________________
देया दीक्षास्य विधिना नामादिन्यासपूर्वकम् ।
हन्तानुपप्लवश्चायं सम्प्रदायानुसारतः ॥२८-४॥ देयेति-अस्य योग्यस्य विधिना आगमोक्तेन दीक्षा देया नामादिन्यासपूर्वकम् । अयं च नामादिन्यासः सम्प्रदायानुसारतो हन्तानुपप्लवो विघ्नरहितः । प्रवचनप्रसिद्धनामादिन्यासेनैव निर्विघ्नदीक्षानिर्वाहात् । कृतप्रशान्तादिनाम्नः प्रशमादिस्वरूपोपलम्भात् । तन्नाम्नैव तद्गुणस्मरणाधुपलब्धः । जात्यादिसम्पन्नानां प्रतिपन्नपालनोपपत्तेः । तदुक्तं-“तन्नामादिस्थापनमविद्रुतं स्वगुरुयोजनतः ।।१।। नामनिमित्तं तत्त्वं तथा તથા વોવ્રુતં પુરા યદિ તત્થાપના તુ તીક્ષા તત્ત્વના સ્તઉપવાર. ISા” રિ૮-૪||
શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે – પૂર્વે જણાવ્યા મુજબ જે દીક્ષા માટે યોગ્ય છે તેને આગમમાં જણાવ્યા મુજબની વિધિથી, નામાદિના ન્યાસ(પ્રદાન)પૂર્વક દીક્ષા આપવી જોઈએ. પોતાના સંપ્રદાયના અનુસાર કરેલો આ નામાદિન્યાસ વિધ્વરહિત છે. આશય એ છે કે સમ્યગુ ગુરુરાગના કારણે ચારિત્રની ક્રિયાઓ માટેનું સામર્થ્ય પ્રાપ્ત થયા પછી મુમુક્ષુ સંયમાર્થી આત્માને આગમમાં જણાવેલી વિધિપૂર્વક દીક્ષા આપવી જોઈએ. અને તે વખતે સંપ્રદાય (પૂર્વમહાપુરુષોએ બતાવેલી સામાચારી) મુજબ નામાદિનો ન્યાસ કરવો જોઈએ. આ નામાદિનો ન્યાસ વિધ્વરહિત હોય છે. આગમમાં સુપ્રસિદ્ધ એવા નામાદિના ન્યાસથી જ નિર્વિઘ્નપણે દીક્ષાનો નિર્વાહ થાય છે અર્થાતુ દીક્ષાના પારમાર્થિક ફળ સુધી પહોંચાય છે.
કોઈ મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે તેનું પ્રશાંત, પ્રશમ, ભદ્ર.... વગેરે નામ રાખવાથી તે તે નામના અર્થ પ્રશમાદિનું સ્મરણ થાય છે. તેવા પ્રકારના નામથી જ તે નામવાળા પવિત્ર આત્માઓના ગુણો યાદ આવે છે. અને તેથી ઉત્તમ કુળ અને જાતિ સંપન્ન આત્માઓને ગ્રહણ કરેલી સર્વવિરતિસંબંધી પ્રતિજ્ઞાનું પાલન સરળ બને છે. આશય એ છે કે કોઈ સંયોગવશ સાધુમહાત્માને પરીષહાદિ નિમિત્તે અરતિ વગેરે થાય ત્યારે પોતાના તે તે પ્રશમાદિ નામના અર્થના અનુસ્મરણથી તેમને ત્યારે એમ થાય કે - “મારું નામ ક્યાં અને મારું વર્તન ક્યાં? તે તે નામવાળા પૂર્વમહાત્માઓએ પરીષહાદિ કેવી રીતે સહ્યા? ક્યાં એમની સહનશીલતા અને
ક્યાં આ મારી અસહિષ્ણુતા? આવી અરતિ વગેરેના કારણે તો એવા તારક આત્માઓનું નામ બગડે. આથી એ પુણ્યાત્માઓના નામને ધરનારા મને આ ના શોભે..” - આ રીતે વિચારવાથી એ સાધુ મહાત્મા અરતિ વગેરેને દૂર કરી; ગ્રહણ કરેલી સર્વવિરતિધર્મની પ્રતિજ્ઞાનું પાલન બરાબર કરી શકે છે. આ બધો લાભ વાસ્તવિક રીતે ઉત્તમ જાતિ અને કુળ સંપન્ન આત્માઓને શક્ય છે. એવા આત્માઓ સહજપણે જ લજ્જાદિ ગુણોને ધરતા હોય છે. અકુલીન જનોમાં એવી કોઈ જ યોગ્યતા હોતી નથી; કે જેથી તેઓ આવી રીતે પોતાના નામના અનુસ્મરણથી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરી શકે. આ વાતને જણાવતી વખતે અન્યત્ર કહ્યું છે કે - પોતાના
૧૨૮
દીક્ષા બત્રીશી