________________
બીજાને અનુસરવા સ્વરૂપ જાણવો. શ્રી કેવલી-પરમાત્માને તો તેનાથી ભિન્ન અપ્રતિરૂપ(બીજાને ન અનુસરવું) વિનય હોય છે.'... ઇત્યાદિ બરાબર સમજી લેવું. ૫૨૯-૬॥
બીજા અનાશાતનાસ્વરૂપ ઔપચારિક વિનયનું વર્ણન કરાય છે—
अर्हत्सिद्धकुलाचार्योपाध्यायस्थविरेषु च । गणसडक्रियाधर्मज्ञानज्ञानिगणिष्वपि ।। २९-७ ।।
अर्हदिति - अर्हन्तस्तीर्थकराः । सिद्धाः क्षीणाष्टकर्ममलाः । कुलं नागेन्द्रादि । आचार्यः पञ्चविधा - चारानुष्ठाता तत्प्ररूपकश्च । उपाध्यायः स्वाध्यायपाठकः । स्थविरः सीदतां स्थिरीकरणहेतुः । गणः ૌટિવિ: । સપ: સાધ્વાવિસમુવાય:। ક્રિયાઽસ્તિવાવવા / ધર્મ: શ્રુતધર્માવિ:। જ્ઞાનં મત્લાહિ । જ્ઞાનિનસ્તકન્ત: | નિર્માધિપતિઃ ।।૨૧-૭||
“શ્રી અરિહંતપરમાત્મા, સિદ્ઘપરમાત્મા, કુળ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની અને ગણીને વિશે પણ (ચાર ચાર પ્રકારે વિનય કરવો... ઇત્યાદિ આગળ કહેવાશે);” – આ પ્રમાણે સાતમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં જણાવ્યું છે કે શ્રી અરિહંતપરમાત્માઓ કે જેઓ તારકતીર્થને કરનારા છે. શ્રી સિદ્ધપ૨માત્માઓ આઠ કર્મોથી રહિત છે. નાગેન્દ્ર, ચાન્દ્ર વગેરે કુળ છે. જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું પાલન કરનારા અને તેની પ્રરૂપણાને કરનારા આચાર્યભગવંતો છે. સ્વાધ્યાય કરાવનારા-ભણાવનારા ઉપાધ્યાયભગવંતો છે. સંયમની સાધનામાં સિદાતા આત્માને સ્થિર કરનારા સ્થવિરભગવંતો છે. કોટિક (કોટિ) વગેરે ગણ છે. સાધુ, સાધ્વી વગેરેના સમુદાયને સંઘ કહેવાય છે. ‘આત્માદિ તત્ત્વો છે' આ પ્રમાણે બોલવું માનવું તેમ જ તે મુજબ આચરણ કરવું વગેરે ક્રિયા કહેવાય છે. શ્રુત અને ચારિત્ર સ્વરૂપ બે પ્રકારનો ધર્મ છે. મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન છે. જ્ઞાનવાળા જ્ઞાનીઓ છે અને ગણના અધિપતિઓ ગણીઓ છે. આ તેર સ્થાને; આઠમા શ્લોકથી જણાવવામાં આવશે તે ચાર ચાર પ્રકારનો વિનય કરવાનો હોવાથી બીજો અનાશાતના સ્વરૂપ ઔપચારિક વિનય બાવન પ્રકારનો છે... ઇત્યાદિ હવે પછી જણાવાય છે. ।।૨૯-૭ાા શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોને વિશે જે ચાર વિનયો કરવાના છે તે ચાર વિનયોનું સ્વરૂપ વર્ણવાય છે—
૧૭૦
अनाशातनया भक्त्या, बहुमानेन वर्णनात् । द्विपञ्चाशद्विधः प्रोक्तो द्वितीयश्चोपचारिकः ।। २९-८।।
अनाशातनयेति – अनाशातनया सर्वथाऽहीलनया । भक्त्या उचितोपचाररूपया । बहुमानेनान्तरभावप्रतिबन्धरूपेण । वर्णनात् सद्भूतगुणोत्कीर्तनात् । द्वितीयश्चानाशातनात्मक औपचारिक विनयो द्विपञ्चाशद्विधः प्रोक्तः । त्रयोदशपदानां चतुर्भिर्गुणने यथोक्तसङ्ख्यालाभात् ।। २९-८।।
વિનય બત્રીશી