________________
આવી ખરાબ શંકા નહિ કરવી જોઈએ. કારણ કે એનો અર્થ એ થયો કે છઠ્ઠા ગુણસ્થાનક સુધી કવલાહાર આહારસંજ્ઞાના કારણે જ થાય છે – એ પ્રમાણે માનવામાં આવે તો, આહારસંજ્ઞા અતિચારમાં નિમિત્ત હોવાથી પૂ. સાધુ ભગવંતોને ક્યારે પણ નિરતિચાર આહારની પ્રાપ્તિ જ નહીં થાય. આહારસંજ્ઞાના કારણે પૂ. સાધુમહાત્માઓને આહારમાં નિરંતર અતિચાર લાગ્યા જ કરશે... ઇત્યાદિ સમજી શકાશે. આથી સ્પષ્ટ છે કે કવલાહારવિશેષની પ્રત્યે આહારસંજ્ઞાને કારણ માનવાનું ઉચિત નથી. //૩૦-૧ના ચોથા હેતુનું નિરાકરણ કરાય છે–
अनन्तञ्च सुखं भर्तुर्ज्ञानादिगुणसङ्गतम् ।
क्षुधादयो न बाधन्ते, पूर्णं त्वस्ति महोदये ॥३०-११॥ अनन्तं चेति-अनन्तं च सुखं भर्तुर्भगवतो ज्ञानादिगुणसङ्गतं तन्मयीभूतमिति यावद् । अज्ञानादिजन्यदुःखनिवृत्तेः सर्वेषामेव कर्मणां परिणामदुःखहेतुत्वाच्च क्षुदादयो न बाधन्ते स्वभावनियतसुखानामेव तैर्बाधनं । पूर्णं तु निरवशेषं तु सुखं महोदये मोक्षेऽस्ति । तत्रैव सर्वकर्मक्षयोपपत्तेः ॥३०-११॥
“ભગવાન શ્રી કેવલપરમાત્માનું અનંતસુખ જ્ઞાનાદિ ગુણોથી સંગત છે. સુધાદિ તેનો બાધ કરતા નથી. પૂર્ણ સુખ તો મોક્ષમાં જ છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે કેવલી કવલાહાર કરે તો તેની પૂર્વે અવશ્ય સુધાદિની વેદનાનો ઉદ્ભવ થશે અને તેથી તેઓશ્રીના અનંતસુખનો બાધ થશે. એ અંગે જણાવવાનું કે શ્રીદેવલી પરમાત્માનું અનંતસુખ, અનંતજ્ઞાનમય થવાથી અનંતજ્ઞાનથી સંગત છે. તેને અને જ્ઞાનને બંન્નેને છૂટા પાડવાનું હવે શક્ય નથી. અજ્ઞાનાદિજન્ય જે દુઃખ હતું તેની નિવૃત્તિ થવાથી ક્ષુધા-પિપાસાદિ અનંતસુખનાં બાધક બનતાં નથી.
ક્ષુધાદિ કર્મજન્ય હોવાથી અનંતજ્ઞાનસંગત સુખનો બાધ કરે છે એમ માનવામાં આવે તો કેવલીપરમાત્મા વાપરે કે ન પણ વાપરે, તોય કોઈ ફરક પડે એમ નથી. કારણ કે કર્મમાત્ર પરિણામે દુઃખનું જ કારણ હોવાથી પંચેન્દ્રિય જાતિ, મનુષ્યનું આયુષ્ય, ઉચ્ચગોત્ર અને શતાવેદનીય વગેરે કર્મના ઉદયથી અનંતસુખત્વનો વિરોધ તો થઈ જ જશે. તેથી ઉપર જણાવ્યા મુજબ શ્રી કેવલીપરમાત્માનું અનંતસુખ અનંતજ્ઞાનસંગત હોવાથી કર્મજન્ય સુધાદિભાવો તેના બાધક થતા નથી. પોતાના અભાવમાં નિયત હોનારા સુખના જ, સુધાદિ દોષો બાધક બને છે. પરિપૂર્ણ સુખ તો મોક્ષમાં છે. કારણ કે સકળ કર્મનો ક્ષય, પરિપૂર્ણ સુખનું કારણ છે; જે મોક્ષમાં જ ઉપપન્ન છે. એ સમજી શકાય છે. /૩૦-૧૧
પોતાની વાતના સમર્થન માટે ઉપન્યસ્ત પાંચમા હેતુનું નિરાકરણ કરાય છે–
૧૯૮
કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી