________________
સાધનાની પ્રતિબંધક બનશે.' - આ જ વિપક્ષબાધક છે. આ પ્રમાણે નૈયાયિકો કહે તો તે બરાબર નથી... એ પાંચમા શ્લોકમાં જણાવાશે.)” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય એ છે કે વિપક્ષમાં હેતુ હોય તો પણ સાધ્ય ન હોય ત્યારે સાધ્યાભાવનો બાધક અનુકૂળ તક ન હોવાથી વ્યાતિગ્રહ થતો નથી. પર્વતમાં ધૂમને લઇને જયારે વદ્ધિને સિદ્ધ કરાય છે ત્યારે કોઈ એમ કહે કે પર્વતમાં ધૂમહેતુ ભલે રહ્યો પણ તેથી ત્યાં વતિને માનવાની આવશ્યકતા નથી. અર્થાતુ સાધ્યાભાવવ(વિપક્ષ)માં હેતુ રહી શકે છે. આવી શંકાને દૂર કરવાનું કાર્ય તર્ક કરે છે. પર્વતમાં જો વહિં ન હોય તો વહિજન્ય ધૂમ પણ ન હોવો જોઇએ. અર્થાત્ વદ્વિ-ધૂમનો જન્યજનકભાવ(કાર્યકારણભાવ) નહિ મનાયઃ આ તર્ક છે, જે વ્યભિચારની શંકાને દૂર કરે છે. આવો વિપક્ષબાધક અનુકૂળ તક પ્રકૃતિ સ્થળે નથી. તાદશ દુઃખત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ ભલે રહ્યું પરંતુ તાદશદુઃખäસપ્રતિયોગિવૃત્તિત્વ માનવાની આવશ્યકતા નથી. આવી વ્યભિચારની શંકાદિના નિવારણ માટે કોઈ જ અનુકૂળ તર્ક નથી. તેથી વ્યાપ્તિમાં પણ શંકા જન્મે છે. જેથી પ્રકૃતાનુમાનના સ્થાને એવું પણ અનુમાન કરી શકાય છે કે તાદશ દુઃખત્વ, કાલાન્યવૃત્તિવૃંસપ્રતિયોગીમાં વૃત્તિ છે; કારણ કે તે સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે. સુહત્વ
નાચવૃત્તિધ્વંસતિયોનિવૃત્તિ સજાર્યમાત્રવૃત્તિત્વા વીત્વવત્ આ અનુમાનથી અભિપ્રેત પ્રલયકાલાદિથી અન્ય આત્માદિની સિદ્ધિ થવાથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ નહીં થાય.
આ અંગે નૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે બધા જીવોની મુક્તિની સિદ્ધિ ન થાય તો પોતાના આત્માની અયોગ્યતાની આશંકા જન્મશે. “જે જીવોનો ક્યારે ય મોક્ષ થવાનો નથી. તેમની જેમ જ હું પણ જો મોક્ષમાં જવાનો ના હોઉં તો મારું આ પરિવ્રાજકપણે નિષ્ફળ થશે.” આ આશંકા મુમુક્ષુ આત્માના યોગની સાધનાનો પ્રતિબંધ કરનારી બને છે. આવી શંકા જ મોક્ષની સિદ્ધિના અભાવની (વિપક્ષની) બાધક છે. આ પ્રમાણે તૈયાયિકોનું જે કથન છે તે બરાબર નથીઃ એ પ્રમાણે આગળ જણાવાય છે. ૩૧-૪ નિયાયિકોએ જણાવેલી વાતની અયુક્તતા જણાવાય છે–
नैवं शमादिसम्पत्त्या, स्वयोग्यत्वविनिश्चयात् ।
न चान्योन्याश्रयस्तस्याः सम्भवात् पूर्वसेवया ॥३१-५॥ नैवमिति-एवं न यथोक्तं विपक्षबाधकं भवता शमादीनां शमदमभोगानभिष्वङ्गादीनां मुमुक्षुचिह्नानां सम्पत्त्या । स्वयोग्यत्वस्य विनिश्चयात् तेषां तद्व्याप्यत्वात् । न चान्योन्याश्रयो योगप्रवृत्तौ सत्यां शमादिसम्पत्तिस्ततश्चाधिकारविनिश्चयात्सेति सम्भावनीयं, तस्याः शमादिसम्पत्तेः पूर्वसेवया योगप्रवृत्तेः प्रागपि सम्भवात् योगप्रवृत्तेरतिशयितशमादिसम्पादकत्वेनैव फलवत्त्वात् । सामान्यतस्तु तत्र कर्मविशेषक्षयोपशम एव हेतुरिति न किञ्चिदनुपपन्नम् ॥३१-५।।
૨૩૦
મુક્તિ બત્રીશી