SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે પરિભાવન કરવાથી પરમાનંદ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધના કરતાં કરતાં ભાવભિક્ષુ ઘણાં ઘણાં કર્મની નિર્જરા કરે છે. આત્માના ગુણોના આવરણભૂત કર્મની આ રીતે નિર્જરા થવાથી તે તે ગુણોનો આવિર્ભાવ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા મોક્ષોપાયને અપ્રમત્તપણે આરાધનારા ભાવભિક્ષુઓને કર્મના ક્ષયોપશમાદિના કારણે અનેકાનેક ગુણો પ્રગટ થતા હોય છે. તેમાંના કેટલાક જ અહીં આ બત્રીશીમાં વર્ણવ્યા છે. આના પરિભાવનથી પરમાનંદ સંપત્તિ પ્રાપ્ત થાય છે. અહીં શ્લોકમાં ની ના સ્થાને ગીર પાઠ છે – એમ કેટલાક વિદ્વાનોનું કહેવું છે. એ મુજબ પણ અર્થ સમજી શકાય છે કે સારી રીતે ભિક્ષુના ગુણોની કરાતી પરિભાવનાથી પણ પરમાનંદ સંપદાની પ્રાપ્તિ થાય છે, તો પછી એ ગુણો આત્મસાત્ કરાય તો પૂછવું જ શું? ભિક્ષુના ગુણોની પરિભાવના, શ્રુત ચિંતા અને ભાવના જ્ઞાનથી કરાય તો તે સમ્યફપરિભાવના છે. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. અંતે આ પૂર્વે જણાવેલા ભાવભિક્ષુના ગુણોનું પરિભાવન કરવા દ્વારા એ ગુણોને આત્મસાત્ કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ર૭-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां भिक्षुद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ એક પરિશીલન ૧૨૩
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy