________________
યદ્યપિ રાગાદિજનક કર્મ ઘાતિ છે અને શરીરસંસ્થાપક કર્મ અઘાતિ છે, તેથી બંન્નેમાં વિશેષતા છે. પરંતુ એવી વિશેષતા માનવામાં આવે તો અઘાતિ ભવોપગ્રાદિ કર્મોની નિવૃત્તિ ક્રમે કરી તેના વિપાકના અનુભવથી જ થાય છે. તેથી અશાતા વેદનીય કર્મ પણ તેના વિપાકરૂપે ભૂખ તરસ વગેરેનો અનુભવ કરાવીને જ સર્વથા ક્ષય પામશે. તેથી ઘાતિ અને અઘાતિકૃત વિશેષતાનું વર્ણન અર્થહીન છે, પ્રકૃતોપયોગી નથી.
શ્રી કેવલીપરમાત્મા જો કવલાહાર કરે તો કોઈ વાર જઠરાગ્નિની મંદતાના કારણે રોગ વગેરે ઉત્પન્ન થાય અને તે લાંબા કાળ દૂર થાય. તેથી કેવલી પરમાત્મા ભોજન કરતા નથી.” - આવી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે – વોવન”.. ઇત્યાદિ શ્લોકના ઉત્તરાર્ધથી. અંતે આશય એ છે કે આહારની આસક્તિ વગેરે દોષોથી રહિત એવા કેવલીપરમાત્માઓમાં જઠરાગ્નિની મંદતાદિ દોષોના કારણે રોગાદિનો સંભવ નથી. તેમ જ તેના લાંબા કાળે વિચ્છેદ થવા સ્વરૂપ તનુત્વનો પણ સંભવ નથી. “કેવલપરમાત્માનો જઠરાગ્નિ નિયત સમયે નાશ પામશે. તેના વિલય માટે કવલાહારની આવશ્યકતા નથી. આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે જઠરાગ્નિનો નિયત કાળે થનારો વિચ્છેદ, નિયતકાળમાં કરાતાં ભોજનાદિની અપેક્ષાવાળો છે. નિયતકાલીન ભોજનાદિથી જ નિયતકાળે જઠરાગ્નિનો વિલય થાય છે. અન્યથા કાળમાત્રને કાર્યની પ્રત્યે કારણ માનવાથી કાતર તે તે કારણોને કારણ નહીં મનાય. દરેક કાર્ય તે તે નિયત સમયે થઈ જશે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૩૦-૨પા તેરમા અને ચૌદમા હેતુનું નિરાકરણ કરાય છે
परोपकारहानिश्च, नियतावसरस्य न ।
પુરીષાવિનુગુણા , નિર્મોહી ન વિદ્યતે IIQ૦-રદ્દો परोपकारेति-परोपकारस्य हानिश्च नियतावसरस्य भगवतो न भवति, तृतीययाममुहूर्तमात्र एव भगवतो भुक्तेः, शेषमशेषकालमुपकारावसरात् । पुरीषादिजुगुप्सा च निर्मोहस्य क्षीणजुगुप्सामोहनीयकर्मणो ન વિદ્યતે માવત: રૂ૦-૨દ્દા
“પરોપકાર માટે ચોક્કસ અવસર જેઓશ્રી પાસે છે તે શ્રી કેવલીપરમાત્માને પરોપકારની હાનિ થતી નથી. તેમ જ નિર્મોહી એવા પરમાત્માને મૂત્ર-પુરીષાદિની જુગુપ્સા હોતી નથી.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્મા દિવસના ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્ર બે ઘડી જો વાપરતા હોવાથી બાકીનો બધો જ કાળ તેઓશ્રીને પરોપકાર કરવા માટે મળતો હોવાથી પરોપકારની હાનિનો પ્રસંગ આવતો નથી. તેમ જ જુગુપ્સામોહનીયકર્મ સર્વથા ક્ષીણ થયેલું હોવાથી નિર્મોહ શ્રી કેવલીપરમાત્માને મળ-મૂત્રાદિની જુગુપ્સા થતી નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૩૦-૨૬ll ૨૧૪
કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી