________________
આ પાતંજલદર્શનમાં એક સ્વરૂપવાળા આલંબનના કારણે એકસરખા શાંત અને ઉદિત પ્રત્યયને એકાગ્રતા કહેવાય છે. અતીતાણ્ડપ્રવિષ્ટ પ્રત્યય શાંતપ્રત્યય છે અને વર્તમાનમાર્ગપ્રવિષ્ટ (સ્ફરિત) પ્રત્યય ઉદિતપ્રત્યય છે. અર્થાત્ ઉપર જણાવ્યા મુજબ વિક્ષિપ્તતાધર્મનો ક્ષય થવાથી શાંતપ્રત્યય અને ઉદિતપ્રત્યય : બંન્ને એકસરખા થઈ જાય છે; તેને એકાગ્રતા કહેવાય છે, જે સમાધિયુક્ત ચિત્તનો ધર્મ છે. એ પ્રમાણે યોગસૂત્ર(૩-૧૨)માં જણાવ્યું છે. એનો આશય એ છે કે વિક્ષિપ્તતાધર્મનો ક્ષય થવાથી; જે ભૂત-વર્તમાન (શાંત-ઉદિત) પ્રત્યયો એકસરખા થઈ જાય તેને ચિત્તની એકાગ્રતા કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમાધિસ્વરૂપ પરિણામ સ્થળે એ પૂર્વે સમાધિયુક્ત ચિત્તનો જે પ્રત્યય ઉદિત થઈ શાંત થયો હતો તેના જેવો જ એવો પ્રત્યય પાછળથી ઉત્પન્ન થાય છે, તેનાથી તે પ્રત્યય જુદો નથી. એ બંન્ને પ્રત્યયો વખતે ચિત્તસ્વરૂપ ધર્મી અનુગત હોય છે.. ઇત્યાદિ ભણાવનાર પાસેથી જાણી લેવું જોઈએ.
“આ રીતે શાંત અને ઉદિત પ્રત્યય સ્વરૂપ એકાગ્રતા માનવાથી ચિત્તમાં અન્વય(સંબંધ, ઉદિત પ્રત્યયનો સદ્ભાવ) અને વ્યતિરેક(અભાવ-સંબંધાભાવ, શાંત પ્રત્યય) - આ વિરુદ્ધ ધર્મોનો એક ચિત્તમાં સમાવેશ સંભવિત નથી.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે લોકમાં પણ ધર્મસ્વરૂપ અવસ્થાઓના પરિણામો દૃષ્ટિગોચર થાય છે. કહેવાનો આશય એ છે કે - માટી(કૃત્તિકા)સ્વરૂપ ધર્મી, પોતાના પિંડસ્વરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટસ્વરૂપ ધર્માતરનો(બીજા ધર્મનો) સ્વીકાર કરે છે. આ રીતે એક જ ધર્મીમાં ધર્મપરિણામ જોવા મળે છે. લક્ષણપરિણામ એ છે કે જેમ તે જ ઘટ, અનાગતાધ્વનો (ભવિષ્યદવસ્થાનો) પરિત્યાગ કરીને વર્તમાનાધ્વનો (વર્તમાનાવસ્થાનો) સ્વીકાર કરે છે અથવા વર્તમાનાધ્વનો પરિત્યાગ કરીને અતીતાધ્વનો સ્વીકાર કરે છે અને અવસ્થાપરિણામ, તે ઘટનો જ પ્રથમ અને દ્વિતીય ક્ષણનો જે પરિણામ છે (જે પ્રાચીન અને અર્વાચીન અવસ્થા સ્વરૂપ છે) તે બંન્ને સમાન ક્ષણમાંના સંબંધ સ્વરૂપ છે.
ચંચળ એવી સત્ત્વ, રજસ્ અને તમ સ્વરૂપ ગુણોની વૃત્તિઓનું ગુણપરિણમન (ધર્મસ્વરૂપે પરિણમન), શાંત અને ઉદિત એવા શક્તિસ્વરૂપે બધે રહેલા ધર્મ હોતે છતે સર્વાત્મકત્વની જેમજેનો વ્યપદેશ થતો નથી એવા તે ધર્મો ધર્મીથી કથંચિ ભિન્ન હોવાથી તેનાથી સંબદ્ધ ધર્મીની જેમ દેખાય છે. આશય એ છે કે સર્વત્ર ધર્મો શક્તિસ્વરૂપે તે તે ધર્મીમાં રહેલા છે. વસ્તુનું સ્વરૂપ એ રીતે સર્વાત્મક છે. પરંતુ તેનો વ્યપદેશ-વ્યવહાર થતો ન હોવાથી તે ધર્મોને અવ્યપદેશ(અવ્યપદેશ્ય) કહેવાય છે. તે તે ધર્મો જયારે પણ પરિણામ પામે છે ત્યારે ધર્મીનો સંબંધ હોય છે. કથંચિ ભિન્ન ધર્મો હોય ત્યારે તેનું વિપરિણમન ધર્મી જેવું દેખાય છે. દા.ત. માટીનો પિંડ અને ઘટાદિમાં માટી, પ્રત્યેક ક્ષણે અન્ય અન્ય સ્વરૂપે રહેલી હોવાથી તે સ્વરૂપ જ ધર્મોના વિપરિણામોમાં ભેદ છે.
એ પરિણામોમાં કેટલાક પરિણામો પ્રત્યક્ષપ્રમાણથી જ જણાય છે. દા.ત. સુખ, દુઃખ વગેરે પરિણામો અને સંસ્થાન વગેરે પરિણામો. કેટલાંક કર્મ સંસ્કાર અને શક્તિ સ્વરૂપ
એક પરિશીલન
૨૫