________________
આ રીતે માનવાથી જ વાસ્તવિક રીતે પ્રત્યભિજ્ઞા તેમ જ ક્રિયા અને ફળનું સામાનાધિકરણ્ય વગેરે સંગત થાય છે. પૂર્વે જોયેલા પદાર્થનું વર્તમાનમાં સન્મુખવર્તી પદાર્થમાં જે અભેદરૂપે જ્ઞાન થાય છે તેને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. “તે આ દેવદત્ત છે જેને મેં કાશીમાં જોયો હતો..” ઈત્યાદિ સ્વરૂપવાળા જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. વસ્તુ જો એક ક્ષણમાં જ નષ્ટ થવાની હોય તો પ્રત્યભિજ્ઞાત્મક જ્ઞાન શક્ય નથી. એ પ્રત્યભિજ્ઞા વસ્તુની સ્થિરતાથી જ શક્ય છે. તેમ જ ધર્મક્રિયા કર્યા પછી તેનું અષ્ટાદિ ફળ ધર્મક્રિયાને કરનારાને જ પ્રાપ્ત થતું હોય છે. એક કાર્ય કરે અને તેનું ફળ બીજાને મળે – એવું બનતું નથી. તેથી ક્રિયા અને ફલ એક અધિકરણમાં જ હોય છે. ક્રિયા અને ફળની એકાધિકરણમાં જે સ્થિતિ છે, તેને તેનું સામાનાધિકરણ્ય કહેવાય છે. ક્રિયા કરનાર એક ક્ષણમાં જ નાશ પામે તો તેને ફળની પ્રાપ્તિ જ નહીં થાય. તેથી ક્રિયા અને ફળના ઐકાધિકરણ્યને ઉપપન્ન કરવા માટે વસ્તુને સ્થિર માનવી જોઇએ... ઇત્યાદિ સ્યાદ્વાદ કલ્પલતા' વગેરે ગ્રંથોમાં વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે.
જન્મનિર્યતÚI... (ર૯-૪) ઇત્યાદિ શ્લોકથી જે જણાવેલ કે આત્મદર્શનથી તૃષ્ણા થાય છે, તેનું નિરાકરણ આ શ્લોકના ઉત્તરાદ્ધથી કરાય છે. એનો આશય સ્પષ્ટ છે કે સ્નેહ(તૃષ્ણા) આત્મદર્શનના કારણે થતો નથી. પરંતુ મોહનીયકર્મના ઉદયથી થાય છે. તેથી સ્નેહ થવો એ અપરાધ આત્મદર્શનનો નથી, પણ મોહનીયકર્મનો છે. ll૨૫-૧ના
ननु यद्यप्यात्मदर्शनमात्रनिमित्तको न स्नेहः, क्षणिकस्याप्यात्मनः स्वसंवेदनप्रत्यक्षेण समवलोकनात्तदुद्रवप्रसङ्गात्, किं तु धुवात्मदर्शनतो नियत एव नेहोद्भवस्तद्गतागामिकालसुखदुःखावाप्तिपरिहारचिन्तावश्यकत्वादित्यत्राह
યદ્યપિ આત્મદર્શનમાત્રથી સ્નેહ થતો નથી. કારણ કે તેમ માનવામાં આવે તો ક્ષણિક આત્માનું પણ સ્વસંવેદનાત્મક પ્રત્યક્ષ તો થાય છે. તેથી આત્મદર્શનમાત્રને સ્નેહનું કારણ માનીએ તો ક્ષણિકાત્માને માનનારને પણ સ્નેહના ઉદ્દભવનો પ્રસંગ આવે છે. પરંતુ ધ્રુવ (સ્થિરનિત્ય) આત્મદર્શનથી ચોક્કસ જ સ્નેહ થાય છે. કારણ કે સ્થિર હોવાના કારણે ભવિષ્યકાળમાં તેને સુખ મળી રહે અને દુઃખ આવે નહિ.. ઇત્યાદિની ચિંતા અવશ્ય થાય છે. પણ બીજા ક્ષણે જ જેનો નાશ થવાનો છે તે ક્ષણિક આત્માને આશ્રયીને તેવી ચિંતા થતી નથી. તેથી માત્ર આત્મદર્શન સ્નેહનું કારણ નથી. પરંતુ ધ્રુવ એવા આત્માનું દર્શન સ્નેહનું કારણ છે. આ પ્રમાણે માનનારા બૌદ્ધોની શંકાનું સમાધાન કરાય છે–
ध्वेक्षणेऽपि न प्रेम, निवृत्तमनुपप्लवात् । ग्राहाकार इव ज्ञानेऽन्यथा तत्राऽपि तद्भवेत् ॥२५-११॥
એક પરિશીલન