SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશીલનની પૂર્વે આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલીપરમાત્માઓ કવલાહાર કરે તો પણ તેઓશ્રીના કૃતાર્થપણામાં કોઈ પણ બાધ નથી – એ જણાવ્યું છે. એ કૃતાર્થતા આંશિક હતી. માત્ર ઘાતિકર્મોના ક્ષયથી પ્રાપ્ત થયેલી એ અવસ્થા અંતે તો અપૂર્ણ જ હતી. સર્વથા કૃતાર્થતા અઘાતિકર્મોના ક્ષયથી મોક્ષમાં પ્રાપ્ત થાય છે. તેથી આ એકત્રીસમી બત્રીશીમાં મોક્ષનું સ્વરૂ૫ વર્ણવાય છે. મોક્ષને માનનારાં આસ્તિક દર્શનો પણ મોક્ષના સ્વરૂપમાં જુદી જુદી માન્યતા ધરાવે છે. એ બધી માન્યતાઓનું નિરાકરણ કરીને વાસ્તવિક મોક્ષના સ્વરૂપનું નિરૂપણ અહીં કરાયું છે. દાર્શનિક પરિભાષાથી અપરિચિત લોકોને આ બત્રીશીમાં વર્ણવેલા પદાર્થોને સમજાવવાનું કાર્ય બહુ જ કપરું છે. ગ્રંથમાં છેલ્લે છેલ્લે થોડી ગહન દાર્શનિક શૈલીને સમજવાનો પ્રસંગ આવ્યો છે. આમ છતાં થોડો વધારે પ્રયત્ન કરી લેવાય તો સમજી ના શકાય એવી વાત નથી. સૌથી પ્રથમ નૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે. આત્મત્તિક દુઃખધ્વસને તેઓ મુક્તિ માને છે. જે દુઃખધ્વંસ પછી દુઃખની ઉત્પત્તિ થવાની નથી, એવા દુઃખધ્વંસને મુક્તિ માનનારા નૈયાયિકોએ મહાપ્રલયકાળને અનુમાનપ્રમાણથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજા શ્લોકના ઉત્તરાદ્ધથી એ અનુમાનમાં દોષો જણાવ્યા છે. સમર્થ તાર્કિક તરીકે સુપ્રસિદ્ધ વિદ્વાનોના તર્કમાં તથ્ય નથી : એનો ખ્યાલ ખૂબ જ સ્પષ્ટ રીતે અપાયો છે. આઠમા શ્લોકમાં ત્રિદંડિકોના મતનું નિરાકરણ કર્યું છે. પરમાત્મામાં જીવાત્માના લયને તેઓ મુક્તિ માને છે. લિ(સુખ-દુઃખના સાધન કમદિ)ના નાશ સ્વરૂપ એ લયને મુક્તિ માનવામાં દોષ નથી. એ રીતે એ મતનું આંશિક સમર્થન કરીને જીવના નાશ સ્વરૂપ લયનું નિરાકરણ પણ કર્યું છે. આલયવિજ્ઞાનની પરંપરા સ્વરૂપ મોક્ષને માનનારા બૌદ્ધોના મતનું નિરાકરણ નવમા શ્લોકથી કરવામાં આવ્યું છે. આધારભૂત આત્મદ્રવ્ય વિના એ સન્નતિ માનવાનું કામ બુદ્ધિ વિનાનું છે – એ અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે. પોતાની વાતનું સમર્થન કરવા પૂર્વાપર ક્ષણના સંબંધી આધારભૂત દ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે તો જૈનદર્શનપ્રસિદ્ધ પર્યાયાર્થિક નયની દેશનાનો જ વિજય થાય છે. બૌદ્ધોના મતમાં એ રીતે ભારે કદર્થના છે. સ્વાતંત્ર્યને કેટલાક લોકો મોક્ષ માને છે. તેમની વાત એ રીતે સાચી છે કે કર્મની નિવૃત્તિ થવાથી આત્મા સર્વથા સ્વતંત્ર બને છે પરંતુ એ સિદ્ધાંત જૈનદર્શનનો જ છે. તેથી સ્વાતંત્ર્ય જો પ્રભુતાસ્વરૂપ માનવામાં આવે તો તે એક પ્રકારનો મદ છે. વગેરે અગિયારમા શ્લોકથી જણાવ્યું છે. સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષના સ્વરૂપાવસ્થાન સ્વરૂપ મુક્તિનું નિરાકરણ બારમા શ્લોકથી કરાયું છે. એકાંતે નિત્ય એવી એ પુરુષની અવસ્થા કોઈ પણ રીતે સાધ્યસ્વરૂપ થતી ન હોવાથી એક પરિશીલન ૨૧૯
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy