________________
ચૌદમા હેતુનું સ્પષ્ટતાપૂર્વક નિરૂપણ કરાય છે–
ततोऽन्येषां जुगुप्सा चेत्, सुरासुरनृपर्षदि ।
नाग्न्येऽपि न कथं तस्याऽतिशयश्चोभयोः समः ॥३०-२७॥ तत इति-ततः पुरीषादेरन्येषां लोकानां जुगुप्सा चेत् सुरासुरनृपर्षदि । उपविष्टस्येति शेषः । नाग्न्येऽपि तेषां कथं न जुगुप्सा ? अतिशयश्चोभयोः पक्षयोः समः । ततो भगवतो नाग्न्यादर्शनवत् पुरीषाद्यदर्शनस्याप्युपपत्तेः । सामान्यकेवलिभिस्तु विविक्तदेशे तत्करणान्न दोष इति वदन्ति ॥३०-२७।।
“મળ-મૂત્રથી બીજાને જુગુપ્સા થાય તો દેવતાઓ અસુરો અને મનુષ્યોની પર્ષદામાં શ્રી તીર્થંકરપરમાત્માની નગ્નતાને લઈને બીજાને જુગુપ્સા કેમ ન થાય? ભગવાનનો અતિશય બંન્નેમાં સમાન જ છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે શ્રી કેવલી પરમાત્મા કવલાહાર કરે તો સ્પંડિલ-માત્રે જવું પડે અને તેથી બીજાને જુગુપ્સાનું કારણ બને. તેથી જ તેઓશ્રી કવલાહાર કરતા નથી... આ પ્રમાણેની દિગંબરોની માન્યતા બરાબર નથી. કારણ કે શ્રી કેવલી પરમાત્મા આહાર કરે કે ના કરે પરંતુ બીજાને બીજી રીતે જુગુપ્સાનો પ્રસંગ આવવાનો જ છે. દેવતાઓ અસુરો અને મનુષ્યોની પર્ષદામાં શ્રી તીર્થંકર પરમાત્મા વસ્ત્રરહિતપણે બિરાજમાન હોવાથી તે અવસ્થાને જોઇને બીજા લોકોને જુગુપ્સા થવાની છે.
ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માનો એ અતિશય છે કે તેઓશ્રીને જોનારામાંથી કોઇને પણ તેઓશ્રીની તે અવસ્થા દેખાતી નથી.” - આ પ્રમાણે કહીને ઉપર જણાવ્યા પ્રમાણેના જુગુપ્સાના પ્રસંગનું નિવારણ કરવામાં આવે તો એ અતિશય તો મળ-મૂત્રાદિના વિષયમાં પણ કહી શકાય છે. ભગવાનનો એ અતિશય છે કે ભગવાનના આહારનીહારાદિ કોઈને પણ દેખાતા નથી. આ રીતે અતિશયની વાત ઉભયપક્ષે સમાન જ છે.
યદ્યપિ શ્રી તીર્થંકરપરમાત્માને અતિશય હોવાથી વસ્ત્રહીન અવસ્થામાં અને મૂત્રપુરીષાદિની અવસ્થામાં જુગુપ્સાના નિમિત્તત્વનું નિવારણ શક્ય હોવા છતાં સામાન્ય કેવલપરમાત્માને અતિશય ન હોવાથી તેઓશ્રી તો જુગુપ્સાના નિમિત્ત ન બનાય: એ માટે વાપરતા નથી – એમ કહી શકાય છે. પરંતુ તે યુક્ત નથી. શ્રી કેવલી પરમાત્મા નિર્જન અને નિર્જીવ શુદ્ધ ભૂમિમાં નીહારાદિ કરી લે છે. તેથી બીજાને જુગુપ્સાનું કારણ બનતા નથી. સામાન્ય સાધુમહાત્માઓ પણ બીજાને જુગુપ્સાદિજનક કોઈ કામ કરતા નથી તો કેવલપરમાત્માઓ તો એવાં જુગુપ્સાજનક કામ કઈ રીતે કરે ?... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૩૦-૨૭ી છેલ્લા પંદરમા હેતુનું નિરાકરણ કરાય છે
स्वतो हितमिताहाराद्, व्याध्युत्पत्तिश्च कापि न ।
તતો મજાવતો મુeી, પરથાનો નૈવ વાયવન્ રૂ૦-૨૮ એક પરિશીલન