________________
કાલિકવિશેષણાત્મકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી કાલોપાધિને લઈને અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. તેના ઉદ્ધાર માટે કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારની(અનધિકરણની) વિવક્ષા કરીએ તો ઘટાદિમાં કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવ વૃત્તિ જ હોવાથી ઘટાદિનું ગ્રહણ જ નહિ થાય. તેથી તેને લઇને અર્થાતરદોષનો તો પ્રસંગ નહીં આવે. પરંતુ દષ્ટાંતાસિદ્ધિ દોષ આવશે. કારણ કે દીપકમાં કાલિકસંબંધથી દુઃખનો પ્રાગભાવ હોવાથી તેનું પણ ગ્રહણ નહીં થાય.
યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિનું નિવારણ કરવા માટે દુઃખપ્રાગભાવનું અનધિકરણ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી લઇએ તો તે સંબંધથી દુઃખપ્રાગભાવ કાળમાં જ વૃત્તિ છે. કાલોપાધિસ્વરૂપ દીપ વગેરેમાં તે વૃત્તિ નથી. તેથી દીપક દુઃખપ્રાગભાવનો અનાધાર હોવાથી દૃષ્ટાંતાસિદ્ધિ નહીં થાય. પરંતુ એ રીતે તો આત્મા સિદ્ધ થવાથી અર્થાતરદોષ અવસ્થિત જ રહે છે. કારણ કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવનો આધાર કાલ જ છે, આત્મા નથી. તેથી દુઃખપ્રાગભાવના અનાધાર આત્મામાં દૈશિકવિશેષણાત્મક (સ્વરૂપ) સંબંધથી વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આત્માની સિદ્ધિ થશે. આ રીતે પ્રાપ્ત થયેલા અર્થાતરના નિવારણ માટે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકવિશેષણતા અને દૈશિકવિશેષણતા : એતદન્યતર સંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારની વિવક્ષા કરીએ તો ઉક્ત અન્યતર સંબંધથી આત્મા, દુઃખપ્રાગભાવનો અનાધાર ન હોવાથી અર્થાતર નહીં આવે. પરંતુ તાદશાન્યતર સંબંધથી દુઃખપ્રાગભાવના અનાધાર તો ઘટપટાદિ પણ છે અને ત્યાં દૈશિક-કાલિકા તરવિશેષણતાસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ હોવાથી અર્થાતરનો ઉદ્ધાર થતો નથી. આથી સ્પષ્ટ છે કે અર્થાતરના નિવારણ માટે ઉક્તાન્યતર સંબંધનો નિવેશ કરીએ તોપણ તે સંબંધઘટિત વ્યાપ્તિના પ્રહનો સંભવ નથી... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ૩૧-all ઉપર જણાવ્યા મુજબના વ્યાતિગ્રહાસંભવને જ સ્પષ્ટ રીતે જણાવાય છે
विपक्षबाधकाभावादनभिप्रेतसिद्धितः ।
अन्तरैतदयोग्यत्वाशङ्का योगाऽपहेति चेत् ॥३१-४॥ विपक्षेति-विपक्षे हेतुसत्त्वेऽपि साध्यासत्त्वे बाधकस्यानुकूलतर्कस्याभावात् । तथा चानभिप्रेतसिद्धितोऽनिष्टसिद्धिप्रसङ्गात् । कालान्यत्वगर्भसाध्यं प्रत्यपि उक्तहेतोरविशेषात् । एतदुक्तसाध्यमन्तरा सर्वमुक्त्यसिद्धौ अयोग्यत्वाशङ्का । य एव न कदापि मोक्ष्यते तद्वदहं यदि स्यां, तदा मम विफलं परिवाजकत्वमित्याकारा । योगापहा योगप्रतिबन्धकेत्यद एव विपक्षबाधकमिति चेत् ॥३१-४।।
“વિપક્ષબાધક તર્કનો અભાવ હોવાથી અને અનભિપ્રેત સિદ્ધિ થવાથી (શ્લો.નં. ૩માં જણાવ્યા મુજબ) વ્યાતિગ્રહ થતો નથી. “પ્રકૃતસાધ્યની સિદ્ધિ વિના અયોગ્યત્વની શંકા યોગની
એક પરિશીલન
૨ ૨૯