જનોના એ પ્રયત્નને નિરર્થક બનાવે છે. ગ્રીષ્મઋતુનો તાપ પડ્યા પછી સુકાઈ ગયેલી વેલડીને વર્ષાઋતુની જલવર્ષા જ નાશ પામતી અટકાવે છે – એ સમજી શકાય છે. આવી જ રીતે દુર્જનોના પ્રયત્ન સ્વરૂપ ગ્રીષ્મઋતુના તાપથી નાશ પામતી શ્રુતજ્ઞાનસ્વરૂપ વેલડીને ગુણજળની વર્ષોથી સજ્જનની કૃપા સ્વરૂપ વર્ષાઋતુ નાશ પામવા દેતી નથી. અન્યથા દુર્જનોના ઉદ્યમથી શ્રુતજ્ઞાનનો નાશ થઈ જાત. ll૩ર-૮ સજજન અને દુર્જનના ભેદને કાર્યાતરના ભેદથી જણાવાય છે तन्यते सुकविकीर्त्तिवारिधौ दुर्जनेन वडवानलव्यथा । सज्जनेन तु शशाङ्ककौमुदीसङ्गरवदहो महोत्सवः ॥३२-९॥ “સારા કવિઓની કીર્તિસ્વરૂપ સમુદ્રમાં દુર્જનો વડે વડવાગ્નિની વ્યથા ફેલાવાય છે. પરંતુ સજ્જનો વડે તો ચંદ્રમાની જયોસ્નાના સંગના રંગથી યુક્ત એવો મહોત્સવ કરાય છે.” - આ ૨૬૦ સજ્જનસ્તુતિ બત્રીશી Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે સારા કવિઓ અનેકાનેક ગ્રંથોના અર્થને સંકલિત કરે છે અને પ્રયત્નપૂર્વક તેનો વિસ્તાર કરે છે. એ જોઈને સજ્જનો તેમની કૃતિની પ્રશંસા વગેરે કરીને સજ્જનોની કીર્તિને સર્વત્ર ફેલાવે છે. ચંદ્રમાના પ્રકાશમાં જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેમ સજ્જનો દ્વારા કરાયેલી સારા કવિઓની પ્રશંસા વગેરેથી કવિઓની તે તે કૃતિથી સારા કવિઓની કીર્તિ વૃદ્ધિ પામે છે. એનાથી તદ્દન જ વિપરીત કાર્ય કરવાનો સ્વભાવ દુર્જનોનો છે. તેઓ પોતાના સ્વભાવને અનુરૂપ, સારા કવિઓની કૃતિમાં દોષનું ઉદ્દભાવન કરી-કરીને કવિઓની કીર્તિસ્વરૂપ સમુદ્રમાં વડવાનલની વ્યથાને ઉપજાવે છે. અર્થાત્ કીર્તિસ્વરૂપ પાણીને શોષી લે છે. સમુદ્રમાં ચંદ્રમાના ઉદયથી ભરતી આવે છે અને સમુદ્રમાં વડવાનલ હોય છે – એ સાહિત્યપ્રસિદ્ધ છે. આ રીતે સજજનો સારા કવિઓની કીર્તિને વિસ્તારે છે અને દુર્જનો તેને ફેલાતી અટકાવે છે – એ કહેવાનું તાત્પર્ય છે. //૩ર-લા ઉપર જણાવ્યા મુજબ દુર્જનોની દુષ્ટતા હોવા છતાં સજ્જન પુરુષોના અનુગ્રહને લઈને દુર્જનોથી ભય રહેતો નથી, તે જણાવાય છે– यद्यनुग्रहपरं सतां मनो, दुर्जनात् किमपि नो भयं तदा । सिंह एव तरसा वशीकृते, किं भयं भुवि शृगालबालकात् ॥३२-१०॥ “જો મારા ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવું સજ્જનોનું મન હોય તો દુર્જનથી મને કોઈ જ ભય નથી. કારણ કે ઝડપથી સિંહને જ વશ કરી લીધેલ હોય તો શું જગતમાં શિયાળના બચ્ચાથી ભય હોય ખરો ? અર્થાત્ ન હોય.” – આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ જ છે કે દુર્જનો શિયાળના બચ્ચા જેવા છે અને સજ્જનો સિંહ જેવા છે. તેમના સંગથી દુર્જનોનો ભય રાખવાનું કોઈ જ કારણ નથી. ૩૨-૧૦ના સજ્જન અને દુર્જનના કાર્યભેદને જ જણાવાય છે– खेदमेव तनुते जडात्मनां, सज्जनस्य तु मुदं कवेः कृतिः ।। स्मेरता कुवलयेऽब्जपीडनं (म्बुजे व्यथा), चन्द्रभासि भवतीति हि स्थितिः ॥३२-११॥ “જડબુદ્ધિવાળા દુર્જનોને કવિની કૃતિ(ગ્રંથ-રચના) ખેદને જ ઉપજાવે છે. પરંતુ સજ્જનોને તો તે આનંદને ઉપજાવે છે. ચંદ્રની કાંતિ ખીલેલી હોય ત્યારે ચંદ્રવિકાસી કમળ (કુવલય) વિકાસ પામે છે. પરંતુ સૂર્યવિકાસી કમળને વ્યથા-પીડા થાય છે. તેથી અહીં આવી સ્થિતિ છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કોઇનું પણ સારું જોઈ ના શકે - એવો સ્વભાવ દુર્જનોનો હોય છે. તેથી તેમને કવિઓની ગ્રંથની રચનાથી આનંદ ન થાય એ બનવાજોગ છે. એટલાથી પતી જતું હોત તો તે સારું જ એક પરિશીલન ૨૬૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ હતું, પરંતુ એવું થતું નથી. ઉપરથી કવિઓની કૃતિઓથી તેમને ખેદ જ થતો હોય છે. એનાથી વિપરીત રીતે સજ્જનોને કવિઓની કૃતિથી આનંદ થાય છે, જે ઉપર કમળના દાંતથી સમજાવ્યું છે. ||૩૨-૧૧ પોતાની કૃતિથી દુર્જનોને ખેદ થાય છે તેથી કવિઓ ગ્રંથની રચનાનો શ્રમ કેમ લે છે : તે જણાવાય છે न त्यजन्ति कवयः श्रुतश्रमं, सम्मुदैव खलपीडनादपि । स्वोचिताचरणबद्धवृत्तयः, साधवः शमदमक्रियामिव ॥३२-१२॥ “બીજા કોઈ પણ ગમે તેટલી હેરાનગતિ કરે તો ય, પોતાને ઉચિત એવું આચરણ કરવામાં તત્પર એવા સાધુભગવંતો શમ અને દમની ક્રિયાને જેમ ત્યજતા નથી, તેમ દુર્જનોના પીડનથી પણ શ્રુતશ્રમને આનંદથી જ છોડતા નથી.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સમજી શકાય એવું છે કે ગ્રંથની રચનાથી કવિજનોને આનંદ થતો હોવાથી, દુર્જનો ગમે તેટલી પીડા આપે તોય તેઓ શ્રુતશ્રમનો(ગ્રંથરચનાનો) ત્યાગ કરતા નથી. એ વાતને સ્પષ્ટ કરવા માટે દષ્ટાંત ખરેખર જ સરસ આપ્યું છે. પોતાના માટે શ્રી જિનેશ્વરદેવોએ બતાવેલા આચરણમાં કર્તવ્યતાના અધ્યવસાયને વિશે જેમનું ચિત્ત બંધાયેલું છે, એવા પૂ. સાધુભગવંતો ગમે તેવી પણ વિકટ પરિસ્થિતિમાં શમ અને દમની ક્રિયાઓનો ત્યાગ કરતા નથી. વિષય અને કષાયની પરિણતિને દૂર કરનારી ક્રિયાઓને શમદમની ક્રિયા કહેવાય છે. મોક્ષસાધક એ ક્રિયાને કરવામાં પૂ. સાધુમહાત્માઓને ખૂબ જ આનંદનો અનુભવ થતો હોય છે. તેથી ગમે તેવા અવરોધો આવે તોપણ તેઓશ્રી પોતાની અમદમની ક્રિયાનો ત્યાગ કરતા નથી. જેમાં આનંદ પ્રાપ્ત થાય તેને છોડી દેવાનું ન બને - એ સમજી શકાય છે. કવિઓને ગ્રંથરચનાથી આનંદ પ્રાપ્ત થતો હોવાથી તેઓ ગ્રંથરચના કરે છે. દુર્જનોને ખેદ ઉપજાવવા માટે તેઓ ગ્રંથની રચના કરતા નથી. કવિઓની કૃતિથી દુર્જનોને જે ખેદ થાય છે, તેમાં અપરાધ દુર્જનોનો છે. ll૩ર-૧૨ા. ઉપર જણાવેલી જ વાતનું સમર્થન કરાય છે नव्यतन्त्ररचनं सतां रतेस्त्यज्यते न खलखेदतो बुधैः । नैव भारभयतो विमुच्यते, शीतरक्षणपटीयसी पटी ॥३२-१३॥ “દુર્જનોને ખેદ થાય છે એટલા માત્રથી, સજ્જનોને જેનાથી રતિ થાય છે એવી નવા ગ્રંથોની રચનાનો ત્યાગ પંડિતો કરતા નથી. કારણ કે ઠંડીથી રક્ષણ કરવા માટે સમર્થ એવું વસ્ત્ર માત્ર ભારના ભયથી છોડાય નહિ.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ૨૬૨ સજ્જનસ્તુતિ બત્રીશી Page #266 -------------------------------------------------------------------------- ________________ એ છે કે કવિજનોની નવી નવી ગ્રંથની રચનાથી સજ્જનોને રતિ-આનંદ થાય છે, પરંતુ દુર્જનોને ખેદ થાય છે. તેથી કાંઇ પંડિતો ગ્રંથરચનાનું કાર્ય છોડી ના દે. કારણ કે શરીર ઉપર ભાર થાય છે એટલે ઠંડીને દૂર કરનારા ૨જાઇ કે ધાબળા વગેરે વસ્રને કોઇ દૂર કરતું નથી. અહીં દુર્જનોને થતો ખેદ શરીરના ભાર જેવો છે. સજ્જનોની રતિ શીતરક્ષા જેવી છે અને શીતરક્ષાને કરનારા વસ્ત્ર જેવી નવા નવા ગ્રંથની રચના છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. II૩૨-૧૩ પંડિતજનોને શ્રુતનો મદ હોય છે, તેથી તેઓ નવી નવી ગ્રંથરચના કરે છે - આવા આક્ષેપનો પરિહાર કરાય છે— आगमे सति नवः श्रमो मदान्न स्थितेरिति खलेन दूष्यते । नौरिवेह जलधौ प्रवेशकृत् सोऽयमित्यथ सतां सदुत्तरम् ॥३२-१४।। “આગમો હોવા છતાં નવા શાસ્રને રચવાનો નવો શ્રમ મદના કારણે થાય છે, આગમની મર્યાદા છે માટે નહિ - આ પ્રમાણે દુર્જનો નવા શાસ્રની રચનાને દૂષિત કરે છે. તેથી અહીં સજ્જનોનો સાચો જવાબ એ છે કે સમુદ્રમાં પ્રવેશ કરાવનાર નૌકાજેવો એ શ્રમ છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે કવિજનોની નવી નવી ગ્રંથરચનાને જોઇને એ વિષયમાં દુર્જનો એમ કહેતા હોય છે કે આગમો વિદ્યમાન હોય તો નવા નવા ગ્રંથોની રચના કરવાની પાછળ શું પ્રયોજન છે ? કારણ કે માત્ર પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન જ ત્યાં મદથી કરાય છે... આવા આક્ષેપના જવાબમાં સજ્જનોનું એ કહેવું છે કે આગમ સમુદ્રજેવાં છે. એમાં પ્રવેશ કરવા માટે નાવતુલ્ય પ્રકરણાદિ ગ્રંથો છે. નાવ વિના સમુદ્રમાં જઇએ તો પરિણામ કેવું આવે : તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. પ્રકરણાદિ ગ્રંથોની રચના કરીને ગ્રંથકાર૫૨મર્ષિઓએ આગમસમુદ્રમાં આપણો પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા નવા નવા ગ્રંથોની રચના થઇ ન હોત તો આગમસમુદ્રનો પાર પામવાનું શક્ય ના બનત. સમુદ્ર તરવા માટે તો નૌકા છે. નવા ગ્રંથો, આગમના અર્થને પામવા માટેનું એકમાત્ર સાધન છે... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ॥૩૨-૧૪ નવા નવા ગ્રંથોની રચનાથી પૂર્વ પૂર્વ સૂરિભગવંતોની હીલના થાય છે, એ આક્ષેપનું નિરાકરણ કરાય છે— पूर्वपूर्वतनसूरिहीलना, नो तथापि निहतेति दुर्जनः । तातवागनुविधायिबालवन्नेयमित्यथ सतां सुभाषितम् ॥ ३२-१५॥ “નૌકાતુલ્ય નવા ગ્રંથોની રચના હોવા છતાં, પૂર્વ પૂર્વ કાળમાં થયેલા પૂજ્ય આચાર્ય ભગવંતોની તેથી હીલના તો થઇ જ જાય છે - આ પ્રમાણે દુર્જનો કહે છે. આના ઉત્તર-સ્વરૂપે એક પરિશીલન ૨૬૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ અહીં સજ્જનોનું સુભાષિત એ છે કે પિતાની વાતનું જ વિધાન કરનારા બાળકની જેમ અહીં સમજી લેવું.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પોતાના પિતાશ્રીની વાતનો અનુવાદ કરનાર બાળક પોતાના પિતાજીની હલના જેમ કરતો નથી તેમ અહીં પણ કવિજનો પૂર્વ પૂર્વ કાળના મહાપુરુષોની વાતને જ વિસ્તારથી નવા ગ્રંથોની રચનાથી સમજાવતા હોય છે, તેથી તેઓશ્રીની હલના થતી નથી. પરંતુ તેથી પૂર્વપૂર્વ મહાપુરુષોની પ્રત્યેનો સમર્પણભાવ વ્યક્ત થતો હોય છે. પૂર્વ પૂર્વ શાસકારપરમર્ષિઓનાં અર્થગંભીર વચનોને ભવ્ય જીવોના હૃદય સુધી પહોંચાડવા માટેનો જ એ એક પરિશ્રમ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩ર-૧પ આમ છતાં નવા નવા ગ્રંથની રચનાથી થતી સ્વાધ્યાયહાનિથી શું મળવાનું છે, આવી શંકાનું સમાધાન કરાય છે– किं तथाऽपि पलिमन्थमन्थरैरत्र साध्यमिति दुर्जनोदिते । स्वान्ययोरुपकृतिर्नवा मतिश्चेति सज्जननयोक्तिरर्गला ॥३२-१६॥ “તોપણ નવી ગ્રંથરચનાની પ્રવૃત્તિથી થનારી મૂલાગમના સ્વાધ્યાયની હાનિથી શું સિદ્ધ કરવાનું છે? - આ પ્રમાણે દુર્જનો આક્ષેપ કરે છે, ત્યારે તે આક્ષેપનો પ્રતિબંધ કરનાર સજ્જનોની નીતિને અનુસરનારું એ વચન છે કે સ્વપર ઉપકાર અને નવી બુદ્ધિ સાધ્ય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, “જ્યારે મૂળ આગમો વિદ્યમાન છે, ત્યારે તેનો સ્વાધ્યાય કરવાના બદલે નવા નવા ગ્રંથોની રચના કરવામાં સમયનો વ્યય કરી શું સિદ્ધ કરવાનું છે? અર્થાત્ કશું જ સિદ્ધ થવાનું નથી.' - આ પ્રમાણે દુર્જનો કવિઓની પ્રત્યે આક્ષેપ કરે છે. એના પરિવાર માટે સજ્જનોનું નીતિયુક્ત એ વચન છે કે “નવા નવા ગ્રંથની રચનાથી મૂળઆગમમાં વર્ણવેલા તે તે પદાર્થનું જ્ઞાન પોતાને અને બીજાને સ્પષ્ટ રીતે થાય છે. તેવા પ્રકારના સ્વપર ઉપકાર માટે અને નવી નવી પ્રજ્ઞા માટે નવા નવા ગ્રંથની રચના ઉપયોગી બને છે.” - આ સજ્જનોનું વાક્ય દુર્જનના આક્ષેપનો પ્રતિબંધ કરે છે. ૩૨-૧૬ll. ઉપર જણાવેલી વિગતમાં શાસ્ત્રકારપરમર્ષિની સમ્મતિ જણાવાય છે– सप्रसङ्गमिदमाद्यविंशिकोपक्रमे मतिमतोपपादितम् । चारुतां व्रजति सज्जनस्थिति क्षतासु नियतं खलोक्तिषु ॥३२-१७॥ “પ્રસંગવશ ઉપર જણાવેલી વિગત બુદ્ધિમાન સૂરિપુરંદર પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “વિંશતિ વિંશિકા પ્રકરણની પ્રથમવિંશિકાના પ્રારંભે જણાવી છે. ખરેખર જ દુર્જનોની વાતોનું ખંડન ન થાય ત્યાં સુધી સજજનોની સ્થિતિ સુંદર થતી નથી.” - આ પ્રમાણે સત્તરમાં શ્લોકનો અર્થ છે. ૨૬૪ સજ્જનસ્તુતિ બત્રીશી Page #268 -------------------------------------------------------------------------- ________________ કહેવાનો આશય એ છે કે આ પૂર્વે અહીં દુર્જનોના વિષયમાં જે જણાવ્યું છે, તે “વિંશતિ વિંશિકા પ્રકરણની પ્રથમ વિંશિકામાં સાતમીથી દશમી ગાથા સુધીની ગાથાઓથી પ્રકરણકારપરમર્ષિએ ફરમાવ્યું છે. એનો સાર એ છે કે “આ પ્રમાણે શક્તિ અનુસાર કથન સ્વરૂપ પ્રકરણની રચનાથી તે તે અધિકારોમાં જે જે શ્રતથી ઉદ્ધાર થાય છે, તે તે શ્રુતનો વિચ્છેદ નહિ થાય. કારણ કે રચાયેલા પ્રકરણમાં વિવણિત વિષયના આંશિક દર્શનથી જિજ્ઞાસુઓ તે શ્રુતના અધ્યયનમાં કૌતુકથી પણ પ્રવૃત્તિ કરશે.”|૧-થા “જોકે આ શાસ્ત્રની રચનામાં એક દોષ છે કે તેથી દુર્જનોને પીડા થાય છે. પરંતુ સજ્જનોની બુદ્ધિના સંતોષને જોઈને હું આ ગ્રંથરચનામાં પ્રવૃત્ત થયો છું.” I૧-૮ “તેથી આ પ્રકરણ રચવાથી જે પુણ્ય થશે, તે પુણ્યથી તે દુર્જનોને પણ પીડા થશે નહિ. તેથી જ શુદ્ધાશયપૂર્વકની પ્રવૃત્તિ શાસ્ત્રમાં નિર્દોષ જણાવી છે.” I૧-લી “અન્યથા એ પ્રમાણે માનવામાં ન આવે તો છદ્મસ્થો વડે ક્યારેય કુશળમાર્ગમાં પ્રવૃત્તિ કરી જ શકાશે નહિ. માટે આ પ્રાસંગિક વાતના વિસ્તાર વડે સર્યું.” I૧-૧૦ના આ રીતે પૂર્વે જણાવેલા દુર્જનોના આક્ષેપોનો પ્રતિકાર પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ પણ કર્યો છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. [૩૨-૧થા. ઉપર જણાવ્યા મુજબ દુર્જનોના આક્ષેપોનું નિરાકરણ કરીને સજ્જનોને નમસ્કાર કરાય છે– न्यायतन्त्रशतपत्रभानवे, लोकलोचनसुधाञ्जनत्विषे । पापशैलशतकोटिमूर्तये, सज्जनाय सततं नमो नमः ॥३२-१८॥ ન્યાયતંત્ર સ્વરૂપ કમળને વિકસાવવા માટે સૂર્ય જેવા, લોકોની આંખો માટે ચંદ્રની કાંતિ જેવા તેમ જ પાપસ્વરૂપ પર્વતને ભેદવા માટે વજ જેવા સજ્જનોને સતત વારંવાર નમસ્કાર થાઓ..” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે. સૂર્ય, ચંદ્ર અને વજની ઉપમા આપીને અહીં સજ્જનોનું વર્ણન કર્યું છે. ન્યાય, આંખ અને પાપનો નાશ : આ ત્રણની આવશ્યકતાનો જેને ખ્યાલ છે તેને સજ્જનો પ્રત્યે બહુમાન પ્રગટ્યા વિના નહીં રહે. શિષ્ટ પુરુષોની મર્યાદા સ્વરૂપ જાય છે. વિવેકપૂર્ણ દૃષ્ટિ સ્વરૂપ જનનયન છે અને પાપનો નાશ સુપ્રસિદ્ધ છે. એ ત્રણેયની પ્રાપ્તિ માટે સજ્જનો સૂર્ય વગેરે સ્વરૂપ છે. ૩૨-૧૮ સજ્જનોને સામાન્યપણે નમસ્કાર કરીને હવે સજ્જનોની પંક્તિમાં બિરાજમાન પોતાના પૂર્વતન પૂજયપાદ ગુરુભગવંતોની પરંપરાનું અનુસ્મરણ કરાય છે भूषिते बहुगुणे तपागणे, श्रीयुतैर्विजयदेवसूरिभिः । भूरिसूरितिलकैरपि श्रिया, पूरितै विजयसिंहसूरिभिः ॥३२-१९॥ धाम भास्वदधिकं निरामयं, रामणीयकमपि प्रसृत्वरम् । नाम कामकलशातिशायितामिष्टपूर्तिषु यदीयमञ्चति ॥३२-२०॥ એક પરિશીલન ૨૬૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ यैरुपेत्य विदुषां सतीर्थ्यतां, स्फीतजीतविजयाभिधावताम् । धर्मकर्म विदधे जयन्ति ते, श्रीनयादिविजयाभिधा बुधाः ॥३२-२१॥ “શ્રીમાન શ્રી દેવસૂરિજી મહારાજા તથા અનેક પૂ. આચાર્યભગવંતોને વિશે તિલકસમાન અને ઐશ્વર્યથી પૂર્ણ એવા પૂ.આ.ભ.શ્રી.વિ. સિંહસૂરિજી મહારાજથી અલંકૃત એવા ઘણા ગુણવાળા તપાગચ્છમાં જેમનું નામ સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી(પ્રભાવવતું) છે, રોગને દૂર કરનારું છે, રમણીય છે અને સર્વત્ર પ્રસિદ્ધ છે તેમ જ જેમનું એ નામ પોતાની ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કામકુંભ કરતાં પણ અધિક શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે એવા, તેમ જ જેઓએ તેજસ્વી એવા જીતવિજયજી નામવાળા વિદ્વાન ઉપાધ્યાયજી મ.નું ગુરુબંધુત્વ પ્રાપ્ત કરીને ધર્મની સાધના કરી તે શ્રીનવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જયવંતા વર્તે છે.” - આ પ્રમાણે ઓગણીસ, વીસ અને એકવીસમા શ્લોકનો અર્થ છે. [૩ર-૧૯,૨૦,૨૧ પૂ. ગુરુદેવશ્રી નયવિજયજી ઉપાધ્યાયજી મહારાજે કરેલા ઉપકારનું સ્મરણ કરાય છે– उद्यतैरहमपि प्रसद्य तैस्तर्कतन्त्रमधिकाशि पाठितः । एष तेषु धुरि लेख्यतां ययौ, सद्गुणस्तु जगतां सतामपि ॥३२-२२॥ “પ્રયત્નશીલ એવા તેઓશ્રીએ મારી ઉપર કૃપા કરીને મને કાશીમાં તર્કશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું. તેઓશ્રીનો આ સગુણ, જગતમાં પ્રસિદ્ધ એવા સજ્જનોમાં પણ ગણનાપાત્ર મુખ્ય થયો હતો.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે એ વખતના કાળમાં વિહાર ખૂબ જ અગવડભર્યા હતા. એવા કપરા સમયમાં ગુજરાત-અમદાવાદથી કાશી જઇને પૂ. ઉપાધ્યાયજી મ.ને તેઓશ્રીના પરમતારક પૂ. ગુરુદેવશ્રીએ ત્યાંના પંડિતો પાસે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું હતું. પોતાના પૂ. ગુરુદેવશ્રીના આ ગુણની પ્રશંસા સર્વત્ર થયેલી. આ વાતનું અનુસ્મરણ કરીને આ શ્લોકથી ગ્રંથકારશ્રીએ પોતાના પૂ. ગુરુદેવશ્રીના ઉપકારનું વર્ણન કર્યું છે; જેથી કૃતજ્ઞતા, સમર્પણભાવ અને ગુરુભક્તિ વગેરે ગ્રંથકારશ્રીમાં પ્રતીત થાય છે. એ૩૨-૨૨l પોતાના પૂ. ગુરુભગવંતનું જ માહાભ્ય વર્ણવાય છે येषु येषु तदनुस्मृति भवेत्, तेषु धावति च दर्शनेषु धीः । यत्र यत्र मरुदेति लभ्यते, तत्र तत्र खलु पुष्पसौरभम् ॥३२-२३॥ “જે જે દર્શનોમાં અને તે પૂ. ગુરુદેવશ્રીનું અનુસ્મરણ થાય છે, તે તે દર્શનોમાં મારી બુદ્ધિ દોડે છે. કારણ કે ખરેખર જ જ્યાં જ્યાં પવન જાય છે, ત્યાં ત્યાં પુષ્પની સુગંધ પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે. ગુરુકૃપાનું અદ્ભુત ૨૬૬ સજ્જનસ્તુતિ બત્રીશી Page #270 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્ય અહીં વર્ણવ્યું છે. છ દર્શનના તે તે આકર ગ્રંથો અત્યંત ગહન હોવાથી તેના પરમાર્થને પામવાનું સરળ નથી, જે ગુરુકૃપાથી ખૂબ જ સરળ બનતું હોય છે. ગ્રંથકારપરમર્ષિએ પોતાના વાસ્તવિક અનુભવનું અહીં વર્ણન કર્યું છે. ઓછા વધતા પ્રમાણમાં એવો અનુભવ આપણને પણ કોઈ વાર થતો હોય છે. પરંતુ એ ક્ષણવાર માટે હોવાથી તેની છાયા આપણા જીવનમાં પડતી નથી. અહીં તો ગ્રંથકારશ્રીની જ્ઞાનોપાસનામય સાધનામાં એ અનુભવ પળે પળે થાય એમાં આશ્ચર્ય નથી. If૩૨-૨૩. પૂ. ગુરુદેવશ્રીના અનુસ્મરણના ફળવિશેષને જણાવાય છે– तद्गुणै मुकुलितं रवेः करैः, शास्त्रपद्ममिह मन्मनोहदात् । उल्लसन्नयपरागसङ्गतं, सेव्यते सुजनषट्पदव्रजैः ॥३२-२४॥ “અત્યાર સુધી બિડાયેલું શાસ્ત્રકમળ; મારા મનસ્વરૂપ સરોવરમાંથી, પૂ. ગુરુદેવશ્રીના ગુણો સ્વરૂપ સૂર્યકિરણો વડે વિકાસ પામે છે. તે નયસ્વરૂપ પરાગથી યુક્ત એવું શાસ્ત્રકમળ સજ્જનસ્વરૂપ ભમરાઓના સમુદાયો વડે સેવાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે - ગ્રંથકારપરમર્ષિના મનસ્વરૂપ સરોવરમાં અત્યાર સુધી દીક્ષાના પૂર્વકાળમાં શાસસ્વરૂપ કમળ બિડાયેલું હતું. પરંતુ ત્યાર પછી પોતાના ભવનિસ્તારક એવા પૂ. ગુરુદેવશ્રીના નામસ્મરણાદિસ્વરૂપ ગુણરૂપી સૂર્યકિરણો વડે એ શાસ્ત્રકમળ ખીલવા માંડ્યું. ખીલેલા એ કમળમાં સજ્જનોની નીતિ સ્વરૂપ પરાગ છે. એવા પરાગથી યુક્ત એવા કમળને સજ્જનોસ્વરૂપ ભમરાઓના સમુદાયો સેવે છે. આના મૂળમાં પૂ. ગુરુદેવશ્રીનું નામસ્મરણ કાર્યરત છે – એ સમજી શકાય છે. ll૩૨-૨૪ આવા પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીના ઉપકારોનું ઋણ વાળી શકાય એવું નથી એ જણાવાય છે निर्गुणो बहुगुणै विराजितांस्तान् गुरूनुपकरोमि कैर्गुणैः । वारिदस्य ददतो हि जीवनं, किं ददातु बत चातकार्भकः ॥३२-२५॥ “બહુગુણોથી શોભતા એવા પૂ. ગુરુભગવંતને, નિર્ગુણ એવો હું કયા ગુણોથી ઉપકૃત કરું? કારણ કે પોતાને જીવન આપનાર મેઘને, બિચારું ચાતક બાલ શું આપી શકે?” - આ પચીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. અહીં ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના અનંત ઉપકારનું વર્ણન કર્યું છે. ઘણા ગુણોથી અલંકૃત એવા પૂ. ગુરુદેવશ્રીએ જે ઉપકાર કર્યા છે તેની કોઈ સીમા નથી. એના ઋણને અંશતઃ પણ ચૂકવવાનું સામર્થ્ય પોતામાં નથી : એ પ્રમાણે પૂ. ઉપાધ્યાયજી મ. ફરમાવે છે. સંયમજીવનનું પ્રદાન કરનારા પૂ. ગુરુભગવંત મેઘજેવા છે અને પોતે સર્વથા એક પરિશીલન ૨૬૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ ગુણહીન ચાતકના બાલ જેવા છે – આ પ્રમાણે જણાવીને ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીની પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ સૂચવ્યો છે. સમર્થ શાસ્ત્રકારપરમર્ષિની એ વાત સમજી શકીએ તો ગુરુભક્તિના ફળને પ્રાપ્ત કરી શકીએ. અન્યથા જેમ ચાલે છે તેમ ચાલ્યા જ કરશે. ૩૨-૨પા આમ છતાં પૂ. ગુરુભગવંતશ્રીના યશના વિસ્તારથી પોતાના ચિત્તમાં આનંદ થાય છે : તે જણાવાય છે– प्रस्तुतश्रमसमर्थितैर्नयैर्योग्यदानफलितैस्तु तद्यशः । यत्प्रसर्पति सतामनुग्रहादेतदेव मम चेतसो मुदे ॥३२-२६॥ “આરંભેલા આ શાસ્ત્રની રચનાના શ્રમ(પ્રયત્નોથી જેનું સમર્થન કરાયું છે એવા, યોગ્યને આપવાથી ફળેલાનયો વડે પૂ. ગુરુદેવશ્રીનો જેયશ સજ્જનોના અનુગ્રહથી ચારે દિશામાં ફેલાય છેઃ એટલી જ વાત મારા ચિત્તના આનંદ માટે છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે નિર્ગુનો... ઇત્યાદિ શ્લોકથી ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના ઉપકારોના બદલામાં તેઓશ્રીને આપી શકાય એવી એક પણ વસ્તુ પોતાની પાસે નથી – એમ જણાવીને ખેદ વ્યક્ત કર્યો હતો. પરંતુ આવી સ્થિતિમાં પણ એક આનંદની જે વાત છે તે આ શ્લોકથી જણાવી છે. પૂ. ગુરુદેવશ્રીના એકમાત્ર અનુગ્રહથી કરાયેલી ગ્રંથરચનાના પરિશ્રમથી નયોનું સમર્થન થાય છે. એવા ગ્રંથોના યોગ્ય જીવોને કરાવાતાં અધ્યયનાદિથી સફળ બનેલા નયોથી પૂ. ગુરુદેવશ્રીનો યશ, ચારે દિશામાં સર્જનોના અનુગ્રહથી ફેલાય છે - તે મારા ચિત્તના આનંદ માટે થાય છે. કારણ કે આ રીતે પણ અંતે તો પૂ. ગુરુદેવશ્રીના યશનો જ સર્વત્ર ફેલાવો થાય છે. સજ્જનો “પૂ.ઉપાશ્રી નયવિજયજી મહારાજાના શિષ્ય પૂ.ઉપાશ્રી યશોવિ. મહારાજે આ ગ્રંથની રચના કરી છે.” - આ પ્રમાણે કહીને મારા પૂ. ગુરુદેવશ્રીના જ યશને વિસ્તારે છે – એમ ગ્રંથકારશ્રી આ શ્લોકથી ફરમાવે છે. ૩૨-૨૬ll આ રીતે પોતાના પૂ. ગુરુદેવશ્રીની આટલી સ્તવના કરવાનું શું પ્રયોજન છે? જગતમાં બીજા પણ અનેક સજ્જનો તો છે જ ને? - આ શંકાનું સમાધાન કરાય છે– आसते जगति सज्जनाः शतं, तैरुपैमि नु समं कमञ्जसा । किं न सन्ति गिरयः परःशता, मेरुरेव तु बिभर्तु मेदिनीम् ॥३२-२७॥ “આ જગતમાં સજજનો તો સેંકડો છે. પરંતુ મારા તે પરમકૃપાળુ ગુરુદેવશ્રી સાથે સહસા કયા સજજનને સરખાવું? શું સેંકડો પર્વતો આ પૃથ્વી ઉપર નથી? છતાં પૃથ્વીને તો મેરુપર્વત જ ધારણ કરે ને ?” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો શબ્દાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ જગતમાં સેંકડો-હજારો સજ્જનો છે. પરંતુ જ્યારે નિરંતર પોતાની પાસે જ ૨૬૮ સજ્જનસ્તુતિ બત્રીશી Page #272 -------------------------------------------------------------------------- ________________ પરમોપકારનિરત એવા પરમતારક ગુરુદેવશ્રી હોય તો બીજાની પાસે જવાનો કે તેઓનો વિચાર કરવાનો પ્રસંગ જ ક્યાં આવે છે?... ઇત્યાદિ સમજી શકાય છે. પોતાની પાસે જ ઔષધિ હોય તો પર્વત ઉપર કોણ જાય? If૩ર-૨ના ગ્રંથકારશ્રી પોતાનું ગ્રંથકર્તુત્વ જણાવે છે– तत्पदाम्बुरुहषट्पदः स च, ग्रन्थमेनमपि मुग्धधी य॑धाम् । यस्य भाग्यनिलयोऽजनि श्रियां, सद्म पद्मविजयः सहोदरः ॥३२-२८॥ “તે શ્રી નવિજયજી ઉપાધ્યાયજી મહારાજાના ચરણારવિંદમાં ભમરાસમાન એવા તે મુગ્ધબુદ્ધિવાળા યશોવિજયે આ ગ્રંથ બનાવ્યો છે; કે જેના (મારા) ભાગ્યના નિધાન અને લક્ષ્મીના આશ્રય એવા પદ્મવિજય સગા ભાઈ થયા હતા.” – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. પૂ. ઉપાધ્યાય શ્રી નયવિજયજી મહારાજાના શિષ્ય મહામહોપાધ્યાયજી મહારાજાએ આ ગ્રંથની રચના કરી છે. તેઓશ્રીના સંસારીપણાના સગા ભાઈ પૂ. પદ્મવિજયજી મહારાજા હતા. પૂ. ગુરુદેવશ્રીની અગાધ કૃપાથી આ ગ્રંથની રચના કરી છે એમ જણાવતાં ગ્રંથકારશ્રીએ પોતાને મુગ્ધમતિ તરીકે વર્ણવ્યા છે. એનું તાત્પર્ય એટલું જ છે કે આ ગ્રંથરચનામાં પોતાની બુદ્ધિ-પ્રતિભા કરતાં પણ ગુરુકૃપાનું સામર્થ્યઅચિંત્ય છે. આ ગ્રંથની રચના એ વિના શક્ય જ ન બનત./૩૨-૨૮ ગ્રંથની રચનાની સફળતા જણાવાય છે– मत्त एव मृदुबुद्धयश्च ये, तेष्वतोऽप्युपकृतिश्च भाविनी । किं च बालवचनानुभाषणानुस्मृतिः परमबोधशालिनाम् ॥३२-२९॥ “મારા કરતાં પણ જેઓ અલ્પબુદ્ધિવાળા છે, તેઓને વિશે જ આ ગ્રંથની રચનાથી ઉપકાર થવાનો છે. તેમ જ પરમબોધવાળા જીવોને બાળકના વચનને બોલવાનું સ્મરણ કરાવનાર આ ગ્રંથ બનશે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રંથકારશ્રી કરતાં જેમની બુદ્ધિ મૃદુ-કોમળ છે તેમના માટે આ ગ્રંથ અત્યંત ઉપકારક નીવડશે. પરંતુ તેઓશ્રી કરતાં જેમનો બોધ ઉત્કૃષ્ટ છે; તેમના માટે આ ગ્રંથ કોઈ પણ ઉપકાર ન કરે તો પણ તેમના માટે એ આનંદનું કારણ બની રહેશે. કારણ કે એ મહાબુદ્ધિવાળા પ્રાજ્ઞ પુરુષોની અપેક્ષાએ ગ્રંથકારશ્રી પોતાને બાળક માને છે. બાળકનાં વચનોને સાંભળવાથી તેમના વડીલજનો જેમ આનંદ પામે છે, તેમ ગ્રંથકારશ્રીના આ ગ્રંથના અધ્યાપનાદિથી પ્રાજ્ઞ મહાત્માઓને બાળકોનાં વચનોની સ્મૃતિ થવાથી આનંદ જ થવાનો છે. તેથી આ ગ્રંથની રચના સફળ છે... એ સ્પષ્ટ છે. ૩૨-રલા એક પરિશીલન ૨૬૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથની રચનામાં કેટલાક શ્લોકો પૂર્વ મહાત્માઓએ રચેલા હતા તે છે, કેટલાક શ્લોકોમાં થોડો ફેરફાર કરી એવાને એવા જ છે તો આમાં નવું શું કર્યું છે ? - આ શંકાનું સમાધાન કરાય છે— अत्र पद्यमपि पाङ्क्तिकं क्वचिद्, वर्त्तते च परिवर्त्तितं क्वचित् । स्वान्ययोः स्मरणमात्रमुद्दिशंस्तत्र नैष तु जनोऽपराध्यति ॥ ३२-३०॥ “આ ગ્રંથમાં જોકે કેટલાક શ્લોકો પૂર્વકાળના મહાત્માઓની પંક્તિને અક્ષરશઃ અનુસરનારા છે અને કેટલાક શ્લોકોમાં થોડો ફેરફાર કર્યો છે. પરંતુ એ વખતે મારો (ગ્રંથકૃદ્નો) ઉદ્દેશ એ હતો કે તે તે સ્થળોનું પોતાને અને બીજાને સ્મરણ કરાવવું. તેથી તેમ કરતાં આ માણસ (ગ્રંથકારશ્રી) કોઇ અપરાધ કરતો નથી.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય સમજી શકાય છે કે ઉપર જણાવ્યા મુજબ આ ગ્રંથમાં અક્ષરશઃ કે થોડા ફેરફાર સાથે જે જે શ્લોકોનું અવતરણ કરાયું છે, તે તે શ્લોકોથી તે તે ગ્રંથનું સ્વપરને અનુસ્મરણ થાય - એ સ્પષ્ટ છે અને તેથી એ ઉદ્દેશથી કરાયેલા અવતરણમાં કોઇ જ દોષ નથી. II૩૨-૩૦ના - આવા ગ્રંથનું અધ્યયન કે અધ્યાપન કઇ રીતે થશે, તે જણાવાય છે— ૨૭૦ ख्यातिमेष्यति परामयं पुनः, सज्जनैरनुगृहीत एव च । किं न शङ्करशिरोनिवासतो, निम्नगा सुविदिता सुरापगा ॥३२-३१॥ ‘સજ્જનો દ્વારા અનુગ્રહને પાત્ર બનેલો જ આ ગ્રંથ શ્રેષ્ઠ કોટિની ખ્યાતિને પ્રાપ્ત કરશે. શું શંકરના મસ્તકે રહેવાથી નીચે જવાના સ્વભાવવાળી પણ ગંગાનદી સુરનદી તરીકે પ્રસિદ્ધ નથી થઇ ?” – આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે આવા ગ્રંથોનું અધ્યયન કષ્ટસાધ્ય હોવાથી ખાસ કોઇ કરતું નથી. પરંતુ સજ્જનો આવા ગ્રંથને ભણાવવા દ્વારા પોતાના અનુગ્રહને પાત્ર બનાવે તો જ આ ગ્રંથ ૫રમખ્યાતિને પ્રાપ્ત કરશે. અન્યથા આ ગ્રંથ કોઇ પણ રીતે ખ્યાતિને પ્રાપ્ત કરી શકશે નહિ. મહાપુરુષો અનુગ્રહ કરે તો નાની પણ વસ્તુ આદરપાત્ર બનતી હોય છે. તેથી જ નીચે ગમન કરનારી એવી ગંગાનદી શંકરના અનુગ્રહથી ‘સુરનદી’ (દેવતાઇ નદી) તરીકે પ્રસિદ્ધિને પામી છે. સજ્જનોનો અનુગ્રહ કરવાનો જ સ્વભાવ હોય છે. તેથી તેઓ દ્વારા આ ગ્રંથ પ્રચારમાં આવશે જ... ઇત્યાદિ તાત્પર્ય સ્પષ્ટ છે. II૩૨-૩૧॥ સમસ્ત પ્રકરણાર્થનો ઉપસંહાર (સમાપન) કરાય છે—– यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांशुधारा, निस्ताराज्जन्मसिन्धोः शिवपदपदवीं प्राणिनो यान्ति यस्मात् । સજ્જનસ્તુતિ બત્રીશી Page #274 -------------------------------------------------------------------------- ________________ अस्माकं किं च यस्माद् भवति शमरसै र्नित्यमाकण्ठतृप्ति, जैनेन्द्र शासनं तद्विलसति परमानन्दकन्दाम्बुवाहः ।।३२-३२॥ ।। शिष्टा द्वात्रिंशिका सज्जनगुणवर्णनमयी ग्रन्थाविच्छेदहेतुमङ्गलरूपा स्पष्टा ।। = “જેમાં બીજાં દર્શનોના અજ્ઞાનસ્વરૂપ અંધકારનો વિનાશ કરવા માટે સૂર્યનાં કિરણોની ધારા જેવી સ્યાદ્વાદવિદ્યા છે, જેનાથી ભવસાગરનો નિસ્તાર પામીને જીવો મોક્ષપદને પ્રાપ્ત કરે છે તેમ જ જેનાથી અમને શમરસથી સદાને માટે આકંઠ તૃપ્તિ થાય છે, તે આ પરમાનંદસ્વરૂપ કંદના વિકાસ માટે મેઘજેવું શ્રી જિનેશ્વરદેવોનું શાસન જયવંતું વર્તે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે, જેનો આશય અત્યંત સ્પષ્ટ છે. એને અનુરૂપ અજ્ઞાનને દૂર કરી સંસારસાગરનો પાર પામવા દ્વારા પરમાનંદપદને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા સાથે આ પરિશીલન પૂર્ણ કરાય છે. સજ્જનોના ગુણોનું વર્ણન જેમાં છે એવી આ છેલ્લી બત્રીસી છે. ગ્રંથના અવિચ્છેદના કારણભૂત મંગળ સ્વરૂપ આ બત્રીશી સ્પષ્ટ છે. તેથી આ બત્રીશીની ટીકા ગ્રંથકારશ્રીએ કરી નથી. II૩૨-૩૨ ॥ इति श्रीद्वात्रिंशद्द्द्वात्रिंशिकायां सज्जनस्तुतिद्वात्रिंशिका ॥ એક પરિશીલન अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ૨૭૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ श्रीग्रंथकारपरमर्षिप्रशस्तिः । प्रतापार्क येषां स्फुरति विहिताकब्बरमनःसरोजप्रोल्लासे भवति कुमतध्वान्तविलयः । विरेजुः सूरीन्द्रास्त इह जयिनो हीरविजया दयावल्लीवृद्धौ जलदजलधारायितगिरः ॥१॥ જે હીરસૂરીશ્વરજી મહારાજાના પ્રતાપ સ્વરૂપ સૂર્યથી અકબર બાદશાહના મન સ્વરૂપ કમળનો વિકાસ થયો હતો, તે શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાનો પ્રતાપસ્વરૂપ સૂર્ય સ્ફરતો હોય ત્યારે એકાંત કદાગ્રહની માન્યતા સ્વરૂપ અંધકારનો વિલય થાય છે. તેઓશ્રીની વાણી, દયાસ્વરૂપ વેલડીને વધારવા માટે મેઘના જળની ધારા જેવી હતી. આ જગતમાં વિજયને પ્રાપ્ત કરનારા એવા તેઓશ્રી આ શ્રી જિનશાસનમાં શોભતા હતા. [૧] प्रमोदं येषां सद्गुणगणभृतां बिभ्रति यशःसुधां पायं पायं किमिह निरपायं न विबुधाः । अमीषां षट्तर्कोदधिमथनमन्थानमतयः सुशिष्योपाध्याया बभुरिह हि कल्याणविजयाः ॥२॥ જે સદ્ગુણોના સમુદાયને ધારણ કરતા હતા તે પૂ.આ.ભ.શ્રી.વિ. હીર સૂ. મહારાજાની યશ સુધા(અમૃત)નું પાન કરી-કરીને પંડિતોએ નિરવદ્ય આનંદને શું ધારણ કર્યો ન હતો ? (અર્થાત કર્યો હતો.) તે આ જગદ્ગુરુ શ્રી હરસૂરીશ્વરજી મહારાજાના સુશિષ્ય શ્રી કલ્યાણવિજયજી ઉપાધ્યાય થયા હતા, જેઓશ્રીની મતિ ષડ્રદર્શનસ્વરૂપ સમુદ્રનું મંથન કરવા માટે રવૈયા જેવી હતી. રા चमत्कारं दत्ते त्रिभुवनजनानामपि हृदि स्थितिहेमी यस्मिन्नधिकपदसिद्धिप्रणयिनी । सुशिष्यास्ते तेषां बभुरधिकविद्यार्जितयशः प्रशस्तश्रीभाजः प्रवरविबुधा लाभविजयाः ॥३॥ જેઓશ્રીમાં શ્રી સિદ્ધહેમવ્યાકરણની સ્પષ્ટ પ્રતિભા એવી હતી કે જે અધિક પદ(ઉન્નત ઉચ્ચ સ્થાન)ની સિદ્ધિમાં જ પ્રેમને ધારણ કરનારી હતી તેથી તે ત્રણે જગતના લોકોના ચિત્તમાં ચમત્કારને કરનારી હતી, તેમ જ જેઓશ્રી અધિક શાસ્ત્રજ્ઞાનથી પ્રાપ્ત કરેલા યશ સ્વરૂપ પ્રશસ્ત ૨૭૨ સજજનસ્તુતિ બત્રીશી Page #276 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીના આશ્રય હતા એવા તે શ્રી લાભવિજયજી ઉપાધ્યાયજી મહારાજા; શ્રીમદ્ કલ્યાણવિજયજી મહારાજાના સુશિષ્ય થયા હતા. lll. यदीया दृग्लीलाभ्युदयजननी मादृशि जने जडस्थानेऽप्यर्कद्युतिरिव जवात् पङ्कजवने । स्तुमस्तच्छिष्याणां बलमविकलं जीतविजया -भिधानां विज्ञानां कनकनिकषस्निग्धवपुषाम् ॥४॥ જેમ સૂર્યની કાંતિ કમળના વનમાં ખૂબ જ શીઘ કમળોનો વિકાસ કરે છે તેમ જેઓશ્રીની દષ્ટિલીલા મારા જેવા જડ માણસમાં પણ અભ્યદયને ઉત્પન્ન કરે છે તે, શ્રી લાભવિ. ઉપાધ્યાયજી મ.ના શિષ્ય ઉપાધ્યાયજી શ્રી જીતવિજયજી મહારાજા થયા હતા. તેઓશ્રીનું શરીર, સુવર્ણની પરીક્ષા માટેના કસોટીના પાષાણ જેવી સ્નિગ્ધ કાંતિવાળું હતું. વિદ્વાન એવા તેઓશ્રીના પરિપૂર્ણ બળની અમે સ્તવના કરીએ છીએ. II૪ll प्रकाशार्थं पृथ्व्यास्तरणिरुदयाद्रेरिह यथा यथा वा पाथोभृत्सकलजगदर्थं जलनिधेः । तथा वाणारस्याः सविधमभजन् ये मम कृते सतीर्थ्यास्ते तेषां नयविजयविज्ञा विजयिनः ॥५॥ તે પૂ.ઉપા.શ્રી જીતવિ. મહારાજાના ગુરુભાઈ, પંડિતવર્ય ઉપાધ્યાયજી શ્રી નયવિજયજી મહારાજા હતા. પૃથ્વી ઉપર પ્રકાશ માટે સૂર્ય જેમ ઉદયાચલ પર્વત સમીપે જાય છે તેમ જ સકળ વિશ્વને પાણી માટે (ઉપકારાર્થે) વાદળ જેમ સમુદ્ર સમીપે જાય છે, તેમ મારા અભ્યાસ) માટે જે પૂજ્ય ગુરુદેવશ્રી કાશી ગયા હતા, તે પૂ.ઉપાશ્રી નવિજયજી મહારાજા જયવંતા વર્તે છે. //પા यशोविजयनाम्ना तच्चरणाम्भोजसेविना । द्वात्रिंशिकानां विवृतिश्चक्रे तत्त्वार्थदीपिका ॥६॥ તે પૂજ્ય ગુરુદેવશ્રી નયવિજયજી મહારાજાના ચરણારવિંદની સેવા કરનારા યશોવિજયજી નામના શિષ્ય દ્વાત્રિશિકા મૂળ ગ્રંથ ઉપર “તત્ત્વાર્થદીપિકા' નામની ટીકા કરી છે. //દી महार्थे व्यर्थत्वं क्वचन सुकुमारे च रचने बुधत्वं सर्वत्राप्यहह महतां कुव्यसनिताम् । नितान्तं मूर्खाणां सदसि करतालैः कलयतां खलानां साद्गुण्ये क्वचिदपि न दृष्टि निविशते ॥७॥ - એક પરિશીલન ૨૭૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓની શાસ્ત્રરચનામાં કવચિત્ મહાન ગંભીર અર્થનું નિરૂપણ કરાયું હોય ત્યાં નિરર્થકતાને જોતા હોય છે અને ક્વચિત્ ગ્રંથની સરળ રચના હોય ત્યારે “શું પાંડિત્ય છે?” - આ પ્રમાણે સર્વત્ર ઊંધું જોવાની જેમને કુટેવ છે અને અત્યંત મૂર્ખલોકોની સભામાં તાળી પાડવાનું જજેઓ કામ કરનારા છે એવા ખેલદુર્જન) પુરુષોની દષ્ટિ ક્યારે પણ સગુણોને વિશે જતી નથી. છા अपि न्यूनं दत्वाभ्यधिकमपि सम्मील्य सुनौं वितत्य व्याख्येयं वितथमपि संगोप्य विधिना । अपूर्वग्रन्थार्थप्रथनपुरुषार्थाद् विलसतां सतां दृष्टिः सृष्टिः कविकृतिविभूषोदयविधौ ॥८॥ સજ્જનોનો સ્વભાવ દુર્જનોના સ્વભાવથી તદ્દન જ વિપરીત છે. ગ્રંથની રચનામાં કોઈ સ્થાને ન્યૂનતા રહી હોય તોપણ ત્યાં અધિક પણ પોતાની મેળે મેળવીને સુનયોથી ગ્રંથાર્થને વિસ્તારથી જણાવીને તેમ જ કોઈ વાર ખોટું પણ હોય ત્યારે વિધિપૂર્વક તેને ઢાંકીને અપૂર્વ એવા ગ્રંથાર્થનો વિસ્તાર કરવાના પુરુષાર્થથી શોભતા એવા સજ્જનોની દૃષ્ટિ ખરેખર જ કવિઓની કૃતિઓની વિભૂષાના ઉદય માટે સૃષ્ટિસમાન છે. IIટલા अधीत्य सुगुरोरेनां, सुदृढं भावयन्ति ये । ते लभन्ते श्रुतार्थज्ञाः, परमानन्दसम्पदम् ॥९॥ સુગુરુભગવંતની પાસે જે લોકો આ કાત્રિશત્ દ્વાáિશિકાની ટીકાનું અધ્યયન કરી દઢતાપૂર્વક તેનું પરિભાવન કરે છે, તેઓ કૃતાર્થના જ્ઞાતા બની પરમાનંદ-સંપદાને પ્રાપ્ત કરે છે. લા प्रत्यक्षरं ससूत्राया, अस्या मानमनुष्टुभाम् । शतानि च सहस्राणि, पञ्च पञ्चाशदेव च ॥१०॥ પાંચ હજાર અને પાંચસો પચાસ (૫૫૫૦) જેટલા અનુષ્ટ્રમ્ છંદના શ્લોકો જેટલું; આ મૂળ સાથે ટીકાનું દરેક અક્ષરની ગણનાએ પ્રમાણ છે. ૧ના इति श्रीमहामहोपाध्यायन्यायविशारदन्यायाचार्यश्रीमद्यशोविजयगणिविरचिता द्वात्रिंशद्वात्रिंशिकाः । આ પ્રમાણે મહામહોપાધ્યાય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્યશોવિજયજી ગણિવર્યવિરચિત કાત્રિશત્ ત્રિશિકા પ્રકરણ પૂર્ણ થયું. ૨૭૪ સજ્જનસ્તુતિ બત્રીશી એક પરિશીલન Page #278 -------------------------------------------------------------------------- ________________ Tejas Printers AHMEDABAD M. 98253 47620