SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશીલનની પૂર્વે વિનયબત્રીશીમાં વિનયનું વર્ણન કર્યું. વિનયના આસેવનથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવલજ્ઞાની ભગવંતો આપણી જેમ કવલાહાર(ભોજન) કરે તો તેઓ કોઇ પણ રીતે કૃતાર્થ નહીં કહેવાય. તેથી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી : આવી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરવા માટે આ બત્રીશી છે. પોતાની માન્યતાના સમર્થન માટે દિગંબરો જે દલીલો કરે છે, તેનું વર્ણન શરૂઆતમાં પાંચ શ્લોકોથી કર્યું છે. શ્રી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી-આવી પોતાની માન્યતાનું નિરૂપણ કરતાં દિગંબરો જણાવે છે કે તેઓશ્રીના સકળ દોષોનો વિગમ થયો છે. તેઓશ્રી કૃતકૃત્ય છે. આહારસંજ્ઞાથી તેઓશ્રી રહિત છે. તેઓશ્રી અનંતસુખથી સદ્ગત છે. તેઓશ્રીનું વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું છે. તેઓશ્રીનાં સુખ-દુઃખ ઇન્દ્રિયજન્ય હોતાં નથી. મોહનીયકર્મના અભાવે તેઓશ્રી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરી શકતા નથી. શાતાવેદનીયકર્મની ઉદીરણાનો તેઓશ્રીને અભાવ હોય છે. આહારની કથાથી પ્રમાદ થવાનો તેઓશ્રીને પ્રસઙ્ગ આવશે. ભોજનથી નિદ્રાની ઉત્પત્તિનો પ્રસઙ્ગ આવશે. તેઓશ્રીને ધ્યાન અને તપના વ્યયનો પ્રસઙ્ગ આવશે. આહાર વિના પણ તેઓશ્રીનું પરમ ઔદારિક શરીર લાંબા કાળ સુધી ટકી શકે છે. પરોપકારની હાનિનો પ્રસંગ આવે. મળ-મૂત્રાદિનો પ્રસઙ્ગ આવ્યેથી જુગુપ્સા થાય અને વ્યાધિ થવાનો પ્રસઙ્ગ આવશે... ઇત્યાદિ દોષોના કારણે શ્રી કૈવલીપરમાત્મા કવલાહાર કરતા નથી. આ બધા જ દોષોનું સ્પષ્ટ રીતે નિરાકરણ આગળના તે તે શ્લોકોથી કરવામાં આવ્યું છે. અઠ્ઠાવીસમા શ્લોક સુધીના શ્લોકોથી, દિગંબરોએ જણાવેલા હેતુઓનું નિરાકરણ ખૂબ જ વિસ્તારથી કર્યું છે. સ્યાદ્વાદકલ્પલતા, અધ્યાત્મમતપરીક્ષા... વગેરે ગ્રંથોમાંદિગંબરોની માન્યતાનું ખૂબ જ વિસ્તારથી નિરાકરણ છે. પરંતુ દાર્શનિક પરિભાષાનું જેમને જ્ઞાન નથી તેવા લોકોને એ સમજવાનું એટલું સરળ નથી. એના પ્રમાણમાં અહીંનું નિરૂપણ સમજવામાં ઘણું જ સરળ છે. છેલ્લા ચાર શ્લોકોથી પ્રકરણાર્થનું સમાપન કરતી વખતે ગ્રંથકારશ્રીએ દિગંબરોને માર્મિક ટકોર કરી છે. કેવલીપરમાત્માના કવલાહારમાં કોઇ પણ બાધક ન હોવા છતાં ‘પરમાત્માને ખાવાનું શાનું હોય ?’આવા પ્રકારની લજ્જા અનુભવાતી હોય તો ‘પરમાત્માને નૃદેહ કઇ રીતે હોય ?’ આવા પ્રકારની લજ્જાના અનુભવથી તો અશરીરી અને અનાદિશુદ્ધ સદાશિવાદિની જ ઉપાસના કરવી જોઇએ. આ રીતે સ્વદર્શનનો ત્યાગ કરી નૈયાયિકાદિના દર્શનમાં પ્રવેશવાનો પ્રસઙ્ગ આવશે. પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના પરમાત્માના દોષની વાત કરવાથી ભયંકર કોટિનાં પાપોનો બંધ થાય છે. પાપના ભયથી પણ પરમાત્માની અવજ્ઞાથી દૂર રહેવું જોઇએ. અવાસ્તવિક દૂષણના ઉભાવનથી વસ્તુતઃ ૫રમાત્માને કોઇ જ અપાય નથી. જે કોઇ પણ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી ૧૮૮
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy