________________
શ્રી કેવલીપરમાત્માના કવલાહારના અભાવનું જ બીજા હેતુઓ દ્વારા સમર્થન કરાય છે–
परोपकारहानेश्च, पुरीषादिजुगुप्सया ।
व्याध्युत्पत्तेश्च भगवान्, भुङ्क्ते नेति दिगम्बराः ॥३०-५॥ परेति-परोपकारहानेश्च भुक्तिकाले धर्मदेशनाऽनुपपत्तेः, सदा परोपकारस्वभावस्य भगवतस्तद्व्याघातायोगात् । पुरीषादिजुगुप्सया, भुक्तौ तद्धौव्यात् । व्याध्युत्पत्तेश्च भुक्तेस्तन्निमित्तत्वात् । भगवान् केवली भुङ्क्ते नेति दिगम्बरा वदन्ति ॥३०-५।।
પરોપકારની હાનિ થાય, અંડિલાદિના કારણે જુગુપ્સા થાય અને રોગની ઉત્પત્તિ થાય; તેથી તેના નિવારણ માટે કેવલી પરમાત્મા કવલાહાર કરતા નથી – એમ દિગંબરો કહે છે.”. આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી કેવલીપરમાત્મા સદા પરોપકાર કરવાના સ્વભાવવાળા છે. જો તેઓશ્રી ભોજન કરે તો તે વખતે ધર્મદેશનાનો અવરોધ થાય છે. તેથી પરોપકારનો વ્યાઘાત થશે, જે તેઓશ્રી માટે ઉચિત નથી. તેથી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી. તેમ જ આ રીતે કવલાહાર વાપરે તો વાપરનારને સ્પંડિલાદિ માટે અવશ્ય જવું પડે, જે જુગુપ્સાજનક છે. તેથી કેવલજ્ઞાનીઓ વાપરતા નથી. ભોજન રોગનું નિમિત્ત હોવાથી તેનો પરિહાર કરવા માટે કેવલીપરમાત્મા ભોજન કરતા નથી. કારણ કે તેઓશ્રી સદા નીરોગી હોય છે તેથી રોગના નિમિત્તથી તેઓશ્રી દૂર રહે છે.
ઉપર જણાવ્યા મુજબ શ્રી કેવલી પરમાત્મા કવલાહાર વાપરતા નથી – આ પોતાની માન્યતાનું સમર્થન પંદર હેતુઓથી દિગંબરોએ કર્યું. તેનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરાશે. શ્વેતાંબરોની માન્યતા મુજબ કેવલી પરમાત્મા સામાન્યથી દરરોજ એકાસણું કરે છે. i૩૦-પી. પૂર્વપક્ષનું નિરાકરણ કરવાનો આરંભ કરાય છે–
सिद्धान्तश्चायमधुना, लेशेनास्माभिरुच्यते ।
दिगम्बरमतव्यालपलायनकलागुरुः ॥३०-६॥ સિદ્ધાન્તશામતિ–વ્યm: રૂ૦-દ્દા
છેલ્લા પાંચ શ્લોકોથી દિગંબરોના સિદ્ધાંતનું વર્ણન કરીને હવે અમારા વડે સંક્ષેપથી આ શ્વેતાંબરોના સિદ્ધાંતનું વર્ણન કરાય છે, જે દિગંબરમતસ્વરૂપ સર્પને ભાગી જવા માટે મોરસમાન છે. મોરને જોઇને સર્પ જેમ ભાગી જાય છે, તેમ આ સિદ્ધાંતસ્વરૂપ મોરના દર્શનથી દિગંબરમતસ્વરૂપ સર્પ પણ ભાગી જાય છે. ૩૦-૬ll
કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી
૧૯૪