________________
भावनादिति-भावनादभ्यासात् । प्रतिपक्षस्य स्वविरोधपरिणामलक्षणस्य । शिथिलीकृता कार्यसम्पादनं प्रति शक्तिर्येषां ते तथा । तनवो वासनावरोधतया चेतस्यवस्थिताः, न तु बालस्येवानवरुद्धवासनात्मना । अतिबलापेक्षाः स्वकार्यारम्भे प्रभूतसामग्रीसापेक्षाः, न तूद्बोधकमात्रापेक्षाः । योगाभ्यासवतो यथा रागादयः क्लेशाः ।।२५-१५॥
વિરુદ્ધ પરિણામના અભ્યાસથી જેની કાર્ય કરવાની શક્તિ શિથિલ કરાઈ છે એવા, યોગાભ્યાસવાળા યોગીના જેવા ક્લેશોને તનુ કહેવાય છે, જેને પોતાનું કાર્ય કરવામાં ઘણા બળની અપેક્ષા હોય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જેમને યોગનો અભ્યાસ છે એવા યોગીના રાગાદિની જેમ જે ક્લેશો પોતાનું કાર્ય કરવા માટે શિથિલ શક્તિવાળા છે તે ક્લેશોને “તનુ' ક્લેશો કહેવાય છે.
ક્લેશોની તનતા, સ્વવિરોધી(ક્લેશવિરોધી સમાધિ) પરિણામના અભ્યાસથી ક્લેશોની પોતાની કાર્ય કરવાની શક્તિ શિથિલ થવાથી થાય છે. આ ક્લેશો, પોતાના કાર્ય કરવાના સંસ્કારનો અવરોધ થવાથી ચિત્તમાં, કાર્ય કર્યા વિના રહેતા હોય છે. આમ તો બાળકની જેમ સુપ્ત ક્લેશો પણ પોતાનું કાર્ય કર્યા વિના ચિત્તમાં રહેતા હોય છે. પરંતુ ત્યાં સુપ્ત ક્લેશોને પ્રબોધક કોઈ બળ પ્રાપ્ત થતું ન હોવાથી તે કાર્ય કરતા નથી, તેમના સંસ્કાર અવરુદ્ધ હોતા નથી. તનુ ક્લેશોને તો પ્રબોધક બળ પ્રાપ્ત થયેલું હોવાથી અર્થાત તે તનુ ક્લેશો પ્રબુદ્ધ જ હોવાથી એ બંન્નેમાં ફરક છે.
આ તનુભૂત ક્લેશોને પોતાનું કાર્ય કરવા માટે ઘણા બળની અપેક્ષા છે. માત્ર પ્રબોધક બળથી કામ સરતું નથી. શક્તિ શિથિલ થઈ હોવાથી પોતાનું કાર્ય કરવા માટે અધિક બળની અપેક્ષા રહે - એ સમજી શકાય છે. યોગના અભ્યાસીના રાગાદિ ક્લેશો જેમ કાર્યરત નથી તેમ આ તનુશો પણ પોતાના કાર્યની પ્રત્યે શિથિલ છે. ર૫-૧પી. વિચ્છિન્ન ક્લેશોનું નિરૂપણ કરાય છે
अन्येनोच्चैर्बलवताभिभूतस्वीयशक्तयः ।
तिष्ठन्तो हन्त विच्छिन्ना, रागो द्वेषोदये यथा ॥२५-१६॥ अन्येनेति-अन्येन स्वातिरिक्तेन । उच्चैर्बलवता अतिशयितबलेन क्लेशेन । अभिभूतस्वीयशक्तयस्तिष्ठन्तो हन्त विच्छिन्नाः क्लेशा उच्यन्ते । यथा रागो द्वेषोदये । न हि रागद्वेषयोः परस्परविरुद्धयोर्युઅપમવોડતીતિ રિલ-૧દ્દા
બીજા અત્યંત બળવાન એવા ક્લેશના કારણે જે ક્લેશોની શક્તિ અભિભૂત થઈ છે એવા, ચિત્તમાં રહેલા ક્લેશોને વિચ્છિન્ન કહેવાય છે. જેમ રાગના ઉદયમાં દ્વેષ વિચ્છિન્ન કહેવાય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. રાગાદિથી અન્ય દ્વેષાદિસ્વરૂપ અત્યંત બળવાન(ઉત્કટ) ક્લેશ હોય તો રાગાદિ ક્લેશની શક્તિ અભિભૂત
ક્લેશતાનોપાય બત્રીશી
४८