________________
પરિણામો અનુમાનથી ગમ્યમાન છે. એ પરિણામો જેના છે તે ધર્મો, પરિણામથી કથંચિદ્ ભિન્નાભિન્નરૂપે તે તે પરિણામોમાં સર્વત્ર અનુગત(સંબદ્ધ) છે; તેથી કોઇ દોષ નથી.
આ વિષયમાં પાતંજલયોગસૂત્રમાં (૩-૧૩, ૧૪, ૧૫) જણાવ્યું છે કે - “ચિત્તની પરિણતિનું કથન કરવાથી ભૂત(પૃથ્યાદિ) અને ઇન્દ્રિયોના ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામોનું નિરૂપણ કરાયું છે.” (૩-૧૩) આશય એ છે કે ધર્મી વિદ્યમાન હોવા છતાં પૂર્વ ધર્મના તિરોભાવપૂર્વક બીજા ધર્મનો જે પ્રાદુર્ભાવ, તેને ધર્મપરિણામ કહેવાય છે. વિદ્યમાન ધર્મોના અનાગતાદિ કાલનો ત્યાગ કરવા પૂર્વક વર્તમાનકાલતાદિનો લાભ થવા સ્વરૂપ લક્ષણપરિણામ છે અને વિવક્ષિત વર્તમાન ધર્મની પ્રબળતા અને તેનાથી અન્ય ધર્મની વર્તમાનમાં જે દુર્બળતા હોય છે તેને અવસ્થાપરિણામ કહેવાય છે. ચિત્તના વ્યુત્થાન અને નિરોધસ્વરૂપ ધર્મને આશ્રયીને ચિત્તના ધર્મપરિણામાદિ ત્રણનું નિરૂપણ કરવાથી પૃથ્યાદિ ભૂતો અને ઇન્દ્રિયોના પણ તે તે પરિણામોનું નિરૂપણ થયેલું છે જ. કારણ કે એ સમજવાનું સહેલું છે. વસ્તુમાત્રની ત્રિગુણાત્મકતાનું પરિભાવન કરવાથી એ સમજી શકાય છે.
,,
ધર્મપરિણામાદિ જે ધર્મીના છે તેનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે “શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મના અનુપાતીને(સંબંધીને) ધર્મી કહેવાય છે.” આશય એ છે કે વસ્તુમાત્રમાં ભૂત વર્તમાન અને ભવિષ્યદ્ ધર્મો હોય છે. મૃત્તિકાની વર્તમાન પિંડાવસ્થા વખતે ચૂર્ણાવસ્થા અતીત(ભૂત-શાંત)રૂપે હોય છે અને ઘટાવસ્થા અનાગત(અવ્યપદેશ્ય-ભવિષ્યદ્)સ્વરૂપે હોય છે, જ્યારે પિંડાવસ્થા ઉદિત છે. આ રીતે મૃત્તિકા સ્વ-સ્વરૂપે સર્વત્ર વિદ્યમાન હોવાથી તેને ધર્મી કહેવાય છે. (૩-૧૪) આ રીતે એક ધર્મીના અનેક ધર્મો (પરિણામ) હોય છે. તેનું કારણ જણાવતાં વર્ણવાયું છે કે, “પરિણામોના ભેદમાં ક્રમનો ભેદ કારણ છે.” (૩-૧૫) આશય સ્પષ્ટ છે કે પ્રથમ માટીનો ચૂર્ણસ્વરૂપે પરિણામ થાય છે. ત્યાર પછી પિંડસ્વરૂપ પરિણામ થાય છે અને ત્યાર પછી ઘટસ્વરૂપે પરિણામ થાય છે. ઘટનો નાશ થાય એટલે અનુક્રમે ઠીકરા અને કણસ્વરૂપ પરિણામ વગેરે પરિણામ થાય છે. આ રીતે ક્રમવિશેષના કારણે તે તે પરિણામોમાં ભેદ જોવા મળે છે, જે સર્વજનસિદ્ધ છે. ઇત્યાદિ પાતંજલયોગસૂત્રના જાણકારો પાસેથી વ્યવસ્થિત રીતે સમજી લેવું જોઇએ. અહીં તો પ્રકૃતોપયોગી અંશનું જ વર્ણન કર્યું છે, જે ગ્રંથના પરમાર્થને સમજાવવા માટે પૂરતું છે. ૨૪-૨૪૫
આ પ્રભાદૃષ્ટિને જે કા૨ણે સત્પ્રવૃત્તિપદાવહા કહેવાય છે, તે કારણનું વર્ણન કરાય છે—
૨૬
अस्यां व्यवस्थितो योगी, त्र्यं निष्पादयत्यदः । તતોય વિનિર્વિષ્ટા, સત્પ્રવૃત્તિષવાવા ||૨૪-૨૫||
સદ્દષ્ટિ બત્રીશી