________________
તો અન્યાભિમત ઇશ્વરને જ હજુ યોગની પ્રાપ્તિ થઇ નથી. એમનું સ્વરૂપ જે રીતે વર્ણવાયું છે તે જોતાં તો શસ્ત્રાદિનો સંપર્ક અને કામિનીનો સંગ... ઇત્યાદિના કારણે સ્વયં વિટંબણા પામેલા છે. એનાથી મુક્ત થવા માટે તેમને પોતાને જ યોગની પરમાવશ્યકતા છે. યોગથી જેને અનુગ્રાહ્ય થવાનું છે તે યોગના અનુગ્રાહક કઇ રીતે થાય - એ સમજી શકાય એવું છે.
આથી સ્પષ્ટ છે કે અન્યદર્શનમાં તાત્ત્વિક યોગ નથી. માત્ર યોગનો આભાસ છે. દરિદ્રના મનોરથોની જેમ અન્યદર્શનકારો યોગના પરમાર્થથી ઘણા દૂર-સુદૂર છે... ઇત્યાદિ સ્વયં સમજી લેવું જોઇએ. અથવા સુયોગ્ય અધ્યાપકો પાસેથી એ સમજી લેવાની આવશ્યકતા છે. અન્યથા મિથ્યાત્વની પ્રાપ્તિ થવામાં વિલંબ નહીં થાય. ||૨૬-૩૦
યોગના અપૂર્વ સામર્થ્યને જણાવાય છે—
भरतो भरतक्षोणीं, भुञ्जानोऽपि महामतिः ।
तत्कालं योगमाहात्म्याद्, बुभुजे केवलश्रियम् ॥२६-३१॥
‘છ ખંડ ભરતની સમગ્રભૂમિને ભોગવવા છતાં મહામતિ એવા ચક્રવર્તી ભરતમહારાજાએ તે કાલે યોગના પ્રભાવથી કેવલજ્ઞાનસ્વરૂપ લક્ષ્મીને અનુભવી.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તીપણાનાં સુખોનો ઉપભોગ કરોડો વર્ષો સુધી કરવા છતાં, યોગના પ્રભાવથી; તત્કાળ કેવળજ્ઞાનસ્વરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરી હતી. મહારંભ અને મહાપરિગ્રહના સુદીર્ઘકાળમાં જે કર્મબંધ થયો હોય એવાં પણ કર્મોનો ક્ષય, યોગની પ્રાપ્તિ થતાંની સાથે થયો. અચિંત્ય છે, યોગનું સામર્થ્ય ! ભરતમહારાજાનો વૃત્તાંત સુપ્રસિદ્ધ છે. યોગશાસ્ત્ર... વગેરે ગ્રંથથી એ જાણી લેવો જોઇએ. ૨૬-૩૧॥
શ્રી ભરતમહારાજાએ પૂર્વભવમાં સુંદર કોટિની સંયમની સાધના કરી હતી. તેના યોગે બંધાયેલા પુણ્યના ઉદયથી પ્રાપ્ત ચક્રવત્તિપણાના ભોગોની પ્રવૃત્તિમાં પણ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. આ રીતે પૂર્વે જેમને ધર્મની પ્રાપ્તિ થઇ છે, તેમને વિશે યોગનું માહાત્મ્ય વર્ણવીને હવે પૂર્વે જેમને ધર્મની પ્રાપ્તિ થઇ ન હતી, તેમને વિશે યોગનું માહાત્મ્ય વર્ણવાય છે—
पूर्वमप्राप्तधर्मापि, परमानन्दनन्दिता ।
યોપ્રભાવતઃ પ્રાપ, મવેવા પર પણ્ ॥૨૬-૩૨॥
“પૂર્વે જેમને ધર્મની પ્રાપ્તિ થઇ નથી એવાં મરુદેવા માતા, યોગના પ્રભાવથી ૫૨માનંદમાં આનંદિત થયેલા પરં-પદને પામ્યાં.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે તથાભવ્યત્વાદિના કારણે આ સંસારમાં મરુદેવામાતા છેલ્લા ભવની પૂર્વે ધર્મની જેમ
એક પરિશીલન
૯૭