SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ भोगानिति-भोगानिन्द्रियार्थसम्बन्धान स्वरूपतः पश्यन् समारोपमन्तरेण । तथा तेनैव प्रकारेण । मायोदकोपमानसारान् भुञ्जानोऽपि हि कर्माक्षिप्तानसङ्गः सन् प्रयात्येव परं पदं तथाऽनभिष्वङ्गતથાડપરવશમાવત્ રિ૪-૧૨|| “તેમ જ પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગને સ્વરૂપથી અસાર તરીકે જાણનારા યોગી મૃગજળ જેવા એ ભોગોને ભોગવતો હોવા છતાં તેમાં આસક્ત બન્યા વિના પરમ પદને પ્રાપ્ત કરે જ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ઇન્દ્રિય અને રૂપાદિ અર્થના સંબંધ (ગ્રહણ) સ્વરૂપ ભોગોને જેઓ વાસ્તવિક રીતે મૃગજળ જેવા અસાર જાણે છે તેઓ તે કર્મથી આક્ષિપ્ત (ખેંચાઇને આવેલા) ભોગોને ભોગવતા હોવા છતાં તેમાં આસક્ત બનતા નથી. તેથી આ દૃષ્ટિને પ્રાપ્ત કરેલા યોગીજનો પાંચેય ઇન્દ્રિયોના વિષયસુખોને પરમાર્થથી અસાર માનતા હોવાથી તેમાં અભિવૃંગ-રાગ કર્યા વિના પરમપદે જાય છે જ. કારણ કે તેઓને વિષયોપભોગમાં અભિવૃંગ ન હોવાથી પરવશતા નથી. આથી કોઇ પણ પ્રકારના અવરોધ વિના તેઓ પરમપદે જાય છે. આ છઠ્ઠી દષ્ટિમાં એ એક અદ્ભુત સિદ્ધિ છે કે ભોગની પણ પ્રવૃત્તિ મોક્ષ પ્રત્યેના પ્રયાણનો અવરોધ કરનારી બનતી નથી. ૨૪-૧રો. ઉપર જણાવેલી વાતનું વ્યતિરેકમુખે સમર્થન કરાય છે– भोगतत्त्वस्य तु पुन, न भवोदधिलङ्यनम् । માયો કૃઢાવેશસ્તેન યાદ : wથા ર૪-૧રૂા भोगेति-भोगतत्त्वस्य तु भोगं परमार्थतया पश्यतस्तु न भवोदधिलङ्घनं । मायोदकदृढावेशस्तथाविपर्यासात् । तेन यातीह कः पथा यत्र मायायामुदकबुद्धिः ।।२४-१३।। વિષયના ભોગને જે પારમાર્થિક માને છે તેને ભવસમુદ્રથી તરવાનું શક્ય બનતું નથી. મૃગજળને જેણે વાસ્તવિક જળ માન્યું છે કે, તે માર્ગથી કઈ રીતે જાય ?” કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા પ્રમાણે બારમા શ્લોકથી એ જણાવ્યું છે કે ભોગને પારમાર્થિક રીતે અતત્ત્વ સ્વરૂપ જેઓ માને છે તેઓ ભોગની પ્રવૃત્તિમાંથી પણ અવરોધ વિના પરમપદે જાય છે જ. એના વ્યતિરેક-અભાવ સ્વરૂપે આ શ્લોકથી પૂર્વોક્ત વાતનું જ સમર્થન કરાય છે. જેઓ પૂર્વે જણાવ્યા મુજબ ભોગને અતત્ત્વસ્વરૂપ માનતા નથી પરંતુ ભોગોને સ્વરૂપથી (વાસ્તવિક રીતે) તત્ત્વસ્વરૂપ જ માને છે તેઓ ભવસમુદ્રનું ઉલ્લંઘન કરી શકતા નથી. આ વાત શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંત દ્વારા સમજાવી છે. એનો આશય એ છે કે જે માર્ગમાં મૃગજળ છે; તે મૃગજળને જે માણસ પરમાર્થથી જળ જ માને છે, એવો કયો તે માણસ છે કે તે માર્ગે જાય? અર્થાત્ એવો કોઈ પણ તે માર્ગે જાય જ નહિ. કારણ કે માયાપાણીમાં તેને વાસ્તવિક પાણીનું જ્ઞાન થયું છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. l/૨૪-૧૩ સદ્દષ્ટિ બત્રીશી ૧૪.
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy