________________
मूर्धज्योतिर्नाम गृहाभ्यन्तरस्य मणेः प्रसरन्ती प्रभेव कुम्भिकादौ प्रदेशे, हृदयस्थ एव सात्त्विकः प्रकाशो ब्रह्मरन्धे सम्पिण्डितत्वं भजन् तत्र संयमाच्च सिद्धानां दर्शनं प्रकीर्तितं । द्यावापृथिव्योरन्तरालवर्तिनो ये दिव्यपुरुषास्तानेतद्वान् पश्यति, तैश्चायं सम्भाष्यत इति भावः । तदुक्तं-“मूर्धज्योतिषि सिद्धदर्शनम्” રિ-રૂ૨] l/ર૬-૧/.
કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા અને તૃષાનો નાશ થાય છે. કૂર્મનાડીમાં સંયમ કરવાથી ચપળતા નાશ પામે છે અને મૂર્ધજયોતિષમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન થાય છે - એમ કહેવાય છે.” આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે કંઠ(ગળું)માં જે ખાડા જેવી જગ્યા છે, તેને કંઠકૂપ કહેવાય છે. જીભની નીચેના ભાગમાં જિલ્લામૂલ છે, તેને તત્ત્વ કહેવાય છે. તેની નીચેના ભાગમાં કંઠ છે. તેની પાસે નીચેના ભાગમાં ખાડા જેવો દેશ છે, જેને કંઠકૂપ કહેવાય છે. તેમાં પ્રાણાદિકનો સ્પર્શ થવાથી ભૂખ-તરસની પીડાનો અનુભવ થાય છે. કંઠકૂપમાં સંયમ કરવાથી પ્રાણાદિ સ્પર્શની નિવૃત્તિ થવાના કારણે યોગીજનને ક્ષુધા-તૃષાની પીડા થતી નથી. કારણ કે ગળામાં રહેલી ઘંટિકાના પ્રવાહથી પ્લાવિત(ભાવિત) થવાથી યોગીને તૃપ્તિ થાય છે. પાતંજલયોગસૂત્રમાં(૩-૩૦માં) એ પ્રમાણે જણાવ્યું છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે.
કંઠકૂપની નીચે રહેલી કૂર્મનાડીમાં સંયમ કરવાથી ચપળતાનો અભાવ થાય છે. કારણ કે મનની સ્થિરતા સિદ્ધ થાય છે. મન અસ્થિર હોય તો જ ચંચળતા આવે છે. યોગસૂત્ર(૩૩૧)માં આ વાત સ્પષ્ટ રીતે જણાવી છે. ઘરમાં રહેલા મણિની પ્રભા જેમ પાણીયારા વગેરે સ્થાને ફેલાય છે. તેમ જ હૃદયમાં રહેલો જ સાત્ત્વિક પ્રકાશ પસરતો બ્રહ્મધ્યમાં જયારે ભેગો થાય છે, ત્યારે તેને મૂર્ધજયોતિ કહેવાય છે. તે મૂર્ધજ્યોતિને વિશે સંયમ કરવાથી સિદ્ધપુરુષોનું દર્શન થાય છે. સ્વર્ગ અને પૃથ્વી : એ બેની વચ્ચેના આકાશમાં રહેનારા પુરુષોને સિદ્ધપુરુષો કહેવાય છે, જેને દિવ્ય પુરુષો પણ કહેવાય છે. આવા પુરુષોને મૂર્ધજયોતિના સંયમવાળા યોગી પુરુષો જુઓ છે. તેમની સાથે વાતચીત કરે છે – આ પ્રમાણે યોગસૂત્ર(૩-૩૨)માં વર્ણવ્યું છે, જેનું તાત્પર્ય ઉપર જણાવ્યું છે. ર૬-૯ હવે સર્વજ્ઞપણાની પ્રાપ્તિનો ઉપાય જણાવાય છે
प्रातिभात् सर्वतः संविच्चेतसो हृदये तथा ।
स्वार्थे संयमतः पुंसि, भिन्ने भोगात्परार्थकात् ॥२६-१०॥ प्रातिभादिति-निमित्तानपेक्षं मनोमात्रजन्यमविसंवादकं झगित्युत्पद्यमानं ज्ञानं प्रतिभा । तत्र संयमे क्रियमाणे यदुत्पद्यते ज्ञानं विवेकख्यातेः पूर्वभावि तारकमुदेष्यति, सवितरीव पूर्वप्रभा, ततः सर्वतः संविद्भवति । संयमान्तरानपेक्षः सर्वं जानातीत्यर्थः । “प्रातिभावा सर्वमित्युक्तेः” [३-३३] । तथा हृदये शरीरप्रदेशविशेषेऽधोमुखस्वल्पपुंडरीकाकारे संयमात् चेतसः संवित् स्वपरचित्तगतवासनारागादिज्ञानं એક પરિશીલન
૭૭