________________
હવે પ્રધાનદ્રવ્યભિક્ષુનું વર્ણન કરાય છે—
प्रधानद्रव्यभिक्षुश्च, शुद्धः संविग्नपाक्षिकः । સમ્પૂર્વ પ્રતિમાં રીક્ષાં, ગૃહી યો વા પ્રીતિ ૨૭-૩૧||
“શુદ્ધ એવા સંવિગ્નપાક્ષિક આત્માઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. અથવા શ્રાવકની અગિયારમી પ્રતિમાનું વહન કરીને જે ભવિષ્યમાં દીક્ષાને ગ્રહણ કરવાના છે તે શ્રાવક પ્રધાન દ્રવ્યભિક્ષુ છે.” આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે.
એનો આશય એ છે કે સામાન્ય રીતે જે વર્તમાનમાં ભાવથી રહિત હોય છે પરંતુ અતીતકાળમાં જેણે ભાવનો અનુભવ કર્યો છે, અથવા ભવિષ્યમાં જે ભાવનો અનુભવ કરવાના છે તે ભાવના કારણને પ્રધાન દ્રવ્ય કહેવાય છે. સંવિગ્નપાક્ષિક આત્માઓએ ભૂતકાળમાં ભિક્ષુત્વનો (ભિક્ષુભાવનો) અનુભવ કરી લીધો છે અને વર્તમાનમાં સદાનારપિણાનો અભાવ હોવાથી તેઓ ભાવથી(ભિક્ષુત્વથી) રહિત છે. તેથી તેઓશ્રીને પ્રધાન(ભાવનું કારણ) દ્રવ્યભિક્ષુ કહેવાય છે. સંવિગ્નોનો જ પક્ષ કરનારા એ મહાત્માઓની શુદ્ધપ્રરૂપણા, માર્ગરક્ષા અને વિધિમાર્ગની સ્થાપના માટેની તત્પરતા... ઇત્યાદિ ગુણોને લઇને તેઓ શુદ્ધ છે. આવા શુદ્ધ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને ભૂતપૂર્વ સ્તનનુપચારઃ - આ ન્યાયે દ્રવ્યભિક્ષુ(પ્રધાનદ્રવ્યભિક્ષુ) કહેવાય છે. કારણ કે ભૂતપૂર્વ અવસ્થા ઉપચારથી વર્તમાનમાં પણ મનાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. સ્થાપનામાં ભાવનો આરોપ હોય છે અને દ્રવ્યમાં ભાવનો ઉપચાર હોય છે. આરોપ અને ઉપચારમાં જે ફરક છે તે સમજીને નિક્ષેપાની સમજણ મેળવવા પ્રયત્નશીલ બનવું જોઇએ.
આવી જ રીતે શ્રાવકોની પ્રતિમા(અભિગ્રહવિશેષ)ઓનું વહન કરીને જે શ્રાવક નજીકમાં જ દીક્ષા ગ્રહણ કરવાના છે તે પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. ભાવથી રહિત હોવાથી દ્રવ્ય છે. પરંતુ ભાવનું (ભાવભિક્ષુનું) કારણ બનવાનું હોવાથી તે પ્રધાન દ્રવ્ય છે. ભાવિનિ ભૂતવવુપચારઃ - આ ન્યાયથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ભિક્ષુત્વનો અહીં ઉપચાર કરાય છે. કારણ કે ભવિષ્યદવસ્થાનો ભૂતની જેમ વર્તમાનમાં ઉપચાર કરાય છે... ઇત્યાદિ સમજી શકાય છે. ।।૨૭-૩૧॥
પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે—
૧૨૨
केचिदुक्ता अनन्तेषु, भावभिक्षो र्गुणाः पुनः ।
भाव्यमाना अमी सम्यक्, परमानन्दसम्पदे ।।२७-३२॥
શિષ્ટાઃ શ્લોળા: વડુત્તાનાર્થી: ।।૨૭-૨૭-૨૮-૨૧-૩૦-૩૧-૩૨||
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવભિક્ષુના અનંતા ગુણો છે, જેનું વર્ણન જ શક્ય નથી. તેથી તેમાંના કેટલાક ગુણો આ બત્રીશીમાં વર્ણવ્યા છે. તે આ ગુણોનું સારી
ભિક્ષુ બત્રીશી