________________
ગુરુદેવશ્રીને આશ્રયી તે નામાદિનું સ્થાપન કલ્યાણકારી છે. નામના નિમિત્તે જે પ્રવ્રજ્યાનું પરિપાલન સ્વરૂપ તત્ત્વ છે એ પૂર્વે જણાવ્યું છે. આ નામની જે સ્થાપના છે તે વાસ્તવિક દીક્ષા છે. બીજો જે વિધિ છે તે ઉપચાર છે. ૨૮-૪॥
ચોથા શ્લોકમાં જે ‘નામાવિન્યાસપૂર્વમ્' - આ પ્રમાણે જણાવ્યું છે, ત્યાં નાવિ અહીં ગાવિ પદથી જેનો સંગ્રહ કરવાનો છે - તેનું વર્ણન કરાય છે.
नानावर्थेन कीर्त्तिः स्यात् स्थापनारोग्यकारिणी । द्रव्येण च व्रतस्थैर्यं भावः सत्पददीपनः ||२८-५ ।।
नाम्नेति–नाम्नाऽन्वर्थेन गुणनिष्पन्नेन कीर्तिः स्यात् । तत्कीर्तनमात्रादेव शब्दार्थप्रतिपत्तेर्विदुषां प्राकृतजनस्य च मनःप्रसादात् । यथा भद्रबाहुसुधर्मस्वामिप्रभृतीनां । स्थापनाकारविशेषरूपा रजोहरणमुखवस्त्रिकादिधारणद्वारेण भावगर्भया प्रवृत्त्या आरोग्यकारिणी भावरोगोपमर्दनात् । द्रव्येण चाचारादिश्रुतरूपेण सकलसाधुक्रियारूपेण वा व्रतस्थैर्यं प्रतिपन्नविरतिदार्द्धं भवति । भावः सम्यग्दर्शनादिप्रकर्षरूपः सत्पददीपन आचार्यत्वादिविशिष्टावस्थितावस्थाप्रकाशकः । सामस्त्येनाप्येषां प्रकृष्टानां कीर्त्यादिहेतुत्वं सम्भवत्येवेत्यूहनीयं । तदुक्तं - "कीर्त्यारोग्यध्रुवपदसम्प्राप्तेः सूचकानि नियमेन । नामादीन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ||9||” અત્ર ધ્રુવપવું માવપ્રધાનનિર્દેશાત્ સ્વૈર્યવાવમિતિ વત્ત IR૮-૧
યોગ્ય મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનો ન્યાસ કરવો જોઇએ. ગુણને અનુરૂપ એવા નામન્યાસથી કીર્તિ થાય છે. સ્થાપના આરોગ્યને કરનારી છે. દ્રવ્યથી વ્રતમાં સ્થિરતા મળે છે. અને ભાવ વિશિષ્ટ આચાર્યપદાદિનો પ્રકાશક હોય છે - આ પ્રમાણે શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, કોઇ પણ મુમુક્ષુને દીક્ષા આપતી વખતે તેનું જે નામ રખાય છે તે તેના અર્થને અનુસરનારું ગુણનિષ્પન્ન હોય તો, તે સાંભળવા માત્રથી જ તેના અર્થને સમજવાથી વિદ્વાનોને તેમ જ બીજા પણ સામાન્ય માણસોને મનની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. દા.ત. શ્રી ભદ્રબાહુ અને શ્રી સુધર્મસ્વામી વગેરે નામ સાંભળીને તેઓશ્રીની પ્રત્યે અને તેઓશ્રીના ગુણાદિની પ્રત્યે વિશિષ્ટ બહુમાનભાવ પેદા થાય છે. આવી રીતે તે તે મહાત્માઓના તે તે ગુણાનુરૂપ નામ સાંભળવાથી તે તે મહાત્માઓ અને તેઓશ્રીના ગુણાદિ પ્રત્યે બહુમાનભાવ પેદા થાય છે. આથી તે તે મહાત્માઓની કીર્તિ ફેલાય છે.
નામન્યાસની જેમ દીક્ષા વખતે સ્થાપનાન્યાસ પણ કરવો જોઇએ. સ્થાપના આકારવિશેષસ્વરૂપ છે. અહીં સામાન્ય રીતે સાધુવેષ-સ્વરૂપ સ્થાપનાની વિવક્ષા છે. ઓઘો, મુહપત્તી અને ચોલપટ્ટો વગેરે સાધુવેષને ધારણ કરવા સ્વરૂપ જ અહીં સ્થાપનાન્યાસ છે. સાધુવેષસ્વરૂપ સ્થાપનાનું ગ્રહણ કરવા દ્વારા ભાવગર્ભિત ચારિત્રની ક્રિયાથી રાગાદિ ભાવરોગનો ઉપમર્દ
એક પરિશીલન
૧૨૯,