SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ એના જવાબમાં અહીં જણાવાયું છે કે શ્રી કેવલી પરમાત્માનાં ઘાતકર્મોનો ક્ષય થયો હોવાથી જ તેઓમાં કૃતકૃત્યત્વ અક્ષત છે અને ભવોપગ્રાહિકર્મોના ઉદયના કારણે કવલાહારની પ્રવૃત્તિ વગેરેથી કૃતકૃત્યત્વનો અભાવ હોય તો પણ કોઈ દોષ નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્મામાં સર્વથા કૃતકૃત્યત્વ મનાતું નથી. સર્વથા કૃતકૃત્યત્વ શ્રી સિદ્ધપરમાત્માઓમાં જ મનાય છે. મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયો હોવાથી કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છાનો અભાવ હોવા છતાં, મોક્ષસ્વરૂપ ઉપાદેયની પ્રાપ્તિ સયોગિકેવલિત્વના કાળમાં કોઈ પણ રીતે થવાની નથી. રાગાદિદોષોના અભાવરૂપ જ સર્વથા કૃતકૃત્યત્વ માનવાનું ઈષ્ટ હોય તો તાદશકૃતકૃત્યત્વ તો કેવલીપરમાત્મામાં તેઓશ્રી કવલાહાર કરે તોપણ અક્ષત જ છે. આ વાત લગભગ જણાવી દીધી છે. l૩૦-લા ત્રીજા હેતુનું નિરાકરણ કરાય છે– आहारसज्ञा चाहारतृष्णाख्या न मुनेरपि । किं पुनस्तदभावेन, स्वामिनो भुक्तिबाधनम् ॥३०-१०॥ आहारसज्ञा चेति-आहारसज्ञा चाहारतृष्णाख्या मोहाभिव्यक्तचैतन्यस्य सज्ञापदार्थत्वाद् न मुनेरपि भावसाधोरपि, किं पुनस्तदभावेनाहारसज्ञाभावेन स्वामिनो भगवतो मुक्तिबाधनम् ? । तथा चाहारसामान्ये तद्विशेषे वा आहारसज्ञाया हेतुत्वमेव नास्तीत्युक्तं भवति । न च तद्विशेषे तद्धेतुत्वमेवाप्रमत्तादीनां चाहाराभावान्न व्यभिचार इति कुचोद्यमाशङ्कनीयम्, आहारसञ्ज्ञाया अतिचारनिमित्तत्वेन कदापि निरतिचाराहारस्य साधूनामप्राप्तिप्रसङ्गात् ॥३०-१०॥ ખાવાની તૃષ્ણા નામની આહાર સંજ્ઞા તો મુનિ ભગવંતોને પણ હોતી નથી, તો પછી તે આહારસંજ્ઞાથી રહિત એવા શ્રી કેવલીપરમાત્માને ભોજન કરવામાં કયો દોષ છે?” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મોહનીયકર્મથી અભિવ્યક્ત થનારું ચૈતન્ય જ “સંજ્ઞા' પદનો અર્થ છે. તેથી ખાવાની તૃષ્ણાને જ આહારસંજ્ઞા તરીકે ઓળખાય છે. એવી આહારસંજ્ઞા ભાવસાધુને પણ હોતી નથી, તો પછી તેના(આહાર સંજ્ઞાના) અભાવથી ભગવાન શ્રી કેવલજ્ઞાનીઓને વાપરવામાં કયો દોષ છે ? કારણ કે આહારસંજ્ઞા ન હોવાથી ભાવસાધુઓ વાપરે છે તો તેમને કોઈ દોષ નથી તેમ આહારસંજ્ઞાનો અભાવ હોવાથી શ્રી કેવલજ્ઞાનીઓને પણ કવલાહાર કરવામાં કોઈ દોષ નથી. આથી સમજી શકાશે કે આહારસામાન્ય કે આહારવિશેષની પ્રત્યે આહારસંજ્ઞા કારણ જ નથી. આહારવિશેષની પ્રત્યે આહારસંજ્ઞા કારણ છે. સાતમા ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી કવલાહાર પણ નથી અને આહારસંજ્ઞા પણ નથી. તેથી વ્યભિચાર પણ આવતો નથી. એ મુજબ માનવાથી શ્રી કેવલી પરમાત્મામાં કવલાહારનો અભાવ સિદ્ધ થાય છે.” - એક પરિશીલન ૧૯૭
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy