________________
ગāસપ્રતિયોગીમાં રહેલી અધિકરણતા-નિરૂપિત વૃત્તિતાનો અભાવ (તાદશાવૃત્તિત્વ) છે. ઉપર જણાવેલા અનુમાનમાં “દુઃખત્વ' પક્ષ છે. શબ્દાદિવૃત્તિત્વને લઈને અર્થાતરદોષ ન આવે - એ માટે યાત્મવાનાચાર્વાંસતિયોનિવૃત્તિત્ત્વિ (વિયોવૃત્તિત્વ)ઃ આ વિશેષણનો નિવેશ પક્ષમાં છે. ત્યાં (પક્ષમાં) સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે અને દુઃખપ્રાગભાવનો અનાધાર જે મહાકાળ છે તેમાં વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખનિરૂપિતવૃત્તિત્વ(સાધ્ય) પણ છે.
આથી સમજી શકાશે કે અહીં દુઃખત્વસામાન્યમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત નથી. પરંતુ તાદશ આત્મકાલાન્યવૃત્તિāસપ્રતિયોગ્યવૃત્તિત્વવિશિષ્ટ દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત છે. દુઃખત્વનું તાદશ પ્રતિયોગ્યવૃત્તિત્વ વિશેષણ ન આપીએ તો, આત્મા અને કાળને છોડીને અન્ય આકાશાદિમાં વૃત્તિ શબ્દાદિધ્વંસના પ્રતિયોગી શબ્દાદિવૃત્તિત્વસ્વરૂપે દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ થવાથી અર્થાતરદોષનો પ્રસંગ આવે છે. અભિપ્રેતાર્થસ્વરૂપથી ભિન્ન સ્વરૂપે સાધ્ય-સિદ્ધિ થાય તો અર્થાતરદોષ આવે છે. આત્મકાલાન્યવૃત્તિ-ધ્વંસપ્રતિયોગ્યવૃત્તિત્વ: આ “દુઃખત્વપક્ષનું વિશેષણ વિવક્ષિત હોય તો તે સ્વરૂપે જ સાધ્યની સિદ્ધિ થવાથી ઉપર જણાવ્યા મુજબ “અર્થાતર' નહીં આવે.
યદ્યપિ દુઃખત્વમાં શબ્દાદિવૃત્તિત્વ બાધિત છે. (કારણ કે દુઃખત્વ દુઃખમાં રહે છે, શબ્દાદિમાં નહિ.) તેથી તે સ્વરૂપે દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ થતી ન હોવાથી અર્થાતરનો પ્રસંગ આવતો નથી, પરંતુ જ્યાં સુધી બાપનું સ્કુરણ ન થાય ત્યાં સુધી અર્થાતરદોષનો પ્રસંગ છે જ. ઉપર જણાવ્યા મુજબ વિશેષણનું ઉપાદાન કરવાથી ચોક્કસ જ બાપનું હુરણ થવાથી અર્થાતરદોષ નહીં આવે. તેથી સ્પષ્ટ છે કે નિયત બોધનું સ્કુરણ કરાવવા દ્વારા ઉપર જણાવેલું વિશેષણ સાર્થક છે... ઇત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું.
યવૃત્તિવત્વનું આ પ્રમાણે દુઃખત્વનું માત્ર અવૃત્તિત્વ વિશેષણ આપવામાં આવે તો દુઃખમાં દુખત્વ વૃત્તિ હોવાથી દુઃખત્વમાં અવૃત્તિત્વ અપ્રસિદ્ધ હોવાથી આશ્રયાસિદ્ધિદોષ આવશે. પક્ષતાવચ્છેદકના પક્ષના વિશેષણના) અભાવવાળો પક્ષ હોય ત્યારે આશ્રયાસિદ્ધિ દોષ આવે છે. ધ્વતિયોનિવૃત્તિમત્ત માત્ર દુઃખત્વનું વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ જ છે. દુઃખત્વનું વાતાવૃત્તિäસપ્રતિયોગિન્યવૃત્તિમત્ત વિશેષણ આપવામાં આવે તો પણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે કાલાન્ય આત્મામાં વૃત્તિ દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ જ છે. આવી જ રીતે દુઃખત્વનું યાત્મવૃત્તિધ્વત્તિયોનિવૃત્તિમત્ત વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિ સ્પષ્ટ છે. કારણ કે આત્માને છોડીને અન્ય કાલાદિમાં કાલિકસંબંધથી દુઃખધ્વસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ જ છે. તેથી દુઃખત્વનું ગાત્માનાચાäસપ્રતિયોનિચવૃત્તિમત્ત - આ સંપૂર્ણ વિશેષણ આપ્યું છે. જેથી ઉપર જણાવ્યા મુજબ આશ્રયાસિદ્ધિ નહીં આવે. કારણ કે આત્મા અને કાળને છોડીને બીજે ક્યાંય દુઃખધ્વંસ વૃત્તિ નથી. ૨૨૪
મુક્તિ બત્રીશી