SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અપાય છે તે દોષનું ઉદ્ભાવન કરનારાને છે. સૂર્ય ઉપર ધૂળ ઉડાડવાથી તે ધૂળ સૂર્ય સુધી તો પહોંચતી જ નથી, પણ ધૂળ ઉડાડનારના આંખમાં જાય છે. આ રીતે દિગંબરોની એક માન્યતાનું વિસ્તારથી નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાની નિર્દોષતા સિદ્ધ થાય છે. તેથી પરમાનંદને પામેલા શ્વેતાંબરોથી જૈનશાસન શોભાને પ્રાપ્ત કરી જયવંતું વર્તે છે. દિગંબરોની માત્ર એક જ માન્યતાનું અહીં વિસ્તારથી નિરૂપણ કર્યું છે. બીજી પણ કેટલીક તેમની માન્યતાઓનું નિરાકરણ અન્ય ગ્રંથોમાં કર્યું છે. એ બધાનું વ્યવસ્થિત રીતે અધ્યયન કરવામાં આવે તો આપણા શાસ્ત્રકાર પરમર્ષિઓએ જે અનુગ્રહ કર્યો છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. આપણે અજ્ઞાનાદિથી ઉન્માર્ગમાર્ગી બની જઇએ નહિ - એ માટેનો એ મહાપુરુષોનો આ પ્રયત્ન છે. એને અનુરૂપ સાચી વસ્તુને સમજવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ ચંદાવરકર લેન, બોરીવલી, મુંબઇ-૪૦૦ ૦૯૨. વૈશાખ વદ-૧૨, શુક્રવાર, તા. ૦૩-૦૬-૨૦૦૫ એક પરિશીલન ૧૮૯
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy