________________
आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोगिन्यवृत्तिमद् दुःखत्वम् ; दुःखप्रागभावानाधारवृत्तिध्वंसप्रतियोगिવૃત્તિમ, સત્કાર્યમાત્રવૃત્તિત્વાન્ - આ અનુમાનમાં “દષ્ટાંત દીપત્વ છે – આ પ્રમાણે તાર્કિકોનિયાયિકો કહે છે, તે અસંગત છે. કારણ કે સાધ્યઘટક વૃત્તિતાવિશેષનો નિવેશ જો ઇષ્ટ હોય તો બાધ આવે છે અને વૃત્તિતા સામાન્યનો નિવેશ ઈષ્ટ હોય તો અર્થાતર દોષ આવે છે.”- આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્ય અર્થ છે.
એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે – જ્યાં જ્યાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે ત્યાં ત્યાં દુઃખપ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગિનિરૂપિત વૃત્તિત્વ છે. દા.ત. દીપત્વ, સત્કાર્યદીપકનિરૂપિત વૃત્તિત્વ (સત્કાર્યમાત્રદીપકનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિ) દીપત્વમાં છે અને ત્યાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિ(મહાપ્રલયકાલવૃત્તિ) દીપધ્વસના પ્રતિયોગી દીપકમાં રહેલી અધિકરણતાનિરૂપિત વૃત્તિતા પણ છે. આ રીતે તાદેશદુઃખત્વમાં સાધ્યની સિદ્ધિ થવાથી તદ્ઘટક મહાપ્રલયની સિદ્ધિથી બધા જીવોના મોક્ષની સિદ્ધિ થાય છે. ત્યાર પછી તે તે ચૈત્ર મૈત્ર ઇત્યાદિ જીવોના દુઃખત્વને પક્ષ બનાવી તે તે જીવોની મુક્તિને સિદ્ધ કરી શકાય છે - આ પ્રમાણે તાર્કિક-નૈયાયિકોનો મત છે. પરંતુ તે ન્યાયયુક્ત નથી. કારણ કે સાધ્યાંશમાં વૃત્તિવિશેષનો અર્થાત્ દુઃખપ્રાગભાવનિષ્ઠાધેયતાનિરૂપિતાધિકરણતાવભિન્નાધિકરણતાનિરૂપિત ધ્વસનિષ્ઠાધેયતાનો અભાવયવિશેષણાત્મક સ્વરૂપસંબંધથી (સ્વરૂપસંબંધાવચ્છિન્નરૂપે) નિવેશ કરાય તો બાધ દોષ આવે છે. કારણ કે તાદશ અભાવીય વિશેષણતાત્મક સ્વરૂપસંબંધથી દુઃખનો ધ્વંસ, દુઃખના સમવાયિકારણ આત્મામાં જ નૈયાયિકોએ માન્યો છે. તેથી મહાપ્રલયકાળની સિદ્ધિ ન થવાથી તદ્દઘટિત સાધ્યની પણ સિદ્ધિ નહિ થાય, જેથી પક્ષમાં સાધ્ય બાધિત થવાથી બાધ આવે છે.
તે બાપદોષના નિવારણ માટે તાદશ દુઃખધ્વસનિષ્ઠ વૃત્તિતા, કોઈ પણ સંબંધથી અર્થાત્ સંબંધસામાન્યાવચ્છિન્ન લેવામાં આવે તો અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. કારણ કે દુઃખપ્રાગભાવના અનાધારભૂત આકાશાદિમાં પણ વ્યભિચારિતાદિ-સ્વાભાવવત્ત્વાદિ સંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આકાશાદિ પણ સિદ્ધ થશે. સ્વ દુઃખધ્વસ, સ્વાભાવ દુઃખધ્વસાભાવ, સ્વાભાવવ–આકાશાદિ, સ્વાભાવવત્ત્વ આકાશાદિમાં હોવાથી સ્વાભાવવત્તસંબંધથી દુઃખધ્વસ પણ આકાશાદિમાં છે.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ તાદશદુઃખધ્વસનિષ્ઠવૃત્તિતા સંબંધસામાન્યથી લેવાના બદલે કાલિક અને દૈશિક : એતદન્યતરવિશેષણાત્મક (કાલિક અને સ્વરૂપ-એતદન્યતર) સંબંધથી લઈએ, અર્થાત્ તાદશાન્યતર સંબંધાવચ્છિન્ન લઈએ તો આકાશાદિની સિદ્ધિ નહિ થાય. કારણ કે આકાશાદિમાં કાલિક કે દેશિક વિશેષણતાસંબંધથી તાદશ દુઃખધ્વંસ વૃત્તિ નથી. તેથી આકાશાદિથી અર્થાતર નહીં આવે. પરંતુ દુઃખપ્રાગભાવના અનાધાર કાલોપાધિ સ્વરૂપ ઘટાદિમાં ૨૨૮
મુક્તિ બત્રીશી