________________
આત્મસ્વરૂપને પ્રગટાવવાનું અચિંત્ય સામર્થ્ય અને ક્ષણવારમાં અનંતકર્મસંચયનો સર્વથા ક્ષય કરવાની પ્રચંડ શક્તિને જાણ્યા પછી ખરી રીતે બેસી રહેવાનો કોઈ અર્થ નથી. ઘણા લોકો વૈરાગ્યની રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકોને થોડો ડર છે, તો કેટલાક લોકોને દુઃખ સહન નહિ થાય તો શું?... આવી જાતના કેટલાય વિચારો આવ્યા કરે છે. મારી દૃષ્ટિએ તો એ બધામાં કોઈ તથ્ય નથી. દીક્ષાની ઉત્તમતા અને એકાંતે કલ્યાણકારિતાની પ્રતીતિ થતી હોય તો એક વખત વર્તમાન સર્કલમાંથી બહાર નીકળી જવું જોઇએ. આજે પૂ. સાધુભગવંતોને ગમે તેટલું શીતાદિ પરીસહોનું ઉત્કટ દુઃખ પડે તોપણ અગ્નિ સેવવાનો, પંખા વગેરે વાપરવાનો, રાત્રિભોજન, અભક્ષ્યભક્ષણ અને અપયપાન વગેરેનો વિચારસરખોય નથી આવતો - આ પ્રભાવ સર્કલત્યાગનો છે. પાણીમાં પડ્યા વગર જમીન ઉપર ઊભા રહીને પાણીનો ડર કઈ રીતે જાય? સહેજ પણ દીક્ષા લેવાની ભાવના હોય તો સત્ત્વ કેળવીને સાહસ કરીને પ્રવજ્યાના પંથે ચાલી પડવું જોઈએ. પછી તો અહીંના સંયોગો જ એવા છે કે અસ્થિરને સ્થિર બનાવી દેશે. બેસેલાને ઊભા કરશે. ઊભા રહેલાને ચલાવશે અને ચાલતાને દોડાવશે. દોડતાં ઈષ્ટ સ્થાને મજેથી પહોંચાશે. સાહસ અને સત્ત્વ કયા ક્ષેત્રમાં જોઇતું નથી? ક્ષણવાર માની લઈએ કે કોઈ વાર પડી જવાશે તો શું થશે - આવો વિચાર આત્માને સત્ત્વથી વિચલિત કરી દે છે. આવા અવસરે પડી જવાશે તો પાછા ઊભા થઈશું. આમ પણ અત્યારે ક્યાં ઉભા છીએ, પડેલા જ છીએ ને?... ઇત્યાદિ વિચાર કરીને થોડું સત્ત્વ કેળવીને સાહસ ખેડી લેવાની જરૂર છે. સત્ત્વ અને સાહસ ક્યા ક્ષેત્રમાં નથી – આ બધી વાત જેને દીક્ષા ગમે છે તેના માટે છે. જેને દીક્ષા ગમતી નથી તેમના માટે આ વાત નથી. તેઓ બિચારા દયાપાત્ર છે – એવાઓને દીક્ષા ગમે, તેવો ઉપદેશ આપવાનો છે.
આ દીક્ષા બત્રીશીના ચોવીસ શ્લોકો દ્વારા જણાવેલી વાતથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પોતાના શરીર પ્રત્યે પણ મમત્વ વિનાના અને તત્ત્વજ્ઞાનને અનુસરનારા પૂ. સાધુભગવંતોને સામાયિકના પરિણામ સ્વરૂપ દીક્ષા છે. તેમની ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ અસંગપ્રતિપત્તિના કારણે હોવાથી મોહજન્ય નથી. આ રીતે રાગાદિપરિણતિને આધીન બન્યા વિના માત્ર આત્મગુણોમાં રમનારા પૂ. સાધુભગવંતોની દીક્ષાનું જ સ્વરૂપ છે, તે જણાવાય છે
शुद्धोपयोगरूपेयमित्थं च व्यवतिष्ठते ।
व्यवहारेऽपि नैवास्या व्युच्छेदो वासनात्मना ॥२८-२५॥ शुद्धेति–इत्थं च ममत्वारत्यानन्दाद्यनाक्रान्तसच्चिदानन्दमयशुद्धात्मस्वभावाचरणरूपत्वे । इयं दीक्षा शुद्धोपयोगरूपा व्यवतिष्ठते । कषायलेशस्याप्यशुद्धतापादकस्याभावात् । व्यवहारेऽपि आहारविहारादिक्रियाकालेऽपि नैवास्याः शुद्धोपयोगरूपाया दीक्षाया वासनात्मना व्युच्छेदः । न च वासनात्मनाऽविच्छिन्नस्य तत्फलविच्छेदो नाम यथा मतिश्रुतोपयोगयोरन्यतरकालेऽन्यतरस्येति ध्येयम् ।।२८-२५।।
એક પરિશીલન
૧૫૫