________________
એવા કેવલીમાં દોષથી ઉત્પન્ન થયેલ (રાગાદિ) અને તનુત્વ પણ સંગત નથી.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યર્થ છે. એના આશયનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ ટીકામાં ફરમાવ્યું છે કે – “ભોજનાદિપ્રયોજક કર્મ, શ્રી કેવલીપરમાત્માને અલ્પ હોય છે. - એમ માનવાનું ઉચિત નથી. કારણ કે ભજ્યાદિના સંપાદક અદષ્ટની તનતા (અલ્પતા), વિરોધી પરિણામથી નિવર્ચ નથી. વીતરાગત્વ કે વીતàષત્વાદિની ભાવના વડે જેમ રાગાદિની અલ્પતા વગેરે થાય છે, તેમ આત્માના અણાહારી સ્વભાવાદિની ભાવના વડે ભોજનાદિસંપાદક કર્મની અલ્પતા થતી નથી.
- આત્માનો સ્વભાવ અણાહારી છે, ખાવું એ સ્વભાવ નથી, પણ વિભાવ છે... ઇત્યાદિ રૂપે ભોજન ન કરવાની ભાવનાની તરતમતાથી સુધાની તરતમતા જોવા મળે છે. તેથી ભોજનસંપાદક કર્મ, તાદશ વિરોધી અભોજન - પરિણામથી અલ્પ થાય છે - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તાદશ અભોજનાદિસંબંધી પરિણામથી ભોજનસંબંધી રાગ નાશ પામે છે, ભોજનાદિની પ્રવૃત્તિ નાશ પામતી નથી. અશરીરીપણાની ભાવનાથી જેમ શરીર ઉપરનો રાગ નાશ પામે છે, તેમ ભોજનાદિના અભાવની ભાવનાથી પણ ભોજનાદિનો રાગ નાશ પામે છે પરંતુ ભોજનાદિની પ્રવૃત્તિ નાશ પામતી નથી. અન્યથા અભોજનભાવનાના અત્યંત ઉત્કર્ષથી ભોજનાદિની નિવૃત્તિ થતી હોય તો અશરીરભાવનાના અત્યંત ઉત્કર્ષથી શરીરની નિવૃત્તિનો પણ પ્રસંગ આવશે, જે આયુષ્માન દિગંબરને મોટા સંકટરૂપ છે.
“ભોજનાદિસંપાદક અદષ્ટની તનતા થાય છે : એ કહેવાનો આશય એ છે કે ભોજનાદિસંબંધી વિપરીત પરિણામથી (અભોજનભાવનાથી) ભોજનાદિનો મોહ (રાગ) ઘટે છે. તેથી મોહરૂપ ઘણી સામગ્રીના અભાવમાં ભોજનાદિસંપાદક કર્મ, પોતાના કાર્યને કરવા માટે સમર્થ બનતું નથી. આ સ્વકાર્યના અક્ષમત્વ સ્વરૂપ જ ભોજનાદિ - પ્રયોજક કર્મનું તનુત્વ છે. શરીરની સ્થિતિને લાંબા કાળ સુધી ટકાવી રાખનાર કર્મ પણ, અશરીરભાવનાના ઉત્કર્ષથી રાગાદિના કારણે થનારી શરીરની સાર-સંભાળ લેવા સ્વરૂપ ક્રિયાઓને રોકવાથી નબળું પડે જ છે. શરીર તો આ પૂર્વે જ ઉત્પન્ન થયેલું હોવાથી અશરીરમાવના શરીરનો બાધ (ઉચ્છેદ) કરવા સમર્થ બનતી નથી. તેથી અમને-દિગંબરોને કોઇ દોષ નથી...' - આ પ્રમાણેનું દિગંબરોનું કથન ઉચિત નથી.
કારણ કે અભોજનાદિ ભાવનાથી, ભોજનાદિ જો દૂર થઈ શકતા હોય તો, જેમ રાગાદિવિરોધી વીતરાગાદિભાવનાથી રાગાદિસંપાદક એવાં કર્મોનો મૂળથી નાશ થાય છે, તેમ અશરીરભાવનાની પ્રકર્ષતાથી, યોગની(સમતાવૃત્તિસંક્ષય સ્વરૂપ) પ્રકૃષ્ટ અવસ્થાને ધારણ કરનારા શ્રી કેવલીપરમાત્મામાં શરીરસંસ્થાપક કર્મનો સર્વથા નાશ થવાનો પ્રસંગ આવવાનો જ છે. કારણ કે બંન્નેમાં (રાગાદિ-જનક કર્મ અને શરીરની દીર્ઘકાળ સુધી સ્થિતિને ટકાવનાર કર્મ : એ બંન્નેમાં) કોઈ વિશેષતા નથી.
એક પરિશીલન
૨૧૩