________________
તિ–સ્પષ્ટ: ||ર૮-૨l.
શ્લોકનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ગંતવ્ય (ઈષ્ટ સ્થાન) એવા ગામમાં; એક ચક્ષુવાળો (દેખતો) અને બીજો તેને અનુસરનારો એવો અંધ - એમ બંન્ને જણા કારણે એકી સાથે પહોંચે છે, તેમ અહીં જ્ઞાની અને તેમને અનુસરનારો અજ્ઞાની એવો જ્ઞાની નિશ્રાવાળો - એમ બંન્ને આત્માઓ ગંતવ્ય એવા મોક્ષમાં એકસાથે પહોંચે છે. જ્ઞાની પહેલાં અને તેમની નિશ્રામાં રહેનારા પછી મોક્ષે જાય - આવો કોઈ નિયમ નથી.
ગ્રંથકારપરમર્ષિએ સુપ્રસિદ્ધ દષ્ટાંતથી અહીં જ્ઞાની અને તેમની નિશ્રાને પામેલા આત્માઓની ઈષ્ટસ્થાને(મોક્ષ) પહોંચવાની યોગ્યતા એકસરખા સ્વરૂપે વર્ણવી છે. દષ્ટાંતનો વિચાર કરીએ તો દીક્ષાની યોગ્યતા કેટલી વિકસાવવાની આવશ્યકતા છે – એ સમજાયા વિના નહીં રહે. આંખે દેખતા, ઇષ્ટ સ્થાને પહોંચે એ તો સમજી શકાય છે. પરંતુ તેમને અનુસરનારા એવા અંધજનો પણ તેમની સાથે જ ઈષ્ટ સ્થાને પહોંચે છે- એ માનવાનું અઘરું છે. નજરે જોવા છતાં એ વાત માનવા મન તૈયાર થતું નથી. આજ સુધી એવો કોઈ અંધજન જોયો નથી કે, જેનું અનુસરણ કરાય છે તે જે કહે તેમાં કોઈ પણ જાતની દલીલ કરતો હોય. અંધજનને પૂર્ણપણે જાણ હોય છે કે પોતે અંધ છે; અને મને દોરી જનારો દેખતો છે. એ કહે કે - ચાલો ! તો ચાલવા માંડે; દોડો! તો દોડવા માંડે; થોભો! તો થોભી જાય; આવી તો કંઈકેટલીય સૂચનાઓ અંધજનને કરાય તો પણ તેના મનમાંય એવો વિચાર નથી આવતો કે આમનું કાંઈ ઠેકાણું જ નથી. ઘડીકમાં કહે કે ચાલો ! અને તુરત જ કહે છે કે થોભો ! અંધજન, તેને દોરનારા જે રીતે દોરે તે રીતે કોઈ પણ પ્રકારના શલ્ય(મનનો ડંખ) વિના દોરાય છે. પણ લોકોત્તર માર્ગમાં જ્ઞાનીભગવંતો પ્રત્યે આવો અતૂટ વિશ્વાસ સંપાદન કરવાનું ઘણું જ અઘરું છે. પૂજય ભવનિસ્તારક ગુરુદેવશ્રી પ્રત્યે અગાધ શ્રદ્ધા જન્મે તો જ્ઞાનીની નિશ્રાવાળી દીક્ષા પ્રાપ્ત થઈ શકશે. આપણી સમજણ કરતાં પૂ. ગુરુદેવશ્રીને વધારે સમજણ છે – એવું અંતરથી માનવાનું કપરું છે. તેઓશ્રીની સાધના, સમજણ, દીર્ધદર્શિતા અને પારમાર્થિક હિતની ચિંતા વગેરે પ્રત્યે અહોભાવ જાગે તો જ્ઞાનીની નિશ્રામાં રહેવાનું ખૂબ જ સરળ બને. રાતદિવસ સાથે રહેવાનું અને પ્રતિકાર વિના તેઓશ્રીના વચનને માનવા નહીં - આના જેવી વિટંબના બીજી કોઈ નથી. ૨૮-રા
જ્ઞાનીને જ્ઞાન હોવાથી તેઓ નિરતિચાર ચારિત્રનું પાલન કરે – એ બરાબર છે; પરંતુ જ્ઞાનીની નિશ્રામાં રહેનારને તેવા પ્રકારનું જ્ઞાન નહિ હોવાથી તેઓને દીક્ષાની યોગ્યતાનો સંભવ કઈ રીતે હોય – આવી શંકાના સમાધાન માટે જણાવાય છે
यस्य क्रियासु सामर्थ्यं स्यात् सम्यग्गुरुरागतः । योग्यता तस्य दीक्षायामपि माषतुषाकृतेः ॥२८-३॥
૧૨૬
દીક્ષા બત્રીશી