________________
આધેયભાવ)સંબંધ છે. એ સંબંધને વિશે સંયમ કરવાથી યોગીને દિવ્ય શ્રોત્રની પ્રાપ્તિ થાય છે, જેથી એકી સાથે યોગીને સૂક્ષ્મ, વ્યવહિત(અવરુદ્ધ) અને વિપ્રકૃષ્ટ(દૂરવર્તી) શબ્દોનું પણ જ્ઞાન થાય છે. એવા શબ્દોને પણ ગ્રહણ કરવા માટે યોગીની શ્રોત્રેન્દ્રિય સમર્થ બને છે - આ પ્રમાણે યોગસૂત્ર(૩-૪૧)માં જણાવ્યું છે, જેનો અર્થ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. ૨૬-૧૩ સિદ્ભતરનું જ વર્ણન કરાય છે
लघुतूलसमापत्त्या, कायव्योम्नोस्ततोऽम्बरे ।
गति महाविदेहातः, प्रकाशावरणक्षयः ॥२६-१४॥ ___ लध्विति-कायः पाञ्चभौतिकं शरीरं, व्योम च प्रागुक्तं, तयोः । ततोऽवकाशदानसम्बन्धसंयमात् । लघुनि तूले समापत्त्या तन्मयीभावलक्षणया प्राप्ताभ्यन्तरलघुभावतयाम्बरे आकाशे गतिः स्यात् । उक्तसंयमवान् प्रथमं यथारुचि जले सञ्चरन् क्रमेणोर्णनाभतन्तुजालेन सञ्चरमाण आदित्यरश्मिभिश्च विहरन् यथेष्टमाकाशे गच्छतीत्यर्थः । तदुक्तं-“कायाकाशयोः सम्बन्धसंयमाल्लघुतूलसमापत्तेरा(श्चा)काशगमनं” [३-४२] । शरीराबहिर्या शरीरनैरपेक्ष्येण मनोवृत्तिः सा महाविदेहेत्युच्यते, शरीराहङ्कारविगमाद् । अत एवाकल्पितत्वेन महत्त्वात् शरीराहङ्कारे सति हि बहिर्वृत्तिर्मनसः कल्पितोच्यते, तस्याः कृतसंयमायाः सकाशात् प्रकाशस्य शुद्धसत्त्वलक्षणस्य यदावरणं क्लेशकर्मादि तत्क्षयो भवति, सर्वे चित्तमलाः क्षीयन्त રૂતિ થાવત્ / તદુ¢–“વદરલ્પિતા વૃત્તિર્મહાવિદા તતઃ પ્રવાસવરપેક્ષા:” રૂતિ રૂિ-૪] //ર૬-૧૪||
શરીર અને આકાશના સંબંધને વિશે સંયમ કરવાથી લઘુભૂત રૂની સમાપત્તિના કારણે યોગી આકાશગમનને પ્રાપ્ત કરે છે અને મહાવિદેહાવૃત્તિને વિશે સંયમ કરવાથી પ્રકાશાવરણના * ક્ષયની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૃથ્વી પાણી વગેરે પાંચ ભૂતમય શરીર છે અને પૂર્વે વર્ણવેલા (શ્લો.નં. ૧૩) સ્વરૂપવાળું આકાશ છે. શરીરને અવકાશ આપવા સ્વરૂપ સંબંધ(વ્યાપ્યવ્યાપકભાવ), શરીર અને આકાશનો છે. તેને વિશે ધારણા ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી લઘુ(હલકા)ભૂત કપાસને વિશે તન્મય થવાના કારણે આંતરિક લઘુતા પ્રાપ્ત થાય છે, જેથી આકાશમાં ગમન કરવા યોગી સમર્થ બને છે. આ યોગી પોતાની ઈચ્છા મુજબ પહેલાં જળમાં ચાલે છે. પછી ક્રમે કરી એના અભ્યાસથી કરોળિયાના જાળાથી ચાલતાં ચાલતાં સૂર્યનાં કિરણોનું આલંબન લઈને આકાશમાં ઈચ્છા મુજબ જાય છે – આ વાત પાતંજલયોગસૂત્રમાં (૩-૪૨માં) સ્પષ્ટ છે.
શરીરસંબંધી કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના શરીરની બહાર જે મનની વૃત્તિઓ છે : તેને મહાવિદેહા કહેવાય છે. કારણ કે ત્યારે શરીર પ્રત્યેના અહંભાવનો વિગમ થયો હોય છે. આથી જ એ મનોવૃત્તિ મહદ્ હોવાથી અકલ્પિત કહેવાય છે. શરીર પ્રત્યે અહંકાર હોય તો મનની બાહ્ય વૃત્તિ કલ્પિત કહેવાય છે. તેથી મહાવિદેહાવૃત્તિને વિશે સંયમ કરવાથી શુદ્ધસત્ત્વસ્વરૂપ
એક પરિશીલન
૮૩