________________
यस्येति-यस्य क्रियासु चारित्रानुष्ठानेषु । सम्यग्गुरुरागतः । सामर्थ्यं स्यात् । तस्य माषतुषाकृतेरपि मुग्धतया माषतुषसशस्यापि दीक्षायां योग्यता ।।२८-३॥
જેમને ક્રિયામાં ગુરુદેવશ્રી પ્રત્યેના રાગના કારણે સુંદર સામર્થ્ય પ્રાપ્ત થાય છે; તેવા શ્રીમાતુષ મહાત્મા જેવા મહાત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે ભૂતકાળના જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયના કારણે જ્ઞાન ન મળે ત્યારે જ્ઞાનના અભાવે વાસ્તવિક રીતે ચારિત્રની ક્રિયા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. પરંતુ ભવનિતારક પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે સારી રીતે રાગ થવાથી; તેઓશ્રીનાં પરમતારક વચનોનો સર્વાંશે સ્વીકાર કરાય છે; અને તેથી તે તે ક્રિયાઓ કરવાનું સુંદર સામર્થ્ય પ્રાપ્ત થાય છે, જેથી ચારિત્રની કોઈ પણ ક્રિયા વિશુદ્ધ રીતે કરી શકાતી હોવાથી તેવા આત્માઓમાં દીક્ષાની યોગ્યતા મનાય છે. શ્રી માષતુષ મુનિનું દષ્ટાંત ખૂબ જ સુપ્રસિદ્ધ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ચોથું “અસંખય” અધ્યયન, તેઓશ્રી કંઠસ્થ કરી રહ્યા હતા. ભૂતકાળના જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ઉદયે એ અધ્યયન, તેઓશ્રી કંઠસ્થ કરી શક્યા નહિ. પુષ્કળ પ્રયત્ન પણ જ્યારે તે મહાત્માને એ અધ્યયનનું જ્ઞાન પ્રાપ્ત થયું નહિ ત્યારે તેઓશ્રીના પૂ. ગુરુદેવશ્રીએ તેમને કહ્યું કે - આગળના અધ્યયનની ક્રિયા કરી લઇએ. એ સાંભળી શ્રી માપતુષ મુનિએ પૂ. ગુરુદેવશ્રીને એ અધ્યયનના અભ્યાસ અંગે વાસ્તવિક વિધિ કયો છે - તે પૂછ્યું. ગુરુદેવે જણાવ્યું કે આ ચોથું અધ્યયન જ્યાં સુધી આવડે નહિ ત્યાં સુધી તેના સમુદેશ-અનુજ્ઞાની ક્રિયા થાય નહિ; અને ત્યાં સુધી આયંબિલનો તપ કરવો પડે. આ પ્રમાણે સાંભળીને શ્રી માતુષ મુનિએ પૂ. ગુરુદેવશ્રીના જણાવ્યા મુજબ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચોથા અધ્યયનને અભ્યસ્ત કરવા માટે ઉત્કટ પ્રયત્ન કરવા સાથે આયંબિલનો તપ ચાલુ રાખ્યો. બાર વર્ષ સુધીની એ સાધનાના અંતે તેઓશ્રીએ કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે જ્ઞાનની પ્રાપ્તિ ન થવા છતાં, પૂ. ગુરુદેવશ્રીના પરમતારક વચનનો સ્વીકાર કરી ચારિત્રની સમગ્ર સાધના દ્વારા તેઓશ્રી કેવલજ્ઞાની બન્યા. આથી સમજી શકાશે કે આવા માષતુષ મુનિ જેવા મુગ્ધ આત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. અબુધ માણસને મોટા ભાગે આપણે મુગ્ધ સમજીએ છીએ. પરંતુ એ વાત બરાબર નથી. ખરી રીતે તો જેઓ અબુધ તો છે અને સાથે સાથે તેઓ સરળ હોય તો તેઓ મુગ્ધ છે. આવા પ્રકારની મુગ્ધતા જેમનામાં છે તે આત્માઓ દીક્ષાગ્રહણ માટે યોગ્ય છે. આવી મુગ્ધતા જેમનામાં નથી, તેઓ દીક્ષા માટે યોગ્ય નથી. હૃદયની સરળતા આત્માને પ્રજ્ઞાપનીય બનાવે છે. અને પ્રજ્ઞાપનીય આત્મા ક્રમે કરી પ્રજ્ઞાવાન બને છે. પ્રજ્ઞાવાન આત્મા ચારિત્રની ક્રિયાઓ સમ્યક પ્રકારે કરવા સમર્થ બને છે. ૨૮-૩
ઉપર જણાવ્યા મુજબ જેઓ દીક્ષા માટે યોગ્ય છે તેમને દીક્ષા કઈ રીતે આપવીતે જણાવાયછે–
એક પરિશીલન
૧૨૭