SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ भुक्त्या निद्रादिकोत्पत्तेस्तथा ध्यानतपोव्ययात् । परमौदारिकाङ्गस्य, स्थास्नुत्वात् तां विनाऽपि च ॥ ३०-४।। भुक्त्येति-भुक्त्या कवलाहारेण निद्रादिकस्योत्पत्तेः, आदिना रासनमतिज्ञानेर्यापथपरिग्रहः । केवलिनां च निद्राद्यभावात्तद्व्याप्यभुक्तेरप्ययोगात् । तथा भुक्तौ सत्यां ध्यानतपसोर्व्ययात्, केवलिनश्च तयोः सदातनत्वात् । तां विनापि च भुक्तिं विनाऽपि च परमौदारिकाङ्गस्य स्थाष्णु (सु)त्वाच्चिरकालमवस्थितिशीलत्वात् तदर्थं केवलिनस्तत्कल्पनाऽयोगात् ||३०-४।। “ભોજન(કવલાહાર) ક૨વાના કારણે નિદ્રા વગેરેની ઉત્પત્તિ થતી હોવાથી, ધ્યાન અને તપનો ખંડ પડવાથી અને પરમઔદારિક શરીર ભોજન વિના પણ લાંબા કાળ સુધી રહી શકતું હોવાથી (કેવલજ્ઞાનીઓ ભોજન કરતા નથી.)'' - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભોજન કરીએ એટલે નિદ્રા વગેરે આવે જ. નિદ્રાદિ વ્યાપક છે અને ભોજન વ્યાપ્ય છે. જ્યાં જ્યાં ભોજન છે, ત્યાં ત્યાં નિદ્રાદિ છે. શ્રી કેવલીભગવંતોને નિદ્રાદિ હોતા નથી. તેથી વ્યાપકના અભાવમાં તેના વ્યાયભૂત ભોજન(કવલાહાર)નો પણ અભાવ હોય છે - એ સ્પષ્ટ છે. અહીં નિતિ માં રહેલ બાલિ પદથી રસનેન્દ્રિયથી ઉત્પન્ન થનારા મતિજ્ઞાનનો (રાસન જ્ઞાનનો) અને ઇર્યાપથ(પ્રતિક્રમણ)નો પણ સંગ્રહ કરવાનો છે. આશય એ છે કે કવલાહારનું જ્યારે પણ ગ્રહણ કરીએ છીએ ત્યારે તેના રસાદિનું રસનેદ્રિયથી જ્ઞાન થાય છે, જે મતિજ્ઞાનસ્વરૂપ ક્ષાયોપશમિક જ્ઞાન છે. ઘાતિકર્મોનો ક્ષય કર્યો હોવાથી કેવલજ્ઞાની મહાત્માઓને મતિજ્ઞાન હોતું નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીને રાસનમતિજ્ઞાન હોય છે – એમ માનવાનો પ્રસંગ આવે. તેથી કેવલી પરમાત્માને કવલાહાર હોતો નથી - એમ મનાય છે. તેમ જ છદ્મસ્થપ્રત્યયિક મતિજ્ઞાનાદિ થાય એટલે વિષયના ઇષ્ટત્વાદિના જ્ઞાનથી થયેલા કર્મબંધના કારણે પ્રતિક્રમણાદિનો પણ પ્રસંગ આવશે. તેથી કેવલીપરમાત્માને કવલાહાર મનાતો નથી. - બીજું કેવલીભગવંતો ભોજન કરે તો; તે કારણે ધ્યાન અને તપમાં ખંડ પડે. કેવલજ્ઞાનીઓને સદાને માટે ધ્યાન અને તપ હોય છે. તેથી તેમાં હાનિ ન થાય : એ માટે શ્રી કેવલીપરમાત્માને ભોજનનો અભાવ હોય છે. “કૈવલીપરમાત્મા કવલાહાર ન કરે તો જેમને નવમા વર્ષે કેવલજ્ઞાન થયું હોય અને એક કરોડ વર્ષ પૂર્વનું તેમનું આયુષ્ય હોય તો, આટલા લાંબા સમય સુધી આહાર વિના કેવી રીતે શરી૨ ટકે ? શરીરને ટકાવવા માટે કેવલી પરમાત્માએ આહાર વાપરવો જોઇએ.” – આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે કેવલજ્ઞાનીઓનું શરીર શ્રેષ્ઠકોટિનું ઔદારિક શરીર હોવાથી ભોજન લીધા વિના પણ ટકી શકવાના સ્વભાવવાળું હોવાથી તેને ટકાવવા કેવલજ્ઞાનીઓએ કવલાહાર લેવાની આવશ્યકતા નથી. તેથી શરીરની ચિરકાળસ્થિતિ માટે કેવલીપરમાત્માના કવલાહારની કલ્પના કરવાની વાત ઉચિત નથી. ।।૩૦-૪૫ એક પરિશીલન ૧૯૩
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy