________________
इत्यनयोर्भेदः । इहाधिकृतदर्शने तुल्यावेकरूपालम्बनत्वेन सदृशौ । शान्तोदितौ अतीताध्वप्रविष्टवर्तमानाध्वस्फुरितलक्षणौ च प्रत्ययौ एकाग्रता उच्यते समाहितचित्तान्वयिनी । तदुक्तं-“शान्तोदितौ हि तु(तौ तु)ल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः” [३-१२] । न चैवमन्वयव्यतिरेकवस्त्वसम्भवः, यतोऽन्यत्रापि धर्मलक्षणावस्थापरिणामा दृश्यन्ते, तत्र धर्मिणः पूर्वधर्मनिवृत्तावुत्तरधर्मापत्तिधर्मपरिणामः । यथा मृल्लक्षणस्य धर्मिणः पिण्डरूपधर्मपरित्यागेन घटरूप धर्मान्तरस्वीकारः । लक्षणपरिणामश्च यथा तस्यैव घटस्यानागताध्वपरित्यागेन वर्तमानाध्वस्वीकारः, तत्परित्यागेन वाऽतीताध्वपरिग्रहः । अवस्थापरिणामश्च यथा तस्य घटस्य प्रथमद्वितीययोः क्षणयोः सदृशयोरन्वयित्वेन चलगुणवृत्तीनां गुणपरिणामनं धर्मीव शान्तोदितेषु शक्तिरूपेण स्थितेषु सर्वत्र सर्वात्मकत्वव्यपदेशेषु धर्मेषु कथचिदिन्नेष्वन्वयी दृश्यते । यथा पिण्डघटादिषु मृदेव प्रतिक्षणमन्यान्यत्वाद्विपरिणामान्यत्वं । तत्र केचित्परिणामाः प्रत्यक्षेणैवोपलक्ष्यन्ते यथा सुखादयः संस्थानादयो वा । केचिच्चानुमानगम्या यथा कर्मसंस्कारशक्तिप्रभृतयः । धर्मिणश्च भिन्नाभिन्नरूपतया सर्वत्रानुगम इति न काचिदनुपपत्तिः । तदिदमुक्तम्-“एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः રૂિ-રૂ] શાન્તોહિતાવ્યપદ્દેશ્યધર્માનુપાતી ઘર્મી [૩-૧૪] “માન્યત્વે રિમાન્યત્વે રિતિ [૩-૧૧]" ર૪-૨૪ll.
સર્વાર્થતા અને એકાગ્રતાનો અનુક્રમે ક્ષય અને ઉદય સ્વરૂપ સમાધિ-પરિણામ છે. આ દર્શનમાં એકસરખા શાંત અને ઉદિત જે પ્રત્યયો છે તેને એકાગ્રતા કહેવાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે ચિત્ત ચંચળ હોવાથી અનેક પ્રકારના અર્થનું ગ્રહણ કરવા સ્વરૂપ તેની સર્વાર્થતા છે, જે ચિત્તનો વિક્ષેપ સ્વરૂપ ધર્મ છે અને કોઈ એક જ આલંબનમાં નિશ્ચલ વૃત્તિપ્રવાહે સ્થિરતા પ્રાપ્ત કરવાથી આલંબનમાં સમાન પરિણામ સ્વરૂપ એકાગ્રતા ચિત્તધર્મ છે. આમાંના સર્વાર્થતાધર્મનો અત્યંત અભિભવ(તિરોધાન), સર્વાર્થતાના ક્ષય સ્વરૂપ છે અને એકાગ્રતાની અભિવ્યક્તિ સ્વરૂપ એકાગ્રતાનો ઉદય છે. આવા ક્ષય અને ઉદયને સમાધિ કહેવાય છે, જેને ઉદ્રિક્ત સત્ત્વથી યુક્ત ચિત્તના સંબંધી રૂપે અવસ્થિત સમાધિ-પરિણામ કહેવાય છે. આ વાતને જણાવતાં પાતંજલ યોગસૂત્રમાં જણાવ્યું છે “સર્વાર્થર્તિપ્રતિયોઃ ક્ષયોથી વિત્તી સમથિરિણામઃ” રૂ-૧૧ એનો અર્થ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે ચિત્તની સર્વાર્થતા (વિક્ષિપ્તતા) અને એકાગ્રતાનો અનુક્રમે નાશ અને પ્રાદુર્ભાવ થવો એ સમાધિપરિણામ કહેવાય છે.
પૂર્વે વર્ણવેલા નિરોધ-પરિણામમાં અને અહીંના સમાધિ-પરિણામમાં એ વિશેષતા છે કે નિરોધ-પરિણામમાં વિક્ષેપનો અભિભવ માત્ર હોય છે અને અહીં સમાધિપરિણામમાં તેનો વિક્ષેપનો) ક્ષય હોય છે. અર્થાત પૂર્વે નિરોધ-પરિણામ સ્થળે વિક્ષેપનો માત્ર અભિભવ હતો (તિરોધાન હતું), અહીં સમાધિ-પરિણામમાં વિક્ષેપનો અત્યંત ક્ષય થવાથી તેની ઉત્પત્તિ જ થતી નથી, જેથી તેનો અતીતમાર્ગમાં પ્રવેશ થાય છે અર્થાત્ તેનો ક્ષય થાય છે.
સદ્દષ્ટિ બત્રીશી