________________
परमानन्दितैरित्थं, दिगम्बरविनिग्रहात् । પ્રાપ્ત સિતારેડ શોમાં, નિં યતિ શાસનમ્ રૂ૦-રૂરી
શિષ્ટ વત:ત્તોડી સ્પષ્ટ રૂ૦-૨૬-૩૦-૩૩-રૂરી
“આ રીતે દિગંબરોનો વિનિગ્રહ(પરાજય) થવાથી પરમ આનંદને પામેલા શ્વેતાંબરોથી શોભાને પામેલું જૈન શાસન જયવંતું વર્તે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે.
પ્રકરણના અંતે જણાવેલી વાત નિરંતર યાદ રાખવાની આવશ્યકતા છે. દિગંબરોએ શાસથી તદ્દન વિરુદ્ધ વાત કરવા દ્વારા પરમતારક શ્રી જૈનશાસનને દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન સફળ નહિ થવાના કારણે શ્વેતાંબરોને પરમાનંદ થયો. વાસ્તવિક રીતે શાસનને પામેલાને શાસનના વિજયમાં આનંદ થાય એ સ્વાભાવિક છે. સાચું પામ્યાનો અને સાચું ટકી ગયેલાનો એ આનંદ છે.
શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક શાસન ઉપર આજ સુધી સ્વપર લોકોએ અનેકાનેક આક્રમણો કર્યા છે. એનો એવો જ પ્રતિકાર આપણા સમર્થ મહાપુરુષોએ કર્યો છે. એના અચિંત્ય સામર્થ્યથી આપણને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ છે. એનો આનંદ અનુભવાય તો જયવંતા શ્રી જૈનશાસનની આરાધના સાચી રીતે કરવાનો ઉલ્લાસ પ્રગટ્યા વિના નહીં રહે. અંતે એવા પરમોલ્લાસને પ્રાપ્ત કરવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા./૩૦-૩રો.
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૨૧૮
કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી