________________
અવ્યાબાધ સુખનો ભંગ થતો હોવાથી ક્ષુધાદિ દોષ છે – એવો જો તારો(દિગંબરનો) મત હોય તો, તને સિદ્ધપણાને દૂષિત(ભંગ) કરનારું નરત્વ પણ શ્રી કેવલી પરમાત્મા માટે દોષસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. જેનો આશય સ્પષ્ટ છે કે કેવલીપરમાત્માને સુધા તૃષા વગેરે માનવામાં આવે તો તેઓશ્રીના અવ્યાબાધ નિરતિશય સુખનો વ્યાઘાત થાય છે. શ્રીવલીપરમાત્માને સર્વોત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થયેલી હોય છે. સુધાદિને લઈને તેમાં ખામી આવે છે. તેથી ક્ષુધા વગેરેને દોષ મનાય છે. કારણ કે જે ગુણને દૂષિત કરે તેને દોષ કહેવાય છે – આ દોષનું લક્ષણ છે. દિગંબરોની એ પ્રમાણેની માન્યતામાં દૂષણ જણાવાય છે નરત્વમ.... ઇત્યાદિ શ્લોકના ઉત્તરાર્ધથી.
કહેવાનો આશય એ છે કે ગુણને દૂષિત કરવાના કારણે જો સુધાદિને દોષ માનવામાં આવતા હોય તો શ્રી કેવલજ્ઞાનીઓના “નરત્વને (મનુષ્યપણાને) પણ દોષ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે પોતાના સિદ્ધત્વગુણને અટકાવવાનું કાર્ય નરત્વ કરે છે. જ્યાં સુધી નરત્વ છે, ત્યાં સુધી સિદ્ધત્વનો આવિર્ભાવ થતો નથી. આમ હોવા છતાં દિગંબરો નરવને દોષરૂપ માનતા નથી, તેથી તે મુજબ સુધાદિને પણ દોષ માની શકાશે નહિ. આથી સ્પષ્ટ છે કે જે કેવલજ્ઞાનની પ્રત્યે પ્રતિબંધક છે, એવાં ઘાતિકર્મોના ઉદયથી ઉદ્ભવેલા અજ્ઞાનાદિ જ દોષો છે. પરંતુ અઘાતી કર્મ સ્વરૂપ વેદનીયકર્મથી ઉદ્ભવતા સુધા વગેરે દોષો નથી : એ યુક્તિયુક્ત છે. ૩૦-૮
આ રીતે દિગંબરોએ પોતાની માન્યતાના સમર્થન માટે જણાવેલા પ્રથમ હેતુનું નિરાકરણ કરીને હવે બીજા હેતુનું નિરાકરણ કરાય છે–
घातिकर्मक्षयादेवाक्षता च कृतकृत्यता ।
તમાડો નો વાળા, મવોપવિમઃ રૂ૦-૧ घातीति-घातिकर्मक्षयादेव अक्षताऽहीना च कृतकृत्यता भवोपग्राहिकर्मभिर्वेदनीयादिभिः सद्भिः । तदभावेऽपि कृतकृत्यत्वाभावेऽपि नो नैव बाधा । सर्वथा कृतकृत्यत्वस्य सिद्धेष्वेव सम्भवाद् । उपादित्साभावेऽपि उपादेयस्य मोक्षस्य सयोगिकेवलित्वकाले सिद्धेः । रागाद्यभावमात्रेण कृतकृत्यत्वस्य च भुक्तिपक्षेऽप्यबाध एवेति कथितप्रायमेव ।।३०-९।।
ઘાતિકર્મોનો ક્ષયથી જ કૃતકૃત્યતા અક્ષત છે. ભવોપગ્રાહિ અઘાતિકર્મોના કારણે કૃતકૃત્યત્વનો અભાવ હોય તો ય કોઈ દોષ નથી.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે શ્રી કેવલીપરમાત્માને કવલાહાર કરવો પડે તો તેઓશ્રીમાં સર્વથા કૃતકૃત્યત્વ (કૃતાર્થત્વ) માની શકાશે નહિ. તેથી કૃતકૃત્યત્વની અનુપપત્તિના ભયથી તેઓશ્રીને કવલાહારનો અભાવ હોય છે.
૧૯૬
કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી