________________
થાય છે. અર્થાતુ એ વખતે રાગાદિ પોતાનું કાર્ય કરવા માટે સમર્થ થતા નથી. કારણ કે રાગના ઉદયે દ્વેષનો ઉદય થતો નથી અને દ્વેષના ઉદયે રાગનો ઉદય થતો નથી. પરસ્પર વિરુદ્ધ એવા રાગદ્વેષનો ઉદય એક સાથે થતો નથી. આ રીતે બીજા પણ સંક્લેશના વિષયમાં થતું હોય છે. આ ક્લેશો પ્રસુત નથી તેમ જ તનુ પણ નથી. પ્રબુદ્ધ અને પ્રબળ હોવા છતાં સ્વવિરોધી ક્લેશની અત્યંત પ્રબળતાને કારણે પોતાનું સામર્થ્ય અભિભૂત થાય છે - આ રીતે ત્રણેય ક્લેશોમાં જે ભેદ છે - તે સમજી શકાય છે. ૨૫-૧૬ll ઉદારક્લેશનું સ્વરૂપ વર્ણવાય છે
सर्वेषां सन्निधिं प्राप्ता, उदाराः सहकारिणाम् ।
निवर्तयन्तः स्वं कार्य, यथा व्युत्थानवर्तिनः ॥२५-१७॥ सर्वेषामिति-सर्वेषां सहकारिणां सन्निधिं सन्निकर्ष प्राप्ताः स्वं कार्य निर्वर्तयन्त उदारा उच्यन्ते । यथा व्युत्थानवर्तिनो योगप्रतिपन्थिदशावस्थिताः ।।२५-१७।।
“શ્લોકાર્થ સ્પષ્ટ છે કે સકલ સહકારી કારણોના સાન્નિધ્યને પામેલા અને વ્યુત્થાનવર્સી દોષોની જેમ પોતાના કાર્યને કરનારા એવા ક્લેશોને “ઉદાર' કહેવાય છે.” - આ પ્રમાણે સત્તરમાં
શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યુત્થાન નામનો દોષ હોય ત્યારે જેમ દોષો પોતાની પ્રવૃત્તિ કરવાની શરૂઆત કરી દે છે, તેમ જે લેશોને પોતાનું કાર્ય કરવા માટે સકલ સહકારીકારણોનો યોગ પ્રાપ્ત થવાથી તે પોતાનું કાર્ય કરી લે છે તેવા ક્લેશોને ઉદાર કહેવાય છે. આમ પણ “ઉદાર' શબ્દથી જ ક્લેશોની ઉત્કટ અવસ્થા જણાય છે. જે સ્વકાર્ય પૂર્ણપણે કરે છે તેને ઉદાર-પ્રશસ્ય કહેવાય છે. ક્લેશોની પ્રસુતાદિ ચારે ય અવસ્થા હેય કોટિની છે. પાંચમી દગ્ધાવસ્થા (ક્ષયાવસ્થા) ઉપાદેય છે.. ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૫-૧૭ પાંચ ક્લેશોનું વર્ણન કરાય છે–
अविद्या चास्मिता चैव, रागद्वेषौ तथापरौ ।
पञ्चमोऽभिनिवेशश्च, क्लेशा एते प्रकीर्तिताः ॥२५-१८॥ अविद्या चेति-क्लेशानां विभागोऽयं । तदुक्तम्-“अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः क्लेशा इति" રિ-૩] ર૧-૦૮.
અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને પાંચમો અભિનિવેશ: આ પાંચ ક્લેશ જણાવાયા છે.” - આ પ્રમાણે આ અઢારમા શ્લોકથી ક્લેશોનો વિભાગ(નામમાત્રથી વર્ણન) કરાયો છે. પાતંજલયોગસૂત્રમાં(૨-૩માં) એ પ્રમાણે જણાવ્યું છે. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ - આ પાંચ ક્લેશ છે, જેનું સ્વરૂપ આગળ વર્ણવાશે. ૨૫-૧૮
એક પરિશીલન
૪૯